Home Blog Page 5010

ભારતીય વાસ્તુના નિયમો વિશ્વના કોઈ પણ ખૂણે અસર કરે?

હું એટલે નાની. ઘરમાં સહુથી નાની એટલે નામ પણ નાની જ પડી ગયું છે. સાત ભાઈ બહેન વાળા પરિવારમાં નાના બાળક પર કેટલું ધ્યાન અપાય તે આપ સમજી શકતા હશો. ભણવામાં મન ન લાગે. હું બારમાં ધોરણમાં આવી ગઈ એ ખુદ મને પણ વિશ્વાસ નથી આવતો. પિતાજીની એકજ આવક અને ખાવા વાળા દસ. એમાં પાછા મોશાળના એકાદ બે જણાતો અમારે ત્યાં હોય જ. પાછો પિતાજીનો સ્વભાવ પણ ગુસ્સા વાળો. વાત ટાળવા મારી માં જુઠું બોલે અને પછી બરાબર જામે. આ તો થઇ મારી વાત. મારી જે સમસ્યા છે તે આ નથી. અને મારે સવાલો પણ બીજા જ પૂછવા છે. મારો પહેલો સવાલ છે કે મારે સારું પરિણામ લાવવું હોય તો ક્યાં બેસીને ભણવું જોઈએ? બીજો સવાલ છે કે ભારતીય વાસ્તુના નિયમ આખા વિશ્વમાં અસર કરે ખરા? અને ત્રીજો સવાલ તમે વાસ્તુ શીખવાડો ખરા? મારી બહેનો એવું કહે છે કે હું ઘરમાં પોલીટીક્સ કરું છુ. તમને લાગે છે કે મારા સવાલોમાં કોઈ પોલીટીક્સ છે? મારા સવાલોનો જવાબ ખાસ આપસો.

બહેનશ્રી. નાના હોવું એ પણ સારી વાત છે. પણ હા, મનને નાનું ન રખાય.મનતોમોટું જ સારું. નાના હોવાના લાભાલાભ તો હોયજ. વહાલ સહુથી વધારે મળે અને બધા અધિકાર પણ વધારેજ જતાવે. ફરજ અને અધિકાર બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે સતત એવું સાબિત કરવા પ્રયત્ન કરો કે તમે સારા જ છો ત્યારે ક્યારેક ભૂલથી પણ અન્ય ને ખરાબ દેખાડી દેવાય. સહુથી પહેલા તો આ વિચારમાંથી બહાર આવી જાવ.અન્યને દેખાડવા માટે જીવવાનું બંધ કરી અને પોતાના માટે જીવાશો તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. માબાપ લડતા હોય ત્યારે બાળકોમાં અસુરક્ષાની લાગણી જન્મે છે. તમે હવે મોટા થઇ ગયા છો. તેમને માફ કરી દો. તમારા મમ્મીએ એવું માની લીધું છે કે તેઓ ખુબજ જવાબદારીઓ નિભાવે છે. સાત બાળકો કરવાનો નિર્ણય માત્ર તમારા પપ્પનોતો નહિજ હોય? એમણે પણ જીવનને સ્વીકારી લેવાની જરૂર છે. જીવનને ટુકડામાં જીવવાથી માત્ર દુખ જ મળે છે. હવે વાત વાસ્તુ અંગેના તમારા સવાલોની.

ભારતીય વાસ્તુ ભારતમાં રચાયું. પણ ભારત એટલે? અત્યારે જે ભારત છે એ? કે પછી અંગ્રેજોએ જે ભારત વિચાર્યું હતું તે? કે પછી એના પહેલા જે ભારતની કલ્પના છે એ? કે પછી ભારતવર્ષ?મારા મત પ્રમાણે ભારતવર્ષ એટલે સમગ્ર પૃથ્વી.મને ખાતરી છે કે તમારા મનમાં સવાલો ઉદ્ભવશે.માણસ જયારે વિચારે છે ત્યારેજ તેને પોતાના સવાલોના જવાબો મળે છે.વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય સંસ્કૃતિના અવશેષો મળી આવે છે તેનું એક કારણ આ પણ હોઈ શકે. મયાન સંસ્કૃતિ જેના નામ સાથે જોડાયેલી છે છેતેવું માનવામાં આવે છે,તે પ્રસિદ્ધ મય દાનવનું ભારતીય વાસ્તુમાં ખુબજ સારું અને મોટું પ્રદાન છે. મયામતમનામનો ગ્રંથ રચનાર મેક્સિકોમાં કેમ પોતાની સંસ્કૃતિની સ્થાપના કરે છે? બાલી કે ગ્રીસમાં ભારતીય પ્રણાલિકાઓ કેમ દેખાય છે? ગ્રીક દેવો આપણા દેવોથી સમાન શા માટે છે? વિશ્વમાં કેટલા લોકો ઓક્સીજન વિના જીવે છે?

વિશ્વમાં કેટલી જગ્યાએ સૂર્ય અલગ દિશામાંથી ઉગે છે? વિશ્વમાં કેટલા લોકો મનની શાંતિ, સુખી જીવન, ધન, માનસન્માન, પરિવાર, જેવી મૂળભૂત જરૂરિયાતો નથી ઈચ્છતા? કોને દુખી થવું છે? આ પ્રકારનાસવાલોને સમજવાથી આપનીમોટા ભાગની ગેરસમજો દુર થઇ જશે. હવે વાત કરીએ વાસ્તુની. ભારતીય વાસ્તુમાં સંતુલિત જીવનની વાત કરવામાં આવી છે. જેના માટે વિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજવિજ્ઞાન, ચુંબકીય સમજ, જેવા વિવિધ પાસાઓનો આધાર લેવામાં આવ્યો છે. વિજ્ઞાનના નિયમો દરેક જગ્યાએ લાગુ પડે છે. ગણિત પણ બધે એકજ પ્રકારનું હોય? પૃથ્વીનીચુમ્બ્કીયતા માટે કોઈ સવાલ ઉદ્ભવે ખરો? આમ દરેકે દરેક પાસાઓની સામાન્ય અસર સમગ્ર પૃથ્વી પર એક સમાન ગણી શકાય. હા, કોઈ દેશમાં માણસો કાર્બન ડાયોક્સાઈડ શ્વાસમાં લેતા હોય તો તેમના માટે અલગ નિયમો હોઈ શકે. પૃથ્વી પર દરેકે દરેક માણસ નું મૂળભૂત બંધારણ એક સમાન જ છે. તેનીમૂળભૂત જરૂરિયાતો પણ એક સમાન છે. તેને થતા રોગ અને જીજીવીશાઓ પણ લગભગ એક સમાન જ છે. તો નિયમો પણ એક સમાન જ લાગુ પડે ને? હવે છેલ્લા સવાલનો જવાબ. “હા.” પણ હું માત્ર મારી શરતો સાથે જ્ઞાન આપી શકું. જ્ઞાન સંપાદન એ કોઈ નુડલ બનવવાની પ્રક્રિયા નથી કે જેમાં ક્રેશ કોર્સમાં બધું શીખી લેવાય. જો સાચેજ શીખવું હોય તો ચોક્કસ હું મદદ કરીશ.

કોંગ્રેસ સાંસદોએ મારા પર હુમલો કર્યો: કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આરોપ લગાવ્યો કે જ્યારે તે પીએમ મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીએ કરેલા અભદ્ર ભાષાના પ્રયોગ બદલ લોકસભામાં તેની નિંદા કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ તેમની બેઠક વ્યવસ્થા નજીક આવીને તેમના હુમલો તેમજ ડોક્યુમેન્ટ ખેંચવાનો પ્રયાસ કરવા લાગ્યા.

મહત્વનું છે કે, લોકસભામાં શુક્રવારે સત્ર શરૂ થયાની થોડીવારમાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હકીકતમાં લોકસભામાં રાહુલ ગાંધીએ વાયનાડ વિશે સવાલ પૂછ્યા હતા. ત્યારપછી જવાબ આપવા માટે ઉભા થયેલા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે- રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપવામાં આવે તે પહેલાં તેમણે કોઈ પણ શરત વગર ગૃહની માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે, સમગ્ર ગૃહે એક સ્વરમાં વડાપ્રધાન વિરુદ્ધ તેમણે વાપરેલા શબ્દોની નિંદા કરવી જોઈએ. આ બાબતે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. અને કોંગ્રેસના મણિક ટાગોર હર્ષવર્ધનની નજીક પહોંચી ગયા હતા. અને તેમના હાથમાંથી ડોક્યુમેન્ટ ખેંચવાનો પ્રયત્ન કર્યો.

ભાજપ સાંસદ જગદમ્બિકા પાલે કહ્યું- કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ભાષણમાં રાહુલ ગાંધીના વડાપ્રધાનના નિવેદન વિશે નિંદા કરી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ સાંસદ મણિક ટાગોર તેમની તરફ દોડ્યા. લોકતંત્ર માટે આ ખૂબ ખરાબ વાત છે. જોકે રાહુલ ગાંધીએ આ વિશે ખુલાસો આપતા કહ્યું કે, ગૃહમાં અમને અમારી વાત રજૂ ન કરવા દીધી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાતનો પણ ઈન્કાર કર્યો. અંતે ગૃહમાં હંગામો એટલી હદે વધી ગયો કે, સદનની કાર્યવાહી આજના દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી.

કોરોનાના કારણે મહિલા હોકી ટીમનો ચીન પ્રવાસ રદ્દ

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનો ચીનનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. હવે હોકી ઈન્ડિયાની સામે ઓલિમ્પિકની તૈયારી માટે વૈકલ્પિક પ્રવાસના આયોજન કરવાનો કઠિન પડકાર છે. ભારતીય ટીમે 14થી 25 માર્ચ સુધી ચીનના પ્રવાસ પર જવાનું હતું પરંતુ આ બીમારીને કારણે પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે.ભારતીય કેપ્ટન રાનીએ કહ્યું, ‘અમારે ચીન જવાનું હતું, પરંતુ વાયરસને કારણે પ્રવાસ રદ્દ થયો છે. અન્ય બીજી ટીમો પણ ઉપલબ્ધ નથી કારણ કે તે પ્રો હોકી લીગ રમી રહી છે.’ તેણે કહ્યું, ‘હોકી ઈન્ડિયા અને અમારા કોચ વ્યવસ્થા કરી રહ્યાં છે.’ ઓલિમ્પિકની તૈયારી માટે મોટી ટીમો સાથે રમવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 640 લોકોએ પોતાના જીવ ગૂમાવ્યા છે. આ વાયરસથી ચીનમાં મૃતકઆંક અનેક ઘણો વધારે હોવાનું કહેવાય છે. તેવી જ રીતે કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને પણ ચીન તરફ દુનિયાભરમાંથી આંગળી ચિંધાઈ રહી છે. ચીન સિવાય પણ આ વાયરસ દુનિયાના અન્ય દેશોમાં પણ ફેલાયો છે.

જિનપિંગે ટ્રમ્પને ફોન પર કહ્યુંઃ જલ્દી આ મહામારીને હરાવીશું

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે અને આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં 640 જેટલા લોકોના મોત થયા છે. આ માહોલ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી પ્રમુખને ટેલિફોનિક વાતચીતમાં આશ્વાસન આપ્યું છે કે, ચીન કોરોના વાયરસને ખતમ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ફોન કોલમાં કહ્યું હતું કે, ચીન ધીરે-ધીરે પરિણામ સુધી પહોંચી રહ્યું છે અને જલ્દી જ આ મહામારીને હરાવી દેશે. 

દરમ્યાન, જાપાનની એક ક્રૂઝ પર સવાર અન્ય 41 જેટલા લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. અત્યાર સુધી આ ક્રૂઝ પર 61 મામલાઓ સામે આવ્યા છે. હજારો લોકોને કેબિનમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે તેમનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસનો પ્રકોપ સહન કરી રહેલા ચીનમાંથી પોતાના લોકોને બચાવવા માટે અમેરિકાએ બે વિમાન ચીન મોકલ્યા છે. અમેરિકા સતત વુહાનથી પોતાના લોકોને બહાર લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે.

માનાર્સ લાબુશાને જોઈને મને મારી રમત યાદ આવે છેઃ સચિન

સિડનીઃ ક્રિકેટના ગોડ ગણાતા સચિન તેંડુલકરે કહ્યું હતું કે શાનદાર ફૂટવર્ક ઓસ્ટ્રેલિયાના માનાર્સ લાબુશાને ખાસ બેટ્સમેન બનાવે છે. જેને જોઈને મને મારી રમત યાદ આવે છે. મેલબોર્ડનમાં બુશફાયર ચેરિટી મેચ માટે કોચ તરીકે અહીં પહોંચેલા તેંડુલકરને જ્યારે પૂછવામાં આવ્યું કે કયા ક્રિકેટરની રમત તેમની સૌથી નજીક છે. તેંડુલકરે કહ્યું કે હું ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે લોર્ડસમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ જોઈ રહ્યો હતો. જ્યારે સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત થયો ત્યારે મેં બીજી ઇનિંગ્સમાં માનાર્સ લાબુશાની બેટિંગ નિહાળી હતી. લાબુશાને જોફ્રાના બોલ પર ઇજા થઈ હતી, પણ તેણે એ પછી પણ 15 મિનિટ સુધી જે રીતે બેટિંગ કરી હતી, તેથી મને લાગ્યું કે આ ક્રિકેટર ખાસ છે.

તેમણે કહ્યું કે આ ક્રિકેટરમાં કંઈક વાત છે. તેનું ફૂટવર્ક એકદમ સરસ છે. ફૂટવર્ક શારીરિક રીતે નહીં, માનસિક રીતે હોય છે. જો તમે સકારાત્મક નહીં વિચારો તો તમારા પગ નહીં ચાલે.

માનાર્સ લાબુશા

25 વર્ષીય આ બેટ્સમેન પાછલા વર્ષે 1,104 રન બનાવીને ટેસ્ટમાં સૌથી વધુ રન કરવાવાળો બેટ્સમેન બન્યો છે. તેને સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત થયા બાદ વિકલ્પના રૂપમાં રમવાનો મોકો મળ્યો હતો. જોકે આક્રમક બેટિંગ કરીને તેણે ટીમમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. એશીઝમાં તેણે 50.42ની સરેરાશથી 353 રન બનાવ્યા હતા. તેંડુલકરે કહ્યું હતું કે શાનદાર ફૂટવર્ક બતાવે છે કે લાબુશા માનસિક રીતે મજબૂત ક્રિકેટર છે.

તેંડુલકરે આ ક્રિકેટરની અન્ય ક્રિકેટર સાથે તુલના કરવા ઇનકાર કર્યો હતો.

 

આસામમાં મોદી ગર્જયાઃ આતંકના અંધારાને અહીં નહી આવવા દઈએ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી નાગરિકતા સંશોધન કાયદા અને બોડો સમજૂતી પર હસ્તાક્ષર બાદ પહેલીવાર આસામના પ્રવાસે પહોંચ્યા હતા. વડાપ્રધાનએ મોદી કોકરાઝારમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે આટલો વિશાળ જનસાગર ક્યારેય જોવા મળ્યો નથી. રાહુલ ગાંધીએ બુધવારે ચૂંટણી રેલીમાં ડંડો મારનારી વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વિશાળ જનસભાને જોઈને લાગે છે કે માતાઓ અને બહેનોના આશિર્વાદથી બચી જઈશ. તેમણે કહ્યું કે આસામ ઘણીવાર આવ્યો. અહીં પણ આવ્યો, સમગ્ર ક્ષેત્રમાં મારી અવરજવર વર્ષોથી છે. અનેક રેલીઓ જોઈ. પરંતુ આટલી વિશાળ જનમેદની અગાઉ જોઈ નથી. આજે જે ઉત્સાહ, જે ઉમંગ હું તમારા ચહેરા પર જોઈ રહ્યો છું તે અહીના આરોનાઈ, અને ડોખોનાના રંગારંગ માહોલથી પણ વધુ સંતોષ આપનારું છે.

આઝાદી બાદ આ આ સૌથી મોટી રાજકીય રેલી છે. મેં મારા રાજકીય જીવનમાં આવી રેલી જોઈ નથી. તેમણે કહ્યું કે આસામમાં હવે કોઈ હિંસા થશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ આસામ સહિત સમગ્ર નોર્થ ઈસ્ટ માટે 21મી સદીમાં એક નવી શરૂઆત એક નવી સવાર અને નવી પ્રેરણાને વેલકમ કરવાનો છે. હવે આસામમાં અનેક સાથીઓએ શાંતિ અને અહિંસાનો માર્ગ સ્વીકાર કરવાની સાથે જ લોકતંત્રનો પણ સ્વીકાર કર્યો છે. ભારતના બંધારણનો સ્વીકાર કર્યો છે. હું બોડો લેન્ડ મૂવમેન્ટનો ભાગ રહી ચૂકેલા તમામ લોકોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સામેલ થવા બદલ સ્વાગત કરું છું. પાંચ દાયકા બાદ પૂરા સૌહાર્દ સાથે બોડો લેન્ડ મૂવમેન્ટ સાથે જોડાયેલા દરેક સાથીની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સન્માન મળ્યું છે.

તેમણે કહ્યું કે હવે કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને  બોડો આંદોલન સાથે જોડાયેલા સંગઠનોએ જે પ્રકારે ઐતિહાસિક એકોર્ડ પર સહમતિ વ્યક્ત કરી છે જેના પર સાઈન કરી છે ત્યારબાદ કોઈ માગણી વધી નથી અને હવે વિકાસ એ પહેલી પ્રાથમિકતા છે અને છેલ્લી પણ. આ એકોર્ડનો લાભ બોડો જનજાતિની સાથે સાથે જ અન્ય સમાજના લોકોને પણ થશે. કારણ કે આ સમજૂતિ હેઠળ બોડો ટેરિટોરિયલ કાઉન્સિલના અધિકારોનો દાયરો વધારવામાં આવ્યો છે. વધુ સશક્ત કરવામાં આવ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું કે એકોર્ડ હેઠળ BTADમાં આવતા ક્ષેત્રની મર્યાદા નક્કી કરવા માટે એક કમીશન બનાવવામાં આવશે. આ ક્ષેત્રને 1500 કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ મળશે જેનો ઘણો મોટો લાભ કોકરાઝાર, ચિરાંગ, બક્સા અને ઉદાલગુડી જેવા જિલ્લાઓને મળશે. હવે સરકારનો પ્રયત્ન છે કે આસામ એકોર્ડની કલમ 6ને પણ જલદી લાગુ કરવામાં આવે. હું આસામના લોકોને આશ્વસ્ત કરું છું કે આ મામલા સંલગ્ન કમિટીનો રિપોર્ટ આવ્યાં બાદ કેન્દ્ર સરકાર વધુ ઝડપી કામગીરી હાથ ધરશે.

વડાપ્રધાને કહ્યું કે જે નોર્થ ઈસ્ટમાં હિંસાના કારણે હજારો લોકો પોતાના જ દેશમાં શરણાર્થી બનેલા હતાં તેમને હવે પૂરેપૂરું સન્માન અને મર્યાદા સાથે વસાવવાની નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અમે નોર્થ ઈસ્ટના અલગ અલગ વિસ્તારોના ભાવનાત્મક પહેલુઓને સમજ્યાં, તેમની આશાઓને સમજી અને અહીં રહેતા લોકો સાથે ખુબ પોતાનાપણાથી તેમને પોતાના માનીને સંવાદ કર્યો. પહેલા નોર્થ ઈસ્ટના રાજ્યોને દિલ્હીથી ખુબ દૂર સમજવામાં આવતા હતાં. આજે દિલ્હી તમારા દરવાજે છે.

શાહીન બાગનો રસ્તો ખુલશે કે નહીં? 10મીએ સુનાવણી

નવી દિલ્હી: સીએએ અને એનઆરસીના વિરોધમાં દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે છેલ્લા ઘણા સમયથી મુખ્યમાર્ગ 13A બંધ છે, જેના પર પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા છે. આ રસ્તાને ખોલવા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. વકીલ શશાંક દેવની અરજી પર સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે, રસ્તો બંધ હોવાને કારણે મોટી મુશ્કેલી પડી રહી છે. વકીલે કહ્યું કે, કોર્ટ આ મામલે યોગ્ય દિશા-નિર્દેશ જાહેર કરે. જેના પર સુપ્રીમે સુનાવણી માટે 10 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

સુપ્રીમમાં દાખલ કરવામાં અરજીમાં દિલ્હીને નોઈડા સાથે જોડતો મુખ્યમાર્ગ 13A બંધ હોવાને કારણે પડી રહેલી હાલાકીની વાત કહેવામાં આવી છે. આ સાથે જ આ રસ્તાને ખાલી કરવા સંબંધિત વિભાગને આદેશ આપવાની અપીલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, સીએએ-એનઆરસી વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં ગઈ 15 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલી રહ્યું છે, જેને પગલે કાલિંદી કુંજ-શાહીન બાગનો રસ્તો બંધ છે જેને 13A કહેવામાં આવે છે. આ રસ્તો બંધ હોવાને કારણે ન માત્ર સ્થાનિક પણ દિલ્હી-નોઈડાથી આવતા-જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાને કારણે અહીંનો વેપાર પણ ઘણો પ્રભાવિત થયો છે.

ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહના જણાવ્યા અનુસાર, શાહીન બાગમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનને પગલે આ વિસ્તારના 5 મતદાન મથકો સંવેદનશીલ હોવાનું માનવામાં આવ્યું છે.

સીએએના વિરોધમાં આ કવિ કઇ રીતે ફસાયા??

મુંબઈ: નાગરિકતા કાયદાને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે ચર્ચા માટે એક કવિ-કાર્યકર્તાને એક કેબ ડ્રાઈવરે પોલીસ સ્ટેશનનો રસ્તો બતાવી દીધો. ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વુમન્સ એસોસિએશનના સચિવ કવિતા કૃષ્ણને ગુરુવારે આ ઘટના અંગે ટ્વીટ કર્યું જે કથિત રીતે કવિ-કાર્યકર્તા બપ્પાદિત્ય સરકાર સાથે જોડાયેલુ છે.

કવિતા કૃષ્ણન દ્વારા ટ્વીટ કરવામાં આવેલા બપ્પાદિત્યના તથાકથિત નિવેદન અનુસાર, તેમણે બુધવારે રાતે લગભગ સાડા દસ વાગ્યે જુહૂથી કુર્લા જવા માટે ઉબર કેબ બુક કરાવી હતી. બપ્પાદિત્ય આ કેબમાં મુસાફરી કરી રહ્યા હતા એ દરમ્યાન તે મોબાઈલ ફોન પર તેમના મિત્ર સાથે દિલ્હીના શાહીન બાગમાં ‘લાલ સલામ’ નારાથી અસુવિધા અંગે વાત કરી રહ્યા હતા. આ વાત સાંભળી રહેલા કેબના ડ્રાઈવરે ગાડી રસ્તામાં રોકી અને એટીએમમાંથી પૈસા કાઢવાના બહાને તે ગાડીમાં ઉતરી ગયો. ડ્રાઈવર જ્યારે પરત આવ્યો તો તેમની સાથે બે પોલીસકર્મીઓ હતા. પોલીસે બપ્પાદિત્યને કથિત રીતે પૂછયું કે, તેમની પાસે ડફલી શા માટે છે અને તેમનું એડ્રેસ પણ પૂછયું.

નિવેદન અનુસાર બપ્પાદિત્યએ પોલીસકર્મીઓને કહ્યું કે, તે જયપુરનો રહેવાસી છે અને મુંબઈ બાગમાં થઈ રહેલા સીએએ વિરોધ પ્રદર્શનમાં ગયો હતો. કેબ ડ્રાઈવરે પોલીસને કહ્યું કે, તે બપ્પાદિત્યની અટકાયત કરે કારણ કે, તે ફોનમાં કહી રહ્યો હતો કે, તે કોમ્યુનિસ્ટ છે ને દેશને સળગાવવાની વાત કરી રહ્યો હતો. કેબ ડ્રાઈવરે એવો પણ દાવો કર્યો કે, ફોન પર થયેલી વાતને રેકોર્ડ પણ કરી છે. નિવેદનમાં કહેવામા આવ્યું કે, ત્યારપછી બપ્પાદિત્યને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ટ્વીટમાં પોલીસ સ્ટેશનના નામનો ઉલ્લેખ નથી.

બપ્પાદિત્યએ પોલીસને વાતચીત સાંભળવાનો આગ્રહ કર્યો, જેથી ડ્રાઈવરના દાવાની ખાતરી થઈ શકે. ડ્રાઈવરે કવિ-કાર્યકર્તાને કથિત રીતે એમ પણ કહ્યું કે, તમે લોકો દેશને બરબાદ કરી દેશો. તો શું તમે એવી આશા રાખો છો કે અમે ચુપચાપ બેસીને તમને જોતા રહીશું. કેબના ડ્રાઈવરે એમ પણ કહ્યું કે, બપ્પાદિત્યએ તેમનો આભાર માનવો જોઈએ કે,તે તેમને અન્ય કોઈ જગ્યાએ લઈ જવાને બદલે પોલીસ સ્ટેશન લઈ ગયો. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસે કવિ સાથે નરમ વલણ દાખવ્યું અને તેમને તેમજ ડ્રાઈવરને નિવેદન નોંધાવવા પણ કહ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાતે લગભગ એક વાગ્યાની આસપાસ કોમ્યુનિસ્ટ કાર્યકર્તા એસ ગોહિલ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યાર પછી બપ્પાદિત્ય સરકારને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યાં. કૃષ્ણન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર પોલીસે બપ્પાદિત્યને સલાહ આપી કે તે ડફલી સાથે ન રાખે અને લાલ સ્કાર્ફ ન પહેરે, કારણ કે માહોલ ખરાબ છે અને તેમની સાથે કંઈ પણ થઈ શકે છે.

કવિતા કૃષ્ણને આ ટ્વીટમાં મુંબઈ પોલીસ અને ઉબરને પણ ટેગ કર્યું છે. પોલીસે તેમના ટ્વીટના જવાબમાં કહ્યું કે, તે આ મામલે વિસ્તૃત જાણકારી આપે. ટ્વીટર હેન્ડલ ઉબર ઈન્ડિયા સપોર્ટે કહ્યું કે, ઘટના ચિંતાજનક છે. અમે પ્રાથમિકતાના આધાર પર આ ઘટનાનું સમાધાન કરવા ઈચ્છીએ છીએ. કૃપા કરીને જેના દ્વારા કેબ બુક કરાવવામાં આવી એની રજીસ્ટર માહિતી શેર કરો.

ટ્રમ્પને ઇમ્પિચમેન્ટમાંથી રાહતઃ અમેરિકાના ઇતિહાસના ત્રીજા પ્રમુખ

વોશિંગ્ટન:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇમ્પિચમેન્ટની બધી દરખાસ્તોમાંથી મુકત કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી એવી વ્યક્તિ છે,  જેમણે ઇમ્પિચમેન્ટના આરોપ લાગ્યા બાદ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી હોય. અમેરિકી સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇમ્પિચમેન્ટના બધા આરોપોમાંથી મુક્ત કર્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધીઓની સામે સત્તાનો અને નાણાંનો કથિત દુરુપયોગ કર્યો હોવાનું ફોર્મલ હાઉસની તપાસમાં બહાર આવતાં તેમની સામે અમેરિકી સેનેટે ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમની પર એ પણ આરોપો હતા કે ડિસેમ્બરમાં પદનો દુરુપયોગ કરીને કોંગ્રેસ (સંસદ)ની કાર્યવાહીમાં અડચણો ઊભી કરવી.

વર્ષ 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય વિરોધીઓ જો બોડેન અને તેમના પુત્ર હન્ટરની સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે બદલ ટ્રમ્પે દબાણ આણ્યું હતું અને મિલિટરી સહાય અટકાવી હતી. આ ઉપરાંત  રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવા બદલ રશિયા નહીં પણ યુક્રેનના પ્રમુખ વોલોડાયમર ઝેલેન્સ્કીનો પણ હાથ હતો.

અમેરિકાના ઇતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે કોઈ અમેરિકન પ્રમુખને હાઉસ સમક્ષ ઊભા કરવામાં આવ્યા હોય અને સેનેટમાં તેમની ટ્રાયલ ચાલી હોય.અમેરિકાના ઇતિહાસમાં આ અગાઉ બે વાર રાષ્ટ્રપતિને દૂર કરવાના પ્રયાસ થયા હતા. જેમાં રાષ્ટ્રપ્રમુખ એન્ડ્રયુ જોનસનને રાષ્ટ્રપતિપદથી દૂર કરવાના અનેક પ્રયાસ થયા હતા, પરંતુ પહેલો પ્રયાસ સાત જાન્યુઆરી, 1867માં થયો હતો. જેમાં ઓહાયો સ્ટેટના રિપબ્લિક પક્ષના જેમ્સે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો ઠરાવ રજૂ કર્યો હતો. 21 નવેમ્બર, 1867એ હાઉસ જ્યુડિશરી કમિટીએ અમ્પિચમેન્ટનું બિલ રજૂ કર્યું, જેમાં જોનસન સામે અનેક ફરિયાદો વિશાળ સંગ્રહ હતો. ત્યાર બાદ 5 ડિસેમ્બર 1867એ હાઉસમાં મતદાન યોજાયું હતું, જેમાં આ દરખાસ્ત 57 વિરુદ્ધ  108થી ઊડી ગઈ હતી.

અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિ સામે બીજી વાર બિલ ક્લિન્ટન સામે મોનિકા લેવેન્સ્કી કૌભાંડ આવ્યાના એક મહિના પહેલાં 5 નવેમ્બર, 1997એ બોબ બારે હાઉસ જ્યુડિશિયરી કમિટી સમક્ષ ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા કરતો એક ઠરાવ રજૂ કર્યો હતો. બારે આક્ષેપ કર્યા હતા કે ક્લિન્ટને ચૂંટણી કેમ્પેન દરમ્યાન વિદેશ સ્રોતો –ખાસ કરીને પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન પાસેથી ફંડ એકત્ર કર્યું હતું. .

‘મલંગ’ના સ્પેશિયલ શોમાં વ્હાઈટમાં દિશાનો સેક્સી લૂક…

આગામી હિન્દી ફિલ્મ 'મલંગ'ના નિર્માતાઓએ 6 ફેબ્રુઆરી, ગુરુવારે મુંબઈમાં જુહૂ ખાતેના પીવીઆર સિનેમા ખાતે વિશેષ શોનું આયોજન કર્યું હતું જેમાં ફિલ્મના કલાકારો આદિત્ય રોય કપૂર, દિશા પટની, અનિલ કપૂર, કુણાલ ખેમૂએ હાજરી આપી હતી. મોહિત સુરી દિગ્દર્શિત રોમેન્ટિક એક્શન થ્રિલર ફિલ્મ 'મલંગ' આજે, 7 ફેબ્રુઆરીથી રિલીઝ થઈ છે. (તસવીરોઃ માનસ સોમપુરા) ARTFIRST PHOTO DESIGNS


દિશા પટની અને આદિત્ય રોય કપૂર ARTFIRST PHOTO DESIGNS


(ડાબેથી જમણે) કુણાલ ખેમૂ, દિશા પટની, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર ARTFIRST PHOTO DESIGNS


અનિલ કપૂર ARTFIRST PHOTO DESIGNS


દિશા પટની ARTFIRST PHOTO DESIGNS


રકુલ પ્રીત સિંહ ARTFIRST PHOTO DESIGNS


કુણાલ ખેમૂ ARTFIRST PHOTO DESIGNS


દિગ્દર્શક મોહિત સુરી એમના પત્ની ઉદિતા ગોસ્વામી સાથે ARTFIRST PHOTO DESIGNS


ટાઈગર શ્રોફ ARTFIRST PHOTO DESIGNS


ચંકી પાંડે ARTFIRST PHOTO DESIGNS


પુલકિત સમ્રાટ એની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા સાથે ARTFIRST PHOTO DESIGNS


નુસરત ભરૂચા ARTFIRST PHOTO DESIGNS


કૃતિ ખરબંદા ARTFIRST PHOTO DESIGNS


કેટરીના કૈફ ARTFIRST PHOTO DESIGNS


ઉર્વશી રાઉતેલા ARTFIRST PHOTO DESIGNS