Home Blog Page 4964

દિલ્હી સરકારે હિંસામાં અસરગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરી

નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં બાદની સ્થિતિને લઈને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે જેમનાં ઘર સળગ્યાં છે, તેમને રૂ. 25-25 હજારની મદદ કરવામાં આવશે. આ સાથે નવ રેનબસેરા અને કોમ્યુનિટી સેન્ટરોમાં બેઘર લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને કહ્યું કે જો જરૂર પડી ટેન્ટ પણ લગાડવામાં આવશે. સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ ગંભીર રૂપે ઘાયલોની સારવાર કરવામાં આવશે.

નવ રેનબસેરામાં રહેવાની વ્યવસ્થા

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ચાર સબડિવિઝન છે. સામાન્ય રીતે ચાર એસડીએમ હોય છે, પણ પરિસ્થિતિ જોતાં 18 એસડીએમ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ તોફાનગ્રસ્ત લોકોની સાથે સામાન્ય લોકોની વચ્ચે જશે અને તેમની સાથે વાતચીત કરશે. અમે તેમના માટે ભેજન વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ.

દિલ્હી ઉત્તર-પૂર્વના ડીએમ સાથે સંપર્ક કરવો

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જે લોકોનાં ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે બળી ગયા છે, તેમને શનિવારે બપોર સુધીમાં રૂ. 25,000ની મદદ કરવામાં આવશે. કેજરીવાલે જણાવ્યું હતું કે અનેક જણના ફોન આવી રહ્યા છે કે તેઓ તોફાનપીડિતોની મદદ કરવા ઇચ્છે છે.  જો કોઈને કોઈ પ્રકારની મદદ જોઈએ તો તે નોર્થ-ઇસ્ટના ડીએમનો સંપર્ક કરી શકે છે.

આ પહેલાં મુખ્ય પ્રધાને પત્રકાર પરિષદમાં મતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખ વળતર આપવાનું એલાન કર્યું હતું. આ ઉપરાંત ગંભીરરૂપે ઘાયલ લોકોને રૂ. બે-બે લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલ સરકારે સામાન્ય ઇજા થઈ હોય તેમને રૂ. 20,000નું વળતર આપવાની જાહેરાત કરી હતી. જે લોકોની દુકાનો બળી ઘઈ તેમને પણ રૂ. પાચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

 

 

BSE સ્ટાર એમએફનો નવો વિક્રમઃ ફેબ્રુઆરીમાં 57.33 લાખ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડ્યા

મુંબઈ તા. 28 ફેબ્રુઆરી, 2020ઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફએ ફેબ્રુઆરી, 2020માં 57.33 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉનો વિક્રમ જાન્યુઆરી 2020માં 54.43 લાખ ટ્રાન્ઝેક્શનનો હતો. સ્ટાર એમએફ દ્વારા ફેબ્રુઆરીમાં રૂ.15,542 કરોડના ટ્રાન્ઝેક્શન પાર પાડવામાં આવ્યા છે.

  • વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી ફેબ્રુઆરી, 2020 દરમિયાન આ પ્લેટફોર્મ પર 5.05 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન થયા છે. બીએસઈના સ્ટાર એમએફ પર ટ્રાન્ઝએક્શન્સની સંખ્યા આગલા નાણાકીય વર્ષની તુલનાએ 156 ટકા વધી છે.
  •  હાલની સ્ટાર એમએફ પર એસઆઈપીની બુક સાઈઝ રૂ.1078.7 કરોડના 37.52 લાખ એસઆઈપી છે.
  • આ પ્લેટફોર્મમાં 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2020 સુધીમાં રૂ.90.10 કરોડના 3.13 લાખ નવી એસઆઈપી રજિસ્ટર થયા છે.
  • બીએસઈ સ્ટાર એમએફ પર ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યા વધીને 56,500 થઈ છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.2,324.8 કરોડના 2.87 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યું છે.

ઉમિયા મંદિરનો શિલાન્યાસ સમારોહ: 11 હજાર મહિલાઓ દ્વારા જ્વારા યાત્રા 

અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી અયુત આહુતિ યજ્ઞની શરૂઆત થઈ છે. સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં પ્રથમ દિવસે જ એક વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સર્જાયો છે. આજે શુક્રવારના રોજ બપોરે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11,111 બહેનોની જ્વારા યાત્રા નીકળી હતી. આ જ્વારા યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવેલી 20 હજારથી વધુ બહેનોએ ભાગ લીધો હતો. જગત જનની મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જ્વારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11,111 બહેનોએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૩૧ AMTS બસ દ્વારા બહેનો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પહોંચી હતી. જગત જનની મા ઉમિયાની ઉપાસના ભાગ રુપે જવારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ જવારા યાત્રા સાથે જ વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ નિકળી હતી.

વર્લ્ડ રેકોર્ડ કરનાર જવારા યાત્રાની વિશેષતાઓઃ

  • વિશ્વ ઉમિયાધામ ખાતે 11,111 હજાર બહેનો જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો
  • સમગ્ર અમદાવાદમાંથી ૨૦ હજારથી વધુ બહેનો આ વિશાળ જવારા યાત્રા પધારી હતી
  • અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી બહેનોએ ભાગ લીધો
  • 20 હજાર બહેનો  AMTSની 131 બસો દ્વારા વિશ્વઉમિયા ધામ પહોંચી
  • વિશ્વ ઉમિયાધામની વિશાળ જવારા યાત્રા 1.5 કિમી લાંબી હતી
  • વિશ્વઉમિયાધામની વિશાળ જવારા યાત્રાનું આયોજન માત્ર 100 બહેનોની ટીમે કર્યું
  • સમગ્ર જવારા યાત્રાની વ્યવસ્થા અને આયોજન માત્ર મહિલાઓએ જ કરી

 

જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ જણાવે છે. જગત જનની મા ઉમિયાએ ધાર્યા કરતાં વધુ ક્રુપા કરીને અમે ૧૧,૧૧૧ બહેનો આશા રાખી હતી તેના બદલે ૨૦ હજાર બહેનો અમારી સાથે જોડાઈ.

જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બને એ પહેલા વિશ્વ ઉમિયાધામ સંકુલને જીવંત રાખવા મા ઉમિયાના ચલ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ છે. જેમાં મા ઉમિયા સાથે બટુક ભૈરવ અને ગણપતિદાદાની ચલ પ્રાણપ્રતિષ્ઠા કરાઈ.

આવતીકાલે 29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી અને શ્રી શ્રી રવિશંકર દ્વારા આશીર્વચન આપવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સાંજે 4 વાગ્યે ઉદઘાટન કરવામાં આવશે.

કોરોનાઃ ચીનમાં બિલાડી અને કૂતરા ખાવા પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસ સતત લોકોના જીવને ભરખી રહ્યો છે તેમજ આ જીવલેણ બિમારીથી 44 વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,788 પર પહોંચી ગઈ છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગઈકાલે ચીનથી કોરોના વાયરસના 327 જેટલા નવા કેસો સામે આવ્યા છે.

નેશનલ હેલ્થ કમિશને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આ વાયરસના કારણે 41 લોકોના મોત હુબેઈ પ્રાંતમાં થયા છે કે જે આ બિમારીના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. બે લોકોના મોત બેજિંગમાં અને એક વ્યક્તિનું મોત શિનજિયાંગમાં થયું છે. ચીનમાં કુલ 78,824 લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કેસો ઓછા થઈ રહ્યા છે જ્યારે અન્ય દેશોમાં કેસ વધી રહ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ મહામારી નિર્ણાયક મોડ પર છે. મહામારીનો પ્રકોપ ઓછો થયાની વચ્ચે ચીનના અધિકારીઓની ટીકાઓ શરુ થઈ ગઈ છે કે જે લોકોએ આને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. અધિકારિક મીડિયાએઆ પ્રકારની નિંદા કરી છે કે જે ખૂબ અસામાન્ય વાત છે. કોરોના વાયરસના શરુઆતી મામલાએ ગત વર્ષે ડિસેમ્બરમાં સામે આવ્યા હતા અને જાન્યુઆરીના મધ્ય સુધીમાં આ બિમારીએ ગંભીર રુપ ધારણ કરી લીધું.

ચીનના શેન્ઝેન પ્રાંતમાં બિલાડી અને શ્વાન ખાવા પર રોક લગાવવામાં આવી છે. જો કે એ સ્પષ્ટ નથી કે આ પ્રતિબંધ બાદમાં હટાવી લેવામાં આવશે કે નહી પરંતુ નોટિસમાં આ વાત કહેવામાં આવી છે. ઘણા લોકો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત લિસ્ટમાં માત્ર પોર્ક, ચિકન, બીફ, સસલું, માછલી અને સી-ફૂડ ખાવાની મંજૂરી છે. હકીકતમાં વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં જાણ્યું કે, જાનવરોથી જ કોરોના વાયરસ માણસોમાં ફેલાયો છે, જેના કારણે અત્યારે ચીનના અલગ-અલગ વિસ્તારોમાં જાનવરોને ખાવાને લઈને તમામ નિયમો બનાવવામાં આવી રહ્યા છે.

સતત રમીને થાકયા હો તો IPL થી દૂર રહોઃ કપિલ દેવ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને વર્ષ 1983માં વર્લ્ડ કપ જીતાડનાર મહાન ખેલાડી કપિલ દેવે કહ્યું કે, અમુક ખેલાડીઓએ આઈપીએલ રમવામાંથી આરામ લેવો જોઈએ. કપિલ દેવનું આમ કહેવા પાછળનું કારણ એ છે કે, ભારતીય ટીમ અત્યારે સતત અને સૌથી વધુ ક્રિકેટ રમી રહી છે, જેથી ખેલાડીઓને થાક લાગે છે. એટલા માટે ખેલાડીઓએ દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરવા અંગે વિચારવું જોઈએ અને આઈપીએલને છોડી દેવી જોઈએ.

કપિલ દેવે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે, ભારતીય ખેલાડીઓએ આંતરાષ્ટ્રીય મેચોનું શિડ્યુલ જોઈને આઈપીએલમાં રમવું જોઈએ. જો કોઈ ખેલાડીને લાગે કે તે ખૂબ થાકી ગયો છે તો તેમણે આઈપીએલ રમવાથી દૂર રહેવું જોઈએ. અને જ્યારે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવ ત્યારે તમારી અંદર અલગ ભાવના હોવી જોઈએ. આઈપીએલમાં રમીને તમે દેશનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા.

કપિલ દેવનું માનવું છે કે, જો કોઈ ખેલાડી દેશમાટે રમી રહ્યો હોય તો તેમણે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાની જરૂર હોય છે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વધુ ઉર્જા સાથે રમીને દેશ માટે રમવાનું આવે ત્યારે પ્રદર્શન સાથે સમજૂતી ન કરવી જોઈએ.

કપિલ દેવે તેમના દિવસોને યાદ કરતા કહ્યું કે, હું પણ ક્રિકેટ રમતો ત્યારે થાકી જતો. જ્યારે તમે એક સિરિઝમાં સતત રમી રહ્યા હોવ રન બનાવી રહ્યા હોવ કે વિકેટ લઈ રહ્યા હોવ એ સમયે તમને થાક અનુભવાતો નથી. પણ જ્યારે તમે સારુ પ્રદર્શન નથી કરી શકતા ત્યારે થાક અનુભવો છો. આ એક ભાવનાત્મક વસ્તુ છે.

દિલ્હીઃ હિંસાના નગ્ન નાચ વચ્ચે ય માનવતા ખીલી ઉઠે ત્યારે…

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હી જ્યારે તોફાનોની અગ્નિમાં સળગી રહ્યું હતું, તે સમયે દિલ્હીમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. આજે પોતાના સંબંધીઓની ખબર કાઢવા માટે જીટીબી હોસ્પિટલ પહોંચેલી તબસ્સુમ અને ઈશ્વરી નામની દીકરીઓએ જણાવ્યું કે, હિંદૂ પરિવારોએ ચાલીના આશરે 10 મુસ્લિમ પરિવારોને તોફાન મચાવતા લોકોની ભીડમાંથી બચાવ્યા છે. તેમને બે દિવસ સુધી પોતાના ઘરે આશરે આપ્યો અને પછી હ્યૂમન ચેઈન બનાવીને તેમને સુરક્ષિત તેમના સંબંધીઓના ત્યાં પહોંચાડ્યા.

તબસ્સુમે જણાવ્યું કે, 24 અને 25 ફેબ્રુઆરીની રાતની વાત છે. તે દિવસે અમારી ગલીમાં અચાનક જ લોકો આવી ગયા. કેટલાક લોકોના મોઢા પર હેલ્મેટ હતા. કેટલાક લોકો હથિયાર લઈને આવ્યા હતા. મારા ગલી વાળા લોકોએ અમને તેમના ઘરોમાં છુપાવી લીધા. અમારા બાળકોને જમવાનું આપ્યું. અમે આશરે પચાસથી વધારે લોકો હતા. તેમણે આખી રાત અમારી રક્ષા કરી.

તબસ્સુમે જણાવ્યું કે, તેમણે અમને નિકાળવા માટે લાઈન બનાવી. અમારી હિંમત વધારતા કહ્યું કે, પહેલા અમે છીએ… પહેલા અમારા પર હુમલો થશે. ગભરાશો નહી અમે તમારી સાથે છીએ.

તબસ્સુમ અને ઈશ્વરીએ તેમના વિસ્તારમાં ભડકેલી હિંસા માટે બહારના લોકોને જવાબદાર ગણાવ્યા. તેઓએ કહ્યું કે, અમારા હિંદુ ભાઈઓએ અમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. આવો ભાઈચારો તમામ લોકો શીખે. હિંદુ અને મુસ્લિમ બધા એક જ છે. બસ માત્ર પ્રેમથી રહેવાની જરુર છે.

નિર્ભયા કેસઃ શું ફાંસી ફરી એક વાર ટળશે?

નવી દિલ્હીઃ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ મામલે ફાંસીની સજા પામેલા ચારે અપરાધીઓમાંના એક પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ અરજી દાખલ કરી છે. આ અરજીમાં અપરાધી પવને સુપ્રીમ કોર્ટને ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલવાની માગ કરી છે. આ સિવાય પવનકુમાર ગુપ્તાએ નીચલી અદાલત દ્વારા જારી કરવામાં આવેલા ડેથ વોરન્ટને અટકાવવાની માગ કરી છે. પવનના વકીલે એ.પી. સિંહે ક્યુરેટિવ અરજી દાખલ કરતાં કહ્યું છે કે પવનને ફાંસીની સજા ના આપવી જોઈએ. પવને પોતાની અરજીમાં ઘટના સમયે પોતે સગીર હોવાનું જણાવ્યું હતું.

પવન પાસે ફાંસીને રોકવાના હજી વધુ વિકલ્પ

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આ પહેલાં ત્રણે દોષીઓ-મુકેશ, વિનય અને અક્ષયની દયા અરજી પહેલેથી રાષ્ટ્રપતિને કરી દીધી છે. ચારોમાંથી માત્ર પવન ગુપ્તા જ એક એવો અપરાધી છે, જેણે અત્યાર સુધી પોતાના બધા કાનૂની વિકલ્પ પૂરા નથી કર્યા. પવનની પાસે હજી રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. આ સિવાય અક્ષયે પણે હજી રાષ્ટ્રપતિની દયા અરજી કાઢી નાખવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર પણ નથી આપ્યો, જ્યારે બે અન્ય આરોપીઓએ દયા અરજી કાઢી નખાયા બાદ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો પણ હતો.

ત્રીજી માર્ચે અપાનારી ફાંસી શું પાછી ટળશે

ટ્રાયલ કોર્ટે 17 ફેબ્રુઆરીએ ચારે આરોપીઓને ત્રીજી માર્ચે ફાંસી આપવા માટે ડેથ વોરન્ટ જારી કર્યું છે. ત્રીજી માર્ચે સવારે છ વાગ્યે ચારે આરોપીઓને ફાંસી આપવાનો આદેશ આપ્યો છે. કાયદાકીય જોગવાઈ મુજબ કોઈ પણ અપરાધીના બધા કાનૂની વિકલ્પ પૂરા નહીં થાય ત્યાં સુધી તેને ફાંસી ના આપી શકાય.  જો કોર્ટ અપરાધીની અરજી કાઢી નાખે તો પણ તેને અન્ય કાનૂની વિકલ્પો માટે 14 દિવસનો સમય મળે છે.

 

 

મહારાષ્ટ્રઃ શિક્ષણમાં મુસ્લિમોને 5 ટકા અનામતનો કાયદો લવાશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર રાજ્યમાં મુસ્લિમ સંપ્રદાયના વિદ્યાર્થીઓને શાળા અને કોલેજોમાં અનામત આપવા માટે કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આજે રાજ્યના અલ્પસંખ્યક મંત્રી નવાબ મલિકે આની જાહેરાત કરી છે. જો કે આ મામલે રાજનીતિ શરુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુસ્લિમ સંપ્રદાયને જલ્દી જ શાળા અને કોલેજોમાં 5 ટકા અનામત આપવામાં આવશે. આના માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવશે. મહા વિકાસ અઘાડીમાં શામિલ કોંગ્રેસ અને એનસીપી પહેલાથી જ શૈક્ષણિક સંસ્થાનોમાં પાંચ ટકા મુસ્લિમ અનામતના પક્ષમાં જ રહી છે.

મહારાષ્ટ્રના રાજ્યમંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં સરકારી શિક્ષણ સંસ્થાનોમાં મુસ્લિમોને 5 ટકા કોટા પ્રદાન કરવા માટે વિધેયક લાવશે. નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા મુસ્લિમોને શિક્ષણ સંસ્થાનોમાં કોટા આપવાને લઈને કહ્યું કે, સરકારી શૈક્ષણિક સંસ્થાનોમાં મુસ્લિમોને 5% અનામત આપવા માટે હાઈકોર્ટે પોતાનો પક્ષ રાખ્યો. ગત સરકારે આના પર કોઈ કાર્યવાહી નહોતી કરી એટલા માટે અમે જાહેરાત કરી છે કે અમે જલ્દીથી કાયદાના રુપમાં હાઈકોર્ટના આદેશને લાગૂ કરીશું.

હકીકતમાં વર્ષ 2014 માં મુસ્લિમ વિદ્યાર્થીઓને આરક્ષણ આપવા માટે જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં આવેલી ફડણવીસ સરકારે આના પર કોઈ પગલા ન ભર્યા. જો કે ગત સરકારમાં પણ શિવસેનાએ સ્પષ્ટ કર્યું હતું કે તે મુસ્લિમ અનામત પાસ કરાવવાના પક્ષમાં છે. હવે શિવસેનાએ આ વાતને એકવાર ફરિથી શરુ કરી છે.

21મી સદીમાં પણ મહિલાઓ પર અત્યાચારઃ UN મહા સચિવ

ન્યુ યોર્કઃ વિશ્વભરમાં 21મી સદીમાં પણ મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે નિંદા કરી છે. એની સાથે તેમણે કહ્યું છે કે 21મી સદી મહિલા સમાનતા માટે હોવી જોઈએ.તેમણે જણાવ્યું હતું કે બધી જગ્યાએ મહિલાઓ સાથે ખરાબ વર્તન થાય છે, કેમ કે તેઓ મહિલા છે, એમ ન્યુ યોર્કમાં ધ ન્યુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું.  તેમણે કહ્યું હતું કે જે રીતે પાછલી સદીઓમાં ગુલામી અને વસાહતીકરણ એક કલંક હતું એમ જ 21મી સદીમાં મહિલા અસમાનતા થવાની આપણને શરમ આવવી જોઈએ, કેમ કે એ અસ્વીકાર્ય છે. બલકે એ મૂર્ખતાપૂર્ણ કામ છે. તેમણે કહ્યું કે જેન્ડર સમાનતા એક સારા વિશ્વ બનાવવાની શરત છે. તેમણે કહ્યું કે મહિલાઓની સાથે કેટલાંક સ્થળોએ દુષ્કર્મ અને ઘરેલુ હિંસા ચાલુ છે, જે બંધ થવી જોઈએ. 34 દેશોમાં લગ્ન પછી મહિલાઓની સાથે બળાત્કાર અસંવૈદ્યાનિક છે. તેમણે કહ્યું હતું કો યૌન અને પ્રજનન અધિકારોને વિવિધ પક્ષોથી જોખમ છે અને આ ભેદભાવ બધા મહિલાઓને પ્રભાવિત કરી રહ્યા છે. આમાં નેતા અને લોકપ્રિય હસ્તીઓ પણ સામેલ છે.

ગુટેરેસના અનુસાર પિતૃસત્તા પુરુષો અને મહિલાઓની જિંદગીને પ્રભાવિત કરી રહી છે. એનું પરિણામ યુવકો અને યુવતીઓને ચૂકવવું પડે છે. જોકે મહિલાઓ સાથે થઈ રહેલી હિંસાની માહિતી વિશ્વભરમાંથી આવે છે, જે એક યુદ્ધ સમાન છે. તેમણે કહ્યું હતું કે અમારા દેશમાં પુરુષ સતત મહિલાઓ પર હાથ ઉઠાવે છે, પણ એને કોઈ અટકાવવાના પ્રયત્ન નથી કરતા.

 

યુકેમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો

નવી દિલ્હી: યુકે ઈમિગ્રેશન બાબતે તાજેતરમાં 27 ફેબ્રુઆરીએ પ્રગટ થયેલા આંકડાઓ જણાવે છે કે 2019માં ભારતના 37500 વિદ્યાર્થીઓને ટાયર-4(સ્ટુડન્ટ) વિઝા આપવામાં આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 93 ટકાનો ઉછાળો સૂચવે છે. ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની આ સૌથી મોટી છે. 2016થી આ સંખ્યા સતત વધતી જ રહી છે. સ્ટુડન્ટ વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે.

ગયા વર્ષે 57,000 થી વધુ ભારતીય નાગરિકોને ટીયર 2 સ્કીલ્ડ વર્ક વિઝા આપવામાં આવ્યા હતા. આ આંકડો વિશ્વ સ્તર પર આપવામાં આવેલા તમામ સ્કીલ વર્ક વિઝાના 50 ટકાથી વધુ છે. એનો અર્થ એવો કે, વિશ્વના અન્ય દેશોની સરખામણી ભારતીયોને સૌથી વધુ વિઝા આપવામાં આવ્યાં.

ભારતીય પ્રવાસીઓ માટે યુકે સતત લોકપ્રિય હોલિડે ડેસ્ટિનેશન બની રહ્યું છે. ગયા વર્ષે 5,15,000 ભારતીય નાગરિકોને વિઝિટ વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, જે 2018ની સરખામણીએ 8 ટકા વધારો દર્શાવે છે. વર્ષ 2019માં યુકેના વિઝા માટે અરજી કરનારા 95 ટકા ભારતીયોને વિઝા પ્રાપ્ત થયા હતા. તેમાં પણ 2018ની સરખામણીએ 5 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

ભારતસ્થિત યુકે હાઈ કમિશનર જોન થોમ્પસનનું કહે છે કે, સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ યુકેની વૈશ્વિક સ્તરની શિક્ષણ પ્રણાલી અને ભારતીય વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવે છે.