નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાન પૂરું થવાની સાથે જ આવેલા એક્ઝિટ પોલમાં સત્તારૂઢ કેજરીવાલ સરકાર ભારે બહુમતી સાથે ફરી સત્તાનાં સૂત્રો સંભાળે એવી સંભાવના છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં આપ પાર્ટીને 40થી 60 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ભાજપે હજી દિલ્હીમાં સત્તાથી દૂર રહેવું પડે એવી શક્યતા છે. જોકે ચૂંટણી પંચ દિલ્હી ચૂંટણીનાં પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર કરવાની છે.

એબીપી ન્યૂઝ-સીટ વોટર એક્ઝિટ પોલના જણાવ્યા મુજબ આપને કુલ 70 બેઠકો પૈકી 49થી 63 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપ અને એના સાથી પક્ષોને 5-19 બેઠકો મળે એવી ધારણા છે. આ એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોને 0-4 બેઠકો મળે એવી શક્યતા છે.
ટાઇમ્સ-નાઉ ઇપસોસના એક્ઝિટ પોલ મુજબ આપને કુલ 70માંથી 44 બેઠકો પર જીત હાંસલ થશે, જ્યારે ભાજપને 26 બેઠકો પ્રાપ્ત થશે. કોંગ્રેસ અને અન્ય પક્ષો એક પણ ખાતું નહીં ખોલાવી શકે.
રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલ પ્રમાણે આપને 48-61 બેઠકો, ભાજપને 9-21 અને કોંગ્રેસને 0-1 બેઠક મળવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. ટીવી9-સિસરો એક્ઝિટ પોલ અનુસાર આપને 54, ભાજપને 15 અને કોંગ્રેસને એક બેઠક મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
જોકે આ એક્ઝિટ પોલ અપેક્ષા મુજબનાં ના આવતાં ભાજપના દિલ્હી એકમના મનોજ તિવારીએ આ અનુમાન ખોટાં ઠરશે એમ જણાવતાં દિલ્હીમાં ભાજપની જ સરકાર બનશે વો દાવે કર્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી
વિવિધ એક્ઝિટ પોલનાં તારણો નીચે મુજબ છે.







આ સગીર મોટરબાઇક ચાલક ભદ્રક જિલ્લાના ભંડારીપોકરી બ્લોકના નુઆપોકરી ગામનો છે. મોટરબાઇકના માલિકને અપાયેલા ચલણમાં સામાન્ય અપરાધ માટે રૂ. 500નો દંડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાની વ્યક્તિને વાહન ચલાવવાની મંજૂરી આપવા બદલ રૂ. 5000નો દંડ, નો-એન્ટ્રીમાં વાહન ચલાવવા બદલ રૂ. 5000નો દંડ, ટૂ વ્હીલર પર બે કરતાં વધુ વ્યક્તિઓની સવારી કરવા બદલ રૂ. 1000, તેમ જ હેલ્મેટ વગર સવારી કરવા બદલ રૂ. 1000 અને જુવેનાઇલ ગુના હેઠળ રૂ. 25,000 સહિતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે રાજ્યના ટ્રાફિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના સગીર યુવકના માતાપિતાએ-વાહનમ માલિકે રૂ. 25,000નો દંડ તો ભરવો ડ પડશે. વધુમાં આ સગીર યુવકને 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહીં મળે.





વડાપ્રધાનના ભાષણના શબ્દોને સંસદીય કાર્યવાહીમાંથી હટાવવા દુર્લભ ઘટના છે. 2013મા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ભાષણના કેટલાક અંશ પણ રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવા પડ્યા હતા. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદના ભાષણમાંથી પણ એક શબ્દને હટાવવામાં આવ્યો છે તેમણે ગુમરાહ શબ્દનો પ્રયોગ કર્યો જે અસંસદીય શ્રેણીમાં આવે છે.