Home Blog Page 641

સંકેત કે સંકટ : બાળકોમાં આટલા ગુસ્સા પાછળનું કારણ શું?

જયારે આપણા નાના ભૂલકાઓ આપણાં જીવનમાં આવે ને ત્યારથી લઈને, એ લોકો જ્યાં સુધી પરિપક્વ ના થાય ત્યાં સુધી એની આપણી પાસે માત્ર એક જ ડિમાન્ડ હોય છે કે “મને હજુ તમારી જરૂર છે”. બસ આટલી જ નાની વાત એ બોલી નથી શકતા કે આપણે ક્દાચ સાંભળી નથી શકતા. જ્યારે એની પાસે શબ્દો નહતા ત્યારે રડીને, સ્પર્શીને અને વળગીને આપણને બધું જ સમજાવી દેતા. પણ જયારે તેઓ શબ્દો શીખ્યા, ત્યારે એનું સમજાવું અને આપણું સમજવું બનેમાં તફાવત આવી ગયો. કાલી ભાષા આપણને સમજતા એટલો સમય ન્હોતો લાગ્યો જેટલો એની પરિપકતા સમજતા લાગ્યો, કેમકે ઘણી વખત એના ગેરવર્તનને, ગુસ્સાને, ચીડિયાપણાને આપણે ઘણું જ સહજતાથી લઇ લીધું અને આગળ પણ લેતાં રહેશું. કોઈ વખત આપણે કદી વિચાર્યું કે એની એક એક લાગણીઓનો ઈશારો ક્યાંક આપણી બેજવાબદારીઓ તો નથી ને? ક્યાંક તો ચૂક હોય તોજ સમાજમાં, સ્કૂલોમાં નાના બાળકો દ્વારા હિંસા થાય, અને ખૂન જેવા બનાવો બને.

એ વાત નકારવી અઘરી જ છે કે ટીવી મોબાઈલ બધું જ શીખવે, પણ શું એ વાત સમજવી પણ એટલી જ અઘરી છે કે ઘરનું વાતાવરણ, ઘરના લોકોની વર્તણૂંક, ટીવી મોબાઈલ કરતાં વધુ પ્રભાવિત કરે? શું હજુ પણ આપણે એ ખૂણાઓથી અજાણ છીએ જેમાં એનુ એ વ્યક્તિત્વ વિક્સ્યુ જેને જાણવું ભયંકર છે? ક્યાં ચુક્યા, આપણી ક્યાં ખોટ રહી ગઈ અને હવે શું કરી શકીયે, ક્દાચ એ બધા સવાલોના જવાબ એટલા હાજર નથી કે નથી એટલા સહેલા. જવાબદારીઓથી ભાગવું ક્દાચ હવે પરવડે એમ નથી. એક જમાનો હતો જયારે મોટા ભાઈ બહેનની સાથે નાના ભાઈ બહેન મોટા થઇ જતાં, 4-5 છોકરાઓ ક્યાં ફરતાં હોય એની કઈ ખબર ના હોય, પણ હવે સમય સાથે પેરેન્ટિંગની વ્યાખ્યા પણ બદલવી જરૂરી બની ગઈ છે.

જયારે કોઈ બાળક જન્મે છે, ત્યારે એક માતાપિતાનો પણ જન્મ થાય છે, અને બાળક સાથે રોજ નવું શીખવું એની રોજનીશી…. એટલે પેરેન્ટિંગ શબ્દની સાચી પરિભાષા જાણવી અને સમજવી ખૂબ જ કઠિન છે,કેમકે તેમાં રોજ નવું શીખવાનું હોય છે. જ્યાં એક રીલ તમને એવુ ગિલ્ટ ફીલ કરાવી શકે કે તમે સારા પેરેન્ટ નથી ત્યાં એક સત્ય એ પણ છે કે પેરેન્ટિંગની કોઈ જ વ્યાખ્યા કે નિયમો નથી. એ એક એવી સફર છે જેમાં બાળક અને માતાપિતા બન્ને જ વિકસે છે, શીખે છે. પરંતુ થોડા માર્ગદર્શન અને ડિસિપ્લિનથી તેને જરૂર થી બહેતર બનાવી શકાય છે. એક વાતાવરણ ઉભું કરી શકાય છે જેમાં એમનું બાળક સલામતી અનુભવે.

ઈમોશનલ રેગ્યુલેશન

ગુસ્સામાં બાળકો અને ઘણી વખત આપણે પિતો ગુમાવીએ છીએ, બાળપણથી જ બાળકને ગુસ્સો, ભય, જેવી લાગણીઓ સાથે કેવી રીતે વર્તવું એ શીખડાવવામાં આવતું નથી. રડવું, ગુસ્સો કરવો જેવી કુદરતી લાગણીઓ અંદરથી નીકળવી જેટલી જરૂરી છે, એટલો જ એનો સ્વીકાર કરવો. ‘બહું થયું હવે રડીશ નહીં, વાત વાતમાં છોકરીઓ રડે ‘ જેવા શબ્દોની માનસિક રીતે ગહેરી અસર પડે છે. એના બદલે એમનો સાહજિક સ્વીકાર કરવો ઘણી વખત બોજ બનતો નથી. ‘વાંધો નહીં, દીકરા, એ ના મળ્યું, હું જાણું છું દુઃખ થાય પણ આપણે બીજી વાર કોશિશ કરશું.’ જેવા શબ્દોનો નાનો દિલાસો પણ ઘણી જ અસર કરે છે.

ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન

કોઈ પણ વસ્તુ કે બાળકોની વાત તરત જ માનવાની કુટેવ, તેમને અધીરા બનાવી દે છે અને આગળ જતાં જિદ્દી. કેમકે અહીં પેરેન્ટ્સ બાળકથી ડરે છે. દરેક વખતે જીદ્દ પૂરી થવાથી, બાળકની રાહ જોવાની કેપેસીટી ખત્મ થઇ જાય છે અને એ ધીરજ ગુમાવે છે..

કૉમ્યૂનિકેશન ગેપ

જ્યાં કોમ્યુનિકેશનના નામે મોટા ભાગે મોટા ભાષણો જ હોય છે, જેમાં સંવાદ માત્ર એક તરફી, શબ્દો વધુ અને સમજણ શૂન્ય. જ્યાં બાળકોને સમજવામાં પેરેન્ટ્સના ઈગો, લાઈફસ્ટાઇલ, સ્ટેટ્સ અને ઘણી વખતે માન્યતા જેવા પાસાઓ વચ્ચે આવતા હોય છે. જે બદલાયું નથી એનુ બદલવું પણ ઘણી વાર જરૂરી હોય છે. પરંપરા, અનુશાસન અને ડિસિપ્લિન થી વધુ જરૂરી ક્યારેક બાળકોની લાગણીઓ હોય છે. બસ તેની મર્યાદાઓથી બન્ને વાકેફ હોવાં જરૂરી છે.

અવગણી ના શકાય એવા હાનિકારક સંકેતો

બાળકોમાં અચાનક બદલાવ આવતા નથી, કેમકે એ હંમેશા નોટીસ કરેલી વર્તણૂંક અને વ્યવહારની શ્રેણી હોય છે જે એમના વિચારોમાં બદલાવ લાવે છે. માતાપિતાને ઘણી વાર આ બદલાવના સંકેતો મળતા હોય છે, એને સમજવા જરૂરી હોય છે. જેમકે નજીવી વાત પર extreme reaction, વસ્તુઓની તોડફોડ, પોતાને નુકસાન કરવું, મારઝૂડ કરવી વગેરે બાબતો ગણકારી ના શકાય.

આઇસોલેશન

બાળક અચાનક એકલું રહેવું પસંદ કરે, કોઈની હાજરી એને ખટકે, વાત વાતમાં ચિડાઈ જવુ, હંમેશા ગુસ્સામાં રહેવું,કે ચૂપ થઇ જવુ, વાતો છુપાવવી કોઈ છાની મુસીબતઓના સંકેત હોય શકે.

શુ કરી શકાય?

ઘણી વાર ડિસિપ્લિન, હેલ્ધી બાઉન્ડરીસ બનાવવી જરૂરી હોય છે જ્યાં ‘ના’ નો અર્થ ‘ના’ જ હોય. સૌથી વધુ જરૂરી ઘરનું વાતાવરણ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમ કે ડાઇનિંગ ટેબલથી મોટી યુનિવર્સિટી મળવી મુશ્કેલ છે જ્યાં બાળક જીંદગીના સૌથી મહત્વના પાઠ શીખે છે. એટલે એ વાતાવરણને સુગમ બનાવવું મોટાભાગે,આપણા હાથમા હોય છે. ઘણા કિસ્સાઓમાં પરિસ્થિતિમાં ઇમોશનલ ચેક ઈન કરવું જરૂરી હોય છે. માથા પર હળવો સ્પર્શ પણ ક્યારેક અસર કરી જાય છે. એની સાથે રોજ શું થાય છે, આસપાસના લોકો, એનું વર્તન વગેરેની જાણકારી પેરેન્ટ્સને હોવી જરૂરી છે. ગુસ્સામાં, ખીજમાં બિહેવિયર પર કન્ટ્રોલ આજના સમયમાં ખૂબ જરૂરી છે. કેમકે લાગણીઓ વહેવાનો રસ્તો માત્ર ગુસ્સો જ નથી, ઊંડા શ્વાસ લેવા, લખવું કે કોઈને વાત કહી દેવાથી પણ હલકા થતાં હવે એ લોકોને શીખડાવું પડશે. બસ લાગણીઓ ઠલવી શકે એવુ વાતાવરણ બનાવાની જવાબદારી આપણી હોવી જોઈએ.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

ઓલા, ઉબર, રેપિડો ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે વધારાના પૈસા?

નવી દિલ્હીઃ ટેક્નોલોજી અને સુવિધાઓ આવતા બધું સરળ થઈ ગયું છે. હવે આપણે એ માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છીએ. કંઇક આવું જ કેબ એગ્રીગેટર્સ (Cab Aggregators) સાથે પણ છે. આજે આપણે વાત કરીશું કે કેવી રીતે બે મિનિટ અને પાંચ મિનિટમાં ટેક્સી મળવાની પાછળ ગ્રાહકોની ખિસ્સાં ખાલી થઈ રહી છે.

ઓલા, ઉબર હોય કે રેપિડો – આ કેબ પ્રોવાઇડર્સ પોતાની રીતે ટેક્સીના ચાર્જ નક્કી કરે છે. ઘણી વખત એવું બને છે કે સામાન્ય રીતે 5–6 કિમી અંતર માટે 100 રૂપિયામાં મળતી કેબ અચાનક જ 200 રૂપિયામાં મળે છે. ‘ઓછી કિંમત, તરત ઉપલબ્ધતા’ની નીતિ પર ચાલતા આ ટેક્સી એપ્સ ગ્રાહકની મજબૂરી જાણે છે અને પ્રાઇસ સર્જ (Price Surge)ને નામે બે-ત્રણ ગણા સુધી ભાડું વસૂલ કરે છે.

શું ખરેખર આ એપ્સ, લોકલ ઓટો અને ટેક્સી કરતાં મોંઘી છે? અને ડિસ્કાઉન્ટ-ઓફર અને હિડન ચાર્જને નામે ગ્રાહકો પાસેથી વધારે પૈસા વસૂલ કરે છે? ચાલો સમજીએ…

પીક-આવરમાં બે ગણા બેઝ ફેર

ગયા વર્ષ સુધી ઓલા-ઉબર-રેપિડો પીક આવરમાં ફક્ત 1.5 ગણા સુધી ચાર્જ કરી શકતા હતા, પરંતુ નવી Motor Vehicles Aggregator Guidelines (MVAG 2025) હેઠળ હવે તેઓ બે ગણા સુધી ચાર્જ કરી શકે છે. એટલે કે પ્લેટફોર્મને પરવાનગી છે કે પીક આવરમાં  બેઝ ફેર બે ગણું લેવાની.

કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જ પીક આવર સર્જ પ્રાઇસને કાનૂની માન્યતા આપી છે. ગેર-પીક સમયમાં પણ ઓછામાં ઓછું 50 ટકા બેઝ ફેર લેવાની છૂટછાટ છે. પરિણામે પીક સમયમાં એ જ 100 રૂપિયાની રાઇડ હવે 200 રૂપિયા સુધી પહોંચી જાય છે. જ્યારે ઓફ-પીક સમયમાં પણ 50 રૂપિયાથી નીચે જવી મુશ્કેલ છે.

આપણી ચિંતા દર્શાવે છે કે આપણને ભગવાનમાં ભરોસો નથી

સંપત્તિનો ઉપભોગ કરવાની વાત આવે ત્યારે મને સંદીપ અને રાજદીપ એ બન્ને ભાઈઓનું ઉદાહરણ ચોક્કસ યાદ આવે. તેઓ ભોપાળમાં રહે છે. મારે જ્યારે પણ ભોપાળ જવાનું થાય ત્યારે હું એમના ઘરે જરૂરથી જાઉં છું. આ ભાઈઓ લાકડાંનો વ્યવસાય કરે છે. એમના બિઝનેસ વિશે તો વધુ જાણકારી નથી, પરંતુ સંદીપના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે તથા રાજદીપને એક દીકરો છે, જે ઑસ્ટ્રેલિયામાં ભણે છે.

આ બન્ને ભાઈઓએ જીવનમાં ઘણી મહેનત કરી છે. આજે તેઓ સાધનસંપન્ન છે. એટલું જ નહીં, તેઓ પોતાની સંપત્તિનો ઉપભોગ પણ આનંદપૂર્વક કરે છે. થોડાં વર્ષો પહેલાં સંદીપ અને એનાં પત્ની મીનાબેન ભારતનાં પૂર્વનાં રાજ્યોના પ્રવાસે ગયાં હતાં. એમને બન્નેને કવિતા, લલિત કળા, વગેરેમાં ઘણી રુચિ છે. રાજદીપ અને એના પત્ની સરિતાબેનને ક્રૂઝ લાઇનરમાં ફરવાનો શોખ છે. તેઓ દર વર્ષે એક વાર ક્રૂઝમાં જાય છે.

સંદીપ-રાજદીપની એકની એક બહેન પરણેલી છે અને હાલ યુનાઇટેડ કિંગડમમાં રહે છે. આ ભાઈઓએ વણલખ્યો નિયમ રાખ્યો છે કે તેઓ ક્યારેય એક સાથે ઑફિસેથી નીકળતા નથી. ઑફિસમાં કોઈને કોઈ હંમેશાં હોય છે.

મને એમના જીવનની એ વાત ઘણી ગમે છે કે તેઓ મહેનતથી રળેલી સંપત્તિનો આનંદપૂર્વક ઉપભોગ કરે છે. તેઓ પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરે છે અને એમાં પત્ની પણ સક્રિય છે.  મીનાબેન સંગીતની સાધના કરે છે. તેઓ દરરોજ બેથી ત્રણ કલાક સુધી રિયાઝ કરે છે.  સરિતાબેનને બાગકામ, વગેરેનો શોખ છે. એમના ઘરમાં સરસ મજાનું ઉદ્યાન પણ છે.

આપણે બધા ધનની પાછળ દોડ્યે રાખીએ છીએ અને જ્યારે આપણને લાગે કે હવે એ ઈચ્છા પૂરી થઈ ગઈ છે ત્યારે આપણે તેનો આનંદપૂર્વક ઉપભોગ કરવાની સ્થિતિમાં રહેતા નથી. આથી જ કહેવાનું કે જે-જે સમયે જેટલી સંપત્તિ હોય તેનો આનંદ માણો, શોખ વિકસાવો, સમાજ માટે કામ કરો અને પરિવાર સાથે મોજમસ્તીથી જીવો.

આપણા જીવનનો ઉદ્દેશ્ય ફક્ત ધન કમાવાનો હોવો ન જોઈએ. એ તો એક નિમિત્તમાત્ર હોવું જોઈએ. જીવનનો આનંદ અને ધન એકબીજાની સાથે સાથે આવવાં જોઈએ, એકના ભોગે બીજું આવે એવી સ્થિતિ ન હોવી જોઈએ. અમુક પ્રમાણમાં સંપત્તિ ભેગી થયા પછી જ હું મજા કરીશ એવું ક્યારેય વિચારવું નહીં. જોકે, અહીં ખાસ ધ્યાન રાખવું કે બચત અને રોકાણ કર્યા વગર ફક્ત પૈસા ઉડાડ્યે રાખવાનું કે કરજ લીધે રાખવાનું પણ યોગ્ય નથી. બધું કામ સંતુલિતપણે થવું આવશ્યક છે.

યોગિક વેલ્થ એટલે શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને આર્થિક સંપત્તિનો સુમેળ. એકના ભોગે બીજી સંપત્તિ મળે એનો કોઈ અર્થ નથી, કારણ કે એ સ્થિતિમાં ચિંતા, અસલામતી, અહમ, ઈર્ષ્યા, વગેરે લાગણીઓ જન્મે છે. અંતઃકરણપૂર્વક આરોગ્ય, સામાજિક જીવન, લાગણીઓ અને સંપત્તિ એ બધાનો આનંદ માણો.

તમારી સ્થિતિ શું છે એ બીજું કોઈ કહી નહીં શકે. તમને જ ખબર પડશે કે તમે સુખ અનુભવી રહ્યા છો કે અજંપો. નિયમિતપણે આત્મચિંતન કરો, પોતાની સાથે રહો, શ્વાસ પર ધ્યાન આપો, શાંતિપૂર્વક શ્વસન કરો. શ્વસન જેટલું વધારે શાંતિપૂર્વક થશે એટલી જ તમને વધારે માનસિક શાંતિ અનુભવાશે અને તમે જીવનની એકેએક પળનો આનંદ માણી શકશો.

ભગવાને જે આપ્યું એ બદલ એમનો પાર માનો. આપણને અજંપો, ચિંતા કે અસલામતી અનુભવાય ત્યારે તેનો અર્થ એવો થાય છે કે આપણને ભગવાનમાં શ્રદ્ધા નથી. બહાર ભલે ઘણી ધાર્મિકતાનો દેખાડો થતો હોય, અંદરખાને ઈશ્વર પર ભરોસો નથી એવું સ્પષ્ટ થાય છે.

યોગિક વેલ્થ એને જ કહેવાય, જે પ્રસન્નતા લાવે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

તુરીયાનું અનોખું શાક

તુરીયા મોટેભાગે કોઈને ભાવતા નથી હોતા. પાઉંભાજીના સ્વાદવાળા આ શાકમાં તુરીયા છે તે ખ્યાલ નથી આવતો!

સામગ્રીઃ

  • તુરીયા 500 ગ્રામ
  • ટામેટાં 2-3
  • લસણની કળી 6-7
  • કાશ્મીરી લાલ મરચાં પાઉડર 2 ટે.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • લીલાં મરચાં 2
  • વઘાર માટે તેલ 3 ટે.સ્પૂન
  • માખણ 1 ટે.સ્પૂન

રીતઃ તુરીયા લેતી વખતે ચાખીને લેવા. ઘણીવાર તુરીયા કડવા હોય છે. તુરીયાને ધોઈને છોલી લેવા.

એક ખમણી લઈને તુરીયા ખમણી લેવા.

લસણની કળી લઈ તેમાં લીલાં મરચાં, કાશ્મીરી મરચાં પાઉડર ઉમેરી તેને અધકચરા વાટી લેવા.

ચોપરમાં ટામેટાં ચોપ કરી લો.

કઢાઈમાં વઘાર માટેનું તેલ ગરમ કરી જીરૂ તતડાવી હીંગનો વઘાર કરી લો. ત્યારબાદ તેમાં ચોપ કરેલા ટામેટાં વઘારીને 4-5 મિનિટ ઢાંકીને ધીમા ગેસ પર થવા દો. તેમાંનું તેલ થોડું છૂટું પડે એટલે હળદર તેમજ લસણ-મરચાંની પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું મેળવીને ખમણેલાં તુરીયા મેળવી દો. એકાદ મિનિટ બાદ કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે 10-15 મિનિટ સુધી તુરીયા ચઢવા દો. વચ્ચે વચ્ચે ચમચા વડે શાક ચારવતા રહો.

15 મિનિટ થાય એટલે તેમાં પાઉંભાજીનો મસાલો મેળવી, કોથમીર ભભરાવીને ફરીથી ઢાંકીને 6-7 મિનિટ થવા દીધા બાદ તુરીયા ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો.

રોટલી કે પરોઠા સાથે શાક પીરસતી વખતે શાકની ઉપર 1 ટી.સ્પૂન બટર નાખીને પીરસો.

મહુઆ મોઈત્રાની શાહ પરની ટિપ્પણીથી રાજકીય વિવાદ

નવી દિલ્હીઃ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ નવો રાજકીય વિવાદ ઊભો થયો છે, જેમાં તેમણે બાંગ્લાદેશથી ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે. સ્થાનિક ભાજપ નેતાઓના જણાવ્યા અનુસાર મોઈત્રાએ આ ટિપ્પણી તેમના મતવિસ્તાર કૃષ્ણાનગરમાં યોજાયેલી એક પાર્ટી કાર્યક્રમને સંબોધતાં કરી હતી. સોશિયલ મિડિયાના એક વિડિયોમાં તેઓને એ રીતે કહેતા સાંભળવામાં આવે છે, “તેઓ વારંવાર ઘૂસણખોરોની વાત કરે છે, પરંતુ દેશની સીમાની સુરક્ષા પાંચ સુરક્ષા દળો કરે છે અને આ સીધી જ ગૃહ મંત્રાલયની જવાબદારી છે.

તેમણે કહ્યું હતું કે જો અમારી સીમાઓની રક્ષા કરવા માટે કોઈ નથી, જો બીજા દેશના લોકો દરરોજ પ્રવેશ કરી રહ્યા છે, જો અમારા નાગરિકો ફરિયાદ કરે છે કે ઘૂસણખોરો અમારી માતા-બહેનો પર નજર રાખી રહ્યા છે અને અમારી જમીન કબજે કરી રહ્યા છે.

ભાજપે શુક્રવારે મોઈત્રા પર નિશાન સાધ્યું અને સવાલ ઉઠાવ્યો કે શું આ TMCનું સત્તાવાર વલણ છે? પાર્ટીના કૃષ્ણાનગર ઉત્તર સંગઠન જિલ્લા પ્રવક્તા સંદીપ મજુમદારે કોલકાતાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં મોઈત્રા વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાવી છે. પાર્ટીના ભૂતપૂર્વ રાજ્ય અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન સુકાંત મજુમદારે કહ્યું હતું કે મહુઆને જોયા પછી તમને ખબર પડી જશે કે અંગ્રેજી આવડવું એ જરૂરિયાત મુજબ સારું શિક્ષિત હોવું નથી.

ભાજપના નેતા રાહુલ સિંહાએ કહ્યું હતું કે આ અપમાનજનક ટિપ્પણી એ વ્યક્તિ અને TMCની માનસિકતાનું પ્રતિબિંબ છે. અમે જાણવા માગીએ છીએ કે શું આ TMCની સત્તાવાર લાઇન છે? જો નહીં, તો તેમને માફી માગવી જોઈએ અને મોઈત્રા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવી જોઈએ.

આનંદ રાજ આનંદે ‘મસ્તી’ ના ગીતમાં દર્દ ભરી દીધું!

સંગીતકાર આનંદ રાજ આનંદ બોલિવૂડમાં ગાયક બનવા આવ્યા હતા પણ સંગીતકાર બની ગયા હતા. આનંદનું સંગીત જ નહીં એમણે ગાયેલા ગીતો પણ બહુ લોકપ્રિય રહ્યા છે. એક મુલાકાતમાં કેટલાક લોકપ્રિય ગીતોની રચનાના કિસ્સા આનંદે યાદ કર્યા હતા. જેમાં કોમેડી ફિલ્મ ‘મસ્તી’ (2004) નું એમનું દર્દભર્યું ગીત ‘દિલ દે દિયા હૈ’ બહુ લોકપ્રિય રહ્યું છે એનો કિસ્સો કહ્યો હતો. જ્યારે ફિલ્મ બની રહી હતી ત્યારે નિર્દેશક ઇન્દ્રકુમારે ‘મસ્તી’ ની વાર્તા કહીને એમાં પોતાની ગીતની જરૂરિયાત જણાવી હતી. જેમાં ત્રણ હીરો લગ્ન થયા પછી પણ ફ્લર્ટિંગ કરતાં હોય છે. અંતમાં પકડાઈ જાય છે. હવે એમણે પત્નીઓની માફી માંગવાની હોય છે.

આ કોમેડી ફિલ્મની વાર્તા બહુ ઝડપથી આગળ વધતી હોવાથી અચાનક કોઈ ગીત આવી જાય તો બહુ જોખમી બની શકે એમ હતું. ઇન્દ્રકુમારે કહ્યું કે એ ગીત મારે એવું જોઈએ છે કે હીરો રડતાં હોય અને એનાથી દર્શકો પણ રડે એવું બનવું જોઈએ. આનંદે પૂછ્યું કે સ્પષ્ટ કહો કે તમારે શું જોઈએ છે? માની લો કે આ જગ્યાએ ગીત ના હોત તો અને નિર્દેશક તરીકે તમારે એ સ્થિતિમાં કશું કહેવાનું હોય તો શું કહી શકો? ઇન્દ્રકુમારે કહ્યું કે હીરો પોતાની પત્નીઓને એમ કહે કે દિલ, ઈમાન કે જાન જે જોઈએ તે લઈ લે. મારી પાસે જે લખાવવું હોય એ લખાવી લે પણ હું તને દગો આપીશ નહીં. ભગવાનની કસમ ખાઈને કહું છું કે જે થઈ ગયું એ થઈ ગયું. અમને માફ કરી દે. એમની વાત સાંભળીને આનંદ રાજ આનંદે ચા મંગાવી.

થોડીવાર વિચાર કર્યા પછી એક પંક્તિ સુઝી એ ગાઈને બતાવી,‘દિલ દે દિયા હૈ જાન તુઝે દેંગે, દગા નહીં કરેંગે સનમ.’ ઇન્દ્રકુમારે સહેજ વિચાર કરીને આગળ શું આવશે એમ પૂછ્યું. આનંદે કહ્યું કે તમે ‘ભગવાન કી કસમ’ કીધું હતું એને આવી રીતે લઈએ,‘હો રબ દી કસમ યારા રબ દી કસમ, દિલ દે દિયા હૈ જાન તુઝે દેંગે, દગા નહીં કરેંગે સનમ.’ એ પછી એક અંતરો લખ્યો:‘રૂખ જિંદગીને મોડ લિયા કૈસા, હમને સોચા નહીં થા કભી એસા.’ આટલું ગીત તૈયાર થયા પછી ઇન્દ્રકુમારે કહ્યું કે મારી બધી જ ફિલ્મોના ગીતો સમીર લખે છે. અને પછી સમીરને બોલાવવામાં આવ્યા. એમણે પણ ઇન્દ્રકુમારનો મર્મ પકડીને એના બાકીના અંતરા લખીને ગીતમાં કમાલ કરી દીધો.

આનંદ રાજ આનંદે આ ગીતને દર્દભર્યા અવાજમાં જાતે ગાઈને વધુ સુંદર બનાવી દીધું હતું. ફિલ્મ ‘મસ્તી’ માં ત્રણેય હીરો-હીરોઈન પર આ ગીત બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. એક કોમેડી ફિલ્મમાં ‘એક કુંવારા ફિર ગયા મારા’ જેવા બીજા ચાર ગીતોથી આ દર્દભર્યું ગીત અલગ પડતું હતું છતાં પસંદ કરવામાં આવ્યું હતું.

 

જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું: ત્રણનાં મોત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું છે. આ કુદરતી કહેરે ત્રણ લોકોનાં મોત થયાં છે. અનેક ઘરોને પણ નુકસાન થયું છે. હાલ પણ જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. આ વાદળ ફાટવાની ઘટના રામબનના રાજગઢ વિસ્તારમાં બની છે, જેને કારણે ત્યાં ફ્લેશ ફ્લડ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચાર લોકો લાપતા છે.

પ્રારંભિક માહિતી મુજબ વાદળ ફાટવાથી અનેક ઘરોને નુકસાન થયું છે, કેટલાંક તો સંપૂર્ણપણે વહી ગયાં છે. પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે, બચાવ કાર્ય ચાલુ છે. લાપતા લોકોને શોધવા પણ એક મોટો પડકાર બની ગયો છે. ઘણા રસ્તા પર અવરોધ છે અને મુખ્ય માર્ગથી સંપર્ક તૂટી ગયો છે. અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક રાહત કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે રાજગઢ, રામબનના ગડગ્રામ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. ત્રણ મૃતદેહો મળ્યા છે, લાપતા લોકોની શોધ ચાલુ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક અધિકારીઓ પહોંચ્યા છે.

રામબનના ઉપાયુક્ત ઇલિયાસ ખાન સહિતના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓ રાત્રે લગભગ બે વાગ્યે બચાવ અને રાહત કાર્યોની સ્થિતિનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આખું પ્રશાસન હાઈ અલર્ટ પર છે. પરિસ્થિતિને સંભાળવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે.

૩૦ ઓગસ્ટ ૨૦૨૫

ટ્રમ્પ વિરુદ્ધ પાવર શો, મોદી-પુતિન અને જિનપિંગ એક જ મંચ પર

ચીનમાં શી જિનપિંગનો રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યો છે. જિનપિંગના નેતૃત્વમાં ટ્રમ્પ વિરુદ્ધ પાવર શો યોજાવાનો છે. પહેલા SCO સમિટ અને પછી ચીનની વિજય દિવસ પરેડ. આ બે કાર્યક્રમો દ્વારા, ચીન ટ્રમ્પના ટેરિફને ખુલ્લેઆમ પડકારવા જઈ રહ્યું છે. SCO સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક જ મંચ પર સાથે હશે. પ્રશ્ન એ છે કે આ અમેરિકાને શું સંદેશ આપશે?

ટ્રમ્પ સામે સૌથી મોટો પાવર શો યોજાવાનો છે. આ પાવર શો શી જિનપિંગ દ્વારા ચીનમાં યોજાઈ રહ્યો છે. જિનપિંગ ઉપરાંત, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન આ શોમાં ભાગ લેવાના છે. આ જ કારણ છે કે જિનપિંગના પાવર શોને અમેરિકા વિરુદ્ધ પાવર શો માનવામાં આવી રહ્યો છે.

SCO ના તમામ દસ દેશોના વડાઓ હાજર રહેશે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 25મી સમિટ 31 ઓગસ્ટથી ચીનના તિયાનજિનમાં યોજાવા જઈ રહી છે. SCO ના તમામ દસ દેશોના વડાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ જોવા મળશે. આ સમિટ 1 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. એટલે કે SCO બે દિવસ માટે પોતાની શક્તિ બતાવશે.

સમિટ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના ટેરિફનો ઉકેલ શોધવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને અલગથી મળશે. આ સમિટ પછી, મોદી ભારત પાછા ફરશે, પરંતુ જિનપિંગનો શક્તિ પ્રદર્શન ચાલુ રહેશે. આનું કારણ એ છે કે ચીન જાપાન પર વિજયની ઉજવણી કરશે. વિજય દિવસ નિમિત્તે, ચીની સેના બેઇજિંગમાં અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી પરેડ કરશે.

પંચાંગ 30/08/2025