
ક્રિસ્પી ચિઝી પરાઠા
આ ચિઝી પરોઠા ક્રિસ્પી હોવાને લીધે બાળકોને ઘણાં ભાવશે!
સામગ્રીઃ ઘઉંનો લોટ 1 કપ, ઝીણો રવો 2 ટે.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, જીરૂ ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, તેલ 2 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
પૂરણ માટેઃ કાંદા 2, બાફેલા બટેટા, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન, ગરમ મસાલો ¼ ટી.સ્પૂન, ધાણાજીરૂ ½ ટી.સ્પૂન, ચાટ મસાલો ½ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, જીરૂ ¼ ટી.સ્પૂન, વરિયાળી ¼ ટી.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન, રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, કાળા તલ પરાઠાની ઉપર લગાડવા માટે, ચીઝ ક્યુબ 3
રીતઃ ઘઉંના લોટમાં રવો, અજમો, જીરૂ, સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ, સમારેલી કોથમીર, મોણ માટેનું તેલ મેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ તેનો લોટ બાંધીને 10 મિનિટ ઢાંકીને રાખો.
કાંદાને લાંબી પાતળી સ્લાઈસમાં સમારી લો.
બટેટાને છીણી લો. તેમાં કાળા મરી પાઉડર, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરૂ, ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર ઉમેરીને સરખાં મિક્સ કરી દો. ચીઝ ક્યુબને ઝીણાં ચોરસ ટુકડામાં સમારીને તેમાં મેળવી દો.
એક પેનમાં તેલ ગરમ કરી જીરૂ તેમજ વરિયાળીનો વઘાર કરીને તરત કાંદાની સ્લાઈસ ઉમેરીને 2-3 મિનિટ સાંતળીને તે નરમ થાય એટલે બટેટાવાળું પૂરણ તેમાં 1-2 મિનિટ સાંતળીને એક થાળીમાં કાઢીને ઠંડું કરવા મૂકો.
ગેસ ઉપર તવો ગરમ કરવા મૂકો.
લોટમાંથી મોટી સાઈઝના લૂવા કરી લો. એક લૂવો લઈ તેની ઉપર થોડા કાળા તલ દાબીને લગાડી દો. કાળા તલવાળો ભાગ નીચે આવે તે રીતે પરોઠું વણીને ચપ્પૂ વડે તેને ચોરસ આકારમાં કટ કરી લો. પરોઠાની વચ્ચે 1-2 ટે.સ્પૂન જેટલું પૂરણ ભરીને પરોઠાની ચારે કોરને વાળીને પેક કરી લો. વેલણ વડે હલકા હાથે પરોઠું ચોરસ રહે તે રીતે વણીને તવામાં નાખી ઘી વડે શેકી લો. ગેસની આંચ મધ્યમ રાખવી.
આ જ રીતે બધા પરોઠા શેકી લીધા બાદ તે લીલી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક લિમિટેડનો IPO 31 જુલાઈએ ખૂલશે
મુંબઈઃ ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક લિમિટેડ, જે દેશના ઝડપથી વિકસતા હાઇબ્રિડ એજટેક પ્લેટફોર્મ્સમાંની એક છે અને K-12 શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, પ્રોફેશનલ અપસ્કિલિંગ તેમ જ AI/ML લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, કંપનીએ તેના પ્રારંભિક જાહેર ઇશ્યુ (IPO)ની જાહેરાત કરી છે. આ ઇશ્યુ શુક્રવાર, 31 જુલાઈ, 2026એ ખૂલશે અને મંગળવાર, ચોથી ઓગસ્ટે બંધ થશે. એન્કર રોકાણકારો માટે બિડ/ઇશ્યુ અવધિ ગુરુવાર, 30 જુલાઈથી શરૂ થશે, જે ઇશ્યુ ખૂલવાના એક કાર્યકારી દિવસ પહેલાં છે.
આ પ્રારંભિક જાહેર ઇશ્યુમાં 19,89,400 સુધીના નવા ઇક્વિટી શેરો તેમ જ 4,65,800 સુધીના ઇક્વિટી શેરોના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. આમ કુલ 24,55,200 ઇક્વિટી શેરો, દરેકની ફેસ વેલ્યુ રૂ. 10ની ઇશ્યુ હેઠળ ઓફર કરવામાં આવશે.
કંપનીની પ્રતિ ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 151થી રૂ. 159 રાખવામાં આવી છે. કંપનીના શેરો માટે લઘુતમ બિડ લોટ 1600 ઇક્વિટી શેર અને ત્યાર બાદ 800 ઇક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરી શકાશે. ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુના 15.10 ગણો છે અને કેપ પ્રાઇસ ફેસ વેલ્યુના 15.90 ગણો છે.
🚨 Upcoming SME IPO Alert
🔔 Fusion Klassroom Edutech Limited IPO 🚀
🗓 IPO Dates: 31 July – 04 Aug 2026
💰 Price Band: ₹151 – ₹159
💹 IPO Size: ₹ 39.04 Cr
🔔 Allotment: 05 Aug 26
📆 Listing: 07 Aug 26
📢 GMP: ₹ 0#ipotrend #fusionklassroomedutechipo #fusionklassroomedutech pic.twitter.com/yBfeDMxi54— IPO TREND (@ipo_trend_) July 23, 2026
કંપનીના ઇશ્યુમાંથી પ્રાપ્ત થનારી નેટ પ્રોસીડ્સ (Net Proceeds)નો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા કેટલાંક બાકી રહેલાં ઋણોના સંપૂર્ણ અથવા આંશિક પૂર્વ ચુકવણી/ચુકવણી, ટેક્નોલોજી અને AI/ML મોડલ ડેવલપમેન્ટ, સર્વર્સ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે મૂડીખર્ચ, નવા ઓફલાઇન સેન્ટર્સની AI/ML લેબ્સ માટે ડેસ્કટોપ અને લેપટોપની ખરીદી માટે મૂડી ખર્ચ, માર્કેટિંગ પહેલો પર ખર્ચ તેમ જ અજ્ઞાત અધિગ્રહણો (Unidentified Acquisitions) દ્વારા ઇનોર્ગેનિક વૃદ્ધિ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે (સામૂહિક રીતે “ઓબ્જેક્ટ્સ” તરીકે ઓળખવામાં આવે છે). આ ઇશ્યુ માટેના ર્નોલિયા ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે અને મા શીતલા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુના રજિસ્ટ્રાર છે. કંપનીના ઇક્વિટી શેરોને BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક લિમિટેડ વિશે
2016માં સ્થાપિત ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક લિમિટેડ એક એજ્યુકેશન ટેક્નોલોજી કંપની છે, જે સમગ્ર ભારતમાં શૈક્ષણિક અભ્યાસ, લર્નિંગ અને સ્કિલ ટ્રેનિંગ પ્રદાન કરવા પર કેન્દ્રિત છે.
ફ્યુઝન ક્લાસરૂમ પાસે છ લાખથી વધુ નોંધાયેલા યુઝર્સ, બે લાખથી વધુ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ છે અને 100થી વધુ કોર્સીસ ધરાવતી લાઇબ્રેરી ઉપલબ્ધ છે, જેમાં 3300 કલાકથી વધુનું પ્રોપ્રાયટરી ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ સામેલ છે. કંપની AI આધારિત લર્નિંગ ટેક્નોલોજી, બહુભાષી કન્ટેન્ટ, નવા ઓફલાઇન લર્નિંગ સેન્ટર્સ તથા AI અને ML લેબ્સમાં સતત રોકાણ કરી રહી છે.
સંયમે 10મી એર પિસ્ટોલમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
હાંગઝોઉઃ શુક્રવારે ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપ 2026માં સંયમે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે પ્રથમ મેડલ મેળવ્યો હતો. 22 વર્ષની ભારતીય શૂટરે કુલ 243.4 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તે ગોલ્ડ મેડલથી માત્ર 0.2 પોઈન્ટ પાછળ રહી ગઈ હતી. હાંગઝોઉમાં મળેલો આ સિલ્વર મેડલ સંયમનો બીજો ISSF વર્લ્ડ કપ મેડલ છે. આ પહેલાં તેણે કતારના દોહામાં યોજાયેલા 2025 ISSF વર્લ્ડ કપ ફાઈનલ્સમાં પણ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ચીનની યાઓએ જીત્યો ગોલ્ડ
ચીનની યાઓ કિયાનશુને 243.6 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઈરાનની ઓલિમ્પિયન હાનિયા રોસ્ટામિયને 221.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ISSF વર્લ્ડ કપમાં અનેક વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી ભારતની સુરુચિ સિંહ ફાઈનલમાં 137.6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સંયમે 579-17x સ્કોર સાથે 10મું સ્થાન મેળવ્યું હતું. જોકે તે ફાઈનલમાં પહોંચી શકી, કારણ કે તેની આગળ રહેલા બે શૂટરો—જેમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર પણ સામેલ હતી—માત્ર રેન્કિંગ પોઈન્ટ્સ ઓન્લી (RPO) માટે રમ્યા હતા, તેથી તેઓ ફાઈનલ માટે પાત્ર નહોતાં.
चीन के हांगझाऊ में आयोजित निशानेबाज़ी विश्व कप में संयम ने 10m एयर पिस्टल इवेंट में रजत पदक जीतकर पूरे देश को गौरवान्वित किया है।
मोदी सरकार के दूरदर्शी नेतृत्व में ‘खेलो इंडिया’ के सशक्त प्लेटफॉर्म से निखरकर सामने आ रही यह प्रतिभाएँ साबित कर रही हैं कि भारत का खेल भविष्य कितना… pic.twitter.com/0hZjggsSmj
— Pankaj Chaudhary (@mppchaudhary) July 24, 2026
મનુ ભાકરે ક્વોલિફિકેશનમાં 582-12x સ્કોર સાથે ભારતીય દળમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું અને કુલ ચોથા સ્થાને રહી. જ્યારે સુરુચિ સિંહ 579-20x સ્કોર સાથે નવમા સ્થાને રહી. ઈશા સિંહ (577-22x) અને લક્ષિતા (572-14x) અનુક્રમે 13મા અને 36મા સ્થાને રહી હતી.
પુરુષોની સ્પર્ધામાં કેવું રહ્યું પ્રદર્શન?
પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં કોઈપણ ભારતીય શૂટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યો નહોતો. હાંગઝોઉમાં યોજાતી આ શૂટિંગ સ્પર્ધા એક સંયુક્ત ISSF વર્લ્ડ કપ છે, જેમાં રાઇફલ, પિસ્ટલ અને શોટગન શૂટરો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા આગામી મંગળવારે પૂર્ણ થશે.
ગણદેવીના ભાટ ગામમાં ફસાયેલા 33 શ્રમિકોને એરલિફ્ટ કરાયા
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી, વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે નવસારીમાં ગણદેવીના મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલાં 33 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. વરસાદની વિકટ પરિસ્થિતિમાં રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નવસારીમાં 33ને એરલિફ્ટ કરાયા
ગણદેવીના મેંધર ભાટ ગામે છેલ્લા 18 કલાકથી ફસાયેલાં મજૂરોની મદદે કોષ્ટ ગાર્ડની ટીમ પહોંચી હતી. આમ, મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલાં 33 લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફસાયેલાં મજૂરોએ વીડિયો મારફતે મદદ માગી હતી. કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા નવસારી, વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વધુમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા 38,653 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5,547 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં NDRF અને SDRFની 49 ટીમો તૈનાત કરાઈ છે. અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ભારતીય સેનાની 2-2 ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.
ત્રણ માગ સાથે CJPનું અલ્ટિમેટમઃ બે પર સરકારનું પોઝિટિવ વલણ
નવી દિલ્હીઃ નીટ પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરતી કોક્રોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે ચર્ચા થઈ છે. નવી દિલ્હીના વિઠ્ઠલ હાઉસમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે CJPના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં CJP તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ ફરીથી પોતાની ત્રણ મુખ્ય માગ રજૂ કરી, જે તેઓ અગાઉ પણ અનેક વખત રજૂ કરી ચૂક્યા છે.
આ બેઠક દરમિયાન તેમણે ફરી માંગ કરી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાય. એ ઉપરાંત, નીટ પેપર લીકથી આઘાત પામી આત્મહત્યા કરનાર 20થી વધુ લોકોના પરિવારજનોને વળતર આપવામાં આવે. ત્રીજી માગણી મુજબ આંદોલન કરનારા લોકો સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરવામાં આવે અને જેમની સામે કેસ નોંધાયા હોય તે પાછા ખેંચી લેવામાં આવે.
सरकार से बातचीत के बाद:–
“केंद्र सरकार ने मृतक छात्रों के परिजनों को मुआवजा देने और प्रदर्शनकारियों के खिलाफ दर्ज FIR वापस लेने की सहमति जताई है,
लेकिन हमें धर्मेंद्र प्रधान के इस्तीफे से कम कुछ मंजूर नहीं है। इस पर विचार करने के लिए हमने सरकार को 24 घंटे का वक्त दिया है”…
— Cockroach Janta Party (@CJP_for_India) July 24, 2026
સૂત્રોના જણાવ્યાનુસાર સરકાર બીજી અને ત્રીજી માગ સ્વીકારવા તૈયાર છે, પરંતુ પ્રથમ માગ અંગે હજુ સુધી સહમત નથી. CJPના પ્રતિનિધિઓએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની માગ કરી હતી, પરંતુ સરકાર હાલ તેના પક્ષમાં દેખાતી નથી.
બીજી બાજુ, શુક્રવારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પેપર લીક વિધેયક સુધારાને મંજૂરી આપવામાં આવી છે. આ કાયદા હેઠળ પેપર લીક માફિયાઓ સામે કડક જોગવાઈઓ કરવામાં આવશે. આમાં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટને કાનૂની આધાર આપવામાં આવશે. એ સાથે જ ફાસ્ટ ટ્રેક કોર્ટને ત્રણ મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપવાનો નિર્દેશ આપવામાં આવશે. આ ઉપરાંત પેપર લીકના ગુનામાં 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવશે.
પેપર લીક પર સુપ્રીમ કોર્ટેનું કડક વલણ,કહ્યું -‘આપણે ભૂલોના આ ચક્રનો અંત લાવવો પડશે’
સુપ્રીમ કોર્ટે આજે NEET પેપર લીક સંબંધિત અરજીઓ પર સુનાવણી કરી. આ અરજીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર પ્રશ્નો ઉભા કરે છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે ભૂલોના આ ચક્રનો અંત લાવવો જોઈએ.

પેપર લીકના કારણે દેશભરમાં હોબાળો મચી ગયો છે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિરોધ પક્ષો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે NEET-UG 2026 પેપર લીક સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે ભૂલોના ચક્રને સમાપ્ત કરવું જોઈએ. આ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે તે અનેક પગલાં લઈ રહી છે.
અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી?
સુપ્રીમ કોર્ટે આજે NEET-UG 2026 પરીક્ષા લીક સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી હાથ ધરી છે. અરજીમાં આ પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારનું કહેવું છે કે કોર્ટે ભારત સરકારને NTA બદલવા અથવા સંપૂર્ણપણે નવી અને વધુ સુરક્ષિત સિસ્ટમ બનાવવાનો નિર્દેશ આપવો જોઈએ. નવી સંસ્થા એવી હોવી જોઈએ કે તે તકનીકી રીતે મજબૂત, વધુ સુરક્ષિત અને સ્વતંત્ર રીતે કાર્ય કરે. અરજદારોની માંગ છે કે કોર્ટ સીબીઆઈને પેપર લીક અંગે તેની તપાસ અંગે ચાર અઠવાડિયામાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપે.
આખું વર્ષ આ બાબત પર નજર રાખશે – સુપ્રીમ કોર્ટ
NEET UG પેપર લીક કેસની તપાસ પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે તેના પર નજર રાખશે. કેન્દ્ર સરકાર વિગતવાર એફિડેવિટ ફાઇલ કરશે. એફિડેવિટમાં ભવિષ્યમાં પેપર લીકને રોકવા માટેની દરખાસ્તો વિશે માહિતી હશે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેન્દ્રની એફિડેવિટ આવ્યા બાદ સ્થિતિ જોવા મળશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આખા વર્ષ દરમિયાન આ કેસ પર નજર રાખશે અને તેનું ફોલોઅપ કરશે. કોર્ટે કહ્યું કે તે સુનિશ્ચિત કરશે કે સંપૂર્ણ સંસ્થાકીય વ્યવસ્થા લાગુ કરવામાં આવે.
કેન્દ્ર સરકારે શું કહ્યું?
સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે પ્રિન્ટિંગ પ્રેસથી લઈને વિદ્યાર્થીઓને પેપર મેળવવા સુધીની સમગ્ર પ્રક્રિયા સમજાવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે સરકાર અપેક્ષા કરતાં વધુ કરી રહી છે. બાળકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. બધું જ ઉચ્ચતમ એક્ઝિક્યુટિવ સ્તરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.
NEET મુદ્દા અંગે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે,”અમે ઘણા પગલાં લઈ રહ્યા છીએ. રાધાકૃષ્ણન રિપોર્ટ લાગુ કરવામાં આવશે, પરંતુ સરકાર તેનાથી વધુ પગલાં લેશે. અમે કોર્ટને વિગતવાર માહિતી પ્રદાન કરીશું.” સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો,”ઠીક છે. અમે ઇચ્છીએ છીએ કે સિસ્ટમ ફૂલપ્રૂફ હોય. તમે જવાબ દાખલ કરી શકો છો; સુનાવણી 3 ઓગસ્ટે યોજાશે.”
સુપ્રીમ કોર્ટ દ્વારા મુખ્ય અવલોકનો
આપણે ભૂલો દૂર કરવી જોઈએ.
અમે આનું નિરીક્ષણ કરીશું.
આપણે આ માટે વધારાનો પ્રયાસ કરીશું.
કમ્પ્યુટર આધારિત પરીક્ષા વિશે અમને કહો.
અમને કહો કે પ્રશ્નપત્રો (QPs) કેવી રીતે પહોંચાડવામાં આવશે.
સાયબર સુરક્ષા પાસા શું હશે?
આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે.
સોનમ વાંગચુકે 26 દિવસ પછી ઉપવાસ તોડ્યા છે. જેપી નડ્ડાએ તેમને જ્યુસ પીવડાવીને ઉપવાસ તોડવામાં મદદ કરી હતી. સરકારે સોનમ વાંગચુકની ત્રણ માંગણીઓ સ્વીકારી છે. સરકારે જણાવ્યું છે કે તે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. સરકાર પેપર લીક સંબંધિત તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવાનું પણ વિચારી રહી છે.




ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિની ગંભીરતા સમજીને મુખ્યમંત્રીએ પોતે પાણીમાં ઊતરીને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી હતી.
