નવી દિલ્હીઃ ઉપહાર ઘટના મામલે પીડિતોની ક્યૂરિટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દિધી છે. ક્યૂરેટિવ અરજી ખુલ્લી કોર્ટમાં જેવી માંગને પણ ફગાવી દેવામાં આવી છે. આ વિચાર સીજેઆઈ બોબડે, જસ્ટિસ એન વી રમના અને જસ્ટિસ અરુણ મિશ્રી ચેમ્બરમાં કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગોપાલ અંસલની સજા વધારવાની માંગ પણ ફગાવી દિધી છે. દોષિત સુશીલ અંસલની ઉંમર અને બીમારીને લઈને સજા માફ કરવાનો નિર્ણય વિદ્યમાન રાખવામાં આવ્યો છે. હવે અંસલ બંધુ જેલ નહી જાય. સુપ્રીમ કોર્ટે ઉપહાર કેસને બીજીવાર ખોલવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરીનો આ નિર્ણય છે કે જે હવે આવ્યો છે.
પીડિતોએ સુપ્રીમ કોર્ટના 2016 ના તે આદેશ પર ક્યૂરેટિવ અરજી દાખલ કરી છે કે જેમાં પુનર્વિચાર અરજી પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી બાદ સુશીલ અંસલની ઉંમર અને બીમારીને લઈને જેલની સજાને માફ કરી દિધા છે. જ્યારે ગોપાલ અંસલની એક વર્ષની સજાને યથાવત રાખી છે. નવેમ્બર 2015 માં સુપ્રીમ કોર્ટે આ મામલે ગોપાલ અને સુશીલ અંસલને ત્રણ મહિનાની અંદર 30-30 કરોડ રુપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે ઉંમરના આધાર પર કહ્યું હતું કે, દંડ ના દેવાના મામલે 2 વર્ષની જેલની સજા આપવામાં આવશે. આ નિર્ણય બાદ ઉપહાર કાંડ પીડિત એસોસિએશનના પ્રમુખ નીલમ કૃષ્ણામૂર્તિ અને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.
ચેન્નાઈ – પીઢ અભિનેતા કમલ હાસનની આગામી નવી ફિલ્મ ‘ઈન્ડિયન 2’ના અહીં શૂટિંગ દરમિયાન ગઈ કાલે મોડી રાતે થયેલા અકસ્માતમાં એક વિશાળ ક્રેન તૂટી પડતાં ત્રણ સહાયક દિગ્દર્શકો માર્યા ગયા છે અને બીજાં 9 જણ ઘાયલ થયા છે.
આ શૂટિંગ ચેન્નાઈ નજીક ખાનગી સિનેમા સ્ટુડિયો ઈવીપી ફિલ્મસિટી ખાતે કરવામાં આવી રહ્યું છે.
કમલ હાસન તથા ફિલ્મના દિગ્દર્શક શંકરને કોઈ ઈજા થઈ નથી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
હાસને આ ઘટના અંગે અને પોતાના ત્રણ સહાયકોનાં મરણ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને એમણે ‘નિષ્ઠુર’ તરીકે ઓળખાવી છે. એમણે મૃતક સહયોગીઓનાં પરિવારજનો પ્રતિ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.
કમલ હાસને કહ્યું કે, ટ્વિટર પર તામિલ ભાષામાં જણાવ્યું છે કે મેં ઘણા અકસ્માતો સહન કર્યા છે, પણ આજનો અકસ્માત અત્યંત ગોઝારો હતો.
શૂટિંગ સ્થળે સેટ ઊભો કરવા માટે ક્રેનને ઉપયોગમાં લેવામાં આવી હતી ત્યારે એ આકસ્મિક રીતે પડી હતી, જેની નીચે દબાઈ જવાથી ત્રણ જણનાં મરણ નિપજ્યા અને બીજાં 9 જણ ઘાયલ થયા. એ બધા બેઠા હતા અને એમની પર ક્રેન પડી હતી.
મૃત્યુ પામેલાઓના નામ છેઃ ક્રિષ્ના (સહાયક દિગ્દર્શક, 34 વર્ષ), ચંદ્રન (આર્ટ આસિસ્ટન્ટ) અને મધુ (પ્રોડક્શન આસિસ્ટન્ટ, 29 વર્ષ).
‘ઈન્ડિયન 2’ ફિલ્મમાં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે કાજલ અગ્રવાલ, રકુલપ્રીત સિંહ, સિદ્ધાર્થ જેવા અન્ય કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2021ના આરંભમાં રિલીઝ કરાય એવી ધારણા છે. આ ફિલ્મ 1996માં આવેલી કમલ હાસનની એક્શન થ્રિલર ‘ઈન્ડિયન’ ફિલ્મની સીક્વલ છે.
નવી દિલ્હી: રિલાયન્સ જિયો અને તેની પ્રતિસ્પર્ધી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ ટેરિફ પ્લાનમાં ટ્રાન્સ્પરન્સીનો વિરોધ કર્યો છે. હકીકતમાં ત્રણેય કંપનીઓ ટ્રાઈના યૂઝર સ્પેસિફિક ટેરિફ પ્લાન પોતાની વેબસાઈટ પર પ્રદર્શિત કરવા નથી માગતી. કંપીઓનું કહેવું છે કે, હાલમાં ઓફર ન કરવામાં આવી રહ્યા હોય, પણ જૂના ગ્રાહકોને તેનો લાભ મળતો હોય તેવી ઓફર અને નવી ઓફરોને એક સાથે દર્શાવવાથી ગુંચવાડો ઊભો થશે. અને ગ્રાહકોની ફરિયાદમાં વધારો થશે.
મહત્વનું છે કે, ભૂતકાળમાં એરટેલ અને વોડાફોન આઈડિયા ટેરિફ પ્લાન્સમાં ટ્રાન્સ્પરન્સી મામલે જિયો સામે ટક્કર આપવા કેટલીક યૂઝર સ્પેસિફિક ઓફર રજૂ કરી હતી. આ કંપનીઓનું કહેવું હતું કે, કેટલીક ઓફરો, ખાસ કરીને ગ્રાહકોને જાળવી રાખવા અપાતી કાઉન્ટર-ઓફરો સ્પર્ધાત્મક લાભના રક્ષણ માટે જાહેર ન કરવી જોઈએ. તે સમયે રિલાયન્સ જિયો બધા પ્લાન કોમન પ્લેટફોર્મ પર જાહેર કરવા માટે લડી રહી હતી. અને તેમણે યૂઝર સ્પેસિફિક પ્લાન્સના સ્થાને પ્રમોશનલ ઓફર્સ લોન્ચ કરી હતી. જોકે, હવે આ ત્રણેય કંપનીઓ બધા ટેરિફ પ્લાન જાહેર કરવાની ટ્રાઈની પોલિસીનો વિરોધ કરી રહી છે.
ટ્રાઈને કરેલી રજૂઆતમાં જિયોએ કહ્યું છે કે, જૂના-નવા પ્લાન એકસાથે દર્શાવવાથી જે પ્લાન નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ નહીં હોય તેને લઈને ગ્રાહકોમાં ભ્રમ પેદા થશે અને ફરિયાદો વધશે. જિયોએ કહ્યું કે, બની શકે કે ગ્રાહકોને જૂનો પ્લાન પસંદ આવે અને તે ન મળવાને કારણે ઓથોરિટીને ફરિયાદ કરે.
ભારતી એરટેલે પણ કહ્યું કે, જે હાલમાં ઓફર નથી કરાઈ રહ્યા તેની સાથે બધા પ્લાન્સ દર્શાવવાથી ગ્રાહકો નારાજ થશે અને જે પ્લાન હાલ બંધ કરી દેવાયા છે, તેની પૂછપરછ માટે વધારે કોલ આવવાને પગલે ટેલ્કો કોલ-સેન્ટર્સની સર્વિસની ગુણવત્તા પર પ્રભાવ પડશે. વોડાફોન-આઈડિયાએ પણ આ બંનેનું સમર્થન કરતા કહ્યું કે, જે પ્લાન બંધ કરી દેવાયા છે, તેની માહિતી પબ્લિશ કરવાથી જગ્યા અને રૂપિયા બગડશે અને ગ્રાહકોમાં બિનજરૂરી નારાજગી ઉત્પન્ન થઈ શકે છે. જોકે આ મામલે ટ્રાઈ કેવું વલણ દાખવે છે એ આગામી સમયમાં જ ખબર પડશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રાઈ શરુઆતથી જ ટેલિકોમ કંપનીઓને તેમના ટેરિફ પ્લાનને લઈને પારદર્શિતા રાખલાની સલાહ આપતું આવ્યું છે. ટ્રાઈએ કંપનીઓને કહ્યું કે, તે તેમના તમામ પ્લાન્સને પોતાની વેબસાઈટ પર પબ્લિશ કરે. એ પ્લાન પછી પ્રોમોશનલ હોય કે પછી યૂઝર સ્પેસિફિક.
નવી દિલ્હી: બેજોડ તાકત સહિત અન્ય સુરક્ષા ફિચર્સથી સજ્જ એરફોર્સ વન વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલિના ટ્રમ્પને ભારત લાવવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પને અને તેમના પત્ની સાથે 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. એરફોર્સ વન બોઈંગ 747-200બી શ્રેણીનું વિમાન છે, જેમાં જરૂરીયાત અનુસાર ફેરફાર કરીને અત્યંત સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.
એરફોર્સ વનની વિશેષતાઓ
પ્લેન પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા લખ્યું છે. અમેરિકન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિની સીલની તસવીર આ વિમાનની ખાસ ઓળખ છે. એરફોર્સ વનની ખાસિયત એ છે કે તે બોઈંગ યાત્રી વિમાનથી બહાર હવામાં જ ઈંઘણ ભરી શકે છે. વિમાનમાં આપવામાં આવેલી ટેકનીક ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સથી બચાવવામાં સક્ષમ છે. વિમાનમાં અત્યાધુનિક સુરક્ષિત સંચાર ઉપકરણ આપવામાં આવ્યા છે. જે અમેરિકામાં હુમલો થાય તો વિમાનમાં મોબાઈલ કમાન્ડ સેન્ટરની જેમ કામ કરવાની સુવિધા આપે છે.
વિમાનમાં 4000 વર્ગ ફૂટની જગ્યા છે. રાષ્ટ્રપતિ અને તેમની સાથે પ્રવાસ કરનારા લોકોને ત્રણ લેવલમાં જગ્યા આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ માટે મોટો સુઈટ (રૂમ) પણ સામેલ છે, જેમાં મોટી ઓફિસ, ટોયલેટ અને કોન્ફરન્સ રૂમ છે. એરફોર્સ વનમાં એક ચિકિત્સા રૂમ પણ છે જે ઓપરેશન થિયેટરની જેમ કામ કરે છે તેમાં ડોક્ટર હંમેશા હાજર રહે છે. વિમાનમાં બે રસોડા છે જેમાં એક જ સમયે 100 વ્યક્તિનું ભોજન બનાવી શકાય છે.
એરફોર્સ વનમાં રાષ્ટ્રપતિ સાથે જતા લોકો માટે પણ રૂમ આપવામાં આવ્યા છે જેમાં વરિષ્ઠ સલાહકાર, ગુપ્ત સેવા અધિકારી સહિત અન્ય મહેમાનો સામેલ છે. અરફોર્સ વન એરક્રાફ્ટની મહત્તમ સ્પીડ 965 કિમી/કલાક છે. આ એરક્રાફ્ટ હથિયારો કવચથી સજ્જ હોય છે. તેમાં લાગેલા ઇલેક્ટ્રોનિક જામર દુશ્મનની મિસાઇલથી તેને બચાવે છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય,
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે,
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેમની સુરક્ષા-વ્યવસ્થા માટે યુદ્ધ સ્તરે તૈયારીઓ ચાલી રહી છે. તેમના ભારત પ્રવેશ પહેલાં ટ્રમ્પની વિશેષ કાર ‘ધ બિસ્ટ’ ભારતમાં આવી પહોંચી છે, જે વિશ્વની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ કાર ‘ધ બિસ્ટ’ ઇમર્જન્સી પરિસ્થિતિ ઊભી થાય તો અત્યાધુનિક સુવિધાઓ અને હથિયારોથી સુસજ્જ છે. ટ્રમ્પના આગમન પહેલાં અમેરિકી એરફોર્સના વિશેષ વિમાનથી ‘ધ બિસ્ટ’ કાર અમદાવાદ પહોંચી છે. આ કાર જ્યાંથી પણ નીકળી હતી, એ સોશિયલ મિડિયાથી માંડીને ન્યૂઝ ચેનલો અને ન્યૂઝપેપરોમાં છવાઈ ગઈ હતી. લોકો આ કારને જોઈને દંગ રહી ગયા હતા.અમેરિકી રાષ્ટ્રપતિની કાર ‘ધ બિસ્ટ’ને હાલ વિશેષ સુરક્ષામાં રાખવામાં આવી છે. ટ્રમ્પ દંપતી જેવાં અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે કે તેવાં આ કારમાં પ્રવાસ કરશે. વળી આ કારનો ડ્રાઇવર પણ એક કમાન્ડો હોય છે.
‘ધ બિસ્ટ’ કારની ખાસિયતો
‘ધ બિસ્ટ’ કારની આગળપાછળ 14 કારો ચાલે છે. ‘ધ બિસ્ટ’ કાર હાલતું ચાલતું બન્કર છે. ચાર વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ લિમોઝિન કારને ડિઝાઇન કરવામાં આવી હતી. ટ્રમ્પ જ્યારે પણ બીજા દેશોની મુલાકાત લે છે ત્યારે આ કારનો જ ઉપયોગ કરે છે.
કોઈ પણ હુમલો બેઅસર
વિશ્વના સૌથી શક્તિશાળી નેતા હોવાને કારણે અમેરિકી રાષ્ટ્રપતિ પર કેટલાય પ્રકારના આંતરરાષ્ટ્રીય જોખમ ઝળૂંબતા હોય છે. આમાં માત્ર આતંકવાદ નહીં પણ અન્ય કેટલાક દેશોના જોખમ પણ હોય છે. જેથી ‘ધ બિસ્ટ’ને એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે કોઈ પણ હુમલાને બેઅસર કરવા માટે સક્ષમ હોય છે. આ કાર પર ગોળીની અને બોમ્બની અસર પણ નથી થતી. આ કાર દરેક પ્રકારના કેમિકલ અટેકનો સામનો પણ કરી શકે છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા ગેટ લોનમાં આયોજિત હુનર હાટ જોવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને પોતાની સાથે જોઈને ત્યાં ઉપસ્થિત કારીગર અને સામાન્ય માણસોનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. હાટનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નક્વી અને હરદીપ પુરીએ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ત્યાં લાગેલા સ્ટોલ્સની મુલાકાત લીધી અને કારીગરો તેમજ સામાન્ય લોકો સાથે વાતો કરી હતી. આ દરમિયાન તેમણે કુલડી વાળી ચા અને લીટ્ટી ચોખાનો આસ્વાદ માણ્યો હતો. વડાપ્રધાન મોદી અહીંયા આવવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવી દેવામાં આવી હતી. જો કે, સામાન્ય લોકોને તેમની સાથે વાત કરતા નહોતા રોકવામાં આવ્યા. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી નક્વી પણ ઉપસ્થિત હતા.
“કૌશલ કો કામ” જેવી થીમ પર આધારિત આ હાટમાં દેશભરમાંથી શિલ્પકારો, કારીગરો અને શેફ્સ ભાગ લઈ રહ્યા છે. આમાં 50 ટકાથી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં હુનર હાટના માધ્યમથી આશરે 3 લાખ ક્રાફ્ટમેન, શિલ્પકારો અને શેફ્સને રોજગાર ઉપ્લબ્ધ કરાવવામાં આવ્યા છે. અહીંયા 250 થી વધારે સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હુનર હાટનું આયોજન અત્યાર સુધીમાં દિલ્હી સિવાય મુંબઈ, પ્રયાગરાજ, લખનઉ, જયપુર, અમદાવાદ, હૈદરાબાદ, અને ઈન્દોરમાં થઈ ચૂક્યું છે.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ વચ્ચે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીરો અનુસાર તેલંગાણાના કોન્નય ગામમાં મોદી ભક્ત નહી પણ અનોખો ટ્રમ્પ ભક્ત સામે આવ્યો છે.
તેલંગાણાના કોન્નય ગામમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અનોખો પ્રશંસક રહે છે.ટ્રમ્પના પ્રશંસકનું નામ બુસા કૃષ્ણા છે અને તેને ટ્રમ્પની મૂર્તિ બનાવી છે.તે દરરોજ ટ્રમ્પની પૂજા કરે છે તો શુક્રવારે તેમના લાંબા આયુષ્ય માટે વ્રત પણ કરે છે.ટ્રમ્પની પૂજા બાદ ગામ લોકો બુસાને ‘ટ્રમ્પ કૃષ્ણા’ કહે છે.તો કૃષ્ણાના ઘરનું નામ પણ લોકોએ ‘ટ્રમ્પ હાઉસ’રાખ્યું છે. ભારત પ્રવાસ દરમ્યાન ટ્રમ્પને મળવા માટે બુસા કૃષ્ણાએ મોદી સરકારને અપીલ કરી છે.
કૃષ્ણા કહે છે કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી જ આસ્થા રાખું છું જેવી મારો પરિવાર ભગવાન શિવ પ્રત્યે આસ્થા રાખે છે. કૃષ્ણા દરરોજ ટ્રમ્પની પૂજા કરે છે. તેઓ દરરોજ દૂધથી તેમનો અભિષેક કરે છે અને મૂર્તિને પગે પણ લાગે છે. અહીં એક ટિન શેડની નીચે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. કૃષ્ણા ખૂબ જ ખૂશ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. તેમનું ઘર હૈદરાબાદથી 120 કિલોમીટર દૂર જનગાંવ જિલ્લામાં આવેલું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કૃષ્ણાની એક તસવીરમાં તે ટ્રમ્પને કીસ કરીને ટ્રમ્પ પરનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. મૂર્તિના ચારેય તરફની દિવાલ પર અંગ્રેજીમાં ટ્રમ્પનું નામ લખેલું છે. તેમજ બીજી તરફ એક પોસ્ટર લગાવેલું છે જેમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની તસવીર લાગેલી છે જેમાં લખ્યું છે કે – વેલકમ ટૂ ઈન્ડિયા. કૃષ્ણાએ પોતાની ખાસ વસ્તુઓમાં પણ ટ્રમ્પની તસવીર લગાવેલી છે. તેણે પોતાના મોબાઈલના કવર પર પણ ટ્રમ્પની તસવીર લગાવી છે.