નવી દિલ્હીઃ વોડાફોન, આઇડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોએ સરકારને સ્પેક્ટ્રમના બાકી લેણાં પેટે રૂ. 6000 કરોડથી વધુની ચુકવણી કરી હતી, જ્યારે તાતાએ કહ્યું હતું કે કંપનીએ AGRના રૂ. 2000 કરોડની ચુકવણી કરી છે. જોકે ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને લેટર લખીને તેમની adjusted gross revenue (AGR)ની બાકી રહેલી રકમમાં આવી રહેલા અંતરને લઈને સવાલો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓનાં કાયદેસર લેણાં અંતર માટે આ મહત્વનું પગલું લીધું છે.
વોડાફા ન આઇડિયા લિ. (વીઆઇએલ)વીઆઇએલના મુખ્ય કાર્યકારી અધિકારી અને ડિરેક્ટર રવીન્દર ટક્કરે મંગળવારે ટેલિકોમ સચિવ અંશુ પ્રકાશથી મુલાકાત કરી હતી. જોકે આઇડિયાએ ટેલિકોમ વિભાગને સ્પેક્ટ્રમના રૂ. 3043 કરોડની ચુકવણી કરવાની બાકી છે.ભારતી એરટેસલ વિભાગને સ્પેસ્ક્ટ્રમના હપતા વાર રૂ. 1,950 કરોડ ચૂકકવવાના બાકી છે.
રિલાયન્સ જિયોએ પણ રૂ. 1,053 કરોડની ચુકવણી કરી છે. સૂત્રોએ માહિતી આપી હતી કે ટેલિકોમ વિભાગ દ્વારા પાછલની હરાજીમાં ખરીદવામાં સ્પક્ર્ટમનના હપતાની અનિવાર્ય રૂપે ચુકવણી કરવાની રહે છે. આ કંપનીઓએ હરાજીના હપતા હેઠળ જ આ ચુકવણી કરી છે. વોડાફોન આઇડિયા દ્વારા સ્પેક્ટ્રમના બાકી લેણાની ચુકવણી એ દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે કે કંપની પર adjusted gross revenue (AGR) રૂપેરૂ. 53,000 કરોડની ચુકવણી બાકી છે. કંપનીએ બે હપતામાં AGRના લેણાં રૂ. 3500 કરોડ ચૂકવ્યા છે.
ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમનાં લેણાંની ચુકવણીની આ છેલ્લો હપતો હશે. કેન્દ્રીય પ્રધાનમંડળે પાછલા વર્ષે સ્પેક્રટ્રમની ચુકવણી બાબાતે બે વર્ષની છૂટ આપવા મંજૂરી આપી હતી. દરમ્યાન ટેલિકોમ કંપનીઆની વચ્ચે તાતા ટેલિસવિર્લસિસે સરકારને ટેલિકોમસેક્ટરમાં ટેલિકોમ કંપની પેટે રૂ. 14000 કરોડની રકમ બાકી છે..s તો સ્પેક્ટ્રમ પટે રૃપરહેલ થીરૂ ,21,85 પોતાના વેપાર વ્યવસાયમાંથી પોતાના adjusted gross revenue ((AGR)ના બાકી લેણાં) રૂ.2000 કરોડની વધારાની ચુકવણી કરી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કરોડની ચુકવણી કરી ચૂકી છે. તાતા ગ્રુપને ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમની પેટે ચુકવણી પટે રૂ. 14,000 કરોડ આહ્યા છથેવોડાઉ તાતા ગ્રુપ સરકારને પહેલેથી રૂ. 2,197 ચૂકવ્યા છે.ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને આ બાબતે પત્ર લખીને તેમની adjusted gross revenue (AGR) સ્પષ્ટીકરણ માગવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ વવિભાગે કંપનીઓ પ પર adjusted gross revenue (AGR)ની ગલણતરી કરી હતી, એ ખુદના પર કરવામાં આવેલા આકલનથી અલગ આવી રહ્યું ચએ. સૂત્રોએ કહ્યું હતુંકે ટેલિકોમ કંપનીઓ આ વિશે એક-બે દરરોજ પત્ર મોકલવામાં આવશે
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે કોરોના વાઈરસનો ફેલાવો થતો ટાળવા માટે સામૂહિક સભાઓનું આયોજન ઓછું કરવાની નિષ્ણાતોએ આપેલી સલાહને ધ્યાનમાં લઈને આ વખતે એક પણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ ન લેવાનો પોતે નિર્ણય લીધો છે.
મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે COVID19 નોવેલ કોરોનાવાઈરસનો ફેલાવો ટાળવા માટે સામૂહિક સભાઓ અને કાર્યક્રમોની સંખ્યા ઓછી કરવાની વિશ્વભરમાં નિષ્ણાતોએ સલાહ આપી છે. તેથી આ વર્ષે મેં એક પણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.
હોળી ઉજવણી ન કરવાની ભાજપ પ્રમુખ નડ્ડાની પક્ષના એકમ-પ્રમુખોને સૂચના
દરમિયાન, કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ જાહેરાત કરી છે કે આ વર્ષે પોતે હોળી રમશે નહીં અને હોળી મિલન કાર્યક્રમનું આયોજન પણ નહીં કરે.
નડ્ડાએ ટ્વીટમાં જણાવ્યું છે કે આખું વિશ્વ હાલ COVID19 નોવેલ કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગચાળાનો ફેલાવો રોકવા માટે દેશોની સરકારો તથા તબીબી આલમ સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈને આ વર્ષે હું પણ હોળી રમીશ નહીં કે હોળી મિલન કાર્યક્રમનું આયોજન નહીં કરું. સુરક્ષિત રહો, તંદુરસ્ત રહો.
આ વર્ષે હોળીનો તહેવાર 9 માર્ચના સોમવારે છે જ્યારે રંગોથી રમાતો ધૂળેટીનો તહેવાર 10 માર્ચના મંગળવારે છે.
નડ્ડાએ ભાજપના તમામ રાજ્ય એકમોના પ્રમુખોને લેખિતમાં સૂચના આપી છે કે તેમણે કોરોના વાઈરસના ગભરાટને કારણે આ વખતે હોળી ઉજવણી કાર્યક્રમોનું આયોજન ન કરે.
અમિત શાહનો નિર્ણય
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યુ છે કે, હોળી આપણા ભારતીય લોકો માટે ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે, પણ કોરોના વાઈરસને કારણે મેં નક્કી કર્યું છે કે આ વર્ષે કોઈ પણ હોળી મિલન ઉજવણી કાર્યક્રમમાં ભાગ ન લેવો. હું દરેક જણને અપીલ કરું છું કે જાહેર સભાઓ કરવાનું ટાળો અને તમારી તથા તમારા પરિવારજનોની સારી રીતે કાળજી લો.
કેજરીવાલ પણ હોળી નહીં રમે
એવી જ રીતે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે કોરોના વાઈરસના ફેલાવા તથા દિલ્હીમાં અનેક જણનો ભોગ લેનાર તાજેતરમાં થયેલી હિંસાખોરીને કારણે પોતે આ વખતે હોળી તહેવારની ઉજવણી નહીં કરે. લોકો ઘણી વેદના ભોગવી રહ્યા છે તેથી હું કે અમારા કોઈ પણ પ્રધાન કે વિધાનસભ્ય આ વખતે હોળી તહેવાર નહીં ઉજવે.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ઘાની બરાદર સાથે વાત કરી છે. બંને વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા અંગે વાતચીત થઈ. વ્હાઈટ હાઉસે આ અંગે જાણકારી આપી અને જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ અને આતંકવાદી સમૂહ વચ્ચેની આ પહેલી વાતચીત છે.
ટ્રમ્પ અને તાલિબાન વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે હાલમાં જ તાલિબાને પોતાની વાતથી યુટર્ન લેતા કહ્યું હતું કે જ્યાં સુધી તેના કેદીઓને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી તે અફઘાન શાંતિવાર્તામાં સામેલ થશે નહીં.
મંગળવારે બરાદર સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે હિંસામાં ઘટાડો કરવા ઉપર પણ ભાર મૂક્યો. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની શાંતિ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અમે સતત સમર્થન આપવા માટે તૈયાર છીએ. અત્રે જણાવવાનું કે યુએસ અને તાલિબાન વચ્ચે સ્થાયી શાંતિને લઈને એક સમજૂતિ થઈ હતી.
વ્હાઈટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પે તાલિબાનને કહ્યું હતું કે તે ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિઓ સાથે આંતર અફઘાન વાર્તામાં સામેલ થાય, જેનાથી 40 વર્ષથી ચાલતા સંઘર્ષનો અંત આવે.
મહારાષ્ટ્રમાં એક મહિના કરતાંય લાંબો સમય રાજકીય ડ્રામા ચાલ્યો હતો ત્યારે હરિયાણાના ગુરુગ્રામની એક હોટેલમાંથી એનસીપીના ધારાસભ્યોને યુવા કોંગ્રેસના સભ્યો છોડાવી લાવ્યા હતા. યુવા ભાજપના કાર્યકરોના કબજામાં એક હોટેલમાં તેમને રખાયા હતા, પણ યુવા કોંગ્રેસના કાર્યકરો ચાલાક નીકળ્યા અને હોટેલમાં ઘૂસીને ભાજપના કબજામાંથી ધારાસભ્યોને છોડાવીને, પાછલા બારણેથી બહાર કાઢીને એરપોર્ટ ભેગા કરી દેવાયા હતા.
ફરી એવો ડ્રામા હરિયાણામાં ભજવાયો અને કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને એક હોટેલમાંથી છોડાવવા પડ્યા. આ વખતે પણ ભાજપે ધારાસભ્યોને કબજે કરીને રાખ્યા હતા તેવો આક્ષેપ થયો હતો. ફરક એટલો કે ધારાસભ્યો આ વખતે મધ્ય પ્રદેશના હતા. મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાતળી બહુમતી પર ટકી રહી છે. કમલનાથની સરકારને ક્યારે પાડી દેવાશી તેની ગણતરીઓ મંડાતી રહે છે. મહારાષ્ટ્રમાં ભાજપની કારી ના ફાવી અને ઝારખંડમાં પણ હાર મળી, તે પછી ભાજપ ધીમું પડ્યું હતું, પણ હવે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે મોકો જોઈને કોંગ્રેસની સરકાર પાડવા સાથે રાજ્યસભામાં સભ્યો વધારી લેવાની તક પણ મળી છે.
તેમાં વાંક મધ્ય પ્રદેશ કોંગ્રેસનો જ છે, કેમ કે માંડ માંડ 15 વર્ષે સત્તા મળી તે પછી ત્રણ મોટા નેતાઓ એકબીજાને પાડવાની કોશિશ કરી રહ્યા છે. તેમાંથી દિગ્વિજયસિંહ અત્યારે આમ કલમનાથ સામે છે, પણ આ દોસ્તી દિલની નથી, ગરજની છે. જ્યોતિરાદિત્ય સિંહ સામે બંને નેતા એક થયા છે, તેનો ફાયદો ભાજપ ક્યારે ઉઠાવે છે તે જોવાનું છે.
માથે રાજ્યસભાની ચૂંટણી છે અને ચાર ધારાસભ્યો ગાયબ થયા છે તેવી જાણ થઈ એટલે કમલનાથે પોતાના બે મંત્રીઓ જીતુ પટવારી અને જયવર્ધન સિંહને દોડાવ્યા. ગુરુગ્રામની આઈટીસી હોટેલમાં 4 અથવા 8 ધારાસભ્યો હોવાની ચકચાર વચ્ચે બંને મંત્રી પહોંચ્યા હતા. જોકે ભાજપની હરિયાણા સરકારે હરિયાણા પોલીસને હોટેલ પર ગોઠવી દીધી છે અને કોંગ્રેસના ધારાસભ્યોને મળવા નથી દેવાતા તેવી ફરિયાદો થઈ.
જોકે ગમે તેમ કરીને જીતુ પટવારી આઈટીસી ગ્રાન્ડ હોટેલમાં ઘૂસી ગયા. મંગળવારે રાત્રે તેમાંથી કોંગ્રેસ સરકારને ટેકો આપનારા બીએસપીના ધારાસભ્ય રમાબાઈને બહાર લઈ આવ્યા. પરંતુ કોંગ્રેસના પોતાના ચાર ધારાસભ્યોને ભાજપે ત્યાંથી હટાવી દીધા તેવું કહેવાયું હતું.
રામપાલ સિંહ, નરોત્તમ મિશ્ર, સંજય પાઠક અને અરવિંદ ભદૌરિયાને ભાજપે ખરીદી લીધા છે અને બીજા અડધો ડઝન ધારાસભ્યોને પણ કરોડો રૂપિયા આપીને ઓપરેશન ‘કમલનાથ’નો તખતો ગોઠવાઈ ગયો છે તેવો આક્ષેપ દિગ્વિજયસિંહે કર્યો. બુધવારે એવા પણ અહેવાલો આવ્યા કે કોંગ્રેસે પોતાના ચારેય ધારાસભ્યોને સલામત પોતાની પાસે લઈ લીધા છે. પણ આવી તોડફોડના અહેવાલો રાજ્યસભાની ચૂંટણી સુધી આવતા રહેશે તેમ લાગે છે.
દેશના ઘણા રાજ્યોમાં એક સાથે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે મધ્ય પ્રદેશની રાજ્યસભાની ચૂંટણી ચર્ચાસ્પદ બની છે. તેમાં કોંગ્રેસનો આંતરિક કલહ વધારે જવાબદાર છે. પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવા માટેની માગણી કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. કમલનાથ આવી માગણી કરાવી રહ્યા છે તેમ માનવામાં આવે છે. તેઓ પ્રિયંકા ગાંધીનું નામ આગળ કરીને જ્યોતિરાદિત્યને રાજ્ય સભામાં જતા અટકાવવા માગે છે. જ્યોતિરાદિત્યને ઉત્તર પ્રદેશનો હવાલો સોંપાયેલો રાખવામાં આવે અને પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલીને કમલનાથ પોતાનું સ્થાન કોંગ્રેસમાં વધારે મજબૂત કરી લેવા માગે છે.
કેન્દ્ર સરકારે છેલ્લે કાયદામાં ફેરફારો કરીને એસપીજીની સુરક્ષા માત્ર વડાપ્રધાન માટે જ રહે તેવી જોગવાઈ કરી છે. તે સિવાયના નેતાઓ માટે ઝેડ પ્લસ સિક્યુરિટી ખરી, પણ એસપીજી કક્ષાની નહિ. ભૂતપૂર્વ વડાપ્રધાનના કુટુંબીઓ તરીકે રાહુલ અને પ્રિયંકાને પણ એસપીજી સુરક્ષા મળતી હતી. તેના ભાગરૂપે લોધી રોડ પર આવેલો સરકારી બંગલો પણ પ્રિયંકા ગાંધીને મળેલો છે. એવી ચર્ચા હતી કે સરકાર પ્રિયંકા પાસેથી આ બંગલો ખાલી કરાવી લેવા માગે છે.
પ્રિયંકા લાંબા સમયથી જ્યાં રહે છે ત્યાં જ રહી શકે તે માટે તેમને રાજ્યસભાના સભ્ય બનાવવા જોઈએ તેવું સૂચન કેટલા કોંગ્રેસીઓએ કર્યું હતું. પ્રિયંકા અને રાહુલના અલગ જૂથો બહુ સ્પષ્ટ થયા નથી, પણ આ છાવણીઓ ગમે ત્યારે આકાર લેશે તેમ આંતરિક વર્તુળોને લાગી રહ્યું છે. તેથી પ્રિયંકા છાવણી પણ તેમને રાજ્યસભામાં મોકલવા ઇચ્છે છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય કુટુંબના વડા તરીકે અને કોંગ્રેસના વડા તરીકે સોનિયા ગાંધી જ લેશે, પણ તક જોઈને કમલનાથે દાણો ચાંપી દીધો હતો.
જ્યોતિરાદિત્યને મુખ્ય પ્રધાન બનવા ના મળ્યું, ત્યારથી તેઓ સમસમી રહ્યા છે. વચ્ચે વચ્ચે કમલનાથની સરકારને મુશ્કેલી થાય તેવા નિવેદનો પણ આપતા રહે છે. દિગ્વિજયસિંહ અત્યારે કમલનાથની સાથે છે અને તેમને પણ ફરીવાર રાજ્યસભામાં જવા માટે કમલનાથના સાથની જરૂર છે. ત્રણેય નેતાઓ વચ્ચેની આ ખેંચતાણનો લાભ લેવા માટે ભાજપે દાવ ખેલ્યો અને ધારાસભ્યોને ઉઠાવી લીધા તેવું ચિત્ર મંગળવારે ખડું થયું હતું. બુધવારે ચિત્ર સ્પષ્ટ થયું નથી કે કોંગ્રેસના ધારાસભ્યો ફરીથી કબજે કરાયા કે નહિ. સ્પષ્ટતા થવાની બાકી છે. જીતુ પટવારીનું કહેવું છે કે ભાજપ લઈ ગયો હતો, તેમાંથી ચારને પરત લવાયા છે. દિગ્વિજયસિંહ કહે છે કે હજી છ ભાજપના કબજામાં છે. હરિયાણામાંથી ચારને બચાવાયા, પણ ભાજપે ચારને કર્ણાટક મોકલી દીધા છે એમ તેમણે કહ્યું. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આખું નાટક કોંગ્રેસનું આંતરિક નાટક હોવાનું જ કહ્યું છે.
આ બધા વચ્ચે જ્યોતિરાદિત્યે કહ્યું કે ધારાસભ્યોના ખરીદ-વેચાણ વિશે પોતાને કશી ખબર નથી. તેમના નિવેદનથી એટલું સ્પષ્ટ થયું કે તેમની નારાજગી દૂર થઈ નથી. તેમનું રાજ્યસભાનું હજી પાકું થયું લાગતું નથી. મધ્ય પ્રદેશની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી હતી અને માંડ માંડ સત્તા મળી હતી. એસપી અને બીએસપીના એક એક ધારાસભ્યનો ટેકો લેવો પડ્યો હતો. ચાર અપક્ષો પણ જીત્યા હતા અને તેમનો ટેકો પણ કમલનાથને મળ્યો હતો, કેમ કે તેમની સરકાર બની રહી હતી. આ ચાર સાથે કોંગ્રેસ પાસે 120 સભ્યો થાય છે. (બાદમાં બીએસપીના બીજા ધારાસભ્યનો પણ ટેકો લઈ લેવાયો હતો અને બહુમતી 121ની થઈ હતી.) ભાજપને 109 બેઠકો મળી હતી, પરંતુ બે સભ્યોના અવસાનથી ધારાસભ્યોની સંખ્યા 107ની થઈ છે. ભાજપે સરકારને પાડી દેવા માટે બંને બેઠકો ફરી જીતવી પડે અને 7 ધારાસભ્યોને તોડવા પડે, કોંગ્રેસમાંથી અથવા અપક્ષોમાંથી.
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી થશે અને અત્યારના ગણિત પ્રમાણે કોંગ્રેસને બે બેઠકો મળી શકે. ભાજપની એક બેઠક ઓછી થાય અને કોંગ્રેસની વધે ત્યારે તે વધેલી બેઠક કોને મળે તે માટે જંગ જામ્યો છે. દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બંને મુખ્ય દાવેદાર છે. પરંતુ સિંધિયાને રોકવા માટે દિગ્વિજય અને કમલનાથ એક થઈ ગયા છે. દિગ્વિજયની એક બેઠક પાકી થઈ જાય, પછી બીજી બેઠક માટે પ્રિયંકા ગાંધીનું નામ એટલે જ આગળ કરવામાં આવ્યું છે તેમ મનાય છે.
જોકે પ્રિયંકા રાજ્યસભા લડશે કે કેમ તે સ્પષ્ટ નથી અને તેનો નિર્ણય મધ્ય પ્રદેશના રાજકારણ પ્રમાણે નહિ, પણ દિલ્હીમાં પક્ષના મોવડીઓના રાજકારણ પ્રમાણે લેવાશે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનો હવાલો પ્રિયંકાને સોંપાયો હતો, જેથી તેઓ રાજકારણમાં સક્રિય પણ થાય અને રાહુલ ગાંધી સામે સીધી ચેલેન્જ પણ ના લાગે. કદાચ પ્રિયંકાને પણ ઉત્તર પ્રદેશમાં વધારે રસ હશે, કેમ કે સૌથી મોટા રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરી શકાય તો તેનો મોટો જશ મળે. તેવા સંજોગોમાં મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય બનવાનો કોઈ અર્થ નથી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા જઈ શકાય તેવી શક્યતા પણ નથી. માર્ચમાં 55 બેઠકોની ચૂંટણી છે અને તે પછી નવેમ્બરમાં ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી આવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપની પાંચ બેઠકો વધવાની છે, અને ત્યાંથી પ્રિયંકા માટે જીતવું મુશ્કેલ છે.
જોકે પ્રિયંકાના બહાને મધ્ય પ્રદેશમાં જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી છે તેની વચ્ચે આખી સરકાર જતી રહેશે કે શું તેની ચિંતા ઊભી થઈ છે. આ વખતની 55 બેઠકોમાંથી ભાજપની ગુજરાત સહિત ચાર બેઠકો ઓછી થઈ રહી છે, ત્યારે મધ્ય પ્રદેશની બેઠક બચાવી શકાય અને કોંગ્રેસની સરકાર પણ તોડી શકાય. એક કાંકરે બે પક્ષી મારી શકાય છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 8-10 સભ્યોને તોડી નાખવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણીનું ગણિત બદલાઈ શકે છે. હાલના ગણિત પ્રમાણે 58 મતો જોઈએ અને 116 સાથે કોંગ્રેસ બે બેઠકો માટે સ્યોર છે, પણ તેમાંથી 10 તૂટી જાય તો બીજી બેઠક જીતવી મુશ્કેલ બની જાય. સાથે જ સરકાર માથે પણ જોખમ. આ અઠવાડિયું મધ્ય પ્રદેશના રાજકારણ માટે અગત્યનું બની જવાનું છે.
અમરાવતીઃ આંધ્ર પ્રદેશ સરકાર હાલના બજેટ સત્રમાં એક પ્રસ્તાવ પસાર કરશે, જેમાં કેન્દ્રને રાષ્ટ્રીય જનસંખ્ચા (NPR) 2010ને જ રાખવા માટે વિનંતી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસઆર જગન રેડ્ડીએ ટ્વીટ કરીને એનપીઆર મુદ્દે વાયએસઆર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે એનપીઆરમાં પ્રસ્તાવિત કેટલાક સવાલોને લઈને રાજ્યના અલ્પસંખ્યકોના મનમાં અસુરક્ષાના ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે. પાર્ટીની અંદર આ મુદ્દે વાતચીત કર્યા બાદ કેન્દ્ર સરકારથી 2010માં ચાલી રહેલી શરતોને પાછી લેવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્ય પ્રધાન જગન રેડ્ડીએ ટ્વીટમાં લખ્યું હતું કે આ સંબંધમાં અમે હાલના સમયમાં જારી બજેટ સત્રમાં એક પ્રસ્તાવ પણ રજૂ કરીશું. જગન મોગન રેડ્ડીનું ટ્વીટ એ વખતે સામે આવ્યું, જ્યારે તેમની સરકારે હાલમાં જ એક આદેશમાં એનપીઆર પ્રક્રિયા માટે એડમિનિસ્ટ્રેશન મશીનરીને તૈયાર કરવા માટે આદેશ કર્યા હતા.
સામાન્ય વહીવટ ડિપાર્ટમેન્ટના સચિવ શશિભૂષણ કુમારે 22 જાન્યુઆરીએ જારી આદેશમાં કહ્યું હતું કે એનપીઆર પ્રક્રિયા સંબંધમાં વિવિધ આશંકાઓને જોતાં બધા જિલ્લા કલેક્ટરો અને મુખ્ય જનગણના અધિકારીઓને વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નના રૂપમાં સ્પષ્ટીકરણ જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે એનપીઆર પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ દસ્તાવેજ જમા કરવાની જરૂર નથી.
અમદાવાદ: દેશમાં ઉજવાઈ રહેલ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે ૪ થી ૬ માર્ચ દરમ્યાન ગાંધીજીના જીવન પર આધારિત અને અન્ય ફિલ્મો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે.
4 માર્ચે એટલે કે આજથી બપોરે ૧૨ કલાકે ‘ગાંધી’ ફિલ્મથી તેની શરૂઆત થશે. 5 માર્ચના રોજ સવારે ૯:૦૦ કલાકે ‘લગે રહો મુન્નાભાઈ બપોરે’, ૧૨:૦૦ વાગ્યે ‘હેલ્લારો’. 6 માર્ચના રોજ સવારે ૦૯:૦૦ વાગે ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’, બપોરે ૧૨:૦૦ કલાકે ‘આઇ. એમ. કલામ’ ફિલ્મ દર્શાવવામાં આવશે.
ફિલ્મ સમારોહ નિદેશાલય દિલ્હી દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય ફિલ્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપવા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલાએ કહ્યું કે, ફિલ્મો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સુંદર કરનારું માધ્યમ છે તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધીજી વિશેની ફિલ્મ દ્વારા નગરજનોને સ્વતંત્રતા સંગ્રામથી વાકેફ થશે, તે સમયે કેવી સ્થિતિ હતી તેની જાણકારી પણ નવી પેઢી ને મળશે. ફિલ્મ મહોત્સવમાં નિર્દેશિત થનાર ફિલ્મોનો વધુ ને વધુ બાળકો-વિદ્યાર્થીઓ તેનો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી.
નવી દિલ્હીઃ ચોથી માર્ચનો દિવસ ભારતમાં એશિયન રમતોત્સવના આયોજનથી સંકળાયેલો છે. 1951માં 4-11 માર્ચ દરમ્યાન નવી દિલ્હીમાં સૌપ્રથમ એશિયાઇ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં 11 એશિયન દેશોના કુલ 489 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમ તો આ રમતોત્સવનું આયોજન 1950માં કરવામાં આવ્યું હતું, પણ તૈયારીઓ માટે પર્યાપ્ત સમય નહીં હોવાને કારણે તેનું આયોજન વર્ષ 1951માં કરવામાં આવ્યું હતું. પહેલા એશિયન રમતોત્સવમાં આઠ રમતોની કુલ 57 સ્પર્ધાઓ સામેલ કરવામાં આવી હતી. જાપાનના સ્પર્ધકોએ વધુમાં વધુ સ્વર્ણપદકોને જીત્યા હતા અને 24 સ્વર્ણપદકોની સાથે 60 મેડલ હાંસલ કર્યા હતા. યજમાન ભારતે 15 સ્વર્ણપદકોની સથે કુલ 51 મેડલ જીતીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું.
દેશ અને વિશ્વના ઇતિહાસમાં ચોથી માર્ચે નોંધાયેલી અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો સિલસિલાબંધ વિગતોઃ-
1778: કોલકાતા ગેઝેટનું પ્રકાશન શરૂ. આજે ગેઝેટ ઓફ ગવર્નમેન્ટ ઓફ વેસ્ટ બેંગાલના નામે ઓળખાય છે.
1858: બ્રિટિશ અધિકારી જે પી વોકર આશરે 200 કેદીઓને લઈને કોલકાતાથી આંદામાન અને નિકોબાર માટે રવાના થયા હતા. આ લોકો પર મોટા ભાગે 1857ના બળવાના આરોપી હતા.
1879: યુવતીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે કોલકાતામાં બેથુન કોલેજની સ્થાપના. એ બ્રિટનથી બહાર પહેલી મહિલા કોલેજ હતી.
નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત આઈટીબીપીના ક્વોરૈન્ટાઈન સેન્ટરમાં 21 ઈટાલિયન પર્યટકો પૈકી 15 લોકોને કોરોના વાયરસ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. સ્વાસ્થ્ય વિભાગે પણ આની પુષ્ટી કરી છે.
ઉલ્લેખનીય છે કે દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા સરકારે દવાઓના મામલે જરુરી પગલા ભરવાના શરુ કરી દીધા છે. દેશમાં દવાઓની ઘટ ના સર્જાય એટલા માટે સરકારે અનેક પ્રકારની દવા સામગ્રીઓ અને તેમાંથી બનતી દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત ખુદ જેનેરિક દવાઓનો સૌથી મોટો નિર્માણકર્તા દેશ છે.
સરકારે પેઈન કીલર, તાવ માટેની પેરાસીટામોલ, એન્ટિબાયોટિક મૈટ્રોનિડઝોલ તેમજ વિષાણુઓની સારવારમાં કામ આવનારી દવાની સાથે જ વિટામિન બી1 અને બી12ના નિકાસ પર અત્યારે પ્રતિબંધ લગાવી દીધો છે.
ડીજીએફટી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર 26 સક્રિય ઔષધી સામગ્રી અને ફોર્મ્યુલેશન્સની નિકાસ માટે હવે લાઈસન્સ લેવાની જરુર પડશે.
અત્યારસુધી આ દવા સામગ્રીઓની નિકાસ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહોતો. એપીઆઈ વિભિન્ન પ્રકારની દવાઓના નિર્માણમાં કાચા માલ તરીકે ઉપયોગ કરાતો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત કોરોના વાયરસના દુનિયાના ઘણા દેશોમાં ફેલાયા બાદ સર્જાયેલી ચિંતાને જોતા ખૂબ મહત્વપૂર્ણ છે. ભારત જો કે દુનિયામાં 20 ટકા જેનેરિક દવાઓ પૂરી પાડે છે, પરંતુ દેશની દવા કંપનીઓમાં દવા બનાવવાના રાસાયણિક ફોર્મ્યુલેશન્સની બે તૃતિયાંશ જેટલો પુરવઠો ચીન પર જ નિર્ભર છે.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાની વાળી 15 મહિના જૂની કોંગ્રેસ સરકારમાં રાજનૈતિક ઉથલ-પાથલ શરુ થઈ ગઈ છે. કેટલાક ધારાસભ્યો ગુરુગ્રામની એક હોટલમાં હોવાના સમાચારો બાદ કમલનાથ સરકાર ફરીથી એકવાર મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. આખીરાત આ રાજનૈતિક ઉથલ-પાથલ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કેટલાક ધારાસભ્યોને બહાર લાવવાની વાત કહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, અમને લાગે છે કે હોટલમાં 10-11 જેટલા ધારાસભ્યો હતા જે પૈકી 6 ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા આવી ગયા છે.
દિગ્વિજય સિંહ અનુસાર, અન્ય 4 ધારાસભ્યોને ભાજપે બેંગ્લોર મોકલી દીધા છે પરંતુ તેઓ તમામ પણ પાછા આવી ગયા છે. જે ધારાસભ્યો હોટલ પહોંચ્યા હતા, તેમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો હતા. આ સિવાય બીએસપી અને સમાજવાદી પાર્ટીના પણ ધારાસભ્યો હતા. દિગ્વિજય સિંહે કહ્યું કે મધ્યપ્રદેશની સરકાર સુરક્ષિત હતી અને રહેશે.
કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય રમાબાઈને હોટલથી બહાર લાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ગુરુગ્રામના માનેસર સ્થિત આઈટીસી હોટલમાં રમાબાઈ સાથે નિકળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે દિગ્વિજય સિંહ ગુડગાવની એ હોટલમાં પહોંચ્યા હતા કે જ્યાં આ ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા પરંતુ તેમને ધારાસભ્યોને મળવા દેવાયા નહોતા. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે હોટલમાં 8 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની વાત સાંભળતા જ તેમના ચાહકોની ઢગલાબંધ પ્રતિક્રિયાઓ ટ્વિટર પર આવવા લાગી હતી. અને ટ્વિટર પર #nosir #NoModiNoTwitter હેશટેગ ટ્રેન્ડ થયાં. જો કે, વડાપ્રધાન સોશિયલ મીડિયા નથી છોડવાના એમનો કહેવાનો અર્થ કંઈક બીજો હતો પણ અહીં સવાલ એ છે કે શું તમે જાણો છો કે, સોશિયલ મીડિયાની લત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે? શું તમે પણ સોશિયલ મીડિયાની આદતના શિકાર છો? જો તમારો જવાબ હા હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે સતત સોશિયલ મીડિયા પર રહેવાની આદત તમને તણાવ ઉપરાંત અનેક સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓનો શિકાર બનાવી શકે છે. અહીં આપણે જાણીએ કે સોશિયલ મીડિયા લોકોને કેવી રીતે પ્રભાવિત કરે છે.
તણાવ- 2016માં ડિપ્રેશન એન્ડ એંગ્ઝાયટી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે, વધુ પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગને કારણે લોકો ડિપ્રેશનનો શિકાર થાય છે અને તેમણે તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે વારંવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા રહે છે.
ઉંઘની સમસ્યા: એક્ટા પીડિયાટ્રિક જર્નલમાં છપાયેલ અભ્યાસ અનુસાર, 10થી 12 વર્ષની ઉંમરવાળા બાળકોની ઉંઘ સોશિયલ મીડિયાને કારણે સૌથી વધુ પ્રભાવિત થાય છે કારણ કે, તેમના માટે આ વસ્તુઓ નવી હોવાથી તે વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવવા લાગે છે.
2017માં યુનિવર્સિટી ઓફ એક્સેટર(ઈગ્લેન્ડ)ના અભ્યાસમાં જોવા મળ્યું કે, લોકો સોશિયલ મીડિયા પર દુબળા પાતળા લોકોની તસવીરો જોઈને તેમના જેવું દેખાવા માટે પોતાનું ખાવા-પીવાનું છોડી દે છે. એટલું જ એ તસવીરોને જોઈને પોતાની જાતને ખાવાનું છોડવા માટે મજબૂર પણ કરી દે છે.
મનમાં બીજા પ્રત્યે ઈર્ષા ઉદભવે છે: એમાં કોઈ શંકા નથી કે સોશિયલ મીડિયા પર લોકો પોતાની લાઈફને બીજાની લાઈફ સાથે સરખાવીને મનમાં ઈર્ષાની ભાવના પેદા કરે છે. એકબીજાની પોસ્ટ જોઈને પોતાની અંદર ઈર્ષાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ જ કારણે માનસિક બિમારી જન્મ લે છે અને પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટુંકમાં આ અભ્યાસો પરથી એ સ્પષ્ટ થાય છે કે, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તમારા જીવનમાં અનેક અણજોઈતી બિમારીઓ અને મુશ્કેલીઓને નોતરે છે.