અમદાવાદ: IIM-A ખાતે 30 સપ્ટેમ્બરના રોજ નવારાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિદ્યાર્થીઓ સામેલ થાય હતા.
બધાએ સાથે મળીને ભક્તિ અને આનંદ સાથે નવરાત્રીની ઉજવણી કરી હતી.
હાથમાં દાંડિયા, તાળીઓના ગડગડાટ અને વાતાવરણમાં આનંદ-ઉલ્લાસ સાથે લોકો ગરબામાં ઝૂમતા જોવા મળ્યા.
બધાએ સાથે મળીને ખરેખર IIM-Aની શૈલીમાં નવરાત્રીની ભાવનાની ઉજવણી કરીને હૃદય ખોલીને ગરબા ગાયા.
આ ઉજવણી ટ્રેન્ડિ કપડાં, એનર્જેટિક સંગીત અને ઉષ્મા અને સાંસ્કૃતિક ગૌરવથી ભરપૂર વાતાવરણ દ્વારા જીવંત બની હતી.
IIMAમાં ધમાલ, મસ્તી અને ભક્તિ સાથે નવરાત્રીની ઉજવણી
રશ્મિકા મંદાન્ના અને વિજય દેવેરાકોંડાએ ગુપ્ત રીતે કરી લીધી સગાઈ
રશ્મિકા મંદાન્ના અને વિજય દેવેરાકોંડાની સગાઈ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ શુક્રવાર, 3 ઓક્ટોબરના રોજ એક ગુપ્ત રીતે સગાઈ કરી હતી.

બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાન્નાએ વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકાએ એક ગુપ્ત સમારંભમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી હતી. જોકે, આ કપલે હજુ સુધી તેમના ચાહકોને આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોના સમાચારો વહેતા થઈ રહ્યા છે. રશ્મિકાએ પણ ઘણી વખત ખુલ્લેઆમ વિજય દેવરકોંડા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
વેકેશનના ફોટા વાયરલ થયા હતા
નોંધનીય છે કે રશ્મિકા મંદાન્ના અને વિજય દેવેરાકોંડા વચ્ચેના સંબંધોની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. થોડા મહિના પહેલા તેમણે એક જ બીચ પર વેકેશનના ફોટા શેર કર્યા હતા, જેના કારણે ચાહકો માને છે કે તેઓ સંબંધમાં છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે અફેરની અફવાઓ સામે આવી હોય. અગાઉ, અનન્યા પાંડેએ કોફી વિથ કરણમાં આ વાતનો સંકેત આપ્યો હતો. વિજય દેવેરાકોંડા રિયાલિટી શોની 7મી સીઝનમાં અનન્યા પાંડે સાથે દેખાયા હતા. રશ્મિકાનું નામ લીધા વિના, અનન્યાએ કહ્યું કે વિજય દેવેરાકોંડા મીકાને મેળવવા માટે ઉતાવળમાં છે. ત્યારે તેણીએ બંને વચ્ચેના સંબંધનો સંકેત આપ્યો હતો.
થોડા દિવસો પહેલા વિજય દેવેરાકોંડાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની માર્શલ આર્ટ્સ કુશળતા અને ફિટનેસ બતાવતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં રશ્મિકાએ તેના પર પ્રેમ વરસાવ્યો હતો, અને કહ્યું હતું કે તે તેને મળેલા કરતાં વધુ લાયક છે. રશ્મિકા અને વિજય લાંબા સમયથી સારા મિત્રો છે, અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે અને નવું જીવન શરૂ કરી શકે છે.
રશ્મિકાની પહેલી સગાઈ તૂટી ગઈ છે
રશ્મિકા મંદાન્ના છેલ્લા કેટલાક વર્ષોથી બોક્સ ઓફિસ ક્વીન રહી છે, અને તેની કારકિર્દી અત્યાર સુધી ખૂબ પ્રભાવશાળી રહી છે. રશ્મિકાએ પહેલા પણ એક વાર સગાઈ કરી છે. રશ્મિકા અને સાઉથ સ્ટાર રક્ષિત શેટ્ટીએ 2016ની ફિલ્મ ક્રિકેટ પાર્ટીમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી, અને તેઓ સારા મિત્રો બન્યા. આ મિત્રતા પ્રેમમાં ખીલી અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. વધુમાં તેઓએ 3 જુલાઈ, 2017 ના રોજ સગાઈ કરી. જો કે, તેમની સગાઈ લાંબો સમય ટકી ન હતી અને લગ્ન પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી. તે પછી, બંને અલગ થઈ ગયા.
ટ્રોફી ‘ચોરવા’ બદલ મોહસિન નકવીને પાકિસ્તાન આપશે ગોલ્ડ મેડલ!
નવી દિલ્હીઃ એશિયા કપની ટ્રોફી ચોરવા બદલ પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસિન નકવીને દેશનું રાષ્ટ્રીય સન્માન ‘શહીદ ઝુલ્ફિકાર અલી ભૂટ્ટો એક્સિલન્સ ગોલ્ડ મેડલ’ મળવાનો છે. પાકિસ્તાનની વેબસાઇટ ધ નેશન મુજબ એશિયા કપ ટ્રોફી વિવાદ દરમિયાન લીધેલા તેમના ‘સાહસિક અને સિદ્ધાંત આધારિત વલણ’ માટે તેમને આ સન્માન આપવામાં આવશે.
આ સન્માન કરાચીમાં યોજાનારા એક સમારંભમાં આપવામાં આવશે. આ પ્રસંગે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અને ભુટ્ટોના પૌત્ર બિલાવલ ભૂટ્ટોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આયોજકોનું કહેવું છે કે નકવીનો નિર્ણય પાકિસ્તાનના ગૌરવની રક્ષા તરીકે જોવામાં આવી રહ્યો છે.
શું છે એશિયા કપ ટ્રોફી વિવાદ?
હાલમાં યોજાયેલા એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને કપ જીત્યો હતો. મેચ બાદ ટ્રોફી હેન્ડઓવર દરમિયાન ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના બાદ નકવીએ ટ્રોફી પાછી લઇ લીધી હતી, જેને કારણે સોશિયલ મિડિયામાં તેમની ભારે ટીકા થઈ હતી.
Mohsin Naqvi to get Gold Medal in Pakistan for stealing Asia Cup trophy.
Shaheed Zulfiqar Ali Bhutto Excellence of Gold Medal will be awarded by Karachi Basketball Association. pic.twitter.com/wQ85bUXvzA
— DeepDownAnalysis (@deepdownanlyz) October 3, 2025
નકવીને કેમ મળ્યું રાષ્ટ્રીય સન્માન
પાકિસ્તાનના અનેક રાજકીય અને રમતગમત સંગઠનોએ નકવીના આ પગલાને ‘દેશના ગૌરવની રક્ષા’ તરીકે રજૂ કર્યો હતો. આ જ કારણે હવે તેમને આ રાષ્ટ્રીય સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરાચીમાં યોજાનાર આ સમારંભ પાકિસ્તાનના રમતગમત અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બનવાની શક્યતા છે.
વાવાઝોડું ‘શક્તિ’ મહારાષ્ટ્ર, ગુજરાતમાં વિનાશ વેરે એવી શક્યતા
મુંબઈઃ હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાને પરિણામે ગુજરાત, મહારાષ્ટ્રમાં ચેતવણી જારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠા પર ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં, ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ આ વાવાઝોડું હાલમાં દ્વારકાથી આશરે 240 કિલોમીટર દૂર છે અને તે પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું વધુ જોર પકડીને દ્વારકા તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
હવામાન વિભાગે (IMDએ) અરબી સમુદ્રમાં વિકસતા વાવઝોડા શક્તિને કારણે મહારાષ્ટ્ર માટે ચેતવણી જારી કરી છે. આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ, જોરદાર પવન અને સમુદ્રમાં ઊથલપાથલની શક્યતા છે, જેને કારણે તટીય અને આંતરિક જિલ્લાઓમાં સાવચેતી રાખવાની જરૂર છે.
At 1800 UTC of 3 Oct, CS Shakhti lay centered about 340 km west of Dwarka. It is likely to move west-southwestwards and intensify further into a severe cyclonic storm around 0000 UTC of 4 Oct. Thereafter, to reach central parts of north & adj central Arabian Sea by 5th October. pic.twitter.com/IbMDuL5HPx
— India Meteorological Department (@Indiametdept) October 3, 2025
ગુજરાત પર ચક્રવાત ‘શક્તિ’ની સંભાવિત અસર
હવામાન વિભાગના અહેવાલ મુજબ વાવાઝોડું શક્તિ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે ચોથી ઓક્ટોબરે આ સિસ્ટમ ગંભીર તોફાનમાં ફેરવાશે અને પાંચ ઓક્ટોબરે મધ્ય અરબ સાગરના ઉત્તરી ભાગ સુધી પહોંચશે. ત્યાર બાદ છ ઓક્ટોબરથી તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં વળી દરિયામાં જ આગળ વધશે. જોકે આ વાવાઝોડાનો પ્રભાવ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર સ્પષ્ટ અનુભવાશે. ખાસ કરીને પાંચથી સાત ઓક્ટોબર વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં અને દરિયાકાંઠે તેજ પવનની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં શક્તિની અસર
મુંબઈ, થાણે, પાલઘર તથા અન્ય તટીય વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના છે. તેથી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
અધિકારીઓએ તટીય અને જોખમી વિસ્તારોમાં આપત્તિની તૈયારી શરૂ કરી દીધી છે અને લોકોએ સુરક્ષિત રહેવાની હિતાવહ સલાહ આપી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે હવામાનની માહિતી પર સતત નજર રાખે અને પૂરતી સાવચેતી રાખે. આ વાવાઝોડામાં પવનની ઝડપ 45થી 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેને કારણે સમુદ્રની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની શક્યતા છે. તટીય વિસ્તારોમાં રહેનાર લોકોને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ આપવામાં આવી છે.
હમાસ તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે, ગાઝા શાંતિ કરાર મંજૂર
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી છેવટે અસરકારક સાબિત થઈ છે. હમાસે જાહેરાત કરી છે કે તે તમામ ઇઝરાયલી બંધકોને — ભલે તેઓ જીવતા હોય કે મૃત — મુક્ત કરવા તૈયાર છે. એ સાથે જ તેણે કહ્યું છે કે ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પે રજૂ કરેલા 20 સૂત્રોના ફોર્મ્યુલાને તે ટેકો આપે છે.
વાસ્તવમાં ટ્રમ્પે હમાસને ચેતવણી આપી હતી કે જો રવિવાર સાંજના છ વાગ્યા સુધીમાં તમામ બંધકોને છોડવામાં નહીં આવે તો નરકના બધા દરવાજા હમાસ માટે ખોલી દેવામાં આવશે અને વિનાશનો સામનો કરવો પડશે, જે તેણે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં જોયો હોય.
ચર્ચા શરૂ કરવા હમાસ તૈયાર
પેલેસ્ટિની આતંકવાદી સંગઠને એક નિવેદનમાં કહ્યું હતું કે તે આ મામલાની વિગતો પર ચર્ચા કરવા માટે મધ્યસ્થો મારફતે તરત જ વાતચીત શરૂ કરવા તૈયાર છે. જો આ પગલું સફળ થશે તો ઓક્ટોબર, 2023માં ઇઝરાયલ પર થયેલા હુમલા દરમિયાન બંધક બનાવાયેલા લોકોની મુક્તિ માટે ચાલી રહેલા મહિનાઓના પ્રયત્નોમાં આ સૌથી મોટું પગલું સાબિત થશે.
હમાસે એ વાતનું પણ પુનરાવર્તન કર્યું હતું કે તે ગાઝાનું વહીવટ સ્વતંત્ર ટેક્નિકલ નિષ્ણાતોની એક પેલેસ્ટાઇનની સંસ્થાને સોંપવા તૈયાર છે. આથી એ સંકેત મળે છે કે તે એક આંતરિક તાત્કાલિક શાસન માળખું સ્વીકારવા તૈયાર છે, જે સંગઠનના સીધા નિયંત્રણને બાજુએ મૂકી શકે છે.
#Hamas agrees to release all the remaining Israeli hostages but says it wants further negotiations on a number of key points outlined in the US peace plan.
In a statement, the group said it will release all Israeli prisoners, both living and dead, according to the exchange…
— All India Radio News (@airnewsalerts) October 4, 2025
હમાસે ટ્રમ્પ તથા આરબ, ઇસ્લામિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોનો જાહેર આભાર માન્યો છે. હમાસના નિવેદન પછી ટ્રમ્પે ઇઝરાયલને ગાઝામાં બોમ્બબારી તરત જ રોકવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આતંકી સંગઠન હવે શાંતિ માટે તૈયાર છે, કારણ કે તેણે તેમની મધ્ય પૂર્વ યોજના સ્વીકારી છે.
મિથુન ચક્રવર્તીએ અનુ મલિકની ગાયક તરીકે શરૂઆત કરાવી!
સંગીતકાર અનુ મલિકને કિશોરકુમારને કારણે ગાયક તરીકે શરૂઆત કરવાની તક મળી હતી. અનુ મલિકે આમ તો
અગાઉ કેટલાક ગીતોમાં અવાજ આપ્યો હતો પણ ફિલ્મ ‘જીતે હૈ શાન સે’ (1988) માં સંગીત આપતી વખતે સંજોગો એવા ઊભા થયા કે એ સંપૂર્ણ ગાયક બની ગયો હતો.
નિર્દેશક કવલ શર્માની ‘જીતે હૈ શાન સે’ નું ‘જૂલી જૂલી જૉની કા દિલ તુમ પે આયા’ ગીત કિશોરકુમારના અવાજમાં રેકોર્ડ કરવાનું નક્કી થયું હતું. અનુને થયું હતું કે આ કમાલનું ગીત હોવાથી કિશોરકુમારના અવાજમાં રેકોર્ડ કરવું જોઈએ. એમણે કિશોરકુમારને ફોન કર્યો અને કહ્યું કે આ ગીત ગાવાનું છે. એમણે હા પાડી અને પૂછ્યું કે હીરો કોણ છે? અનુએ કહ્યું કે મિથુન ચક્રવર્તી છે. એમણે આવવાની હા પાડી પણ આવ્યા નહીં.
અનુ જ્યારે પણ ફોન કરે ત્યારે એમ કહેતા કે હું આવીશ. સમય વીતી રહ્યો હતો એટલે નિર્દેશકે ગીત રેકોર્ડ કરવા કહ્યું ત્યારે અનુએ કિશોરકુમારના પુત્ર અમિતકુમારને બોલાવવાનું નક્કી કર્યું. અમિતકુમારે હા પાડી પણ કિશોરકુમાર જેવું જ કર્યું. ‘આવું છું આવું છું’ કહીને આવતા જ ન હતા. બંને આવી રહ્યા ન હતા એટલે ફિલ્માંકન માટે કામચલાઉ રેકોર્ડિંગ કરવા કવિતા કૃષ્ણમૂર્તિને બોલાવવામાં આવ્યા અનુએ એમની સાથે ‘જૂલી જૂલી’ માં જાતે જ પુરુષ સ્વરમાં અવાજ આપી દીધો. અનુ અને કવલ શર્માએ જ્યારે મિથુનને ગીત સંભળાવ્યું ત્યારે નવો પુરુષ સ્વર સાંભળીને પૂછ્યું કે આ કોણે ગાયું છે? કવલે કહ્યું કે અનુ મલિકે ગાયું છે. ત્યારે મિથુને કહ્યું કે આ તો સંગીતકાર છે. ત્યારે અનુએ કહ્યું કે મેં ગાયું પણ છે.

મિથુન અનુને ભેટી પડ્યા અને કહ્યું કે આ ગીત તારા જ સ્વરમાં રહેશે. અને એ ગીત અનુના સ્વરમાં જ રહ્યું. આ ગીતને ફિલ્મ પૂરી થયા પછી ફરી પણ થોડું બતાવવામાં આવ્યું છે. એટલું જ નહીં મિથુન પર ફિલ્માવેલું બીજું સોલો ગીત ‘સલામ શેઠ સલામ શેઠ’ અનુએ જ ગાયું હતું. બંને ગીતો લોકપ્રિય થયા હતા. મિથુન ચક્રવર્તીએ ગાયક તરીકે પોતાને લોન્ચ કર્યો હોવાનું અનુએ એક મુલાકાતમાં કહ્યું છે. ફિલ્મ ‘જીતે હૈ શાન સે’ બીજી કેટલીક બાબતોમાં પણ વિશેષ રહી છે.

ટાઇટલ ગીતમાં મિથુન પોતે જ તેના જોની (મિથુન)ના પાત્રની સામે દેખાય છે. તેથી એવી ફિલ્મ તરીકે ઓળખાય છે જેમાં મિથુન ચક્રવર્તીએ ડબલ રોલ ભજવ્યો હતો. અને એકમાત્ર એવી ફિલ્મ છે જ્યારે કોઈ અભિનેતા પાત્ર તરીકે અને વાસ્તવિક જીવનની હસ્તી તરીકે ડબલ રોલમાં દેખાયો હોય. ફિલ્મમાં સંજય દત્તનું નામ ‘ગોવિંદા’ અને ગોવિંદાનું ‘ઈકબાલ’ હતું. આ પહેલી અને એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં મિથુન ચક્રવર્તી અને ગોવિંદા એકસાથે દેખાયા હતા. ગોવિંદા અને સંજય દત્તની પણ આ પહેલી ફિલ્મ હતી. એ પછી તેઓ તાકતવર (1989), હસીના માન જાયેગી (1999), જોડી નંબર 1 (2001) અને એક દો એક ગ્યારહ (2003) જેવી ફિલ્મોમાં દેખાયા હતા.
મસાલેદાર પહાડી આલુ
મસાલેદાર પહાડી આલુ એ ઉત્તરાખંડની પરંપરાગત વાનગી છે. જે વિના લસણ, કાંદા કે ખટાશ પણ બહુ સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ
- બાફેલા બટેટા 6-7 નંગ
- સૂકા આખા ધાણા 1 ટે.સ્પૂન
- શેકેલું જીરૂ 1½ ટે.સ્પૂન
- વરિયાળી 1 ટે.સ્પૂન
- કાળા મરી 3-4
- લીલા મરચાં 3-4
- આદુના ટુકડા 2-3 ઈંચ
- કોથમીર ધોઈને સમારેલી 1-2 કપ
- ધાણાજીરૂ પાઉડર 1 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન
- સબ્જી મસાલો 1 ટે.સ્પૂન
વઘાર માટેઃ
- તેલ 2 ટે.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- સૂકા લાલ મરચાં 2
- રાઈ 1 ટી.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
રીતઃ એક મિક્સી બાઉલમાં સૂકા આખા ધાણા, શેકેલું જીરૂ, વરિયાળી, કાળા મરી, લીલા મરચાં, આદુના ટુકડા, કોથમીર ડાંડા સહિત ધોઈને સમારેલી 1 કપ, ધાણાજીરૂ પાઉડર, લાલ મરચાં પાઉડર તેમજ સબ્જી મસાલો મેળવીને એકાદ-બે ચમચી જેટલું પાણી મેળવીને સહેજ કરકરો પીસી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ વઘારી તતડે એટલે જીરૂનો વઘાર કરી દો. ત્યારબાદ તેમાં હીંગ ઉમેરીને લાલ મરચાંનો વઘાર કરી જરાવાર સાંતળીને તરત જ વાટેલો મસાલો ઉમેરી દો. ગેસની આંચ ધીમી કરી દો.વઘારમાં મસાલો મિક્સ કર્યા બાદ સહેજ પાણી નાખવું. જેથી મસાલો ચોંટે નહીં. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે મસાલામાં તેલ ઉપર આવે એટલે બાફેલા બટેટાને સમારીને તેમાં મેળવી દો. અડધો કપ સમારેલી કોથમીર પણ તેમાં મેળવીને કઢાઈ ઢાંકીને 2-3 મિનિટ માટે થવા દો. શાકમાં મસાલો સારી રીતે મિક્સ થાય એટલે ગેસ બંધ કરીને શાક ઉપર થોડી કોથમીર ભભરાવીને ગરમાગરમ શાકે રોટલી સાથે પીરસો.




