નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે સોશિયલ મિડિયામાં અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના એક સુરક્ષા અધિકારીની સામે કાર્યવાહી કરતા તેન પદચ્યુત કરવામાં આવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં રાજ્યસભાના ઉપનિર્દેશક (સુરક્ષા) ઉરજુલ હસનને રાજકીય તટસ્થતા નહીં રાખવા બદલ અને નિયમોનું પાલન નહીં કરવા બદલ પદચ્યુત કરવામાં આવ્યો હતો. હસન સામે આ મામલે નોંધાયેલી ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ પછી તેને નિલંબિત કરવામાં આવ્યો હતો.
હસનની સામે રાજકીય ગતિવિધિઓથી સંકળાયેલી કેટલીક પોસ્ટ સોશિયલ મિડિયામાં ફરતી પર કરવાનો આરોપ છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નિયમો હેઠળ કાર્યવાહી કરતમાં હસનને પાંચ વર્ષ માટે નિમ્ન શ્રેણી (લોઅર ગ્રેડ)ના સુરક્ષા અધિકારી તરીકે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમયગાળામાં તેને પગારમાં વાર્ષિક વધારાના લાભથી વંચિત રહેવું પડશે.
હસને વડા પ્રધાન સિવાય કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યોના મુખ્ય પ્રધાનોની સામે સોશિયલ મિડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ છે. આ મામલામાં હસનની સામે રાઝ્યસભા સેવા નિયમ 1957 અને કેન્દ્રીય લોક સેવા (આચરણ) નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
અમૃતસરઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીના શાહીનબાગમાં આશરે બે મહિનાથી આ કાયદાને પાછો લેવાની માંગને લઈને ધરણા પ્રદર્શનો થઈ રહ્યા છે. વિપક્ષી દળોનો આરોપ છે કે, આ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું તાજેતરના સંશોધન મુસ્લિમો વિરુદ્ધ છે. વિપક્ષી દળોની સાથે-સાથે હવે ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. SAD ના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ગુરુવારના રોજ અમૃતસરમાં એક રેલી કરી હતી. તેમણે રેલીમાં કહ્યું કે, સરકારને ધર્મના આધાર પર કોઈનો પક્ષ ન લેવો જોઈએ. સરકારને તમામ ધાર્મિક સંપ્રદાયો વચ્ચે એકતાનું આહ્વાન કરવું જોઈએ.
પ્રકાશ સિંહ બાદલે કહ્યું કે, આ ગંભીર ચિંતાનો વિષય છે કે, દેશમાં વર્તમાન સ્થિતિ ખરાબ છે. તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. જો કોઈ સરકાર સફળ સફળ થવા ઈચ્છે છે તો, તેણે અલ્પસંખ્યકોનો સાથ લેવો પડશે. આમાં હિંદૂ, મુસ્લિમ, શિખ અને ઈસાઈ તમામ હોવા જોઈએ. તેમને એવું અનુભવાવું જોઈએ કે, તેઓ તમામ એક પરિવારનો ભાગ છે. તેમણે એકબીજાને ગળે લગાવવા જોઈએ અને નફરતના બીજ ન વાવવા જોઈએ.
તેમણે કહ્યું કે, આપણા સંવિધાનમાં લખ્યું છે કે, આપણા દેશમાં ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક શાસન હશે. ધર્મનિરપેક્ષતાના પવિત્ર સિદ્ધાંતોથી કોઈ વિચલન માત્ર આપણા દેશને કમજોર કરશે. સત્તામાં રહેનારા લોકોને એકજુટ થઈને અને એક ધર્મનિરપેક્ષ લોકતંત્રના રુપમાં ભારતના રક્ષણ માટે અથાગ પ્રયત્નો કરવા જોઈએ.
લંડન – શરાબના વ્યાપારી વિજય માલ્યાએ ભારતની બેન્કોને ફરીથી કહ્યું છે કે એણે લોન પેટે ચૂકવવાની નીકળતી પૂરેપૂરી મૂળ રકમ તેઓ એની પાસેથી લઈ લે. માલ્યાએ આ વિનંતી ગુરુવારે બ્રિટિશ હાઈકોર્ટમાં ત્રણ-દિવસની અપીલ-કાર્યવાહીના અંત ભાગમાં કરી હતી.
બ્રિટનમાં માલ્યા સામે ભારત સરકારે કરેલા પ્રત્યાર્પણ કેસમાં કાર્યવાહી ચાલી રહી છે.
64 વર્ષીય અને કિંગફિશર એરલાઈન્સના ભૂતપૂર્વ માલિક માલ્યા પર આરોપ છે કે એ ભારતની બેન્કો પાસેથી રૂ. 9000 કરોડની લોન લઈને ભારતમાંથી ફરાર થઈ ગયો છે. ભારતની બેન્કો સાથે છેતરપિંડી કરવાનો અને મની લોન્ડરિંગનો એની પર આરોપ છે.
ગઈ કાલે રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસની બહાર માલ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘મેં ભારતીય બેન્કોને બે હાથ જોડીને વિનંતી કરી કે તમે તમારી મૂળ રકમ પૂરેપૂરી તાત્કાલિક પાછી લઈ લો.’
માલ્યાએ ગઈ કાલે કોર્ટને કહ્યું હતું કે, ‘એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) બંને કેન્દ્રીય એજન્સી મારી સંપત્તિ માટે ઝઘડે છે અને આ કાર્યવાહીમાં પોતાની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરતા નથી.’
માલ્યાએ કહ્યું કે, ‘હું લોનની રકમ ચૂકવતો નથી એવી બેન્કોએ ફરિયાદ કર્યા બાદ ઈડી એજન્સીએ મારી સંપત્તિને ટાંચ મારી છે. મેં ભારતના પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એવો કોઈ ગુનો નથી કર્યો કે જેને કારણે ઈડી એજન્સીએ મારી સંપત્તિને ટાંચ મારવી પડે.’
‘હું બેન્કોને કહું છું કે મહેરબાની કરીને તમારા પૈસા પાછા લઈ લો. ઈડી એજન્સી ના પાડે છે એ કહે છે કે સંપત્તિ પર એનો દાવો છે. આમ, એક તરફ ઈડી છે અને બીજી બાજુ બેન્કો છે, જેઓ મારી એક જ સંપત્તિ માટે આપસમાં ઝઘડે છે.’
ભારત પાછા ફરવા વિશે માલ્યાએ કહ્યું કે, ‘જ્યાં મારો પરિવાર રહે છે, જ્યાં મારા વ્યાપારી હિતો છે ત્યાં મારે જવું જોઈએ. જો સીબીઆઈ અને ઈડી અધિકારીઓ યોગ્ય રીતે વર્તે તો વાત બને. છેલ્લા ચાર વર્ષથી તેઓ મારી સાથે યોગ્ય રીતે વર્તતા નથી.’
માલ્યાની દલીલોને બે જજની બેન્ચે સાંભળી હતી – લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઈરવીન અને જસ્ટિસ એલિઝાબેથ લેઈંગ. હવે તેઓ કોઈક તારીખે પોતાનો ચુકાદો આપશે.
ભારતે કરેલા પ્રત્યાર્પણના કેસમાં માલ્યા હાલ જામીન પર છૂટ્યો છે. એને કોર્ટમાં કાર્યવાહી દરમિયાન હાજર રહેવાનું ફરજિયાત નથી કરાયું, તે છતાં કાર્યવાહી જોવા માટે એ ત્રણેય દિવસ હાજર રહ્યો હતો.
મુંબઈ – બોલીવૂડ કલાકારો અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેઓ લગ્ન કરી રહ્યાં છે એવા અમુક અખબારી અહેવાલોને આજે રદિયો આપ્યો છે. અમૃતસરમાં જન્મેલી અને મુંબઈમાં ભણેલી રિચાએ કટાક્ષમાં કહ્યું કે હવે મિડિયા અમને અમારા ન જન્મેલા બાળકોનાં નામ પણ જણાવી દે.
અલી ફઝલે તો ચોખ્ખા શબ્દોમાં પ્રત્યાઘાત વ્યક્ત કર્યા છે. એણે કહ્યું કે, અરે જરાય નહીં. આ વાત ખોટી છે. લોકો સાવ બેરોજગાર થઈ ગયા છે. મને ખબર પડતી નથી કે આવી વાતો કોણ ફેલાવે છે. મને સવારથી ફોન પર ફોન આવ્યા કરે છે.
અલી ફઝલ હાલ એક અંગ્રેજી ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને બ્રિટનમાંથી પાછો ફર્યો છે.
અહેવાલો અનુસાર, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીનાં જીવન પરથી એક હિન્દી ફિલ્મ બનવાની છે જેમાં રિચા ચઢ્ઢા માયાવતીનો રોલ કરશે. એ ગયા જાન્યુઆરીમાં જ રિલીઝ થયેલી ‘પંગા’ ફિલ્મમાં જોવા મળી હતી જેમાં એણે કબડ્ડી ખેલાડી-કોચનો રોલ કર્યો છે.
રિચા અને અલી ફઝલ ઘણા વખતથી એકબીજાનાં પાર્ટનર તરીકે જાહેરમાં દેખાતા રહ્યાં છે.
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે
બેંગલુરુ/લંડન – બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો કર્યા છે અને ભારતીય મૂળના રિશી સુનકને નાણાં પ્રધાન બનાવ્યા છે.
રિશી સુનક જગવિખ્યાત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં જમાઈ છે.
રિશી સુનક બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. તેઓ પાકિસ્તાની મૂળના નાણાં પ્રધાન સાજિદ જાવિદના અનુગામી બન્યા છે. જાવિદને બ્રેક્ઝિટ મામલે વડા પ્રધાન જોન્સન સાથે મતભેદ થયા છે અને એમણે પોતે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
સાજિદ જાવિદ
સુનક 39 વર્ષના છે અને નારાયણ મૂર્તિના પુત્રી અક્ષતાને પરણ્યા છે. દંપતીને બે પુત્રી છે – ક્રિષ્ના અને અનુષ્કા.
સુનક 2019ના જુલાઈથી નાણાં સચિવ તરીકે સેવા બજાવી રહ્યા છે.
બ્રિટનમાં જોન્સન સરકારનું બજેટ રજૂ થવાને આરે છે ત્યારે સુનકની નાણાં પ્રધાન પદે નિમણૂક કરવામાં આવી છે.
બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન (ડાબે) અને રિશી સુનક
બોરીસ જોન્સને ભારતીય મૂળનાં ત્રણ સંસદસભ્યોને એમની કેબિનેટમાં મહત્ત્વના ખાતા આપ્યા છે. અન્ય બે પ્રધાન છે – પ્રીતિ પટેલ (ગૃહ પ્રધાન) અને આલોક શર્મા (બિઝનેસ પ્રધાન). પ્રીતિ પટેલ 47 વર્ષીય છે અને આલોક શર્મા 51 વર્ષના છે, તે મૂળ આગરાના છે. પ્રીતિ પટેલે જોકે એમનું ગૃહ મંત્રાલય જાળવી રાખ્યું છે.
પ્રીતિ પટેલ (ગૃહ પ્રધાન) અને આલોક શર્મા (બિઝનેસ પ્રધાન).
બ્રિટનમાં ગયા વર્ષના ડિસેંબરમાં થયેલી સંસદીય ચૂંટણીમાં ભારતીય મૂળના 15 સભ્યો સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા.
કોણ છે રિશી સુનક?
રિશી સુનક બ્રિટનમાં જન્મયા છે અને ગયા વર્ષે રિચમંડ (યોર્ક્સ) બેઠક પરથી બીજી વાર સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા.
હાલ એ સરકારમાં નાયબ પ્રધાન છે. એ પહેલાં 2018માં એમને આવાસ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
રિશી સુનકના પિતા ડોક્ટર હતા અને માતા ફાર્મેસીની દુકાન ચલાવતા હતા.
બ્રિટનમાં બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચનાર રિશી સુનક પહેલા જ ભારતીય મૂળના સંસદસભ્ય છે.
રિશી સુનકના માતા-પિતા એમનાં દાદા-દાદીની સાથે ભારતમાંથી બ્રિટનમાં આવીને વસ્યાં હતાં. રિશીનો જન્મ 1980માં હેમ્પશાયરના સાઉથહેમ્પટનમાં થયો હતો.
રિશી સુનકે એમનું સ્કૂલ શિક્ષણ વિન્ચેસ્ટરમાં કર્યું હતું. ત્યારબાદ એમણે ઓક્સફર્ડમાંથી ફિલોસોફી, પોલિટીક્સ અને ઈકોનોમિક્સમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ ડિગ્રી પણ હાંસલ કરી છે