લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પાછલા વર્ષે લોકસભા ચૂંટણી દરમ્યાન સભાઓમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. જોકે આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે એકબીજા પર શાબ્દિક હુમલા કેટલીય વાર થઈ ચૂક્યા છે. લોકસભા ચૂંટણી દરમ્યાન આઝમ ખાને જયા પ્રદાની તીખી આલોચના કરી હતી. તેમણે તેમની તરફ આપત્તિજનક ઇશારો કરતાં કહ્યું હતું કે અશ્લીલતાને સન્માન આપવવાળો સમાજ ક્યારેય આગળ નથી વધી શક્તો.

લોકસભા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર જયાપ્રદાને હરાવનાર આઝમ ખાને ચૂંટણી દરમ્યાન હરીફ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. એને કારણે ચૂંટણી પંચે તેમને ચૂંટણીપ્રચાર કરવા માટે 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો.
















નારી દર્શાવવા માટેની એડવરટાઈઝમાં સ્ત્રી પુરુષની મસ્તી કરતી હોય એવું બતાવવું જરૂરી છે? શું પુરુષનો એ એકજ ગુણ છે? એની સામે નારી માત્ર ભોગવટા નો જ વિષય છે એ વિચારધારા પણ ખોટી છે. “ એકલાડકા ઔર એક લાડકી કભી દોસ્ત નહિ હો શકતે.” જેવા ડાયલોગ પર તાળીઓ પાડતો સમાજ આપણી આસપાસ છે. શું સંબંધોમાં સહજતા ન હોઈ શકે? જેમ બે પુરુષ મિત્રો એકબીજાના ખભે હાથ રાખીને બેસી શકે એટલીજ સહજતાથી એક પુરુષ અને એક સ્ત્રી મિત્ર ન બેસી શકે? શું મિત્ર માટે કોઈ જાતિવાચક શબ્દ જરૂરી છે ખરો? જયારે મન પર વધારે દબાણ આવે છે ત્યારે મન છટકે છે અને વિકારો જન્મ લે છે. નારીને સન્માન આપવા માટે સહુથી પહેલા તો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી છે. શું ટુવાલ માત્રસ્ત્રીઓ જ પહેરે છે? શું દારૂની એડ માં સ્ત્રી હોવી જરૂરી છે? અને એ જ જગ્યાએ તમારા ઘરની સ્ત્રીઓની કલ્પના કર્યા બાદ આના જવાબો વિચારવા જરૂરી છે. બિન્દાસ્ત હોવા માટે હાથમાં સિગારેટ જરૂરી છે? શું સિંહની સામે હોંકારો માંડતી ચારણ કન્યા બિન્દાસ્ત ન ગણાય? મોર્ડન મનથી થવાય માત્ર દેખાવથી નહિ.

અહીં વાત થાય છે દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોરની. સમગ્ર ગુજરાતમાં આ જ એક માત્ર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. તેમની સેવા અનન્ય છે. પણ, તે પૂર્વે તેમની આ સેવા પાછળ રહેલા તેમના સંકલ્પ-સંઘર્ષની વાત કરીએ.
ડો. ડામોર કહે છે, છેલ્લા ચાર વર્ષમાં ૮૦૦૦થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક નિદાન અને જરૂર પડે તો પરિસ્થિતિને અનુરૂપ વિનામૂલ્યે સારવાર કરી છે. માસની નવમી તારીખે મારી હોસ્પિટલે ઓછામાં ઓછી ૨૦૦ જેટલી મહિલાઓ આ સેવાનો લાભ લે છે. તે જણાવે છે, મહિલા તંદુરસ્તી જ મહિલા સશક્તિકરણની પ્રથમ શરત છે. વડાપ્રધાનશ્રીની આ વાત મને ખૂબ જ પસંદ આવી છે. હું આદિવાસી વિસ્તારની મહિલાની બની શકે એટલી સેવા કરૂ છું. આ ઉપરાંત વર્ષમાં ચાર બહારના સ્થળે કેમ્પ કરૂ છું. એમાં એક કેમ્પ મારા ગામ ગામડીમાં કરૂ છું. જેમાં નિદાન અને સારવાર, દવાઓ વિનામૂલ્યે આપું છું.
ડો. ડામોરે એક વાત એવી પણ કહી કે, દાહોદ જિલ્લાની આદિવાસી મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે. અમે ક્યારેક માત્ર એકથી દોઢ ટકા હિમોગ્લોબીન હોય એવી મહિલાની પણ સુરક્ષિત ડિલિવરી કરાવી છે. આ માટે રાજ્ય સરકારે પોષણ અભિયાન ચલાવ્યું છે, એ સારી બાબત છે. તેમણે પોતાની હોસ્પિટલમાં કવિ બોટાદકરની કવિતા જનની ની જોડ સખી નહી જડે રે લોલ લખાવી છે અને તેને સાર્થક કરવાની પ્રબળ મહેચ્છા ધરાવે છે.