Home Blog Page 58

HDFC બેંક ગ્રૂપે ગિફ્ટ સિટીમાં નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યુ

ગાંધીનગર: HDFC બેંક ગ્રૂપે આજે તેના નવા પરિસરના ઉદ્ઘાટનની જાહેરાત કરી. જેમાં ગિફ્ટ સિટી ખાતે તેની વિવિધ ગ્રૂપ કંપનીઓની ઓફિસો આવેલી હશે. કંપનીએ પોતાના વરિષ્ઠ અગ્રણીઓ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (આઇએફએસસી)ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટી ખાતે તેની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. એચડીએફસી બેંક લિમિટેડ IBU હવે તેની ગ્રૂપ કંપનીઓ HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ, HDFC ઇન્ટરનેશનલ લાઇફ એન્ડ રી કંપની લિમિટેડ, HDFC કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (IFSC શાખા) અને HDFC સિક્યોરિટીઝ IFSCA લિમિટેડના અગ્રણીઓ સાથે હવે ગિફ્ટ સિટીમાં આવેલા ફ્લેક્સ વન બિલ્ડિંગમાંથી તેમની કામગીરીઓનું સંચાલન કરશે.એચડીએફસી બેંક ગિફ્ટ સિટી આઈબીયુની બેલેન્સ શીટ છેલ્લાં પાંચ વર્ષમાં ચાર ગણી વધી છે અને નાણાકીય વર્ષ 2025-2026 5.5 અબજ યુએસ ડૉલરથી વધુની બેલેન્સ શીટ સાથે પૂરું થયું છે.16,250 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ નવા પરિસરનું ઉદ્ઘાટન HDFC બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ એમ. ભરૂચા; HDFC લાઈફના MD અને CEO વિભા પડલકર; HDFC AMCના MD-CEO નવનીત મુનોત અને HDFC સિક્યોરિટીઝના MD ધીરજ રેલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે IFSCAના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં ડિપાર્ટમેન્ટ ઑફ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિપેશ શાહ અને ડિપાર્ટમેન્ટ ઑફ કેપિટલ માર્કેટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રદીપ રામકૃષ્ણનનો સમાવેશ થાય છે.

એચડીએફસી બેંક ગ્રૂપ બેંકિંગ, એસેટ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ્સ અને રીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં વિવિધ ક્ષમતાઓ ધરાવે છે. ગિફ્ટ સિટીમાં આવેલી આ કંપનીઓની શાખા ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓનો એક વ્યાપક સમૂહ પૂરો પાડે છે, જેમાં હોલસેલ બેંકિંગ, બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ)ની રોકાણની જરૂરિયાતોને પૂરી કરનારા વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સની વિશાળ શ્રેણી (જેમાં વિદેશી ચલણ ધરાવતા સીએએસએ ખાતાઓ, ટર્મ ડિપોઝિટ્સ, યુએસડીમાં મૂલ્યાંકિત વીમો, ફોરેન કરન્સી બોન્ડ્સ, ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ્સ, અલ્ટર્નેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનો સમાવેશ થાય છે), સ્ટ્રક્ચર્ડ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ, અન્ય દેશોમાં થતી ચૂકવણીઓ, બુલિયન ટ્રેડિંગ, ફંડ્સ અને કસ્ટડી બિઝનેસ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્શ્યોરન્સ અને લાઈફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ જેવી અનેક સેવાઓનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં આવેલા આ પરિસરમાં ગ્રૂપની વિવિધ કંપનીઓના 100થી વધુ કર્મચારીઓ કાર્યરત રહેશે, જેઓ ગિફ્ટ સિટીમાંથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને પ્રકારના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડશે.

આ પ્રસંગે આઇએફએસસીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિપેશ શાહે જણાવ્યું હતું કે, ‘ગિફ્ટ આઇએફએસસીમાં એચડીએફસી ગ્રૂપની એકીકૃત હાજરી એ ફક્ત એક ઑફિસ ખોલવા પૂરતી સીમિત નથી. તેનાથી વૈશ્વિક મૂડી, નવીનીકરણ, પ્રતિભા અને વિશ્વાસ માટે નવા માર્ગો ખુલશે.’

એચડીએફસી બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ એમ. ભરૂચાએ જણાવ્યું હતું કે, ‘ખૂબ જ ટૂંકા ગાળામાં અમે વ્યવસાયમાં ખૂબ સારી પ્રગતિ સાધી છે, ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનાવ્યાં છે, વિદેશો સાથેના વ્યવસાયની તકોમાં પણ વધારો થયો છે અને ભારત સાથે જોડાયેલા વૈશ્વિક નાણાકીય પ્રવાહને સમર્થન પૂરું પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી છેગિફ્ટ સિટીમાં અમારી ઑફિસે આવનારા ગ્રાહકો બેંકિંગ, વીમો, રોકાણ અને ફોરેન રેમિટન્સ સહિતના ઉત્પાદનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પો પસંદ કરી શકે છે.’

અદાણી જૂથ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં, IHG હોટેલ્સ-રિસોર્ટ્સ સાથે કર્યા કરાર

મુંબઈ: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL)એ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે મળીને તેઓ ભારતના મુખ્ય એરપોર્ટ-લિંક્ડ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા પાંચ સ્થળોએ હોટલ (Hotel) ક્ષેત્રમાં પર્દાપણ કરશે. આ કરાર હેઠળ તેઓ ભારતમાં IHGના વિકાસની યોજનાઓ સાથે જુદા-જુદા સ્થળોએ લગભગ ૧,૫00 રુમ ઉમેરશે.

આ પોર્ટફોલિયોમાં જયપુરમાં કિમ્પ્ટન હોટેલ તેમજ અદાણી (Adani) એરપોર્ટ આગામી સમયમાં હોસ્પિટાલિટી-આધારિત બહુવિધ ઉપયોગી હોટેલના વિકાસમાં હોલીડે ઇન અને હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલનો સમાવેશ થાય છે. આ હોટેલોનું નિર્માણ નવી મુંબઈ, મેંગલુરુ, જયપુર અને તિરુવનંતપુરમમાં કરવાનું આયોજન છે. ડિઝાઇન-આધારિત હોટલ, રસોઇયા તેમજ બુટિક લક્ઝરી પોઝિશનિંગ માટે વૈશ્વિક સ્તરે જાણીતી કિમ્પટનનો આ ભાગીદારી હેઠળ ભારતમાં પ્રવેશ થશે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)ના ડિરેક્ટર પ્રણવ અદાણી (Pranav Adani)એ જણાવ્યું, અદાણી સમૂહ (Adani Group) હોસ્પિટાલિટી અને એરપોર્ટ-સંચાલિત શહેરી માળખાગત સુવિધાઓમાં તેની હાજરી વિસ્તારી રહ્યું છે. સાથેસાથે વિશ્વ-સ્તરીય સ્થળો બનાવવાનું અમારું વિઝન ભારતના ઝડપથી વિકસતા ઉડ્ડયન ઇકોસિસ્ટમની આસપાસ મુસાફરી, રોકાણ અને શહેરી અનુભવોને એકીકૃત રીતે સંકલિત કરે છે.

IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના દક્ષિણ પશ્ચિમ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ જૈને (Sudeep Jain)એ જણાવ્યું, લક્ઝરી, પ્રીમિયમ અને આવશ્યક બ્રાન્ડ્સના મિશ્રિત આ પોર્ટફોલિયો અમોને ભારત દેશના ઉચ્ચ-વૃદ્ધિના બજારોમાં કંપનીની હાજરીને અર્થપૂર્ણ રીતે મજબૂત કરવાની મોકળાશ આપે છે.

IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ હાલમાં ભારતમાં છ બ્રાન્ડ્સમાં બાવન હોટલ ચલાવે છે અને આગામી ત્રણથી પાંચ વર્ષમાં વધારાની ૯૮ હોટલો ખોલવાની અપેક્ષા છે.

PM મોદીની અપીલ બાદ દિલ્હીમાં CMનો મોટો નિર્ણય

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશને મર્યાદિત કરવાના વડાપ્રધાનના આહવાનને પગલે દિલ્હીની રેખા ગુપ્તા સરકારે વહીવટીતંત્રમાં મોટા ફેરફારો કર્યા છે. આર્થિક બોજ ઘટાડવા અને પર્યાવરણના હિતમાં લેવાયેલા આ નિર્ણયોથી દિલ્હીના સરકારી માળખામાં મોટી અસર જોવા મળશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર આગામી 6 મહિના સુધી કોઈપણ નવા વાહનની ખરીદી કરશે નહીં. આ ઉપરાંત, સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે એક વર્ષ સુધી દિલ્હી સરકારના કોઈપણ મંત્રી વિદેશ પ્રવાસ પર જઈ શકશે નહીં. આ કડક પગલાં દ્વારા સરકાર જનતાને સાદગી અને બચતનો સંદેશ આપવા માંગે છે.

સરકારી કર્મચારીઓ માટે પણ રાહતના સમાચારની સાથે શિસ્તબદ્ધ ફેરફારો કરવામાં આવ્યા છે. હવેથી દિલ્હી સરકારના કર્મચારીઓ અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) કરી શકશે, જેથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા અને ઈંધણનો વપરાશ ઘટાડી શકાય. સાથે જ, ઓફિસોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) ની કચેરીઓ હવે સવારે 8.30 થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સમયના આ ફેરફારથી ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળવાની અપેક્ષા છે.

નિજી વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર દ્વારા જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દિલ્હીની 29 જેટલી રહેણાંક કોલોનીઓમાં સરકારી કર્મચારીઓ માટે ખાસ 58 બસો દોડાવવામાં આવશે. આ સુવિધાને કારણે હજારો કર્મચારીઓ પોતાના અંગત વાહનોને બદલે બસમાં મુસાફરી કરી શકશે, જે સીધી રીતે પેટ્રોલ-ડીઝલની બચતમાં મદદરૂપ થશે.

કર્ણાટકમાં સ્કૂલોના યુનિફોર્મમાં હિજાબની મંજૂરીથી વિવાદ

બેંગલુરુઃ કર્ણાટકની શાળાઓમાં હવે વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી શકશે. સિદ્ધારમૈયા સરકારે ભાજપ શાસન દરમિયાન લાગુ કરાયેલો પ્રતિબંધ રદ કરી દીધો છે. કોંગ્રેસ સરકારે હવે વિદ્યાર્થીઓને નિર્ધારિત યુનિફોર્મ સાથે પોતાની ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલાં પ્રતીકો પહેરવાની મંજૂરી આપી છે. ફક્ત હિજાબ જ નહીં, હવે પાઘડી અને જનોઈ પહેરવાની પણ છૂટ મળશે. આ નવો આદેશ ધોરણ એકથી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે અને હાલના શૈક્ષણિક સત્રથી જ અમલમાં આવી ગયો છે.

કર્ણાટક સરકાર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આદેશ મુજબ હવે વિદ્યાર્થીઓ તેમની શાળાની યુનિફોર્મ સાથે મર્યાદિત પરંપરાગત અને પ્રથાગત પ્રતીકોનો ઉપયોગ કરી શકશે. તેમાં ફક્ત હિજાબ જ નહીં, પરંતુ હવે વિદ્યાર્થીઓ કોઈ રોકટોક વિના પાઘડી, જનોઈ અને સ્કાર્ફ પણ પહેરી શકશે. શાળા શિક્ષણ અને સાક્ષરતા મંત્રી મધુ બાંગરપ્પાએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો હેતુ દરેકને સમાન તક આપવાનો છે, જેથી કોઈ પણ વિદ્યાર્થીને તેની ધાર્મિક માન્યતાઓને કારણે શિક્ષણથી વંચિત ન રહેવું પડે.

 ભાજપ સરકારના 2022ના નિર્ણયની વાપસી

ફેબ્રુઆરી, 2022માં કર્ણાટકની ભાજપ સરકારે એક આદેશ જાહેર કરીને શાળાઓમાં હિજાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે સરકારનું કહેવું હતું કે વિદ્યાર્થીઓએ ફક્ત નિર્ધારિત યુનિફોર્મનું જ પાલન કરવું જોઈએ. આ પ્રતિબંધ બાદ રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન થયાં હતાં અને અનેક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને વર્ગખંડોમાં પ્રવેશથી રોકવામાં આવી હતી. કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ આ નિર્ણયને પાછો ખેંચવાનો વાયદો કર્યો હતો, જેના પર હવે સત્તાવાર રીતે અમલ કરવામાં આવ્યો છે.

 મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો

હિજાબ વિવાદ કર્ણાટક હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. માર્ચ, 2022માં કર્ણાટક હાઈકોર્ટે ભાજપ સરકારના નિર્ણયને યથાવત્ રાખતાં કહ્યું હતું કે હિજાબ પહેરવો ઇસ્લામમાં “અનિવાર્ય ધાર્મિક પ્રથા”નો ભાગ નથી. ત્યાર બાદ ઓક્ટોબર, 2022માં સુપ્રીમ કોર્ટે આ મામલે વિભાજિત નિર્ણય આપ્યો હતો. જેના પછી કેસને મોટી બેંચ સમક્ષ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલની સરકારના આ વહીવટી આદેશથી હવે કાનૂની જટિલતાઓ વચ્ચે વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત મળી છે.

પર્યાવરણ પ્રેમીએ નારિયેળની કાચલી અને વાંસમાંથી સર્જ્યું અદ્દભૂત આર્ટવર્ક

દરેક વ્યક્તિનું સપનું હોય કે પોતાનું ઘર સુંદર રીતે સજાવું. ઘણાં લોકો ઘરની સજાવટ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. હવે તમને લાગતું હશે કે હું તમને ઘર સજાવટ વિશે કોઈ માહિતી આપવાની છું. ના, હું તમને ધાંગધ્રા (Dhrangadhra)ના શંભુભાઈ મિસ્ત્રી (Shambhu Mistri) વિશે માહિતી આપવાની છું. જેઓ ખૂબ જ ઓછાં ખર્ચામાં, ઈકો ફ્રેન્ડલી વસ્તુઓમાંથી સુંદર મજાની ઘર સજાવટની વસ્તુઓ બનાવે છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ આ શબ્દો આપણે ખૂબ જ સાંભળ્યા છે. પરંતુ શંભુભાઈનું આર્ટવર્ક જોઈને તમે માની જ નહીં શકો કે આ આર્ટવર્ક વેસ્ટ વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે.

તમે ક્યારેય વાંસ (Bamboo)માંથી બનેલ પાણીની બોટલ વિશે સાંભળ્યું છે? શંભુભાઈ વાંસમાંથી પાણીની બોટલ, વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ, પક્ષીઓને દાણા નાખવાનું સ્ટેન્ડ બનાવી આપે છે. આ સિવાય મંદિરમાં ફેંકી દેવામાં આવેલી નારિયેળની કાચલીમાંથી પણ ચા પીવાનો કપ, પક્ષીઓને દાણા નાખવાનું સ્ટેન્ડ, સ્કૂટર, વિવિધ પ્રાણીઓની ડેકોરેટિવ પીસ તેમજ અવનવી વસ્તુઓ બનાવી આપે છે. આ ઉપરાંત તેઓ લાકડાંમાંથી મિનિએચર અને જીક્સો પેઈન્ટિંગ બનાવવામાં પણ માહિર છે.

શંભુભાઈના આર્ટવર્ક વિશે વાત કરીએ તે પહેલાં, થોડી તેમના વિશે વાત કરીએ. શંભુભાઈનો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં જન્મ અને ઉછેર જ થયો હતો. કોલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પિતા મહાદેવભાઈ મિસ્ત્રીની તબિયત ખરાબ થતાં ભાઈ સાથે વ્યવસાયમાં જોડાઈ ગયા. પરિવારમાં તેમના સિવાય પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે.શંભુભાઈ શરૂઆતમાં તો ભાઈ સાથે મિસ્ત્રી કામ કરીને ફર્નિચરની વસ્તુઓ જ બનાવતા હતા. તેમની આર્ટ એન્ડ ક્રાફ્ટ (Art & Craft)ની મુસાફરી ચકલીઘર બનાવવાથી થઈ. તેમના ઘરમાં એક પૂઠાનું ઘર લગાવેલ હતું. જેમાં ચકલીનું માળો હતો તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા. આમ જોતાજોતા તેમને ચકલી પ્રત્યે અલગ જ લગાવ થઈ ગયો. પણ વરસાદ આવવાથી ચકલીનું ઘર ભીંજાઈને તૂટી ગયું અને માળામાથી ઈંડા નીચે પડીને તૂટી ગયા. આ જોઈને શંભુભાઈને ખૂબ દુઃખ થયું. તેમણે નક્કી કર્યું કે મારી પાસે કલા છે તો હું આ ચકલીઓ માટે લાકડાના મજબૂત ઘર બનાવીશ. તેમના મનમાં સેવા કાર્યનું પણ નિર્માણ થયું. તેમણે પોતાના ઘર પૂરતું જ ચકલીઘર ન બનાવ્યું. પરંતુ તેમણે વર્ષ 2024 સુધીમાં 51,000થી પણ વધુ ચકલીઘર બનાવીને તેનું વિતરણ કર્યું છે. આગામી 2028 સુધીમાં તેમનું લક્ષ્યાંક 1,00,000 ચકલીઘરનું વિતરણ કરવાના છે.આપણે ઘણી બધી વસ્તુઓને નકામી સમજીને જવા દેતા હોઈએ છીએ. જેમ કે નાળિયેર (Coconut)ની કાચલી, જૂના તેલના ડબ્બા વગેરે. પણ શંભુભાઈ આ વસ્તુઓમાંથી ખૂબ જ ઉપયોગી વસ્તુઓ બનાવતા હોય છે. તેમણે નારિયેળની કાચલીમાંથી વિવિધ પ્રકારની કલાકૃતિઓ તૈયાર કરી છે. મોર, ઘેટું, હરળ, ઘુવડ, કાચબો જેવાં અનેક પ્રાણીઓ, ચા પીવાના કપ, કિટલી, રાધાકૃષ્ણની મૂર્તિ, ફૂલદાની, સ્કૂટર જેવી અનેક કૃતિઓ તૈયાર કરી છે. આ કૃતિઓ બનાવવામાં તેમને સાતથી આઠ કલાકનો સમય જાય છે. સાથે જ તેઓ બાળકોને પણ આની ટ્રેનિંગ આપે છે.શંભુભાઈ છેલ્લાં પાંચેક વર્ષથી નવોદય વિદ્યાલય, ધાંગધ્રામાં આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસ કરાવે છે. તેઓ બાળકોને વિવિધ વુડન પેઈન્ટિંગ્સ, ડેકોરેટિવ આર્ટિકલ્સ તેમજ નારિયેળની કાચલીમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવતા શીખવે છે. બાળકોને પણ શંભુભાઈ જોડે કામ કરવું ખૂબ જ ગમે છે. આ ક્લાસના કારણે બાળકોની સર્જનાત્મક્તામાં વધારો થાય છે.શંભુભાઈને ધરતી માતાની ખૂબ જ ચિંતા છે. પ્લાસ્ટિક વેસ્ટને કારણે જમીનને ખૂબ જ મોટાં પ્રમાણમાં નુક્સાન થઈ રહ્યું છે. ત્યારે શંભુભાઈ હંમેશા એવી વસ્તુઓ તૈયાર કરવાનું વિચારે છે, જેના કારણે પર્પાયવરણમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટે. આથી જ તેઓ કુદરતી રીતે પ્રાપ્ત થતાં અને કુદરતને ગકોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચાડતા વાંસમાંથી પણ અદ્દભૂત વસ્તુઓ તૈયાર કરે છે, વાંસમાંથી ફૂલદાની, ગાડી, કૃષ્ણનો હિંચકો, રમકડાં, અરે પાણી પીવાની બોટલ પણ બનાવી છે.

શંભુભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને અદ્દભૂત કારીગરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ.

ઝાયડસ લાઇફસાયન્સિસ US ઓન્કોલોજી કંપની એસેર્ટિયોને હસ્તગત કરશે

 અમદાવાદઇનોવેશન આધારિત ગ્લોબલ લાઇફસાયન્સિસ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે કંપનીની પેટા કંપની ઝાયડસ વર્લ્ડવાઇડ ડીએમસીસીએ (Zydus Worldwide)તેની સંપૂર્ણ માલિકીની એક્વિઝિશન સબસિડિયરી ઝારા મર્જર સબ ઇન્કોર્પોરેશન (Zara) (ઝાયડસ વર્લ્ડવાઇડ, ઝારા અને કંપનીને અહીં સંયુક્ત રીતે “Zydus”તરીકે ઓળખવામાં આવશે) મારફતે અમેરિકાની સ્પેશિયલિટી અને ઓન્કોલોજી સપોર્ટિવ-કેર થેરાપીઝ પર કેન્દ્રિત ફાર્માસ્યુટિકલ કંપની એસેર્ટિયો હોલ્ડિંગ્સ ઇન્કોર્પોરેશન (NASDAQ: ASRT) (Assertio)સાથે અંતિમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર મુજબ ઝાયડસ એસેર્ટિયોના બાકી રહેલા તમામ શેર્સ પ્રતિ શેર 23.50 યુએસ ડોલરની રોકડ કિંમતે ખરીદશે. ટ્રેઝરી સ્ટોક મેથ્ડને આધારે ગણતરી કરતા સંપૂર્ણ ડાયલ્યુટેડ બેઝિસ પર આ સોદાનું કુલ મૂલ્ય અંદાજે 166.4 મિલિયન યુએસ ડોલર જેટલું થાય છે.

આ સંપાદન ઝાયડસને અમેરિકામાં સ્થાપિત સ્પેશિયાલિટી ઓન્કોલોજી કોમર્શિયલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે, જે એસેર્ટિયોની ઓન્કોલોજી સપોર્ટિવ-કેર ક્ષેત્રમાં મજબૂત હાજરી પર આધારિત છે. એસેર્ટિયોના પોર્ટફોલિયોમાં ROLVEDON® (eflapegrastimxnst)નો સમાવેશ થાય છે, જેને USFDA દ્વારા બીએલએ તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ લાંબા સમય સુધી અસરકારક રહેતી G-CSF બાયોલોજિક છે, જે માયેલોસપ્રેસિવ કિમોથેરાપી લઈ રહેલા પુખ્ત વયના કેન્સર દર્દીઓમાં ફેબ્રાઇલ ન્યુટ્રોપેનિયાને અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ROLVEDON® ઓન્કોલોજી સપોર્ટિવ-કેર બજારમાં દરેક કિમોથેરાપી સાયકલ દરમિયાન એક વખત આપવામાં આવે છે. ઝાયડસ અમેરિકામાં પોતાની સ્પેશિયાલિટી ઓન્કોલોજી હાજરી મજબૂત કરવા અને વિસ્તારવા માટે એસેર્ટિયોના કેન્દ્રિત કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓન્કોલોજી સંબંધોનો લાભ લેવાનો ઇરાદો ધરાવે છે.

બંને કંપનીઓ વચ્ચે મર્જર કરારની શરતો મુજબ ઝાયડસ એસેર્ટિયોના સામાન્ય શેરોના બાકી રહેલા તમામ શેરો હસ્તગત કરવા માટે ટેન્ડર ઓફર શરૂ કરશે. આ સોદો ટેન્ડર ઓફર બાદ મર્જર સ્વરૂપે પૂર્ણ કરવામાં આવશે, જે સામાન્ય ક્લોઝિંગ શરતોને આધીન રહેશે. તેમાં એસેર્ટિયોના કુલ બાકી રહેલા સામાન્ય શેરોમાંથી ઓછામાં ઓછી બહુમતીનું પ્રતિનિધિત્વ કરતા શેર્સના ટેન્ડર થવાનો સમાવેશ થાય છે. ટેન્ડર ઓફર સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઝાયડસ ટેન્ડર ઓફરમાં રજૂ ન થયેલા બાકીના તમામ શેરોને બીજા તબક્કાના મર્જર દ્વારા તે જ કિંમતે હસ્તગત કરશે, જે કિંમત ટેન્ડર ઓફરમાં ચૂકવવામાં આવી હતી.

મર્જર કરારની તારીખ બાદ કામકાજના પાંચ દિવસોની અંદર ટેન્ડર ઓફર શરૂ થવાની અપેક્ષા છે. તમામ ક્લોઝિંગ શરતો પૂર્ણ થવાને આધીન રહીને આ સોદો નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન પૂર્ણ થવાની શક્યતા છે.

આ સોદા અંગે ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પી. પટેલે જણાવ્યું હતું કે આ સોદો અમેરિકામાં અમારી સ્પેશિયાલિટી અને ઓન્કોલોજી હાજરીને મજબૂત બનાવવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. એસેર્ટિયો એક કેન્દ્રિત કોમર્શિયલ પ્લેટફોર્મ અને મંજૂર થયેલ ઓન્કોલોજી એસેટ સાથે આવે છે, જે વૈશ્વિક સ્તરે અલગ ઓળખ ધરાવતા અને લાંબા ગાળે ટકાઉ સ્પેશિયાલિટી બિઝનેસ ઊભા કરવાની અમારી લાંબા ગાળાની વ્યૂહરચનાને સારી રીતે અનુરૂપ છે.

Nutshell in 99

ક્યુબામાં ડીઝલ,પેટ્રોલ ખતમઃ સરકારે જાહેર કર્યું બ્લેકઆઉટ

નવી દિલ્હીઃ ક્યુબા હાલમાં ગંભીર ઊર્જા સંકટોમાંથી એકનો સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે દેશના ઊર્જા મંત્રીએ ખુદ સ્વીકાર્યું છે કે હવે ક્યુબા પાસે ડીઝલ અને ફ્યુઅલ ઓઇલ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું છે. રાજધાની હવાના (Havana)માં લોકો દરરોજ 20થી 22 કલાક સુધી અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. વીજળી, ખોરાક, દવાઓ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓ પર ગંભીર અસર પડી રહી છે. ક્યુબા સરકાર આ માટે મોટા પ્રમાણમાં અમેરિકન પ્રતિબંધો અને ઇંધણ નાકાબંધીને જવાબદાર ગણાવી રહી છે, જ્યારે પરિસ્થિતિ સતત વધુ ગંભીર બની રહી છે.

ક્યુબાની હાલત

અહેવાલ મુજબ ક્યુબાના ઊર્જા અને ખનન મંત્રી વિસેન્ટ ડે લાઓએ બુધવારે જણાવ્યું હતું કે દેશમાં ડીઝલ અને ફ્યુઅલ ઓઇલ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. તેમણે સરકારી મિડિયાને કહ્યું હતું કે અમારી પાસે ફ્યુઅલ ઓઇલ બિલકુલ નથી અને ડીઝલ પણ જરાય બાકી નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશની વીજળી વ્યવસ્થા “ગંભીર સ્થિતિ”માં પહોંચી ગઈ છે અને “અમારી પાસે કોઈ રિઝર્વ પણ નથી. ઊર્જા મંત્રીના જણાવ્યાનુસાર આ અઠવાડિયે અને ગયા અઠવાડિયે હવાનામાં વીજળી કપાત ખૂબ વધી ગઈ છે. ઘણા વિસ્તારોમાં લોકો દરરોજ 20થી 22 કલાક સુધી વીજળી વગર રહેવા મજબૂર છે. પહેલેથી જ ખોરાક, ઇંધણ અને દવાઓની અછતનો સામનો કરી રહેલા લોકો માટે આ મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે.

કારણ શું છે?

ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અમેરિકન નાકાબંધી હોવા છતાં ક્યુબા સતત ઇંધણ આયાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક તેલ અને પરિવહન ખર્ચ વધી ગયો છે, જેને કારણે મુશ્કેલીઓ વધુ વધી છે. તેમણે કહ્યું હતું કે ક્યુબા કોઈ પણ એવા દેશ પાસેથી ઓઇલ ખરીદવા તૈયાર છે, જે અમને ઇંધણ વેચવા ઇચ્છે છે. અહેવાલ મુજબ અગાઉ ક્યુબાને ઓઇલ મોકલતા મુખ્ય દેશો મેક્સિકો, અને વેનેઝુએલાએ જાન્યુઆરી, 2026 પછીથી ક્યુબાને ઇંધણ મોકલવાનું બંધ કરી દીધું છે. તેનું કારણ ટ્રેમ્પનો તે આદેશ ગણાવવામાં આવી રહ્યો છે જેમાં ક્યુબાને ઇંધણ મોકલનારા દેશો પર ટેરિફ લગાવવાની ચેતવણી આપવામાં આવી હતી.

CM સુભેન્દુ અધિકારીએ ધારાસભ્ય બનેલા કલાકારોને સોંપી ખાસ જવાબદારી

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારી (CM Suvendu Adhikari) બંગાળી સિનેમામાં પરિવર્તન લાવવાની તૈયારી કરી રહ્યા છે. રૂપા ગાંગુલી સહિત ભાજપના અભિનેતા-ધારાસભ્યોને મુખ્યમંત્રીએ કેટલીક સૂચનાઓ આપી છે તજે ખરેખર જાણવા જેવી છે.

Kolkata : Leader of Opposition in West Bengal Assembly Suvendu Adhikari speaks during a protest against the post-poll violence after the by-elections in the state in Kolkata on Sunday, July 14, 2024. (Photo: IANS/Kuntal Chakrabarty)

પશ્ચિમ બંગાળ (West Bengal) ના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારી(CM Suvendu Adhikari)એ તાત્કાલિક પોતાનું કામ શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્ય બનેલા ત્રણ અભિનેતાઓ સાથે મુલાકાત કરી. તેમણે બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં ભયમુક્ત કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા અને પારદર્શિતા પુનઃસ્થાપિત કરવા માટે પહેલ કરવા વિનંતી કરી.

બેઠકમાં કલાકારોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યો રૂપા ગાંગુલી, રુદ્રનીલ ઘોષ અને હિરણ ચેટર્જી હાજર હતા. મુખ્યમંત્રીએ તેમને ટોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં સુધારાઓની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે.

મુખ્યમંત્રીનો આ નિર્દેશ ટીએમસી સરકારની નજીકના કેટલાક વ્યક્તિઓ દ્વારા લાંબા સમયથી ઉદ્યોગ પર નિયંત્રણ હોવાના આરોપો વચ્ચે આવ્યો છે. ટીએમસી શાસન પર ઘણીવાર ઉદ્યોગને નિયંત્રિત કરવાનો અને મનસ્વી રીતે કામ કરવાનો આરોપ મૂકવામાં આવતો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ઉદ્યોગના કામકાજમાં ખલેલ પહોંચાડવાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય છે.

ભાજપ સરકાર સિન્ડિકેટ શાસનનો અંત લાવવાના પ્રયાસો

નવી સરકારનું આ પગલું ટોલીવુડમાં કથિત સિન્ડિકેટ શાસનનો અંત લાવવાનો પ્રયાસ છે. તેની સ્થાપના બંગાળના ભૂતપૂર્વ મંત્રી અને ટેકનિશિયન ગિલ્ડના પ્રમુખ સ્વરૂપ બિસ્વાસના ભાઈ દ્વારા પારદર્શક અને વ્યાવસાયિક વાતાવરણ ફરીથી સ્થાપિત કરવા માટે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારી(CM Suvendu Adhikari)એ પુનરોચ્ચાર કર્યો કે રાજ્યના ફિલ્મ ઉદ્યોગમાં સારું અને સ્વસ્થ વાતાવરણ સ્થાપિત કરવા માટે તમામ હિસ્સેદારોએ ડર્યા વિના કામ કરવું જોઈએ.

વીડી સતીશન કેરળના નવા CM બનશેઃ કોંગ્રેસનું એલાન

નવી દિલ્હીઃ કેન્દ્રમાં 10 દિવસ સુધી ચાલેલી ભારે ચર્ચા અને વિચારવિમર્શ બાદ આખરે કોંગ્રેસે કેરળના નવા મુખ્ય મંત્રી તરીકે વી ડી સતીશન (VD Satheesan)ના નામની જાહેરાત કરી છે. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી મુખ્ય મંત્રીપદ માટે વીડી સતીશન અને કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ (KC Venugopal) વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી હતી. ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં મુકલ વાસનિક, દીપા દાસમુનશી અને અજય માખને પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી.

કોચી નજીક આવેલા નેટ્ટુર ગામમાં જન્મેલા વીડી સતીશનનો પરિવાર લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. વકીલ અને સામાજિક કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન મારફતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને કોંગ્રેસમાં પોતાની મજબૂત ઓળખ બનાવી હતી. તેઓ તેજસ્વી પ્રવક્તા અને રસ્તા પર સંઘર્ષમય રાજકારણ માટે જાણીતા છે. સતીશન વર્ષ 2001થી પરવુર વિધાનસભા બેઠક પરથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. 61 વર્ષીય સતીશન અગાઉ કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે વકીલ છે.

જોકે કેરળ કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યોની પ્રથમ પસંદગી કેસી વેણુગોપાલ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ રાહુલ ગાંધીએ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે વીડી સતીશનના નામ પર અંતિમ મંજૂરી આપી હતી. કેરળમાં કોંગ્રેસની આગેવાનીવાળા યુડીએફે કોઈ મુખ્ય મંત્રી ચહેરા વગર ચૂંટણી લડી હતી, છતાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન એલડીએફ સરકાર વિરુદ્ધ અનેક મુદ્દાઓ પર સતીશને માર્ગ આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે એલડીએફ સામે લોકોમાં રહેલા અસંતોષને રાજકીય રીતે મજબૂત રીતે રજૂ કર્યો હતો.

સતીશને પોતાને પિનારાઈ વિજયન (Pinarayi Vijayan)ના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે રજૂ કર્યા હતા. તેમના સમર્થકોનું માનવું હતું કે આટલા મોટા જનાદેશ પછી તેમને મુખ્ય મંત્રી પદથી દૂર રાખવાથી તળિયાના કાર્યકરોનું મનોબળ ઘટી શકે છે. સતીશન કેરળના મધ્યમવર્ગ, નાગરિક સમાજ અને યુવા કોંગ્રેસ સમર્થકો વચ્ચે ખૂબ સક્રિય અને લોકપ્રિય માનવામાં આવે છે. જૂથબાજીથી દૂર રહી તેમણે પાર્ટીને એક મંચ પર લાવવામાં અને 10 વર્ષ બાદ એલડીએફને સત્તાથી દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.