Home Blog Page 4950

નોઈસ-કેન્સલેશન ટેકનોલોજી સાથે વ્હાઇટ નોઇસ મ્યુઝિકની જુગલબંધી …..

મદાવાદનાં નરોડા ઔદ્યોગિક એરિયાની બાજુનાં જ રેસિડેન્શિયલ એરિયામાં લક્ષ્મણભાઈ પટેલનો બંગલો. પાંચ મિનીટના અંતરે જ ટ્રસ્ટ સંચાલિત નાની હોસ્પિટલમાં તેમને લઇ જઈને દીકરી વૈશાલીએ ડોકટરને વિનંતી કરી “પપ્પાને છાતીમાં ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જલ્દી જૂઓને સાહેબ” ફટાફટ કેસ-હિસ્ટ્રી લેવામાં આવી. કારણ મળી ગયું કે શા કારણે આમ થયું? આખું ઘર ધણધણી ઉઠે તેવા ઊંચા અવાજે વાગતા ડીજેના કારણે લક્ષ્મણભાઈના હૃદયનાં ધબકારા સાથે બ્લડ-પ્રેશર વધી ગયું હતું. “જીવનમાં શાંતિ છે જ ક્યાં ડૉક્ટરસાહેબ, ચોવીસે કલાક નજીકની ફેક્ટરીમાંથી આવતા મશીનોના અવાજ સાંભળી-સાંભળીને મને આવું તો વારંવાર થઇ જાય છે; પણ આ ડીજેનાં ઘોંઘાટથી વધુ પડતું થઇ ગયું” લક્ષ્મણભાઇએ હાંફતા હાંફતા પોતાનો બળાપો ડોક્ટર પાસે ઠાલવ્યો.

આડોશપડોસમાંથી આવતા મોટા ભાગના દર્દીઓ ધ્વનિ-પ્રદૂષણનાં કારણે જ જાતજાતની બીમારીઓનો ભોગ બની રહ્યા છે એ હોસ્પિટલનાં મેનેજમેન્ટને સારી એવી ખબર હતી. “ઘરે જાવ ત્યારે બહાર નોટિસ-બોર્ડ ઉપર તમને ઉપયોગી એવો એક ચાર્ટ લગાવેલો છે તેનો ફોટો મોબાઈલમાં લઈને નિરાંતે વાંચજો, સમજજો અને તેનો યોગ્ય ઉપયોગ કરજો” ડૉક્ટર સાહેબે દર્દી લક્ષ્મણભાઇને અને તેમના સગાઓને સલાહ અને દવાઓ આપીને રવાના કર્યા.

રિસેપ્શન એરિયામાં લગાવેલા ચાર્ટનો ફોટો લઈને “ટ્રસ્ટની હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફ છે ઘણાં સેવાભાવી” તેવી સારી છાપ લઈને બધાં ઘરે જવા નીકળ્યા.

ઘોંઘાટથી જૈવિક ક્રિયાઓમાં અદ્રશ્ય વિક્ષેપ પડે છે. આનાથી બીમારીઓ ખૂબ જ વધી રહી હોવાની વ્યાપક ફરિયાદો સમગ્ર દુનિયામાં ઉઠી રહી છે. ઘોંઘાટને સતત સહન કરવાની જેમને ટેવ પડી ગઈ છે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ લાંબાગાળે આની ખુબ જ વિપરીત અસર થતી હોવાથી સમસ્યાએ હવે એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

એકદમ ધીમાં વોલ્યુમે કાનમાં સતત અફળાઈ રહેલા અવાજો પણ મોટા અવાજોનાં ઘોંઘાટ જેટલા જ જોખમી છે. સાવર્જનિક સ્થળોએ લોકોની ગીર્દી અને ગણગણાટ, બસ પ્લેન કે ટ્રેઈન જેવા વાહનોના એન્જીનના અવાજો, રસ્તાઓ ઉપરનો ટ્રાફિક, એરપોર્ટ આજુબાજુ પ્લેનની ઘરઘરાટી, ઘરનાં પંખા ફ્રીઝ એસી વોશિંગમશીન અને બાજુનાં ખુલ્લા પ્લોટમાં બોલતા દેડકા કે તમરા વિગેરેના અવાજો જલદી વર્તાતા ન હોવા છતાં ધ્વનિ-પ્રદુષણમાં તેમનો રોલ ઘણો મોટો છે. આવા ધીમા અવાજોને બેકગ્રાઉન્ડ નોઇસ કહેવાય છે અને કાયમી ધોરણે તેને બંધ કરવા-કરાવવા શક્ય હોતા નથી.

તો પછી , ઘોંઘાટનાં ત્રાસથી રાહત મેળવવા શું કરવું ?

અણગમતા અવાજોના ઉદ્દગમસ્થાનેથી દૂર જતા રહેવું એ સૌથી સરળ ઉપાય છે. પરંતુ જયારે દૂર જવું શક્ય ન હોય ત્યારે નોઇસ કેન્સલેશન નામની ટેક્નોલોજી આપણી મદદ માટે હાજર છે.

એક્ટિવ નોઇસ કેન્સલેશન નામની ટેક્નોલોજી દ્વારા આસપાસનાં વાતાવરણમાંથી આવતા ઓછી ફ્રીક્વન્સીના બેકગ્રાઉન્ડ નોઇસને ખુબ જ અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. કાનમાં આસાનીથી ફીટ કરી શકાય તેવા આ ટેકનોલોજીના ઘણાંબધા ગેઝેટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. સોની, ફિલિપ્સ, લિબ્રાટોન, 1More, The Master & Dynamic, Ausounds, એપલ, QuietOn, Sennheiser, Beats Studio by Dr. Dre , Bose વિગેરે બીજી અનેક કંપનીઓનાં એક્ટીવ નોઈસ-કેન્સલેશન ટેકનોલોજી આધારિત વાયરલેસ ઈયરબડ્સ, ઈયરપ્લગ્સ, હેડફોન, નેક્બેન્ડ્સ જેવા ગેઝેટ્સ માર્કેટમાં મળી રહ્યા છે.

એક્ટીવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી ધરાવતાં ગેઝેટ્સ થોડાં મોંઘા છે. તેના વિકલ્પે પેસિવ નોઇસ કેન્સલેશન ટેકનોલોજીના ગેઝેટ્સ પણ ખરીદી શકાય છે. નોઇસ આઇસોલેશન, નોઈસ-રિડકશન અથવા નોઈસ-માસ્કીંગ શબ્દ ઉમેરીને ગૂગલમાં હેડફોન, ઈયરબડ્સ, ઈયરપ્લગ અથવા નેકબેંડ સર્ચ કરશો એટલે આ પ્રોડક્ટ વેચતા અનેક ઓનલાઇન સ્ટોર તમને જોવા મળશે. જયારે ઘોંઘાટનો અવાજ ખૂબ મોટો હોય અને વારંવાર વોલ્યુમમાં વધઘટ થયા કરતી હોય ત્યારે આવા ગેઝેટ્સ વધારે સારું પરિણામ આપે છે.

પેસિવ નોઇસ કેન્સલેશન ટેકનોલોજીનાં સસ્તાં ગેઝેટ્સનો ઉપયોગ કરવા છતાં એક્ટીવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી જેવું સુંદર રીઝલ્ટ મેળવવું પણ હવે તમારી માટે શક્ય છે.  આ માટે પ્લે-સ્ટોરમાં ઉપલબ્ધ UrbanDenoiser, Parrot Zik, Noise Wall – Block Noise, Neutralizer, myNoise, Noise Killer – Stop the Noise જેવી એપ્સ તમારા મોબાઈલનાં માઇક્રોફોનનો ઉપયોગ કરીને એક્ટીવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજીનાં એક વર્ચ્યુઅલ વિકલ્પ તરીકે કામ કરે છે.

નોઇસ -કેન્સલેશન ટેક્નોલોજી સાથે  વ્હાઈટ-નોઈસ મ્યુઝીકની જુગલબંધી શા માટે ?

શું નોઇસ કેન્સલેશન ટેક્નોલોજી તમને સો ટકા નિરવ શાંતિની ગેરેન્ટી આપી શકે ખરી?  હકીકત એ છે કે ૪૦ ડેસિબલથી વધુ તીવ્રતાનો અવાજ અથવા ઝડપથી વધઘટ થતી ફ્રિકવન્સીનો અવાજ હોય ત્યારે તે નજીવા પ્રમાણમાં તો કાનમાં ઘૂસી જ જાય છે. આ માટે આપણી પાસે એક જ વ્યવહારુ ઉપાય બચે છે અને એ છે વ્હાઈટ-નોઈસ. આ એક એવું મ્યુઝીક છે કે જે સાંભળવાથી કાનમાં પહોંચી ગયેલા ઝીણા ઘોંઘાટને અવગણવામાં આપણને મદદ મળે છે. ગૂગલ પ્લે-મ્યુઝીક અથવા યુ-ટ્યુબમાં ઠેર-ઠેર ઉપલબ્ધ પણ છે. અલબત; કોઈ અકસ્માતનો ભય ન હોય તેવા સલામત સ્થળોએ જ આનો ઉપયોગ કરવાનું આપણે યાદ રાખવું અતિઆવશ્યક છે.

તમારા “લેકિન હમ શુરુ કૈસે કરે?” પ્રશ્નનો ઉત્તર હવે હાજર છે. ઘોંઘાટથી તમને  કઈ પ્રકારનો વિક્ષેપ થઇ રહ્યો છે તે નીચે ચાર્ટનો અભ્યાસ કરીને પહેલા નક્કી કરી લો. એકદમ વૈજ્ઞાનિક ઢબે ઘોંઘાટને અલવિદા કરવાની તમે હવે ખુબ જ નજીક છો.

સીધે-સીધું વ્હાઈટ-નોઈસ મ્યુઝિક જ પીરસતી મોબાઈલ એપ્લિકેશન્સનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. રીલેક્સીંગ સાઉન્ડ એપ્સ, નેચર સાઉન્ડ એપ્સ, સ્લીપ એઇડ એપ્સ, હિપ્નોસીસ એપ્સ, એમ્બીએન્ટ નોઈસ એપ્સ, બાયન્યુરલ બીટ્સ સાઉન્ડ એપ્સ પ્રકારનાં કી-વર્ડનો ઉપયોગ કરી ગૂગલ કરતાં જ પ્લે-સ્ટોરની ઘણી એપ્લીકેશન્સનું લીસ્ટ દેખાશે. “વ્હાઇટ-નોઇસ” સિવાયનાં “કલર” ધરાવતા મ્યુઝીકથી જો બ્રેઇનવેવ્સ બનાવવામાં આવ્યા હોય તો તે પણ સાંભળી શકાય છે. આ બધું શોધવા પાછળ સમય ન ફાળવવો હોય તો અમેરિકાની વિશ્વ-પ્રસિદ્ધ BRAINSYNC કંપનીના એકદમ વૈજ્ઞાનિક ધોરણો અનુસારના ઓડિયો આલ્બમ્સ પણ વસાવી શકો છો.

તો હવે; બ્લ્યુ-ટુથ દ્વારા સ્માર્ટફોનને તમારા પસંદગીના ગેઝેટ સાથે કનેક્ટ કરો. કાન ઉપર લગાવો. અને નોઈસ કેન્સલેશન ટેકનોલોજીના સથવારે  તમારી પસંદગીના બ્રેઈનવેવ્સ આધારિત વ્હાઇટ-નોઇસ મ્યુઝિકની જુગલબંધીનો અનુભવ શરુ કરો.

આવી રીતે વર્લ્ડ કપમાંથી બહાર થશું વિચાર્યું પણ નહતું: હિથર નાઈટ

નવી દિલ્હી: ઈગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સેમીફાઈનલ મેચ રમ્યા વગર જ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. સિડનીમાં ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ, જેના કારણે ભારતીય ટીમને લીગ મેચોમાં મળેલી જીતને આધારે અંકમાં આગળ હતી જેથી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.

આ દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ અંગે ઈગ્લેન્ડ ટીમની કેપ્ટન હિથર નાઈટે કહ્યું કે, વર્લ્ડ કપમાં તમારી સફર આવી રીતે પૂર્ણ થાય તો નિરાશા ચોક્કસ આવે જ. મહત્વનું છે કે, આ વિશ્વ કપની શરુઆત ઈગ્લેન્ડની ટીમે સાઉથ આફ્રિકાના સામે હારીને કરી હતી પણ ત્યારપછી સતત ત્રણ લીગ મેચોમાં જીત મેળવીને સેમિફાઈનલમાં પ્રેવશ મેળવ્યો હતો ,જ્યાંથી તેમણે મેચ રમ્યા વગર જ પાછું ફરવું પડ્યું હતું.

વરસાદને કારણે મેચ રદ થયા પછી હિથર નાઈટે કહ્યું કે, અમે આ રીતે ટી-20 વિશ્વકપનો અંત નહતા ઈચ્છતા પણ હવે શું થઈ શકે, સારું હોત કે, આના માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો હોત. સાઉથ આફ્રિકા વિરુદ્ધ હાર્યા પછી ફાઈનલમાં પહોંચવાની અમને આશા નહતી. પણ સેમીફાઈનલમાં પહોંચવાની આશા હતી જે અમે કરી બતાવ્યું. હિથરે આગળ કહ્યું કે, વરસાદે આખી રમત બગાડી નાખી. સેમીફાઈનલ માટે એમે તૈયાર હતા અને છેવટે નિરાશા હાથ લાગી સારા ગ્લેન અને સોફી એકલેસ્ટોને શાનદાર પ્રદર્શન કર્યું એટલા માટે તેઓ થોડી વધારે નિરાશ છે.

રાશિ ભવિષ્ય 06/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ તા. 06/03/2020

ગુજરાતમાં હવામાન પલટાયું; અમદાવાદમાં વરસાદ પડ્યો

અમદાવાદ: આજે મોડી સાંજે ગુજરાતમાં હવામાનમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને અમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, નારણપુરા, સરખેજ, મકરબા, સેટેલાઇટ, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ભીના થઈ ગયા હતા.

રહેવાસીઓને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો છે.

એવી જ રીતે, કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. લખપતના દયાપરમાં માવઠું પડ્યું હતું. ઉનાળાની શરૂઆતમાં વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાતાં ગુજરાતના વાતાવરણમાં આજે પલટો આવશે એવી હવામાન વિભાગ દ્વારા આજે સવારે જ આગાહી કરવામાં આવી હતી.

આવી અસર આગામી બેથી ત્રણ દિવસ સુધી રહી શકે છે.

દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

(તસવીરો અને વિડિયોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

કોંગ્રેસના સાત સંસદસભ્ય લોકસભા સત્રના અંત સુધી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર પર સંસદની કાર્યવાહી દરમ્યાન કાગળ ફેંકવા બદલ કોંગ્રેસના સાત સંસદસભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પીકરે તેમને એ વખતે જ પૂરા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અક્ષમ્ય દુર્વ્યવહાર અને ઉદ્ધતાઈભર્યા વર્તન બદલ આ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાનો એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જોકે સ્પીકરે કોંગ્રેસની સભ્યપદ ખતમ કરવાની સરકારની માગ પર તપાસ કરવા સમિતિ બનાવવાની મંજૂરી આપી દીધી છે.કયા સંસદસભ્યો સસ્પેન્ડ થયા

સંસદ સ્થગિત થયા પછી બપોરે ત્રણ વાગ્યે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે આસન પર મીનાક્ષી લેખી (ભાજપના) હતાં. તેમણે INCના ગૌરવ ગોગોઈ, ટીએન પ્રતાપન, ડીન  કુરિઆકોસ, મનિકા ટાગોર, રાજમોહન ઉન્નીથન, બેન્ની બેહનન અને ગુરજિત સિંહ ઔઝલાનાં નામ આપ્યાં હતાં.

પ્રસ્તાવ પસાર થતાં સંસદથી બહારઆ પ્રસ્તાવ પાસ થતાં લેખીએ આ સાત સંસદસભ્યોને સંસદ છોડવા નિર્દેશ કર્યો હતો. ત્યાર બાદ લોકસભા પૂરા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.

સંસદમાં ચોથા દિવસે કામકાજમાં અવરોધ

સંસદમાં વિપક્ષે દિલ્હી હિંસાને લઈને ચર્ચા પર હંગામો કર્યો હતો, જેથી સતત ચોથા દિવસે કામકાજમાં અવરોધ સર્જાયો હતો.  લોકસભાના સેશનનો અનાદર કરવાને કારણે સાત સભ્યોને સત્ર બાકીના કાર્યકાળ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષના હંગામા પછી સંસદની કાર્યવાહી સ્તગિત કરવામાં આવી હતી.

 

બંગાળની ચૂંટણીમાં ભાજપની કમાન સંભાળી શકે છે ખુદ મોદી

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે મિશન પશ્ચિમ બંગાળની કમાન પોતાના હાથોમાં લઈ લીધી છે. રાજ્યમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે તેઓ પોતે રાજ્યના તમામ પાર્ટી સાંસદોને મળીને પાર્ટીની તૈયારીઓને અંતિમ રુપ આપી રહ્યા છે. સંસદના બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદી પોતે પાર્ટીના સાંસદો સાથે એક-એક કરીને સંસદ ભવનમાં આવેલા પોતાના કાર્યાલય પર મુલાકાત કરી રહ્યા છે. દરેક સાંસદ સાથે તેઓ 15-20 મીનિટ મુલાકાત કરે છે. આમાં વડાપ્રધાન મોદી રાજનૈતિક પરિસ્થિતિ વિશે ફીડબેક લે છે. પશ્ચિમ બંગાળથી ભાજપના 18 જેટલા સાંસદો છે. વડાપ્રધાન મોદી આ સાંસદોને એ પણ પૂછી રહ્યા છે કે, કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ રાજ્યની જનતા સુધી પહોંચી રહ્યો છે કે નહી. તેઓ રાજ્યમાં મમતા બેનર્જીની સરકારના પ્રદર્શન વિશે પણ આ સાંસદો પાસેથી ફીડબેક લઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીને એ વાતમાં પણ રસ છે કે રાજ્યમાં કયો મુદ્દો હાવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ બંગાળને લઈને ખૂબ જ સક્રિય છે. પાર્ટી પોતાના સતત સુધરતા પ્રદર્શનથી આશાન્વિત છે. ગૃહમંત્રી અમિત શાહે પહેલા કહ્યું હતું કે, ભાજપ ત્યાં બે-તૃતિયાંશ બહુમત સાથે સરકાર બનાવશે.

સીએએના વિરોધી હર્ષ મન્દરે એક સમયે કસાબની ફાંસી રોકવાની માંગ કરેલી

નવી દિલ્હી: હર્ષ મન્દરને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. તેનું કારણ છે તેમનું એ નિવેદન જેમાં તેમણે ન્યાયતંત્ર પર જ સવાલ ઉઠાવ્યો છે. આ ઉપરાંત તેમણે ભાજપના ત્રણ નેતાઓ વિરુદ્ધ વિવાદિત નિવેદનો આપવા અને તેમના પર એફઆઈઆર નોંધાવવાની માંગ કરતા સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતાં. ભાજપના જે ત્રણ નેતાઓનો ઉલ્લેખ તેમણે કર્યો તેમાં કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્માનો સમાવેશ થાય છે. સુપ્રીમે આ મામલે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. હર્ષ મન્દરનો વિડિયો @JammuKashmirNow ટ્વિટર હેન્ડલ પર જોઈ શકાય છે જેમાં તે ન્યાયતંત્ર અને સીએએ વિરુદ્ધ નિવેદનો કરી રહ્યો છે. તેમણે 3 માર્ચે આ બંને વિડિયો પોસ્ટ કર્યા છે.

સુપ્રીમમાં કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કોર્ટમાં જણાવ્યું કે, મન્દર જામિયામાં થયેલા ધરણા પ્રદર્શનમાં ભાગ લીધો અને ત્યાં વિવાદિત નિવેદનો પણ આપ્યા હતા. મહત્વનું છે કે, હર્ષ મન્દર સીએએની વિરોધમાં છે અને ગયા વર્ષે 19 ડિસેમ્બરે તેમની આઈટીઓ પર થયેલા પ્રદર્શનમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, મન્દરએ ન્યાયપાલિકા વિરુદ્ધ પણ વિવાદિત નિવેદનો આપ્યા છે. આ નિવેદનોની એક ટ્રાન્સક્રિપ્ટ કોપી પણ કેન્દ્ર તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, મન્દર પર લાગેલા આરોપો ઘણા ગંભીર છે એને તેના વકિલ પાસે કોર્ટે જવાબ માગ્યો છે. આ ઉપરાંત કોર્ટે ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવનાર દરેક વ્યક્તિની જાણકારી કેન્દ્ર પાસેથી માંગી છે.

મહત્વનું છે કે, હર્ષ મન્દર એક પૂર્વ આઈએએસ અધિકારી છે અને તે એક્શન એડ ના નામથી એક એનજીઓ પણ ચલાવે છે. મન્દર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નજીકનું હોવાનું પણ કહેવામાં આવે છે. મનમોહન સિંહના કાર્યકાળમાં તે રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેને યુપીએ સરકાર દરમ્યાન લાગુ કરવામાં આવેલા કોમ્યુનલ વાયલન્સ બિલના ચીફ આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. મન્દરની ઓળખ અહીં પૂર્ણ નથી થતી, 2008માં મુંબઈ હુમલાનો આરોપી અજમલ કસાબ અને 1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટનો દોષિત યાકુબ મેમણની ફાંસી રોકવાની માંગ પણ આ મન્દરે જ કરી હતી.

 

 

નિર્ભયા ગેંગ રેપ કેસમાં ચોથી વાર ડેથ વોરંટ જારીઃ 20 માર્ચે ફાંસી

નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા કોર્ટે નિર્ભયા ગેન્ગ રેપ કેસમાં નવું ડેથ વોરંટ જારી કર્યું છે. કોર્ટે 20 માર્ચે સવારે 5.30 કલાકે આરોપીઓને ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચોથા અપરાધી પવન ગુપ્તાની દયા અરજી કાઢતાં નિર્ભયાના અપરાધીઓના બધા કાનૂની વિકલ્પ એ જ દિવસે પૂરા થઈ ગયા હતા. બાકીના ત્રણ આરોપીઓની દયા અરજી પહેલાં જ રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ત્યાર બાદ તિહાર જેલનું વહીવટી તંત્ર નવી તારીખ માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યું હતું.  તિહાર જેલના વહીવટી તંત્રએ કોર્ટને જણાવ્યું હતું કે નિર્ભયાના બધા આરોપીઓના તમામ કાનૂની વિકલ્પ ખતમ થઈ ચૂક્યા છે. હવે કોઈ આરોપીની કોઈ અરજી ક્યાંય પણ બાકી નથી. આવામાં કોર્ટે નવું ડેથ વોરન્ટ જારી કર્યું હતું. આ પહેલાં આરોપીઓને ફાંસી માટેનાં ડેથ વોરન્ટ ત્રણ વાર જારી થઈ ચૂક્યાં છે, પણ ત્રણે વાત તેમની ફાંસી ટળી ગઈ હતી.

કોર્ટ આજે ડેથ વોરન્ટ જારી કર્યું?

  1. આ પહેલાં સોમવારે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેન્ગ રેપ મર્ડરના બધા આરોપીઓની ફાંચીની સજા પર સ્ટે મૂક્યો હતો, કેમ કે ચારમાંથી એક આરોપી પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હતી. જોકે રાષ્ટ્રપતિએ ચોથા આરોપી પવન ગુપ્તાની અરજી પણ ફગાવી દીધી હતી.
  2. સૌથી પહેલાં 22 જાન્યુઆરીએ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યાર બાદ એક ફેબ્રુઆરીએ ફાંસી નક્કી કરવામાં આવી હતી. જોકે આરોપીઓના વકીલે કાયદાની આંટીઘૂંટીમાં એને રદ કરાવી દીધી હતી.
  3. આરોપીઓ માટે આજે ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું, જે અનુસાર આ ચારે આરોપીઓને 20 માર્ચે સવારે 5.30 કલાકે તેમને ફાંસી અપાશે.
  4. દિલ્હી જેલની નિયમાવલિ અનુસાર મોતની સજાનો સામનો કરી રહેલા કોઈ પણ આરોપીઓને દયા અરજી ફગાવી દેવાયા બાદ તેને ફાંસી આપતાં પહેલાં 14 દિવસનો સમય આપવામાં આવે છે. બધા આરોપીઓને એકસાથે ફાંસી આપવામાં આવશે.
  5. નિર્ભયાના પિતાએ આશા દર્શાવી હતી કે આરોપીઓને આ મહિને ફાંસી અપાઈ જશે. તેમણે કહ્યું હતું કે (પવન)ની પાસે એક વિકલ્પ બચ્યો હતો. એ દયા અરજી કાઢી નખાયા પછી સુપ્રીમ કોર્ટમાં અન્ય આરોપીઓની જેમ તેને પડકારશે. જોઈએ હવે આગળ શું થાય છે? પરંતુ અમને ન્યાય મળવાનો વિશ્વાસ છે કે આરોપીઓને આ મહિને ફાંસી આપી દેવામાં આવશે. અમે ગણા લાંબા સમયથી એની પ્રતિક્ષા કરીએ છીએ.
  6. નિર્ભયાની સાથે 16, ડિસેમ્બર, 2012ના દિવસે દક્ષિણ દિલ્હીમાં એક ચાલતી બસમાં સામૂહિક બળાત્કાર કર્યા બાદ તેની સાથે હેવાનિયત કરવામાં આવી હતી. નિર્ભયાનું પછીથી સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં 29 ડિસેમ્બર, 2010એ મોત થયું હતું.
  7. આ મામલે ચારે અપરાધીઓ- મુકેશ સિંહ, અક્ષય ઠાકુર, પવનકુમાર ગુપ્તા અને વિનય શર્માને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. આ કેસના અન્ય બે આરોપીઓ- રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને બીજા એક સગીરને ત્રણ વર્ષની સજા પછી સુધાર ગૃહમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
  8. દિલ્હીની એક કોર્ટે 13 સપ્ટેમ્બર, 2013એ ચારે આરોપીઓને મોતની સજા સંભળાવી હતી. ત્યાર બાદ આ કેસમાં અનેક ઉતારચઢાવ આવ્યા.
  9. 10 માર્ચ, 2013એ રામ સિંહે જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
  10. 13 માર્ચ, 2014એ હાઇકોર્ટે નીચલી કોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજા યથાવત રાખી હતી. એ પછી 5 મે, 2017એ સુપ્રીમ કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણતાં ફાંસીની સજા કાયમ રાખી હતી.

મહિલા ક્રિકેટ ટીમ હવે સીધી વર્લ્ડકપની ફાઈનલમાં

નવી દિલ્હીઃ ભારતીય ટીમ સેમીફાઈનલ રમ્યા વગર જ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી ગઈ છે. પહેલીવાર ભારતીય ટીમ આઈસીસી વુમન્સ ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ભારત અને ઈન્ગ્લેન્ડ વચ્ચે સિડનીમાં આઈસીસી વુમન્સ ટી20 વર્લ્ડ કપ 2020 ની પહેલી સેમીફાઈનલ મેચ રમવામાં આવનારી હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ છે.

હકીકતમાં ભારતે લીગમાં સૌથી વધારે મેચ જીતી હતી અને ટીમ ઈન્ડિયા ગ્રુપ-એ માં નંબર વન પર હતી. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાના પોઈન્ટ્સના આધાર પર ફાઈનલની ટીકિટ પ્રાપ્ત કરી શકે છે કે જે પ્રથમવાર છે.

આઈસીસી વુમન્સ ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતીય ટીમે પોતાને ચારેય મેચ જીતી લીધી છે. ભારતે સૌથી પહેલા મેજબાન ઓસ્ટ્રેલિયાને 17 રનથી, બાંગ્લાદેશને 18 રન, અને ન્યૂઝીલેન્ડને 3 રનથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તો અંતિમ લીગ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. બાદમાં સેમીફાઈનલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ થવાની હતી પરંતુ આ મેચ વરસાદના કારણે ટોસ કર્યા વગર જ રદ્દ થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે.