દહેરાદૂનઃ દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટતાં ભારે વિનાશ વેરાયો છે. અત્યાર સુધી બે લોકો લાપતા થયા છે અને અનેક ઘરો તથા હોટેલોને નુકસાન થયું છે. હવામાનના મારથી ઉત્તરાખંડમાં લોકોનું જીવન ઘણું મુશ્કેલ બની ગયું છે, આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દહેરાદૂનના એક મુખ્ય બજારમાં વાદળ ફાટ્યા પછી ઘણો કચરો નીચે વહી ગયો, એક માર્કેટમાં તો સાતથી આઠ દુકાનો સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. આ વાદળ ફાટવાને કારણે આશરે 100 જેટલા લોકો ફસાઈ ગયા હતા જેમને ઘણી મહેનત બાદ સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતાહવામાન વિભાગનો અંદાજ છે કે મંગળવારે ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભારે વરસાદ પડશે, અનેક જિલ્લાઓ માટે તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં જળ પ્રલય
ધર્મપુર: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈ સાંજથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. તેની અસરથી એક તરફ કુલુથી આવી રહેલી વ્યાસ નદી ખતરાના નિશાન પર હતી તો બીજી તરફ વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં છલકાયા હતા. ધર્મપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. એ દરમિયાન ઘણી બસો પણ ડૂબી ગઈ. પાણીના તેજ પ્રવાહમાં અનેક વાહનો પણ વહી ગયાં છે અને ડઝનો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
ધર્મપુરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળે છે. જ્યા જુઓ ત્યાં વિનાશનાં દ્રશ્યો સ્પષ્ટ નજરે પડે છે. દુકાનો, બસો ડૂબેલી દેખાઈ રહી છે. પાણી ઘટ્યા પછી બસો કચરામાં ફેરવાઈ ગયેલી દેખાઈ છએ, જ્યારે દુકાનોની હાલત પણ ખરાબ દેખાઈ રહી છે। લોકો આ વિનાશના વિડિયો સોશિયલ મિડિયામાં પણ શેર કરી રહ્યા છે અને ઈશ્વર પાસે જલદી બધું સારું થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.


ભારદ્વાજને કેટલીય જગ્યાએ ચક્કર કાપવા પડ્યા હતા. નિર્દેશક અભિષેક ચૌબેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મકબૂલ’ (2004) બનાવવાનું સરળ ન હતું. કેમકે ‘મકડી’ બની ગઈ હતી પણ વેચાઈ રહી ન હતી. વિશાલ અને અભિષેક કારની ડિકીમાં ‘મકડી’ ની ફિલ્મ રીલ્સ મૂકીને હાથમાં ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ લઈને એકથી બીજા પ્રોડકશન હાઉસની ઓફિસમાં ફરતા હતા. તેઓ વિનંતી કરતાં હતા કે ‘મકડી’ ખરીદી લો અથવા એમ ના કરવું હોય તો ‘મકબૂલ’ બનાવો.


દેડકું સતત કૂદાકૂદ કરતો જીવ છે. આવા દેડકાંને ભેગા કરી ત્રાજવાના પાલ્લામાં મૂકવા હોય તો એકને મૂકો ત્યાં બીજું કૂદીને નીકળી જાય.
કરવો અશક્ય છે. ગમે તેમ ગોઠવતાં પણ વ્યવસ્થિત ગોઠવાય નહિ એવી સ્થિતિ. દેડકાંથી પાંચશેરી બંધાય નહિ, તે ઉપરથી જે કામ સમૂહથી કરવાનું હોય તે થાય નહિ ત્યારે આ પ્રયોગ વપરાય છે.
ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો પાર્ટી-પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે મંડપ ડેકોરેશન સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ તમામ તહેવારો, ઉત્સવોની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ બમણાં ઉત્સાહથી લોકો બહાર આવી આસ્થા સાથે આનંદ મેળવી રહ્યા છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, ક્લબો, પાર્ટી-પ્લોટ અને રિસોર્ટમાં રાસ-ગરબાની ઉજવણી ઇવેન્ટના હોર્ડિંગ્સ ઠેર-ઠેર લાગી ગયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસ-ગરબાની તાલીમ આપતા ટ્રેઇનિંગ સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકો તાલીમ લઇ રહ્યા છે. જેમાં દરેક વયજૂથના લોકો રાસ ગરબાની તાલીમ લઈ રાસ-ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. ગરબાની મોજ લેતાં ગ્રુપ આ વર્ષે રાસ-ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી સોશિયલ મીડિયા પર મૂકી વાયરલ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સોમવારની વહેલી સવારે પચ્ચીસ વર્ષથી પણ જૂના પનઘટ પરફોર્મિંગ આર્ટ’ ગરબાના ગ્રુપ સાથે જોડાયેલા લોકો દ્વારા સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી હતી.
દેશ-વિદેશમાં વિશાળ સ્ટેજ પર તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા ઘણાં વર્ષોથી હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. પરંપરાગત રાસ ગરબા સાથે સતત પચીસેક વર્ષથી કાર્યરત પ્રચલિત પનઘટ પરફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા. કોમને કહે છે, “અમારું ‘ગરબા ગ્રુપ’ ગુજરાતના જુદા-જુદા શહેર, રાજ્યોની સાથે વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. પરદેશમાં અવાર-નવાર ‘ટ્રેડિશનલ ફોક ફેસ્ટિવલ’માં અમારું ગૃપ ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.”
વાયબ્રન્ટ ગુજરાત જેવાં કાર્યક્રમમાં વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગરબા વિશે વિશ્વ જાણતું થયું હોવાથી દેશ-વિદેશમાં રાસ-ગરબાને જબરદસ્ત પ્રતિસાદ પણ મળે છે.



