નવી દિલ્હીઃ આસામના તિન્સુકિયા જિલ્લાના કાકોપાથર વિસ્તારમાં ગુરુવારે મધરાતે ભારે ગોળીબારી અને અનેક ગ્રેનેડ વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કાકોપાથર આર્મી કેમ્પની નજીક લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. કાકોપાથર સ્થિત ભારતીય સેનાની 19 ગ્રેનેડિયર્સ યુનિટના કેમ્પને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યાનુસાર આ વિસ્ફોટમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.
આ ઘટના બાદ સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ હુમલાની શંકા ઉલ્ફા- ULFA (I) પર છે. આ જૂથનું સંચાલન મ્યાનમારમાં બેઠેલા કમાન્ડર પરેશ બરુઆ કરે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની બાદ સેના અને પોલીસે વિસ્તારમાં કડક ઘેરાબંધી કરી દીધી છે અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુનેગારોની શોધ માટે તપાસી અભિયાન ચાલુ છે. કાકોપાથર આર્મી કેમ્પની નજીક જોરદાર વિસ્ફોટોના અવાજોથી લોકો ડરીને પોતાનાં ઘરોમાં ચાલી ગયા. આ હુમલાની ખબર મળતાં જ સેના અને પોલીસ અધિકારીઓએ મોરચો સંભાળી લીધો. પોલીસે આખા વિસ્તારને સીલ કરી દીધો છે અને તમામની વિગતવાર તપાસ ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલો એક ટ્રક બાદમાં પડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં લાવારિસ હાલતમાં મળ્યો છે.
Three #IndianArmy soldiers were injured after #ULFA-I militants attacked the sentry post of 19 Grenadiers ‘B’ Company at Kakopathar, about 44 km east of #Tinsukia HQ in #Assam, around 12:36 AM, using Under-Barrel Grenade Launchers. pic.twitter.com/d4jliNjuUV
વર્ષ 2023માં પણ આ જ આર્મી કેમ્પ પર આવો હુમલો થયો હતો, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બરુઆ સહિત છ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. હાલમાં સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલુ છે.
LGBTQ માં Q શું છે એવો સવાલ ઘણા લોકોના મગજમાં ઉદ્ભવતો હોય છે. ગુગલ પર આના વિષે ઘણી માહિતી મળે છે. આગળના ચાર વિભાગ કરતા આ જરાક જુદો છે. સામાન્ય રીતે LGBTQ પ્લસ સમાજને વિકૃત સમજવાની એક માનસિકતા છે. દરેક વ્યક્તિને પોતાની રીતે વિચારવાનો અધિકાર છે. ઘણા લોકો માનસિક વિકૃતિ સાથે જીવતા હોય છે. એ પોતાની જાતને આ Q તરીકે દર્શાવીને છટકી જાય છે. પોતાની જાતને માનવ સિવાય અન્ય વ્યક્તિ વિચારવી એ કદાચ સહજ છે. પણ પોતે કોઈ દેશમાં પ્રધાનમંત્રી છે એવા વહેમમાં રહીને અન્યને રંજાડવા એ ગુનો જ ગણાય. આવા લેભાગુઓ પોતાના દરેક કુકર્મને કોઈ મહાન વ્યક્તિના કાર્ય સાથે સરખાવે ત્યારે જો એનો વિરોધ ન થાય તો જે તે મહાન નેતાને આપણે અન્યાય કરીએ છીએ.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: દિવાળી બધા માટે સારી જ હોય એવું જરૂરી નથી. હું એક સોસાયટીમાં કચરો વાળવાનું કામ કરું છુ. એ સોસાયટીમાં પાંચ વરસ પહેલા મારા એક ઓળખીતાનો કોન્ટ્રાક્ટ હતો. એમણે કહ્યું કે જગ્યા સારી છે. કમિટી બોગસ છે પણ રહીશો સારા છે. એટલે અમે આ કામ લીધું. કમિટીના લોકો પહેલા બાર હજાર પર સહી કરાવીને સાત હજાર આપતા હતા. હવે ધીમે ધીમે મોંઘવારી વધી છે. તમને જે માલસામાન આપીએ છીએ એ મોંઘો થયો છે કહીને પંદર હજાર પર સહી કરાવીને છ હજાર જ આપે છે. માલસામાનમાં એ લોકો માત્ર જાડું અને સસ્તું ગંધાતું લીક્વીડ વાપરે છે. સોસાયટીના લોકો પણ નમાલા છે. એમને આવી ગંધ આવવા છતાં રાજી થાય છે કે જોયું મારા પાડોશીને કેવી ગંધ આવે છે. સાહેબ, આવા ભંગાર માણસો મેં ક્યાંય નથી જોયા.
દશેરાના દિવસે એમણે સોસાયટીના ખર્ચે ફાફડા જલેબીનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પણ બધું સસ્તું જ હતું. તો પણ બધા ભરપેટ ઝાપટી રહ્યા હતા. અમને એનો પણ વાંધો નથી. એક મેડમ અને સાહેબે અમને બધાને સારા ફાફડા જલેબી આપ્યા. અમે એ ખાવા બેસતા હતા ને એમના કેમેરામાં અમે દેખાઈ ગયા. અમને બોલાવીને ફાફડા જલેબી લઇ લીધા કે કોઈ પણ વ્યક્તિ કશું પણ આપે તો એ સોસાયટીનું કહેવાય. હવે નિયમ બનાવ્યો છે કે કોઈ કપડા, વાસણ કે બોણી આપે તો એમાંથી સોસાયટીમાં પચાસ ટકા જમા કરાવવાના. એક સાહેબે વિરોધ કર્યો તો એમના ઘરની બહાર પડેલો કચરો ઉપાડવાની ના પડી દીધી.
અમારો હક છીનવી અને રંજાડે છે એનો પણ વાંધો નથી કારણ કે હવે બધા ભીખારીઓ જ આવી જગ્યાએ ગોઠવાઈ રહ્યા છે. પણ એમને અમારાથી ભાગ ન આપીને અમને બારોબાર વસ્તુઓ આપવા વાળા પરિવારને એ લોકો કારણ વિના રંજાડે છે એ અમારાથી જોવાતું નથી. અમને વાસ્તુમાં બહુ સમજાતું નથી. પણ કોઈએ કહ્યું કે આ સોસાયટીનું વાસ્તુ જ ખરાબ છે. કોઈ માણસો ટકતા નથી. અને અહી રહેતા લોકો પણ અદેખા છે. મારા બાપુજી કહેતા હતા કે વાળવાવાળાની બોની પર નજર નાખે એ લોકો હલકા ગણાય. તમને કદાચ મારી ભાષા ખરાબ લાગે તો માફ કરશો. પણ આવી નોકરી કરવી જોઈએ. કે પછી એમને સલામ કરીને કોઈ જગ્યાએ સારી નોકરી મળે એની રાહ જોઇને છુટા થઇ જવું જોઈએ?
જવાબ: તમારો સવાલ સાચે જ માર્મિક છે. જેમની પાસે વધારાનો સમય છે એવા લોકો કમિટીમાં આવે છે એ તો ખબર હતી. પણ આટલી નિમ્ન સ્તરની વિચારધારા? કોઈકે આપેલા ખાવાના પર પણ નજર નાખવાની? ગરીબ હોવું એ પરિસ્થિતિ ગણાય પણ ભિખારી હોવું એ ગુન્હો જ ગણાય. જયારે સોસાયટીના લોકો જાગૃત ન હોય ત્યારે જ આવા લેભાગુ ફાવે. જે લોકો તમારો હક છીનવે છે એ સોસાયટીના હિસાબમાં કેટલા ગોટાળા કરતા હશે? જેમની પાસે ફાફડા જલેબી ખરીદીને ખાવાના પૈસા નથી એટલે કોઈકને ધમકાવીને પડાવી લે છે એમને મવાલી ગણાય. આવા લોકોની નોકરી ન જ કરાય. તમને ખરેખર સલામ કરવાની ઈચ્છા થાય છે. તમે એ સોસાયટીના રહીશો કરતા વધારે હિંમત ધરાવો છો. વ્યક્તિત્વને પૈસા સાથે કોઈ જ લેવા દેવા નથી. જેમને મહેનત કરવી છે એમના માટે કામ હોય જ છે. કમિટીમાં બેસીને પણ જો કોઈનું છીનવી લેવાની અને પજવવાની માનસિકતા હોય તો એવા લોકો તમારી સામે નીચા જ ગણાય.
વાત રહી વાસ્તુની. જે સોસાયટીમાં આવું વાતાવરણ હોય એનું વાસ્તુ યોગ્ય ન જ હોય. માનવીની ઉર્જા પણ જે તે જમીનની ઉર્જાને અસર કરે છે. એક સરસ જમીન પર જયારે નકારાત્મક લોકો ભેગા થવા લાગે ત્યારે એ જમીનની ઉર્જા ઓછી થતી જાય છે. આપણા દેશમાં લોકો કશુક મોટું થવાની રાહ જુએ છે. પણ જો યોગ્ય સમયે વિરોધ કર્યો હોય તો વાત વધે જ નહિ. જો હવે પછીની ચૂંટણીમાં એ લોકો ફરી ચૂંટાય તો આ સોસાયટીના લોકો સાચેજ માનસિક નપુન્શકતા ધરાવે છે. આવા લોકો તમારી સેવાને લાયક નથી. તમારો પણ અંતરાત્મા મરી જાય એ પહેલા નોકરી છોડી દો. Happy Diwali.
સુચન: જો સોસાયટીનો મેનેજર નકારાત્મક ઉર્જા ધરાવતો હોય અને વારંવાર નિયમો બતાવતો હોય તો એની અસર એ જગ્યાની ઉર્જા પર આવી શકે.
હમણાં એક મિત્ર સાથે અમસ્તા જ ગપ્પાં ચાલી રહ્યાં હતાં. ટોક-વિધિન-ટોકમાં એણે કહ્યું કે એના મોટા ભાઈનો 14 વર્ષનો દીકરો બહુ સારું ગાય છે. શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલીમ પણ લીધી છે. થોડા સમય પહેલાં ટેલિવિઝન માટે પ્રોગ્રામ બનાવતા એક પ્રોડક્શન હાઉસે એમના આગામી સિગિંગ રિઆલિટી શો માટે એનો સંપર્ક સાધ્યો. છોકરાનો અવાજ, રજૂઆતની છટા, સ્ક્રીન પ્રેઝન્સ બધું એમને ગમી ગયું, પણ… છેલ્લે વાત અટકી એના ફેમિલી બેકગ્રાઉન્ડ પર. ટીવીચેનલવાળાનું કહેવું હતું કે છોકરાની લાઈફ એકદમ સીધેસીધી જાય છે, કોઈ ઉતારચઢાવ નથી, કોઈ સંઘર્ષ નથી, આથી એ શો પર રોદણાં રડી નહીં શકે ને જો એ રોદણાં નહીં રડે તો દર્શકને મજા નહીં આવે. આમ, એનું પત્તું કપાઈ ગયું.
આજે ભારતીય ટીવીની કોમેડી એ છે કે ડેઈલી સિરિયલમાં ડ્રામા નથી ને જેમાં ડ્રામાની જરૂર નથી એ રિઆલિટી શોમાં નકરો ડ્રામો હોય છે. દાખલા તરીકે, “અમે પશ્ચિમ બંગાળના ગામડામાંથી આવીએ છીએ… મા-દીકરીને ડાન્સનો બહુ શોખ, પણ પિતા સખ્ખત વિરુદ્ધ છે… છતાં મહેનત કરીને, એમનાથી છુપાઈને અહીં સુધી (સ્પર્ધામાં) પહોંચ્યાં.” પછી અચાનક પિતાને વિડિયો-કોલિંગથી કે સદેહે કાર્યક્રમમાં લાવવાના. એ કબૂલે કે મારી ભૂલ હતી… બધાં રડે, નિર્ણાયકોની આંખો પણ ભીની થાય… ચાલ્યા કરે મારા ભઈ. અથવા “મને બચપનથી ગાવાનો શોખ, પણ હારમોનિયમ ખરીદવાના પૈસા નહોતા એટલે પારકાં ઘરનાં કામ કરતી માએ એનું ઘરેણું વેચીને હારમોનિયમ અપાવ્યું,” વગેરે.
ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ પણ થોડા સમયથી ડેઈલી સિરિયલ બની ગઈ છે. નાટકીયવેડા, સ્પર્ધકોની અંગત જિંદગાનીનું ઈમોશનલ કથાકથન, વગેરેથી કાર્યક્રમને ટીવીસિરિયલ જેવો બનાવવાના પ્રયાસ થાય છે. સિંગિંગ, ડાન્સિંગ રિઆલિટી શોની જેમ ‘કેબીસી’માં પણ બાળકો (કેબીસી જુનિયર) આવવા માંડ્યાં છે.
આજકાલ ઈન્ટરનેટ પર, સોશિયલ મિડિયામાં અમદાવાદના ઈશિત ભટ્ટ નામના દસ વર્ષના કેબીસીના સ્પર્ધક પર લોકો આદું ખાઈને પાછળ પડી ગયા છે.અન્ય બાળસ્પર્ધકોની જેમ ઈશિત પણ ઊર્જાવાન, ચપળ દેખાતો હતો,પણ પછી, ટ્રોલિંગ ટોળકીના કહેવા મુજબ, એના ચાપલ્યમાં ચાંપલાઈ ભળી. પણ એ જેવો હતો એવો ને એટલો એ લાઈવ પેશ આવ્યો.
ઈશિતે શરૂઆતના થોડા સવાલના સાચા જવાબ આપ્યા, પણ એક પ્રશ્નનો ખોટો ઉત્તર આપતાં, એણે ઘેર જતા રહેવું પડ્યું- ઈનામનો એક પણ રૂપિયો લીધા વિના.
તરત જ અભિપ્રાય આવવા માંડ્યા. ઘરમાં કે મિત્રો સાથે ઈશિતનું વર્તન સ્વીકાર્ય લાગે, પણ જ્યારે એ સૂત્રસંચાલક અમિતાભ બચ્ચન સામે અને ખાસ તો, લાખો દર્શકો સામે ટીવી પર આવે, ત્યારે એનું વર્તન જજમેન્ટનો વિષય બની ગયો.
હા, ઈશિત સોશિયલ મિડિયા પર સાઈબર-બુલિંગનો શિકાર બન્યો છે. એની મજાક ઉડાડવામાં આવી, એના મીમ્સ બન્યા, એને ઈન્ટરનેટ પર ન-જોઈતો બાળકકહીને વગોવવામાં આવ્યો… અરે ટ્રોલિંગ ટોળીએ એનાં માતા-પિતાને પણ છોડ્યાં નહીં. માત્ર એટલા માટે કે, ટીવી પર એનું વર્તન પરફેક્ટ નહોતું.
કમોન યાર, એ દસ વર્ષનો બાળક છે. ઈશિત કે એનાં મમ્મી-પપ્પા વિશે અભિપ્રાય બાંધી ચુકાદો આપનારા આપણે કોણ?એ એપિસોડ બાદ એનાં મમ્મી-પપ્પાએ એને પોતાની મેળે સમજાવ્યો જ હશે.
ખરું જોતાં રિઆલિટી શોની અસલ કમાણી આ છેઃએક બાજુ ટેલન્ટને સેલિબ્રેટ કરવાની, બીજી તરફ એમાં ભાગ લેનારાની નબળાઈમાંથી ડ્રામો રચવો. ઈશિતનો કિસ્સો આનાથી અલગ નથી. કેબીસી જુનિયરના બીજા કોઈ એપિસોડમાં, આત્મવિશ્વાસી સ્પર્ધક મોટી રકમ (પોઈન્ટ્સ) જીતવાનું ચૂકી ગયો. તરત જ કેમેરા એનાં મમ્મી-પપ્પાના નિરાશ ચહેરા પર ફોકસ થયો… પછી છોકરાએ પાછળ વળીને જોયું. આંખોમાં પસ્તાવો…જાણે એને લાગ્યું કે એણે પરિવારને નિરાશ કરી દીધો. આ ગણતરીની સેકંડ્સ ઘણું બધું કહી જાય છે. આપણી અપેક્ષા વિશે, આપણી વધપુડતી આકાંક્ષા વિશે, બાળકની પીડા વિશે અને, ખાસ તો, આ બધું ટીવીચેનલવાળા પોતાના ફાયદા માટે વાપરે છે એ વિશે.
આજે વિદેશી ટીવીચેનલો પર કોઈ એશિયન બાળક બ્રેકફાસ્ટ શોમાં મોઝાર્ટ વગાડે છે, કોઈ મેથ્સના જટિલ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, કોઈ સ્પેલિંગના દસ એવોર્ડ જીતી ગયો… આવાં બાળકોનાં વિડિયો વાયરલ થાય છે ત્યારે આપણે આપણાં બાળકો પર એમના જેવાં, અસાધારણ બનવાનુંએક છાનુંછપનું દબાણ મૂકી દેતા હોઈએ છીએ.
કદાચ સાચો પ્રશ્ન એ નથી કે આ બાળકો કેટલાં બુદ્ધિશાળી છે…સાચો પ્રશ્ન એ છે કે,એ બાળકો હારી જાય છે ત્યારેઆપણને કેમ આનંદનો અનુભવ થાય છે?
લંડનઃ વિશ્વ કેવી રીતે વધુ ટકાઉ ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરતી લંડનમાં સાયન્સ મ્યુઝિયમમાં માર્ચ, 2024ના અંતમાં ખુલ્લી મુકાયેલી અદાણી ગ્રીન એનર્જી ગેલેરી એક એવોર્ડવિજેતા નિઃશુલ્ક ગેલેરીએ અત્યાર સુધીમાં 10 લાખ મુલાકાતીઓનું ભલે પધાર્યાના બોલથી સ્વાગત કર્યું છે.
યુકે અને વિદેશની ટેક્નોલોજી અને પ્રકલ્પોને પ્રકાશિત કરતી આ ગેલેરીમાં ઓર્કની પર હાઇડ્રોજન પાવરથી લઈને ભારતમાં ટેરાકોટા એર-કુલિંગ ફેસેડ્સ અને મોરોક્કોમાં સોલાર ફાર્મ સુધીની પ્રસ્તુતિ પરિવારો અને શાળા જૂથો બંનેમાં લોકપ્રિય બની છે. ગેલેરી ખુલ્લી મૂકવામાં આવ્યા બાદ ૧0,000થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાતોના ભાગરૂપે ગેલેરીનું અન્વેષણ કર્યું છે.
અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે લાખો મનને પ્રેરણા આપતી અને ટકાઉપણું અને નવીનતા વિષે સંવાદ પ્રસ્થાપિત કરતી અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના માધ્યમથી અમે ઊર્જા ક્રાંતિના સાક્ષી બનતા સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમે માનીએ છીએ કે અદાણી ગ્રીન એનર્જી ટકાઉ ભવિષ્ય બોલ્ડ નવીનતા અને સામૂહિક કામકાજના મૂળ ધરાવે છે. હરિયાળી આવતી કાલને આકાર આપવાની સહિયારી પ્રતિબદ્ધતાને આ સીમાચિહ્ન પ્રતિબિંબિત કરે છે અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવામાં શિક્ષણની શક્તિ દર્શાવે છે. તેમણે સાયન્સ મ્યુઝિયમ ગ્રુપને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે સ્વચ્છ, વધુ સ્થિતિસ્થાપક વિશ્વ માટે જિજ્ઞાસાને ઉત્તેજિત કરતી અને ઉકેલોને પોષતી આ ગેલેરીને સહયોગ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ.
સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર સર ઇયાન બ્લેચફોર્ડે જણાવ્યું હતું કે મુલાકાત લેનારાઓમાં જિજ્ઞાસા જગાડવામાં મદદરૂપ થતી છે અને વધુ ટકાઉ રીતે ઊર્જા ઉત્પન્ન કરવા અને ઉપયોગ કરવાની જરૂરિયાત વિશે સંવાદ શરૂ કરતી આ અનોખી ગેલેરીમાં લાખો મુલાકાતીઓનું સ્વાગત કરવાનો અમને અતિ આનંદ છે. ગેલેરીની એવોર્ડવિજેતા ડિઝાઇન અને પ્રદર્શનમાં રહેલી નોંધપાત્ર વસ્તુઓ પાછળની કથાઓનો આ પ્રભાવશાળી સીમાચિહ્ન હાંસલ કરવું એ પુરાવો છે. જેણે આ ગેલેરીને શક્ય બનાવી એવા અદાણી ગ્રીન એનર્જીનો આ ઉદાર પ્રાયોજકતા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
ઊર્જા ક્રાંતિ:’અનનોન વર્ક્સ’ દ્વારા અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના આર્કિટેક્ટ અને સ્ટુડિયોની ડિઝાઇન કરવામાં આવી હતી. તાજેતરમાં ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન માટે તેના ટકાઉ અભિગમ માટે આર્કિટેક્ટ્સ જર્નલ તરફથી રેટ્રોફિટ અને રિયુઝ એવોર્ડથી નવાજવામાં આવી હતી.એવોર્ડવિજેતા ડિઝાઇનના ભાગ રૂપે મ્યુઝિયમના જૂની વસ્તુઓના સ્ટોરમાંથી ૨00થી વધુ બિનજરૂરી ધાતુના છજાઓનો ઉપયોગ આ ગેલેરીમાં વસ્તુઓ પ્રદર્શિત કરવા કરવામાં આવ્યો છે.સરળતાથી રિસાઇકલ કરી શકાય એ હેતુથી શક્ય હોય ત્યાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીને પ્રકાશિત કરવા માટે ઊર્જા-કાર્યક્ષમ LEDનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને કારણે ગેલેરીના નિર્માણ અને સતત કામગીરીમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી રહી છે.
ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.
ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. આ રાજીનામાં જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી.
જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે એટલે કે ગુરુવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે પધારશે.
ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને નિર્માતા રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળી પાર્ટીની રાત અનેક સેલિબ્રિટીઝથી ઝળહળી ઉઠી હતી. ઋતિક રોશનથી લઈને મૌની રોય અને નોરા ફતેહી સુધી, ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતાં. ચાલો દરેક સ્ટારના લુક પર એક પછી એક નજર કરીએ.
ઋતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પાર્ટીમાં પહોંચ્યા હતાં. તો સુનિતા અહુજા પુત્ર સાથે હાજર રહી હતી. અભિનેત્રી મૌની રોય, મૃણાલ ઠાકુર, માનુષી છિલ્લર,નુસરત ભરુચા, જેક્લિન અને નોરા ફતેહિ સહિત અનેક સેલેબ્સે પાર્ટીમાં હાજરી આપી તેને ખાસ બનાવી હતી.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તેલંગાણા સરકારને આંચકો આપ્યો છે. કોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પછાતના વર્ગો (Backward Classes) માટેનું આરક્ષણ 42 ટકા સુધી વધારવાની રેવંત રેડ્ડી સરકારની અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતા સમિતિએ આ મામલે સુનાવણી કરી હતી. તેલંગાણા સરકારે સરકારી આદેશ નંબર 9 પર હાઈકોર્ટ દ્વારા લગાવાયેલી રોકને પડકાર્યો હતો, જેમાં પછાતના વર્ગો માટે આરક્ષણ વધારવાની માગ કરવામાં આવી હતી.
રાજ્યનો તર્ક હતો કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઓબીસી માટે આરક્ષણ 42 ટકા સુધી વધારવું એ એક નીતિગત નિર્ણય છે, જેને કારણે કુલ આરક્ષણ 67 ટકા થઈ જશે. આ સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નાથે તેલંગાણા સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું હતું કે ચૂંટણીની જાહેરાત પહેલાં પછાતના વર્ગો માટે આરક્ષણ કેમ લાગુ ન થયું. સિંઘવીએ જવાબ આપ્યો હતો કે રાજ્યપાલે બિલને અટકાવ્યું હતું, પરંતુ તે “મૌન સ્વીકૃતિ”ને આધારે કાયદો બની ગયો હતો. તેમણે તામિલનાડુ રાજ્યપાલના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો. તેમણે દલીલ કરી હતી કે કાયદાને પડકાર્યા વિના જ તેના પર રોક લગાવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું કે ચૂંટણી હાલના આરક્ષણના આધારે યોજવી જોઈએ. કોર્ટે એ પણ કહ્યું હતું કે આરક્ષણની મર્યાદા કરતાં વધુ છૂટ માત્ર અનુકૂળ વિસ્તારો અને જનજાતિ વિસ્તારોમાં જ લાગુ પડે છે, જે તેલંગાણામાં નથી.
સિંઘવીએ રાજ્યમાં કરાયેલા વ્યાપક સામાજિક–આર્થિક અને જાતિ સર્વેનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે રાજ્યને આરક્ષણ નક્કી કરવાનો અધિકાર છે. કૃષ્ણમૂર્તિ કેસમાં આપવામાં આવેલા અગાઉના ચુકાદાઓને યાદ કરાવતા સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય વિસ્તારોમાં ત્રિસ્તરીય પરિક્ષણ (Triple Test) હોવા છતાં આરક્ષણ 50 ટકા કરતાં વધુ ન હોઈ શકે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોને પણ વધારેલા આરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટના અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો.