
પાપડી ભેળી ઇયળ બફાઈ જાય
|
પાપડી ભેળી ઇયળ બફાઈ જાય |
પાપડી જ્યારે એના વેલા પર હોય ત્યારે એમાં ઘર કરીને રહેતી ઇયળ પાપડીનો દાણો ખાઈને પોષણ મેળવે છે. ઇયળ
બીજા કોઈને નુકસાન કરતી નથી. માત્ર પાપડીમાં પોતાનું ઘર બનાવીને રહે છે.
પણ આ પાપડીને ઊંધિયું અથવા એવી કોઈ વાનગી બનાવવા માટે જ્યારે બાફવામાં આવે ત્યારે ઇયળ પણ એના ભેગી બફાઈ જાય છે.

આમ, કારણ વગરની દંડાઈ જઈને ઇયળ પોતાનો જાન ગુમાવે છે. આવા જ અર્થની કહેવત છે, ‘સૂકા ભેગું લીલું પણ બળે’. આમ, સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં કોઈકને કારણે વેઠવું પડે ત્યારે સંગ પ્રભાવે મળતા આ દંડને માટે ‘પાપડી ભેળી ઇયળ બફાઈ જાય’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
અનુપ જલોટા ગઝલને બદલે ભજનની લગન લાગી!
બોલિવૂડમાં જેમને ‘ભજન સમ્રાટ’ તરીકે ઓળખવામાં આવે છે એ અનુપ જલોટાએ ગાયક તરીકે કોરસમાં ગાઈને
શરૂઆત કરી હતી અને પહેલાં ગઝલો ગાઈ હતી. અનુપ જ્યારે 20 વર્ષની ઉંમરે લખનઉથી મુંબઇમાં આવ્યા ત્યારે ઓલ ઈન્ડિયા રેડિયો પર કોરસ ગીતોમાં અવાજ આપતા હતા. સૌથી પહેલાં લખનઉમાં રેડિયો પર સ્વર પરીક્ષા આપી હતી એમાં નાપાસ થયા હતા. છ મહિના પછી ફરી આપી ત્યારે પાસ થયા હતા.
અનુપને કોરસમાં ગાવાના મહિને રૂ.320 મળતા હતા. એમના પિતા મુંબઇ આવી ગયા હતા પણ અનુપને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી જ આવવાની પરવાનગી આપી હતી. અનુપે કેટલાક ફિલ્મ ગીતોમાં પણ કોરસમાં ગીત ગાયું હતું. મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે વગેરેના ગીતોમાં પણ સમૂહમાં એમનો સ્વર હતો. અનુપનું ‘ચાંદ અંગડાઈયાં લે રહા હૈ’ સાથે પહેલું ગઝલનું જ આલબમ બહાર આવ્યું હતું. પરંતુ ભજનમાં નામ કમાવાના હતા.

અનુપ ‘સૂર સિંગાર’ના જાહેર કાર્યક્રમમાં ભજન ગાતા હતા ત્યારે નિર્માતા-નિર્દેશક અને અભિનેતા મનોજકુમારના કાને એમનો અવાજ પડ્યો હતો. એમણે ઘરે બોલાવીને અનુપને કહ્યું કે એક ફિલ્મ બનાવી રહ્યો છું એમાં ગીત ગાવાના છે. સુધીર દળવી અભિનિત ફિલ્મ ‘શિરડી કે સાઈબાબા’ (1977) માં અનુપે ગાયેલા ડમ ડમ ડમરુ બાજે, ભોલા ભંડારી સાઈ અને ‘સુમેર મનવા’ લોકપ્રિય થયા હતા. 1977 માં જન્માષ્ટમી પ્રસંગે એક મંદિરના જાહેર કાર્યક્રમમાં એમણે બીજા કેટલાક ભજનો સાથે ‘ઐસી લાગી લગન’ ગાયું હતું. બે મહિના પછી મંદિર તરફથી ફોન આવ્યો કે તમે જે ભજન ગાયું હતું એ અમે ‘પોલીડોર’ કંપનીને આપવા માંગીએ છીએ. અનુપે કહ્યું કે વાંધો નથી પણ હું એક વખત સાંભળવા માંગુ છું. અનુપે ભજન સાંભળીને કહ્યું કે સારું ગાવાયું છે પણ એમાં એક કમી રહી ગઈ છે. એમાં મંજીરા નથી.

ભજનમાં મંજીરા વાગતા હોય તો એ વધુ સારું લાગે. અનુપે એ ભજનમાં મંજીરાનું ડબિંગ કરાવીને ઉમેર્યા. પછી એ વધુ સારું લાગ્યું. રેકોર્ડ બજારમાં આવતાની સાથે જ ‘ઐસી લાગી લગન’ લોકપ્રિય થઈ ગયું અને અનુપ જલોટાનું ભજન ગાયક તરીકે મોટું નામ થઈ ગયું હતું. અનુપે ગાયક બન્યા પછી સંગીતકાર બનવાનું સપનું પણ પૂરું કર્યું હતું. જ્યારે ફિલ્મ ‘પત્તોં કી બાજી’ (1986) માં સંગીત આપતા હતા ત્યારે કિશોરકુમારના અવાજમાં એક ગીત રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે એ એમના ઘરે આ વાત કહેવા ગયા ત્યારે એમણે પહેલાં ના પાડી દીધી હતી. એમણે કહ્યું હતું કે તમે શાસ્ત્રીય પ્રકારના ગીતો બનાવતા હોવાથી હું ગાઈશ નહીં. અનુપે જ્યારે ‘નહીં દૂર મંઝિલ’ ગીત સંભળાવ્યું ત્યારે એમણે રાજી થઈને કહ્યું કે આ મારી સ્ટાઇલનું છે એટલે જરૂર ગાઈશ.
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સર્વેઃ મહાગઠબંધનને મોટો આંચકો
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. આ અંગે MATRIZE-IANS એક મત સર્વે કર્યો છે. આ સર્વે મુજબ બિહારમાં NDAનું પલ્લું ભારે જણાઈ રહ્યું છે. લોકો CM નીતીશકુમારનાં કાર્યો પર મહોર લગાવતા દેખાઈ રહ્યા છે.
ઓપિનિયન પોલ મુજબ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં NDAને 150થી 160 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે મહાગઠબંધનને 70થી 80 બેઠકો અને અન્યને નવથી 12 બેઠકો મળી શકે છે. આ સર્વે મુજબ એનડીએને 49 ટકા, મહાગઠબંધનને 36 ટકા અને અન્યને 15 ટકા મત મળવાની શક્યતા છે.
NDA, મહાગઠબંધનને કેટલી બેઠકો મળશે: સર્વે
NDAમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બને એવી શક્યતા છે. આ સર્વે અનુસાર ભાજપને 80થી 85 બેઠકો, JDUને 60થી 65 બેઠકો, હમ (HAM)ને 3થી 6 બેઠકો, LJPને (રામ વિલાસ પાસવાન ગ્રુપ) 4થી 6 બેઠકો અને આરએલએમને એકથી 2 બેઠકો મળી શકે છે.મહાગઠબંધનમાં RJDને 60થી 65 બેઠકો, કોંગ્રેસને સાતથી 10 બેઠકો, CPI-MLને 6થી 9 બેઠકો, CPIને એક બેઠક, CPIMને એક બેઠક અને VIPને બેથી 4 બેઠકો મળવાનો અંદાજ છે.
IANS–Matriz: Bihar Assembly Elections – Opinion Poll 2025, (By Alliance) pic.twitter.com/8JgRSygck4
— IANS (@ians_india) October 6, 2025
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર રહેશે, 18 ઓક્ટોબરે ચકાસણી થશે અને 20 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. બીજા તબક્કાની જાહેરાત 13 ઓક્ટોબરે કરવામાં આવશે, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર રહેશે, 21 ઓક્ટોબરે ચકાસણી થશે અને 23 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે MATRIZE-IANS દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. આ સર્વે બિહારના લોકો સાથેની ચર્ચા પર આધારિત છે. બિહારની તમામ 243 બેઠકો પર કુલ 46,862 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો હતો.
બિહારમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે, 14 નવેમ્બરે ચૂંટણી પરિણામ
નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું. બિહારમાં બે તબક્કામાં ચૂંટણી થશે, જેમાં પહેલા તબક્કાનું 121 બેઠકો પર મતદાન છ નવેમ્બરે અને બીજા તબક્કામાં 122 સીટો પર 11 નવેમ્બરે યોજાશે. આ સાથે મત ગણતરી 14 નવેમ્બર કરવામાં આવશે. વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બેરે પૂરો થાય છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીનું શુદ્ધીકરણ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારીના 10 દિવસ પહેલા સુધીમાં રહી ગયેલાં નામો ઉમેરવામાં આવી શકશે. બિહારમાં 14 લાખ નવા મતદારો જોડાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો, અધિકારીઓ અને પોલીસ દળ સાથે બેઠક યોજી છે.
#BreakingNews | Bihar assembly elections to be held in two phases – 6th and 11th November; Counting of votes on 14th November, says Gyanesh Kumar, Chief Election Commissioner #BiharElections2025 pic.twitter.com/UvY0c4spDO
— DD News (@DDNewslive) October 6, 2025
મુખ્ય ચૂંટણી પંચ જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે બિહારમાં કુલ 243 વિધાનસભા ક્ષેત્રો છે, જેમાંથી 38 અનુસૂચિત જાતિ અને 2 અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. મતદાતાઓની કુલ સંખ્યા અંદાજે 7.42 કરોડ છે, જેમાં 3.92 કરોડ પુરુષો અને 3.5 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. અંદાજે ચાર લાખ વરિષ્ઠ નાગરિકો અને લગભગ 14,000 મતદાતાઓ એવા છે, જેઓ 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે.
મહાગઠબંધન અને NDA બંનેમાં હજી સુધી બેઠક વહેંચણી નક્કી થઈ નથી. NDA ગઠબંધનમાં ભાજપ, જેડીયુ ઉપરાંત ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), કેન્દ્રીય પ્રધાન જીતનરામ માંઝીની હિંદુસ્તાન આવામ મોર્ચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોર્ચા સામેલ છે. જ્યારે મહાગઠબંધનમાં RJD અને કોંગ્રેસ ઉપરાંત મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી, ડાબેરી પક્ષો અને પશુપતિ પારસની લોક જનશક્તિ પાર્ટી સામેલ છે.
2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને જીત મળી હતી. NDAએ 243 સભ્યોની વિધાનસભામાં 125 બેઠકો જીતી હતી, જ્યારે મહાગઠબંધને 110 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં RJDને 75 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 74 બેઠકો મળી હતી. બીજી તરફ, નીતીશકુમારની JDUને 43, કોંગ્રેસને 19, CPI(ML)ને 12 અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 5 બેઠકો મળી હતી. ઓછી બેઠકો મળવા છતાં NDAએ નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.
ફ્રાન્સના નવા PMએ એક મહિનામાં આપ્યું રાજીનામું
પેરિસઃ ફ્રાન્સમાં રાજકીય સંકટ ઓછું થવાનું નામ નથી લેતું. રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોનની મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે. રાષ્ટ્રપતિ મેક્રોએ નવા નિયુક્ત પ્રધાનમંત્રી સેબાસ્ટિયન લેકોર્નુનું રાજીનામું સ્વીકારી લીધું છે. નવી કેબિનેટની જાહેરાતના થોડા જ કલાકો પછી PMએ આપેલું આ રાજીનામું આ યુરોપિયન દેશને વધુ ઊંડા રાજકીય સંકટમાં ધકેલી ગયું છે.
મેક્રોએ ગયા મહિને જ લેકોર્નુને વડા પ્રધાન તરીકે નામિત કર્યા હતા, પરંતુ રવિવારે રાત્રે મેક્રોએ મોટા પાયે કોઈ ફેરફાર કર્યા વિના નવી કેબિનેટની યાદી જાહેર કરી હતી, જેની ભારે ટીકા થઈ હતી. હવે આ જાહેરાતના થોડા કલાકો પછી જ વડા પ્રધાને રાજીનામું આપ્યું છે.
રાષ્ટ્રપતિ મેક્રોએ રવિવારની રાત્રે નવી સરકારની રચના જાહેર કરી હતી. વડા પ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુના નેતૃત્વ હેઠળ કેબિનેટમાં મોટા ભાગના ઓળખીતા ચહેરાઓને જ સ્થાન મળ્યું હતું. મેક્રોનના શાસન દરમિયાન સાતમા પ્રધાનમંત્રી બનેલા લેકોર્નુની નિમણૂકને એક મહિનો પણ પૂરો ન થયો હતો કે નવી કેબિનેટ જાહેર થઈ ગઈ હતી. પરંતુ હવે પ્રધાનમંત્રીએ પોતે જ રાજીનામું આપી દીધું છે.
Anti-EU, anti-Ukraine voices in France will be celebrating as Macron seems to be reaching the end of the road.
His latest PM, @SebLecornu has resigned after 27 days. Seb was former Defence Minister and a strong voice for Ukraine. pic.twitter.com/7nE1v861Sw
— Tim White (@TWMCLtd) October 6, 2025
ફ્રાન્સની હાલત ખરાબ
ગયા અઠવાડિયે જાહેર થયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે ફ્રાન્સનું જાહેર ઋણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ફ્રાન્સનું લોનથી GDP પ્રમાણ હવે ગ્રીસ અને ઇટલી પછી યુરોપિયન યુનિયનમાં ત્રીજા ક્રમે છે અને તે યુરોપિયન યુનિયન દ્વારા નક્કી કરાયેલા મર્યાદા 60 ટકાના લગભગ બે ગણા છે.
પાછલી સરકારોએ છેલ્લાં ત્રણ વાર્ષિક બજેટો વિના મતદાન સીધા સંસદમાં રજૂ કર્યા હતા. બંધારણ મુજબ આ રીત મંજૂર છે, પરંતુ વિરોધ પક્ષે તેની ભારે ટીકા કરી છે. લેકોર્નુએ ગયા અઠવાડિયે વચન આપ્યું હતું કે સાંસદોને બિલ પર મતદાન કરવાની તક મળશે.
મેક્રોનો દાવ ઊલટો પડ્યો
હકીકતમાં, મેક્રોએ પોતાની સ્થિતિ મજબૂત કરવાની આશામાં ગયા વર્ષે મધ્યમાં અચાનક સંસદીય ચૂંટણી બોલાવી હતી. ત્યારથી ફ્રાન્સ રાજકીય સંકટમાં ફસાઈ ગયો છે. મેક્રોનનો આ દાવ ઊલટો પડ્યો હતો અને રાષ્ટ્રીય સભામાં તેમનું ગઠબંધન અલ્પમતમાં આવી ગયું છે.
CJI બી. આર. ગવઈ પર વકીલનો ચંપલ ફેંકવાનો પ્રયાસ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર ચંપલ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આરોપી વકીલની અટકાયત કરવામાં આવી છે. તેનું નામ રાકેશ કિશોર છે. ચંપલ ફેંકવાનો પ્રયાસ કરતાં પહેલાં વકીલે ચીસ પાડતાં કહ્યું હતું કે સનાતનનો અપમાન નહિ સહન કરવામાં આવે.
એ દરમિયાન જસ્ટિસ ગવઈ સંપૂર્ણ રીતે શાંત રહ્યા. વકીલ રાકેશ કિશોરને કોર્ટના સ્ટાફે પકડીને પોલીસને સોંપી દીધો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે તેમને આવી ઘટનાઓથી કોઈ અસર થતી નથી, અને બધાને પોતાની દલીલો ચાલુ રાખવા કહ્યું હતું.
આરોપી વકીલથી પૂછપરછ શરૂ
સુપ્રીમ કોર્ટમાં નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ મહલા તથા સુપ્રીમ કોર્ટ સિક્યુરિટી ડીસીપી જેટીન્દ્ર મણી હાજર છે. આરોપી વકીલની પૂછપરછ ચાલી રહી છે.
સિનિયર વકીલોએ ઘટનાની નિંદા કરી
CJI પર હુમલાના પ્રયાસની કડક નિંદા થઈ રહી છે. આરોપી વકીલ સામે કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. સિનિયર વકીલ ઇંદિરા જયસિંહે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ મામલે વિગતવાર તપાસ જરૂરી છે. આરોપી વકીલ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
This requires a detailed investigation. The lawyer must be named and legal action taken against him . This appears to be a blatant casteist attack on the Supreme Court of India. It deserves to be condemned by all judges of the Supreme Court by a united press statement that… https://t.co/8sOY5Wip4e
— Indira Jaising (@IJaising) October 6, 2025
આ ભારતના સર્વોચ્ચ ન્યાયાલય પર સ્પષ્ટ જાતિવાદી હુમલો લાગે છે. સુપ્રીમ કોર્ટના બધા જજોએ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરવું જોઈએ કે ન્યાયાલય વિચારધારાત્મક હુમલાઓ સહન નહીં કરે. ન્યાયાલયની ગૌરવને અનુરૂપ રીતે CJI ગવઈએ કોઈ વિક્ષેપ વિના પોતાની ન્યાયિક કામગીરી ચાલુ રાખી છે.
કટકમાં ફરી હિંસા ભભૂકી, અડધા શહેરમાં કરફ્યુ લાગુ, ઇન્ટરનેટ બંધ
કટકઃ ઓડિશાના કટકમાં હિંસા બાદ 13 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ (કલમ 144) લાગુ કરવામાં આવી છે. ઓડિશા સરકારે રવિવાર રાત્રે તાજી હિંસાની ઘટનાઓ બાદ આ નિર્ણય લીધો હતો અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે. આ પગલું તાજેતરમાં દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન થયેલા ઝપાઝપી બાદ લેવામાં આવ્યું છે, જેમાં 25 લોકો ઘાયલ થયા હતા.

પોલીસ કમિશનર એસ. દેવદત્ત સિંહે જણાવ્યું હતું કે આ આદેશ રવિવાર રાત્રે 10 વાગ્યાથી 36 કલાક સુધી અમલમાં રહેશે. કરફ્યુ દરગાહ બજાર, મંગલાબાગ, છાવણી, પુરીઘાટ, લાલબાગ, બિદાનાસી, મરકટ નગર, સીડીએ ફેઝ-2, માલગોદામ, બાદામબાડી, જગતપુર, બયાલીસ મૌજા અને સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ રહેશે.
રાજ્ય સરકારે હાલની કાનૂની અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખોટી માહિતીના પ્રસારને અટકાવવા માટે કટક મહાનગર વિસ્તાર, કટક ડેવલપમેન્ટ ઓથોરિટી (CDA) અને આસપાસના 42 મૌજા વિસ્તારમાં રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવાર સાંજે સાત વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

કટકમાં હિંસા કેવી રીતે ભભૂકી?
અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસાની આ તાજી ઘટના વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા પ્રશાસનના આદેશોની અવગણના કરીને રવિવારે સાંજે મોટરસાઇકલ રેલી કાઢ્યા બાદ થઈ હતી. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા દળોએ રેલીમાં સામેલ લોકોને આગળ વધવાથી રોક્યા ત્યારે તેઓ હિંસક બની ગયા. તેમણે કહ્યું હતું કે રેલીમાં ભાગ લેનારા લોકોનો પ્રવેશ સંવેદનશીલ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાના હેતુથી હતો, પોલીસે તેમને અટકાવ્યા બાદ તેમણે પથ્થરમારો શરૂ કર્યો. પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો અને ટિયર ગેસ તથા રબરની ગોળીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો.



પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવામાં આવશે.

