Home Blog Page 643

મુંબઈમાં ગણેશ ઉત્સવ વચ્ચે મરાઠા આરક્ષણ આંદોલને બ્લોક કર્યા રસ્તા

મનોજ જરાંગેના મરાઠા અનામતની માંગણીના આહ્વાન પર મુંબઈમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. મનોજ જરાંગેના સમર્થકોએ અનામતની માંગણી કરતા રસ્તો બ્લોક કરી દીધો હતો, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો કલાકો સુધી જામમાં ફસાયેલા છે અને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

મુંબઈમાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગેની ભૂખ હડતાળ શરૂ થઈ ગઈ છે. મનોજ જરાંગે શુક્રવારે સવારે મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યા, જ્યાં જરાંગે અને તેમના સમર્થકો મરાઠા અનામતની માંગણી સાથે એક દિવસની ભૂખ હડતાળ પર છે. મનોજ જરાંગેએ બુધવારે જાલના જિલ્લાના તેમના ગામથી સેંકડો વાહનોના કાફલા સાથે કૂચ શરૂ કરી હતી. મુંબઈમાં પ્રવેશતાની સાથે જ વાશીમાં તેમના સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમના હજારો સમર્થકો પહેલાથી જ મુંબઈ પહોંચી ગયા છે.

43 વર્ષીય જરાંગે મરાઠા સમુદાય માટે અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણી હેઠળ 10 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. જરાંગે કહ્યું છે કે તેમના સમર્થકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરશે અને ગણેશ ઉત્સવમાં કોઈ અવરોધ નહીં ઉભો કરે. જરાંગે માંગ કરે છે કે બધા મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપવામાં આવે. કુણબી ખેડૂત વર્ગની એક જાતિ છે, જે OBC શ્રેણીમાં સામેલ છે. જેના કારણે તેમને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતનો લાભ મળશે.

જાલના પોલીસે જરાંગે અને તેમના સમર્થકો પર 40 શરતો લાદીને કૂચ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, વાહનોની અવરજવરમાં અવરોધ ન લાવવા અને વાંધાજનક સૂત્રોચ્ચાર કરવાથી દૂર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જરાંગેને 29 ઓગસ્ટના રોજ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે, બધા પ્રદર્શનકારીઓએ સાંજે 6 વાગ્યે સ્થળ છોડી દેવું પડશે.

મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થા

પોલીસે એવી પણ શરત મૂકી છે કે પ્રદર્શનકારીઓના ફક્ત પાંચ વાહનો જ આઝાદ મેદાનમાં જઈ શકે અને ત્યાં પ્રદર્શનકારીઓની સંખ્યા 5,000 થી વધુ ન હોવી જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુંબઈ પોલીસે આઝાદ મેદાનમાં 1500 પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે. જરાંગેના સમર્થકોને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પણ સુરક્ષા વધારી દીધી છે.

મનોજ જરાંગેના મરાઠા અનામત આંદોલનમાં ભાગ લેવા માટે આઝાદ મેદાન પહોંચેલા નાંદેડના ખેડૂત મારુતિ પાટીલે કહ્યું, ‘જો તમે અમને અનામત ન આપી શકો તો અમને ગોળી મારી દો.’ અન્ય પ્રદર્શનકારીઓએ પણ મારુતિ પાટીલના આક્રમક વલણને સમર્થન આપ્યું અને કહ્યું કે જ્યાં સુધી અનામત આંદોલન જીતી ન જાય ત્યાં સુધી તેઓ ત્યાંથી નહીં હટે.

મનોજ જરાંગેના મરાઠા અનામતની માંગણીના આહ્વાન પર મુંબઈમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ ક્રમમાં મનોજ જરંગેના સમર્થકોએ અનામતની માંગણી કરતા રસ્તો બ્લોક કરી દીધો હતો, જેના કારણે ટ્રાફિક ખરાબ રીતે ખોરવાઈ ગયો હતો. લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો કલાકો સુધી જામમાં ફસાયેલા છે અને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

અનંત-રાધિએ બાપ્પાને આપી વિદાય, અબિલ-ગુલાલથી રમતા જોવા મળ્યા

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે અંબાણી પરિવારે ‘એન્ટિલિયા ચા રાજા’નું સ્વાગત કર્યું. અંબાણી પરિવારના નાના દીકરા અને પુત્રવધૂ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે લગ્ન પછી બીજી વખત બાપ્પાનું સ્વાગત કર્યું અને તે પણ ખૂબ જ ધામધૂમથી.

ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાનું સ્વાગત કર્યા પછી, અંબાણી પરિવારે પંચમીના દિવસે તેમને ખૂબ જ ધામધૂમથી વિદાય આપી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અનંત-રાધિકાએ પરિવાર સાથે બાપ્પાને વિસર્જન કર્યું. આ પ્રસંગે બંને એકબીજાના રંગોમાં તરબોળ જોવા મળ્યા અને તેમની મજાક-મસ્તી પણ જોવા મળી.

સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર ‘એન્ટિલિયા ચા રાજા’ ની વિદાયના કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં અંબાણી પરિવાર બાપ્પાને ખુશીથી વિદાય આપતો જોવા મળ્યો હતો. 28 ઓગસ્ટના રોજ એન્ટિલિયા ચા રાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નીતા અંબાણી બાપ્પાને વિદાત આપતા જોવા મળ્યા. તેમની સાથે નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળી હતી. વીડિયોમાં, રાધિકા કેટલીક જગ્યાએ વિચારોમાં ખોવાયેલી જોવા મળે છે કેટલીક વાર ખુશીથી કિલકિલાટ કરતી જોવા મળી. તેના ચહેરા પર પણ તહેવારનો થાક દેખાઈ રહ્યો હતો. તે જ સમયે, અનંત અંબાણી ટ્રકની પાછળ ચાલતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

બાપ્પાના વિસર્જન સમયે રાધિકાએ અંબાણી પરિવાર અને તેના મિત્રો સાથે અબિલ ગુલાલથી રમતી જોવા મળી. આ દરમિયાન ઓરી અને શિખર પહાડિયા પણ અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા હતા. પરંતુ, અંબાણી પરિવારના મોટા પુત્ર-પુત્રવધૂ, આકાશ અંબાણી-શ્લોકા મહેતા અને પુત્રી ઈશા અંબાણી આ સમય દરમિયાન ક્યાંય જોવા મળ્યા ન હતા. બાપ્પાને વિદાય આપતી વખતે નીતા અંબાણીએ ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો અને રાધિકા મર્ચન્ટ પણ સૂટમાં સાદા અંદાજમાં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એન્ટિલિયામાં બાપ્પાનું સ્વાગત કરે છે અને પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ તેમના ગણેશ ઉત્સવમાં હાજરી આપે છે. 2024 માં પણ અનંત-રાધિકાના લગ્ન પછી અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો, જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, સોનમ કપૂર, સારા અલી ખાન, જાહ્નવી કપૂર સહિત ઘણા પ્રખ્યાત સ્ટાર્સ જોવા મળ્યા હતા.

જાપાન ટેક અને ભારત ટેલેન્ટનું પાવરહાઉસઃ PM મોદી

ટોક્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન પ્રવાસની શરૂઆત ભારત–જાપાન ઇકોનોમિક ફોરમને સંબોધન કરીને કરી હતી. જાપાન હંમેશાં ભારતની વિકાસયાત્રામાં એક મહત્વનો ભાગીદાર રહ્યું છે. મેટ્રો રેલથી લઈને મેન્યુફેક્ચરિંગ, સેમીકન્ડક્ટરથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી, જાપાનીઝ કંપનીઓએ ભારતમાં 40 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

ભારતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા અને નીતિઓમાં પારદર્શિતા છે. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે અને બહુ જલદી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. તેમણે જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં મેન્યુફેક્ચરિંગ માટે આમંત્રણ આપતાં કહ્યું હતું કે આજે વિશ્વ માત્ર ભારત તરફ જોઈ રહી નથી રહ્યું, પરંતુ ભારત પર વિશ્વાસ પણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ.

PM મોદી આજથી બે દિવસીય પ્રવાસે જાપાન પહોંચ્યા છે. જાપાનમાં તેઓ વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે શિખર વાટાઘાટ કરશે. નવી દિલ્હીથી ટોક્યો જતાં પહેલાં PM મોદીએ જણાવ્યું હતું કે તેમનો જાપાન પ્રવાસ બન્ને દેશો વચ્ચેના સંસ્કૃતિ અને સભ્યતાના સંબંધોને મજબૂત બનાવવા માટેની એક તક પૂરી પાડશે.

અમે અમારી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આગામી તબક્કાને આકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. બન્ને દેશો વચ્ચેની ભાગીદારી છેલ્લાં 11 વર્ષમાં સતત અને મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. અમે અમારા સહકારને નવો વેગ આપવા, આર્થિક અને રોકાણ સંબંધોના વ્યાપ અને મહત્ત્વાકાંક્ષાઓને વિસ્તૃત કરવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમીકન્ડક્ટર સહિતની નવી અને ઊભરતી ટેક્નોલોજીમાં સહકાર આગળ વધારવાનો પ્રયાસ કરીશું, એમ તેમણે કહ્યું હતું.

PM મોદી સામે અપશબ્દોના મામલામાં એકની ધરપકડ

દરભંગા: કોંગ્રેસની સભામાં પીએમ મોદી સામે ગાળો આપવામાં આવેલા મામલામાં દરભંગા પોલીસે રિઝવી ઉર્ફે રાજાની ધરપકડ કરી છે. દરભંગાના અતરબેલમાં સભામાં  મંચ પરથી વડા પ્રધાન મોદી સામે અપશબ્દો બોલાયા હતા. આ કાર્યક્રમ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા મોહમ્મદ નૌશાદે આયોજિત કર્યો હતો. આ વિવાદ ઊભો થયા બાદ નૌશાદે માફી માગી હતી. તેનું કહેવું હતું કે કોઈ બહારની વ્યક્તિએ મંચ પરથી PM માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ભાજપ દ્વારા ફરિયાદ

ભાજપના એક પ્રતિનિધિમંડળે દરભંગાના કોઠવાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મિડિયામાં વાયરલ થયેલો વિડિયો કથિત રીતે દરભંગા જિલ્લાના છે, જ્યાંથી બુધવારે સવારે યાત્રા શરૂ થઈ હતી, જ્યારે રાહુલ ગાંધી, તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને RJDના નેતા તેજસ્વી યાદવે મોટરસાઇકલ પર મુજફ્ફરપુર માટે રવાના થયા હતા.

નડ્ડાનો રાહુલ, તેજસ્વી પર પ્રહાર

ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું. નડ્ડાએ એક વિડિયો સંદેશ જાહેર કરીને ગાંધી અને તેજસ્વી યાદવને બે બગડેલા રાજકુમાર કહીને સંબોધ્યા, જેમણે બિહાર અને તેની સંસ્કૃતિને બદનામ કરી છે. તેમણે કહ્યું હતું કે બન્ને નેતાઓએ દેશ પાસે માફી માગવી જોઈએ. સોશિયલ મિડિયામાં એક વિડિયો ક્લિપ ફરી રહી છે જેમાં કેટલાક અજાણ્યા લોકોને યાત્રા દરમિયાન મંચ પરથી મોદી સામે અપશબ્દો બોલતા સાંભળી શકાય છે.

આ મામલે ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે ભીડનું વર્તન RJDની ગુંડાગીરી જેવું હતું. વિડિયો ક્લિપ એક નાનકડા મંચની છે, જ્યાં કોઈ મુખ્ય નેતા હાજર નહોતો, પરંતુ એક વ્યક્તિ માઇક પર અપશબ્દો બોલતી હતી, જેને સાંભળી શકાય છે પરંતુ જોઈ શકાતી નથી અને ત્યાં ઊભેલા લોકોએ તેને ફટકાર્યો હતો.

વાસ્તુ: શું કોઈ ધર્મ ખરેખર પાપ ધોઈ શકે?

લોકો માટે જીવવું અને લોકોને દેખાડી દેવા માટે જીવવું એમાં ફર્ક છે. જે લોકો દેખાડી દેવા માંગે છે એ પોતાના સ્વાર્થ માટે કશું પણ કરી શકે છે. કેટલાક લોકો પ્રસિદ્ધ થવા માટે નિમ્ન કક્ષાની હરકત કરી અને માફી માંગીને છુટી જાય છે. થોડા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લોકો કાયદો હાથમાં લેવા પ્રયાસ કરવા લાગ્યા છે. આ પરિસ્થિતિ સારી ન ગણાય. માફી ભૂલની હોય ગુન્હાની નહિ. જે વ્યક્તિને સતત એવું લાગે છે કે એની સાથે અન્યાય થઇ રહ્યો છે એ પોતે ન્યાય લેવા એની રીતે પ્રયાસ કરશે. જુના જમાનામાં આવા લોકોને બહારવટિયા કહેવામાં આવતા. પછી એ એવા લોકોને પણ રંજાડી શકે જે ખરેખર એમના ગુનેહગાર ન હોય. કાયદામાં વ્હાલા દવલાનો ભેદ ન હોવો જોઈએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સાચું કહેજો તમે જે સોસાયટીની વાત લખો છો એ કઈ સોસાયટી છે? અમે પાંચ મિત્રો છીએ અને અમારા બધાની સોસાયટીમાં આ બધી જ સમસ્યા છે. મને એવું લાગે છે કે તમે મારા વિશે જ વાત કરો છો પણ એવું મારા અન્ય મિત્રોને પણ લાગે છે. આટલી ચીવટથી તમે મારો અભ્યાસ કર્યો એ સારું કહેવાય. પણ છેલ્લા પાંચ વરસથી એક જ જગ્યા માટે લખવું અઘરું નથી. મારી સોસાયટીની કમિટીને તો તમે ગમતા જ નથી. એમને એવું લાગે છે કે તમે એમના કુકર્મો ખુલ્લા પાડો છો.

જવાબ: તમારા સવાલમાં જ તમારો જવાબ છે. પાંચ વરસથી જે કોઈ સમસ્યાની વાત થઇ એ બધી જ તમારી સોસાયટીમાં હોય તો એ ભયાનક સ્થિતિ ગણાય. તમારા પાંચેય મિત્રોની સોસાયટીમાં પણ સમાન પ્રશ્નો છે. સમગ્ર વિશ્વમાંથી વિવિધ સવાલો આવતા હોય એના જવાબો હું આપું છું. વળી જેમને હું ઓળખતો પણ નથી એમને ખુલ્લા પાડવા એ વિચાર જ વિચિત્ર છે. હું આપને પણ જાણતો નથી.

માણસ જયારે પાપ કરે ત્યારે એવું માને છે કે એને કોઈ જોતું નથી. પણ એનો અંતરઆત્મા એ જાણે છે. જયારે એને લગતી કોઈ પણ વાત આવે ત્યારે ખુલ્લા પડી જવાનો ભય સતાવે છે. કર્મ કોઈને છોડતા નથી. આવો ભય એ, એ લોકોની સજા છે. કોઈ એમના માટે પાંચ વરસ શા માટે બગાડે? આવી માનસિકતા એક પ્રકારનો રોગ છે. કાલ્પનિક ભયના લીધે અન્યને રંજાડવાની વૃત્તિ ગુનાહિત માનસ આપે છે. આવા લોકો કશું પણ કરી શકે. તમારે ત્યાં આવી કમિટી છે એ દુખદ બાબત ગણાય. ઘણી બધી જગ્યાએ આવી સ્થિતિ છે એનું કારણ એ પણ છે કે કયા સારા માણસો આવી કમિટીમાં રહે? નવરા માણસો કમિટીમાં રહે અને રોજગાર મેળવવા પ્રયાસ કરે ત્યારે સોસાયટીની હાલત કફોડી થઇ જાય છે. ફંડ ફાળા કરીને જીવન જીવવાની વૃત્તિ આના માટે જવાબદાર ગણાય. જે ખરેખર સક્ષમ છે એ આવું વિચારી પણ ન શકે.

સવાલ: એવું કહે છે કે ધર્માદાનો પૈસો ઘરમાં ન લવાય. જે લોકો તહેવારોમાં સોસાયટીમાંથી પૈસા ભેગા કરીને ઘર ચલાવે છે એને આની અસર થાય? હું એક જગ્યાએ આવી કમિટીમાં છું. છેલ્લા એક વરસથી મારી પત્ની બીમાર છે. દીકરો અને વહુ અલગ થઇ ગયા છે. દીકરી સુખી નથી. મારા બાળકો નાના હતા ત્યારે એમના મોજ્શોખ માટે આ પૈસા વ્હાલા લાગતા હતા. હવે સહન નથી થતું. હું બધાને કહેતો કે પૈસાથી હું મોતને પણ ખરીદી શકું છું. હવે એ જ પૈસા માટે મારા જમાઈ પજવે છે. મેં કારણ વિના લોકોને રંજાડ્યા છે. મારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હશે એમ માનીને લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. કોઈ ફેર નથી. કોઈએ તમારું નામ આપ્યું. કોઈ ઈલાજ આપો. તમારો નંબર મળતો નથી. બાકી સીધો સંપર્ક કરત.

જવાબ: મહાશય. કર્મ અને મૃત્યુ એ બંનેમાં વિશ્વાસ ન રાખવા વાળા લોકો વધી રહ્યા છે. માણસનો સારો સમય હોય ત્યારે એ પોતાને ભગવાનથી પણ ઉપર સમજવા લાગે છે. સર્વ પ્રથમતો ધર્માદાના પૈસા લેવાનું બંધ કરી દો. ઈશ્વરના નામે કોઈ પણ પ્રકારની રકમ લેવી એ ધર્માદાના પૈસા જ ગણાય. વળી તમે એ પૈસાથી લોકોને રંજાડ્યા છે. તમારી બીમારી, એનું પરિણામ છે. તમે જેમને રંજાડ્યા છે એમની માફી માંગી લો. જેમના પૈસા લીધા પછી પાછા નથી આપ્યા એને આપી દો. આપણે ત્યાં સંચિત કર્મની વાત છે. જે આવતા જન્મમાં પણ અસર કરે. તમારા કહેવા મુજબ તમારા પત્નીએ પણ નિર્દોષ લોકોને રંજાડ્યા છે. આ બધું એનું જ પરિણામ છે. જે બાળકો માટે તમે આ બધું કર્યું એમને હવે તમારા માટે માન નથી રહ્યું. કારણ કે એ તમને ઓળખી ગયા છે. કોઈ દેવસ્થાનમાં પૈસા આપવાથી પાપની માફી મળતી નથી. ટૂંકમાં જે કર્યું છે એ ભવિષ્યમાં ન કરો. ઈશ્વરના દરબારમાં કોઈ સંપતિના લેખાજોખા નથી. તમારા મોંઘા મકાન ગાડીઓ અહીં જ રહી જશે.

સુચન: પાપ ધોવા માટે કોઈ વ્યવસ્થા કોઈ પણ ધર્મમાં નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

બિહારમાં એક જ ઘરમાં 947 મતદારોઃ રાહુલ ગાંધીનો આક્ષેપ

પટનાઃ કોંગ્રેસે બિહારની મતદાર યાદીમાં વિસંગતિઓનો ફરીથી દાવો કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે બોધગયાના નિદાની ગામમાં 947 મતદારોનાં નામ એક જ મકાન નંબર હેઠળ નોંધાયાં છે. આ અંગે સ્થાનિક અધિકારીઓ અને રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે મકાન નંબર કાલ્પનિક છે, કારણ કે ત્યાંનાં ઘરોમાં નંબર નથી.

કોંગ્રેસે X પર એક પોસ્ટમાં તેને ચૂંટણી પંચનો ચમત્કાર’ કહીને લખ્યું છે કે સત્તાવાર મતદાર યાદીમાં 947 મતદારો એક જ ઘર (મકાન નંબર 6)માં રહે છે. હકીકતમાં નિદાનીમાં સેંકડો ઘર અને પરિવારો છે, પરંતુ યાદીમાં આખા ગામને એક કાલ્પનિક ઘરમાં ઠૂંસી દેવામાં આવ્યું છે. આ ચૂંટણી પંચની મત ચોરી છે.પાર્ટીએ બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘર-ઘર જઈને કરાયેલા સર્વે પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે અસલી મકાન નંબરો મતદાર યાદીમાંથી કેમ કાઢી નાખવામાં આવ્યા અને તેનો લાભ કોને થશે. પાર્ટીએ દાવો કર્યો કે આ કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ પારદર્શિતાને નામે મજાક છે. જ્યારે મકાન નંબરો હટાવી દેવામાં આવે છે, ત્યારે નકલી મતદારો, ડુપ્લિકેટ અને છદ્મ ઓળખોને છુપાવવી સરળ બની જાય છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે જો એક નાના ગામના 947 મતદારોને એક જ ઘર પર Dumped કરી શકાય છે તો વિચારજો બિહારમાં અને આખા ભારતમાં કેટલી મોટી અનિયમિતતાઓ હશે. જેમ કે રાહુલ ગાંધીજી સતત કહી રહ્યા છે – ‘લોકશાહીની ચોરી થઈ રહી છે. નિદાની તેનો જીવંત પુરાવો છે.

કોંગ્રેસે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર પાસેથી પણ જવાબ માગ્યો. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ પોસ્ટને રીટ્વીટ કરતાં ટિપ્પણી કરી, “ચૂંટણી પંચનો કમાલ જુઓ, એક ઘરમાં આખું ગામ આવી ગયું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૯ ઓગસ્ટ ૨૦૨૫

Chitralekha Gujarati – 08 September, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 29/08/2025