Home Blog Page 589

સ્ક્રીન પર મા દુર્ગા બની અસુરોનો સંહાર કર્યો આ અભિનેત્રીઓએ

શારદીય નવરાત્રી 2025નો પ્રારંભ થઈ ગયો છે. લોકો માતાજીની આરાધનામાં લાગી ગયા છે. ટીવી ઉદ્યોગના સ્ટાર્સ પણ માતારાનીની પ્રાર્થના કરી રહ્યા છે. નોંધનીય છે કે ઘણી ટીવી અભિનેત્રીઓ છે, જેમણે સ્ક્રીન પર દેવી દુર્ગાની ભૂમિકા ભજવી છે. આ યાદીમાં મૌની રોયથી લઈને સોનારિકા ભદોરિયા સુધીના નામ શામેલ છે.

નવરાત્રી 2025 આજથી શરૂ થઈ રહી છે, અને દેશભરમાં માતા દુર્ગા પ્રત્યેની ભક્તિ ફેલાઈ રહી છે. દર વર્ષની જેમ લોકો મા દુર્ગાની પૂજા અને અર્ચના કરવામાં લાગી ગયા છે. ટીવી ઉદ્યોગના સ્ટાર્સ પણ આ પવિત્ર તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ઘણી ટીવી અભિનેત્રીઓએ મા દુર્ગાના પાત્રો ભજવ્ય છે અને ચાહકો પર તેની એક અલગ જ અસર રહી છે. ચાલો જાણીએ ટીવી પર દેવી દુર્ગાની ભૂમિકા ભજવનાર અભિનેત્રીઓ વિશે.

કોયલ મલિક

મહાલયા દરમિયાન બંગાળી અભિનેત્રી કોયલ મલિકે ટેલિવિઝન પર ઘણી વખત દેવી દુર્ગાની ભૂમિકા ભજવી છે. તેણીએ ઝી બંગાળના મહાલયા શોથી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો અને ઘણા વર્ષો સુધી દેવી દુર્ગાની ભૂમિકા ભજવી.

પૂજા શર્મા

લોકપ્રિય ટીવી અભિનેત્રી પૂજા શર્માએ નાના પડદા પર દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ મહાકાલી શૉમાંશાનદાર કામ કર્યું હતું. તે નવદુર્ગાના વિવિધ સ્વરૂપમાં જોવા મળી હતી.

રતિ પાંડે

અભિનેત્રી રતિ પાંડેએ “દેવી આદિ પરાશક્તિ” સીરિયલમાં દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

આકાંક્ષા પુરી

આકાંક્ષા પુરીએ ટીવી સીરિયલ “વિઘ્નહર્તા ગણેશ” માં બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી. તે ઘણી વખત દેવી દુર્ગા અને દેવી કાલીની ભૂમિકાઓમાં પણ જોવા મળી હતી. તેણીએ પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા.

મૌની રોય

ટીવી અભિનેત્રી મૌની રોયનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેણી “દેવોં કે દેવ મહાદેવ” માં જોવા મળી હતી. અભિનેત્રીએ શોમાં દેવી સતીની ભૂમિકા ભજવી હતી. તેણીએ શોમાં ઘણી વખત દેવી દુર્ગાનું પાત્ર પણ ભજવ્યું હતું.

સોનારિકા ભદોરિયા

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા દેવી દુર્ગાના પાત્રમાં પરફેક્ટ હતી. લોકો આજે પણ તેમને તે ભૂમિકામાં યાદ કરે છે. નોંધનીય છે કે અભિનેત્રી સોનારિકા ભદોરિયા ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં જોવા મળી હતી.

ઇન્દ્રાણી હલ્દર

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ટીવી અભિનેત્રી ઇન્દ્રાણીએ દૂરદર્શનના “મહાલય” માં દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. તેણીએ 2017 માં ઝી બાંગ્લાના “મહાલય” માં શક્તિશાળી દેવીના છ અવતાર પણ ભજવ્યા હતા. તેણીએ એટલી સરસ રીતે એ પાત્ર ભજવ્યું હતું કે આજે પણ, તેમને જોતા આપણને એવું લાગે છે કે દેવી આપણી સામે હાજર છે.

પૂજા બેનર્જી

પૂજાએ ટીવી શો “દેવોં કે દેવ મહાદેવ”માં પાર્વતીની ભૂમિકા ભજવી હતી. જ્યારે સોનારિકાએ શો છોડી દીધો ત્યારે પૂજાએ તેની જગ્યા લીધી. તેણીએ “જગ જનની મા વૈષ્ણો દેવી” માં માતા વૈષ્ણો દેવીની ભૂમિકા પણ ભજવી હતી.

‘આઇ લવ મોહમ્મદ’ પર બબાલઃ બરેલીથી નાગપુર સુધી દેખાવો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવ, બરેલી, કૌશાંબી, લખનૌ, મહારાજગંજ જેવાં શહેરો ઉપરાંત ઉત્તરાખંડનાં કાશીપુર અને તેલંગાણાનાં હૈદરાબાદ સહિત દેશનાં અનેક શહેરોમાં ‘I Love Muhammad’ના સમર્થનમાં મુસ્લિમ સમાજ રસ્તા પર ઊતરી આવ્યો છે. શહેરોમાં જગ્યા-જગ્યાએ જુલૂસ પણ કાઢવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન ઘણી જગ્યાએ પોલીસ અને મુસ્લિમ સમાજ વચ્ચે આમને-સામનેની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે.

યુપીના ઉન્નાવમાં જુલૂસ દરમ્યાન પોલીસ પર પથ્થરમારો કરવાનો આરોપ છે. અહીં મહિલાઓએ પોલીસના ડંડા છીનવી લીધા અને પોલીસની ગાડીઓને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. હવે સવાલ એ છે કે અચાનક ‘I Love Muhammad’ને લઈને મુસ્લિમ સમાજ શા માટે જુલૂસ કાઢી રહ્યો છે? એવું શું બન્યું કે મુસલમાન ‘I Love Muhammad’ને લઈને રસ્તા પર આવી ગયા છે?આ વિવાદની શરૂઆત ઉત્તર પ્રદેશના કાનપુરમાં થઈ હતી. અહીં બારાવફાતના જુલૂસ દરમ્યાન I Love Muhammadના સાઇનબોર્ડને લઈને એવો વિવાદ થયો, જેનો પ્રભાવ હવે યુપી સહિત દેશનાં અલગ-અલગ શહેરોમાં જોવા મળી રહ્યો છે.

કાનપુરમાં I Love Muhammad સાઇનબોર્ડને લઈને શું વિવાદ હતો?

I Love Muhammadને લઈને થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વિવાદ થયો હતો. આ મામલો પાંચ સપ્ટેમ્બરે સામે આવ્યો હતો. કાનપુરના રાવતપુરમાં બારાવફાતનું જુલૂસ નીકળતું હતું. જે રસ્તે જુલૂસ નીકળતું હતું, એ જ રસ્તા પર એક જગ્યાએ I Love Muhammadનું સાઇનબોર્ડ લગાવી દેવામાં આવ્યું. આને લઈને હિંદુ પક્ષે વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો કે અહીં નવી પરંપરા શરૂ કરવામાં આવી રહી છે. કાનપુરમાં બબાલ વધે તે પહેલાં જ પોલીસ સક્રિય થઈ ગઈ છે.

 મુસ્લિમ અને હિંદુ પક્ષે એકબીજા પર પોસ્ટર ફાડવાના આરોપ લગાવ્યા

આ દરમ્યાન કાનપુરમાં મુસ્લિમ પક્ષે આરોપ લગાવ્યો કે તેમનો સાઇનબોર્ડ ફાડી નાખવામાં આવ્યો હતો. હિંદુ પક્ષે આરોપ લગાવ્યો કે મુસ્લિમ પક્ષના જુલૂસમાં સામેલ લોકોએ તેમનાં ધાર્મિક પોસ્ટર ફાડ્યાં હતાં. પોલીસના વચ્ચે પડવાથી એવું લાગ્યું કે મામલો શાંત થઈ ગયો છે.

એર ઈન્ડિયા વિમાનનું હાઈજેક કરવાનો પ્રયાસ?: નવ પેસેન્જરો કસ્ટડીમાં

નવી દિલ્હીઃ બેંગલુરુથી વારાણસી જતા એર ઈન્ડિયાના વિમાનમાં એક મુસાફરે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વિમાનમાં હલચલ મચી ગઈ. તે મુસાફરે સાચો પાસકોડ પણ દાખલ કર્યો હતો, પરંતુ કેપ્ટને હાઈજેકની શંકાથી દરવાજો ખોલ્યો નહોતો. આ વ્યક્તિ તેના આઠ અન્ય સાથીઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો. તમામ નવ મુસાફરોને CISFને સોંપી દેવામાં આવ્યા છે.

સુરક્ષામાં કોઈ ખામી નથી: એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે અમને વારાણસી જતાં વિમાન અંગેની માહિતી મિડિયા રિપોર્ટથી મળી હતી. એક મુસાફર ટોઇલેટ શોધતો-શોધતો કોકપિટના પ્રવેશ વિસ્તારમાં પહોંચી ગયો. અમે લોકોને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે વિમાનમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ ખામી થઈ નથી. લેન્ડિંગ સમયે અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી હતી અને હાલ તેની તપાસ ચાલી રહી છે.

હજુ સુધી આ ખબર પડી નથી કે મુસાફરે કોકપિટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કેમ કર્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1086 સવારે 8 વાગ્યા પછી બેંગલુરુથી ઉડાન ભરી હતી. વિમાન વારાણસી પહોંચ્યા બાદ આરોપી મુસાફરોને CISFના જવાનોને સોંપી દેવામાં આવ્યા હતા.

હાઈજેકની શંકાથી પાયલોટે ન ખોલ્યો દરવાજો

એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાન ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં મુસાફરે કોકપિટમાં જવા માટે બનેલી કેબિનનો ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કોકપિટ ખોલવા માટે પાસકોડ દાખલ કરતાંની સાથે જ પાયલોટ સુધી તેનું સિગ્નલ પહોંચ્યું હતું. જ્યારે પાયલોટે CCTV જોયું ત્યારે હાઈજેકની શંકાથી તેણે દરવાજો ન ખોલ્યો. આ મુદ્દે પણ સવાલો ઊઠવા લાગ્યા કે આખરે આ મુસાફરને કોકપિટનો પાસકોડ કેવી રીતે ખબર પડ્યો?

નવરાત્રિ-2025 : ‘નવ શક્તિ ઈન વન સ્ટ્રોક’

અમદાવાદ: નવરાત્રિ 2025ના આગમનને અમદાવાદ શહેરની નવ નારી શક્તિ અનોખી આરાધનાથી વધાવી હતી. આ નારી શક્તિની વિવિધ કલાનું પ્રદર્શન ‘નારી શક્તિ ઈન વન સ્ટ્રોક’ કનોરિયા ફોર આર્ટ -ઉર્મિલા આર્ટ ગેલેરીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.નવ નારી શક્તિમાંના એક ભાવિની મિસ્ત્રી ચિત્રલેખા.કોમને જણાવ્યું હતું, “નવરાત્રિ પૂર્વે અમે શક્તિની આરાધના કરવાનો પ્રયાસ કર્યો. માતાજીને કેન્દ્રમાં રાખીને કેલીગ્રાફી દ્વારા બીજ મંત્ર બનાવી આ પ્રદર્શનમાં મુક્યા. નવ કલાકારોનું આ રચનાત્મક કલાના નિદર્શનનું જોડાણ છે.”


નારી શક્તિના આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા કલાકાર હિરલ શાહે જણાવ્યું હતું, “નવદુર્ગાના જુદા-જુદા સ્વરૂપો પેઇન્ટિંગ દ્વારા સુંદર રીતે રજૂ કર્યા છે. આ પ્રદર્શનમાં ભક્તિ સાથેની નવ નારીની કલાની અભિવ્યક્તિ દેખાય છે.” અહીં રિયાલિસ્ટિક, મંડલા, મધુબની, ડોટ આર્ટ વર્ક, કેલિગ્રાફી જેવી વિવિધ આર્ટ પણ જોવા મળી હતી. આ પ્રદર્શનમાં અર્ચના પટેલ, ભાવિની મિસ્ત્રી, હિરલ શાહ, હિરલ પંચાલ, પ્રજ્ઞેશા જાદવ, પીનલ પંચાલ, સિમરન અસરાની, સબિથા પારેખ, શ્વેતા સુરેકાની કલાકૃતિઓ ‘નવ શક્તિ ઈન વન સ્ટ્રોક’ માં પ્રસ્તુત કરવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 3 નું પોસ્ટર રિલીઝ

રાની મુખર્જીની આગામી ફિલ્મ “મર્દાની 3” નું નવું પોસ્ટર આજે તેમના ચાહકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે. જોઈએ પોસ્ટરમાં શું ખાસ છે?

શારદીય નવરાત્રીની શરૂઆત નિમિત્તે રાની મુખર્જીની ફિલ્મ “મર્દાની 3” નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ નવું પોસ્ટર રિલીઝ કરીને આ મહિલા-કેન્દ્રિત ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે.

મર્દાની બંદૂક પકડીને જોવા મળે છે

યશ રાજ ફિલ્મ્સે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં એક હાથમાં બંદૂક પકડીને જોવા મળે છે. પોસ્ટરમાં કોઈનો ચહેરો દેખાતો નથી, પરંતુ તે રાની મુખર્જીનો હાથ હોઈ શકે છે. રાનીએ હાથમાં ઘડિયાળ અને દોરો પહેર્યો છે. સામે દિલ્હી પોલીસના બેરિકેડ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)

શિવાની શિવાજી રોય ખરાબ પર સારાનો વિજય મેળવવા માટે નીકળી છે. આ પોસ્ટર શેર કરતા નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું,”નવરાત્રિના શુભ દિવસે, અહીં ખરાબ પર સારાના વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. રાની મુખર્જી ‘મર્દાની 3’ માં ટોચના પોલીસ અધિકારી શિવાની શિવાજી રોય તરીકે પરત ફરે છે અને તેના કરિયરના સૌથી પડકારજનક કેસની તપાસ કરશે.” અભિરાજ મીનાવાલા દ્વારા દિગ્દર્શિત ‘મર્દાની 3’ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

 

SCએ અહેવાલ પર નારાજગી દર્શાવતાં કેન્દ્ર, DGCA પાસે માગ્યો જવાબ

નવી દિલ્હીઃ અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આવેલી પ્રાથમિક રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી છે અને DGCA, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. આ મામલાની પ્રાથમિક રિપોર્ટમાં પાયલટને અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. આ પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવી ટિપ્પણી કરવી દુર્ભાગ્યપૂર્ણ છે.

આ કેસ સાથે જોડાયેલી જનહિત યાચિકામાં આ માગ કરવામાં આવી છે કે તપાસ સ્વતંત્ર હોવી જોઈએ અને તાત્કાલિક પૂર્ણ થવી જોઈએ. યાચિકાકર્તાની તરફથી એડવોક્ટ પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતને 100 દિવસથી વધુ થઈ ગયા છે, છતાં હજુ સુધી માત્ર પ્રાથમિક રિપોર્ટ જ આવ્યો રિપોર્ટમાં ન તો કારણ સ્પષ્ટ છે, ન તો મુસાફરોની સુરક્ષાને લગતાં કોઈ સૂચનો છે.

તેમણે જણાવ્યું હતું કે તપાસ ટીમમાં પાંચ સભ્યો છે, જેમાંથી ત્રણ DGCAના અધિકારીઓ છે, જ્યારે DGCAની ભૂમિકા પોતે જ તપાસના દાયરામાં છે. આથી હિતસંઘર્ષ (Conflict of Interest) થાય છે.

જસ્ટિસ કાંતે કહ્યું કે નિષ્પક્ષ તપાસ જરૂરી છે, પરંતુ આટલી બધી બાબતો પબ્લિક ડોમેનમાં કેમ હોવી જોઈએ?  એના પર ભૂષણે જણાવ્યું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) દરેક ભૂલ રેકોર્ડ કરે છે. આ માહિતી છુપાવવી યોગ્ય નથી. જસ્ટિસ કાંતે કહ્યું હતું કે હમણાં માહિતી જાહેર કરવી યોગ્ય નહીં હોય. આ પર ભૂષણે જણાવ્યું કે પીડિત પરિવાર અને પાયલટ્સ નારાજ છે, કારણ કે રિપોર્ટમાં એક જ લાઈનથી પાયલટને દોષી બતાવી દેવામાં આવ્યોયો છે. એના પર જસ્ટિસ કાંતે કહ્યું કે એ લાઈન બહુ દુર્ભાગ્યપૂર્ણ હતી.

શું છે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મામલો?

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. 12 જૂન 2025એ આ ભયાનક ઘટના બની હતી. આ ભારતના સૌથી ઘાતક વિમાન અકસ્માતોમાંની એક છે, જેમાં 260થી વધુ લોકોનાં મોત થયાં હતા. આ કેસની તપાસમાં જે પ્રાથમિક રિપોર્ટ સામે આવી હતી તેમાં પાયલટને જવાબદાર ઠેરવાયો હતો.

પહેલા નોરતે મહિલા પાંખનો ગરબા મહોત્સવ

અમદાવાદ: શહેરના ગુજરાત કોલેજ વિસ્તારની નજીક આવેલી ઓરિએન્ટ ક્લબમાં મહિલા પાંખ દ્વારા નવરાત્રિ 2025 ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.  નવલા નોરતાના પહેલાં જ દિવસે બપોરે ફક્ત મહિલાઓ માટે યોજાયેલા ગરબા મહોત્સવમાં તમામ વય જૂથની નારી શક્તિએ ભાગ લીધો હતો. ફક્ત મહિલાઓ માટે યોજાયેલા આ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે નાની બાળાઓ, યુવતીઓ અને મહિલાઓએ ગરબાની મજા માણી હતી. ઓરિએન્ટ કલબના ગરબા 2025માં  મહિલાઓએ ચણિયાચોળી, કેડિયા, વિવિધ ગૃપ સાથે સાડીમાં શેરી ગરબા અને મોર્ડન સ્ટાઈલ સાથે ઉત્સવને ઉત્સાહભેર ઉજવ્યો હતો. પરંપરાગત વસ્ત્રો સાથે ગરબે રમવા આવેલા જ્યોત્સનાબહેન ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે મારી ઉંમર 83 વર્ષ છે. એકદમ તંદુરસ્ત છું. સ્ફૂર્તિ સાથે ગરબે ઘૂમવા તૈયાર છું. હું વર્ષોથી ઓરિએન્ટ કલબના ગરબામાં આવું છું. શેરી ગરબા, પરંપરાગત ગરબા અને સુંદર માહોલના કારણે અહીં મજા આવે છે.

ગરબામાં ભાગ લેનાર મહિલા પાંખના સભ્યો અને મહેમાનોના ઉત્સાહ માટે બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પર્ફોમન્સ, બેસ્ટ પર્ફોમન્સ (સ્ટાર્ટ ટુ એન્ડ), બેસ્ટ પર્ફોમન્સ ( સિનિયર સિટીઝન), બેસ્ટ પર્ફોમન્સ (ચિલ્ડ્રન) જેવા પ્રાઈઝ પણ રાખવામાં આવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

Nutshell in 99

કોંગ્રેસ સરકારમાં ઉત્તર-પૂર્વની સદંતર અવગણના કરવામાં આવીઃ PM મોદી

નવી દિલ્હીઃવડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 5100 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અનાવરણ કરવા અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. તેમણે શિયોમી જિલ્લામાં બે મહત્વપૂર્ણ જલવિદ્યુત પ્રોજેક્ટ્સ અને તવાંગમાં એક કન્વેન્શન સેન્ટરની પાયાની શિલા વર્ચ્યુઅલ માધ્યમથી મૂકી. PM સવારે હોલોંગીના ડોનઈ પોલો એરપોર્ટ પર ઊતરીને હેલિકોપ્ટર મારફતે ઇટાનગર સ્થિત રાજ્યપાલ ભવન માટે રવાના થયા હતા.

PMએ 1290 કરોડ રૂપિયાથી વધુના અનેક અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કર્યું હતું, જે કનેક્ટિવિટી, હેલ્થકેર અને અગ્નિ સુરક્ષા સહિતનાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ પ્રસંગે રાજ્યપાલ કે.ટી. પરનાઈક, CM પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ પણ હાજર હતા. વડા પ્રધાને કહ્યું હતું કે આજે જે પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ છે તે ડબલ એન્જિન સરકારના દોઢા લાભનું ઉદાહરણ છે.

તેમણે કહ્યું હતું કે અરુણાચલની મારી યાત્રા વિશેષ બની ગઈ છે. નવરાત્રિના પહેલા દિવસે મને એટલા સુંદર પર્વતો જોવા મળ્યા. આજે આગામી પેઢીના GST સુધારાઓ લાગુ થયા છે. GST બચત ઉત્સવ શરૂ થઈ ગયો છે. અરુણાચલને વીજળી, આરોગ્ય, પર્યટન અને અનેક અન્ય ક્ષેત્રોની યોજનાઓ આપવામાં આવી છે.

અરુણાચલનો પહેલો રંગ કેસરિયો –મોદી

ઇટાનગરમાં તેમણે કહ્યું હતું કે જેમ તિરંગાનો પહેલો રંગ કેસરિયો છે, તેમ જ અરુણાચલનો પહેલો રંગ કેસરિયો છે. આ ભૂમિ વીરતાની ભૂમિ છે. અહીં દરેક વ્યક્તિ સાહસ અને શાંતિનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું  કે અરુણાચલ પ્રદેશ જ એ જગ્યા છે જ્યાં સૂર્યનાં કિરણો સૌપ્રથમ પડે છે, પરંતુ ઝડપી વિકાસનાં કિરણો અહીં પહોંચવામાં ઘણા દાયકાઓ લાગી ગયા, ત્યારે દિલ્હીથી દેશ ચલાવનારા લોકો ઘણી વાર અરુણાચલની અવગણના કરતા. કોંગ્રેસ જેવી પાર્ટીઓને લાગતું હતું કે અહીં લોકો ઓછા છે અને લોકસભાની ફક્ત બે બેઠકો છે તો અરુણાચલ પર ધ્યાન કેમ આપવું? કોંગ્રેસની આ જ માનસિકતાએ અરુણાચલ અને ઉત્તર-પૂર્વને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

અમદાવાદ વિમાન અકસ્માતની તપાસમાં સાચું કારણ શું છુપાવાયું?

નવી દિલ્હીઃ અમદાવાદમાં 12 જૂને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઉડાન ભર્યા પછી થોડા જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 241 મુસાફરો અને અન્ય કેટલાક નાગરિકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં. એ અકસ્માતને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.

ટ્રાફિક સલામતી સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી છે. તેમાં માગ કરવામાં આવી છે કે આ મામલાની કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવે. જનહિત અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીની તપાસમાં ઘણા મહત્વનાં તથ્યો છુપાવવામાં આવ્યાં છે.કોન્સ્ટિટ્યુશન બાય સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન નામની એક બિનસરકારી સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. આ સંસ્થાના પ્રમુખે આ અરજી કરી છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે નાગરિકોને સત્યથી દૂર રાખવા તેમના અધિકારોનું હનન છે. અરજીમાં માં કરવામાં આવી છે કે આ સત્ય સામે આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકવા માટે અદાલતની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે.

12 જુલાઈએ AAIBએ વિમાન દુર્ઘટનાને લઈને પોતાની પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો હતો. વિમાન ઉડાન ભરતાની સાથે જ, બંને એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એક સેકન્ડની અંદર ‘રન’ પરથી ‘કટ ઓફ’ થઈ ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે આ જ વિમાન દુર્ઘટનાનું કારણ હતું.

આ દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અહેવાલમાં ઘણા કારણો છુપાવવામાં આવ્યાં છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી.