Home Blog Page 4980

બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠી સાતપુડાની પર્વતમાળાઓ

હાશિવરાત્રી 2020: સાતપુડાની રાણી કહેવાતી પંચમઢીની પર્વતમાળાઓ બમ બમ ભોલેના નાદથી ગૂંજી રહી છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના અતંર્ગત સાતપુડા ટાઈગર રિઝર્વ ક્ષેત્રમાં ચૌરાગઢ મહાદેવ મંદિર આવેલું છે, અહીં આઠ દિવસ સુધી મેળો ભરાઈ છે મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થાય છે. મેળા દરમ્યાન આસપાસના જિલ્લાઓ સહિત નજીકના પ્રદેશોથી અંદાજે 6 લાખ શ્રદ્ધાળુઓ બાબાના દર્શને આવે છે.

મહાશિવરાત્રી એટલે કે આજના દિવસે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. માનતા પૂરી કરવા માટે અહીં લોકો એક ઈંચ લઈને બે ક્વિંટલ સુધીના વજન ધરાવતા ત્રિશૂલ બાબાને અર્પણ કરે છે. મંદિરના પૂજારી બાબા ગરીબદાસ કહે છે કે, ચૌરાગઢ મહાદેવની માન્યતાને લઈને અનેક કથાઓ છે.

એક કથા અનુસાર ભસ્માસુરને વરદાન આપ્યા પછી ભગવાન શિવ એ અહીં રોકાણ કર્યું હતુ. ચૌરાગઢ આદિવાસીઓનું પ્રાચીન નિવાસ સ્થાન રહ્યું છે. ચૌરાગઢ મેળામાં આ વર્ષે મહાશિવરાત્રીના દિવસ સુધીમાં 50 હજારથી વધુ ત્રિશૂલ બાબાને ચઢાવવામાં આવ્યા.

ચૌરાગઢ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન પિપરિયા છે. પંચમઢીથી દસ કિમી સુધી વાહન દ્વારા જઈ શકાય છે અને ત્યાંથી ચાર કિમી પગપાળા રસ્તો છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે 325 સીડીઓ ચડવી પડે છે. પંચમઢી મધ્યપ્રદેશનું એકમાત્ર હિલસ્ટેશન છે. સતપુડા પહાળીઓની વચ્ચે સ્થિત હોવાને કારણે અને રમણીય સ્થળોને કારણે આને સતપુડાની રાણી પણ કહેવામાં આવે છે. અહીં ગાઢ જંગલો, સુંદર ધોધ અને તળાવ પણ છે.

મહાશિવરાત્રી પર શિવલિંગ પરથી હટાવવામાં આવે છે પીતળનું આવરણ

મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદા તાલુકાથી ઉદયપુર ગામમાં ભગવાન શિવનું એક હજાર વર્ષ નીલકંઠેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ પરમાર રાજા અદયાદિત્યે કરાવ્યું હતું. મંદિરમાં પાંચ ફૂટ ઉંચા ચબૂતરા પર ત્રણ ફૂટ ઉંચુ શિવલિંગ છે, જેના પર બારેમાસ પીતળનું આવરણ ચઢાવેલુ રહે છે. મહાશિવરાત્રીના દિવસે વર્ષમાં એક વખત આ આવરણને લિંગ પરથી ઉતારી લેવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુંઓ લાલ પત્થરથી બનેલા શિવલિંગના દર્શન કરે છે.

શિવરાત્રીના દિવસે અહીં પણ મેળો ભરાય છે, જેમાં એક લાખથી વધુ શ્રદ્ધાંળુઓ આવે છે. લગભગ 51 ફૂટ ઉંચા આ મંદિરની ચારેતરફ પત્થરની મજબૂત દિવાલો બનાવેલી છે. મંદિરના બહારના ભાગ પર શિવ, દુર્ગા, બ્રહ્મા, વિષ્ણુ અને ગણેશ સહિત અન્ય દેવી દેવતાઓની પ્રતિમાઓ છે.

વર્ષમાં એક જ દિવસ ખુલે છે મંદિર

રાયસણના કિલ્લામાં આવેલુ શિવ મંદિર માત્ર વર્ષમાં એક જ દિવસ મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. આ મંદિર 12મી સદીમાં બનેલુ છે અહીં પણ આજના દિવસે મેળો ભરાઈ છે. મંદિરના તાળા ખોલવા માટે અનેક આંદોલનો થયા. 1974માં તત્કાલિન મુખ્યમંત્રી પ્રકાશચંદ શેઠીએ આવવું પડયું હતું, તેમ છતાં આજે પણ વર્ષમાં માત્ર મહાશિવરાત્રીના દિવસે જ આ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. આ શિવ મંદિર સોમેશ્વર ધામના નામથી પણ ઓળખાય છે.

મહાશિવરાત્રીના દિવસે સરકારી અધિકારીઓની હાજરીમાં મંદિરના તાળા ખોલવામાં આવે છે અને દિવસભર પૂજા અર્ચના તેમજ અભિષેક કરવામાં આવે છે. સાંજ પડતાની સાથે જ મંદિરમાં ફરી તાળા મારી દેવામાં આવે છે. હકીકતમાં આ કોઈ ધાર્મિક પરંપરા નથી પણ વહીવટી વ્યવસ્થા છે. કહેવામાં આવે છે કે એક વખત અહીં સાંપ્રદાયિક તણાવ દરમ્યાન ઉભી થયેલી વિકટ પરિસ્થિતિઓને કારણે વહીવટી તંત્રએ અને પોલીસે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો હતો.

30 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ: મહાશિવરાત્રિએ કચ્છ શિવમય

આજે મહાશિવરાત્રિકચ્છના 470 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી શિવકથા 19 ફેબ્રુઆરીથી શરુ થઈ જે આગામી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. નવ દિવસની અદ્વિતીય કથાનું ભૂજના કૈલાશ માનસરોવર ધામમાં ત્રીસ લાખ રુદ્રાક્ષના બનેલા, ઊંચાઈમાં વિશ્વમાં પ્રથમ એવા શિવલિંગ સમક્ષ હજારો ભક્તો જળાભિષેક કરી રસપાન કરી રહ્યા છે.

હા, રુદ્રાક્ષના ઊંડા અભ્યાસુ મૂળ મહુઆના કુંભણના અને હાલ ધરમપુર (વલસાડ) રહેતા શિવકથાકાર બટુકભાઈ વ્યાસના વ્યાસાસને આ શિવમહાપુરાણ કથા ચાલી રહી છે એમાં સૌથી મોટું આકર્ષણ વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ છે. એકલવ્ય જેવા લક્ષ્યવેધી બટુકભાઈને ઓળખીએ એ પહેલાં ભૂજમાં યોજાયેલા આ અનોખા આયોજન વિશે જાણી લઈએ.

ભૂજ ખાતે પ્રથમ વખત યોજાયેલી આ કથામાં શિવમહાપુરાણ  ઉપરાંત દરરોજ મહારુદ્ર યજ્ઞ, સમૂહ રુદ્રાભિષેક,  વગેરે કાર્યક્રમો સાથે 108 દીવડાની મહાઆરતી, મહાશિવલિંગ દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. રુદ્રાક્ષના મહાશિવલિંગના સ્થાપન માટે ચાર-ચાર વખત ‘લિમ્કા બુક ઑફ રેકૉડર્સ’થી સમ્માનિત બટુકભાઈ વ્યાસ વ્યાસાસનેથી કથાશ્રવણ કરાવી રહ્યા છે.

34 વર્ષથી કથાશ્રવણ કરાવતા શ્રી વ્યાસજી દ્વારા કથાસ્થળે ત્રીસ લાખ રુદ્રાક્ષના બનેલા સવા પાંત્રીસ ફૂટ ઊંચા મહાશિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે પહેલો જ પ્રશ્ન એ થયો કે આ માટે કચ્છની પસંદગીનું કારણ?

ગુજરાતનાં મોટાં શહેરોમાં અને રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં અને છેક કૈલાશ માનસરોવર ખાતે પણ શિવકથા કરી ચૂકેલા બટુકભાઈ વ્યાસ ‘ચિત્રલેખા’ સાથે વાત કરતાં કહે છે કે, ‘મને લાગ્યું કે કચ્છ બાકી રહી ગયું છે. કચ્છ વિશે મને વિશેષ પ્રેમ છે, કારણ કે પાટું મારીને પાણી કાઢનારો પ્રદેશ કચ્છ ધીંગી ધરા, શૂરવીરો અને વિચારકોની ભૂમિ છે. ક્રાંતિ કચ્છના લોહીમાં વહી રહી છે ત્યારે હવે સૌથી ઊંચા શિવલિંગ સાથેની શિવકથા મારે કચ્છમાં કરવી છે. ભૂજમાં મને ઈશ્વરગિરિભાઈ ગોસ્વામીનો સહયોગ મળ્યો, રુદ્રાક્ષ મહાશિવલિંગ સમિતિ  રચાઈ અને આ શક્ય બની ગયું.’

રુદ્રાક્ષ મહાશિવલિંગ સમિતિના ઈશ્વરગિરિભાઈ અને માવજીભાઈ પણ ‘ચિત્રલેખા’ સાથે વાત કરતાં કહે છે કે કચ્છ માથે અનેક વખત દુકાળ, વાવાઝોડું, ભૂકંપ જેવી આપત્તિઓ આવી ગઈ છે ત્યારે માત્ર કચ્છ પર જ નહીં, રાષ્ટ્ર પર કોઈ પણ આફત ન આવે એવા સંકલ્પ સાથે ભૂજમાં જ આવી ભવ્ય કથાનું આયોજન કરવાનું અમે વિચાર્યું.

રુદ્રાક્ષનું જ શિવલિંગ શા માટે?

બટુકભાઈ વધુમાં કહે છે કે રુદ્રાક્ષ સ્વયં શિવ છે. મહાદેવ શિવનું લિંગ સ્ફટિકનું, પથ્થરનું, પંચધાતુનું, ક્યાં ચાંદી અને સોનાનું પણ જોવા મળશે, પણ હું મારી શિવરાત્રિની નિત્ય શિવલિંગ પૂજા કરતો હતો ત્યારે એક વખત શિવલિંગને રુદ્રાક્ષની માળા પહેરાવતાં લિંગ ઢંકાઈ ગયું ત્યારે મને વિચાર આવ્યો કે રુદ્રાક્ષનું જ શિવલિંગ જ બનાવવામાં આવે તો?  અને એ વિચારધારાનાં મંડાણ માત્ર 1000 રુદ્રાક્ષના 11 ઈંચના શિવલિંગથી થયાં. એ પછી તો હું દરેક નવી કથા કરતી વખતે રુદ્રાક્ષની સંખ્યા અને શિવલિંગની ઊંચાઈ વધારતો ગયો. રુદ્રાક્ષ એ જ શિવલિંગ સ્વરૂપ છે એથી રુદ્રાક્ષ પરના જળાભિષેકને શિવલિંગાર્યન માનવામાં આવે છે, જેમ કે આજે ભૂજમાં દરેક ભક્ત ત્રીસ લાખ શિવલિંગ (રુદ્રાક્ષ) પર જળાભિષેક દરરોજ કરે છે. ત્રીસ લાખ રુદ્રાક્ષ પર અભિષેક એટલે ત્રીસ લાખ શિવલિંગાર્યન કે જે વ્યક્તિ એમના જીવનપર્યંત ક્યારેય કરી શકતી નથી. જેમ જેમ રુદ્રાક્ષની સંખ્યા વધતી ગઈ તેમ 2009, 2011, 2013 અને 2015માં ‘લિમ્કા બુક ઑફ રેકૉડર્સ’એ એની નોંધ લીધી. હાલ નવો વિક્રમ સ્થપાયો છે એની પણ નોંધ લેવામાં આવશે. છેલ્લે મેં 25 લાખ રુદ્રાક્ષના 33 ફૂટ ઊંચા શિવલિંગ સાથે કથા કરી હતી.

આ ભગીરથ કાર્યના પ્રણેતા બટુકભાઈ એ ગુજરાતના જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ, પંકજભાઈ વ્યાસ અને ભરતભાઈ વ્યાસના બંધુ છે. હવે તો એમના ભત્રીજા આશિષ વ્યાસ પણ શિવકથા કરે છે.

અહેવાલઃ સુનીલ માંકડ

તસવીરો: અરવિંદ નાથાણી

 

Words from the Heart-A Tribute to Mother Languages

“I speak three languages, 

Write in two, 

Dream in one.”

Kamala Das wrote these lines in her poem ‘An Introduction’. It is such a stunning message! We might use a number of languages in our daily lives, but only one of those can do justice to our emotions. And that is our mother tongue.

When Pakistan was created in 1947, it had two geographically separate parts: East Pakistan (currently known as Bangladesh) and West Pakistan (currently known as Pakistan). Both the parts were different to each other in sense of culture and language and also separated by India in between!

In 1948, the then Government of Pakistan declared Urdu to be the sole national language of Pakistan though Bengali or Bangla was spoken by the majority of people of East Pakistan (now Bangladesh). People protested and demanded Bangla to be at least one of the national languages, in addition to Urdu. The demand was raised first by Dhirendranath Datta on the 23 February, 1948 in the constituent Assembly of Pakistan.

The students of the University of Dhaka with the support of the general public, arranged massive rallies and meetings. On 21 February 1952, police opened fire on rallies. Four students died with hundreds of others injured. This is a rare incident in history, where people sacrificed their lives for their mother tongue.

On 17th November 1999 the 30th General Assembly of UNESCO unanimously resolved that 21st February be proclaimed International Mother Language Day throughout the world to commemorate the martyrs who sacrificed their lives on this very day in 1952.

It was first observed in the year 2000, and ever since, it has been a consistent annual celebration of the linguistic and cultural diversity that different languages of the world have to offer. Every year, people come together and celebrate the beauty of the languages they share with their community.

According to the UN, at least 43% of the estimated 6000 languages spoken in the world are endangered; and every two weeks, one language disappears! On top of that, only a few hundred languages are used in the digital world. See? Even right now, I am communicating with you in English!

But change is on its way. Let’s take the case of our own motherland: India. Under the Digital India project, digitized content was made available in 60 Indian languages by February 2017. The digital space of our country is ready to deliver a more native experience to its multilingual population.

On this day, let us celebrate the emotional bond we share with our mother language. Let us remember the first story we heard from our grandparents, the first rhymes we learnt in our childhood, the first sweet dream we had. These memories feel like a warm hug of motherly love, don’t they?

From our favourite folk songs to our favourite dance forms, the language that we grow up with shapes our lives in more ways than we can imagine.

So here is to our cultural heritage, our mother language that inspires us to think, feel, dream and love. Happy International Mother Language Day!

(Nivid Desai)

રાશિ ભવિષ્ય 21/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


 

આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

મહાશિવરાત્રી 2020: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

હાશિવરાત્રી 2020: હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક એટલે મહાશિવરાત્રી. શિવભક્તો આખુ વર્ષ ભોલે ભંડારીની વિશેષ આરાધના કરવા માટે આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. એક એવી માન્યતા છે કે, મહાશિવરાત્રીના દિવસે જે પણ ભક્ત સાચા મનથી શિવલિંગને અભિષેક કે જળ ચઢાવે છે તેમને મહાદેવની વિશેષ કૃષા મળે છે. એવુ પણ કહેવાય છે કે, શિવ એટલા ભોળા છે કે જો અજાણતા પણ શિવલિંગની પૂજા કરે તો તેમને પણ શિવ કૃષા પ્રાપ્ત થઈ જાય છે. આ જ કારણે ભગવાન શિવ શંકરને ભોળાનાથ કહેવામાં આવે છે. વર્ષમાં આવતી 12 શિવરાત્રીઓમાંથી ફાગણ મહિનાના કૃષ્ણપક્ષમાં આવતી મહાશિવરાત્રીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

હિન્દુ પંચાગ અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણપક્ષમાં ચૌદસના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર દર વર્ષે મહાશિવરાત્રી ફેબ્રુઆરીકે માર્ચ મહિનામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ છે.

મહાશિવરાત્રીની તારીખ અને શુભ મુહૂર્ત

  • મહાશિવરાત્રીની તારીખ: 21 ફેબ્રુઆરી 2020-02-20
  • ચૌદસની તિથિ પ્રારંભ: 21 ફેબ્રુઆરી 2020 સાંજે 5 વાગ્યાને 20 મિનિટથી શરુ થશે, જે 22 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગીને 2 મિનિટે પૂર્ણ થશે.
  • રાત્રી પ્રહર પૂજાનો સમય: 21 ફેબ્રુઆરી 2020ના રોજ સાંજે 6:41 વાગ્યાથી રાતના 12:52 સુધી

 

પૂજન સામગ્રી

મહાશિવરાત્રીના વ્રતની ઉજવણી માટે સામગ્રીમાં શમીનાં પાન, સુગંધિત ફૂલો, બિલીપત્ર, ધતુરો, શણ, પ્લમ, , જવ, તુલસીના પાન, ગાયનું દૂધ, શેરડીનો રસ, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, કપૂર, ધૂપ, દીપ, રૂ, ચંદન, પંચ ફળ, પંચ મેવા, પંચામૃત, સુંગધિત અતર ભગવાન શિવ અને માતા પાર્વતીની શણગારની સામગ્રી, દક્ષિણા, પૂજાના વાસણો વગેરે.

મહાશિવરાત્રીની પૂજન વિધિ

  • મહાશિવરાત્રીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.
  • ત્યારપથી શિવ મંદિરે અથવા તો ધરે મંદિરમાં જ શિવલિંગ પર જળ ચઢાવવું.
  • શિવલિંગ પર જળ ચઢાવવા માટે સૌથી પહેલા તાંબાના એક લોટામાં ગંગાજળ લેવું. તેમાં ચોખા અને સફેદ ચંદન ભેળવીને ‘ ઓમ નમ: શિવાય મંત્રનો ઉચ્ચાર કરતા કરતા શિવલિંગ પર જળ ચઢાવવું.
  • જળ ચઢાવ્યા પછી ઉપર જણાવેલી સામગ્રી એક એક કરીને શિવલિંગ પર ચઢાવવી.
  • શમીના પાન ચઢાવતી વખતે નીચે મુજબનો મંત્ર બોલવો

  अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च।

  दु:स्वप्रनाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम्।।

  • શમીના પાન ચઢાવ્યા પછી શિવજીને કપૂરથી આરતી ઉતારી પ્રસાદ વહેચવો.
  • શિવરાત્રીના દિવસે રાત્રી જાગરણ ફળદાયક માનાવામાં આવે છે.

શિવરાત્રીનું પૂજન નિશીથ કાળમાં કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાત્રીના આઠમાં મુહૂર્તને નિશીથ કાળ કહેવામાં આવે છે. જો કે, ભક્તો રાત્રીના ચારેય પ્રહરોમાંથી કોઈપણ એક પ્રહારમાં સાચી શ્રદ્ધાભાવથી શિવ પૂજા કરી શકે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ પુરાણનો પાઠ અને મહામૃત્યુંજય મંત્ર કે શિવના પંચાક્ષર મંત્ર ‘ઓમ નમ: શિવાય’ નો જાપ કરવો જોઈએ.

 

પંચાંગ તા. 21/02/2020

ખટમીઠી ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’…

એક સ-રસ મજાની ખટમીઠી ગુજરાતી ફિલ્મ

ગોળકેરી…

એકમેક સાથેના અંતરંગ સંંબંધની હળવાશથી કહી દેતી ગંભીર વાત…

આ રહી એની એક ઝલક…

રજૂઆત ૨૮ ફેબ્રુઆરી.

આ ફિલ્મના એક્સક્લુઝિવ ‘મેગેઝિન પાર્ટનર’ ‘ચિત્રલેખા’.

જુઓ ‘ગોળકેરી’ ફિલ્મનું ટ્રેલર..

સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 12,000ની ઉપર

અમદાવાદઃ વૈશ્વિક માર્કેટોના મિશ્ર સંકેતો અને વીકલી એક્સપાયરીના દિવસે સ્થાનિક બજારમાં સુસ્ત વાતાવરણ રહ્યું હતું. સેન્સેક્સ 153 પોઇન્ટ તૂટીને 41,170ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને 12,080.85ના મથાળે બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ઇન્ડેક્સ 12,000ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન આઇટી, ઓઇલ-ગેસ, એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી થઈ હતી.

નિફ્ટી 50 ઇન્ડેક્સના છ ઇન્ડેક્સમાં તેજી રહી હતી, જ્યારે પાંચ ઇન્ડેક્સ ઘટ્યા હતા. ઓટો અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ હતું. હેવી વેઇટ શેરો રિલાયન્સ અને ટીસીએસમાં નફારૂપી વેચવાલીથી એક ટકાથી વધુ તૂટ્યા હતા. જ્યારે તાતા સ્ટીલ અને એસબીઆઇમાં બે ટકાથી વધુની તેજી થઈ હતી.

વૈશ્વિક માર્કેટમાં ડાઉ જોન્સ 115 પોઇન્ટ વધ્યો હતો અનમે એસ એન્ડ પી 500 અને નેસ્ડેક નવા શિખરે બંદ રહ્યા હતા. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ જોવા મળ્યાં હતાં. ક્રૂડમાં રોશનેફ્ટની પર અમેરિકાએ પ્રતિબંધ મૂકતાં સપ્લાય ઘટવાની આશંકા હતા. વળી ચીનમાં કોરોના વાઇરસના નવા કેસમાં ઘટાડો થતાં ક્રૂડની માગમાં વધારો થવાની શક્યતા છે. જેથી ક્રૂડમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 59 ડોલર હતો.

 

સોનાના કિંમતો સાત વર્ષની ઊંચાઈએ : દસ ગ્રામના રૂ. 41,798

અમદાવાદઃ દેશમાં સોનાની કિંમતોમાં નવી ઊંચાઈએ પહોંચી હતી. સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો હતો. સોનાની વૈશ્વિક માગમાં સતત વધારો થતાં કિંમતોમાં વધારો થયો હતો. એમસીએક્સ પર એપ્રિલ સોનાનો વાયદો 0.5 ટકા વધીને 10 ગ્રામદીઠ 41,798એ પહોંચ્યો હતો. સોનાની વૈશ્વિક કિંમતોમાં વધારો થતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવ હાજરમાં સાત વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા.

બીજી બાજુ ચાંદીની કિંમતોમાં પણ વધારો થયો હતો. એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયદો 0.54 ટકા વધીને કિલોગ્રામદીઠ રૂ. 47,825એ પહોંચ્યો હતો.ચીનમાં કોરોના વાઇરસથી વધુ 349 જણનાં મોતના અહેવાલ આવ્યા હતા, જેથી કોરોના વાઇરસની વૈશ્વિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડવાની ધાસ્તીએ રોકાણકારોએ સાવધાની રૂપે સોનાની ખરીદદારી કરી હતી. આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમતો છ ટકા વધી છે. વૈશ્વિક માર્કેટ કોરોના વાઇરસની વ્યાપક નકારાત્મક અસર પડવાની દહેશત રાખી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની હાજરમાં કિંમત ઔંસદીઠ 1,610.43 ડોલર હતી. કેટલાક વિશ્લેષકો આગામી સપ્તાહોમાં સોનાની કિંમતો ઔંસદીઠ 1,650 ડોલર થવાની આગાહી કરતા હતા.

 

 

 

જ્યારે ‘ખુમાર’ના આ શો એ મુંબઈના પ્રેક્ષકોના મંત્રમુગ્ધ કર્યા

મુંબઈઃ ગયા અઠવાડિયે એટલે કે, 14 ફેબ્રુઆરી,2020 ના રોજ વેલેનેટાઇન્સ ડેની ઉજવણી અંગર્ગત જાણીતા કલાકાર બિપિન આર. પંડિતનો ‘ખુમાર’નો મ્યુઝિકલ કાર્યક્રમ બાંદરાના સેન્ટ એન્ડ્રુઝના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો. પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલો આ કાર્યક્રમ રોમેન્ટિક ગીતો માટેનો વેલેન્ટાઇન સ્પેશિયલ શો હતો. શોમાં અદાજે 800 કરતાં પણ વધુ પ્રેક્ષકો હાજર હતા.

બિપિનભાઇ કહે છે કે વેલેનટાઇન ડેએ શો યોજવો એમના માટે એક મોટો પડકાર હતો. એક તો વેલેન્ટાઇન ડે સપ્તાહના કામકાજના દિવસે હતો. વળી, આ ‘ખુમાર’ મ્યુઝિકલ કાર્યક્રમ મુંબઈના બાંદરાના સૌથી વધુ ગીચ વિસ્તારોમાંના એક વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.

ત્રીજું, આ કાર્યક્રમ સૌથી વ્યસ્ત સમય સાંજે 6.30 કલાકે હતો. એમાંય, આ સ્પેશિયલ દિવસે- ખાસ કરીને યુવા વર્ગ પોતાનું આગોતરું આયોજન પણ કરીને પોતપોતાની ખાનગી પાર્ટીઓમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે.

 

જોકે આ બધા વચ્ચે પડકારો પણ આ શો સુપરહિટ બની ગયો હતો અને બધા જ કલાકારોએ તેમની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં રમેશ નારાયણ, રાજ નાયક, શશિ સિંહા, કૌશિક રોય, કલ્પના રાવ, પાર્થ સિંહા, બોબી પવાર, અજય કાકર, રાણા બરુઆ, સત્યબ્રાતા, દેબ્રતા મુખરજી, અજય ચંદવાની, મિત્રજિત ભટ્ટાચાર્ય, મેઘા તાતા, પુનિથા ઓરમુઘમ, પ્રદીપ દ્વિવેદી, ધીરજ સિંહા, સંજીવ કોટનાલા, નવલ આહુજા જેવા ઉદ્યોગ જગતના માંધાતાઓ હાજર હતા.

બિપિનભાઈએ ઉમેર્યું હતું કે મુંબઈના મ્યુઝિકલ કાર્યક્રમની સફળતા એ જ છે કે એક સ્પોન્સર આગામી વર્ષે આ શો કોલ્હાપુરમાં યોજવા માટે સંમત થયા છે.

 

‘ખુમાર’ શબ્દ સાચા અર્થમાં કલાકારો માટે નેશનલ બ્રાન્ડ બની ચૂકી છે. ખાસ કરીને ઇન્દોર, ભોપાલ, પુણે, અમદાવાદ અને મુંબઈના કલાકારો માટે.

આ કાર્યક્રમમાં બિપીન પંડિતે ચિત્રલેખા માટે ખાસ એક ગુજરાતી ગીત ગાઈને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.