ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુરવાસીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આ પ્રકારના પ્રથમ-અનોખો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેનો શુભારંભ પંજાબના રાજ્યપાલ તથા ચંદીગઢના વહીવટદાર ગુલાબચંદ કટારિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યકર્મમાં ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુલાબચંદ કટારિયાએ કહ્યું, ઉદયપુર જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન આપણા સૌ માટે ગર્વની બાબત છે. ઉદયપુરને તળાવોની નગરી કહેવામાં આવે છે અને ગુજરાતને જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે ઓળખવામાં આવે છે. બંનેનો સંગમ અદભૂત સંયોગ છે. આ પ્રકારના કાર્યક્રમો આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરશે. સાથે-સાથે ભારતને પ્રવાસનના ક્ષેત્રમાં વૈશ્વિક નકશા પર વધુ મજબૂતાઈથી સ્થાપિત કરશે.”મુળુભાઈએ જણાવ્યુ કે, રાજસ્થાન અને ગુજરાતનો સંબંધ બહુ જૂનો અને મજબૂત છે. ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ પરંપરાઓમાં તેની ઝલક જોવા મળે છે. આ આયોજન બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે.આ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં ભાગ લીધો હતો. કોઈએ ગુજરાતના લોકજીવનને દર્શાવતી ચણિયાચોળી અને કેડિયુ તથા ચોરણા ધારણ કર્યા હતા. તો કેટલાંક ખેલૈયાઓએ રાજપૂતાના ગૌરવનું પ્રતિનિધિત્વ કરતા ધોતી-કુર્તા અને મેવાડી પાગ અથવા મારવાડી સાફા સાથે અલગ જ છટા પાથરી હતી. ગુજરાતના પરંપરાગત લોકગીતો અને લોકનૃત્યની ધૂન પર થનગનતા પગ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું દિગ્દર્શન કરતા હોય, તેવો માહોલ સર્જાયો હતો.કાર્યક્રમના પ્રારંભમાં આકર્ષક પરંપરાગત ગુજરાતી લોક પ્રદર્શન યોજાયું. તેમાં તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસની રજૂઆતોએ મંત્રમુગ્ધ કરી દીધા. ત્યાર બાદ રાજસ્થાનના આત્મા સમુ ઘૂમર નૃત્ય શરૂ થયું. તેમાં જાણે કે આખું સંકુલ જ સાંસ્કૃતિક સમાગમનું પ્રતિબિંબ બની ગયું. મનમોહક રજૂઆત પછી, જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલે ગુજરાતના પરંપરાગત લોકગીતોની રજૂઆતો કરી હતી.
આયોજન દરમિયાન ગુજરાતી ગરબાની સાથે પરંપરાગત ગુજરાતી વ્યંજનોના પણ સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. તેમાં ખેલૈયાઓએ ગુજરાતના સ્વાદિષ્ટ પરંપરાગત વ્યંજનો ખમણ-ઢોકળા, ફાફડા સહિત અનેક પ્રકારની વાનગીઓની લિજ્જત માણવાની તક પણ મળી હતી.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો સીધી અસર હવે દેખાઈ રહી છે. ટેરિફને કારણે આંધ્ર પ્રદેશની ઝિંગા નિકાસને લગભગ 25,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને અંદાજે 50 ટકા નિકાસ ઓર્ડર રદ થયા છે. સરકારી અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે નિકાસ થતાં લગભગ 2000 કન્ટેનરો પર આશરે 600 કરોડ રૂપિયાનો ટેરિફ બોજ પડ્યો છે.
CM એન. ચંદ્રબાબુ નાયડુએ ફરી એક વાર કેન્દ્રને આંધ્ર પ્રદેશના એક્વા ફાર્મર્સને મદદ કરવા અપીલ કરી છે. તેઓ અમેરિકા તરફથી લગાવવામાં આવેલા ટેરિફને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પના અગાઉથી જાહેર કરાયેલા 25 ટકા ટેક્સ ઉપરાંત 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે. તેની સાથે જ અમેરિકા દ્વારા 5.76 ટકા કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને 3.96 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી પણ લગાવવામાં આવી છે. આ બધું મળીને કુલ અમેરિકી ટેક્સ હવે 59.72 ટકા સુધી પહોંચી ગયો છે.
CM નાયડુનાં સૂચનો
CM નાયડુએ GSTમાં રાહત અને રાજ્યના એક્વા ફાર્મર્સને આર્થિક પેકેજ આપવાનો સૂચન કર્યું છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે એક્વા ફાર્મર્સને નુકસાનથી બચાવવા માટે રાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવામાં આવે. CMએ એક્વા પ્રોડક્ટ્સની સ્થાનિક ખપત વધારવાના ઉપાયો કરવા પણ વિનંતી કરી હતી. નાયડુએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ અને રાજીવ રંજન સિંહને અલગ-અલગ પત્ર લખ્યા છે.
રાજ્યની તરફથી લેવાયેલાં પગલાં
. દેશનાં ઝિંગા એક્સપોર્ટમાં આંધ્ર પ્રદેશનો 80 ટકા હિસ્સો છે અને મરિન એક્સપોર્ટમાં આશરે 34 ટકા છે. તેની વાર્ષિક નિકાસલગભગ 21,246 કરોડ રૂપિયાની છે. આશરે 2.5 લાખ એક્વા ફાર્મર્સના પરિવારો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા 30 લાખ લોકો મુશ્કેલીમાં છે. નાયડુએ રાજ્ય તરફથી લેવાયેલાં પગલાં વિશે પણ જણાવ્યું. છે. રાજ્ય સરકાર પહેલેથી જ કેટલીક રાહતની યોજનાઓ શરૂ કરી ચૂકી છે.
અભિનેત્રી અને રાજકારણી સ્મૃતિ ઈરાનીએ તેમના કારકિર્દી, સંઘર્ષ અને રાજકીય સફર વિશે વાત કરી. તેમણે તેમના પિતાની એક અનોખી સ્થિતિ વિશે પણ જણાવ્યું.
ટેલિવિઝન અભિનેત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ના રીબૂટમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા. તેણીએ એમ પણ કહ્યું કે એક સમયે લોકો તેને ખરાબ અભિનેત્રી કહેતા હતા. તેણીએ તેના રાજકીય કારકિર્દી વિશે પણ વાત કરી.
સોહા અલી ખાનના પોડકાસ્ટ ‘ઓલ અબાઉટ હર’ ના એક એપિસોડમાં, સ્મૃતિ ઈરાનીએ તેમના સંઘર્ષના દિવસો યાદ કર્યા. ઉપરાંત, અભિનેત્રી અને રાજકારણી તરીકેની તેમની સફરને યાદ કરતા, તેમણે કહ્યું કે 25 વર્ષ પહેલા મને પાર્ટ-ટાઇમ નેતા અને ફુલ-ટાઈમ અભિનેત્રી કહેવામાં આવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે એક વાર તેમણે તેમના પિતાને પૂછ્યું હતું કે હું મારું બાકીનું જીવન કોઈની પત્ની તરીકે જીવીશ અને 17 વર્ષ સુધી તમારી પુત્રી તરીકે. મને મારા માટે જીવવાનો મોકો ક્યારે મળશે?
સ્મૃતિએ જણાવ્યું કે તેની પહેલી નોકરી દિલ્હીના જનપથના રસ્તાઓ પર 200 રૂપિયા પ્રતિ દિવસના પગારે હતી. અભિનેત્રીએ કહ્યું કે મેં મારા પિતા પાસેથી લોન લીધી હતી. પિતાએ કહ્યું હતું કે હું તને એક વર્ષનો સમય આપું છું અને જો તું મને પૈસા ન આપી શકે તો હું જેની સાથે કહું તેની સાથે લગ્ન કરી લેજે.
શરૂઆતના દિવસો યાદ આવે છે
સ્મૃતિએ તુલસીના પાત્રની લોકપ્રિયતા અને તેની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કર્યા. તેણીએ કહ્યું કે શરૂઆતના દિવસોમાં, હું જ્યાં પણ જતી, લોકો કહેતા કે તું ખરાબ અભિનેત્રી છે. પુરુષ કલાકારોને મારા કરતા વધુ પૈસા મળતા હતા. આ દરમિયાન, જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે આજની તુલસી 25 વર્ષ પહેલા શું કહેતી, ત્યારે સ્મૃતિએ કહ્યું, ‘વધુ પગાર મેળવો.’
27 વર્ષની ઉંમરે પહેલી ચૂંટણી લડી
પોતાની રાજકીય કારકિર્દી વિશે વાત કરતાં, સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મેં 2004 માં મારી પહેલી ચૂંટણી લડી હતી. હું 27 વર્ષની હતી. હાર્ડકોર રાજકારણને સમજવા માટે ન તો કોઈ શિક્ષણ છે કે ન તો કોઈ શૈક્ષણિક સાહસ.
પટનાઃ પટનામાં પોલીસ ભરતીને લઈને ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા છે અને CM નિવાસનો ઘેરાવ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. ઉમેદવારો તિરંગો હાથમાં લઈને વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઊતર્યા હતા. પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો બેરિકેડિંગ તોડી આગળ વધી ગયા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. એ સાથે જ CM નિવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ઉમેદવારો BPSSC અને સેન્ટ્રલ કોન્સ્ટેબલ સિલેક્શન બોર્ડ (CSBC)ની પરીક્ષામાં પારદર્શિતા સહિત પોતાની માગોને લઈને પટનામાં વિરોધ કરી રહ્યા હતા.
TRE-3નાં પૂરક પરિણામ જાહેર કરવા પણ પ્રદર્શન
આ પહેલાં તાજેતરમાં બિહારમાં શિક્ષક ભરતી પરીક્ષા (TRE-3)નાં પૂરક પરિણામ જાહેર કરવાની માગ સાથે પણ ઉમેદવારોએ ધરણાં-પ્રદર્શન કર્યું હતું, જેને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યાર બાદ થોડા સમય માટે ભાજપ કચેરીની બહાર અફરાતફરી મચી ગઈ હતી. લાઠીચાર્જ અંગે પટનાની એસપી દિક્ષા એ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓને વિસ્તાર ખાલી કરવાની વિનંતી કરી હતી. પ્રદર્શનને કારણે ટ્રાફિક અવરોધાયો હતો. જ્યારે પ્રદર્શનકારીઓ હટવા તૈયાર નહોતા ત્યારે પોલીસે તેમને વિખેરી નાખવા લાઠીચાર્જ કર્યો હતો.
પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે લાઠીચાર્જને કારણે ઘણા ઉમેદવારો ઘાયલ થયા છે, પરંતુ અધિકારીઓએ તેનું ખંડન કર્યો હતો. પ્રદર્શન કરતા પટનાના અમનકુમારે જણાવ્યું હતું, શિક્ષણ વિભાગના અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું હતું કે આ મુદ્દે BPSSCને એક પત્ર મોકલાયો છે, પરંતુ અત્યાર સુધી કશું થયું નથી.
VIDEO | Patna: Aspirants protest at Dakbungalow Chauraha, demanding the state government announce vacancies for police inspectors and jawans.
SSP Kartikey Sharma said, “This is a restricted area, and they were not permitted to gather here, so they were asked to leave. If any… pic.twitter.com/VDXVt8OH1I
માહિતી અનુસાર BPSSCએ માર્ચ 2024માં TRE-3 પરીક્ષા યોજી હતી અને કુલ 87,774 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી અંદાજે 51,000 ઉમેદવારોને જ નિમણૂક પત્ર મળ્યા છે. કુમારે દાવો કર્યો હતો કે અધિકારીઓએ પહેલા પૂરક પરિણામ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ અત્યાર સુધી કશું થયું નથી.
નવી દિલ્હીઃ અમેરિકા સાથેના વેપાર પરના તણાવથી ચારેય તરફ નિરાશાનો માહોલ હોવા છતાં ચાલુ આર્થિક વર્ષના પહેલા પાંચ મહિનામાં સ્માર્ટફોનની નિકાસે બધા રેકોર્ડ તોડીને 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. વેચાણકારો અને ઉદ્યોગ તરફથી સરકારે આપેલા આંકડાઓ મુજબ નિકાસના ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન (PLI) યોજનાથી વધુ ઝડપ મળી છે.
આ આંકડો ગયા આર્થિક વર્ષની પહેલી પાંચ મહિનામાં થયેલી નિકાસની સરખામણીએ 55 ટકા વધારે છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2024 દરમિયાન 64,500 કરોડ રૂપિયાના સ્માર્ટફોન નિકાસ થયા હતા. એપલ માટે કોન્ટ્રેક્ટ આધારિત આઈફોન બનાવતી ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને ફોક્સકોને આ સમયગાળામાં 75,000 કરોડ રૂપિયાથી વધુના સ્માર્ટફોન નિકાસ કર્યા, એટલે કે કુલ સ્માર્ટફોન નિકાસમાં અંદાજે 75 ટકા ફાળો આ બે કંપનીઓનો રહ્યો છે.
આર્થિક વર્ષ 2022-23માં કુલ 90,000 કરોડ રૂપિયાના સ્માર્ટફોન નિકાસ થયા હતા. આ હિસાબે આ આર્થિક વર્ષના પહેલા પાંચ મહિનામાં જ 10 ટકા વધારે નિકાસ થઈ ચૂકી છે. સ્માર્ટફોન નિકાસ પર PLI યોજનાનો પ્રભાવ આ વાતથી પણ સાબિત થાય છે કે આર્થિક વર્ષ 2023 પછી દર વર્ષે નિકાસમાં આશરે 50 ટકા અથવા તેથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. સ્માર્ટફોન PLI યોજનાના સમર્થકો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે સ્માર્ટફોનના ઉત્પાદન મૂલ્યમાં વિશ્વમાં આગળ વધવું હોય તો નિકાસ કરવી પડશે, જેમ ચીને કર્યું છે. આથી દેશમાં સ્માર્ટફોનના પાર્ટ્સના ઉત્પાદનને પણ વેગ મળશે, જેના કારણે હાઈ વેલ્યુ એડિશનને પણ ગતિ મળી શકે છે.
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે વિવિધ PLI યોજનાઓની તાજેતરની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે સ્માર્ટફોનના મામલે વેલ્યુ એડિશન 2021માં પાંચથી છ ટકા હતી, જે વધીને આર્થિક વર્ષ 2025 સુધીમાં 19 ટકા થયું છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મંત્રાલયને ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સના ઉત્પાદન માટે PLI યોજનાના અંતર્ગત 50,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ માટે અરજીઓ મળી છે. તેમણે એ પણ જણાવ્યું કે તમામ ઊથલ-પાથલ છતાં ભારતે ગયા આર્થિક વર્ષ દરમિયાન 24 અબજ ડોલરના સ્માર્ટફોન નિકાસ કર્યા, જે આર્થિક વર્ષ 2026માં 30થી 35 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.
દર વર્ષે 15 સપ્ટેમ્બરને ભારતમાં એન્જિનિયર્સ દિવસ (National Engineers Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના વિકાસમાં એન્જિનિયરોના અમૂલ્ય યોગદાનને સમર્પિત છે અને તેમનું સન્માન અને પ્રશંસા કરવાનો એક ખાસ પ્રસંગ છે.
આ કોઈ સામાન્ય ઉજવણી નથી, પરંતુ તે લોકો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે છે જેઓ તેમના ટેકનિકલ જ્ઞાન અને સર્જનાત્મકતાથી આપણા જીવનને સરળ, સુરક્ષિત અને આધુનિક બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ કેવી રીતે ઉજવવાની શરૂઆત થઈ (National Engineers Day)? તેની પાછળની વાર્તા વિશે જાણીએ.
એન્જિનિયર્સ ડેનો ઇતિહાસ શું છે?
એન્જિનિયર્સ ડે ઉજવવાની શરૂઆતનો ઇતિહાસ ભારતના એક મહાન સપૂત અને વિશ્વ વિખ્યાત એન્જિનિયર સાથે સંકળાયેલો છે. 15 સપ્ટેમ્બરના રોજ ભારત રત્ન પુરસ્કાર વિજેતા ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમનો જન્મ 15 સપ્ટેમ્બર, 1861ના રોજ મૈસુરના એક નાના ગામમાં થયો હતો.
ડૉ. એમ. વિશ્વેશ્વરાય માત્ર એક અપવાદરૂપ એન્જિનિયર જ નહોતા પરંતુ એક કુશળ વહીવટકર્તા અને રાષ્ટ્ર નિર્માતા પણ હતા. તેમણે પોતાના જ્ઞાન અને એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉપયોગ દેશની પ્રગતિ માટે કર્યો. તેમની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક કર્ણાટકમાં સ્થિત કૃષ્ણરાજ સાગર ડેમ (KRS ડેમ)નું નિર્માણ છે. આ પ્રોજેક્ટથી મૈસુર ક્ષેત્રમાં સિંચાઈ અને પાણીમાં ક્રાંતિ આવી, કૃષિ અને અર્થતંત્રને વેગ મળ્યો
આ ઉપરાંત, તેમણે હૈદરાબાદ શહેરને પૂરથી બચાવવા માટે પૂર સુરક્ષા પ્રણાલી પણ ડિઝાઇન કરી, જે તેમની દૂરંદેશીનો પુરાવો છે. તેમના યોગદાનને માન્યતા આપવા અને એન્જિનિયરિંગ વ્યવસાયને માન આપવા માટે, ભારત સરકારે 1968 માં તેમના જન્મદિવસ, 15 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય એન્જિનિયર્સ દિવસ તરીકે જાહેર કર્યો.
એન્જિનિયર્સ દિવસ ઉજવવાનો હેતુ શું છે?
આદર અને પ્રશંસા – સમાજમાં એન્જિનિયરોના યોગદાનને સ્વીકારવા અને તેમની મહેનતની પ્રશંસા કરવા.
યુવાનોને પ્રેરણા – ડૉ. વિશ્વેશ્વરૈયાના જીવન અને કાર્યોથી યુવા પેઢીને પ્રેરણા આપવી, જેથી તેઓ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત થાય.
નવીનતાને પ્રોત્સાહન આપવું – એન્જિનિયરિંગમાં નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવું, જે રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જાગૃતિ – સામાન્ય લોકોને એન્જિનિયરિંગના મહત્વ અને રોજિંદા જીવન પર તેની અસર વિશે શિક્ષિત કરવા.
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.
મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.
નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI પેમેન્ટ્સને લઈને મોટો ફેરફાર કર્યો છે. NPCIએ UPI દ્વારા થતી પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ચુકવણી માટે દૈનિક ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, જેનો હેતુ મહત્ત્વનાં ક્ષેત્રોમાં મોટાં ચુકવણાં સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. જોકે પર્સન-ટુ-પર્સન (P2P) ચુકવણીની દૈનિક મર્યાદા રૂ. એક લાખ જ રહેશે.
કયાં ક્ષેત્રો માટે વધારવામાં આવી મર્યાદા?
આ પગલાથી તેવાં ક્ષેત્રોને ફાયદો થશે જ્યાં અત્યાર સુધી ગ્રાહકોને મોટા ટ્રાન્ઝેક્શન માટે પરંપરાગત રીતો જેમ કે બેંક પેમેન્ટ અથવા રોકડનો સહારો લેવો પડતો હતો.
વીમા અને મૂડીબજાર ચુકવણી: પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. બે લાખથી વધારીને રૂ. પાંચ લાખ, જ્યારે દૈનિક મર્યાદા રૂ. 10 લાખ.
સરકારી ઈ-માર્કેટપ્લેસ (GEM) પોર્ટલ: ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. પાંચ લાખ.
પ્રવાસ સંબંધિત ચુકવણી: પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. પાંચ લાખ અને દૈનિક મર્યાદા રૂ. 10 લાખ.
ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી: પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. પાંચ લાખ અને દૈનિક રૂ. છ લાખની મર્યાદા.
ઘરેણાંની ખરીદી: મર્યાદા રૂ. એક લાખથી વધારીને પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. બે લાખ અને દૈનિક રૂ. છ લાખ.
ફિનટેક નિષ્ણાતોએ આ બદલાવનું સ્વાગત કર્યું છે, તેમનું માનવું છે કે આ સમયસર લેવામાં આવેલ પગલું છે.
ટેક્સાસના ડલ્લાસમાં ભારતીય મૂળના નાગરિક ચંદ્ર નાગમલ્લૈયાની ભયાનક હત્યા અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. તેમણે આ હત્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસના ડલ્લાસમાં ભારતીય મૂળના નાગરિકની હત્યા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “ટેક્સાસના ડલ્લાસમાં એક આદરણીય વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાની હત્યાના ભયાનક સમાચારથી હું વાકેફ છું. તેમની પત્ની અને પુત્રની સામે, ક્યુબાના એક ગેરકાયદેસર વિદેશી દ્વારા તેમનું ક્રૂરતાપૂર્વક શિરચ્છેદ કરવામાં આવ્યું હતું, જે આપણા દેશમાં ક્યારેય ન થવું જોઈએ.”
ટ્રમ્પે કહ્યું, “આ માણસની પહેલા પણ બાળ જાતીય શોષણ, કાર ચોરી અને ખોટી કેદ જેવા જઘન્ય ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અસમર્થ જો બિડેનના શાસનકાળમાં તેને આપણા વતન પરત છોડી દેવામાં આવ્યો કારણ કે ક્યુબા તેમના દેશમાં આવા દુષ્ટ માણસને ઇચ્છતું ન હતું.”
ટ્રમ્પે કહ્યું, “નિશ્ચિત રહો, મારા વહીવટ હેઠળ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે ઉદારતાનો સમય પૂરો થઈ ગયો છે! હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ, એટર્ની જનરલ પામ બોન્ડી, બોર્ડર ઝાર ટોમ હોમન અને મારા વહીવટમાં ઘણા અન્ય લોકો અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવામાં અવિશ્વસનીય કાર્ય કરી રહ્યા છે. આ ગુનેગાર, જે અમારી કસ્ટડીમાં છે, તેના પર કાયદાની સંપૂર્ણ હદ સુધી કાર્યવાહી કરવામાં આવશે. તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવશે!”
ટેક્સાસમાં ભારતીય નાગરિક સાથે શું થયું?
બુધવાર, 10 સપ્ટેમ્બરના રોજ યુએસએના ટેક્સાસના ડલ્લાસમાં ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં મેનેજર ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા કરવામાં આવી હતી. તે ફક્ત 37 વર્ષનો હતો. આ હત્યા એટલી ભયાનક હતી કે હુમલાખોરે ચંદ્ર નાગમલ્લૈયાનું માથું કાપી નાખ્યું.
ચંદ્ર નાગમલ્લૈયાની તેમની પત્ની અને પુત્રની સામે હત્યા કરવામાં આવી હતી. ચંદ્ર નાગમલ્લૈયા ભારતના કર્ણાટક રાજ્યના હતા. આ હત્યા બાદ ચંદ્ર નાગમલ્લૈયાનો પરિવાર આઘાતમાં છે. ચંદ્ર પર હુમલો કરનાર ક્યુબાનો હતો અને કામ કરવા માટે અમેરિકા આવ્યો હતો. તે ચંદ્ર સાથે કામ કરતો હતો. આ હત્યાની ચર્ચા આખા અમેરિકામાં થઈ રહી છે.
નવી દિલ્હીઃ વક્ફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે આ કાયદાને રોકવાનો અધિકાર તેની પાસે નથી. પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટે ત્રણ ધારાઓ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બોર્ડમાં ત્રણથી વધુ ગેરમુસ્લિમ સભ્યોને નહીં લેવાના છે, તે સિવાય વક્ફ એક્ટની કલમ 374 પર પણ રોક લગાવી છે.
આ કાયદા પર રોક લગાવી શકાતી નથી. કાયદા પર રોક ફક્ત અત્યંત દુર્લભ મામલામાં જ લગાવી શકાય. કોર્ટે ફક્ત એક જ જોગવાઈ પર રોક લગાવી છે. અદાલતે વક્ફ બનાવવા માટે પાંચ વર્ષ સુધી મુસ્લિમ હોવાની જોગવાઈ દૂર કરી છે, એમ કોર્ટે કહ્યું છે.
કોર્ટે શું કહ્યું?
CJIએ કહ્યું છે કે વક્ફ બોર્ડમાં ત્રણથી વધુ ગેરમુસ્લિમ સભ્યો ન હોવા જોઈએ અને કુલ ચારથી વધુ ગેરમુસ્લિમ સભ્યો ન હોવા જોઈએ. કોર્ટે વક્ફ બનાવવા માટે પાંચ વર્ષ મુસ્લિમ હોવાની શરત પર રોક લગાવી છે. સમગ્ર કાયદાને સ્થગિત કરવાનો કોઈ આધાર નથી. કલેક્ટર વક્ફ જમીન વિવાદનો ઉકેલ આપી શકશે નહીં, એ માટે ટ્રિબ્યુનલમાં જવું પડશે, એમ કોર્ટે કહ્યું છે.
કઈ જોગવાઈ પર લગાવી રોક?
સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારણા અધિનિયમ 2025ની તે જોગવાઈ પર રોક લગાવી છે જેમાં વક્ફ બનાવવા માટે કોઈ વ્યક્તિએ પાંચ વર્ષ સુધી ઇસ્લામ ધર્મનો અનુયાયી હોવી જરૂરી ગણાવી હતી. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે જયાં સુધી રાજ્ય સરકારો આ નક્કી કરવા માટે નિયમો નહીં બનાવી દે કે કોઈ વ્યક્તિ ઇસ્લામની અનુયાયી છે કે નહીં.