Home Blog Page 5004

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને તંત્રમાં ધમાધમ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા અને આધુનિક સુવિધાઓથી સજ્જ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવા માટે અમદાવાદ આવવાના છે. 23 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે ટ્રમ્પ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવવાના છે, જેમાં તેમના પ્રવાસની શરૂઆત અમદાવાદમાં હાઉડી મોદી જેવા કાર્યક્રમથી થાય એવી શક્યતા છે. કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

ગયા વર્ષે હ્યુસ્ટનમાં યોજેલા હાઉડી મોદી જેવા કાર્યક્રમ કરતાં પણ ભવ્ય અને મોટો કાર્યક્રમ યોજાય એવી સંભાવના છે. તેઓ ગાંધીજીના સાબરમતી આશ્રમની મુલાકાત લે એવી પણ સંભાવના છે. ત્યાર બાદ તેઓ દિલ્હી અને આગ્રાના તાજમહેલની પણ મુલાકાત લેશે. ત્યાંથી તેઓ વતન પાછા ફરે એવી ધારણા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પની આ પ્રથમ ભારત મુલાકાત છે, જેમાં બંને દેશો વચ્ચે વિવિધ વેપાર સમજૂતી કરાર પણ થવાના છે.

એસપીજી અને એટીએસ એકસાથે મળીને કામ કરશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે ત્યારે તેમના સુરક્ષા મામલે અને પોલીસ બંદોબસ્ત મામલે અમેરિકી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ (યુએસએસઆર) અને કેન્દ્ર સરકારની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) 11 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાત લેવાની છે. આ ટીમ સુરક્ષા બંદોબસ્તનો તાગ મેળવવામાં માટે અમદાવાદ આવવાની છે.

 

ગુજરાતાં અમેરિકી રાષ્ટ્રપતિ આવે એવો પહેલો દાખલો

ટોચના ગુજરાત પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ટ્રમ્પ કદાચ ગાંધી આશ્રમની મુલાકાત અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લે એવો અંદાજ છે. ટ્રમ્પની મુલાકાત પહેલાં સુરક્ષા-વ્યવસ્થા મુદ્દે 24 જાન્યુઆરીએ રાજ્યના સિનિયર બ્યુરોક્રેટ્સે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. નવું સ્ટેડિયમ ફેબ્રુઆરીના બીજા વીકમાં સંપૂર્ણ રીતે સુસજ્જ હશે.લિનિયર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કહ્યું હતું કે અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) સ્ટેન્ડબાય રહેશે.

યુએસએસઆર ટીમ અને એસપીજી, સિટી ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ ટ્રેમ્પની મુલાકાત દરમ્યાન એકસાથે મળીને કામગીરી કરશે. સુરક્ષા વ્યવસ્થાને મુદ્દે ગુજરાત પોલીસ પણ નેશનલ સિક્યોરિટી સલાહકાર અજિત ડોભાલકરની સાથે સીધો સંપર્ક જાળવી રાખશે

ટ્રમ્પની સુરક્ષા માટે 10 કરોડની ધી બીસ્ટ કાર

ટ્રમ્પના ભારત પ્રવાસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા હશે. આ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ અમદાવાદના રસ્તાઓ પ વિશ્વની સૌથી સુરક્ષિત અનેશાનદાર કાર ધી બીસ્ટિમાં ફરશે, જે ખાસ અમેરિકાથી આવશે. ટ્મ્પ એરપોર્ટથી હોટેલ, હોટેલથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમમાં ફરશે. આ કારની કિંમત રૂ.10 કરોડની ધી બીસ્ટ કાર ટેક્નોલોજી અને આધુનિક હથિયારોથી સજ્જ હશે. આ કારની વિશેષતાઓ નીચે મુજબ છે.

કારની વિન્ડો પાંચ ઇંચ જાડી અને બુલેટ પ્રૂફ, કાર પર કેમિકટ અટેક થાય તો કારસવાર લોકોને કોઈ નુકસાન નહીં થાય. આ કાર 15 સેકન્ડમાં 0થી 100 કિમીની ઝડપ પકડે છે. આ કારની લંબાઈ 18 ફૂટ અને ઊંચાઈ 5.10 ઇંચ છે. કારની અંદર એક સેટેલાઇટ ફોનની સુવિધા પણ છે. આ કારની ફ્યુઅલ ટેન્કમાં ક્યારેય ધડાકો નથી થતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ આ કારમાં જ પ્રવાસ કરતા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ આ કારમાં વિવિધ ટેક્નોલોજી અને સુરક્ષાથી સજ્જ છે. આ કારમાં આશરે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. આ બીસ્ટ કાર કોઈ આર્મીની કારથી જરાય કમ નથી.

અલબત્ત, હજુ આ કાર્યક્રમ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

 

 

હાર્દિક પટેલ કયાં છે? 18 જાન્યુઆરીથી પરિવારના સંપર્કમાં નથી

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કયા છે? તે છેલ્લા ઘણા સમયથી જાહેરમાં નથી દેખાઈ રહ્યો પોલીસ તેની સતત શોધખોળ કરી રહી છે. આ બધા વચ્ચે ચર્ચાએ છે કે, શું હાર્દિક પટેલ ગૂમ થઈ ગયો છે? હાર્દિકના ગૂમ થવા મામલે તેમની પત્ની કિંજલ પટેલે કહ્યું કે, ગુજરાત સરકાર અને પોલીસ કારણ વગર હાર્દિકને હેરાન કરે છે. સરકાર હાર્દિકને નિશાન બનાવીને બદલાની રાજનીતિ રમી રહી છે.

હાર્દિકની ગેરહાજરીમાં તેમની પત્નીએ સોશિયલ મીડિયા પર મોરચો સંભાળ્યો છે. હાર્દિકનું ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ છેલ્લા એક મહિનાથી તેમની પત્ની ઓપરેટ કરી રહી છે. હાર્દિકના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી છેલ્લે 17 કલાક પહેલા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. આ અગાઉ 29 જાન્યુઆરીએ કિંજલે ટ્વીટ કર્યું હતું કે, થોડા દિવસો પહેલા જ જેલમાંથી છૂટી ગયો હોવા છતાં હાર્દિક હજુ ઘરે નથી પહોંચ્યો.

તબીજી તરફ હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો મામલે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મીટિંગમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા અને જિલ્લાના કન્વિનરો સામેલ થયા છે.

આ શિબિરમાં હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ 50 ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.

તો હાર્દિક મામલે પાસનું કહેવું છે કે, 2015નો એક કેસ છે, જેમાં વસ્ત્રાપુરમાં કેસ થયો તો પછી બીજી જગ્યાએ એ વ્યક્તિ ક્યાંથી હોય? સરકાર છેલ્લા 30 દિવસથી એક્શનમોડ પર આવી છે. 2020માં હાર્દિક પટેલના સમગ્ર ગુજરાતમાં પ્રવાસ થયા તેનાથી સરકારને મુશ્કેલી પડે છે. આગામી સમયમાં તારીખ નક્કી કરીને તમામ જિલ્લા અને તાલુકા મથકે એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. મનોજ પનારાએ કહ્યું કે, જરૂર પડશે તો 2015 જેવું આંદોલન 2020માં કરીશું. એટલું જ નહીં તાલુકા-જિલ્લા પંચાયતમાં કાર્યકરો ચૂંટણી લડશે.

 

ઈતિહાસ રચાયોઃ બિન-અંગ્રેજી ‘પેરાસાઈટ’ જીતી ગઈ શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર

લોસ એન્જેલીસ – દક્ષિણ કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ 92મા એકેડેમી એવોર્ડ્સ સમારોહમાં ચમત્કાર સર્જી દીધો. એણે શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો, કારણ કે આંતરરાષ્ટ્રીય મનોરંજન જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ જીતનાર એ પહેલી બિન-અંગ્રેજી ફીચર ફિલ્મ બની છે.

રવિવારે રાતે અહીંના ડોલ્બી થિયેટરમાં આયોજિત એવોર્ડ સમારંભમાં ‘પેરાસાઈટ’ છવાઈ ગઈ હતી, કારણ કે એના દિગ્દર્શક બોન્ગ જૂન-હોને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ જ ફિલ્મે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની કેટેગરીમાં પણ એવોર્ડ જીત્યો હતો.

શ્રેષ્ઠ ફિલ્મના ઓસ્કર માટે અન્ય દાવેદાર ફિલ્મો આ હતીઃ ફોર્ડ વર્સીસ ફેરારી, ધ આઈરિશમેન, જોજો રેબિટ, જોકર, લીટલ વીમેન, મેરેજ સ્ટોરી, 1917, વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ.

શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ લેવા માટે બોન્ગ જૂન-હો તથા એમની સમગ્ર ટીમ સ્ટેજ પર ઉપસ્થિત થઈ હતી.

દર્શકોએ એમની સીટ પરથી ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે આ ટીમનું અભિવાદન કર્યું હતું.

એવોર્ડ માટે ધન્યવાદનું ભાષણ થોડુંક લાંબું ચાલ્યું હતું અને એમને સ્ટેજ પરથી ઉતારવા માટે સંગીત વગાડવું પડ્યું હતું.

જોકે હોલીવૂડ સ્ટાર ટોમ હેન્ક્સ સહિત ઘણા લોકોએ લાંબા સમય સુધી તાળીઓ પાડવાનું ચાલુ જ રાખ્યું હતું.

જોક્વિન ફીનિક્સ શ્રેષ્ઠ અભિનેતા, રેની ઝેલવેગર શ્રેષ્ઠ અભિનેત્રી

દરમિયાન, આ વર્ષનો બેસ્ટ એક્ટર માટેનો ઓસ્કર એવોર્ડ જોક્વિન ફીનિક્સે જીત્યો હતો. ‘જોકર’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ એમને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ કેટેગરીમાં એડમ ડ્રાઈવર (મેરેજ સ્ટોરી), લિયોનાર્ડો કેપ્રિયો (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ), એન્ટોનિયો બેન્ડેરસ (પેઈન એન્ડ ગ્લોરી), જોનાથન પ્રાઈસ (ધ ટૂ પોપ્સ) સ્પર્ધામાં હતા.

જોક્વિન ફીનિક્સનો કારકિર્દીનો આ પહેલો જ ઓસ્કર એવોર્ડ છે. એમણે એવોર્ડ સ્વીકારતી વખતે એમના ગીતકાર દિવંગત ભાઈ રિવરને યાદ કર્યા હતા.

ફીનિક્સે પોતાના સંક્ષિપ્ત ભાષણમાં અન્યાય વિશે વાત કરી હતી.

રેની ઝેલવેગરને ‘જૂડી’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

‘જૂડી’ ફિલ્મ જાણીતા અભિનેત્રી અને ગાયિકા જૂડી ગારલેન્ડની બાપોપિક છે.

શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં રેની સામે હરીફાઈમાં હતી – સિન્થીયા એરીવો (હેરિએટ), સ્કાર્લેટ જોહાન્સન (મેરેજ સ્ટોરી), સાઈઓર્સ રોનેન (લીટલ વીમેન), ચાર્લીઝ થેરોન (બોમ્બશેલ).

સ્ટેજ પર એવોર્ડ સ્વીકારતી વખતે રેની ઝેલવેગરે કહ્યું કે, ‘વીતી ગયેલું વર્ષ બહુ સરસ અને યાદગાર રહ્યું. જેણે અમને કલાકારોએ એકત્રિત રાખ્યા.’

‘જૂડી’ ફિલ્મમાં જૂડી ગારલેન્ડની જિંદગીના આખરી વર્ષમાં સફરને દર્શાવવામાં આવી છે. જ્યારે જૂડી એમની રંગભૂમિની કારકિર્દી માટે બ્રિટન જતી રહે છે. ફિલ્મમાં જૂડીની આરંભિક સફળતાને પણ દર્શાવવામાં આવી છે જ્યારે એમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે.

શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો એવોર્ડ બ્રેડ પિટે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે જીત્યો છે જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ઓસ્કર લૌરા ડર્ને ‘મેરેજ સ્ટોરી’ ફિલ્મનાં રોલ માટે મેળવ્યો છે.

લૌરા ડર્ન

બ્રેડ પિટ

અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ નફો રળનારી કંપની ‘એપલ’

અમદાવાદઃ અમેરિકાની બે અગ્રણી ટેક કંપનીઓ ગૂગલ અને માઇક્રોસોફ્ટને ઓક્ટોબર-ડિસેમ્બરમાં જેટલો નફો થયો એટલો નફો એપલે કમાઈ લીધો છે. પાછલા ત્રિમાસિકમાં એપલે રૂ. 1.58 લાખ કરોડનો નફો કર્યો હતો.  આ કોઈ પણ અમેરિકી કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો નફો છે. પાછલા ત્રિમાસિકમાં માઇક્રોસોફ્ટનો નફો રૂ. 82,890 કરોડ  અને ગૂગલનો નફો રૂ. 75,641 કરોડ હતો. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડની તુલનાએ નફો સાડા 13 ગણો છે. ડિસેમ્બરમાં રિલાયન્સનો રૂ. 11,640 કરોડનો નફો હતો.

એપલનો ત્રિમાસિક નફો રિલાયન્સના વર્ષભરના નફાથી સાડાત્રણ ગણો

રિલાયન્સે પહેલા, બીજા ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં  નફો રૂ. 10,363 કરોડ,રૂ. 10,104 કરોડ, 12,262 કરોડ અને 11,640 કરોડ થયો હતો.

એપલનું માર્કેટ કેપ વિશ્વના બીજા ક્રમાંકે છે.

કંપની-દેશ માર્કેટ કેપ (રૂપિયામાં)
સાઉદી અરામકો (સાઉદી આરબ) 126 લાખ કરોડ
એપલ (અમેરિકા) 101 લાખ કરોડ
માઇક્રોસોફ્ટ (અમેરિકા) 99 લાખ કરોડ
એમેઝોન (અમેરિકા) 73 લાખ કરોડ
આલ્ફાબેટ (અમેરિકા) 72 લાખ કરોડ

 

એપલનું એમ કેપ રિલાયન્સથી 14 ગણું છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની ટોચની પાંચ કંપનીઓ

 કંપની  માર્કેટ કેપ (રૂપિયામાં)
રિલાયન્સ ઇન્ડ. 9 લાખ કરોડ
ટીસીએસ 8 લાખ કરોડ
એચડીએફસી 6.80 લાખ કરોડ
એચયુએલ 4.67 લાખ કરોડ
એચડીએફસી 4.16

*શુક્રવારે બજાર બંધ થયા બાદને આધારે

એપલનો ત્રિમાસિક નફો ગૂગલ અને માઇક્રોસોફ્ટના કુલ નફા જેટલો  રિલાયન્સની તુલનાએ 13 ગણો વધુ છે.

એપલની 2019ની કમાણી રૂ. 6.5 લાખ કરોડઃ રૂ. ચાર લાખ કરોડના આઇફોન વેચ્યા

એપલે વર્ષ 2019માં ઘણી સુંદર કામગીરી નોંધાવી છે, જેથી એપલના ફેન્સ ખરેખર રાજીના રેડ જશે, કેમ કે છેલ્લા કેટલાંક વર્ષોની તુલનાએ એપલે વર્ષ 2019માં નોંધપાત્ર કમાણી કરી છે.  વર્ષ 2019માં એપલના સ્માર્ટફોનમાં સૌથી સુંદર કેમેરાને લીધે કંપનીના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે એપલે ઓવરઓલ 91.8 કરોડ ડોલરની આવક પર 22.2 કરોડ ડોલરનો નફો કર્યો હતો.  કંપનીએ રૂ. ચાર લાખ કરોડના આઇફોનનું વેચાણ કર્યું હતું. વર્ષ 2019માં કંપનીએ રૂ. 6.5 લાખ કરોડની કમાણી કરી હતી.

908 લોકોને ભરખી ગયો કોરોનાઃ ચીને આપી સત્તાવાર વિગતો

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. અનેક લોકો મોતને ભેટ્યા છે અને હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીનનો વુહાન પ્રાંત લગભગ ખાલી થઈ ગયો છે, કારણ કે આ જગ્યાએ સૌથી વધારે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. વુહાનના રસ્તાઓ સુમસામ થઈ ગયા છે અને હજારો લોકોને અત્યારે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બંધ રુમોમાં કોરોના વાયરસને કારણે હજારો લોકો પુરાઈ ગયા છે અને એકદમ દર્દભર્યું જીવન જીવી રહ્યા છે અને કેટલાક લોકોને ખ્યાલ આવી જ ગયો છે કે મૃત્યુ નજીક આવી ગયું છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં 27 જેટલા વિદેશી લોકો કોરોના વાયરસથી પ્રભાવિત છે. આમાંથી બે લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ગત સપ્તાહે વુહાનની એક હોસ્પિટલમાં ભરતી થયેલા એક અમેરિકી નાગરિકનું મોત થયું હતું. આ ચીનમાં વાયરસને લઈને મૃત્યુ પામનારો પ્રથમ વિદેશી વ્યક્તિ હતો. બાદમાં અન્ય એક વિદેશી નાગરિકનું મોત થયું છે.  

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આજે આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના વાયરસની મહામારીના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 908 પર પહોંચી ગઈ છે. તો કોરોના વાયરસનો ચેપ જે લોકોને લાગ્યો છે, તેમની સંખ્યા 40,000 થી વધારે થઈ ગઈ છે. મહત્વનું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલા જ વાયરસના પ્રકોપને ધ્યાને રાખતા વૈશ્વિક મેડિકલ ઈમરજન્સી જાહેર કરી ચૂક્યું છે.

આજના દિવસે ભારતમાં લોકતંત્રની સ્થાપનાનો શંખનાદ ફૂંકાયેલો

નવી દિલ્હી: દેશ અને દુનિયાના ઈતિહાસમાં આજના દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ જેની ઈતિહાસના પાને નોંધ લેવાઈ. જો ભારતની જ વાત કરવામાં આવે તો 10 ફેબ્રુઆરી 1952નો દિવસ દેશના લોકતંત્રના ઈતિહાસનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. આજના જ દિવસે પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ લોકસભાની 489 બેઠકો માંથી 249 બેઠકો પર જીત મેળવીને બહુમત પ્રાપ્ત કર્યો હતો. 133 બેઠકોના પરિણામ આવવાના હજુ બાકી હતા. આ ચૂંટણી ભારતમાં લોકતંત્રની સ્થાપનાની દિશામાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.

આજના દિવસે થયેના અન્ય મહત્વની ઘટનાઓ પર એક નજર

  • 1818: અંગ્રેજોની સેના અને મરાઠા સેના વચ્ચે રામપુરમા ત્રીજું અને અંતિમ યુદ્ધ લડવામાં આવ્યું.
  • 1846: શીખ લડાકો અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે સોબરાઉંની લડાઈની શરુઆત થઈ.
  • 1921: મહાત્મા ગાંધીએ કાશી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કર્યું.
  • 1921: ડ્યૂક ઓફ કનૉટ એ ઈન્ડિયા ગેટની આધારશિલા રાખી.
  • 1952: આઝાદી પછી પ્રથમ લોકસભા ચૂંટણીમાં પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરીને દેશમાં લોકતંત્રની સ્થાપનાનો શંખનાદ કર્યો.
  • 1990: ગુરુ ગ્રહ તરફ જતા અંતરિક્ષ યાન ગેલિલિયો પ્રથમ વખથ શુક્ર ગ્રહની સામેથી પસાર થયું.
  • 1996: શતરંજને માઈન્ડની રમત માનવામાં આવે છે અને આઈબીએમ એ શતરંજ રમતું કોમ્પ્યુટર ડીપ બ્લૂ બનાવ્યું. માણસના મગજને પડકારવા શતરંજની રમતના વિશ્વ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ અને ડીપ બ્લૂ વચ્ચે ચેસની રમતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાસ્પારોવે 4-2થી મુકાબલો જીતી લીધો. જોકે, તેના બીજા વર્ષે ડીપ બ્લૂ આ હરિફાઈમાં વિજેતા રહ્યું.
  • 2005: બ્રિટના પ્રિન્સ ચાર્લ્સ અને તેની જૂની મિત્ર કેમિલા પાર્કરના લગ્નની તારીખની જાહેર કરવામાં આવી.
  • 2009: પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પ્રદાન કરવામાં આવ્યું. તેમને નવેમ્બર 2008માં ભારત રત્નથી સન્માનિક કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • 2010: પાકિસ્તાનના પેશાવર નજીક ખૈબર દર્રા વિસ્તારમાં પોલીસ અધિકારીઓના કાફલા પર આત્મઘાતી હુમલો. રાહત અને બચાવ કાર્ય માટે પહોંચેલા દળને પણ નિશાન બનાવવામાં આવ્યા. આ દરમ્યાન 13 પોલીસ અધિકારઓ સહિત કુલ 17 લોકોના મોત થયા.

અનામતને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ગરમાયું રાજકારણ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારના રોજ નોકરી અને પ્રમોશનમાં આરક્ષણ પર નિર્ણય સંભળાવતા કહ્યું કે, સરકારી નોકરીઓમાં અનામત મૌલિક અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે, સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે કોટા અને અનામત કોઈ મૌલિક અધિકાર નથી. કોર્ટે કહ્યું કે, રાજ્યોને કોટા પ્રદાન કરવા માટે મજબૂર ન કરી શકાય અને રાજ્યોને સાર્વનિક સેવામાં કેટલાક સમુદાયોના પ્રતિનિધિત્વમાં અસંતુલ દર્શાવ્યા વગર આ પ્રકારના પ્રાવધાન કરવા માટે મજબૂર ન કરી શકાય.

ત્યારે હવે આને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. બિહારના એક નેતાએ અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને આ મામલે મોદી સરકારને રોડથી લઈને સંસદ સુધી વિરોધની ચેતવણી આપી છે.

તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું કે, ભાજપ અને એનડીએ સરકાર અનામત ખતમ કરવાના કામમાં શાં માટે લાગી છે? ઉત્તરાખંડની ભાજપ સરકારે અનામત ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો હતો. અનામત પ્રાપ્ત કરનારા દલિત અને પછાત વર્ગના આદિવાસીઓ હિંદૂ નથી? ભાજપ આ વંચિત હિંદુઓનું આરક્ષણ શાં માટે છીનવી લેવા માંગે છે.

તેજસ્વીએ કહ્યું કે, એનડીએ સરકારને અમે પડકાર આપીએ છીએ કે, તુરંત જ સુપ્રીમ કોર્ટના આ આદેશ વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરે અથવા તો અનામતને મૂળ અધિકાર બનાવવા માટે વર્તમાન સંસદ સત્રમાં સંવિધાનમાં સંશોધન કરે. જો આવું ન થયું તો રોડથી લઈને સંસદ સુધી વિરોધ થશે.

ભાજપનો વિરોધ એટલે હિન્દુઓનો વિરોધ નહીં : RSSના સુરેશ જોશી

પણજીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સામાન્ય સચિવ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું. ભાજપના વિરોધનો મતલબ એ નથી કે હિન્દુઓનો વિરોધ. જોશીએ વાત પણજીમાં વિશ્વગુરુ ભારત પરના આરએસએશના દ્રષ્ટિકોણ લેક્ચરમાં સવાલોના જવાબ આપતાં કહી હતી. રાષ્ટ્રીય સામાન્ય સચિવે કહ્યું હતું કે હિન્દુ સમુદાયનો અર્થ ભાજપ નથી થતો. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓ કંઈ હિન્દુ સમુદાયના દુશ્મનો નથી, અને ભાજપનો અર્થ હિન્દુ સમુદાય નથી થતો, એમ તેમણે જણાવ્યું હતું. 

હિન્દુ હિન્દુ સામે લડે છે, કેમ કે તેઓ ધર્મને ભૂલી ગયા છે. છત્રપતિ શિવાજી મહારાજે પણ તેમના પોતાના ફેમિલીનો વિરોધનો સમાનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે અસમંજસતા અને સ્વકેન્દ્રિત વર્તણૂક છે, ત્યાં વિરોધ છે.કેરળમાં આવી જ આવી જ કંઈક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં સામ્યવાદીઓ મંદિર પર આધિપત્ય જમાવીને મંદિરના પ્રમુખ બનવા માગે છે.

હિન્દુઓ રાજકારણથી ઉપર ઊઠવું જરૂરી

જોષીએ સલાહ આપતાં કહ્યું હતું કે હિન્દુઓએ રાજકારણથી ઉપર ઊઠવું જરૂરી છે. એક સવાલના જવાબમાં  જોશીએ જણાવ્યું હતું કે બધા સમુદાયના લોકોને કંઘ આવકારે છે. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ સંઘની વિચારધારા સાથે સુસંગત છે, એ વ્યક્તિ સંઘમાં જોડાઈ શકે છે અને તેમની માનભર્યું સ્થાન આપવામાં આવશે, પણ તેમને એક અલગ પોઝિશન નહીં અપાય. એક અન્ય સવાલમાં જવાબમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સરકારી કર્મચારીને જોડાવા પર કોઈ પ્રતિબંધ નથી, પણ તેમની પર રાજકીય ચળવળમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જો તમે દેશના હિતની અને સંભવિત ધમકીની ભાષામાં વાત કરો તો તેને એક વિચારસરણી તરીકે માનવામાં આવે છે. પણ હું દેશમાં રહું છું તો મને દેશની વિરુદ્ધ બોલવાનો હક નથી, એમ તેમણે કહ્યું હતું

જોશીએ કહ્યું હતું કે સંઘમાં જોડાવા બદલ સરકારી કર્મચારીની નોકરી ગઈ હોય એવું એક પણ ઉદાહરણ નથી. જોકે તેની આ મુદ્દે હેરાનગતિ કરાય એ જેતે સંસ્થાનો એક ભાગ હોઈ શકે. એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓ કોમી છે એવું પુરવાર નથી થતું, કેમ કે તેમના ધર્મનું એક પણ ધાર્મિક પુસ્તક અથવા હિન્દુ એક ભગવાન નહીં અનેક ભગવાનમાં વિશ્વાસ કરે છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અને ડ્રગ માફિયા મુનાફ હલારીની ધરપકડ

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ને મોટી સફળતા હાથ લાગી છે. આંતરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો મુખ્ય સૂત્રધાર મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે મુંબઈ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યો છે.  મુનાફ હલારી ગયા વર્ષે ઓગસ્ટમાં ઝડપાયેલા રૂ.1500 કરોડના ડ્રગ્સનો મુખ્ય સંદિગ્ધ છે.  એટલું જ નહીં, મુનાફ મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે.

ઉલ્લેખનીય છે છે ગયા વર્ષે જામનગર પાસેથી 1500 કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાત ATS દ્વારા જપ્ત કરાયો હતો. જેમાં અઝીઝ અને રફીફ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાતના દરિયાકાંઠે ઉતારી ઉંઝાથી જીરૂ અને મસાલાના ટ્રકોમાં છુપાવી પંજાબમાં સપ્લાય કરવાનો હતો. પણ તે અગાઉ જ એટીએસ દ્વારા આ ડ્રગ્સ રેકેટને દબોચી લેવામાં આવ્યું હતું.