નવી દિલ્હીઃ સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ખતમ થયા બાદ કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ શુક્રવારે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. એ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે સરકાર આજે રાત્રે (શુક્રવારે) તેમને અને તેમની ટીમની ધરપકડ કરાવે એવી શક્યતા છે. જંતર-મંતર ખાતે એકત્ર થયેલા પ્રદર્શનકારીઓને સંબોધતાં તેણે કહ્યું હતું કે મને હમણાં જ એક માહિતી મળી છે કે આજે રાત્રે કદાચ કોક્રોચ જનતા પાર્ટીની ટીમની ધરપકડ કરવામાં આવી શકે છે. હું સરકારને કહેવા માગું છું કે ધરપકડ શા માટે કરવી? અમે અહીં શાંતિપૂર્ણ રીતે બેઠા છીએ. આજે 35 દિવસ થઈ ગયા છે. આટલું શાંતિપૂર્ણ પ્રદર્શન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ ક્યારેય થયું નથી.
તેણે આગળ કહ્યું હતું કે અમે મહાત્મા ગાંધીના માર્ગે ચાલનારા લોકો છીએ, ડો. બાબાસાહેબ આંબેડકરને માર્ગે ચાલનારા લોકો છીએ અને બંધારણને માર્ગે ચાલનારા લોકો છીએ. તમને ભારતના બંધારણથી શું સમસ્યા છે કે તમે અમારી ધરપકડ કરવા માગો છો? અને હું કહેવા માંગું છું કે આ ભૂલ ન કરશો. તમે સોનમ સાહેબને અહીંથી કિડનેપ કરીને આ આંદોલનને વધુ મોટું બનાવી દીધું.
VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.
સરકારને ચેતવણી આપતાં તેણે કહ્યું હતું કે અમારી ધરપકડ કરીને ત્રીજી ભૂલ ન કરશો, નહીં તો આ આંદોલન વધુ મોટું બનશે. હું આપ સૌને વિનંતી કરું છું કે જો આજે રાત્રે અમારી ટીમની ધરપકડ કરવામાં આવે, તો આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે આગળ વધારવાની જવાબદારી તમારી છે. મને આપ સૌ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમે દેશભક્ત લોકો છો. તમે કાયદાનું પાલન કરનારા લોકો છો. તમે એવી કોઈ પણ વસ્તુ નહીં કરો જેનાથી આપણા દેશને નુકસાન થાય.
નવી દિલ્હીઃ EDના લખનૌ ઝોનલ કાર્યાલયે આજે મની લોન્ડરિંગ અધિનિયમ (PMLA), 2002 હેઠળ સંતોષ ઓવરસીઝ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરતાં વિવિધ સ્થળોએ તલાશી અભિયાન હાથ ધર્યું છે. ED દ્વારા આ તપાસ CBIના એક કેસને આધારે કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે બેંકોના એક સમૂહ પાસેથી આશરે 450 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. ત્યાર બાદ આ નાણાંનો નિર્ધારિત હેતુ માટે ઉપયોગ કરવાની જગ્યાએ તેને શેલ કંપનીઓ અને અન્ય નેટવર્ક મારફતે ફેરવવામાં આવ્યા હતા. આ મામલે ED દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પ્રમોટરો, સંબંધિત કંપનીઓ અને અન્ય સંકળાયેલા લોકોનાં કુલ આઠ સ્થળોએ દરોડા પાડી રહી છે.
ED તપાસ શા માટે થઈ રહી છે?
CBIના કેસને આધારે EDએ આ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બેંકોના એક સમૂહ પાસેથી આશરે 450 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી અને ત્યાર બાદ આ રકમને શેલ કંપનીઓ, એકોમોડેશન એન્ટ્રી ઓપરેટરો અને સંબંધિત કંપનીઓના નેટવર્ક મારફતે ખોટાં બિલો (નકલી ઇન્વોઇસ) અને બનાવટી નાણાકીય વ્યવહારો દ્વારા ફેરવવામાં આવી હતી.
શેલ કંપની શું હોય છે?
શેલ કંપનીઓ એવી કંપનીઓ હોય છે જે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવમાં તેમની પાસે કોઈ કાર્યાલય કે કર્મચારીઓ હોતા નથી, પરંતુ દસ્તાવેજોમાં તેઓ કાર્યરત હોવાનું દર્શાવવામાં આવે છે. આવી કંપનીઓનો ઉપયોગ કાળાં નાણાં છુપાવવા, કરચોરી કરવા અથવા મની લોન્ડરિંગ (ધનશોધન) માટે ઢાલ તરીકે કરવામાં આવે છે.
હાલની કાર્યવાહી
ED આ મામલે કડક વલણ અપનાવીને દેશના વિવિધ વિસ્તારોમાં ઝડપી તલાશી અભિયાન ચલાવી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબનાં આઠ સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલુ છે. પ્રમોટરો, સંબંધિત કંપનીઓ અને આ કથિત છેતરપિંડીમાં સહાય કરનારાઓ સાથે જોડાયેલાં સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. EDની કાર્યવાહી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
28 જૂનથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પોતાના ઉપવાસનો અંત લાવ્યો. કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ, લેહ-લદ્દાખ સર્વોચ્ચ સંસ્થાના વરિષ્ઠ નેતાઓ, ડોક્ટરો અને વાંગચુકનો પરિવાર હાજર હતો. મંત્રીઓએ વાંગચુકને કપમાંથી એક ઘૂંટડી આપીને ઉપવાસ તોડવા માટે સમજાવ્યા. ઉપવાસ તોડતી વખતે, વાંગચુકે બંને મંત્રીઓનો હાથ પકડીને ઉપવાસ સમાપ્ત કરવા બદલ કૃતજ્ઞતા અને ખુશી વ્યક્ત કરી. તેમણે તેમની પત્ની ગીતાંજલી તરફ ફરીને કહ્યું કે તે હંમેશા તેમની સાથે રહી છે, કૃતજ્ઞતા વ્યક્ત કરવાને બદલે તેમની લાગણીઓ વ્યક્ત કરી રહી છે.
मैं सोनम जी से आग्रह करता हूँ की वो डॉक्टरों की सलाह के अनुसार अपनी दिनचर्या रखें और जल्द से जल्द अपना पुराना वज़न फिर से प्राप्त करें।
હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ સરકારના આશ્વાસનો વાંચી સંભળાવ્યા. તેમણે જણાવ્યું કે સરકાર દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારા અને 20 જુલાઈ, 2026 ના રોજ “સંસદ માર્ચ” માં ભાગ લેનારા યુવાનો સામે પોલીસ કેસ ન નોંધવા અંગે સકારાત્મક છે. વધુમાં, સરકારે પેપર લીકનો કાયમી ઉકેલ શોધવા અને સંસદમાં પરીક્ષા પ્રણાલીમાં સુધારા અંગે ચર્ચા કરવાની ખાતરી આપી છે. વધુમાં, તે પેપર લીકની ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારોને પૂરતું વળતર આપવાનું સહાનુભૂતિપૂર્વક વિચારી રહી છે.
CJPનું વલણ અને પીએમ મોદીની જાહેરાત
આ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપકે ‘X’ પર પોસ્ટ કરી, વાંગચુકના ઉપવાસ સમાપ્ત થવા પર રાહત વ્યક્ત કરી અને તેમની હિંમતનો આભાર માન્યો. જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી જંતર-મંતર પર તેમના પક્ષનો વિરોધ ચાલુ રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે પેપર લીક લાખો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા અઢી મહિનામાં અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે અને દોષિતોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનને બગાડવામાં ન આવે તે માટે તાત્કાલિક પરીક્ષાઓ યોજવી અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જરૂરી છે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે કેબિનેટમાં ચર્ચા કર્યા પછી ફાસ્ટ-ટ્રેક કોર્ટ સંબંધિત બિલનો મુસદ્દો તૈયાર કરવામાં આવે અને સત્રના બીજા અઠવાડિયા, સોમવારથી શરૂ થતા સંસદમાં તેને પસાર કરવાના પ્રયાસો કરવામાં આવશે.
પ્રશ્ન:ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે બાળકોને બીમારીથી બચાવવા માટે કયા પ્રકારના ઈમ્યુનિટી બૂસ્ટર ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી શકાય?
– કરિશ્મા પરીખ (અમદાવાદ)
ઉત્તર: ચોમાસું એ બીમારી વધવા માટેની સીઝન કહી શકાય, કારણ કે આ સીઝનમાં પાણી ભરાવાને કારણે કે ગંદકીને લીધે માખી-મચ્છરનો ઉપદ્રવ વધે છે, જે માંદગી ફેલાવે છે.
આ મોસમની મજા લેવા માટે એવા પ્રકારનાં ખાદ્યોનો ઉપયોગ જરૂરી છે, જે આપણા શરીરને અંદરથી પણ સ્વસ્થ રાખે, જેમ કે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ધરાવતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ આ સીઝનમાં ચોક્કસ કરવો. પહેલું ઉદાહરણ છે હળદર, જે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી અને ઍન્ટિ-સેપ્ટિક ગુણધર્મ ધરાવે છે. તાવ, કોઈ પ્રકારના સોજા, દુખાવા, ઈન્ફેક્શન રોકવાનું કામ એ કરે છે. દાળ તેમ જ શાક બનાવતી વખતે તમે થોડી વધારે હળદર નાખી શકો અથવા બાળકને હળદરવાળું દૂધ આપી શકો.
બીજું, પાચનને લગતી તકલીફો નિવારવા આદુંનો ઉપયોગ કરી શકાય. એ પાચન સુધારે છે અને રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે. બાળકોને તમે આદુંવાળું દૂધ કે માઈલ્ડ ટી આપી શકો. લસણ પણ એલિસિનયુક્ત પ્રાકૃતિક ઍન્ટિ-બાયોટિક છે, જેનો દાળ, સૂપ, ચટણી, વગેરેમાં ઉપયોગ કરી શકો. આ ઉપરાંત, તુલસી એ ઍન્ટિ-વાઈરલ તેમ જ ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણધર્મ ધરાવે છે. એ સીઝનલ વાઈરલ ઈન્ફેક્શનથી બચાવે છે. તુલસીનું સેવન તો નિયમિત રીતે કરી શકાય. આદું-તુલસીનું મિશ્રણ તો અતિ ઉત્તમ. પાણીમાં આ બન્ને ઉકાળીને કાઢો બનાવીને પણ લઈ શકાય.
આ ગાળામાં હેલ્ધી રહેવા ઉકાળેલું પાણી પીવું. તાજો ગરમ ખોરાક જ ખાવો. બહારના, ખુલ્લા રહેતા ખાદ્ય પદાર્થો (સ્ટ્રીટ ફૂડ)નો ઉપયોગ ટાળવો.
પ્રશ્ન:દિવસભર વધુ એનર્જેટિક રહેવા માટે મારે શું ખાવું જોઈએ?
– નીરવ રાજપૂત (પુણે)
ઉત્તર: સૌપ્રથમ એ તપાસો કે દિવસભર તમારું બ્લડ શુગર સ્થિર રહે છે કે નહીં. ઉપરાંત પૂરતું પાણી પીવું, સારી ઊંઘ અને સંતુલિત પોષણ—આ બધાનો ઊર્જા સાથે સીધો સંબંધ છે.
સૌથી અગત્યની બાબત છે સમયસર સંતુલિત આહાર લેવો. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બ્લડ શુગર ઘટે છે અને કાર્યશક્તિમાં ઘટાડો થાય છે. તેથી વજન ઘટાડવા માટે ભોજન છોડવાને બદલે ઓછી કૅલરીવાળો, હળવો અને નાના પ્રમાણમાં આહાર લેવો વધુ યોગ્ય છે.
ભોજનમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થવો જોઈએ:
પ્રોટીનયુક્ત આહાર
વધુ ફાઇબર ધરાવતો કાર્બોહાઇડ્રેટ
હેલ્ધી ફેટ
ઘણા ગુજરાતી ઘરોમાં દાળ-ભાત અને શાક-રોટલી સાથે જ લેવાય છે. તેના બદલે ક્યારેક ફક્ત રોટલી-શાક અથવા ફક્ત દાળ-ભાત સાથે સલાડ લેવાથી પાચન હળવું રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાય છે. સવારના સમયે પ્રોટીનયુક્ત આહાર લેવો ખાસ જરૂરી છે, જેથી દિવસભર ઊર્જા મળી રહે. શરીરમાં પાણીનું સંતુલન પણ એટલું જ જરૂરી છે. હળવું ડિહાઇડ્રેશન પણ થાકનું કારણ બની શકે છે. સામાન્ય રીતે દરરોજ લગભગ ત્રણ લિટર પાણી પીવું યોગ્ય ગણાય.
પ્રશ્ન:મને સવારે કંઈ ખાવું પસંદ નથી. એનાથી પેટ ભારે લાગે છે. સવારે નાસ્તો ન કરવો એ ખરાબ આદત છે?
– પ્રિયાંશ સોની (ભાવનગર)
ઉત્તર: કહેવાય છે કે“સવારનો નાસ્તો રાજાની જેમ અને રાતનું જમવાનું ભિક્ષુકની જેમ કરવું.” અર્થ એ છે કે સવારનો સંતુલિત અને પૌષ્ટિક નાસ્તો તમને આખો દિવસ કામ કરવાની શક્તિ આપે છે. દિવસ દરમિયાન શારીરિક પ્રવૃત્તિ થતી હોવાથી તે સરળતાથી પચી પણ જાય છે.
ઘણી વખત નાસ્તા પછી પેટ ભારે લાગવાનું કારણ વધુ કાર્બોહાઇડ્રેટયુક્ત આહાર હોય છે. સવારનો નાસ્તો પ્રોટીન, વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોવો જોઈએ, જ્યારે કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ થોડું ઓછું રાખવું જોઈએ, જેથી શરીરમાં સુસ્તી નહીં પરંતુ સ્ફૂર્તિ રહે.
આખા અનાજના ટોસ્ટ અથવા રોટલી-પરાઠા સાથે ઈંડાં, બાફેલા મગ અથવા ચણા, ફળો તથા થોડાં બદામ, દહીં અથવા દૂધનો સમાવેશ કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, પરંતુ ભારે લાગતું નથી. સવારે નાસ્તો ન કરવાથી દિવસની શરૂઆતમાં ઊર્જાનો અભાવ રહે છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે અને દિવસના અંતે વધુ પડતું ખાવાની શક્યતા વધી જાય છે.
જો તમને ડાયાબિટીસ અથવા અન્ય કોઈ તબીબી સમસ્યા હોય, તો થોડો જ હોય છતાં બ્રેકફાસ્ટ અવશ્ય લેવો જોઈએ. જો તમે નિયમિત નાસ્તો ન કરતા હો, તો ઓછામાં ઓછું એનું ધ્યાન રાખો કે બપોરે અથવા રાત્રે એકસાથે વધુ પડતો આહાર ન લઈ બેસો. હંમેશાં સંતુલિત માત્રામાં જ ભોજન લો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
નવી દિલ્હી: દિલ્હીમાં ચાલી રહેલા કોક્રોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે 400થી વધુ પાકિસ્તાની સોશિયલ મિડિયા હેન્ડલ્સની ઓળખ કરી છે, જે ખોટી માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયા પર ભ્રામક માહિતી ફેલાવવાના કેટલાક પ્રયાસો નોંધાયા છે. અત્યાર સુધીમાં 400થી વધુ પાકિસ્તાની સોશિયલ મિડિયા હેન્ડલ્સની ઓળખ કરવામાં આવી છે, જે હાલની પરિસ્થિતિનો લાભ લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે.
પાકિસ્તાની એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવી રહ્યા છે
પોલીસે જણાવ્યું હતું કે આવા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. આ એ જ સોશિયલ મિડિયા હેન્ડલ્સ છે, જે “ઓપરેશન સિંદૂર” દરમિયાન પણ સક્રિય હતા. તેમનો હેતુ લોકોને ઉશ્કેરવાનો અને વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવવાનો છે. આવા એકાઉન્ટ્સને સતત બ્લોક કરાવવામાં આવી રહ્યા છે.
ફેક કન્ટેન્ટના ભ્રમમાં ન આવો
દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે બાળકોની સુરક્ષા સંબંધિત કોઈ પણ ખોટી, અપ્રમાણિત માહિતી અથવા કન્ટેન્ટના ભ્રમમાં ન આવે. કોઈ પણ પોસ્ટ શેર કરતાં પહેલાં તેની સત્યતા જરૂર ચકાસો. કોઈ પણ અસામાજિક તત્ત્વોને લોકોની લાગણીઓનો લાભ ઉઠાવવા ન દો. પોલીસે વિદ્યાર્થીઓને પણ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવું તેમનો અધિકાર છે અને પોલીસ તેનું સંપૂર્ણ સન્માન કરે છે.
480 Pakistan-based social media handles involved in coordinated misinformation campaigns were identified and blocked.
ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી
દિલ્હી પોલીસના DCP સુમિત ઝાએ જણાવ્યું હતું કે આ એ જ પાકિસ્તાની સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ છે, જેમણે “ઓપરેશન સિંદૂર” દરમિયાન પણ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. હવે આવા એકાઉન્ટ્સને બ્લોક કરાવવામાં આવી રહ્યા છે. પોલીસે લોકોને સતર્ક અને સાવચેત રહેવાની અપીલ કરી છે.
તમે એક માણસને એક વખત મૂર્ખ બનાવી શકો. તમે ઘણાબધા માણસોને એક વખત મૂર્ખ બનાવી શકો. તમે એક માણસને કાયમ માટે મૂર્ખ બનાવી શકો. પરંતુ તમે ઘણાબધા માણસોને કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી. અને જો તમે એવું કરવામાં સફળ થાઓ છો, તો તમારી આસપાસ જે લોકો મૂર્ખ બને છે, તે કાં તો માણસો નથી અથવા તો મૂર્ખ બનવાનો ઢોંગ કરે છે. કારણ કે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ હોય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈમેઇલ પર જરૂરથી પૂછી શકો છો.
પ્રશ્ન: મારું આર્થિક બેકગ્રાઉન્ડ બહુ સારું નહોતું. મહત્ત્વાકાંક્ષાઓ મોટી હતી. એક ગુનામાં મને સજા થઈ. એ દરમિયાન એક યુવતીને પણ સજા થઈ હતી. અમારી ત્યાં મુલાકાત થઈ અને પછી અમે લગ્ન કર્યા.
હવે પૈસા કમાવવા માટે બે ખતરનાક વિચારો અપનાવ્યા. અમે એક સોસાયટીમાં ફ્લેટ ભાડે લીધો અને પછી એ જ માલિકને મૂર્ખ બનાવીને ફ્લેટ અમારા નામે કરાવી લીધો. સોસાયટીમાં સંપનો અભાવ હતો. દરેક કમિટી કરોડો રૂપિયાના ગોટાળા કરતી, છતાં લોકો કંઈ બોલતા નહોતા. અફવાઓ ફેલાવીને અમે પણ કમિટીમાં આવી ગયા. હાલમાં કમિટીમાં એક પણ ચૂંટાયેલ સભ્ય નથી. આર્થિક સ્થિતિ મજબૂત થઈ. પૈસાનું જોર વધ્યું. એક વકીલ અને એક સલાહકાર પણ રાખ્યા. અમારા પર કેસ થયા, છતાં પૈસાના જોરે બધું સંભાળી લીધું. મને લાગે છે કે ઈશ્વર પણ પૈસાવાળાઓની જ તરફ જુએ છે.
અમારા સલાહકારે સમજાવ્યું કે ખોટું કરીને લોકોની સહાનુભૂતિ મેળવો, પછી તેમને મૂર્ખ બનાવો. આ રીત ખૂબ સફળ રહી. જોકે કેટલાક લોકો મારી વાતમાં આવતા નહોતા. ચૂંટણી વખતે અમે મતદાર યાદી એવી જગ્યાએ મૂકી કે કોઈ સરળતાથી જોઈ ન શકે. સુધારણા માટે માત્ર એક દિવસ રાખ્યો. અધિકારીને પણ ભાવનાત્મક રીતે પ્રભાવિત કરી દીધા. જેમનાથી ડર હતો, તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા. વિરોધ થયો, પરંતુ ફરી એ જ રીત અપનાવી. લોકો સાચે જ મૂર્ખ હોય છે એવું મને લાગે છે. પરંતુ એક વ્યક્તિ સમજાતો નથી.
તેની પાસેથી વારંવાર વધુ પૈસા માંગ્યા છતાં તે આપી દેતો અને માત્ર એટલું જ કહેતો કે, “જેને જોવાનું છે, એ જુએ જ છે.” જાણે હાથે કરીને છેતરાતો હોય. આ વખતે તેનું નામ પણ યાદીમાંથી કાઢી નાખ્યું, તો તેણે વિરોધ કર્યો. હું કર્મના સિદ્ધાંતને માત્ર વહેમ માનું છું. દેખાડો કરીને લોકોને મૂર્ખ બનાવી શકાય છે અને પૈસાના જોરે ઘણું બધું થઈ શકે છે.
મારી માતા કહે છે કે સાચા માણસને રંજાડવાથી કુદરત ક્યારેય માફ કરતી નથી. જે વ્યક્તિ વિશે મેં કહ્યું, તેને પહેલાં ત્રણ લોકોએ હેરાન કર્યો હતો અને આજે એ ત્રણેયની સ્થિતિ અત્યંત દયનીય છે. તો ખરેખર સાચું શું છે? અમારી સોસાયટીમાં પ્રોપર્ટીના ભાવ આમ પણ ખાસ વધતા નથી. જો અમે ભાવ ઘટી જશે એવો ડર ઊભો કરીએ, તો શું લોકો ફરી અમારા પર વિશ્વાસ કરશે?
જવાબ: આપની સમસ્યાને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવી છે. ખરેખર, આપનું જીવન કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે છે. કદાચ વારંવાર છેતરાયા પછી પણ લોકો તૈયાર થઈ જાય છે, અથવા તો સત્યને ઓળખવાની તેમની ક્ષમતા ઓછી પડી જાય છે. ઘણા લોકોને કાયદાનું સાચું જ્ઞાન પણ હોતું નથી. પરંતુ અંતે તેઓ પણ માણસ જ છે. તમારી માતા જે કહે છે, તે વિચારવા જેવું છે. સમય ક્યારેય એકસરખો રહેતો નથી. અભિમાન તો રાવણનું પણ ટક્યું નહોતું.
તમને લોકોને મૂર્ખ બનાવવાની તમારી શક્તિ પર ગર્વ છે. તમને લાગે છે કે મોટા માણસોને પણ પૈસાથી ખરીદી શકાય છે. કદાચ તેઓ પણ તમારી દરેક ખોટી વાતને સાચી માની રહ્યા હોય. માણસને મૂર્ખ બનાવી શકાય, પરંતુ ઈશ્વરને નહીં.
દરેક માણસને પોતાના અધિકાર માટે લડવાનો અધિકાર છે. દરેક વ્યક્તિની લડવાની રીત અલગ હોય છે. જેને ઈશ્વર પર શ્રદ્ધા હોય, તેનો ઈશ્વર જરૂર સાથ આપે છે. જો ભવિષ્યમાં તમારી સાથે કંઈ અજુગતું બને, તો તેને તમારા કર્મોનું ફળ માનવું પડશે. એક વાત યાદ રાખો—દરેક સારો અને ભોળો માણસ મૂર્ખ હોતો નથી. તમારી માતાની વાત માનો અને સારા માણસ બનવાનો પ્રયાસ કરો. કદાચ તમે ચૂંટણી જીતી જશો, પરંતુ જો લોકોના દિલ જીતી શકશો, તો કુદરત પણ તમને સ્વીકારી લેશે.
સૂચન:ભૂલો સ્વીકારીને તેમાં સુધારો કરવો અને પ્રાયશ્ચિત કરવું એ જ નકારાત્મકતા ઘટાડવાનો સાચો માર્ગ છે.
તમે ક્યારેય વિચાર કર્યો છે? આજના અઢળક સુખ-સુવિધા, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આલીશાન લાઇફસ્ટાઇલના યુગમાં માણસ સતત ટેન્શનમાં કેમ છે? જરાક નકારાત્મકતા, નોકરીનું સ્ટ્રેસ કે સંબંધમાં નાનોસરખો ખટરાગ થાય એટલે માણસ ધીરજ ગુમાવી દે છે અને “મારા જ નસીબમાં દુઃખ કેમ?” એવી ફરિયાદ કરવા માંડે છે.
થોડોક માનસિક થાક લાગે એટલે તે ‘મી-ટાઇમ’ શોધવા અથવા રિલેક્સ થવા કોફી શોપ કે હિલ સ્ટેશન તરફ દોડે છે. નાનીસરખી નિષ્ફળતા પણ તેને ડિપ્રેશન તરફ ધકેલી દે છે. પરંતુ શું દુઃખોથી ભાગવું એ જ એકમાત્ર રસ્તો છે?
દુનિયામાં એવા પણ મહામાનવો થયા છે, જેમણે મુશ્કેલીઓની વચ્ચે ઊભા રહીને જીવનનો ઉત્સવ ઊજવ્યો છે. મૃત્યુની ટ્રેનની રાહ જોતી જિંદગીના પ્લેટફોર્મ પર બેઠેલી હતાશ વ્યક્તિના મુખ પર ફરીથી હાસ્ય લાવી શકે એવું ભગવાન શ્રીકૃષ્ણનું જીવન આપણી સામે છે. તેમની મૂર્તિનાં દર્શન કરતાં જ સમજાય છે કે માનવજીવનના દરેક પાસાને તેમનું જીવન સ્પર્શે છે. જીવનસંગ્રામમાં વિજયી બનવા ઇચ્છતા દરેક મનુષ્ય માટે ભગવાન શ્રીકૃષ્ણ એક આદર્શ છે.
યોગેશ્વર, દામોદર, રણછોડ, મુરારી વગેરે અનેક નામોથી વિખ્યાત ભગવાન શ્રીકૃષ્ણનું એક વિશિષ્ટ નામ છે મુરલીધર. ત્રિભંગી મુદ્રામાં ઊભા રહી બંને હાથથી વાંસળી વગાડતા મુરલીધર શ્રીકૃષ્ણનું દર્શન અત્યંત મધુર છે.
આજે માણસ પોતાના દુઃખોનો રાઈમાંથી પર્વત બનાવીને રોદણાં રડે છે, ત્યારે અનેક દુઃખોની વચ્ચે પણ આનંદની વાંસળી વગાડતા શ્રીકૃષ્ણનું જીવન ઘણું શીખવે છે. પરંતુ શું તમે મુરલીધરની મોરલીની મધુરતા પાછળ છુપાયેલી તેમની કડવી જીવનયાત્રા જાણો છો?
કાળકોટડીમાં જન્મ. જન્મતાની સાથે જ માતા-પિતાથી વિયોગ. મામા કંસ અને માસી પૂતનાના ઘાતક કાવતરાઓનો સામનો. બાળપણમાં શકટાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર અને પ્રલંબાસુર જેવા અસુરોનો સંહાર. ઋષિઓના યજ્ઞોમાં થતા વિઘ્નો દૂર કરવાની જવાબદારી. રાધા અને ગોપીઓ જેવા પ્રિયજનોનો કાયમી વિરહ.
કંસનો વધ કર્યા પછી પણ જીવનમાં શાંતિ મળી નહીં. મથુરાના રાજ્ય દરમિયાન જરાસંધે સત્તર વખત આક્રમણ કર્યું. ગુજરાતમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકા નગરી વસાવી. ભક્તોના કલ્યાણ માટે ૧૬,૧૦૮ રાણીઓ સાથે લગ્ન કર્યા. દરેક રાણીને દસ પુત્રો અને એક પુત્રી. આટલા વિશાળ પરિવારની જવાબદારીઓ કેટલી વિશાળ હશે, તેની માત્ર કલ્પના જ કરી શકાય.
પોતાનો કોઈ અંગત સ્વાર્થ ન હોવા છતાં કૌરવ-પાંડવના વિવાદમાં મધ્યસ્થી કરવી પડી. દુર્યોધનને સમજાવવા ગયા, પરંતુ તે માન્યો નહીં. મહાભારતના યુદ્ધમાં પણ મુખ્ય યોદ્ધા નહીં, પરંતુ અર્જુનના સારથિ તરીકે રહ્યા. વગર વાંકે ગાંધારીનો શાપ પણ સહન કર્યો.
યુદ્ધ પછી પ્રભાસક્ષેત્રમાં પોતાના જ યદુવંશીઓ વચ્ચે થયેલા વિનાશનો કરુણ પ્રસંગ જોયો. પુત્રો, પૌત્રો અને સ્વજનો એકબીજાના હાથે મૃત્યુ પામ્યા. અંતે પારધીના ઝેરીલા બાણથી લીલાસમાપ્તિ કરી. જન્મથી અંતિમ ક્ષણ સુધી જીવનમાં અસંખ્ય દુઃખો અને પડકારો આવ્યા, છતાં ભગવાન શ્રીકૃષ્ણના ચહેરા પરથી હાસ્ય ક્યારેય ઓસર્યું નહીં. ભગવદ્ ગીતામાં તેમના માટે ‘પ્રહસન્નિવ’ (હસતા-હસતા) શબ્દનો ઉપયોગ થયો છે.
રથમાં બેઠેલો હતાશ અર્જુન સમગ્ર માનવજાતિનો પ્રતિનિધિ છે. ભગવાન શ્રીકૃષ્ણે તેને ફરી ઊભો કરીને સાબિત કર્યું કે ગમે તેવી નિરાશામાંથી પણ બહાર આવી શકાય છે. તેમણે જીવનભર આનંદ અને પ્રેમની મોરલી વગાડી અને બીજાને પણ આનંદમાં રાખ્યા.
અનેક દુઃખો વચ્ચે પણ હસતાં રહેવું એ મહાન પુરુષોની જીવન જીવવાની રીત છે. સમાજ અને રાષ્ટ્રના હિત માટે અનેક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને પણ સ્થિતપ્રજ્ઞ રહેલા પ્રમુખસ્વામી મહારાજે પણ એક વખત કહ્યું હતું: “અમારે બધા પ્રસંગો આનંદના જ છે. કાયમ આનંદ, આનંદ અને આનંદ છે.”
નિઃસંદેહ, જીવન સુખ અને દુઃખનું સંગમ છે. પરંતુ દરેક પરિસ્થિતિમાં હસતું મુખ રાખવાની આ પ્રેરણા જીવનમાં ઉતારીએ, તો સાચા અર્થમાં સુખી રહી શકીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
અમદાવાદ: શહેરમાં આજે સવારથી જ ચોમાસાનો મિજાજ જોવા મળ્યો છે.સવારે 6:00 થી 9:00 વાગ્યા સુધીના માત્ર 3 કલાકના સમયગાળામાં જ શહેરમાં સરેરાશ 21.84 મીમી (પોણો ઈંચ) વરસાદ નોંધાયો છે. આજના આંકડા સાથે ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરનો કુલ વરસાદ વધીને 428.93 મીમી (16.89 ઇંચ) પર પહોંચી ગયો છે.સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ
સવારના 6 થી 9 વાગ્યા દરમિયાન શહેરના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 32.50 મીમી વરસાદ ખાબક્યો છે. ઝોનવાર વરસાદના આંકડા નીચે મુજબ છે:
સેન્ટ્રલ ઝોન: 32.50 મીમી
ઉત્તર ઝોન: 27.40 મીમી
પૂર્વ ઝોન: 23.13 મીમી
દક્ષિણ ઝોન: 22.00 મીમી
ઉત્તર-પશ્ચિમ ઝોન: 17.29 મીમી
પશ્ચિમ ઝોન: 16.50 મીમી
દક્ષિણ-પશ્ચિમ ઝોન: 14.07 મીમી
આ વિસ્તારોમાં સૌથી વધુ મેઘમહેર
શહેરના અલગ-અલગ વિસ્તારોની વાત કરીએ તો સવારના તબક્કામાં અસારવા વિસ્તારમાં સૌથી વધુ 44 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય વિસ્તારો જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે,
અસારવા: 44.00 મીમી
વિરાટનગર: 38.00 મીમી
કાલુપુર: 36.50 મીમી
મેમ્કો: 36.50 મીમી
ચકુડિયા મહાદેવ: 34.00 મીમી
સવાર-સવારમાં જ ધોધમાર વરસાદ વરસતા નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ વાતાવરણમાં ભેજ અને ગરમીમાંથી રાહત મળી છે.
અમદાવાદ: છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ અને વ્યાપક જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, રાહતના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મલ્ટિપલ સિસ્ટમ્સના કારણે ગુજરાત પર ભારે વરસાદી આફત મંડરાઈ રહી છે.
24 થી 29 જુલાઈ સુધીની આગાહી
24 જુલાઈ (શુક્રવાર): રેડ એલર્ટ
પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અત્યંત આફતજનક વરસાદનું રેડ એલર્ટ. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ.
25 જુલાઈ (શનિવાર): ઓરેન્જ અને યલો એલર્ટ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. રાજ્યના બાકીના ભાગોમાં 30-40 kmph ની ઝડપે પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા ભારે વરસાદનું યલો એલર્ટ.
26 જુલાઈ (રવિવાર): ઓરેન્જ એલર્ટ
સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. બાકીના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
27 જુલાઈ (સોમવાર): યલો એલર્ટ
બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ. બાકીના ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
28-29 જુલાઈ (મંગળ-બુધ): વરસાદનું જોર ઘટશે
28 જુલાઈએ માત્ર બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. જ્યારે 29 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટીને માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.ગુજરાતમાં કેમ વરસી રહ્યો છે આટલો ભારે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે 3 થી 4 હવામાન સિસ્ટમ્સ સક્રિય થવાને કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે,
મોન્સૂન ટ્રફ (Monsoon Trough): દરિયાઈ સપાટી પર મોન્સૂન ટ્રફ જેસલમેર, કોટા, ગુના, દામોહ, ડાલ્ટોનગંજથી થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે.
ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન (East-West Shear Zone): 23°N અક્ષાંશ પર અરબ સાગરથી મણિપુર સુધી લંબાયેલો શીયર ઝોન દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ અને બંગાળ પરથી પસાર થઈ રહ્યો છે. ઉત્તર મધ્ય પ્રદેશ પરનું સાયક્લોનિક સરક્યુલેશન પણ આમાં ભળી ગયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન: જમ્મુ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી પશ્ચિમી પવનો ગુજરાત તરફ ભેજ ખેંચી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ સંસદીય દળ (CPP)નાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થી આંદોલનોને લઈને તીવ્ર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે દેશભરના વિદ્યાર્થીઓ સરકાર પાસે જવાબદારી અને શિક્ષણ સુધારાની માગ કરી રહ્યા છે, પરંતુ મોદી સરકારે તેમના સાહસનો જવાબ “કાયરતા અને બિનજરૂરી ક્રૂરતા”થી આપ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ સાથે એવો વ્યવહાર કરી રહી છે જાણે તેઓ દેશનું ભવિષ્ય નહીં, પરંતુ રાષ્ટ્રના દુશ્મન હોય. તેમણે લખ્યું હતું કે વિદ્યાર્થીઓની સાથે ઊભા રહેવું અને તેમના ભવિષ્યનું રક્ષણ કરવું નૈતિક, રાજકીય અને બંધારણીય જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓમાં માત્ર નિરાશા પેદા કરી રહી છે અને સરકારની અહંકારી તથા જવાબદારીથી બચવાની કાર્યશૈલીએ વિદ્યાર્થી આંદોલનોને જન્મ આપ્યો છે.
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે ટીકા
તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી આ સરકાર માટે નવી વાત નથી. તેમણે કહ્યું હતું કે 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC)ના વિરોધ દરમિયાન પણ યુનિવર્સિટી કેમ્પસોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોએ આવી જ કાર્યવાહી કરી હતી. એ ઉપરાંત મહિલા પહેલવાનોના આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની પણ તેમણે નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક સપ્તાહથી દેશભરમાં પરીક્ષાના પેપર લીક અને ઊતરતી શિક્ષણ વ્યવસ્થા વિરુદ્ધ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ પ્રદર્શન વધી રહ્યા છે. તેમની માગ માત્ર એટલી જ હતી કે કેન્દ્ર સરકાર જવાબદારી નક્કી કરે અને શિક્ષણ સુધારાઓ અમલમાં મૂકે.
“The Narendra Modi government has responded to the students’ courage with cowardice and wanton cruelty, treating them not as inheritors of the future but as enemies of the nation.
The Modi government has not just degraded India’s education landscape but has also made a habit of… pic.twitter.com/g69uCpx79D
તેમણે 20 જુલાઈ, 2026ને “કલંકિત દિવસ” ગણાવતાં કહ્યું હતું કે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)એ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ પ્રદર્શનને લાઠીચાર્જ અને આંસુ ગેસ દ્વારા દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
સરકાર સંવાદ નહીં, દમનનો માર્ગ પસંદ કરે છે
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર દરેક વખતે વાતચીતની જગ્યાએ દમનનો માર્ગ પસંદ કરે છે. ખેડૂતોમાંથી લઈને સામાજિક કાર્યકરો સુધી, સરકાર વિરોધના દરેક અવાજને દબાવવાનો પ્રયાસ કરતી રહી છે.