
કબીરવાણી: પ્રેમ એ જ અનુભવે, જે પોતાને સમર્પિત કરે છે
|
પ્રેમ ન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય, રાજા પરજા જો રુચૈ, શીશ દેય લે જાય. |
કબીરજીની આ અતિ સુપ્રસિદ્ધ સાખી છે. પ્રેમની કબીરજીની અવધારણાઓ અજોડ છે. પ્રેમ એટલે સર્વ પ્રત્યે એકાત્મ
ભાવ. આવો ભાવ કેળવવો કેટલો કઠિન છે. આપણા અંતરંગ સંબંધોમાં ભંગ પડતાં કયાં વાર લાગે છે ? પ્રેમ એ કોઈ ચીજ-વસ્તુ નથી પણ સચરાચર સાથે એકતાનો અનુભવ છે. સંત ફ્રાંસિસ એસેસી ઇટાલીના સંતનો સૃષ્ટિપ્રેમ અદ્ભુત હતો. પશુ-પંખી સાથે પણ સંવાદ કરી શકતા હતા.
રામકૃષ્ણ પરમહંસની સંવેદના કે અવપૂતોની મસ્તી પ્રેમનું સાચું સ્વરૂપ છે. પ્રેમની ખેતી કરી શકાતી નથી. જોકે આપણે કહી શકીએ કે, પ્રેમનું બીજ સંવેદના છે, સમર્પણ તેનું પાણી છે, જ્ઞાન / સાચી સમજણ તેનું ખાતર છે, સંસાર તેનું ખેતર છે અને પુરુષાર્થ તેની માવજત છે.

કબીરજી કહે છે કે, પ્રેમ બજારુ ચીજ નથી કે ખરીદી શકાય. રાજા કે સામાન્ય જણ આ ત્યારે જ પામી શકે છે જ્યારે તેના માટે તે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર હોય છે. શહીદ ભગતસિંહ જેવા ક્રાંતિવીરોએ જીવન કરતાં રાષ્ટ્રને વધારે મૂલ્યવાન ગણીને દેશપ્રેમ કર્યો હતો. જે સઘળું કુરબાન કરવા તૈયાર છે તે જ પ્રેમનો અહેસાસ કરી શકે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
હેપી ટીચર્સ ડે! -સાધુ જ્ઞાનવત્સલ દાસ
બે દિવસ પછી એટલે કે પાંચ સપ્ટેમ્બરે ટીચર્સ ડે આવશે. એ દિવસે જીવનના વિવિધ તબક્કે જ્ઞાન આપી ગયેલા ગુરુઓનો મહિમા દુનિયાભરમાં ગાવામાં આવશે.
અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ લિવ ધી બેસ્ટ… લર્ન ફ્રૉમ ટુ ધી બેસ્ટ અર્થાત્ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી કંઈક શીખો… મધમાખી બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ આપણે પણ આપણા સંપર્કમાં આવતી વ્યક્તિ કે વસ્તુમાંથી પ્રેરણા લઈ શકીએ, એમની પાસેથી શીખી શકીએ. ગુરુ ક્યારે કયા સ્વરૂપમાં આવીને જ્ઞાન આપે એ કંઈ કહેવાય નહીં.
ચાહો તો ચાની પડીકી એટલે કે ટી-બેગ જેવી મામૂલી વસ્તુ પાસેથી ગૂઢ સંદેશો મેળવી શકો. ગરમ પાણીમાં પાતળા દોરાથી પડીકી ઝબકોળીને તમે ચા બનાવો છો તે ટી બેગ પહેલી શીખ એ આપે છે કે આપણી અંદર જે છે તેનું મૂલ્ય છે. બહારથી ચાની પડીકી સાધારણ દેખાય, પણ એની અંદરનું તત્ત્વ (ભૂકી) માણસને તાજગી આપે છે. કિંમત આ અંદરના તત્વની છે. જેગ્વાર કે આઉડી કે રૉલ્સ રૉયસ કાર હોય, પરંતુ તેમાં પેટ્રોલ જ ન હોય તો? બ્રાન્ડેડ કંપનીનો નવોનક્કોર સ્માર્ટ ફોન ખિસ્સામાં હોય, પરંતુ તેની બેટરી ઝીરો ટકા હોય તો?
ફુગ્ગો આકાશમાં એના લાલ, લીલા, પીળા રંગના આધારે નથી ઊડતો, પરંતુ તેની અંદર ભરેલા ગેસના આધારે ઊડે છે. એવી જ રીતે જીવનમાં પ્રગતિ કરવી હોય તો આપણી અંદર શું છે તે વધારે અગત્યનું છે. આપણું જીવન શુભ વિચારોથી તરબતર હશે તો સુખ-શાંતિ પ્રાપ્ત થશે.

ટી બેગ આપણને સંદેશ નંબર બે એ આપે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં, પડકારો આવે તો તેનો સામનો કરી લેવો. કેમ કે ટી બેગને હૂંફાળા નહીં, પરંતુ ઊકળતા પાણીમાં નાખવામાં આવે ત્યારે જ ચા મજેદાર બને છે. એ જ રીતે કપરી પરિસ્થિતિમાં જ માણસની વિશેષતા ઊપસી આવે છે. વાંસળી વગાડવી બધાને ગમે, પરંતુ તેને કેટલાયે સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે. મધુર સૂરો રેલાવતાં પહેલાં વાંસલડીને વીંધાવું પડે છે. હીરાને ઘસીએ ત્યા૨ પછી જ તે ઝગારા મારે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે સંઘર્ષના સમયમાં જેટલા મજબૂત બનીશુ તેટલા જ જીવનમાં આગળ નીકળી શકીશું, કારણ કે સંઘર્ષ માણસને પરિપકવ બનાવે છે. જેમ માટીના ઘડાને નિખારવા તપાવવામાં આવે છે તેમ સંઘર્ષ નામની આગમાં તપી તપીને જ માણસ મજબૂત બને છે.
ટી બેગ આપણને ત્રીજો સંદેશો એ આપે છે કે આપણું સારું અન્યને આપવું અને અન્યનું સારું આપણે ગ્રહણ કરવું. ટી બેગ બારીક છિદ્રોવાળી હોય છે તેથી જ, એની અંદર રહેલી ચાની ભૂકી-મસાલો ગરમ પાણી સાથે ભળીને ચા બને છે.
સ્વામી વિવેકાનંદ કહેતા, “તમે એક સારો વિચાર બીજાને આપશો તો તે પણ તમને એક સારો વિચાર આપશે અને તમારી પાસે બે સારા વિચાર થઈ જશે.” આપણે પણ પરિવારના સભ્યો સાથે કોઈ નવી વાત જાણી હોય તો શેર કરીએ.

અમેરિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને અભ્યાસ કરવા કેટલો સંઘર્ષ કરવો પડતો? તેમની શાળા 20 કિમી. દૂર હતી. ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ચાલીને શાળાએ જવું પડતું. એટલું જ નહીં, તેમની પાસે પુસ્તકો ખરીદવાના રૂપિયા પણ નહોતા તો લાઈબ્રેરીમાં વાંચીને પછી પરીક્ષા આપે તેમ છતાં તેઓ કહેતા કે, સંઘર્ષ મારા માટે રત્ન સમાન છે. હું તેને આવકારું છું.
જો દરેક ચીજમાં સારું જોવાનો પ્રયાસ કરીએ, એની પાસેથી કંઈ શીખીએ તો આપણે પણ સારપથી છલકાઈ ઊઠીએ. દરેકમાંથી સારું શોધવાની આદત તમને પણ સારા બનાવે છે. આપણે ટી બેગમાંથી મળતો બોધપાઠ જાણ્યો. હવે જરા વિચારો કે સૂર્ય, ફૂલ, વૃક્ષ, ઘડિયાળ વગેરે આપણને કેવા કેવા બોધપાઠ આપે છે?
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
GST કાઉન્સિલ: દિવાળી પહેલા PM મોદીની ભેટ
PM મોદી દેશવાસીઓને દિવાળી ભેટ આપી ચૂક્યા છે. લગભગ 175 વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યા છે, જેમાં ખાદ્ય સામગ્રી, બદામ, નાસ્તો, તૈયાર વસ્તુઓ, જામ, ઘી, માખણ, અથાણું, જામ, ચટણી, ઓટોમોબાઈલ, ટ્રેક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, AC અને રેફ્રિજરેટર વગેરેનો સમાવેશ થાય છે. આ નિર્ણયો 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યોના નાણામંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
There is a complete reduction on common man and middle-class items in the #NextGenGST.
Rates have come down from 18 or 12 percent to 5 percent.
Common man items such as hair oil, toilet soap, bars, shampoos, tableware, toothbrushes, and other household items are included in… pic.twitter.com/a9QN23TCM1
— BJP (@BJP4India) September 3, 2025
રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ પર બચત
• વાળનું તેલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોઇલેટ સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ → 18% થી 5%
• ઘી, માખણ, પનીર, ચીઝ, ડેરી સ્પ્રેડ → 12% થી 5%
• નમકીન, ભુજિયા, મિશ્રણ (પેક્ડ) → 12% થી 5%
• વાસણો → 12% થી 5%
• બાળકોને ખવડાવવાની બોટલો, નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર → 12% થી 5%
• સીવણ મશીનો અને ભાગો → 12% થી 5%
GST has been reduced from 28 to 18 percent on small cars and motorcycles of 350cc or below.
The reduction of GST from 28 to 18 percent also applies to buses, trucks, and ambulances.
There is now a uniform rate of 18 percent on all auto parts.
– FM Smt @nsitharaman… pic.twitter.com/jdnAYln5jO
— BJP (@BJP4India) September 3, 2025
ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને રાહત
• ટ્રેક્ટરના ટાયર અને ભાગો → 18% થી 5%
• ટ્રેક્ટર → 12% થી 5%
• જૈવિક-જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો → 12% 5%
• ટપક સિંચાઈ અને છંટકાવ → 12% થી 5%
• કૃષિ મશીનો (જમીનની તૈયારી, વાવણી, લણણી વગેરે) → 12% થી 5%
𝐏𝐌 𝐒𝐡𝐫𝐢 @𝐧𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚𝐦𝐨𝐝𝐢 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐝 𝐭𝐡𝐞 𝐍𝐞𝐱𝐭-𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐆𝐒𝐓 𝐫𝐞𝐟𝐨𝐫𝐦𝐬 𝐢𝐧 𝐡𝐢𝐬 #𝐈𝐧𝐝𝐞𝐩𝐞𝐧𝐝𝐞𝐧𝐜𝐞𝐃𝐚𝐲𝟐𝟎𝟐𝟓 𝐚𝐝𝐝𝐫𝐞𝐬𝐬 𝐟𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐫𝐚𝐦𝐩𝐚𝐫𝐭𝐬 𝐨𝐟 𝐑𝐞𝐝 𝐅𝐨𝐫𝐭. 🇮🇳
Working on the same principle, the… pic.twitter.com/fcVysYKCDK
— BJP (@BJP4India) September 3, 2025
આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં રાહત
• આરોગ્ય અને જીવન વીમો → ૧૮% થી શૂન્ય
• થર્મોમીટર્સ → ૧૨% થી ૫%
• મેડિકલ ગ્રેડ ઓક્સિજન → ૧૨% થી ૫%
• ડાયગ્નોસ્ટિક કીટ અને રીએજન્ટ્સ → ૧૨% થી ૫%
• ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ → ૧૨% થી ૫%
• ચશ્મા → ૧૨% થી ૫%
𝐋𝐞𝐯𝐞𝐥 𝐮𝐩 𝐲𝐨𝐮𝐫 𝐟𝐮𝐧 𝐰𝐢𝐭𝐡𝐨𝐮𝐭 𝐥𝐞𝐯𝐞𝐥𝐢𝐧𝐠 𝐮𝐩 𝐲𝐨𝐮𝐫 𝐬𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠. 𝐆𝐒𝐓 𝐨𝐧 𝐭𝐨𝐲𝐬 𝐚𝐧𝐝 𝐬𝐩𝐨𝐫𝐭𝐬 𝐠𝐞𝐚𝐫 𝐢𝐬 𝐝𝐨𝐰𝐧 𝐟𝐫𝐨𝐦 𝟏𝟐% 𝐭𝐨 𝟓%. 𝐈𝐭’𝐬 𝐚 𝐰𝐢𝐧-𝐰𝐢𝐧 𝐟𝐨𝐫 𝐲𝐨𝐮. 🏆 #NextGenGST pic.twitter.com/F7hZJ26mLb
— BJP (@BJP4India) September 3, 2025
પોસાય તેવું શિક્ષણ
• નકશા, ચાર્ટ, ગ્લોબ્સ → ૧૨% થી શૂન્ય
• પેન્સિલો, શાર્પનર, ક્રેયોન્સ, પેસ્ટલ્સ → ૧૨% થી શૂન્ય
• નકલો (વ્યાયામ/નોટબુક્સ) → ૧૨% થી શૂન્ય
• રબર (ઇરેઝર) → ૫% થી શૂન્ય
ઓટોમોબાઇલ સસ્તા
• પેટ્રોલ/ડીઝલ હાઇબ્રિડ, LPG, CNG નાની કાર → ૨૮% થી ૧૮%
• ડીઝલ/હાઇબ્રિડ કાર (૧૫૦૦cc, ૪૦૦૦mm સુધી) → ૨૮% થી ૧૮%
• થ્રી વ્હીલર્સ → ૨૮% થી ૧૮%
• મોટરસાયકલ (૩૫૦ સીસી સુધી) → ૨૮% થી ૧૮%
• માલસામાન વાહનો → ૨૮% થી ૧૮%
ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર રાહત
• એસી → ૨૮% થી ૧૮%
• ટીવી (૩૨ ઇંચથી મોટું, LED અને LCD) → ૨૮% ૧૮%
• મોનિટર અને પ્રોજેક્ટર → ૨૮% થી ૧૮%
• ડીશવોશિંગ મશીનો → ૨૮% થી ૧૮%
પ્રક્રિયા સુધારા
• ૩ દિવસમાં સ્વચાલિત નોંધણી
• ડેટા વિશ્લેષણ દ્વારા ITC મર્યાદાની ઓળખ
• ૯૦% કામચલાઉ રિફંડ (ઉલટાવેલા ડ્યુટી અને શૂન્ય દરના પુરવઠા પર)
સુરતમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગણેશજીની સ્થાપના
સુરત: શહેરના સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અને ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. 6G- ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને ગણપતિ આધારિત અનોખો ગણેશ પંડાલ માત્ર દર્શન નહીં, પણ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે.
અહીં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શહીદ ભગતસિંહ તથા બીજી બાજુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ જેવા રાષ્ટ્રનાયકોની તસવીરો પ્રદર્શિત કરી છે. અહીં ભારતના ભવ્ય ઐતિહાસિક, સામાજિક અને રાજકીય સંસ્કૃતિના દર્શન સાથે ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતો ત્રિરંગા થીમ પર શણગારેલા તેમજ વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલની મુલાકાત લેવા હજારો ભક્તો ઉમટી પડે છે.
સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના રોનકભાઇ કહે છે, “સમગ્ર ભારતને એક કરીને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભાઈ પટેલ તથા સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સૌપ્રથમ પોતાનું રાજ્ય આપનાર ભાવનગરના નેકદિલ પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીની તસવીર ભાવિક ભક્તોને એકતા અને ત્યાગનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ બન્ને રાષ્ટ્રનાયકોની તસવીરોને સાથે રાખીને અખંડિતતા અને સમર્પણનો અનોખો સમન્વય કરવામાં આવ્યો છે.”
આ ઉપરાંત અહીં તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલા વીરતાભર્યા ઓપરેશન સિંદુર તેમજ તેનું નેતૃત્વ કરનાર સાહસિક મહિલા સેના અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ ફાઈટર જેટ, પેરા કમાન્ડો, વ્યસન મુક્તિના કટઆઉટ્સ મૂકવામાં આવ્યા છે.
(અરવિંદ ગોંડલિયા- સુરત)
રાજ્યમાં ચારથી સાત સપ્ટેમ્બર અતિથી અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ચાર થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.હાલમાં બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં એક લો પ્રેશર એરિયા રચાયું છે, જે આગામી ચોવીસ કલાકમાં વધુ સક્રિય થવાની આગાહી છે.
મંગળવારે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની મીટિંગ મળી હતી, જેમાં સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા અલગ-અલગ રિજિયનમાં પાણીના સ્ટોરેજની માહિતી આપવામાં આવી હતી. તે મુજબ રાજ્યના 206 ડેમમાંથી 111 ડૅમ હાઈ ઍલર્ટ પર છે. જ્યારે 27 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ લેવલ પર છે.
હવામાન વિભાગ અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જ્યારે ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાકાંઠા, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.



