વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. એ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો ભારત એવું નહીં કરે તો તેને ભારે ટેરિફ (કર) ચૂકવતા રહેવું પડશે. એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું મેં PM મોદી સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ રશિયન તેલ અંગે હવે એવું નહીં કરે.
જોકે ભારતે એવો દાવો કર્યો હતો કે મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી, પોતાના વિમાન ‘એર ફોર્સ વન’માં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે આ સાથે ધમકી પણ આપી કે જો નવી દિલ્હી તેમની શરતો સ્વીકારશે નહીં અને રશિયાથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે, તો ભારતીય માલ પર તેઓ વિસ્તૃત સ્તરે ટેરિફ લગાવતા રહેશે.
ટ્રમ્પની આ ટિપ્પણી અમેરિકા દ્વારા રશિયા સાથેના વેપાર ભાગીદારો પર, ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં, વધતા દબાણ વચ્ચે આવી છે. વોશિંગ્ટનનું કહેવું છે કે આ દેશો રશિયાથી તેલ ખરીદીને અપ્રત્યક્ષ રીતે યુક્રેનમાં મોસ્કોની જંગને ફંડિંગ કરી રહ્યા છે.
અમેરિકા ભારતમાંથી થતા નિકાસ પર 50 ટકા સુધીનો વ્યાપક ટેરિફ લગાવે છે, જે દુનિયાના અન્ય દેશોમાંથી સૌથી વધુ છે. તેમાં રશિયા સાથેના વેપાર માટે ભારત પર 25 ટકા દંડ પણ સામેલ છે.
ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે જો નવી દિલ્હી મોસ્કો સાથેના પોતાના ક્રૂડ ઓઇલના વેપારને નહીં રોકે તો ભારત પર લાગેલા આ ટેરિફ યથાવત્ રહેશે અથવા તેને વધુ વધારી દેવામાં આવશે.
જ્યારે કાચ ફૂટવાનો અવાજ અને બીજો શોર થયો ત્યારે સાર્થકનું એ દિશા તરફ ધ્યાન ગયું. એણે નાક પર ઊતરી આવેલી ચશ્માંની ફ્રેમને ઠીક કરી, ડાયરીમાં પાના વચાળે પોતાની પેન રાખી—ડાયરી બંધ કરી. ઝભ્ભાની બાંયુને કોણી સુધી ચડાવી અને ઘટનાક્રમ શો હતો એ જાણવામાં સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું.
થોડી જ વારમાં એણે જાણ્યું આ હોટેલમાં ટેબલબૉય તરીકે કામ કરતો છોકરો બેધ્યાનપણે કોઈ શ્રીમંત નબીરા જોડે અથડાતાં ચાઈની પ્યાલી એનાં કીમતી કપડાં પર પડી એમાં એ ટેબલબૉય ઉપર વરસી પડેલો.
ઘરાક સાચવવા માટે હોટલનો મૅનેજર પણ પેલા છોકરાને ખરી—ખોટી સંભળાવતો રહ્યો. છોકરાના મોંમાં જીભજ તાળવે ચોંટી ગયેલી. એ જડ ભાવથી તૂટેલી પ્યાલીઓ એકઠી કરી રહ્યો હતો.
સાર્થકને લાગ્યું જાણે એ તૂટેલા કાચની કરચોમાંથી બીજું પણ કંઈક એકઠું કરી રહ્યો છે.
એ છોકરા માટે અનુકંપાનો ભાવ ઊછળી આવ્યો. આ નિશ્ચિત ટેબલ પર આવીને ૩-૪ ચા પીતાં-પીતાં ડાયરીમાં કશુંક ટપકાવતા રહેવું એ સાર્થકનો નિત્યક્રમ હતો અને એ નિત્યક્રમની ફ્રેમમાં પેલા છોકરાનો પણ સમાવેશ થતો હતો. જે ખૂબ મેનર્ડફુલી… સાર્થકને ટેબલસર્વિસ પૂરી પાડતો. સાર્થક એ ટેબલબૉયને પ્યારથી ‘મિત્ર’ કહેતો.
કાચના ટુકડાઓ ડસ્ટબિનમાં નાખીને છોકરો ઝડપથી હોટેલ પાછળની ઝૂંપડપટ્ટીમાં સરકી ગયો. સાર્થકે એને રોકવાના પ્રયાસો કર્યા તેમ છતાં—
ક્ષણાર્ધમાં જ સાર્થકે નક્કી કરી લીધું એણે શું કરવું ! થોડી જ મિનિટોમાં એ એક ઝૂંપડીમાં હતો. સાર્થકે જાણ્યું કે ટેબલબૉય ૩-૩ રાતથી ઊંઘ્યા વગર એક ચીંથરેહાલ વૃદ્ધાની શુશ્રૂષા કરી રહ્યો હતો. પરિણામે અપૂરતી ઊંઘથી એ લથડી ગયેલો. સાર્થકનું આશ્ચર્ય બેવડાયું જ્યારે એણે જાણ્યું કે એ વૃદ્ધાને તો એ બસ સ્ટેશનથી પોતાના ઘરે માત્ર સારવાર અર્થે જ લઈ આવેલો; કોઈ જ ઓળખાણ વિના.
સાર્થક એને કંઈ પૂછે એ પે’લાં છોકરાએ ઉમેર્યું કે… સરજી, હવે એમ ન પૂછશો કે મેં આવું શા માટે કર્યું? બધી જ વાતનાં કારણો નથી હોતાં અને હોય છે એ બધાં જ કહીને સમજાવી નથી શકાતાં… મારાં સાચાં મા—બાપ તો કોને ખબર કોણ હશે! પણ વરસો પે’લાં.. એક સવારે રેલવે સ્ટેશનની કચરાપેટીમાંથી, કચરા વીણતો એક માણસ અધમૂઆ જેવા થઈ ગયેલા તાજા બાળકને આ ઝૂંપડીમાં લાવેલો… જેને હું મારો બાપ ગણું છું, સરજી…!તમારી જેમ બહુ ભણ્યો નથી પણ મારા બાપે એટલું શિખવાડ્યું છે કે. આ દુનિયામાં એક માણસની બીજા માણસને મદદ કરવાની આપણી ફરજ છે.
સપ્તાહ દરમિયાન અંગતપ્રશ્ન થી માનસિકથાક ની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
સદગુરુ: પ્રેમના વિષય સાથે અઢળક સંવેદના જોડાયેલી છે અને તે વિશે અનેક કાલ્પનિક વાતો કહેવાઈ છે, પરંતુ, હું પ્રેમના મિકેનિક્સનો મુદ્દો રજૂ કરવાનું પસંદ કરીશ. ઉદાહરણ તરીકે, લોકો કહે છે, “પ્રભુ તમને પ્રેમ કરે છે,” પણ શું વાસ્તવમાં કોઈ જાણે છે કે પ્રભુ પ્રેમ કરે છે કે નહીં? પ્રેમ એ માનવીય મનોભાવ છે. માનવી ઈચ્છે તે સમયે પ્રેમ કરવા માટે સક્ષમ છે. પણ દુર્ભાગ્યે, આપણે આપણું જીવન જે સુંદર છે, તે સઘળું સ્વર્ગમાં લઈ જવા માગીએ છીએ અને આ પૃથ્વી પર અવિચારીપણે જીવીએ છીએ. પ્રેમ, આનંદ, પરમસુખ – આ તમામ માનવીય સંભવિતતાઓ છે. આથી, દૈવી પ્રેમ વિશે નહીં, આપણે માનવ સ્નેહ વિશે વાત કરીએ.
સામાન્યપણે, જ્યારે હોર્મોન્સ તમારી બુદ્ધિશક્તિ પર કબ્જો જમાવી દે છે, ત્યારે લોકો વિચારે છે કે તેઓ પ્રેમમાં પડ્યા – તે એક પાસું છે. જ્યારે તમે કહો છો, “હું,” ત્યારે તે શું છે, જેનો તમે ઉલ્લેખ કરી રહ્યા છો? એક વસ્તુ છે તમારો ભૌતિક દેહ, બીજું છે તમારૂં મન – જે રીતે તમે વિચારો છો, ત્યાર પછીની અન્ય એક બાબત છે તમારો મનોભાવ – જે રીતે તમે વિચારો છો, અને ઊર્જા, કે જે બાકીની ત્રણ બાબતોને દોરે છે. તેને તમે “હું” તરીકે ઓળખો છો. જ્યારે આ “હું” જુદા-જુદા સ્તરે આનંદ અનુભવે છે, ત્યારે આપણે તેને જુદાં-જુદાં નામોથી ઓળખીએ છીએ. જો તમારા મનોભાવો અત્યંત આનંદમય હોય, ત્યારે આપણે તેને પ્રેમ કહીએ છીએ.
પ્રેમ એ જીવનનું કેવળ એક પાસું છે. આપણે તેને ઘણું મહત્વ આપ્યું છે, તેનું કારણ છે કે, મોટાભાગનાં લોકોમાં ઘણા સમય સુધી, મનોભાવ સૌથી મજબૂત ભાગ રહ્યો છે. આજે પણ, લોકો સ્વયંને બુદ્ધિશાળી સમજતા હોવા છતાં, મોટાભાગના લોકોમાં મનોભાવ સૌથી મજબૂત પરિબળ છે – નહીં કે તેમની બુદ્ધિશક્તિ, શરીર કે ઊર્જા. આમ, તેને આનંદપ્રદ બનાવવું ઘણું મહત્વપૂર્ણ છે. અન્યથા, તે અપ્રિય અભિવ્યક્તિ બની રહેશે. જો તમે ઘણી પ્રસન્નતા અનુભવી રહ્યા છો, તો અચાનક જ તમે પુષ્પ જેવા બની જશો. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય, ત્યારે જો તમે તેમના ચહેરા તરફ નજર કરશો, તો અચાનક જ તેઓ એક ફૂલ જેવા દેખાશે, કારણ કે તેઓ અંદરથી ઘણી જ પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા હોય છે. તમે જે પણ વ્યક્તિના પ્રેમમાં હોવ, તેઓ કદાચ તમારી લાગણીથી વાકેફ ન પણ હોય – પણ તેનાથી કશો ફર્ક નથી પડતો. તમે પ્રેમમાં છો, બસ તે જ પૂરતું છે. તે તમારી સંવેદના છે.
પ્રેમ એ એવું કશું નથી, જે તમે કરો છો. પ્રેમ એ છે, જે તમે છો. તો, કાં તો તમે સ્વયંને પ્રેમાળ બનાવવા માટે સહાય તરીકે કોઈનો ઉપયોગ કરી શકો, અથવા તો તમે એમ જ પ્રેમાળ બની શકો. કારણ કે, છેવટે, આ અન્ય કોઈની ખાસિયત નથી, આ તમારી જ ખાસિયત છે. આ ખાસિયતને બહાર લાવવાની ચાવી તરીકે તમે અન્ય વ્યક્તિનો ઉપયોગ કરી રહ્યા છો. પરંતુ, તમે અન્ય વ્યક્તિની મદદ લીધા વિના તમારી અંદરથી જ તે ખાસિયત પ્રગટ કરી શકો છો. જો આમ થાય, તો નિઃશંકપણે તે વધુ મજબૂત છે.
જો તમે કોઈ વ્યક્તિમાંથી સુખ, પ્રેમ અને આનંદ બહાર નિકાળવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો તે બંને વ્યક્તિઓ માટે ભયંકર થશે. હું એમ નથી કહેતો કે એકલા રહેવું બહેતર છે. હું એમ કહું છું કે તમે જેવા છો, તે તમારા દ્વારા નક્કી થવું જોઈએ. જો આમ હોય અને તમે લોકો સાથે તમારો પ્રેમ વહેંચવા માટે અહીં છો, જો તમે સુખદ લાગણી અનુભવી રહ્યા છો અને કોઈ વ્યક્તિ સાથે તે વહેંચવા ઈચ્છો છો, તો તે ઘણું જ સુંદર રહેશે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.
આજે દિવાળીની પૂર્વ સંધ્યા છે. ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા માટે રવાના થયા છે. આ સમાચાર અયોધ્યાના લોકો સુધી પહોંચ્યા છે, જાણે લાખો વર્ષો પછી આ વાર્તા વાસ્તવિકતા બની રહી હોય. મુખ્યમંત્રી યોગી અને તેમની પ્રજાએ એક દિવસ પહેલા જ અયોધ્યાની સરહદે આવેલી સરયુ નદીને પ્રકાશિત કરી હતી. સરયુ ઘાટ પર ભવ્ય દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
अरुण नयन राजीव सुवेशं।
सीता नयन चकोर निशेशं।।
हर हृदि मानस बाल मरालं।
नौमि राम उर बाहु विशालं।।
‘दीपोत्सव-2025’ की दिव्य आभा से दीप्त श्री अयोध्या धाम में श्री राम दरबार के प्रतीक स्वरूप का तिलक लगाकर वंदन-अभिनंदन किया।
માત્ર 15 મિનિટમાં 28 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દરેક અયોધ્યાવાસી દીવાના પ્રકાશમાં પોતાના ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી યોગીએ પોતે ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાનો રથ ખેંચ્યો હતો. તેમણે ભગવાનની પણ પૂજા કરી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રી યોગીએ જનતાને સંબોધિત કરી હતી. નોંધનીય છે કે આ વર્ષે સરયુ ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ હેતુ માટે 32,000 સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવ્યા છે. રવિવાર સાંજથી જ ઘાટ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. 2017 થી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે.
सप्तपुरियों में श्रेष्ठ श्री अयोध्या धाम में माँ सरयू के पावन तट स्थित राम जी की पैड़ी पर आयोजित दिव्य ‘दीपोत्सव-2025’ के अवसर पर… https://t.co/laSYOzXRKk
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરઆંગણે ખુશી આવી પહોંચી છે. અભિનેત્રીએ દીકરાને જન્મ આપ્યો છે. આ દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કર્યા છે. આખો પરિવાર ઉજવણીના મૂડમાં છે. પરિણીતી તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
દિવાળીના શુભ પ્રસંગે, ચઢ્ઢા અને ચોપરા પરિવારે એક બાળકનું સ્વાગત કર્યું છે. આ સારા સમાચારે બધાને ભાવુક કરી દીધા છે. પરિણીતી એક પુત્રની માતા બની છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા, રાઘવે આ ખુશખબર ચાહકો સાથે ખરાબ નજરવાળા ઇમોજી સાથે શેર કરી. રાઘવે લખ્યું, તે આખરે અહીં છે. અમારું બાળક, અમારો પુત્ર. અમને ખરેખર આ પહેલાનું જીવન યાદ નથી. અમારા હાથ, અમારા હૃદય ભરાઈ ગયા છે. પહેલા, અમારી પાસે એકબીજા હતા, પરંતુ હવે અમારી પાસે બધું જ છે.
તેમના લગ્નના બે વર્ષ પછી, આ દંપતીએ એક બાળકના આનંદનું સ્વાગત કર્યું છે. મિત્રો અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. પોસ્ટના કોમેન્ટ વિભાગમાં, કૃતિ સેનન અને અનન્યા પાંડે સહિતની સેલિબ્રિટીઓએ શુભેચ્છાઓ મોકલી છે. ચાહકો ખૂબ ખુશ છે. તેઓ કહે છે કે દિવાળી માટે આનાથી સારા સમાચાર કે મોટી ભેટ ન હોઈ શકે. રાઘવ અને પરિણીતીને તેમના જીવનની શ્રેષ્ઠ દિવાળી ભેટ મળી છે.
બે મહિના પહેલા આ સમાચાર શેર કર્યા હતા
એવું જાણીતું છે કે પરિણીતી અને રાઘવે બે મહિના પહેલા તેમની ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા હતા. 25 ઓગસ્ટના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, અભિનેત્રીએ “1+1=3” શબ્દો સાથે કેકનો ફોટો શેર કર્યો હતો. કેકમાં નાના પગના નિશાન પણ હતા. અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે તેના પતિ રાઘવનો હાથ પકડીને આરામથી ફરતી જોવા મળી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ રવિવાર, 19 ઓક્ટોબરના રોજ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે સાત વિકેટથી જીત મેળવી હતી. ભારતે નિર્ધારિત 26 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવ્યા હતા. જોકે, DLS નિયમ હેઠળ, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય માત્ર 21.1 ઓવરમાં હાંસલ કરી લીધું. ODI શ્રેણીની બીજી મેચ હવે ગુરુવાર, 23 ઓક્ટોબરના રોજ એડિલેડમાં રમાશે.
શુભમન ગિલનો ODI કેપ્ટન તરીકેની આ પહેલી ODI હતી. મિશેલ માર્શે પેટ કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. આ મેચમાં બે ભારતીય અનુભવી ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનમાં પાછા ફર્યા હતા. જોકે, રોહિત અને કોહલી (ROKO) માટે આ વાપસી યાદગાર ન હતી. એ નોંધવું જોઈએ કે વરસાદને કારણે મેચ 26-26 ઓવરની કરવામાં આવી હતી.
Early advantage to Australia after a rain interrupted start to the #AUSvIND ODI series in Perth 👀
લક્ષ્યનો પીછો કરી રહેલા કાંગારૂઓ માટે અર્શદીપ સિંહે પહેલો ફટકો માર્યો. તેમણે ટ્રેવિસ હેડને હર્ષિત રાણા દ્વારા કેચ કરાવ્યો, જે ફક્ત 8 રન જ બનાવી શક્યા. ત્યારબાદ કાંગારૂ કેપ્ટન મિશેલ માર્શે અણનમ ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયા માટે પરિસ્થિતિ સરળ બનાવી દીધી. માર્શે 52 બોલમાં 46* રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જોશ ફિલિપ (37 રન) અને મેથ્યુ રેનશો (21*) એ પણ માર્શને સારો સાથ આપ્યો.
ટોસ હાર્યા પછી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ભારતીય ટીમની શરૂઆત નબળી રહી. ભારતીય ટીમને ચોથી ઓવરમાં 13 રનના સ્કોર સાથે પહેલો ઝટકો લાગ્યો. રોહિત શર્મા જોશ હેઝલવુડની બોલ પર બીજી સ્લિપમાં મેથ્યુ રેનશો દ્વારા કેચ થયો. રોહિતે 14 બોલમાં એક ચોગ્ગાની મદદથી 8 રન બનાવ્યા. ત્યારબાદ, ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે ભારતને બીજો ફટકો આપ્યો જ્યારે વિરાટ કોહલી બેકવર્ડ પોઈન્ટ પર કૂપર કોનોલી દ્વારા કેચ થયો. કોહલી આઠ બોલનો સામનો કરી રહ્યો હતો અને ખાતું ખોલી શક્યો ન હતો. કેપ્ટન શુભમન ગિલ (10 રન) ને નાથન એલિસ દ્વારા આઉટ કરવામાં આવ્યો.
લાંબા વરસાદના વિક્ષેપ પછી રમત ફરી શરૂ થઈ ત્યારે, જોશ હેઝલવુડે શ્રેયસ ઐયર (11 રન) ને આઉટ કર્યો. ત્યારબાદ કેએલ રાહુલ અને અક્ષર પટેલની સતત ઇનિંગ્સને કારણે ભારત એક સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. રાહુલે 31 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા. અક્ષર પટેલે 38 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 31 રનનું યોગદાન આપ્યું. નીતીશે પણ અણનમ 19 રન સાથે ભારતીય ઇનિંગ્સને અંતિમ સ્પર્શ આપ્યો. ઓસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવુડ, મેથ્યુ કુહનેમેન અને મિશેલ ઓવેને બે-બે વિકેટ લીધી.