નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મહાગઠબંધનના બે મુખ્ય પક્ષો – RJD અને કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા અગાઉના લોકસભા ચૂંટણીઓમાં લગાવાયેલા “મત ચોરી”ના આક્ષેપોની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવા માગ કરતી અરજીને ફગાવી દીધી છે.
વકીલ રોહિત પાંડે દ્વારા દાખલ કરાયેલી જાહેર હિત અરજી (PIL)માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આક્ષેપોની SIT તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ માગવામાં આવ્યા હતા.
ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે અરજીકર્તા ઈલેક્ટોરલ કમિશન ઓફ ઈન્ડિયા (ECI)નો સંપર્ક કરી શકે છે. વકીલ પાંડે એ સાત ઓગસ્ટે રાહુલ ગાંધી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની સાઠગાંઠ દ્વારા ચૂંટણીમાં મોટા પાયે ગુનાહિત છેતરપિંડી થવાની ગંભીર દલીલ કરી હતી અને કર્ણાટકના એક મતવિસ્તારની મતદાર યાદીના વિશ્લેષણનો ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાત ઓગસ્ટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા ક્ષેત્રના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં એક લાખથી વધુ મત ચોરાયાના આક્ષેપ લગાવી આંકડા રજૂ કર્યા હતા. તેમણે ‘મત ચોરી’ શબ્દનો ઉપયોગ કરીને જણાવ્યું હતું કે આ બેઠક પર 11,965 ડુપ્લિકેટ મતદારો, 40,009 ખોટા અને અમાન્ય સરનામાવાળા મતદારો, 10,452 બલ્ક અથવા એકસરખા સરનામાવાળા મતદારો, 4132 ખોટા ફોટાવાળા મતદારો અને 33,692 મતદારો નવા મતદારો માટેના ફોર્મ 6નો દુરુપયોગ કરતા હોવાનું જણાયું છે.
News Alert ! SC dismisses plea for SIT probe into allegations of electoral roll manipulation in Bengaluru Central, other constituencies.
Pursue plea with EC: SC to petitioner seeking SIT probe into electoral roll ‘irregularities’ pic.twitter.com/ddG2sGjhPe
તેમણે તાજેતરના મહિનાઓમાં મહારાષ્ટ્ર અને હરિયાણાને લગતા સમાન આક્ષેપો પણ કર્યા હતા. ગાંધીના મત ચોરીના આક્ષેપો બાદ ચૂંટણી પંચે તેમને શપથપૂર્વક મતદાર યાદીમાં કહેવાતી અનિયમિતતાઓના પુરાવા રજૂ કરવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે ખોટા પુરાવા રજૂ કરવો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 227 હેઠળ દંડનીય છે.
સુરત: મહાનગર પાલિકા દ્વારા 51 વર્ષથી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. હાલ ચાલી રહેલી 51મી નાટ્ય સ્પર્ધામાં આ વખતે લગભગ પ્રથમ વખત ત્રણ પૈકી બે યંગેસ્ટ જજ પેનલમાં છે. યુવા કલાકારોને મંચ આપતી સ્પર્ધા નિર્ણાયકો માટેના મંચ પર પણ હવે યુવાઓને આવકારી રહી છે. આ ત્રણેય નિર્ણાયકો નાટક સાથે જોડાયેલા છે. ત્રણેય નિર્ણાયકો chitralekha.com સાથે નાટક અને સુરતની નાટક સ્પર્ધા વિશે ખુલીને વાત કરે છે..પ્રથમ નિર્ણાયક તરીકે મુંબઈ-ગુજરાતના જાણીતા નાટ્યકાર, લેખક દિગ્દર્શક, અભિનેતા અને નાટ્યવિદ્ વિહંગ મહેતા હોઠ ઉપર અનુભવનું અમૃત મહેકાવતા કહે છે, “સૂરત, ગુજરાતી રંગભૂમિ પર એક અલગ જ સ્થાન ધરાવે છે સૂરતના નાટકો મુંબઈ જેટલા જ (કે ક્યારેક તો એનાથીય વધુ) ફીનીશ્ડ હોય છે છતાં એમાં પ્રાયોગિકતા કે નાવિન્ય પણ એટલું જ હોય છે એટલે જ તો એ નાટકો, મુંબઈનાં બીબાઢાળ નાટકો કરતાં સાવ અલગ પડી જાય છે અને પ્રેક્ષકોને જોવા પણ એટલા જ ગમે છે. અમદાવાદ, રાજકોટ કે વડોદરા આ કરી શકતા નથી. એ વર્ષોથી સિદ્ધ થયેલી વાત છે. આની ક્રેડિટ જાય છે માત્ર ને માત્ર સૂરત મહાનગરપાલિકાની છેલ્લા ૫૧ વર્ષથી અવિરત ચાલતી ફૂલલેન્થ નાટકોની નાટ્યસ્પર્ધાને. વિશ્વમાં આ એકમાત્ર મહાનગરપાલિકા છે જે પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, નગર આયોજન જેવા પાયાના કામો ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન માટે પણ એટલી જ અગ્રસર છે અને રસ લઈને આવી સુંદર સ્પર્ધાનું પ્રતિવર્ષ આયોજન કરે છે. મને ગર્વ છે કે 50 વર્ષ પહેલા આ જ સ્પર્ધાના બીજાને ત્રીજા વર્ષનો હું પ્રથમ વિજેતા રહી ચૂક્યો છું. રંગભૂમિના ઇતિહાસમાં સુરત મહાનગરપાલિકાના આ અદભુત અને અદ્વિતીય કાર્યની નોંધ લેવી ઘટે.”
51મી નાટ્ય સ્પર્ધાના બીજા નિર્ણાયક એટલે ગુજરાત ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર, લેખક, દિગ્દર્શક અને અભિનેતા વૈભવ મુકેશ દેસાઈ. આ જ સ્પધૉમાં એમણે કેટલાય વર્ષો સુધી ભાગ લીધો છે અને દિગ્દર્શક તથા અભિનયના કેટલાય ઇનામ પણ મેળવ્યા છે હવે એ પ્રથમ વખત આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે છે. વૈભવી હાસ્ય સાથે વૈભવ દેસાઈ કહે છે, “ઈશ્વર બધે પહોંચી શકતા નથી તો એમણે કલાકારોનું સર્જન કર્યું જેથી પૃથ્વી ઉપર પીડા અને ભાર થોડા ઓછા થાય. કહેવાય છે કે કોઈ પણ શહેર તેના સંસ્કૃતિ વારસા અને કલા પ્રવૃત્તિઓથી વધુ ઓળખાય છે. ગુજરાતી નાટકો અને રંગભૂમિનું મક્કા શહેર એટલે મારું સુરત. અને તેમા’ય ૫૧ વરસથી ધબકતી સુરત મહાનગર પાલિકા નાટ્યસ્પર્ધા માટે ખરેખર પાલિકાને અભિનંદન પાઠવીએ એટલા ઓછા પડે. સૂર્યપુત્રી તાપીને કિનારે વસેલું સુરત માત્ર સાડી, હીરા કે ખાણી-પીણી જ નહિ પણ અહીંની કલાથી પણ એટલું જ પ્રચલિત થયું એનું કારણ આ નાટ્ય સ્પર્ધા છે. સુરતમાં સર્જાયેલા નાટકો અને અહીનું સર્જન હંમેશા નોખું, અનોખું અને ઉત્તમ રહ્યું છે. અહીંના નાટકોની તોલે ના ગુજરાતના અન્ય શહેરો આવ્યા ન તો મુંબઈના નાટકો. માત્ર હસાવવા કે ટાઈમ પાસ કરવા કે માત્ર વેતન માટેના સર્જનોથી જોજનો આગળ સુરતની રંગભૂમિએ શ્રેષ્ઠ નાટકો આપ્યા એનું કારણ પણ સુરત મહાનગર પાલિકાની આ જ નાટ્યસ્પર્ધા છે. આ સફર આવનારા વર્ષોમાં રંગભૂમિને વધુ ઉજાગર કરી ઉત્તરોત્તર શ્રેષ્ઠતમ સર્જનો સુધી વિસ્તરતી રહેશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. આવી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જોડાવા બદલ હું આનંદ અને ગૌરવ અનુભવું છું.”હવે મળીએ ત્રીજા નિર્ણાયકને, તોરલ ત્રિવેદી. જે મુંબઈ- નાટક અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. તોરલ ત્રિવેદી મીઠી મુસ્કાન સાથે કહે છે,” નાટક એટલે નવ રસની પ્રસ્તુતિ. જેમ રસોઈમાં ખાટા, મીઠા, તીખા જેવા રસ ના હોય તો આપણને ભોજન કરવાની રુચિ થતી નથી એમ નાટકોમાં પણ જો કોઈ રસ ના હોય તો પ્રેક્ષકોને નાટક જોવામાં રુચિ જાગતી નથી અને ઘણી વખતે અડધા ભાણે ઉઠીને ચાલવા માંડે છે. મેં લગભગ 7-8 વરસની ઉંમરે કલા જગતમાં પગરણ માંડયા છે જે આજ સુધી ચાલતા ચાલતા જજ ના શિખરે પહોચ્યા છે. આજ સુધી ઘણી નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો, જીત્યા-હાર્યા, મુંબઈમાં મરાઠી તથા ગુજરાતી એક્સપેરીમેન્ટલ અને કમર્શિયલ નાટકોમા ચેલેન્જીંગ અને વર્સેટાઈલ પાત્રો ભજવીને, મુંબઈ રંગભૂમિના ઘણા દિગ્ગજ દિગ્દર્શકો, નિર્દેશકો, લેખકો તથા કલાકારો સાથે કામ કરી ઘણા અનુભવો લીધા જેના ફળ સ્વરૂપે આજે સુરત મહાનગર પાલિકાએ યોજેલી નાટ્ય સ્પર્ધાની જજ પેનલમાં સ્થાન મળ્યું છે એનો ખુબ આનંદ છે. ખાસ આનંદ એ વાતનો છે કે મહાપાલિકાની નાટ્ય સ્પર્ધા છેલ્લા ૫૦ વર્ષોથી ચાલી રહી છે એમાં હું આજ સુધીની મોસ્ટ યંગેસ્ટ જજ છું એ મારું અહોભાગ્ય છે. સાથે સાથે રંગદેવતા નટરાજની ઋણી છું સ્પર્ધામાં હરીફ તરીકે જેટલું ટેન્શન નહોતુ એનાથી કેટલાય ઘણું જજ ની જવાબદારી સંભાળતી વખતે થતું હોય છે. રંગમંચ પરના નાટક પર જજે બાજ પક્ષી જેવી નજર રાખવી પડતી હોય છે થોડી પણ નજર ચૂક યોગ્ય વ્યક્તિને અન્યાય કરી મુકે.”
સાંસ્કૃતિક વિભાગના ઈનચાર્જ મેનેજર ધવલ ગાંધી કહે છે, સુરત મહાનગર પાલિકા દ્વારા અર્ધી સદીથી થતી આ સ્પર્ધા આખા નાટ્ય જગતમાં શિરમોર છે. એનો હિસ્સો હોવાનું દરેકને ગૌરવ હોય છે. આ વર્ષે જજ પેનલમાં ત્રણ જનરેશનનું પ્રીતિનિધિત્વ કરતા જજ છે. જેથી નાટક સંસ્થાને પરિણામ બાબતે વધુ આત્મસંતોષ થશે.
તેલ અવિવઃ હમાસે સાત ઇઝરાયેલી બંધકોને રેડ ક્રોસની હિરાસતમાં સોંપ્યા છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના બે વર્ષના યુદ્ધ પછી થયેલા સફળ યુદ્ધવિરામ હેઠળ મુક્ત થનારા આ પ્રથમ બંધકો હતા. ત્યાર બાદ વધુ 13 બંધકોને પણ છોડવામાં આવ્યા હતા. આ રીતે હમાસે બે તબક્કામાં ઇઝરાયેલના તમામ 20 બંધકોને મુક્ત કર્યા હતા. આ મુક્ત કરાયેલા બંધકોમાં ગાલી અને ઝિવ બર્મન, મતાન અંગરેસ્ટ, એલોન ઓહેલ, ઓમરી મિરાન, એટાન મોર અને ગાય ગિલ્બોઆ-દલાલનો સમાવેશ થાય છે. તેમની સ્થિતિ વિશે હજી કોઈ માહિતી આપવામાં આવી નથી.
ઇઝરાયેલમાં જાહેર સ્થળોએ મોટી સ્ક્રીનો લગાવીને આ મુક્તિનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. હજારો ઇઝરાયેલી નાગરિકોએ એ સમયે ઉત્સાહભેર સૂત્રો પોકાર્યા હતા, જ્યારે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિએ ઉત્તર ગાઝા પટ્ટીમાં હમાસ તરફથી બંધક બનાવાયેલા લોકોને સ્વીકાર્યા હતા. હવે પેલેસ્ટિની લોકો ઇઝરાયેલ તરફથી કેદ રાખવામાં આવેલા સેંકડો કેદીઓની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. બંધકો અને કેદીઓની આ મહત્વપૂર્ણ આપ-લે બે વર્ષના યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી થયેલા સફળ યુદ્ધવિરામના ભાગરૂપે થઈ છે.
ટ્રમ્પ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત સમજૂતી અને યુદ્ધ બાદની યોજનાઓ અંગે ચર્ચા કરવા અન્ય નેતાઓ સાથે તેલ અવિવ પહોંચ્યા છે. હવે, બંધકોની મુક્તિ સાથે જ ગાઝાના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કારણ કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું અત્યાર સુધીનું સૌથી ઘાતક યુદ્ધ પેલેસ્ટિની વિસ્તારને ખંડેરમાં ફેરવી ગયું છે.
હવે જ્યારે યુદ્ધ સમાપ્ત થયું છે, ત્યારે અન્નસંકટગ્રસ્ત ગાઝામાં માનવીય સહાયમાં વધારો થવાની અપેક્ષા છે, જ્યાં લાખો લોકો ઘરવિહોણા બની ગયા છે.
લખનૌઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને સીધા જ “ઘૂસણખોર” (infiltrator) ગણાવ્યા હતા. સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાની પુણ્યતિથિ પર બોલતાં અખિલેશે દાવો કર્યો હતો કે યોગી આદિત્યનાથ મૂળરૂપે ઉત્તરાખંડના રહેવાસી છે, તેથી તેમને પાછા ત્યાં મોકલી દેવા જોઈએ.
યોગીની રાજકીય પૃષ્ઠભૂમિ પર સવાલ
અખિલેશે CM પર નિશાન સાધતાં કહ્યું હતું કે જે લોકો પલાયનની આંકડાઓ આપી રહ્યા છે. અમારા ઉત્તર પ્રદેશમાં પણ ઘૂસણખોરો છે. CM ઉત્તરાખંડના છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને ઉત્તરાખંડ મોકલી દેવા જોઈએ. તેઓ અહીં અટક્યા નહોતા — તેમણે યોગી આદિત્યનાથને માત્ર ભૂગોળીય નહીં, પરંતુ વૈચારિક રીતે પણ ઘૂસણખોર ગણાવ્યા. SPપ્રમુખે યોગીની રાજકીય પૃષ્ઠભૂમિ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે યોગી ભાજપના સભ્ય નહોતા, તેઓ અન્ય પક્ષના સભ્ય હતા. તો આ ઘૂસણખોરોને ક્યારે દૂર કરાશે?
BSPના આંકડાઓ પર વિશ્વાસ નથી
અખિલેશ યાદવની આ તીખી ટિપ્પણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પછી આવી છે, જેમાં શાહે વિપક્ષી પક્ષો પર ઘૂસણખોરોને મતબેંક તરીકે વાપરવાનો આરોપ લગાવ્યો હતો. અખિલેશે ભાજપ પર પોતાના નેરેટિવ મુજબ આંકડાઓમાં હેરફેર કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના આંકડા ખોટા છે. જો કોઈને તેમના આંકડાઓ પર વિશ્વાસ કરવો હોય, તો તેઓ પોતે જ ભટકી જશે.
STORY | UP CM is an infiltrator, should be sent back to Uttarakhand: Akhilesh
Samajwadi Party chief Akhilesh Yadav on Sunday likened Uttar Pradesh Chief Minister Yogi Adityanath to an infiltrator, saying he is from Uttarakhand and should be sent back to the state.
આ કાર્યક્રમમાં અખિલેશે લોહિયાના વિચારોનું સ્મરણ કરતાં જાતિ પ્રથા સમાપ્ત કરવાની અને સમાજના દરેક વર્ગ માટે આર્થિક અને સામાજિક ગૌરવ સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર પ્રહાર
SPપ્રમુખે લખનૌમાં એક વિદ્યાર્થીની સાથે થયેલા કથિત સામૂહિક દુષ્કર્મના કેસનો ઉલ્લેખ કરતાં રાજ્યમાં મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ અંગે યોગી સરકાર પર આક્રમક પ્રહાર કર્યો. તેમણે આરોપ મૂક્યો કે રાજ્યમાં દુષ્કર્મ અને મહિલાઓ પરના અત્યાચાર વધ્યા છે, કારણ કે પોલીસનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થઈ રહ્યો છે.
બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ RSSના કાર્યક્રમોને લઈને આદેશ આપ્યો છે કે સરકારી તથા સરકારી સહાય પ્રાપ્ત શાળાઓ, જાહેર મેદાનો અને રાજ્ય સરકારની અન્ય જમીનો પર RSSની શાખાઓનું આયોજન ન કરવામાં આવે. આ નિર્ણય માહિતી તકનિકી/બાયોટેકનોલોજી, ગ્રામ વિકાસ અને પંચાયત રાજ મંત્રી પ્રિયંક ખડગેના વિનંતી પર લેવામાં આવ્યો છે. CM કાર્યાલયે રવિવારે પ્રિયંક ખડગે દ્વારા ચોથી ઓક્ટોબરે લખાયેલા એક પત્ર તેમ જ સિદ્ધારમૈયાનો એક નોંધ પણ શેર કર્યા છે, જેમાં અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
પ્રિયંક ખડગેએ CMને લખેલા પત્રમાં લખ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની એક સંસ્થા સરકારી અને સહાય પ્રાપ્ત શાળાઓ તથા જાહેર મેદાનોનો ઉપયોગ શાખાઓ ગોઠવવા માટે કરે છે અને બાળકો તથા યુવાનોના મનમાં દેશની એકતા પ્રતિ નકારાત્મક વિચારો ભરે છે તથા બંધારણના આદર્શો વિરુદ્ધ સૂત્રો લગાવે છે.
VIDEO | Bengaluru: “I never mentioned RSS should be banned. I only said its activities in government schools, universities, and state archaeological sites should not be allowed,” Karnataka Minister Priyank Kharge clarifies on his letter to state CM Siddaramaiah.
મંત્રી ખડગેએ આગળ લખ્યું હતું કે પોલીસની મંજૂરી વિના યોજાતી શાખાઓમાં લાઠી સાથે આક્રમક પ્રદર્શન કરવામાં આવે છે, જેનાથી બાળકો અને યુવાનો પર ખોટો પ્રભાવ પડે છે. તેમણે લખ્યું હતું કે રાજ્યનાં બાળકો, યુવાનો અને પ્રજાના હિતમાં તથા સમાજના કલ્યાણ માટે- હું આપને વિનંતી કરું છું કે સરકારી અને સહાય પ્રાપ્ત શાળાઓ, મેદાનો, પાર્કો, મજરાઇ વિભાગ હેઠળનાં મંદિરો, પુરાતત્ત્વ વિભાગ હેઠળનાં સ્થળો અને અન્ય કોઈ પણ સરકારી જમીન પર શાખા, સંઘ અથવા બેઠકને નામે યોજાતી RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
RSS અંગે પ્રિયંક ખડગે શું બોલ્યા
પ્રિયંક ખડગેએ રવિવારે જણાવ્યું હતું મેં CMને વિનંતી કરી છે કે તમામ સરકારનાં જાહેર સ્થળોએ RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. તેનો હેતુ બંધારણના આદર્શો – એકતા, સમાનતા અને અખંડિતતા જાળવવાનો છે અને બાળકો તથા યુવાનો પર RSSના નકારાત્મક પ્રભાવને રોકવાનો છે.
નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC ભ્રષ્ટાચાર કેસમાં આરોપ નક્કી કર્યા છે. આ કેસમાં RJDના નેતાઓ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે કેસ ચાલશે. દિલ્હી કોર્ટે માન્યું છે કે બધાની સામે આરોપ છે અને આરોપીઓની દલીલો સાથે અસહમતી વ્યક્ત કરી છે.
કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત તમામ આરોપીઓની હાજરીમાં આરોપ નક્કી કર્યા છે. કોર્ટે માન્યું છે કે લાલુ યાદવે પોતાનો પ્રભાવ વાપરીને ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો, જેને કારણે રેલવેને આવકનું નુકસાન થયું.કોર્ટે માન્યું છે કે લાલુ યાદવે ષડયંત્ર રચ્યું હતું. — હોટેલનો કોન્ટ્રેક્ટ આપવાને બદલે રાબડી દેવી અને તેજસ્વી યાદવને ઓછી કિંમતમાં જમીન આપવામાં આવી. એ દરમિયાન લાલુ યાદવે આરોપ સ્વીકારવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે અમે કેસનો સામનો કરીશું. રાબડી દેવી અને તેજસ્વી યાદવે પણ આરોપ સ્વીકાર્યા વગર કહ્યું હતું કે અમે કેસનો સામનો કરીશું.
વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેએ 24 સપ્ટેમ્બરે ભૂતપૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારનાં ભૂતપૂર્વ CM રાબડી દેવી, તેમનો પુત્ર તેજસ્વી યાદવ તથા અન્ય આરોપીઓને 13 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
#BREAKING In the land-for-job corruption case, the Rouse Avenue Court has framed charges against RJD chief Lalu Prasad Yadav, RJD leader Tejashwi Yadav, and Bihar former CM Rabri Devi in the IRCTC corruption case. The charges were framed in the presence of all the accused,… pic.twitter.com/ToTV0incvm
આ કેસ રાંચી અને પુરી સ્થિત બે IRCTC હોટેલોના ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. કોર્ટે આરોપીઓની સંડોવણીને આધારે અલગ-અલગ કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી) અને 120બી (ષડયંત્ર) હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ EDએ સોમવારે મની લોન્ડરિંગ (PMLA) હેઠળ સન ફાર્મા અને તામિલનાડુ ડ્રગ કંટ્રોલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા ચેન્નઈ સ્થિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કોલ્ડ્રિફ (Coldrif) કફ સિરપ કેસની સંદર્ભમાં કરવામાં આવી છે, જેને કારણે મધ્ય પ્રદેશમાં 20થી વધુ બાળકોનાં કિડની ફેલ થવાથી મોત થયાં હતાં.
ગંભીર ખામીઓ ઉજાગર
આ દરોડા તામિલનાડુના વરિષ્ઠ ડ્રગ કંટ્રોલ અધિકારીઓનાં નિવાસસ્થાનો અને ઝેરી સિરપ બનાવનાર કંપની શ્રીસન ફાર્મા સાથે જોડાયેલાં સ્થાનોમાં પાડવામાં આવ્યાં હતાં. જે દવા જીવ બચાવવી જોઈએ, એ જ દવાએ બાળકોના જીવ લીધા હતા. આ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. એ સાથે જ નિયમનકારી દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણમાં ગંભીર ખામીઓ પણ બહાર આવી છે.
શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિકની થઈ ચૂકી છે ધરપકડ
. કંપનીના ફાર્માસ્યુટિકલ્સના માલિક રંગનાથનની ગયા અઠવાડિયે મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તેઓ 10 દિવસની પોલીસ કસ્ટડીમાં છે.
EDના નિશાન પર ડ્રગ કંટ્રોલ ઓફિસના અધિકારીઓ
અધિકારીઓએ જણાવ્યું કે EDની ટીમ તમિલનાડુના ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓના ઘરોમાં પણ તલાશી લઈ રહી છે. EDની કાર્યવાહીનો મુખ્ય હેતુ એ શોધવાનો છે કે શું આ જાનલેવા કફ સિરપના ઉત્પાદન અને વેચાણમાં ગેરકાયદે નાણાંની લેવડદેવડ થઈ હતી કે મની લોન્ડરિંગ મારફતે કાળાં નાણાં સફેદ બનાવાયાં હતાં. અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડાથી આ પણ સંકેત મળે છે કે નિયમનકારી સંસ્થાઓની સંભવિત મિલીભગતની પણ તપાસ ચાલી રહી છે.
મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.
સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.
મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.
કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.
આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.
મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે, નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.
કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.
તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.