Home Blog Page 4939

જ્યોતિરાદિત્યના ભાજપ પ્રવેશમાં ગાયકવાડ પરિવારે ભાગ ભજવ્યો?

અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીની નજીકના ગણાતા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડીને ભાજપપ્રવેશ કરી રહયા છે ત્યારે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. જોકે જ્યોતિરાદિત્ય અને વડા પ્રધાન મોદીની વચ્ચે મધ્યસ્થતા વડોદરાના રાજ પરિવારે કરી છે.

ગ્વાલિયરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના ગાયકવાડ રાજ પરિવારના જમાઈ છે. તેમની પત્ની પ્રિયદર્શિની રાજે ગાયકવાડ વડોદરાના રાજ પરિવારના વરિષ્ઠ સભ્ય સમરજિત સિંહ ગાયકવાડના ભાઈ સંગ્રામસિંહ ગાયકવાડનાં પુત્રી છે.

ગાયકવાડ પરિવારે મધ્યસ્થતા કરી

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારના છ પ્રધાનો અને 20 વિધાનસભ્યોને અલગ કરીને રાજકીય ઊથલપાથલમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વચ્ચે મધ્યસ્થતા ગાયકવાડ પરિવારનું નામ સામે આવ્યું છે. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન શાહ સાથે મુલાકાત પછી જ્યોતિરાદિત્યએ તરત કોંગ્રેસથી રાજીનામું આપી દીધું હતું. 18 વર્ષ પક્ષમાં રહેલા વિધાનસભ્યસ સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન અને અન્ય કેટલાંક પદોએ રહ્યા પછી જ્યોતિરાદિત્યએ કોંગ્રેસને તરત અલવિદા કરી દીધી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાના સસરા સંગ્રામસિંહના પિતા પ્રતાપસિંહ ગાયકવાડ આઝાદીથી પહેલાં વડોદરા સ્ટેટના અંતિમ રાજા બન્યા હતા. સમરજિત અને સંગ્રામસિંહની વચ્ચે મિલકત લઈને વિવાદ છે, પણ એ કોર્ટની મધ્યસ્થતા પછી ઉકેલાઇ ગઈ હતી. જ્યોતિરાદિત્ય અને તેમનાં પત્ની પ્રિયદર્શિની લાંબા સમયથી એકમેકને મળતાં રહ્યાં હતાં અને વર્ષ 1994માં બંને જણે લગ્ન કર્યાં. પ્રિયદર્શનીનું બાળપણ  મુંબઈમાં વડોદરા હાઉસમાં વીત્યું, જ્યાં તેમના પિતા સંગ્રામસિંહ પણ તેમની સાથે રહેતા હતા.

 

બંધારણ બદલીને રશિયામાં પુતિનને રાજ કરવું છે…

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, તેઓ એ કાયદાનું સમર્થન કરશે કે જેના લાગુ થવા પર તેમને 2024 માં રાષ્ટ્રપતિના રુપમાં પાંચમો કાર્યકાળ ચલાવવાની મંજૂરી મળશે. મંગળવારના રોજ રશિયાની સંસદના નીચલા સદનમાં 27 વર્ષ જૂના સંવિધાનને બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો પુતિન 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહી શકશે. 67 વર્ષીય પુતિને વર્ષ 2000 માં પ્રથમવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું, ત્યારથી જ સતત તેઓ સત્તામાં છે.  

દાયદાના જાણકારો સાથે વાત કર્યા બાદ પુતિન સંસદના નિચલા સદ ડ્યૂમામાં આ પ્રસ્તાવ લઈને આવ્યા છે. પુતિને કહ્યું કે, તેમનું માનવું છે કે તેમને રશિયાની સ્થિરતા માટે ફરીથી સત્તામાં આવવું જોઈએ. ડ્યૂમામાં યુનાઈટેડ રશિયા પાર્ટી બહુમતમાં છે, એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે, પુતિનને રાષ્ટ્રપતિ બનાવી રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ જશે. જો આ પ્રસ્તાવ પાસ થાય તો પુતિનને 6-6 વર્ષ માટે બે વધારે કાર્યકાળ પૂર્ણ કરવાની તક મળી જશે. પુતિનનો વર્તમાન કાર્યકાળ 2024 માં પૂરો થશે. પુતિને કહ્યું કે, રાષ્ટ્રપતિ રાજ્યની સુરક્ષા, આંતરિક સ્થિરતા અને વિકાસવાદી સ્થિરતાના ગેરન્ટર હોય છે.

પુતિને સાંસદ વેલેંતીન તેરેશકોવા દ્વારા લાવવામાં પ્રસ્તાવનું સમર્થન કર્યું છે કે જેમણે રાષ્ટ્રપતિ પદ માટે બે કાર્યકાળને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ કર્યો છે. તેરેશકોવા 1963 માં અંતરિક્ષ જનારા પ્રથમ મહિલા બન્યા હતા. પુતિન 20 વર્ષ કરતા વધારે સમયથી સત્તામાં છે. સોવિયત તાનાશાહ જોસેફ સ્ટાલિન બાદ રશિયાના સર્વાધિક લાંબા સમય સુધી નેતૃત્વ સંભાળનારા નેતા બની ગયા છે.

હકીકતમાં રશિયાના સંવિધાન અનુસાર, પુતિન 2024 માં રાષ્ટ્રપતિ ચૂંટણી નહી લડી શકે. સંવિધાન અનુસાર કોઈપણ વ્યક્તિ સતત બે વારથી વધારે રાષ્ટ્રપતિના પદ પર ન રહી શકે. પુતિન વર્ષ 2000 થી 2008 સુધી બે વાર રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારબાદ પુતિન પોતાના નજીકના મેદવેદેવને રાષ્ટ્રપતિ બનાવી દિધા હતા, તે સમયે પુતિન વડાપ્રધાન બની ગયા હતા. મેદવેદેવના રાષ્ટ્રપતિ રહેતા સમયે પુતિને રાષ્ટ્રપતિનો કાર્યકાળ 6 વર્ષનો કરી દીધો હતો. હવે પુતિન સંવિધાનમાં સંશોધન કરીને 2024 બાદ પણ 12 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેવા ઈચ્છે છે.

PM કોંગ્રેસની ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરે છેઃ રાહુલ બોલ્યા

નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચેલા રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયા પર તો અકળ મૌન ધારણ કર્યું હતું, પરંતુ તેમણે થોડી મિનિટો પછી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વડા પ્રધાન મોદી પર કોંગ્રેસની ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરવાના પ્રયાસોના આરોપ લગાવ્યા હતા. આ પહેલાં તેમણે લોકસભાના પ્રાંગણમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મીટિંગ કરીને મધ્ય પ્રદેશની સ્થિતિની ચર્ચા કરી હતી.

રાહુલ ગાંધી એ ટ્વીટ કરતાં PMO પર પ્રહાર કર્યા

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને PMOને કહ્યું હતું કે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારોને પાડવામાં વ્યસ્ત છે, એટલે વૈશ્વિક સ્તરે ઓઇલની કિંમતો 35 ટકા ઘટી ગઈ છે. શું તમે એનો લાભ ભારતીય જનતાને આપી શકો છો અને પેટ્રોલની કિંમતો રૂ. 60થી નીચે લાવી શકો છો? એનાથી અર્થતંત્રને વેગ મળશે.

બીજી તરફ મધ્ય પ્રદેશનું રાજકીય નાટક રિસોર્ટ રાજકારણ તરફ વધી રહ્યું છે. કોંગ્રેસના આશરે 20 વિધાનસભ્યો પહેલેથી બેંગલુરુની એક હોટેલમાં છે. અત્યારે ભાજપ પોતાના 107 વિધાનસભ્યોને માનેસર અને કોંગ્રેસ એના 90 વિધાનસભ્યોને જયપુર લઈ જઈ રહી છે. કોંગ્રેસ છોડનારા સિંધિયા ભાજપમાં આજે સામેલ થાય એવી શક્યતા છે.

કોંગ્રેસના 20થી વધુ વિધાનસભ્યોનાં રાજીનામાં પછી કમલનાથ સરકાર ડામાડોળ થઈ છે. જોકે મુખ્ય પ્રધાન કમલનાથ સહિત તમામ સિનિયર કોંગ્રેસી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમની સરકાર સુરક્ષિત છે અને તેઓ વિધાનસભામાં બહુમત સાબિત કરશે.

 

કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં આ નેતાની મહત્વની ભૂમિકા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના કદ્દાવર નેતા રહેલા માધવરાવ સિંધિંયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડ્યા બાદ હવે જલ્દી જ ઔપચારિક રીતે ભાજપના પલડે બેસશે. સિંધિયા સમર્થક ધારાસભ્યોના સમર્થનથી ભાજપ ફરીથી પ્રદેશની સત્તા પર કબ્જો કરવાની તૈયારી કરી ચૂકી છે.

પરંતુ વાત એ વ્યક્તિની કરવી છે કે જેણે આ તમામ ઘટનાક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ નેતાનું નામ છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર. જમીન સાથે જોડાયેલા નેતા નરેન્દ્ર સિંહ તોમરનો મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં ખૂબ પ્રભાવ છે અને કોંગ્રેસના મોટાભાગના બાગી ધારાસભ્યો આ જ પ્રદેશમાંથી આવે છે કે જેમણે પલડુ બદલ્યા બાદ કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ આખા ઘટનાક્રમમાં તેઓ પહેલાથી જ સક્રિય હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્વાલીયરના મુરારમાં 1957 માં જન્મેલા તોમરે વિદ્યાર્થી નેતા તરીકે પોતાના રાજનૈતિક જીવનની શરુઆત કરી હતી, એટલા માટે સંગઠન પર તેમની મજબૂત પકડ છે. આ વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાની જવાબદારી આમને સોંપવામાં આવી હતી. ગ્વાલિયર સિંધિયા પરિવારનો ગઢ છે, એટલા માટે તેમના ગઢમાં પાર્ટીના ધારાસભ્યોને તોડવાની રણનીતિનો સીધો જ અર્થ હતો કે ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયા માટે પોતાના દ્વાર પહેલાથી ખોલી દીધા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી અને ગ્વાલિયરના રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘના સક્રિય સભ્ય હોવાની સાથે-સાથે ભાજપના સંસ્થાપકોમાં જોડાયેલા હતા. એપણ જણાવવામાં આવી રહ્યું છે કે, પાર્ટીમાં રાજમાતા વિજયા રાજે સિંધિયાના વિશ્વસનીય રહેલા તોમરના સિંધિયા પરિવાર સાથે નજીકના સંબંધો જોતા પણ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

રાષ્ટ્રીય પક્ષોને છેલ્લાં 14 વર્ષમાં રૂ. 11,234 કરોડનું ફંડ મળ્યું

નવી દિલ્હીઃ દેશના રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ 2004-05થી  વર્ષ 2018-19 દરમ્યાન 11,234 કરોડનું ફંડ અજાણ્યા સ્રોતો મારફત મળ્યું હતું, એવો દાવો બિનસરકારી સંસ્થા એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક્સ રિફોર્મ (ADR)એ કર્યો હતો. આ વિશ્લેષણે ADRએ એણે સાત રાષ્ટ્રીય પાર્ટીઓ –ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકોંપા), બહુજન સમાજ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા) દ્વારા ચૂંટણી પંચને આપેલી માહિતો ઉપયોગ કર્યો હતો.

ફંડ આપનાર દાતાનાં નામ જાહેર નહીં

આવકવેરા રિટર્નમાં જાહેર થયેલું આ ફંડ છે, જેમાં દાનકર્તાનાં નામની માહિતી નથી હોતી અને દાનની રકમ રૂ. 20,000થી ઓછી હોય છે. અજાણ્યા સ્રોતોમાં ચૂંટણી બ્રાન્ડ, કૂપનનું વેચાણ, રાહત ફંડ. વિવિધ આવક, સ્વૈચ્છિક યોગદાન અને મોરચામાં આપવામાં આવેલાય યોગદાનની રકમ સામેલ છે. જોકે આ પક્ષોને આપેલા ફંડનાં નામોને જાહેર કરવામાં નથી આવ્યાં. જોકે આ પક્ષોને 2004-05થી 2018-19 સુધીમાં રૂ. 11,234.12 કરોડનું ભંડોળ મળ્યું છે.અજાણ્યા સ્રોતોથી ભાજપને સૌથી વધુ ફંડ મળ્યું

વર્ષ 2018-19માં ભાજપે અજાણ્યા સ્રોતોથી રૂ. 1,612.04 કરોડ મળ્યા હોવાની જાહેરાત કરી હતી, જે અન્ય રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલુ રૂ. 2,512.98 કરોડના 64 ટકા છે, જે અન્ય પાંચ રાષ્ટ્રીય પક્ષોને મળેલા ફંડ કરતાં દોઢ ગણું વધુ  છે. અજાણ્યા સ્રોતોથી કોંગ્રેસને રૂ. 728.88 કરોડ મળ્યા હતા, જે કુલ ફંડના 29 ટકા છે, એમ ADRએ જણાવ્યું હતું. એના અહેવાલ મુજબ કોંગ્રેસ અને રાકોંપાને વર્ષ 2004-05થી વર્ષ 2018-91 દરમ્યાન કૂપનના વેચાણથી રૂ. 3,902.63 કરોડની આવક થઈ હતી.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે સંકટના વાદળો હજુ ઘેરાયેલા જ છે

નવી દિલ્હીઃ કોંગ્રેસને મોટો ઝાટકો આપતા પાર્ટીના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. સિંધિયાની સાથે જ તેમના સમર્થકો પાર્ટીના 21 જેટલા ધારાસભ્યોના રાજીનામાથી રાજ્યની કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે. કોંગ્રેસ છોડનારા 49 વર્ષીય સિંધિયા કેન્દ્રમાં સત્તારુઢ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. તેમના દાદી સ્વર્ગસ્થ વિજય રાજે સિંધિયા આ જ પાર્ટીમાં હતા. એવી અટકળો છે કે સિંધિયાને રાજ્યસભાની ટીકિટ આપવામાં આવી શકે છે અને તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે.

  • કોંગ્રેસના ધારાસભ્યોને આજે જયપુરના બ્યૂના વિસ્ટા રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ ધારાસભ્યોને એરપોર્ટ પર લઈ જવા માટે ભોપાલમાં મુખ્યમંત્રીના ઘરે ત્રણ બસો તૈયાર કરવામાં આવી છે કે જ્યાંથી તેમને જયપુર રવાના થવાની શક્યતાઓ છે.
  • કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને 9 માર્ચના રોજ લખેલા રિઝાઈન લેટરમાં સિંધિયાએ કહ્યું કે, તેમના માટે આગળ વધવાનો સમય આવી ગયો છે કારણ કે આ પાર્ટીમાં રહેતા હવે દેશના લોકોની સેવા કરવા માટે હું સક્ષમ નથી. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, તેમનો લેટર સોનિયા ગાંધીના ઘરે મળ્યો હતો.
  • સિંધિયાએ પાર્ટી છોડતાની સાથે જ તેમના સમર્થક ધારાસભ્યોએ પણ રાજીનામાં આપવાનું શરુ કર્યું હોવાથી, મધ્ય પ્રદેશની કમલનાથની કોંગ્રેસ સરકારના અસ્તિત્વ પર સંકટ મંડરાવા લાગ્યું છે. વિધાનસભા અધ્યક્ષ એન પ્રજાપતિ જો 22 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લે તો કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી જશે.
  • જો કે, હજી એ સ્પષ્ટ નથી કે અપક્ષ અને બસપા તેમજ સપાના ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન યથાવત રાખશે કે પછી તે લોકો પણ ભાજપ સાથે જોડાઈ જશે. ભાજપના નેતાઓની એક ટીમે વિધાનસભા અધ્યક્ષ સાથે ભોપાલમાં મુલાકાત કરી અને કોંગ્રેસના 19 ધારાસભ્યોનું રાજીનામું સોપ્યું. આ ધારાસભ્યોને કર્ણાટકની રાજધાની બેંગ્લોરના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે કે જ્યાં ભાજપનું શાસન છે.
  • હોળી મનાવવા માટે લખનઉ પહોંચેલા પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને કહ્યું કે, તેઓ મધ્યપ્રદેશમાં બદલતી રાજનૈતિક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આ મામલો કોઈપણ નિર્ણય ભોપાલ પહોંચ્યા બાદ જ કરવામાં આવશે. ટંડને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ 12 માર્ચ સુધી રજા પર છે.
  • સિંધિયાએ કોંગ્રેસ અધ્યક્ષાને લખેલા પત્રમાં કહ્યું કે, આજના ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ છેલ્લા એક વર્ષથી તૈયાર થઈ રહી હતી અને હવે તેમના માટે નવી શરુઆત કરવી તે સર્વશ્રેષ્ઠ છે. સિંધિયાએ પોતાના રિઝાઈન લેટરમાં કહ્યું કે, છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસનો હું પ્રાથમિક સભ્ય રહ્યો છે. હવે મારા માટે આગળ વધવાનો સમય પાકી ગયો છે. હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું.
  • પાર્ટીના ક્યારેક સ્ટાર ગણાતા સિંધિયા અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. ડિસેમ્બર 2018 માં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસે કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા. જો કે સમસ્યા ત્યારે શરુ થઈ કે જ્યારે સિંધિયાના સમર્થકોની અવગણના કરવામાં આવી અને એવું લાગે છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવાની તેમની મહત્વકાંક્ષા પણ નિષ્ફળ કરી દેવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ તેમની ફરિયાદો સાંભળવા માટે તૈયાર નહોતું.
  • આ સપ્તાહના અંતમાં સિંધિયા અને કમલનાથ મંત્રીમંડળના છ મંત્રી બેંગ્લોર ગયા અને તેમની સાથે સંપર્ક થઈ રહ્યો નહોતો. બાદમાં સ્પષ્ટ થઈ ગયું કે પાર્ટીમાં બગાવત ચાલી રહી છે અને કમલનાથ સિંધિયાના વફાદાર ગણાતા 6 મંત્રીઓની સાથે અન્ય ધારાસભ્યોનું સમર્થન ખોઈ બેસશે.
  • હોળીના દિવસે ચાલી રહેલા રાજનૈતિક ડ્રામાની અસર મધ્યપ્રદેશની બહાર પણ થશે. મધ્યપ્રદેશ ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે આ મહત્વપૂર્ણ છે. મધ્યપ્રદેશ હિંદી પટ્ટીના એ ત્રણ પ્રમુખ રાજ્યો પૈકી એક હતું કે જ્યાં કોંગ્રેસે વર્ષ 2019 માટે લોકસભા ચૂંટણી લડતા પહેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી બહારનો રસ્તો બતાવ્યો હતો. મધ્યપ્રદેશની સ્થિતિ જોતા એ સ્પષ્ટ છે કે કોંગ્રેસનું નેતૃત્વ પાર્ટીને એકજુટ રાખવામાં નિષ્ફળ રહ્યું કે અને પોતાના ઘણા ક્ષેત્રીય નેતાઓની પરસ્પર વિરોધી મહત્વકાંક્ષાઓને નિયંત્રિત કરવામાં અસમર્થ રહ્યું છે.

કોરોનાનો ગભરાટઃ ફ્રાન્સ, જર્મની, સ્પેનના નાગરિકોના વિઝા પણ સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ખતરનાક એવા કોરોના વાઈરસના ફેલાવાના રોકવા માટે લેવાયેલા પગલાંના ભાગરૂપે ભારત સરકારે તાત્કાલિક રીતે અસરમાં આવે એ રીતે ફ્રાન્સ, જર્મની અને સ્પેનમાંથી આવવા માગતા નાગરિકોને વિઝા આપવાનું હાલ સસ્પેન્ડ કર્યું છે.

11 માર્ચે કે તે પહેલાં ફ્રાન્સ, જર્મની અને સ્પેનના જે નાગરિકોના રેગ્યૂલર વિઝા અને ઈ-વિઝા ભારત સરકારે મંજૂર કર્યા હતા, એ તમામને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય દેશમાં કોરોના વાઈરસ ફેલાયો છે.

ભારત સરકાર આ પહેલાં ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનના નાગરિકો માટેનાં વિઝા તથા ઈ-વિઝા સસ્પેન્ડ કરી ચૂકી છે. આમ તે યાદીમાં ફ્રાન્સ, જર્મની અને સ્પેનનો ઉમેરો કરાયો છે.

આ નિર્ણય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સરકારે બહાર પાડેલા નિવેદનમાં જણાવાયું છે કે જે વિદેશી નાગરિકોને વિઝા મંજૂર કરી દેવામાં આવ્યા છે, પણ તેઓ હજી ભારતમાં પ્રવેશ્યા નથી એમના વિઝા સસ્પેન્ડ કરી દેવાયા છે. જે વિદેશી નાગરિકો ભારતમાં પ્રવેશી ચૂક્યા છે એમના વિઝા માન્ય રહેશે. એમણે વિઝાની મુદત લંબાવવા માટે ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં જઈને મળવું.

સરકારે બીજો એક આદેશ એ બહાર પાડ્યો છે કે જે ભારતીય નાગરિકો ચીન, હોંગ કોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, ઈટાલી, થાઈલેન્ડ, સિંગાપોર, ઈરાન, મલેશિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવ્યા હોય એમણે તેમના ભારત આગમનની તારીખથી 14 દિવસ સુધીના સમયગાળા માટે સેલ્ફ-ક્વોરન્ટીન પ્રક્રિયા કરવી પડશે.

વધુમાં, સરકારે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે એમણે ફ્રાન્સ, જર્મની અને સ્પેનના પ્રવાસે જવાનું હાલ ટાળવું.

ભારતમાં કોરોના વાઈરસનાં 50થી વધારે કેસ નોંધાયા છે. અમેરિકાથી દુબઈ માર્ગે ભારત આવેલા 3 બેંગલુરુનિવાસીઓનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

રાશિ ભવિષ્ય 11/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે

પંચાંગ તા. 11/03/2020

સિંધિયાનો ભાજપ પ્રવેશ કદાચ 12 માર્ચે

ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી સાથેનો એમનો 18 વર્ષ જૂનો નાતો આજે તોડી નાખ્યો. તેઓ આજે સાંજે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવા સમાચાર હતા, પણ હવે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે તેઓ 12 માર્ચના ગુરુવારે જોડાશે.

સિંધિયા પહેલાં ગ્વાલિયર જશે અને પછી ત્યાંથી એમના સમર્થકો સાથે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ આવશે.

સિંધિયાએ રાજીનામું આપ્યા બાદ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળી હતી. એનું પ્રમુખપદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું હતું. આ બેઠક નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મળી હતી. એમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ પણ હાજરી આપી હતી.