Home Blog Page 4918

કોરોનાઃ 2.5 કરોડ નોકરીઓ જશે?  

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળો જાહેર કરવામાં આવ્યા પછી વિશ્વભરનાં અર્થતંત્રોમાં ઊથલપાથલ મચી ગઈ છે. કોરોના વાઇરસ બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે અને વિશ્વ એની સામે યુદ્ધ લડી રહ્યું છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં આ બીમારીને લીધે વિશ્વભરમાં 2.5 કરોડ લોકોની નોકરીઓ જવાનો ખતરો છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને અહેવાલમાં કહ્યું છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે સમન્વય સ્થાપિત કરવામાં આવે તો આ સંકટને ઓછું કરી શકાશે.

રિટેલ સેક્ટર પર સૌથી વધુ અસર

કોરોના વાઇરસના સંકટને કારણે સૌથી વધુ નોકરીઓ આપતા રિટેલ પર જ સૌથી વધુ પ્રતિકૂળ અસર પડવાની આશંકા છે. રિટેલ સેક્ટરમાં 1.1 કરોડ લોકોની નોકરીઓ જવાનું જોખમ ઊભં થયું છે. આ સિવાય ટુરિઝમ અને હોસ્પિટેલિટી સેક્ટરમાં 12 લાખ લોકો બેરોજગાર થવાની શક્યતા છે. ઈકોમર્સ સેક્ટરમાં 20 લાખ નોકરીઓ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ સિવાય રિયલ સેક્ટરની કમર જ તૂટી જશે અને 35 ટકા નોકરીઓ જવાની સંભાવના છે.

આંતરરાષ્ટ્રીય લેબર સંસ્થાએ તેના અહેવાલમાં covid-19 and world of eork : Impacts and responses માં કહેવામાં આવ્યું હતું કે બેરોજગારીને ઓછી કરવા માટે તેજીથી પ્રયાસ કરવાની જરૂર છે. ILOએ કહ્યું હતું કે આના માટે ત્રણ પગલાં લેવાં જોઈએ, જે આ પ્રકારે છે- વર્કપ્લેસ પર કર્મચારીઓને બચાવવા, અર્થવ્યવસ્થા અને રોજગારના સંરક્ષણ અને જોબ અને ઇનકમને સપોર્ટ.

ઔદ્યોગિક ગૃહોને જોબ બચાવવા અપીલ

ILOએ વિશ્વભરની સરકારો અને ઓદ્યૌગિક ગૃહોને લોકોની નોકરીઓને બચાવવાની અપીલ કરી છે. ILOએ કહ્યું છે કે શોર્ટ ટાઇમ વર્ક, પેડ લીવ અને અન્ય સબસિડી દ્વારા લોકોની નોકરીઓ બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ.

2008થી પણ વધુ ભીષણ મંદીની આશંકા

આંતરરાષ્ટ્રીય લેબર સંસ્થાના જણાવ્યા મુજબ આ સ્થિતિમાં વિશ્વભરમાં છવાયેલી મંદીથી પણ કપરી પરિસ્થિતિ થશે. ત્યારે 2.2 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વખતૈ એ આંકડો અઢી કરોડે પહોંચવાની આશંકા છે.

કોરોના અને વાસ્તુને કોઈ સંબંધ ખરો?

યારે મન ચકરાવે ચડે ત્યારે વિચારો વધારે આવે. તમારા સેમિનારમાં સાંભળ્યું હતું કે માણસ ગમે તેટલું પ્લાનિંગ કરે પણ એનો કોઈ અર્થ નથી રહેતો. કુદરત આગળ એ સાવ પાંગળો છે. સાચું કહું, તમારા ગયા પછી અમે એને મજાકમાં લીધું હતું. પણ આજે જયારે ચીનની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે તમારી વાત યાદ આવે છે. માણસ વિમાનમાં બેસે ત્યાં સુધી એને ખબર નથી હોતી કે એ વિમાન ઉડશે કે નહિ અને ઉડ્યા પછી એ નિશ્ચિત સ્થાને પહોંચશે કે નહિ એ પણ ખબર નથી હોતી તો પણ એ વિમાનથી ઊંચાં જવાના પ્લાન બનાવે છે. પણ શું માત્ર અત્યારની ક્ષણમાં જીવવું શક્ય છે ખરું? જોકે બેન્ક ઉઠી જાય તો પૈસા જતા રહે, શેર બજારના રોકાણનો તો ક્યાં ભરોસો હોય અને રોજ પેલી શીલા અથડાવાના સમાચાર આવે ત્યારે એવું થાય કે જગતનો અંત તો નહિ આવેને? પણ એવું માત્ર ક્ષણમાં જીવાય કેવી રીતે? અને આ કોરોના વાયરસ ની અસર અને વાસ્તુને કોઈ સંબંધ ખરો? જો કોઈ ઉપાય હોય તો જણાવવા વિનંતી.

તમે હવે આ વાતને સીરીયસલી લઇ રહ્યા છો એ સારી વાત છે. માણસનું પ્લાનિંગ ખોટું ઠરે ત્યારે તેને તણાવ થાય છે. શેર માર્કેટ નીચે જાય અને બેંક ઉઠે ત્યારે ઝુપડામાં રહેતા કેટલા લોકોની ઊંઘ ઉડી જાય છે? જેની પાસે ખપ પુરતું છે એને ખોવાનો ભય નથી હોતો. અતિ હમેશા કોઈને કોઈ સમસ્યા આપી શકે. એનો અર્થ એવો પણ નથી કે કર્મ કરવાનું છોડી દો. જેને કામ કરવું છે એના માટે હમેશા કોઈક કામ તો હોયજ છે. જયારે અપેક્ષાઓ વધે છે ત્યારે જ તકલીફ પડે છે. એષણાઓ અંતહીન છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી દરેક વ્યક્તિથી કોઈક જગ્યાએ તો અન્ય કોઈ વધારે સારું હશે જ. વળી જો પ્લાનિંગ પ્રમાણે જ જીવન ચાલતું હોત તો કોઈના પ્લાનમાં કોરોનાનો ભય તો ન જ હોય. મૃત્યુનું પ્લાનિંગ જુજ લોકો જ કરે છે.  એ પણ જરૂરી છે.

કોરોના વાયરસની અસર હજુ ભારત પર ચીન જેટલી નથી. એનું એક કારણ આપણી જીવન શૈલી એમના કરતા જુદી છે એ પણ છે. બંને દેશના તાપમાન પણ અલગ છે. અને વિચારધારા પણ. ક્યારેક રોગ કરતા રોગનો ભય મારી નાંખે છે. આ વાયરસ ફેફસાને અસર કરે છે. તે હવા દ્વારા ફેલાય છે અને જીવલેણ છે. વળી જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આની ઝડપથી અસર થાય છે. હવે થોડી વાત કરીએ વાસ્તુ નિયમોની. ભારતીય વાસ્તુમાં વધારે ઓક્સિજનઆપતી વનસ્પતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના માટેની સાચી દિશા દર્શાવવામાં આવી છે. જો સારા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોય તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે? ફેફેસા વધારે સારા રહે?ભારતીય વાસ્તુમાં સારા સૂર્ય પ્રકાશની વાત કરવામાં આવી છે. સવારનો તડકો માણસની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે? સૂર્યની ગતિને ધ્યાનમાં રાખી અને સમગ્ર મકાનમાં કઈ જગ્યાએ કયું કામ કરવું તેની અદ્ભુત વાત ભારતીય નિયમોમાં દેખાય છે. વોટર બેલન્સ ની વાત પણ ભારતીય નિયમોમાં દેખાય છે. શરીરમાં યોગ્ય રીતે યોગ્ય સમયે પાણી જતું હોય તો વ્યક્તિને વાયરસની અસર થવાની સંભાવના ઘટી જાય છે તેવું વિજ્ઞાન કહે છે? આપની ક્રિયાઓ અને પ્રક્રિયાઓ પણ જગતને હવે સમજવા લાગી છે. હવે કેટલા લોકો ભેટીને, ચૂમીને કે પછી હાથ પકડીને અભિવાદન કરવાનું પસંદ કરશે. હવે પેલા મેનેજમેન્ટ ગુરુની વાત કેટલા માનશે? છેને સમય આધારિત નિર્ણયની જરૂરિયાત? યોગ અને પ્રાણાયામ તરફ વિશ્વ જઈ રહ્યું છે અને ફરી આપણી ઔષધિઓ વિશેની સાચી સમજ ઉભી કરાય એ સમય પણ આવી ગયો છે. આપણા દરેક કાર્યમાં વિજ્ઞાન છે. મહામૃત્યુંન્જયમંત્રના સ્વરોદયમાં શક્તિ છે. એને લખીને ઓશીકે મુકવાથી લાભ મળે ખરો? એક જરૂરી વાત આ એક મહામારી છે. તેથી તેને માત્ર મજાકમાં પણ ન જ લેવાય. ડરવાની જરૂર નથી પણ તકેદારી તો રાખવી જ પડે.

 

જયારે પશ્ચિમ અને દક્ષિણના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે આ પ્રકારની બીમારી આવી શકે. જોકે એના માટે જેતે જગ્યાનો યોગ્ય અભ્યાસ પણ કરવો જ પડે.દર અર્ધા કલાકે થોડું થોડું પાણી પીવાથી, પ્રાણાયામ કર્યા બાદ મહામૃત્યુંન્જયના મંત્રના યોગ્ય ઉચ્ચારણ સાથે જાપ કરવાથી અને જરૂરી સ્વચ્છતાઅને આચરણના નિયમો પાળવામાં આવે તો આ બીમારી આવવાની શક્યતા ઘટી જાય છે. આ ઉપરાંત શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક પણ કરી શકાય.

 

રાશિ ભવિષ્ય 20/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે

પંચાંગ તા. 20/03/2020

પીએમ મોદીના સુરક્ષા નિયમોનું પાલન કરવાની વિરાટ કોહલીની અપીલ

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના રાષ્ટ્રજોગ વક્તવ્યમાં કોરોના વાઈરસના સંદર્ભમાં દર્શાવેલા સુરક્ષાને લગતા નિયમોનું પાલન કરવાની ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દેશના તમામ નાગરિકોને વિનંતી કરી છે.

કોહલીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘કોરોના વાઈરસ (Covid-19) જાગતિક રોગચાળાના સંદર્ભમાં આપણે સતર્ક, સાવધાન અને વાકેફ રહેવાની જરૂર છે. આ રોગનો સામનો કરવા માટે સજાગ રહેજો. આપણે સહુ જવાબદાર નાગરિકો છીએ અને આપણા માનવંતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાહેર કરેલા સુરક્ષા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. #IndiaFightsCorona’

કોહલીએ કોરોના વાઈરસ રોગ સામે લડી રહેલા દેશના તેમજ વિશ્વભરના તબીબી વ્યાવસાયિકોનો પણ પોતાના ટ્વીટમાં ખાસ ઉલ્લેખ કર્યો છે.

 

એણે લખ્યું છે કે, હું કોરોના વાઈરસ સામેની લડતમાં સામેલ થયેલા દેશના તેમજ દુનિયાભરના તમામ તબીબી વ્યાવસાયિકોનો પણ ખાસ ઉલ્લેખ કરવા માગું છું. આપણા સહુની સંભાળ લેવા બદલ ચાલો એમનું સમર્થન કરીએ.

વડા પ્રધાન મોદીએ એમના વક્તવ્યમાં દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ 22 માર્ચના રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ઘરમાં જ રહીને ‘જનતા કર્ફ્યૂ’ કરે.

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે સમગ્ર વિશ્વમાં તમામ ખેલકૂદ સ્પર્ધાઓને કાં તો મુલતવી રાખવામાં આવી છે કાં તો રદ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમની પણ સાઉથ આફ્રિકા સામેની તાજેતરની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીને પણ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે પડતી મૂકી દેવામાં આવી હતી.

તદુપરાંત, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાને પણ મુલતવી રાખી છે. આ સ્પર્ધા 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ હવે એને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.#

22મીએ જનતા કરફ્યુની મોદીની અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે આઠ વાગ્યે વિશ્વમાં પ્રસરેલા કોરોના વાઇરસ અંગે દેશવાસીઓને રાત્રે આઠ કલાકે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે  હું બધા દેશવાસીઓ પાસે કશુંક માંગવા આવ્યો છું. મને તમારા આવનાર કેટલાક સપ્તાહ જોઈએ છે.  આ ઉપરાંત તેમણે 22 માર્ચે રવિવારે સવારે સાત કલાકથી રાત્રે નવ કલાક સુધી જનતા કરફ્યુનું આહવાન કર્યું હતું.

મોદીએ દેશવાસીઓને જે સંબોધન કર્યું, એ નીચે મુજબ છેઃ-

  • વિશ્વ આખું એક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે
  • દેશ સામે કોરોના વાઇરસનું સંકટ બહુ મોટું છે
  • સામાન્ય રીતે પ્રાકૃતિક આફત જેતે દેશ પર સીમિત હોય છે
  • કોરોનાએ માનવજાતિને સંકટમાં નાખી છે
  • દેશવાસીઓએ કોરોનાથી બરાબર મુકાબલો કર્યો છે
  • દેશવાસીઓએ સજાગ રહેવું જરૂરી છે
  • દેશવાસી પાસે મારે કંઈક માગવું છે
  • દેશવાસીઓ પાસેથી મારે કેટલાંક સપ્તાહ જોઈએ છે
  • કેન્દ્ર સરકાર કોરોનાને લીધેલી સર્જાયેલી સ્થિતિ પર નજર છે
  • ભારત એક વિકાસશીલ દેશ છે
  • કોરોનાનું સંકટ કોઈ સામાન્ય નથી
  • મોટા-મોટા દેશો કોરોના વાઇરસથી પ્રભાવિત છે
  • દેશવાસીઓએ આ રોગચાળા સામે સંકલ્પ દ્ઢ કરવો પડશે
  • કેન્દ્ર-રાજ્યોની ગાઇડલાઇન્સનું પૂરેપૂરું પાલન
  • આપણે સંકલ્પ લેવો પડશે કે આપણે સ્વસ્થ તો જગત સ્વસ્થ
  • ભીડથી બચવાનો સંકલ્પ કરવાનો છે અને ઘરથી ના નીકળવાનો સંકલ્પ
  • બજારમાં જવાનું ટાળવું જોઈએ, જો જરૂરી હોય તો જ નીકળવું
  • મને કંઈ નહીં થાય એ વિચાર ખોટો છે.
  • ઘરમાં 60થી 65 વયના સિનિયર સિટિઝન ઘરમાંથી બહાર ના નીકળે.
  • સમાજના સમારોહમાં જવાનું ટાળવું જોઈએ
  • બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ
  • તમારી પાસે એક સહયોગ માગું છે કે સ્વયંભૂ જનતા કર્ફ્યુ
  • જનતા માટે, જનતા વડે, જનતા દ્વારા કર્ફ્યુ
  • 22 માર્ચે, 2019એ જનતા કર્ફ્યુ
  • જનતા કર્ફ્યુએ કોઈ પણ નાગરિક ઘરની બહાર ના નીકળે
  • રવિવારે સવાર સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ સ્વેચ્છાએ પાલન કરવું.
  • રાજ્ય સરકારો જનતા કરફ્યુનું પાલન કરાવે
  • દેશવાસીઓ માટે આ એક કસોટી સમાન
    જનતા કરફ્યુનો સંદેશ દરેકે 10 જણને આપવો
  • ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પોલીસ વગેરેનો આભાર માનવો
  • રવિવારે સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ સુધી દેશ સેવા આપી રહેલા લોકોનો આભાર માનવો.
  • સેવા પરમો ધર્મના સંસ્કારને ઉજાગર કરવો
  • વૈશ્વિક રોગચાળાની અર્થતંત્ર પર પણ ઘેરી અસર
  • નાણાપ્રધાનની અધ્યક્ષતામાં covid-19 ટાસ્ક ફોર્સની રચના
  • સંકટ સમયે વેપારીઓ અને ઉચ્ચ આવકવાળાને નીચલા વર્ગનું ધ્યાન રાખે
  • દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત ના થાય એ માટે પગલાં લેવાશે
  • જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ ટાળો
  • ખાવાની ચીજવસ્તુઓની અછત નહીં થાય
  • આ સંકટ બહુ મોટું છે એટલે દેશવાસીઓને આ મુશ્કેલીની દોરમાં મુકાબલો કરવો આવશ્યક છે
  • કોરોનાથી બચવા જ પ્રાથમિકતા આપવી જરૂરી
  • દરેક જણ સ્વેચ્છાએ સજાગ રહીને પોતાનું યોગદાન આપે છે, ત્યારે તમારે તમારું યોગદાન આપવાનું છે
  • આવશ્યક જરૂરી બાબતોનું પાલન કરીએ
  • માનવ જાતિનો વિજય થાય, ભારત દેશનો જય હો.

તેમણે કહ્યું હતું કે  કોરોના વાઇરસની હજી સુધી અસરકારક દવા શોધાઈ નથી
આવી સ્થિતિમાં જ્યારે બીમારીની કોઈ દવા નથી તો આપણે પોતે સ્વસ્થ  રહીએ તે ઘણું આવશ્યક છે. આજે આપણે સંકલ્પ લેવા પડશે કે આપણે સ્વંય સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું

ઘણા દેશોમાં શરુઆતના કેટલાક દિવસો પછી અચાનક બિમારીનો જેવો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ઘણી ઝડપથી વધી છે. અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય બતાવ્યો નથી અને વેક્સીન પણ બની નથી. આવી સ્થિતિમાં ચિંતા વધવી સ્વાભાવિક છે, એમ તેમણે કહ્યું હતું.   તમારા આર્શીવાદની તાકાતથી અમારા પ્રયત્ન સફળ થાય છે, એમ  તેમણે કહ્યું હતું.

 

કોરોના માટે ગુજરાતની આ છે તૈયારી

અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના લીધે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી જે અનુસાર 22 માર્ચથી દેશમાં કોઇ પણ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટને આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ એક અઠવાડિયા માટે રહેશે. સરકારે 10 વર્ષી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.

ગુજરાતની વાત કરીએ તો સદનસીબે ગુજરાતમાં હજુ સુધી કોરોના વાઈરસનો એકપણ પોઝિટીવ કેસ સામે આવ્યો નથી. કોરોનાનો સામનો કરવા ગુજરાત સરકાર પણ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે.

  • કોરોનાની સારવાર માટે ગુજરાત સરકારે 127 હોસ્પિટલના નામ જાહેર કર્યાં
  • રાજ્યની 127 હોસ્પિટલોમાં 635 બેડની વ્યવસ્થા કરાઈ
  • ગુજરાતમાં ધ ગુજરાત એપેડેમિક એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો
  • શંકાસ્પદ દર્દીઓ માટે હોસ્પિટલોની સાથે સાથે ડૉક્ટરોના મોબાઈલ નંબરની પણ વિગતો આપવામાં આવી
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
  • રાજ્ય ચૂંટણી પંચે 13 તાલુકા પંચાયતોની 17 બેઠકો અને 13 નગરપાલિકાઓની 29 બેઠકોની પેટાચૂંટણી મોકૂફ
  • અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો ર૦મી માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે
  • આ મંદિરોમાં નિયમિત થતી સેવા-પૂજા ચાલુ રહેશે
  • ગુજકેટની ૩૦ માર્ચે લેવાનારી પરિક્ષા મોકૂફ, ૧૪ એપ્રિલ-ર૦ર૦ પછી આ પરિક્ષા લેવામાં આવશે
  • મહારાષ્ટ્ર તરફ જતી રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસ સેવાઓ બંધ
  • અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ચેકપોસ્ટ પર સ્ક્રિનીંગ કરવામાં આવશે
  • ગુજરાત યુનિવર્સિટી : બીજા તબક્કાની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
  • ઉત્તર ગુજરાત હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી : 17 માર્ચથી શરૂ થતી સેમ-4, 6ની પરીક્ષા મોકૂફ
  • જીટીયુ : શૈક્ષણિક કાર્ય બંધ
  • AMTS-BRTS 10 ટકા બસો પણ ઘટાડવામાં આવી
  • કોર્પોરેશનની મોટા ભાગની બેઠકો, કમિટીઓ જરૂર ના હોય તો રદ કરવામાં આવશે. માત્ર લીગલ ચર્ચાની જરૂર હોય તો જ કમિટીઓની બેઠક યોજાશે.
  • કોરોના વાઇરસની દહેશત વચ્ચે રાજકોટ પોલીસે લોકોમાં જાગૃતિ માટે અગત્યનો નિર્ણય લીધો
  • રાજકોટ પોલીસે અરજદારોને સોશિયલ મીડિયા મારફતે અરજી અને ફરિયાદ નોંધાવવા અપીલ કરી
  • સોશિયલ મીડિયાથી અરજદારોનો સંપર્ક કરી વીડિયો કોલિંગથી નિવેદન નોંધશે.
  • તમામ પોલીસ સ્ટેશનોના ઇ-મેઇલ આઇડી અને ટેલિફોન નંબર જાહેર કર્યા
  • પોલીસ કમિશનર કચેરીએ ટોળામાં રજૂઆત કરવા નહીં આવવા અપીલ

ભારતમાં કોરોના વાયરસના 175 કેસઃ 4 લોકોના મોત

નવી દિલ્હીઃ કોરોના વાયરસે આમતો આખા વિશ્વમાં પોતાનો કહેર વરસાવ્યો છે પરંતુ ભારતમાં પણ કોરોના વાયરસ ધીમે-ધીમે માથું ઉચકી રહ્યો છે. દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં 4 લોકોના મોત થયા છે. ICMR ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે, અમે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની 50 સાઈટોથી આશરે 820 જેટલા રેન્ડમ સેમ્પલ લીધા છે જે નકારાત્મક આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 175 થઈ ગઈ છે.

ભારતીય રેલવેએ 168 ટ્રેનોને રદ્દ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના આજે ત્રણ કેસો સામે આવ્યા છે.કોરોના વાયરસના કારણે એરલાઈન્સ કંપની વિસ્તારાને 23 માર્ચથી 15 એપ્રીલ સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનોને અસ્થાયી રુપે સ્થગીત કરી દેવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તમામ બસો, ઈન્ટર સ્ટેટ્સ બસ ટર્મિનલો અને મેટ્રો ટ્રેનોને રોજે-રોજ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટના વાહનોને પણ દરરોજ સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી દરેક બસ ડેપો પર મફતમાં સેનેટાઈઝ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ સરકારે 15 એપ્રીલ સુધી રાજ્યભરના 10 લાખ સરકારી મેડિકલ સ્ટાફને 5-5 લાખ રુપિયાના વીમા આપવાની જાહેરાત કરી છે.  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 10 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જેંમાં એક વ્યક્તિનું મોત થયું છે. ત્રણ લોકો સાજા થઈ ગયા છે અને બાકી 6 લોકોની હાલત સ્થિર છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજવાલે કહ્યું કે અમે એ લોકો પર મહોર મારવાનું શરુ કરી દીધું છે કે જેમને ભારત આવવા પર વિશેષ દેખરેખમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવા લોકો ઘરેથી ભાગી ગયાના પણ કિસ્સાઓ છે. જો આવા વ્યક્તિ પોતાને આ પ્રકારની દેખરેખમાં ન રાખી શકે તો સરકારને તેમની ધરપકડ કરવાની અને તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરવી પડશે.

મધ્ય પ્રદેશમાં આવતી કાલે કમલનાથ સરકારની કસોટી    

 નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર એન. પી. પ્રજાપતિને આવતી કાલે વિશેષ સત્ર દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે આ ફ્લોર ટેસ્ટનું કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ ચાલી રહ્યો હોય ત્યારે એ વિધાનસભાની કાર્યવાહીનું વિડિયો રેકોર્ડિંગ અને શક્ય હોય તો જીવંત પ્રસારણ કરવાનો આદેશ પણ કર્યો હતો. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હાથ ઉઠાવીને મતદાન કરાવવામાં આવશે. કોર્ટે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસના 16 બળવાખોર વિધાનસભ્યો ઇચ્છે તો તેઓ પણ વિધાનસભામાં આવી શકે છે, એ માટે કોર્ટે મધ્ય પ્રદેશ અને કર્ણાટકના પોલીસ વડાને તેમના માટે પૂરસી સુરક્ષા વ્યવસ્થા આપવા આદેશ આપ્યો હતો. ખંડપીઠે વિધાનસભાના સચિવને આદેશમાં કહ્યું હતું કે વિધાનસભામાં આવતી કાલે એક જ એજન્ડા હોવો જોઈએ અને એમાં કોઈ પણ રીતે કાયદો અને વ્યવસ્થામાં અડચણ ઊભી ના થવી જોઈએ.

   શિવરાજસિંહ ચૌહાણનું ‘સત્યમેવ જયતે’

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમના આદેશને માથે ચઢાવતાં કહ્યું હતું કે કમલનાથના લોભ, દબાણ અને પ્રલોભનના દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. આ જનતા સાથે છળ અને વિશ્વાસઘાત કરનારી સરકાર છે.

કમળ ખીલશે કે ફરી કમલનાથ સરકાર?

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાય સમયથી જ્યોતિરાદિત્ય શિંધિયાએ ઊભું કરેલું રાજકીય સંકટ હતું, પણ હવે આવતી કાલે કમલનાથ સરકારનો ફેસલો થઈ જશે. હવે જોવાનું એ રહે છે કે આવતી કાલે કોંગ્રેસની કમલનાથ સરકાર રહેશે કે ભાજપનું કમલ ખીલશે?

 

 

 

 

કોરોનાઃ ઈન્ડિગો કર્મચારીઓના પગારમાં 25 ટકા ઘટાડો

નવી દિલ્હીઃ એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ કોરોના વાયરસને લઈને વ્યાપાર પ્રભાવિત થવા પર કર્મચારીઓના પગારમાં ઘટાડાની જાહેરાત કરી છે. ઈન્ડિગો સીઈઓ રોનો દત્તાએ ઈમેઈલ કરીને કર્મચારીઓના પગારમાં 5 થી લઈને 25 ટકા સુધીના ઘટાડાની જાણકારી આપી છે. દત્તાએ લખ્યું કે તેઓ પોતાની સેલરીમાં પણ 25 ટકાનો ઘટાડો કરી રહ્યા છે. આ પહેલા મંગળવારના રોજ એર ઈન્ડિયાએ પોતાના પાયલટો અને કેબિન ક્રૂ મેમ્બર્સ સહિત તમામ કર્મચારીઓના અલાઉન્સમાં કપાતની જાહેરાત કરી છે.  

આ સિવાય કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ લેવલના અધિકારીઓના પગારમાં પણ 20 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. વાઈસ પ્રેસિડન્ટ અને પાયલટોના પગારમાં 15 ટકાના ઘટડાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય કેબિન ક્રૂ મેમ્બર્સ અને અન્ય નિચલા સ્તરના કર્મચારીઓના પગારમાં 5 થી 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

પગારમાં કપાતની જાહેરાત કરતા મેઈલમાં ઈન્ડિગોના સીઈઓ રોનો દત્તાએ લખ્યું કે, અમે જાણીએ છીએ કે આપના પરિવાર માટે આ કેટલું કઠણ હશે પરંતુ કંપની માટે આ આર્થિક તોફાનમાં કંપનીનું સંચાન મુશ્કેલ થઈ રહ્યું હતું અને એટલા માટે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કંપનીના સેલરી સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર રોહિત ફિલિપનો પગાર 10 કરોડ રુપિયા છે. જો કે રોનો દત્તાના પગારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ગત નાણાકીય વર્ષમાં કંપનીઓ કર્મચારીઓના પગાર પર 3,210 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જે તેના કુલ ખર્ચના 11 ટકા બરાબર હતું.