Home Blog Page 4976

ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ભારત ઉત્સુક છેઃ પીએમ મોદી

નવી દિલ્હી/અમદાવાદ – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલથી ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને અમદાવાદ શહેરની પણ મુલાકાત લેવાના છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

ટ્રમ્પના આગમનને હવે થોડાક જ કલાકો બાકી રહ્યા છે ત્યારે મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે ભારત ઉત્સુક છે.

મોદીએ વધુમાં લખ્યું છે કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ભારત ઉત્સુક છે. આ ગૌરવની વાત હશે કે આવતીકાલે તેઓ આપણી સાથે હશે. એમની મુલાકાતનો આરંભ અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ સાથે થશે.’

પ્રમુખ ટ્રમ્પની સાથે એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ, એમના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર પણ આવશે.

ટ્રમ્પ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોના બેસવાની ક્ષમતા છે. ટ્રમ્પ આ સ્ટેડિયમમાં નિર્ધારિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ગયા વર્ષે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં એમના માનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ટ્રમ્પે એમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

અમદાવાદમાં, ટ્રમ્પ અને એમના પત્ની સાબરમતી આશ્રમની મુલાકાતે જશે. એમની મુલાકાતને ધ્યાનમાં લઈને આશ્રમ ખાતે સુરક્ષા વ્યવસ્થાને ખાસ કડક બનાવવામાં આવી છે.

અમદાવાદમાંથી ટ્રમ્પ અને એમનો કાફલો ઉત્તર પ્રદેશના આગરા જશે અને ત્યાંથી રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી જશે, જે એમના ભારતમાંના રોકાણનું અંતિમ સ્થળ હશે.

નવી દિલ્હીમાં એમના માનમાં વહેલો ભોજન સમારંભ યોજવામાં આવશે અને ત્યારબાદ તેઓ વોશિંગ્ટન જવા રવાના થશે.

આ છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત મુલાકાતનો કાર્યક્રમઃ

24 ફેબ્રુઆરીઃ

સવારે 11.40 : અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટ્રમ્પ અને એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પનું સ્વાગત કરશે.

મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી 22 કિ.મી.ની રોડ સફર કરશે. આ રોડશો ભવ્ય બની રહે એવી પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

12.15 : સાબરમતી આશ્રમની મુલાકાતે જશે.

બપોરે 1.05 : અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જશે, સ્ટેડિયમનું ઉદઘાટન કરશે અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજરી આપશે

ટ્રમ્પ દંપતી અને વડા પ્રધાન મોદી ત્યારબાદ સાથે ભોજન લેશે.

બપોરે 3.30 : ઉત્તર પ્રદેશના આગરા જવા રવાના થશે.

સાંજે 4.45 : આગરા એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચશે.

સાંજે 5.15 : સુપ્રસિદ્ધ સ્મારક તાજમહેલની મુલાકાતે જશે

સાંજે 6.45 : નવી દિલ્હી માટે રવાના થશે.

સાંજે 7.30 : નવી દિલ્હી પહોંચશે. ત્યાં ફાઈવસ્ટાર આઈટીસી મૌર્ય હોટેલમાં રાતવાસો કરશે. ત્યાં એ ‘ગ્રેન્ડ પ્રેસિડેન્શિયલ સુઈટ’માં રહેશે.

25 ફેબ્રુઆરીઃ

સવારે 10 : રાષ્ટ્રપતિ ભવન ખાતે જશે.

સવારે 10.30 : રાજઘાટ જશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

સવારે 11 : હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સત્તાવાર મુલાકાત.

બપોરે 12.40 : હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષી સમજૂતીઓ પર સહીસિક્કા કરાશે

બપોરે 3.00 : અમેરિકન દૂતાવાસમાં સીઈઓ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ભારતસ્થિત ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે.

સાંજે 7.30 : રાષ્ટ્રપતિ ભવન ખાતે જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે.

રાતે 8.00 : રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર લેશે.

રાતે 10 : વોશિંગ્ટન જવા રવાના થશે.

સરસ રહ્યો, અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતેનો ‘સરસ મેળો 2020’…

અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'સરસ મેળો-2020'નો અનેક લોકોએ મુલાકાત લીધી હતી અને દેશભરના વિવિધ રાજ્યોના ગ્રામીણ મહિલા જૂથો દ્વારા નિર્મિત હસ્તકાળીગરીની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન નિહાળવાનો અને ખરીદી કરવાનો લ્હાવો લીધો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)


દેશના વિવિધ રાજ્યોના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોના ઉત્કર્ષ માટે 16-23 ફેબ્રુઆરી સુધી 'સરસ મેળો-2020'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે તેમજ સ્વ-સહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત વિવિધ કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ થકી એમને પ્રોત્સાહિત કરવાના આશયથી આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રાદેશિક સરસ મેળામાં દેશના વિવિધ રાજ્યોના 50 સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, તેમજ ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
























કંગનાએ રામેશ્વરમ મંદિરમાં દર્શન કર્યા…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમ જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી અને ભગવાન રામે લંકાના રાક્ષસ રાજા રાવણનો વધ કર્યા બાદ ભારત ભૂમિ પર પરત ફરીને જે સ્થળે શિવલિંગ બનાવીને પૂજા કરી હતી ત્યાં બનાવવામાં આવેલા મંદિરમાં જઈને દર્શન અને પૂજા-અર્ચના કર્યાં હતાં. રામેશ્વરમમાં જ કંગનાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામની યાદમાં સ્થાપવામાં આવેલા સ્મારકની પણ મુલાકાત લીધી હતી. કલામનો જન્મ રામેશ્વરમમાં થયો હતો. કંગનાએ તેની આ મુલાકાતની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.










ટ્રમ્પને આવકારવા આ ચિત્રકારે તૈયાર કર્યું સુંદર પેઈન્ટિંગ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એ જાણ થતાં જ મોટી સંખ્યામાં કલાકારો પોતાની લાગણી ઓ વ્યક્ત કરી રહ્યા છે. શહેરના જમાલપુર વિસ્તારોની ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા જાણીતા કલાકાર અને નિવૃત સરકારી અધિકારી એજાઝ સૈયદે ટ્રમ્પ ને અમદાવાદમાં આવકારતા સુંદર ચિત્ર તૈયાર કર્યુ છે. આ ચિત્રમાં ટ્રમ્પની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહનું પણ ચિત્રાંકન કર્યું છે.

એજાઝ સૈયદે કહે છે કે, એક ચિત્રકાર તરીકે કેમ છો? નમસ્તે ટ્રમ્પને મેં પોટ્રેટ પેઈન્ટિંગ દ્વારા કંડારવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદ શહેર આખુંયે તેમના સ્વાગત માટે તૈયારી કરતું હોય ત્યારે મેં તેમને ભેટ આપવા માટે જ કલ્પના કરી કરી છે.

પ્રોટોકોલ મંજૂરી મને મળેલી નથી છતાંય હું ટપાલ મારફતે તેઓને મોકલી આપીશ. વિશ્વના ફલક પર મોટેરા સ્ટેડિયમ સૌથી મોટું સાકાર થવા જઈ રહ્યું છે. તો મેં પણ તેમાં ચિત્રકારી દ્વારા એક કાયમી સંભારણા રૂપે આ ચિત્ર કંડારવાનો પ્રયત્ન કર્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

પધારો પ્રમુખ ટ્રમ્પઃ અમદાવાદનો રંગબેરંગી રોશનીથી શણગાર…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પની સાથે 24 ફેબ્રુઆરીના સોમવારે અમદાવાદ આવી પહોંચવાના છે. એમની આ ઐતિહાસિક મુલાકાત પૂર્વે અને એમના સ્વાગત માટે અમદાવાદ શહેરમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુના માર્ગો, અન્ડરપાસને સંધ્યાકાળ પછી આવી ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
















ટ્રમ્પ-મોદી કાફલાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રીહર્સલ…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પની સાથે 24 ફેબ્રુઆરીના સોમવારે અમદાવાદ આવી પહોંચવાના છે. એમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. એમનો કાફલો ભવ્ય રોડ-શો રૂપે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી જે રૂટ પરથી પસાર થવાનો છે એની પર સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક બનાવી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા કેટલી જડબેસલાક છે એની ચકાસણી કરવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા 23 ફેબ્રુઆરી, રવિવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)










સુવિચાર – ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦

અભિવાદન સમિતિ કાગળ પર: નમસ્તે ટ્રમ્પ વેબસાઈટ પર

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને લઈને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ વચ્ચે નમસ્તે ટ્રમ્પને લઈને એક વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટનું નામ છે. namastepresidenttrump.in  આ વેબસાઈટ પર લખ્યું છે કે, નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ. આ ઉપરાંત વેબ પોર્ટલ પર અનેક તસવીરો અને સ્લાઈડ શો સાથે લખ્યું છે કે, અમરિકાના સન્માનનીય રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં આપણે ઐતિહાસિક ઈવેન્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, સાથે જ આપણે આપણી સંસ્કૃતિ, વિવિધતા અને સૌથી પહેલા અતિથિ દેવો ભવ:ની ભાવનાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની અભૂતપૂર્વ તક મળશે. તો તમે #નમસ્તે ટ્રમ્પ કહેવા માટે તૈયાર છો?

ગુજરાત સરકારની ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા આ વેબસાઈટને તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટને તમે ફોલો પણ કરી શકો છો. આ ઉપરાંત ‘નમસ્તે Trump’ નામથી ટ્વિટર અને ફેસબુક પેજ પણ છે. આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈવેન્ટમાં આમંત્રિત લોકો માટે વિશેષ જાણકારી આપવામાં આવી છે. વેબસાઈટ પર પાસની માહિતી, બેઠક વ્યવસ્થા, શું કરવું શું ન કરવું, મદદ અને ફોલો અસના વિકલ્પો આપવામાં આવ્યા છે.

પાસની માહિતી

બે પ્રકારના પાસ આપવામાં આવ્યા છે ગોલ્ડ અને પ્લેટિનમ. ગોલ્ડ પાસ ધારકોને મોટેરા સ્ટેડિયમ પહોંચવા માટી જીએમડીસી ગ્રાઉન્ડથી એરકન્ડિશન બસની સુવિધા મળશે જેનું એડ્રેસ પણ વેબસાઈટ પર આપવામાં આવ્યું છે. તો પ્લેટિનમ પાસ ધારકોએ મોટેરા સ્ટેડિયમમાં પ્લેટિનમ ગેર મારફતે પ્રવેશ મેળવવાનો રહેશે.

બેઠક વ્યવસ્થા

આ ઉપરાંત ગુજરાતના જૂદા જૂદા જિલ્લામાંથી નમસ્ટે ટ્રમ્પ કાર્યક્રમ માટે આવનારા લોકોની બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દરેક જિલ્લાની ઓળખ માટે કલર કોડ આપવામાં આવ્યા છે. જેની અંગેની તમામ માહિતી વેબસાઈટ પર આપવામાં આવી છે.

નમસ્તે ટ્રમ્પમાં આવનારા લોકો માટે પણ આ વેબસાઈટ પર કેટલીક જરૂરી માહિતી આપવામાં આવી છે. જેમાં મેડિકલ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતીની સાથે કાર્યક્રમ દરમ્યાન ઈમરજન્સી માટે ઉપલબ્ધ સુવિધાઓમાં ડોક્ટરોના નામની સાથે તેમના મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં જો કોઈ દુર્ઘટના થાય અને આગ લાગે તો કેવી રીતે સુરક્ષિત બહાર આવવું તે અંગે નક્શા સાથે માહિતી આપવામાં આવી છે.

મહત્વનું છે કે, જેવી રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ એવી જ રીતે અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

મૃત આતંકવાદીની ગણતરી કરીને જેહાદી બની રહેલા પેલેસ્ટિનના યુવકો

લંડનઃ આતંક પ્રભાવિત દેશોમાં માનવીય સહાયતા માટે જે મસમોટી રકમનો દુરુપયોગ થઈ રહ્યો છે,  એનું તાજું ઉદાહરણ પેલેસ્ટિન અને ગાઝા પટ્ટીમાં સામે આવ્યું છે. ત્યાંના યુવકોના શિક્ષણ માટે આપવામાં આવેલા રૂપિયાથી તેમને આતંકવાદ અને જેહાદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ બાબતના ખુલાસા પછી આ મદદને રોકવાની માગ થઈ રહી છે.

યુવકોનું બ્રેઇન વોશ

પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવકોને ગણિત શીખવાડવા માટે માર્યા ગયેલા આતંકવાદીઓની ગણતરી કરાવવામાં આવી રહી છે. ફિઝિક્સના પુસ્તકમાં ન્યૂટનનો ત્રીજો નિયમ  બતાવવા માટે વિધર્મીઓ (ક્રિશ્ચિયનો અને હિન્દુઓ) એટલે કે ઇસ્લામને ન માનનારાને ગલોલ મારવાના દાખલા આપવામાં આવે છે. આનાથી એ માલૂમ પડે છે કે પેલેસ્ટિન. ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કમાં બાળકો-યુવકોમાં અન્ય ધર્મોને માનવાવાળા વિશે કેટલું કટ્ટરવાદનું ઝેર ભરવામાં આવી રહ્યું છે.

બ્રિટનની વેબસાઇટ ડેઇલી મેલ ઓનલાઇનના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પેલેસ્ટિન અને ગાઝાપટ્ટીને આપવામાં આવી રહેલી મદદમાં બ્રિટનના કરદાતાઓના પણ રૂપિયા લાગેલા છે. જેથી આ મદદ પર પ્રતિબંધ લગાવવાની માગ થઈ રહી છે. એના માટે અન્ય દેશોનાં ઉદાહરણ પણ આપવામાં આવી રહ્યાં છે, જેમણે પેલેસ્ટિનને માનવીય સહાયતા દેવાનો ઇનકાર કર્યો છે.

ખૂન અને બલિદાનની કવિતા

પેલેસ્ટિન, ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાં આઠ વર્ષનાં બાળકો માટે એક કવિતામાં એવું લખવામાં આવ્યું છે કે જે તેના અપરિપક્વ મન પર ખરાબ છાપ પાડે. આ કવિતામાં પોતાના લોહીનું બલિદાન આપવું, પોતાના દેશ પર કબજો કરવાવાળાઓને ખતમ કરવું અને વિદેશીઓનું અસ્તિત્વ મિટાવી દેવું જેવા શબ્દપ્રયોગોનો ઉપયોગ થાય છે.

 

 

વાહ ભાઈ વાહ! ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦