કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ચૂંટણી પંચ સામેના ગંભીર આરોપોનો ભાજપે વળતો જવાબ આપ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી ભારતમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છે. રાહુલ ગાંધીના આરોપો બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતીય ચૂંટણી પંચ કોઈપણ પક્ષપાત વિના કામ કરી રહ્યું છે, પરંતુ રાહુલ ગાંધી લોકશાહીને નબળી પાડવામાં, નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં અને બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં વ્યસ્ત છે.

ભાજપે ગુરુવારે દાવો કર્યો હતો કે બંધારણીય સંસ્થાઓ સામે રાહુલ ગાંધીના વારંવારના આરોપો તેમના અને કોંગ્રેસના ભારતીય લોકશાહીમાં વિશ્વાસના અભાવને પ્રતિબિંબિત કરે છે. ભાજપે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પંચે “મત ચોરી”ના તેમના તાજેતરના આરોપને પાયાવિહોણા અને ખોટા ગણાવીને ફગાવી દીધો છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ઘૂસણખોરીનું રાજકારણ ગાંધીનો એકમાત્ર એજન્ડા લાગે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ગેરકાયદેસર મતદારોને પ્રોત્સાહન આપવાના કોંગ્રેસના કથિત એજન્ડાને આગળ વધવા દેવામાં આવશે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના હિતોને સૌથી વધુ નુકસાન થશે.




આ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી. નવા માપદંડો સ્થાપિત કરતું અદાણી સિમેન્ટ દ્વારા બનાવાયેલું આ કોંક્રિટ પ્રોપ્રાઇટરી ટકાઉ મિશ્રણ છે. આ કામગીરી વ્યૂહાત્મક રીતે સ્થિત 26 રેડી-મિક્સ કોંક્રિટ (RMX) પ્લાન્ટ્સ, સિન્ક્રોનાઇઝ્ડ લોજિસ્ટિક્સ નેટવર્કમાં કાર્યરત 285થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર્સ, ૩૬૦૦ ટનથી વધુ હાઇ-પર્ફોર્મન્સ સિમેન્ટ અને ત્રણથી વધુ દિવસોમાં શિફ્ટ્સમાં કામ કરતા 600થી વધુ કુશળ કારીગરો તેમજ ટેક્નિકલ નિષ્ણાંતોની મદદથી સંપ્પન થઈ હતી.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે “જગત જનની મા ઉમિયા (પાર્વતી) મંદિરનું વિશ્વ વિક્રમી ફાઉન્ડેશન એ ભારતના સાંસ્કૃતિક અને ઇજનેરી વારસા માટે જાજરમાન પળ છે. મોટા પ્રકલ્પોના ચોક્સાઇપૂર્વક અમલીકરણમાં અદાણી સિમેન્ટની પુરવાર થયેલી નિપુણતા તેમને અમારા સ્વાભાવિક હિસ્સેદાર બનાવે છે.”





રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજૌરા વિધાનસભા વિસ્તારમાં પણ આ જ રીતનો ઉપયોગ કરીને 6850 નામો ઉમેરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે એક સપ્તાહમાં ચૂંટણી પંચ સંપૂર્ણ વિગત આપવી જોઈએ અને જો એવું ન થાય તો પછી સ્પષ્ટ થઈ જશે કે જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને મદદ કરી રહ્યા છે.

