નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે બિહારની “વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)” પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવેલી અંતિમ મતદાર યાદીમાંથી બહાર કરાયેલા 3.66 લાખ મતદારોની વિગતો કોર્ટમાં રજૂ કરવી જોઈએ. ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે ઉમેરાયેલા મોટા ભાગનાં નામ નવા મતદારોના છે અને હજુ સુધી યાદીમાંથી દૂર કરાયેલા કોઈ મતદારે કોઈ ફરિયાદ કે અપીલ દાખલ કરી નથી.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કહ્યું હતું કે ચૂંટણી પંચે બહાર કરાયેલા મતદારો અંગે ઉપલબ્ધ બધી માહિતી ગુરુવાર (9 ઓક્ટોબર) સુધી કોર્ટના રેકોર્ડ પર મૂકે, જ્યારે કોર્ટ SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર આગળની સુનાવણી કરશે. કોર્ટએ કહ્યું હતું કે દરેક પાસે મતદાર યાદીનો ડ્રાફ્ટ ઉપલબ્ધ છે અને અંતિમ યાદી પણ 30 સપ્ટેમ્બરે પ્રકાશિત થઈ ચૂકી છે, તેથી તુલનાત્મક વિશ્લેષણ દ્વારા જરૂરી આંકડા રજૂ કરી શકાય છે.
ન્યાયમૂર્તિ બાગચીએ ચૂંટણી પંચનો પક્ષ રાખવા હાજર વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને જણાવ્યું હતું કે ન્યાયાલયના આદેશોથી ચૂંટણીપ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સુલભતા આવી છે. ખંડપીઠે કહ્યું હતું કે અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા વધેલી દેખાય છે, તેથી કોઈ ગેરસમજ ટાળવા માટે ઉમેરાયેલા મતદારોની ઓળખ જાહેર કરવી જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે તમે અમારાથી સહમત હશો કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુલભતા સુધરી છે. આંકડાઓ દર્શાવે છે કે તમારા દ્વારા પ્રકાશિત થયેલી ડ્રાફ્ટ યાદીમાં 65 લાખ લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં અને અમે કહ્યું હતું કે જેમનું અવસાન થયું છે અથવા જેમણે સ્થાન બદલી દીધું છે, તે યોગ્ય છે, પરંતુ જો તમે કોઈનું નામ કાઢી રહ્યા છો, તો કૃપા કરીને નિયમ 21 અને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરો.



પ્રશાંત કિશોર સાથેના ગઠબંધનની ચર્ચા ભાજપ પર બેઠકોની વહેંચણીને લઈને વધુ દબાણ લાવી શકે છે. LJP માનસિક રીતે સન્માનજનક બેઠકો મેળવવા પર અડગ છે. પાસવાને ગયા મહિને કહ્યું હતું કે મને સારી બેઠકો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે પણ હું આ વાત જાહેરમાં નહીં કહું, કારણ કે એ ગઠબંધન સાથી માટે અનૈતિક હશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ભાજપની આગેવાનીવાળા ગઠબંધન સાથે બેઠકોની ચર્ચા હજુ શરૂ થઈ નથી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ – મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કરીને તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત રહેવાની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.

આ પ્રસંગે NSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ કુમાર ચૌહાણ, તાતા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર ડો. સુદીપ ગુપ્તા, ડૉ. પંકજ ચતુર્વેદી (ડિરેક્ટર, ACTREC) અને ડૉ. નવીન ખત્રી (ડેપ્યુટી ડિરેક્ટર અને બોન મોરો ટ્રીમેન્ટ સ્પેશિયાલિસ્ટ- BMT, ACTREC) હાજર રહ્યા હતા. ૨,૪૦,૦૦૦ ચોરસ ફૂટના બિલ્ટ-અપ એરિયા અને ૬૦-બેડવાળા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) સેન્ટર સાથે, આ સુવિધા ભારતનું સૌથી મોટું અને દક્ષિણ એશિયાના સૌથી મોટા BMT સેન્ટરોમાંનું એક હશે. તે નિઃશુલ્લક કે રાહતના દરે વાર્ષિક ૧.૩ લાખથી વધુ OPD દર્દીઓને સેવા આપવા અને દર વર્ષે ૬૦૦થી વધુ જીવનરક્ષક BMT પ્રક્રિયાઓ હાથ ધરશે.
આ હોસ્પિટલ કેન્સરના દર્દીઓને સહાય કરવા માટે જનરલ અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરશે અને ACTREC કેમ્પસ માટે એક વ્યાપક OPD તરીકે કાર્ય કરશે. આ પ્રોજેક્ટ ૩૮૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. જેનું બાંધકામ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવશે. કામગીરી જુલાઈ ૨૦૨૭ સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.
NSE ફાઉન્ડેશન અને તાતા મેમોરિયલ હોસ્પિટલ વચ્ચેનો આ સહયોગ સમગ્ર ભારતમાં સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળી કેન્સર સંભાળના અભાવને દૂર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.

ખેડૂત સંસ્થાઓએ કેન્દ્ર સરકારની નીતિઓને આ સંકટ માટે જવાબદાર ઠેરવી છે. અખિલ ભારતીય ખેડૂત સભાના અધ્યક્ષ અશોક ધવલે કહ્યું હતું કે આત્મહત્યાઓની આ શ્રેણી કેન્દ્ર સરકારની નીતિગત નિષ્ફળતાને દર્શાવે છે. તેમણે ખાસ કરીને કપાસનો બેલ્ટ — વિદર્ભ અને મરાઠવાડામાં વધતી આત્મહત્યાઓને ઉલ્લેખિત કરી, જ્યાં ખેડૂતો કપાસ અને સોયાબીનની ખેતી કરે છે.