Home Blog Page 60

અનોખી પહેલ: વડાપ્રધાનના કાફલામાં હવે માત્ર 2 જ ગાડીઓ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠા પર જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. જોકે, આ અપીલ માત્ર શબ્દો પૂરતી મર્યાદિત નથી, વડાપ્રધાને પોતે તેનો અમલ કરીને સૌને ચોંકાવી દીધા છે.

PM મોદીના કાફલામાં હવે માત્ર 2 ગાડી

સામાન્ય રીતે વડાપ્રધાનના સુરક્ષા કાફલામાં અનેક આધુનિક ગાડીઓનો સમાવેશ થતો હોય છે, પરંતુ તેલ બચાવવાના અભિયાન હેઠળ પીએમ મોદીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યામાં ધરખમ ઘટાડો કર્યો છે. હાલમાં જ પીએમ મોદીના કાફલામાં માત્ર 2 ગાડીઓ જ જોવા મળી હતી. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની જનતાને એ સંદેશ આપવાનો છે કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય હિતમાં પેટ્રોલ-ડીઝલની જરૂરિયાતોને ઓછી કરવી અનિવાર્ય છે.  વડાપ્રધાન મોદીની આ પહેલથી પ્રેરિત થઈને અન્ય મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના કાફલાને મર્યાદિત બનાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમની અપીલ બાદ પોતાના કાફલાનું કદ ઘટાડીને અડધાથી પણ ઓછું કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા માટે તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પીએમ મોદીના કાફલામાં ફક્ત બે વાહનો જ જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ ઇંધણ બચાવવા માટે આ પહેલ શરૂ કરી હતી, જેથી અન્ય લોકો પણ આવું કરવા માટે પ્રેરિત થઈ શકે. કાફલામાં વાહનો ઘટાડવાનો હેતુ સમગ્ર દેશને સંદેશ આપવાનો છે કે આપણે આ સમયે કોઈપણ કિંમતે પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતો ઘટાડવી જોઈએ. અમેરિકા-ઈરાન જંગને કારણે દુનિયાભરમાં તેલ અને ગેસની સપ્લાય ખોરવાઈ છે, જેનાથી ભારત પણ અછૂત નથી. વધતા ભાવો અને અછતને પહોંચી વળવા માટે સરકાર ‘ઉર્જા બચત’ પર ભાર મૂકી રહી છે. વડાપ્રધાન માને છે કે જો નેતાઓ પોતે સંયમ રાખશે તો દેશની જનતા પણ ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત થશે.

બેન્ક હડતાળઃ ચાર દિવસ SBIની સેવા રહેશે ઠપ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં આ મહિનાના અંતે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બેંક કર્મચારીઓના યુનિયને 25 અને 26 મે, 2026S દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે 24 મે રવિવાર અને 23 મે ચોથો શનિવાર હોવાથી સતત ચાર દિવસ સુધી ઘણી શાખાઓમાં કામકાજ ઠપ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ગ્રાહકોને બેંક સંબંધિત જરૂરી કામો પહેલેથી પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવી છે.

 હડતાળ કેમ થઈ રહી છે?

આ હડતાળ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા આપવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે છેલ્લાં બે વર્ષથી કર્મચારીઓની અનેક સમસ્યાઓ અંગે બેંક મેનેજમેન્ટ સાથે સતત ચર્ચા થઈ રહી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તેથી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

 શું છે મુખ્ય માગણીઓ?

  • યુનિયને કુલ 16 માગણીઓ રજૂ કરી છે. તેમાં સૌથી મોટી સમસ્યા સ્ટાફની અછત હોવાનું જણાવાયું છે. કર્મચારીઓનું કહેવું છે કે બેંક શાખાઓમાં કામનો બોજ સતત વધી રહ્યો છે, પરંતુ ભરતી ઓછી થઈ રહી છે.
  • સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે ઘણી જગ્યાએ સશસ્ત્ર ગાર્ડની અછત થઈ ગઈ છે, કારણ કે નિવૃત્તિ અને પ્રમોશન પછી નવી નિમણૂક કરવામાં આવતી નથી.
  • હડતાળનો એક મોટો મુદ્દો આઉટસોર્સિંગ પણ છે. યુનિયનનો આરોપ છે કે બેંક કાયમી કામ માટે કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓનો ઉપયોગ કરી રહી છે, જ્યારે આ જૂના કરારોના વિરુદ્ધ છે. એ સાથે જ આવા કર્મચારીઓને ઓછું વેતન આપવામાં આવતું હોવાની પણ ફરિયાદ છે.
  • વેતન અને પેન્શન મુદ્દે પણ કર્મચારીઓમાં નારાજગી છે. યુનિયનનું કહેવું છે કે અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓના વેતન વધારો વચ્ચે મોટો તફાવત છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સંબંધિત અનેક મુદ્દાઓ પર પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 સેવાઓ કેટલી અસરગ્રસ્ત થશે?

જો હડતાળ થશે તો બેંક શાખાઓમાં રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરિંગ અને પાસબુક અપડેટ જેવી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જોકે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે, પરંતુ શાખાઓમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ખુશીના સમાચાર: કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોની MSPમાં કર્યો ધરખમ વધારો

ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વર્ષ 2026-27ની સીઝન માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળશે અને તેમની આવકમાં સીધો વધારો થશે.

કુલ 14 પાકોના ભાવમાં વધારો

કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 જેટલા મહત્વના ખરીફ પાકોની MSP માં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો મુખ્યત્વે ખેડૂતોના ખર્ચ અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી ખેતી ક્ષેત્રે રોકાણ વધશે અને ખેડૂતો વધુ ઉત્સાહ સાથે વાવણી કાર્યમાં જોડાશે.

કયા પાકમાં કેટલો થયો વધારો?

નવા જાહેર કરાયેલા ટેકાના ભાવમાં તેલીબિયાં અને રોકડિયા પાકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે:

સૂર્યમુખી: સૂર્યમુખીના બીજમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. સરકારે મણદીઠ (20 કિલો) ભાવમાં 124 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે.

કપાસ: ગુજરાતના મુખ્ય રોકડિયા પાક એવા કપાસની MSP માં મણદીઠ 111 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે કપાસ પકવતા ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ લાવશે.

મગફળી: સૌરાષ્ટ્ર અને ગુજરાતની શાન ગણાતી મગફળીના ટેકાના ભાવમાં પણ મણદીઠ 50 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

આ નિર્ણય દ્વારા કેન્દ્ર સરકારે ખેડૂતોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ગુજરાતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીના ભાવ વધતા રાજ્યના લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે. આગામી દિવસોમાં આ અંગેના સત્તાવાર પરિપત્રો પણ જાહેર કરવામાં આવશે.

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 11 જૂન 2026થી 20 જૂન 2026 દરમિયાન યોજાશે. જો તમે કે તમારા કોઈ પરિચિત વિદ્યાર્થી બોર્ડની મુખ્ય પરીક્ષામાં એક કે બે વિષયમાં પાસ નથી થઈ શક્યા, તો ટેન્શન લેવાની જરૂર નથી. આ પૂરક પરીક્ષા આપીને તમે પોતાનું વર્ષ બચાવી શકશો. આ પરીક્ષામાં ધોરણ 10 ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ છે.

ધોરણ 12 સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ બપોરના 3:00 વાગ્યાથી સાંજના 6:15 સુધી લેવામાં આવશે.ટાઈમટેબલ મુજબ:11 જૂન 2026: પ્રશ્નપત્ર-1 અનિવાર્ય વ્યાકરણ12 જૂન 2026: પ્રશ્નપત્ર-2 અનિવાર્ય કાવ્ય13 જૂન 2026: સમાજશાસ્ત્ર15 જૂન 2026: અંગ્રેજી (નિમ્નસ્તર)16 જૂન 2026: મુખ્યવિષય-1 (સાહિત્ય, વ્યાકરણ, વેદ, આયુર્વેદ, દર્શનશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્ર)17 જૂન 2026: મુખ્યવિષય-2 (સાહિત્ય, વ્યાકરણ, વેદ, આયુર્વેદ, દર્શનશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્ર)18 જૂન 2026: પૌરોહિત્યમ થીયરી અને પ્રાયોગિક અથવા કમ્પ્યુટર (બપોરે 3:00 થી 5:15 સુધી)

રોયલ ફ્લેવર્સ ઓફ બંગાળ સાથે મુર્શિદાબાદ મેંગો ફેસ્ટિવલ 2026નું આયોજન

મુર્શિદાબાદ: આ ઉનાળામાં મુર્શિદાબાદની ઐતિહાસિક કેરી પરંપરા ફરી જીવંત બની રહી છે, કારણ કે મુર્શિદાબાદ હેરિટેજ ડેવલપમેન્ટ સોસાયટી (MHDS) અને હાઉસ ઓફ શેહેરવાલી દ્વારા “મુર્શિદાબાદ મેંગો ફેસ્ટિવલ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિના ભર ચાલનારો વિશેષ ઉત્સવ જિલ્લાના પ્રખ્યાત નવાબી કેરીઓ, ખાવાની વિરાસત અને બગીચા સંસ્કૃતિને સમર્પિત છે. અઝીમગંજના ઐતિહાસિક શહેરમાં યોજાનારો આ ઉત્સવ પ્રવાસીઓ, ખાદ્યપ્રેમીઓ અને સ્વાદરસિયાઓને ભારતની અત્યંત દુર્લભ પરંપરાગત કેરીની જાતોનો અનુભવ કરાવશે, જેમાંથી ઘણી જાતો માત્ર મુર્શિદાબાદની સદીઓ જૂના બગીચાઓમાં જ જોવા મળે છે.

એક સમયના બંગાળના નવાબોની રાજધાની રહેલું મુર્શિદાબાદ 150થી વધુ કેરીની જાતોનું ઘર છે, જેમાં દરેક જાત રાજાશાહી, વેપાર અને પરંપરાની વાર્તાઓ સમાવે છે. વેપારી રીતે પરિવહન થતી કેરીઓથી વિપરીત આ કેરીઓનો સાચો સ્વાદ બગીચામાંથી તાજી તોડીને જ માણી શકાય છે. સ્થાનિકો કહે છે કે કેરીનો અસલી સ્વાદ તો બગીચામાં જ મળે છે.

આ ઉત્સવ દરમિયાન મહેમાનો હરિયાળા કેરીના બગીચાઓમાં ફરી શકશે, ઝાડ પરથી જાતે કેરી તોડી શકશે અને તાજી કાપેલી કેરીનો સુગંધ અને સ્વાદ માણી શકશે. આ ઉત્સવમાં અનેક અનોખી પરંપરાગત કેરીની જાતો રજૂ કરવામાં આવશે, જેમ કે:

* કોહિતૂર — નવાબોની સૌથી દુર્લભ અને કીમતી કેરી, કેસર જેવી સુગંધ માટે પ્રસિદ્ધ

* બિમલી — નાની કદની પરંતુ ખૂબ જ મીઠી અને પાતળી છાલવાળી

* રાણી — સ્થાનિક કેરીઓની “રાણી”, ફૂલ જેવી સુગંધ અને રસદાર સ્વાદ ધરાવતી

* ભવાની — રેસા વગરનો ગાઢ પલ્પ અને લાંબો સમય રહેતો સ્વાદ

* કાલા પહાડ — પ્રસિદ્ધ જનરલના નામ પરથી ઓળખાતી, ગાઢા રંગ અને મધુર સ્વાદવાળી

* સરાંધ્રા — વહેલી પાકતી, ખાટ્ટી-મીઠી અને તાજગીભરી જાત

અને અન્ય ઘણી વિશેષ જાતો…

હાઉસ ઓફ શેહેરવાલીના સ્થાપક અને મુર્શિદાબાદ હેરિટેજ ડેવલપમેન્ટ સોસાયટીના પ્રદીપ ચોપરાએ જણાવ્યું હતું કે મુર્શિદાબાદની કેરીઓ માત્ર ફળ નથી, પરંતુ જીવંત ઇતિહાસ છે. આમાંથી ઘણી જાતો વેપારી પરિવહનમાં પોતાનો અસલી સ્વાદ ગુમાવી દે છે. આ ઉત્સવ દ્વારા અમે લોકોને આ કેરીઓનો અનુભવ તેમના મૂળ સ્થાન — મુર્શિદાબાદના બગીચાઓમાં — કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

મુલાકાતીઓ પરંપરાગત શેહેરવાલી રેસિપી પરથી તૈયાર થતી અનેક કેરી વાનગીઓનો પણ આસ્વાદ માણી શકશે, જેમાં આમ પન્ના, કાચી કેરીની ખીર, કેરીની ચટણી, મેંગો સંદેશ, અથાણાં, શરબત અને ઋતુપ્રેરિત ફાર્મ-ટુ-ટેબલ ભોજનનો સમાવેશ થાય છે. મુર્શિદાબાદ મેંગો ફેસ્ટિવલ 2026નું આયોજન એક જૂનથી 30 જૂન, 2026 દરમિયાન હાઉસ ઓફ શેહેરવાલી ખાતે કરવામાં આવશે. દેશભરના પ્રવાસીઓને મુર્શિદાબાદની દુર્લભ રાજસી કેરીઓનો આસ્વાદ માટે તેમના મૂળ બગીચા વાતાવરણમાં અનુભવ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મર્યાદિત ઉત્સવી પેકેજ ઉપલબ્ધ હોવાથી મહેમાનોને વહેલી તકે બુકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.

નીટ પેપર લીકનું ગુજરાત કનેક્શન!

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં હવે ‘ગુજરાત કનેક્શન’ની પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેપર લીક માફિયાઓએ આ આખું ષડયંત્ર એટલી સિફતપૂર્વક રચ્યું હતું કે વિદ્યાર્થીઓને પણ ખ્યાલ ન આવે કે તેઓ અસલી પ્રશ્નપત્ર ખરીદી રહ્યા છે. લીક થયેલા પ્રશ્નોને 400 પ્રશ્નો ધરાવતા એક ‘ગેસ પેપર’માં છુપાવવામાં આવ્યા હતા.

આ પેપર દેશભરના વિદ્યાર્થીઓને 10 લાખથી 25 લાખ રૂપિયાની અધધ રકમમાં વેચવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ ગેસ પેપરમાં NEET પરીક્ષાના બાયોલોજીના તમામ 90 અને કેમિસ્ટ્રીના 45 પ્રશ્નો બેઠેબેઠા સામેલ હતા. વિદ્યાર્થીઓને એવી લાલચ આપવામાં આવી હતી કે જો તૈયારી ઓછી હોય તો પણ આ પ્રશ્નો ગોખી લેવાથી પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે. કેસની ગંભીરતા જોતા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આદેશથી હવે CBI એ મેદાનમાં ઉતરી છે. સીબીઆઈએ ગુનાઈત ષડયંત્ર, છેતરપિંડી અને પુરાવા નષ્ટ કરવા જેવી કલમો ઉપરાંત નવા અમલી બનેલા ‘પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024’ હેઠળ પણ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીઓએ સિકરના પેપર સોલ્વર રાકેશ માંડવરિયાની પૂછપરછ કરી છે, જેણે પોતાના ક્લાયન્ટ્સને આપેલા પેપરમાંથી 120 પ્રશ્નો પૂછાયા હોવાનો દાવો કર્યો હતો.

આ કેસમાં મહારાષ્ટ્રના નાશિકમાંથી 27 વર્ષીય શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે, જે ભરૂચ કે ગુજરાતના અન્ય ભાગોમાં સંપર્ક ધરાવતો હોવાની આશંકા છે. તે મધ્યપ્રદેશમાં BAMS નો વિદ્યાર્થી છે અને કાઉન્સેલર તરીકે કામ કરતો હતો. જયપુર, સિકર અને ગુડગાંવથી શરૂ થયેલું આ નેટવર્ક હવે ગુજરાત સુધી પહોંચ્યું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે, કારણ કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે.

PM મોદીની અપીલ બાદ એર ઈન્ડિયાએ વિદેશી ઉડાનો પર કાતર ફેરવી

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આર્થિક પડકારને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઘટાડવા અપીલ કરી હતી. પીએમની આ અપીલને પ્રતિસાદ આપતા હવે દેશની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયાએ (Air India) તેના આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં કાપ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે.

ઓગસ્ટ 2026 સુધીનું નવું આયોજન

એર ઈન્ડિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય રૂટો પર ફ્લાઈટ્સની સંખ્યામાં ફેરફાર કરી રહ્યા છે. નવા આયોજન મુજબ, એરલાઈન્સ ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1,200 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ રાખશે. પાંચ મહાદ્વીપોને સાંકળતા આ નેટવર્ક હેઠળ સાપ્તાહિક ફ્લાઈટ્સની સંખ્યા નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવી છે.

દક્ષિણ-પૂર્વ એશિયા, ફાર ઈસ્ટ અને SAARC: દર અઠવાડિયે 158 ફ્લાઈટ્સ

યુનાઈટેડ કિંગડમ (UK): દર અઠવાડિયે 57 ફ્લાઈટ્સ

યુરોપ: દર અઠવાડિયે 47 ફ્લાઈટ્સ

ઉત્તર અમેરિકા: દર અઠવાડિયે 33 ફ્લાઈટ્સ

ઓસ્ટ્રેલિયા: દર અઠવાડિયે 08 ફ્લાઈટ્સ

મોરિશિયસ (આફ્રિકા): દર અઠવાડિયે 07 ફ્લાઈટ્સ

રૂપિયાનું મૂલ્ય બચાવવા પીએમ મોદીની અપીલ

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશની જનતાને આગામી 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને વિદેશી પ્રવાસો મર્યાદિત કરવા વિનંતી કરી છે. આ પગલા પાછળનો મુખ્ય હેતુ ભારતીય રૂપિયામાં થઈ રહેલા ઘટાડાને રોકવાનો અને અર્થતંત્ર પરનું દબાણ ઘટાડવાનો છે. હાલમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 95 ના સ્તરને વટાવી ગયો છે અને તે ઝડપથી 96 તરફ આગળ વધી રહ્યો છે. વિદેશી હૂંડિયામણની બચત માટે એર ઈન્ડિયાનો આ નિર્ણય અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી

પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. એરલાઈન્સ કંપનીઓ માટે ઈંધણનો ખર્ચ વધતા કામગીરી ચલાવવી મુશ્કેલ બની રહી છે. એવામાં ફ્લાઈટ્સની સંખ્યામાં એડજસ્ટમેન્ટ કરવાથી એરલાઈન્સને આર્થિક નુકસાન ઘટાડવામાં મદદ મળશે.

 

પાકિસ્તાનમાં પેટ્રોલ લિટરદીઠ રૂ. 414એ પહોંચતાં લોકો ત્રાહિ મામ્

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બુધવારે પેટ્રોલની કિંમત રૂ. 414ને પાર થઈ છે. ત્યાં LPGના એક કિલોની કિંમત રૂ. 300ને પાર કરી ચૂકી છે. દેશમાં ક્રૂડ ઓઇલનો ભંડાર માટે એક સપ્તાહનો હાજર છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક માત્ર 30 દિવસો માટેનો છે. પાકિસ્તાનમાં પેટ્રોલના વધતા ભાવ અને ક્રૂડ ઓઇલની આસમાને પહોંચેલી કિંમતોને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની છે. પેટ્રોલ અને ગેસના વધતા બિલથી સરકારની ચિંતા વધી ગઈ છે. વિદેશી મુદ્રા ભંડાર પહેલેથી જ દબાણમાં છે, વેપાર ખાધ સતત વધી રહી છે અને સામાન્ય જનતા મોંઘવારીનો ભારે માર સહન કરી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકાર હવે ઓઇલ સંકટમાંથી બહાર આવવા માટે અનેક મોટા પગલાં લેવા મજબૂર બની છે.

ઓઇલ સંકટે પાકિસ્તાનના અર્થતંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકાર હવે ઈંધણ બચત, આયાત નિયંત્રણ અને ખાડી દેશો પાસેથી રાહત મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે, પરંતુ વધતી મોંઘવારી અને વેપાર ખાધ નવી ચિંતા બની ગઈ છે.

 પાકિસ્તાન શું પગલાં લઈ રહ્યું છે?

સરકારે સૌથી પહેલાં ઈંધણ વપરાશ ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સરકારી કચેરીઓમાં વીજળી અને ઈંધણ બચાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘણા વિભાગોમાં બિનજરૂરી પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઊર્જા બચત અભિયાનને ફરીથી તેજ બનાવવામાં આવી રહ્યું છે જેથી આયાતી તેલની માગ ઓછી થાય.

પેટ્રોલ અને ગેસના વધતા ભાવને કારણે પાકિસ્તાનની વેપાર ખાધ એપ્રિલમાં 4.07 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ એ જ પાકિસ્તાન છે, જે પહેલેથી જ વિદેશી દેવાં, ઘટતા વિદેશી મુદ્રા ભંડાર અને નબળી ઔદ્યોગિક વ્યવસ્થા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. હવે મોંઘા ઈંધણે તેની મુશ્કેલીઓ વધુ ગંભીર બનાવી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ જલદી ખતમ નહીં થાય, તો પાકિસ્તાનને વધુ કઠિન નિર્ણયો લેવા પડી શકે છે. પેટ્રોલના ભાવમાં વધુ વધારો, વીજ દરોમાં વધારો અને સરકારી ખર્ચમાં કપાત જેવાં પગલાં આવતા દિવસોમાં જોવા મળી શકે છે.

રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી, અનેક શહેરોમાં એલર્ટ

રાજ્યમાં છેલ્લા 3 – 4 દિવસથી કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્ય આકરો તાપ પડી રહ્યો છે અને લૂ ફૂંકાઇ રહી છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજી 3 દિવસ આ જ પ્રકારના વાતાવરણની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર, સુરત, વડોદરા અને કચ્છમાં હીટવેવના પગલે ઓરેન્જ જ્યારે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 12 મેના રોજ કચ્છ, સુરેન્દ્રનગર અને સુરત જિલ્લામાં હીટવેવની વ્યાપક અસર થઇ શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ચેતાવણી અપાઈ છે. જ્યારે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમરેલી, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હીટેવવના કારણે યલો એલર્ટ જારી કરાયું છે. અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા નહિવત છે.

13 મે 2026ના રોજ વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની અસર વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં હીટવેવના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા નહિવત છે. 14 મેના રોજ પણ વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની વધુ અસરની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અનેક શહેરોમાં ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જો કે, ત્યારબાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાંથી આંશિક રાહત થઇ શકે છે.

આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, હાલમાં પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 1.5 કિ.મી. અને પશ્ચિમ રાજસ્થાન પર 0.9 કિ.મી.ની ઊંચાઈએ ચક્રવાતી પવનોનું પરિભ્રમણ સક્રિય છે, જ્યારે ઉત્તર પાકિસ્તાન પર 3.1 કિ.મી.ની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ યથાવત છે. આ પ્રદેશોમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓમાં ફેરફાર થવાની સંભાવના છે.

ગુજરાતમાં મોટો ફેરફાર: એક સાથે 72 IAS અધિકારીની બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બુધવારે વહેલી સવારે IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મોટા રિ-શફલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

IAS અધિકારીઓની બદલી અને નિમણૂકનું વિગતવાર લિસ્ટ

ડી.એન. મોદી, IAS: મ્યુનિસિપલ કમિશનર, જામનગરથી બદલી કરીને વિકાસ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આનંદ બાબુલાલ પટેલ, IAS: કલેક્ટર, કચ્છ-ભુજથી બદલી કરીને કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કમિશનર (PM-POSHAN યોજના) અને ડાયરેક્ટર (GCERT) નો વધારાનો હવાલો પણ સંભાળશે.

સુજીત કુમાર, IAS: કલેક્ટર, અમદાવાદથી બદલી કરીને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અજય પ્રકાશ, IAS: ડાયરેક્ટર (GEDA), ગાંધીનગરથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (GETCO), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડો. સૌરભ ઝમસિંગ પારધી, IAS: કલેક્ટર, સુરતથી બદલી કરીને ડાયરેક્ટર, સિવિલ સપ્લાય, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ગૌરાંગભાઈ એચ. મકવાણા, IAS: કલેક્ટર, ભરૂચથી બદલી કરીને ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ GPCL અને UGVCL ના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.

સંજય કે. મોદી, IAS: કલેક્ટર, નર્મદા-રાજપીપળાથી બદલી કરીને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કિરણ બી. ઝવેરી, IAS: કલેક્ટર, મોરબીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે, IAS: કલેક્ટર, નવસારીથી બદલી કરીને કમિશનર, MSME, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કમિશનર ઓફ સર્વિસીસનો વધારાનો હવાલો પણ સંભાળશે.

યોગેશ બબનરાવ નિરગુડે, IAS: કલેક્ટર, દાહોદથી બદલી કરીને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અમિત પ્રકાશ યાદવ, IAS: કલેક્ટર, ખેડા-નડિયાદથી બદલી કરીને એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ INDEXTb ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.

એન.વી. ઉપાધ્યાય, IAS: કલેક્ટર, ગીર-સોમનાથથી બદલી કરીને કલેક્ટર, ખેડા-નડિયાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પ્રભવ જોષી, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પ્રશસ્તિ પારીક, IAS: કલેક્ટર, અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડો. (શ્રીમતી) જિન્સી રોય, IAS: કલેક્ટર, બોટાદથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અનિલકુમાર રામજીભાઈ રણવાસિયા, IAS: કલેક્ટર, જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર, કચ્છ-ભુજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મયુર કે. મહેતા, IAS: ડાયરેક્ટર, સિવિલ સપ્લાયથી બદલી કરીને કલેક્ટર, વાવ-થરાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જીતેન્દ્ર એન. વાઘેલા, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર, ગીર-સોમનાથ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જે. એસ. પ્રજાપતિ, IAS: કલેક્ટર, વાવ-થરાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એચ.એમ. વોરા, IAS: ડી.ડી.ઓ., સાબરકાંઠા-હિંમતનગરથી બદલી કરીને કલેક્ટર, બોટાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડો. વિપિન ગર્ગ, IAS: કલેક્ટર, તાપી-વ્યારાથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શાલિની દુહન, IAS: કલેક્ટર, ડાંગ-આહવાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ભવ્ય વર્મા, IAS: કલેક્ટર, વલસાડથી બદલી કરીને કલેક્ટર, Ahmedabad તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નિતિન વી. સાંગવાન, IAS: ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર, વલસાડ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તેજસ દિલીપભાઈ પરમાર, IAS: મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર, સુરત તરીકે નિમણૂક કરવામાં આવી છે.

યોગેશ ચૌધરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, વાપીથી બદલી કરીને કલેક્ટર, જૂનાગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દેવ ચૌધરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, નવસારીથી બદલી કરીને કલેક્ટર, તાપી-વ્યારા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડો. નવનાથ કોન્ડીબા ગવહાણે, IAS: મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગરથી બદલી કરીને કલેક્ટર, ભરૂચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મનીષ ગુરવાની, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામથી બદલી કરીને કલેક્ટર, નવસારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સ્વપ્નિલ ખરે, IAS: મ્યુનિસિપલ કમિશનર, મોરબીથી બદલી કરીને કલેક્ટર, મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ગૌરવ દિનેશ રમેશ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરતથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મિરાંત જતિન પરીખ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ગંગા સિંઘ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરાથી બદલી કરીને કલેક્ટર, નર્મદા-રાજપીપળા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સુરભી ગૌતમ, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાથી બદલી કરીને કલેક્ટર, દાહોદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડો. પ્રશાંત જીલોવા, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદથી બદલી કરીને કલેક્ટર, પાટણ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મિલિંદ બાપના, IAS: મ્યુનિસિપલ કમિશનર, આણંદથી બદલી કરીને કલેક્ટર, અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બી.સી. પરમાર, IAS: OSD, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), બોટાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શિવાની ગોયલ, IAS: ડી.ડી.ઓ., સુરતથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, મધ્ય ગુજરાત વીજ કંપની લિ. (MGVCL), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મમતા હાર્દિક હીરપરા, IAS: ડી.ડી.ઓ., વડોદરાથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અંકિત પન્નુ, IAS: ડી.ડી.ઓ., જામનગરથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પુષ્પ લતા, IAS: ડી.ડી.ઓ., નવસારીથી બદલી કરીને રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ મિશન ડાયરેક્ટર (સ્વચ્છ ભારત મિશન – અર્બન) નો વધારાનો હવાલો પણ સંભાળશે.

અક્ષય બુદાનિયા, IAS: ડી.ડી.ઓ., બોટાદથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાનો વધારાનો હવાલો પણ સંભાળશે.

જાસ્મિન હસરત, IAS: ડી.ડી.ઓ., મહેસાણાથી બદલી કરીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દીપેશ કેડિયા, IAS: ડી.ડી.ઓ., અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મહેશ શાંતિલાલ જાની, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, રાજકોટથી બદલી કરીને ચેરમેન, ગુજરાત સ્ટેટ સોશિયલ વેલ્ફેર બોર્ડ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સંગીતા રાયાણી, IAS: મિશન ડાયરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આર.એન. ડોડિયા, IAS: એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જીવની કાર્તિક નાગજીભાઈ, IAS: ડી.ડી.ઓ., વાવ-થરાદથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), નવસારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જયંત સિંઘ રાઠોડ, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, સોનગઢથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), જૂનાગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પ્રણવ વિજયવર્ગીય, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, વાંસદાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), પંચમહાલ-ગોધરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કલ્પેશ કુમાર શર્મા, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, છોટાઉદેપુરથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), વાવ-થરાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નિશા, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, ભરૂચથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), જામનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અંચુ વિલ્સન, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, રાજપીપળાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), મહેસાણા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સુનીલ, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, માંડવીથી બદલી કરીને રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગર નિમણૂક કરવામાં આવી છે.

પાટીલ આનંદ અશોક, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, ડાંગ-આહવાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દેવેન્દ્ર પ્રકાશ મીના, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, દાહોદથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), સુરત તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નવીન એફ. ચૌધરી, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, UGVCL, મહેસાણાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એચ.પી. પટેલ, IAS: ડી.ડી.ઓ., જૂનાગઢથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), સાબરકાંઠા-હિંમતનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એન. ડી. પરમાર, IAS: જોઈન્ટ ઇલેક્શન કમિશનર, SECથી બદલી કરીને કલેક્ટર, ડાંગ-આહવા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જે.કે. જાદવ, IAS: એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (GSTDREIS) થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બી.ડી. દવેરા, IAS: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જયેશકુમાર બી. ઉપાધ્યાય, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડી. કે. પંડ્યા, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગરથી બદલી કરીને એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મહેક જૈન, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વિદ્યાસાગર, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, ધંધુકાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વંદના મીના, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), મહીસાગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હિરેન જીતેન્દ્રભાઈ બારોટ, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, પેટલાદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાજેશ કુમાર મૌર્ય, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, રાધનપુરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), સોનગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સ્વપ્નિલ મહાદેવ સિસલે, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોલથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), વાંસદા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઓમકાર રાજેન્દ્ર શિંદે, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, નિઝરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), છોટાઉદેપુર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

લેફ્ટનન્ટ કર્નલ આવટે અમોલ શાંતારામ, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), રાજપીપળા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પ્રતીક જૈન, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, મેંદરડાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), દાહોદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કલેક્ટર તરીકેની બદલી

ભવ્ય વર્મા, IAS: કલેક્ટર, અમદાવાદ
તેજસ દિલીપભાઈ પરમાર, IAS: કલેક્ટર, સુરત
અનિલકુમાર રામજીભાઈ રણવાસિયા, IAS: કલેક્ટર, કચ્છ-ભુજ
નિતિન વી. સાંગવાન, IAS: કલેક્ટર, વલસાડ
યોગેશ ચૌધરી, IAS: કલેક્ટર, જૂનાગઢ
દેવ ચૌધરી, IAS: કલેક્ટર, તાપી-વ્યારા
ડો. નવનાથ કોન્ડીબા ગવહાણે, IAS: કલેક્ટર, ભરૂચ
મનીષ ગુરવાની, IAS: કલેક્ટર, નવસારી
સ્વપ્નિલ ખરે, IAS: કલેક્ટર, મોરબી
એન.વી. ઉપાધ્યાય, IAS: કલેક્ટર, ખેડા-નડિયાદ
જીતેન્દ્ર એન. વાઘેલા, IAS: કલેક્ટર, ગીર-સોમનાથ
ગંગા સિંઘ, IAS: કલેક્ટર, નર્મદા-રાજપીપળા
સુરભી ગૌતમ, IAS: કલેક્ટર, દાહોદ
ડો. પ્રશાંત જીલોવા, IAS: કલેક્ટર, પાટણ
મિલિંદ બાપના, IAS: કલેક્ટર, અરવલ્લી-મોડાસા
એચ.એમ. વોરા, IAS: કલેક્ટર, બોટાદ
મયુર કે. મહેતા, IAS: કલેક્ટર, વાવ-થરાદ
એન. ડી. પરમાર, IAS: કલેક્ટર, ડાંગ-આહવા

મ્યુનિસિપલ કમિશનર તરીકેની બદલી

જે. એસ. પ્રજાપતિ, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
દીપેશ કેડિયા, IAS: મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
પ્રભવ જોષી, IAS: મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
કિરણ બી. ઝવેરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
શાલિની દુહન, IAS: મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન
એન. એફ. ચૌધરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન
જે.કે. જાદવ, IAS: મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
બી.ડી. દવેરા, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન
જયેશકુમાર બી. ઉપાધ્યાય, IAS: મ્યુનિસિપલ કમિશનર, નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન
સંગીતા રાયાણી, IAS: મ્યુનિસિપલ કમિશનર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન
આર.એન. ડોડિયા, IAS: મ્યુનિસિપલ કમિશનર, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન

જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકેની બદલી

જીવાણી કાર્તિક નાગજીભાઈ, IAS: જિલ્લા વિકાસ અધિકારી, નવસારી
જયંત સિંઘ રાઠોડ, IAS: જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢ
પ્રણવ વિજયવર્ગીય, IAS: જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ-ગોધરા
કલ્પેશ કુમાર શર્મા, IAS: જિલ્લા વિકાસ અધિકારી, વાવ-થરાદ
નિશા, IAS: જિલ્લા વિકાસ અધિકારી, જામનગર
અંચુ વિલ્સન, IAS: જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા
પાટીલ આનંદ અશોક, IAS: જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા
દેવેન્દ્ર પ્રકાશ મીના, IAS: જિલ્લા વિકાસ અધિકારી, સુરત
એચ.પી. પટેલ, IAS: જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા-હિંમતનગર
મહેક જૈન, IAS: જિલ્લા વિકાસ અધિકારી, અરવલ્લી-મોડાસા
વિદ્યાસાગર, IAS: જિલ્લા વિકાસ અધિકારી, મોરબી
બી.સી. પરમાર, IAS: જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ

સચિવાલય અને અન્ય મહત્વની નિમણૂકો

ડી.એન. મોદી, IAS: વિકાસ કમિશનર, ગાંધીનગર
આનંદ બાબુલાલ પટેલ, IAS: કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર (વધારાનો હવાલો: કમિશનર, PM-POSHAN યોજના અને ડાયરેક્ટર, GCERT)
સુજીત કુમાર, IAS: સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ
અજય પ્રકાશ, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (GETCO), વડોદરા
ડો. સૌરભ ઝમસિંગ પારધી, IAS: ડાયરેક્ટર, સિવિલ સપ્લાય અને એક્સ-ઓફિશિયો એડિશનલ સેક્રેટરી, ગાંધીનગર
ગૌરાંગભાઈ એચ. મકવાણા, IAS: ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગર
ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે, IAS: કમિશનર, MSME, ગાંધીનગર
અમિત પ્રકાશ યાદવ, IAS: એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર
ડો. વિપિન ગર્ગ, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિ., ગાંધીનગર
મિરાંત જતિન પરીખ, IAS: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદ
શિવાની ગોયલ, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, મધ્ય ગુજરાત વીજ કંપની લિ. (MGVCL), વડોદરા
જાસ્મિન હસરત, IAS: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગર
ડી. કે. પંડ્યા, IAS: એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ગાંધીનગર