નવી દિલ્હીઃ AAPના નેતા દીપક સિંગલા પર EDએ મોટી કાર્યવાહી કરતાં તેમની ધરપકડ કરી છે. આ પહેલાં EDએ દિલ્હી અને ગોવા સહિત અનેક સ્થળોએ બે અલગ-અલગ કેસોમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. EDની પ્રથમ કાર્યવાહી AAP નેતા દીપક સિંગલા સામે થઈ હતી. બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીએ દિલ્હી અને ગોવામાં તેમનાં સ્થાનો પર તલાશી લીધી હતી. બીજી તરફ, દિલ્હીના સુભાષ નગર સ્થિત ‘બાબાજી ફાઇનાન્સ ગ્રુપ’ સાથે જોડાયેલા રામ સિંહનાં ઠેકાણાંઓ પર પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
EDની બે અલગ-અલગ કેસોમાં કાર્યવાહી
‘બાબાજી ફાઇનાન્સ ગ્રુપ’ સામેની આ કાર્યવાહી સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરીને અંદાજે 180 કરોડ રૂપિયાનો ગેરવહીવટ અને મની લોન્ડરિંગના આરોપોને લઈને કરવામાં આવી છે. EDએ બે જુદા-જુદા કેસોમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ કેસમાં દિલ્હી અને ગોવામાં બેંક ફ્રોડ મામલે AAP નેતા દીપક સિંગલાનાં સ્થાનોઓ પર તલાશી લેવામાં આવી હતી. જ્યારે બીજા કેસમાં દિલ્હીના સુભાષનગર સ્થિત બાબાજી ફાઇનાન્સ ગ્રુપના રામ સિંહનાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં સામાન્ય જનતાથી છેતરપિંડી કરીને આશરે 180 કરોડ રૂપિયાની ઉચાપત અને મની લોન્ડરિંગને મામલે તપાસ ચાલી રહી છે.
VIDEO | Delhi: The Enforcement Directorate (ED) arrests AAP leader Deepak Singla in connection with an alleged money laundering case. Visuals from Singla’s residence.
દીપક સિંગલા આમ આદમી પાર્ટી તરફથી વિશ્વાસ નગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર રહી ચૂક્યા છે. 2024માં પણ એક તપાસના સંદર્ભમાં EDએ તેમનાં સ્થાનોઓ પર દરોડા પાડ્યા હતા. આ મામલે તેમની તરફથી તરત કોઈ પ્રતિક્રિયા મળી શકી નહોતી. બીજી એક અલગ તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ એવા કેસમાં પણ દરોડા પાડ્યા, જેમાં રોકાણને નામે છેતરપિંડી કરીને કેટલાક લોકો પાસેથી અંદાજે 180 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આ તપાસ હેઠળ દિલ્હીના સુભાષ નગર સ્થિત ‘બાબાજી ફાઇનાન્સ ગ્રુપ’ સાથે જોડાયેલા રામ સિંહ નામની વ્યક્તિનાં સ્થાનોઓ પર પણ તલાશી લેવામાં આવી છે.
નવી દિલ્હીઃ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલી સૈન્ય તણાવની સ્થિતિ હવે એવા ખતરનાક મુકામે પહોંચી છે, જે સીધી તમારી ડિજિટલ જિંદગીને અસર કરી શકે છે. અત્યાર સુધી વિશ્વ માત્ર એ ભયમાં હતું કે હોર્મુઝ સંકટને કારણે ક્રૂડ ઓઇલનો સપ્લાય અટકી જશે અને પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ જશે, પરંતુ હવે ઈરાને એવો એક ‘માસ્ટરપ્લાન’ તૈયાર કર્યો હોવાના સંકેતો મળ્યા છે, જેને કારણે વિશ્વભરમાં ઇન્ટરનેટ વ્યવસ્થા ખોરવાઈ શકે છે. ઈરાની મિડિયા અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલાં સૂત્રોએ સંકેત આપ્યા છે કે તહેરાન હવે હોર્મુઝની નીચે પથરાયેલા સમુદ્રી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ પર પોતાનું નિયંત્રણ વધારવા માગે છે. આ કેબલ્સ વિશ્વભરના ડિજિટલ ડેટા ટ્રાન્સફરનું મુખ્ય માધ્યમ છે. જો આવું બને, તો ગૂગલ, મેટા, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓના સમગ્ર ડિજિટલ સામ્રાજ્યને મોટો આંચકો લાગી શકે છે.
ઓઇલ નહીં, હવે ડેટા બન્યો નવો ‘ચોકપોઇન્ટ’
ઘણા લોકો માને છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા હવામાં ચાલે છે, પરંતુ હકીકત એ છે કે દુનિયાનો 95 ટકાથી વધુ ઇન્ટરનેટ ડેટા સમુદ્રની અંદર પથરાયેલા અત્યંત પાતળા ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ મારફતે એક ખંડમાંથી બીજા ખંડ સુધી પહોંચે છે.
ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકન ટેક કંપનીઓ સહકાર નહીં આપે, તો આ રૂટ પરથી પસાર થતા ડિજિટલ ટ્રાફિકને અવરોધિત અથવા ધીમું કરવામાં આવી શકે છે.
મોટી ટેક કંપનીઓ કેમ નિશાન પર?
છેલ્લા એક દાયકામાં ગૂગલ, મેટા, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પોતાના ક્લાઉડ સ્ટોરેજ, AI વર્કલોડ અને હાઈ-સ્પીડ ડેટા માટે સમુદ્રની અંદર ખાનગી કેબલ નેટવર્ક બિછાવવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે.
જો ખાડી વિસ્તારના આ સમુદ્રી રૂટમાં થોડો પણ વિક્ષેપ આવે તો માત્ર ફેસબુક-વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જ ધીમું નહીં પડે, પરંતુ વિશ્વભરની બેંકિંગ સિસ્ટમ, શેરબજાર, એરલાઇન્સ લોજિસ્ટિક્સ અને ક્લાઉડ સર્વર્સ પણ ગંભીર અસર હેઠળ આવી શકે છે. આ કારણે સંરક્ષણ નિષ્ણાતો હવે આ અંડર-સી કેબલ્સને વીજળી ગ્રિડ અને ઓઇલ પાઇપલાઇન જેવી ‘ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ તરીકે જોવાનું શરૂ કર્યું છે.
ભારત પર કેવી અસર પડશે?
આ ડિજિટલ સંઘર્ષનો મોટો પ્રભાવ ભારત પર પણ પડી શકે છે. અહેવાલો મુજબ ભારતમાંથી યુરોપ અને અમેરિકા જતો ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો ખાડી વિસ્તાર અને લાલ સમુદ્રની અંદરથી પસાર થતી કેબલ્સ પર આધારિત છે. જો ઈરાન આ કેબલ્સના મેઇનટેઇનન્સમાં અવરોધ ઊભો કરે તો ભારતમાં કરોડો યુઝર્સ માટે ક્લાઉડ સર્વિસ, ઓનલાઈન પેમેન્ટ એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મની ગતિ ધીમી પડી શકે છે.
ચેન્નઈઃ DMKના વરિષ્ઠ નેતા અને તિરુચેંદુરનાં ધારાસભ્ય અનીતા રાધાકૃષ્ણને રવિવારે તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજય અને તેમની TVK નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર છ મહિના પણ ટકી શકશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે DMKપ્રમુખ એમકે સ્ટાલિન — જે વિજય અને તેમની TVKની એપ્રિલની ભવ્ય ચૂંટણી જીત પહેલાં મુખ્ય મંત્રી હતા — ટૂંક સમયમાં ફરી સત્તામાં પાછા ફરશે. દક્ષિણ તામિલનાડુમાં યોજાયેલા એક પાર્ટી કાર્યક્રમમાં રાધાકૃષ્ણને સત્તારૂઢ તમિલાગા વેટ્રી કઝગમના વરિષ્ઠ નેતા આધવ અર્જુનને પણ પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે અર્જુન પહેલા વિલ્લીવક્કમ બેઠક પરથી રાજીનામું આપે અને પછી તિરુચેંદુરમાં તેમના સામે ચૂંટણી લડી બતાવે.
આ સરકાર માત્ર ચાર મહિના જ ટકશે
રાધાકૃષ્ણને જાહેરમાં કહ્યું હતું કે આ સરકાર માત્ર ચાર મહિના વધુ ટકશે. આધવ અર્જુન નામનો એક જ માણસ છે. જો હિંમત હોય તો ધારાસભ્યપદેથી રાજીનામું આપો, હું પણ આપું છું. એ પછી તિરુચેંદુરમાં સામસામે ટક્કર કરીએ. આ અમારું શહેર છે. અહીં અમે કોઈને પણ હરાવી શકીએ છીએ.
તિરુચેંદુર બેઠક છેલ્લાં 25 વર્ષથી અનીતા રાધાકૃષ્ણનનો ગઢ રહી છે. તેમણે 2001માં પ્રથમ વખત DMKના મુખ્ય દ્રવિડ પ્રતિસ્પર્ધી AIADMK માટે આ બેઠક જીતી હતી અને 2009માં DMK માટે તેને જાળવી રાખી હતી.
સ્ટાલિન આગામી મુખ્ય મંત્રી બનશે
રાધાકૃષ્ણને એમકે સ્ટાલિનનો પણ બચાવ કર્યો, જ્યારે તેમને પોતાના ગઢ કોલાથુરમાં વી.એસ. બાબુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વી.એસ. બાબુ DMKના અસંતોષી ભૂતપૂર્વ નેતા હતા, જેઓ બાદમાં વિજયની TVKમાં જોડાયા અને પોતાના પૂર્વ નેતાને સત્તાથી દૂર કર્યા. રાધાકૃષ્ણને કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા ‘થલાઇવર’ (નેતા) એમકે સ્ટાલિન ત્રિચીમાંથી ચૂંટણી લડે. સ્ટાલિને કોલાથુરને સિંગાપુરમાં બદલી નાખ્યું છે. ત્યાર બાદ તેમણે મતદાતાઓ પર નિશાન સાધતાં તેમને “નકામા” ગણાવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે થલાઇવર આગામી મુખ્ય મંત્રી બનશે. ચારથી છ મહિના પછી અમારા નેતા મુખ્ય મંત્રી બનશે.
TVK તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં
જોકે વિજયના કાર્યાલય TVK અને આધવ અર્જુને આ ટિપ્પણીઓ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ નિવેદનો TVK અને DMK વચ્ચે વધતા રાજકીય સંઘર્ષ વચ્ચે આવ્યા છે.
નવી દિલ્હીઃ કેરળમાં વીડી સતીશનના નેતૃત્વ હેઠળ UDF સરકારે શપથ ગ્રહણ કર્યા હતા. UDFએ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. સતીશનના નવા મંત્રીમંડળમાં 14 નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલનો મંત્રીમંડળમાં પ્રભાવ યથાવત્ રહ્યો છે. વેણુગોપાલ પણ કેરળમાં મુખ્ય મંત્રી પદની દોડમાં સામેલ હતા. સતીશન પાસે નાણાં મંત્રાલય રહેશે, જ્યારે તેમના રાજકીય પ્રતિસ્પર્ધી રમેશ ચેન્નિથલાને ગૃહ અને વિજિલન્સ જેવા મહત્વપૂર્ણ વિભાગો મળશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને મળનારા મહત્વના વિભાગોમાંથી મોટા ભાગના વિભાગો વેણુગોપાલ જૂથના નેતાઓને આપવામાં આવશે.
કોંગ્રેસે મંત્રીમંડળ રચનામાં ચાર નવા ધારાસભ્યોને મંત્રી પદ માટે પસંદ કર્યા છે અને અનેક વરિષ્ઠ ધારાસભ્યોને મંત્રી બનવાની દોડમાંથી બહાર રાખ્યા છે. સતીશન એવા મંત્રીમંડળનું નેતૃત્વ સંભાળશે જેમાં તેમના બંને વિરોધી — ચેન્નિથલા અને કેસી વેણુગોપાલ —ના સમર્થક ધારાસભ્યોને મહત્વપૂર્ણ મંત્રાલયો મળશે.
IUMLને મળ્યા પાંચ મંત્રી પદ
UDF સરકારને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ( IUML)ના 22 ધારાસભ્યોનું પણ સમર્થન છે. IUMLને પાંચ મંત્રી પદ મળ્યા છે, જ્યારે કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (જેકબ), આરએસપી અને સીએમપીને એક-એક મંત્રી પદ આપવામાં આવ્યું છે. IUMLના રાજ્ય અધ્યક્ષ સૈયદ સાદિક અલી શિહાબ થંગલે જણાવ્યું હતું કે પાર્ટી પાસે તે વિભાગો જ રહેશે, જે 2011થી 2016 દરમિયાનની અગાઉની UDF સરકારમાં હતા. તેમણે કહ્યું કે અઢી વર્ષ બાદ IUMLના એક વધુ ધારાસભ્ય પરક્કલ અબદુલ્લાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.
અગાઉની UDF સરકારોમાં IUML પાસે ઉદ્યોગ, શિક્ષણ, જાહેર નિર્માણ, આઈટી અને સ્થાનિક સ્વરાજ જેવા વિભાગો હતા. IUMLના મંત્રીઓમાં કે.એમ. શાજીનું નામ પણ સામેલ છે. શાજીએ તાજેતરમાં “પાર્ટી સમુદાય માટે શાસન કરશે” એવા નિવેદનથી વિવાદ ઊભો કર્યો હતો. CM સતીશને વધુમાં જણાવ્યું હતું કે વિભાગોને લઈને સહમતી થઈ ચૂકી છે અને તેની સત્તાવાર જાહેરાત શપથ ગ્રહણ સમારોહ બાદ કરવામાં આવશે.
નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે .
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.
આઇપીએલ 2026 ની પ્લેઓફની રેસ હવે અત્યંત રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે, જ્યાં રવિવારની રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) ઈતિહાસ રચી દીધો છે. ટુર્નામેન્ટની 61st મેચમાં બેંગલુરુએ પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ સર્વશ્રેષ્ઠ રમત બતાવીને 23 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપ અને વિરાટ કોહલીના દમદાર ફોર્મ વાળી આરસીબી ચાલુ સીઝનમાં પ્લેઓફમાં ઓફિશિયલી ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ચૂક્યા છે કારણ કે આ તેમની સતત 6th હાર છે.
ટેબલમાં ટોપ પર આરસીબી, પંજાબ બેકફૂટ પર
ચાલુ આઇપીએલ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્રદર્શનમાં અદભુત સાતત્ય (કન્સિસ્ટન્સી) જોવા મળ્યું છે. બેંગલુરુએ અત્યાર સુધી રમેલા 13 મુકાબલાઓમાંથી 9 મેચમાં શાનદાર જીત હાંસલ કરી છે અને 18 પોઈન્ટ્સ સાથે પ્લેઓફની રેસમાં ટોપ પર છે. બીજી બાજુ પંજાબ કિંગ્સે 13 મેચ રમી છે જેમાંથી તે માત્ર 6 મેચ જીતી શક્યું છે અને 13 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ઘણું પાછળ ધકેલાઈ ગયું છે.
ટોસ હારીને આરસીબીના બેટ્સમેનોનો રન-વરસાદ
ધર્મશાલાના હાઈ-એલ્ટિટ્યુડ મેદાન પર પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીની શરૂઆત સારી રહી નહોતી અને જેકબ બેથલ માત્ર 11 રન બનાવી હરપ્રીત બ્રારનો શિકાર બન્યો હતો. જોકે, ત્યારબાદ ક્રીઝ પર આવેલા રન-મશીન વિરાટ કોહલી અને યુવા સ્ટાર દેવદત્ત પડિક્કલે મોરચો સંભાળ્યો હતો અને બીજી વિકેટ માટે 76 રનની મજબૂત ભાગીદારી કરી હતી. પડિક્કલે 25 બોલમાં 4 ફોર અને 3 સિક્સરની મદદથી 45 રન ફટકાર્યા હતા.
બીજા છેડે વિરાટ કોહલીએ પોતાની ક્લાસ બેટિંગ ચાલુ રાખતા આઇપીએલ કરિયરની 67th ફિફ્ટી (અર્ધસદી) ફટકારી હતી. કોહલીએ 37 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેમાં 4 ફોર અને 3 સિક્સર સામેલ હતી. કોહલીને યુઝવેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો. ત્યારપછી વેંકટેશ અય્યર અને ટિમ ડેવિડે તોફાની બેટિંગ કરીને પંજાબના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. બંનેએ ચોથી વિકેટ માટે માત્ર ગણતરીના બોલમાં 65 રન ઝૂડી કાઢ્યા હતા. વેંકટેશ અય્યરે 40 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 73* રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે ટિમ ડેવિડે 12 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. આ પ્રહારોના બળે આરસીબીએ 4 વિકેટે 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પંજાબ માટે હરપ્રીત બ્રારે 2 વિકેટ ઝડપી હતી.
પંજાબનો ટોપ ઓર્ડર ફ્લોપ, શશાંકની લડત એળે ગઈ
223 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ અને શરમજનક રહી હતી. ટીમે માત્ર 19 રનના સ્કોર પર પોતાની 3 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. ઓપનર પ્રિયાંશ આર્ય (0) અને પ્રભસિમરન સિંહ (2) ને ભુવનેશ્વર કુમારે શરૂઆતમાં જ આઉટ કર્યા હતા, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યર પણ માત્ર 1 રન બનાવી રસિક સલામ ડારની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. આ મુશ્કેલ સ્થિતિમાં કૂપર કોનોલી અને સૂર્યાંશ શેડગેએ ચોથી વિકેટ માટે 43 રન જોડીને ઇનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. કોનોલીએ 22 બોલમાં 3 સિક્સર અને 3 ફોરની મદદથી 37 રન બનાવ્યા હતા જેને રોમારિયો શેફર્ડે આઉટ કર્યો હતો. સૂર્યાંશ શેડગેએ પણ 22 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું, તે સ્પિનર સુયશ શર્માની ફિરકીમાં ફસાઈ ગયો હતો.
ત્યારબાદ માર્કસ સ્ટોઈનિસ અને શશાંક સિંહે પંજાબની આશાઓ જીવંત રાખતા છઠ્ઠી વિકેટ માટે 67 રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી. સ્ટોઈનિસ 37 રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. શશાંક સિંહે પંજાબ તરફથી સૌથી વધુ લડત આપતા માત્ર 27 બોલમાં 4 સિક્સર અને 4 ફોરની મદદથી 56 રનની આક્રમક અર્ધસદી ફટકારી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. આરસીબી તરફથી યુવા બોલર રસિક સલામ ડારે સૌથી વધુ 3 વિકેટ ઝડપીને પંજાબની કમર તોડી નાખી હતી અને પંજાબની ઇનિંગ 199 રન પર જ સમેટાતા બેંગલુરુએ 23 રનથી મેચ જીતી લીધી હતી.
હેડ-ટુ-હેડ આંકડામાં પણ આરસીબી આગળ
ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 38 મુકાબલા ખેલાયા છે. આ આંકડાઓમાં બેંગલુરુનું પલડું ભારે રહ્યું છે, જેમાં આરસીબીએ 20 મેચોમાં જીત મેળવી છે જ્યારે પંજાબ કિંગ્સના ફાળે 18 જીત આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા સીઝનમાં બંને ટીમો વચ્ચે ફાઇનલ સહિત 4 મેચો રમાઈ હતી, જેમાંથી 3 મુકાબલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીતીને પોતાનો દબદબો સાબિત કર્યો હતો.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ યુરોપ પ્રવાસના બીજા તબક્કા હેઠળ રવિવારે સ્વીડન પહોંચી ગયા છે. સ્વીડનના પ્રખ્યાત ઔદ્યોગિક શહેર ગોટેબર્ગના એરપોર્ટ પર પીએમ મોદીનું અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સને પ્રોટોકોલ તોડીને પોતે એરપોર્ટ પર હાજર રહી ભારતીય વડાપ્રધાનનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારત અને સ્વીડન વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આ બે દિવસીય મુલાકાતને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.
આકાશમાં ગ્રીપેન ફાઇટર જેટ્સનું અભૂતપૂર્વ એસ્કોર્ટ
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે સ્વીડન સરકારે એક ખાસ અને દુર્લભ સૈન્ય સન્માન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન જેવું જ સ્વીડનની હવાઈ સીમા (Airspace) માં દાખલ થયું, કે તુરંત જ સ્વીડિશ એરફોર્સના અત્યાધુનિક ‘ગ્રીપેન’ ફાઇટર જેટ્સે (Gripen Fighter Jets) તેમના વિમાનને ચારેય તરફથી ઘેરી લીધું હતું. આ યુદ્ધ વિમાનોએ પીએમ મોદીના પ્લેનને હવામાં જ એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું અને સેલ્યુટ કરતા કરતા ગોટેબર્ગ એરપોર્ટ સુધી સુરક્ષિત રીતે એસ્કોર્ટ કર્યું હતું.
ભવિષ્યની ટેકનોલોજી અને ડિફેન્સ પર થશે દ્વિપક્ષીય ચર્ચા
આ 2 days ના ટૂંકા પરંતુ અત્યંત વ્યસ્ત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્વીડિશ પીએમ ક્રિસ્ટર્સન વચ્ચે વન-ટુ-વન હાઈ-લેવલ બેઠક યોજાશે. આ મહત્વપૂર્ણ ચર્ચામાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ગ્રીન એનર્જી (હરિત ઊર્જા), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ન્યૂ ટેકનોલોજી, ડિફેન્સ (સંરક્ષણ), સ્પેસ સેક્ટર, સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ સપ્લાય ચેઈન અને ક્લાઈમેટ ચેન્જ (હવામાન પરિવર્તન) જેવા વૈશ્વિક અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર વ્યાપક મંથન કરવામાં આવશે. પીએમ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને સ્વીડનના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાનો છે.
યુરોપિયન રાઉન્ડટેબલ ફોર ઇન્ડસ્ટ્રીમાં ભાગ લેશે
આ પ્રવાસનું એક મુખ્ય આકર્ષણ બિઝનેસ ફોરમ પણ છે. બંને દેશોના પ્રધાનમંત્રીઓ સંયુક્ત રીતે યુરોપના સૌથી મોટા અને પ્રભાવશાળી વ્યાપારી મંચ ‘યુરોપિયન રાઉન્ડટેબલ ફોર ઇન્ડસ્ટ્રી’ (European Roundtable for Industry) ને સંબોધિત કરશે. આ પ્રતિષ્ઠિત ફોરમમાં યુરોપના અગ્રણી બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે. વિશેષ વાત એ છે કે આ બેઠકમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટના કારણે ભારત માટે યુરોપિયન દેશોમાં મોટું રોકાણ લાવવા અને સ્થાનિક નિકાસ વધારવા માટેના નવા આર્થિક દ્વાર ખુલી શકે છે.