Home Blog Page 671

 UPI: દેશમાં દરરોજ થાય છે રૂ. 90,446 કરોડની લેવડદેવડ

નવી દિલ્હીઃ ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ચૂકેલી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ઓગસ્ટ, 2025માં UPIની સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન વેલ્યુ રૂ. 90,446 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે જાન્યુઆરીમાં નોંધાયેલા રૂ. 75,743 કરોડની તુલનામાં ઘણી વધારે છે, એટલે કે ગયા આઠ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

SBI રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ જુલાઈ, 2025માં ડિજિટલ પેમેન્ટના મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ રહ્યું છે. એકલા મહારાષ્ટ્રનો હિસ્સો 9.8 ટકા રહ્યો છે. તેના પછી 5.5 ટકાના હિસ્સા સાથે કર્ણાટક અને 5.3 ટકાના હિસ્સા સાથે ઉત્તર પ્રદેશનું સ્થાન રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરી અને ઔદ્યોગિક રાજ્યો સાથે કૃષિ આધારિત રાજ્યોમાં પણ ડિજિટલ પેમેન્ટનો પ્રચાર ઝડપથી વધી રહ્યો છે.

UPI એપ્સમાં ફોનપે આગળ

UPI એપ્સની વાત કરીએ તો ફોનપે (PhonePe) સૌથી આગળ છે, ત્યાર બાદ Google Pay અને Paytmનું સ્થાન છે. અહેવાલે ચેતવણી આપી છે કે માત્ર થોડી જ એપ્સ પર આટલી મોટી લેવડદેવડ કેન્દ્રિત થવું, ભવિષ્યમાં ભારત-કેન્દ્રિત ફિનટેક ઇનોવેશન માટે જોખમી બની શકે છે. આ કારણે એક દેશી કાઉન્ટર એપ અને AI આધારિત માળખાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

UPIની સફળતાનો અંદાજ આથી લગાવી શકાય છે કે એપ્રિલથી જુલાઈ, 2025 વચ્ચે માસિક સરેરાશ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રૂ. 24,554 અબજ નોંધાયો, જ્યારે આ જ સમયગાળા દરમિયાન રોકડ સર્ક્યુલેશન (CIC)નો માસિક સરેરાશ વધારો ફક્ત રૂ.193 અબજ રહ્યો. એટલે કે રોકડની માંગની તુલનામાં UPIનો ઉપયોગ અનેક ગણો વધી રહ્યો છે. ડેબિટ કાર્ડ અને ATMમાંથી રોકડ ઉપાડાની તુલનામાં પણ UPI ઘણી આગળ છે.

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બંધ

સોમવારે મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા અન્ય જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે રાજ્યના અન્ય જિલ્લાઓ જેમ કે રાયગઢ, રત્નાગિરિ, સતારા, કોલ્હાપુર અને પુણે માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પહેલા રવિવારે મુંબઈમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના જણાવ્યા અનુસાર રવિવારે શહેરમાં છ સ્થળોએ શોર્ટ સર્કિટ, 19 સ્થળોએ ઝાડ કે ડાળીઓ પડવાની અને બે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. જોકે, આ અકસ્માતોમાં કોઈને ઈજા થઈ નથી.

મુંબઈ અને તેના ઉપનગરોમાં શનિવારથી સતત વરસાદ પડી રહ્યો છે. શનિવાર મોડી રાત સુધી 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. શનિવારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં વિક્રોલીમાં બે લોકોના મોત થયા હતા.

IMD એ આજે મુંબઈ અને રાયગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગ દ્વારા આજે સવારે 8:50 વાગ્યે જારી કરાયેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન મુંબઈ અને રાયગઢના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, કેટલાક સ્થળોએ વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે, તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

વેસ્ટર્ન હાઇવે પર ટ્રાફિક જામ

ભારે વરસાદ વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

મુસાફરો અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ની કોઈપણ બસ સેવાના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે જ સમયે, ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે.

મતચોરીને મુદ્દે રાહુલનો ચૂંટણી પંચ પર હુમલો જારી

પટનાઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર હુમલાનો સિલસિલો ચાલુ છે. રાહુલે સોમવારે મતદાર યાદીની વિશેષ ગહન પુનરીક્ષા (SIR)ને મતચોરીનું એક નવું હથિયાર ગણાવ્યું અને ‘એક વ્યક્તિ, એક મત’ના સિદ્ધાંતની રક્ષા કરવાનો સંકલ્પ લીધો. તેમણે આ ટિપ્પણી પોતાના વોટ્સએપ ચેનલ પર એક પોસ્ટમાં કરી હતી, જેમાં તેમણે એવા લોકોને લઈને વાત કરી હતી જેમણે છેલ્લી લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું, પરંતુ બિહારમાં SIR પ્રક્રિયામાં તેમનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. આ છે ચોરીના જીવંત’ પુરાવા

રાહુલ ગાંધી રવિવારે સાસારામમાં મત અધિકાર યાત્રાના શુભારંભ પ્રસંગે આ જૂથ સાથે મળ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ બેઠકની એક તસવીર સાથે હિન્દીમાં લખેલી પોસ્ટમાં જણાવ્યું કે SIR મતચોરીનું નવું હથિયાર છે. સંયોગથી આ તસવીરમાં મારી બાજુમાં ઊભેલા આ લોકો આ ચોરીના જીવંત પુરાવા છે. તેમણે કહ્યું હતું કે આ તમામે 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો, પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણી આવતાં-આવતાં, ભારતના લોકતંત્રમાંથી તેમની ઓળખ, તેમનું અસ્તિત્વ મટી ગયું છે.

તેમણે કહ્યું  હતું કે શું તમને ખબર છે કે આ લોકો કોણ છે? રાજમોહન સિંહ (70)- ખેડૂત અને નિવૃત્ત સૈનિક, ઉમરાવતી દેવી (35)- દલિત અને મજૂર, ધનંજય કુમાર બિંદ (30)- પછાત વર્ગ અને મજૂર, સીતા દેવી (45)- મહિલા અને ભૂતપૂર્વ મનરેગા મજૂર, રાજુ દેવી (55), મોહમ્મદુદ્દીન અંસારી (52), અલ્પસંખ્યક અને મજૂર. રાહુલે કહ્યું કે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભાગત તેમને બહુજન અને ગરીબ હોવાની સજા આપી રહી છે, એટલું જ નહીં, આપણા સૈનિકોને પણ બખ્શવામાં નથી આવ્યા.

તેમણે કહ્યું હતું કે હવે તેમની પાસે ન તો મત હશે, ન તો ઓળખ કે અધિકાર. સામાજિક ભેદભાવ અને આર્થિક પરિસ્થિતિઓને કારણે તેઓ વ્યવસ્થાના ષડયંત્ર સામે લડવામાં અસમર્થ છે. અમે એક વ્યક્તિ, એક મતના સૌથી મૂળભૂત અધિકારની રક્ષા માટે તેમની સાથે ઊભા છીએ. આ અધિકારો અને લોકશાહીમાં સૌની ભાગીદારીનો પ્રશ્ન છે, અને અમે તેને કોઈ પણ સ્થિતિમાં સમાપ્ત થવા નહીં દઈએ.

રશિયા-યુક્રેન યુદ્ધ : ઝેલેન્સ્કીને મળ્યો નાટોનો સાથ

કિવ: યુરોપીય અને નાટો નેતાઓએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મળી, યુક્રેનમાં રશિયાનું યુદ્ધ સમાપ્ત કરવા અને અમેરિકી સુરક્ષા ખાતરીને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં એકતા દાખવશે. આ રીતે હવે નાટોના દેશોનો સાથ યુક્રેનને મળી ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ટ્રમ્પની અલાસ્કામાં યોજાયેલી શિખર બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને સામેલ ન કરાયા બાદ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને ફિનલેન્ડના નેતાઓ તેમની સાથે એકજુટ થઈ રહ્યા છે.

ઝેલેન્સ્કીને મળ્યો યુરોપીય દેશોનો સાથહવે પુતિન-ટ્રમ્પની મુલાકાત બાદ સોમવારે વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી સાથે નાટોના સભ્ય દેશોના નેતાઓ હાજર રહેવાનો તેમનો વાયદો એ સુનિશ્ચિત કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે કે આ બેઠક ફેબ્રુઆરીમાં થયેલી છેલ્લી બેઠક કરતાં સારી સાબિત થાય. તે વખતે ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ઉગ્ર ચર્ચા દરમિયાન ઝેલેન્સ્કીને ઠપકો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના સૈન્ય મિશનના ભૂતપૂર્વ પ્રમુખ, નિવૃત્ત ફ્રેન્ચ જનરલ ડોમિનિક ટ્રિન્ક્વાંડે કહ્યું હતું કે યુરોપીય લોકો ઓવલ ઓફિસની ઘટના ફરી ન બને તે બાબતે ખૂબ ભયભીત છે અને તેથી જ તેઓ ઝેલેન્સ્કીને સંપૂર્ણ ટેકો આપવા માગે છે.

ફ્રાન્સનું મોટું નિવેદન

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે યુરોપીય પ્રતિનિધિમંડળ ટ્રમ્પને કહેશે કે યુક્રેનની સશસ્ત્ર સેના, જે પહેલેથી જ રશિયાથી બહાર યુરોપની સૌથી મોટી સેના છે, તેને વધુ તાલીમ અને સાધનો વડે મજબૂત કરવાની તૈયાર કરેલી યોજનાઓને ટેકો આપે જેથી શાંતિ સુનિશ્ચિત થઈ શકે.

રજનીકાંતની કુલી ફિલ્મ વિશ્વભરમાં હિટ, આટલા પૈસા છાપ્યા ફિલ્મે

રજનીકાંતની ‘કુલી’ ફિલ્મે ટિકિટ કાઉન્ટર પર ધૂમ મચાવી દીધી છે. લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત આ એક્શન થ્રિલર ફિલ્મે ભારતમાં માત્ર ત્રણ દિવસમાં 158 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 17 ઓગસ્ટ, રવિવારના રોજ ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તે વિશ્વભરમાં શાનદાર કમાણી કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘કુલી’ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ચોથા દિવસે (રવિવારે) ‘કુલી’ ફિલ્મે 35 કરોડ રૂપિયાની કમાણી કરી, જેનાથી સ્થાનિક સ્તરે તેની કુલ કમાણી 194.25 કરોડ રૂપિયા થઈ ગઈ. હવે ચર્ચા એ છે કે શું ફિલ્મ આગામી અઠવાડિયામાં તેની ગતિ જાળવી શકશે.

સૈકનિલ્કના શરૂઆતના અંદાજ મુજબ ‘કૂલી’એ ચોથા દિવસે 35 કરોડ રૂપિયાની કમાણી કરી, જેનાથી ભારતમાં તેની કુલ કમાણી 194.25 કરોડ રૂપિયા થઈ ગઈ. હવે ફિલ્મ 200 કરોડ રૂપિયાના આંકડાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. થલાઈવાની ફિલ્મ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. વિદેશી બજારોમાં માત્ર ત્રણ દિવસમાં 16 મિલિયન ડોલર (લગભગ 133 કરોડ રૂપિયા) ની કમાણી કરીને, ‘કૂલી’એ વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો. હવે ફિલ્મ 500 કરોડ રૂપિયાના ક્લબમાં પ્રવેશવા પર નજર રાખી રહી છે, જો સોમવારે કોઈ મોટો ઘટાડો ન થાય.

કૂલીનો વોર 2 સાથે જોરદાર મુકાબલો

ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટારર ‘વોર 2’, જે એક જ દિવસે રિલીઝ થઈ હતી, તેને ભારતમાં વધુ સ્ક્રીનોનો ફાયદો મળ્યો. છતાં, તે રજનીકાંતની ‘કૂલી’ને પાછળ છોડી શકી નહીં. ‘કૂલી’ ભારતમાં 200 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે, જ્યારે ‘વોર 2’ એ 170 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ તફાવત વિદેશી બોક્સ ઓફિસ પર વધુ હતો. ‘કૂલી’ એ 16 મિલિયન ડોલર અને ‘વોર 2’ એ 5 મિલિયન ડોલરની કમાણી કરી હતી.

કુલીએ ઇતિહાસ રચ્યો

સેકનિલ્કના મતે, ‘કૂલી’ તેના પહેલા દિવસે વિશ્વભરમાં 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પ્રથમ તમિલ ફિલ્મ બની છે. ‘કૂલી’ રજનીકાંતના સિનેમામાં 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે રિલીઝ થઈ હતી. સેન્સર બોર્ડે ફિલ્મને A પ્રમાણપત્ર આપ્યું હતું.

શરીરની યાદશક્તિ

સદગુરુ: રૂણાનું બંધ એ કર્મનું એક નિશ્ચિત પાસું છે; તે કર્મશીલ પદાર્થની ચોક્કસ રચના છે. તે એક ચોક્કસ દરની મૂલાકાત અને ભળવાને કારણે થાય છે જે લોકો વચ્ચે બને છે. જ્યાં પણ મૂલાકાત અને ભળવાની એક નિશ્ચિત માત્રા હોય ત્યાં કેટલાક રૂણાનું બંધ બને છે. ખાસ કરીને જ્યારે બે શરીર એક સાથે આવે છે, ત્યારે રૂણાનું બંધ ખૂબ ઊંડું હોય છે. તે શરીરમાં એક પ્રકારનું રેકોર્ડિંગ છે, શરીર જે કઈ બન્યું છે તેનો તમામ રેકોર્ડ રાખે છે. જો આત્મીયતા બીજા શરીર સાથે થઈ હોય, તો તે ચોક્કસ પ્રકારની ઉર્જાનો રેકોર્ડ રાખે છે.

હવે કારણ કે શરીર યાદ રાખે છે, જો ઘણા જીવનસાથી હોય, તો શરીર ધીમે ધીમે સમય જતાં મૂંઝવણમાં આવે છે અને આ મૂંઝવણ તમારા જીવનમાં દસ લાખ જુદી જુદી રીતે બહાર આવશે. તમારું મન મૂંઝવણમાં છે, પરંતુ તમે તેની સાથે કોઈક રીતે જીવી રહ્યા છો. જો શરીર મૂંઝવણમાં આવે છે, તો પછી તમે ઊંડી મુશ્કેલીમાં છો.

ઘણી રીતે, અસ્વસ્થતાના સ્તર, અસલામતીનું સ્તર અને ડિપ્રેસનનું સ્તર, જે અત્યારે ચાલી રહ્યું છે, તેનું એક મુખ્ય કારણ ફક્ત તે છે કે શરીર મૂંઝવણમાં છે. થોડા સમય પછી, તમારે પાગલ થવા માટે કોઈ કારણની જરૂર નથી. લોકો કોઈ પણ કારણ વિના માત્ર પાગલ થઇ રહ્યા છે કારણ કે શરીર પોતે જ મૂંઝવણમાં છે.

શરીર બહુવિધ આત્મીયતાઓ સાથે મૂંઝવણમાં આવશે, તે એક વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે તમે જે પ્રકારનો ખોરાક ખાઓ છો. જ્યારે પણ થોડું ધન આવે, ત્યારે લોકો વિચારે છે કે તેઓએ એક જ સમયના ભોજનમાં બધું ખાવું છે. ભારતમાં, રૂઢિચુસ્ત લોકો ભોજનમાં ક્યારેય બે અથવા ત્રણ વસ્તુઓ કરતાં વધુ ખાતા નહોતા, અને તે ત્રણ વસ્તુઓ હંમેશા મેળ ખાતી, મેળ વિનાની નહોતી. લોકો શરીરને એટલી સારી રીતે સમજી ગયા હતા કે આપણાં ઘરોમાં, તેઓ જાણતા હતા કે જ્યારે તેઓ કોઈ ખાસ શાકભાજી રાંધશે, ત્યારે તેઓ ફક્ત એક ખાસ પ્રકારની રસમ બનાવશે. જ્યારે તેઓ આ શાકભાજીને રાંધશે, ત્યારે બીજો પ્રકાર ક્યારેય નહીં બને કારણ કે પરંપરાગતરૂપે, આપણે સમજી ગયા કે જો આપણે આ અને આને એક સાથે રાખીએ તો, શરીર મૂંઝવણમાં આવે છે.

નાના છોકરાઓ તરીકે, અમને તાલીમ આપવામાં આવતી – જો આપણે બજારમાં જઈએ, તો આપણે શાકભાજી કેવી રીતે પસંદ કરવું જોઈએ. આજનાં દિવસોમાં તે સંપૂર્ણ રીતે ચાલ્યું ગયું છે, પરંતુ જ્યારે હું નાનો હતો ત્યારે તેઓએ મને તાલીમ આપી હતી – જ્યારે અમે બજારમાં જઇએ છીએ, “જો તમે આ શાકભાજી ખરીદો છો, તો તમે આ ખરીદી શકતા નથી, કારણ કે આને બે દિવસની અવધિમાં ખાઇ શકાતા નથી. જો તમે આ ખાધું હોય, તો તમારે તે ન ખાવું જોઈએ”, કારણ કે શરીર મૂંઝવણમાં આવશે. એકવાર તમારું શરીર મૂંઝવણમાં મૂકાઈ જાય છે, પછી તમે ઘણી બધી રીતે હેરાન થઈ જશો. આ સમજ હંમેશા હતી.

હું જે જોઉં છું તે છે, જો તમે કોઈ સમૃદ્ધ રાત્રિભોજ માટે જાઓ છો, તો તે ગાંડપણ બની ગયું છે. તાજેતરમાં જ એક પ્રસંગમાં, કોઈએ ખૂબ જ ગર્વથી ઘોષણા કરી હતી કે તેમની પાસે 270 વિવિધ જાતના ખોરાક છે. લોકો થોડી-થોડી બધી વસ્તુઓ લઇને ખાય છે. શરીર આ પ્રકારના ખોરાકથી મૂંઝવણમાં આવે છે.

તેથી આ બે મુખ્ય બાબતો છે – લોકો યોગ્ય રીતે ખાતા નથી અને અન્ય શરીર સાથે આત્મીયતાની અંધાધૂધ ભાવના – જે શરીરના સ્તર પર ચોક્કસ મૂંઝવણ પેદા કરશે જે લાંબાગાળા દરમિયાન મુશ્કેલ બનશે. “તો શું મેં કોઈ પાપ કર્યું છે? શું આ મારા માટે સજા છે? ” તે એ સ્તર પર નથી. દરેક ક્રિયાનું પરિણામ હોય છે. આ કોઈ નૈતિક વાસ્તવિકતા નથી, તે એક નિશ્ચિત અસ્તિત્વની પ્રક્રિયા છે. જો તમે તમારા મનથી કેટલીક વસ્તુઓ કરો છો, તો ચોક્કસ પરિણામો આવશે. જો તમે તમારા શરીર સાથે કેટલીક વસ્તુઓ કરો છો, તો ચોક્કસ પરિણામો આવશે.

આ એવી વસ્તુઓ છે જે ઊંડાણપૂર્વક સમજી શકાય અને તેની આસપાસ જીવન ચોક્કસ રીતોમાં રચી શકાય. હવે, આઝાદીના નામે આપણે બધું તોડી પાડીને દુ:ખી થવા માંગીએ છીએ. કદાચ સદીઓ પછી આપણે સમજીશું કે જીવવાનો આ માર્ગ નથી.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)

વિપક્ષ CEC વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવે એવી શક્યતા

નવી દિલ્હીઃ વિરોધ પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવવા માટે વિચારવિમર્શ કરી રહ્યા છે. અનેક વિરોધી પક્ષો આ મુદ્દે મંથન કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા ‘વોટ ચોરી’ના આક્ષેપો અને બિહારમાં મતદાર યાદીની વિશેષ ગહન પુનઃસમીક્ષા (SIR)ને લઈને વિરોધ પક્ષોના સતત વિરોધ વચ્ચે ચૂંટણી પંચે (ECI) રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને મુખ્ય ચૂંટણી પંચ વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવવાની શક્યતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આ વિષય પર પક્ષની અંદર હજી સુધી કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ જો જરૂર પડશે તો નિયમો મુજબ કોંગ્રેસ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવે એવી શક્યતા છે.

મુખ્ય ચૂંટણી પંચ કમિશનરના જવાબ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે આવા ખોટા અને પાયાવિહોણા આક્ષેપોનો અસર ન પંચ પર પડશે, ન તો મતદાતાઓ પર. ચૂંટણી પંચ નીડરપણે અને નિષ્પક્ષતાથી કામ કરતું રહેશે. તેમણે ફરીથી જણાવ્યું હતું કે પંચનું કામ રાજકારણ કરનારા લોકોના પ્રભાવથી દૂર રહીને તમામ મતદાતાઓ માટે સમાન તકો સુનિશ્ચિત કરવાનું છે.

મતદાર યાદીમાં ગેરરીતિઓને લઈને વિરોધ પક્ષના આક્ષેપો પર કડક વલણ અપનાવતાં પંચે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 28,370 મતદારોએ પોતાના દાવા અને આક્ષેપો નોંધાવ્યા છે. આ માટે સમયમર્યાદા 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી છે.

SIR વિરુદ્ધ વિરોધ પક્ષે ખોલ્યો મોરચો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ ચાર મહિના પહેલાં ચૂંટણી પંચે રાજ્યની મતદાર યાદીની વિશેષ ગહન પુનઃસમીક્ષા (SIR) શરૂ કરી છે, જેનો વિરોધ પક્ષો કડક વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં પણ ચર્ચા થઈ છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

ઉત્તરાખંડમાં નવા શિક્ષણ બિલને લઈને વિવાદ કેમ?

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ મંત્રીમંડળે ઉત્તરાખંડ અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા વિધેયક, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. આ વિધેયક મદરેસા બોર્ડ અને રાજ્યમાં અલ્પસંખ્યકો દ્વારા સંચાલિત સંસ્થાઓને નિયંત્રિત કરનારા નિયમોને રદ કરશે. સત્તાવાર માહિતી મુજબ પ્રસ્તાવિત વિધેયકનો હેતુ અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાઓના લાભોને માત્ર મુસ્લિમોમાં નહીં, પરંતુ અન્ય અલ્પસંખ્યક સમુદાયો સુધી પહોંચાડવાનો છે.

આ બિલ સામે આવતાં મુસ્લિમ સમાજમાં આ ચિંતા ઊભી થઈ છે કે પ્રસ્તાવિત કાયદો બંધારણની કલમ 26 અને 30  હેઠળના તેમના હકોનું હનન કરી શકે છે, જે તેમને શૈક્ષણિક સંસ્થા ચલાવવાનો અને ધાર્મિક બાબતોના સંચાલનનો અધિકાર આપે છે. પ્રસ્તાવિત વિધેયક લાગુ થતાં 1 જુલાઈ, 2026થી માન્યતા પ્રાપ્ત અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુમુખી અને પાલીના અભ્યાસની પણ મંજૂરી મળશે. આ સાથે ઉત્તરાખંડ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ, 2016 અને ઉત્તરાખંડ બિનસરકારી અરબી અને ફારસી મદરસા માન્યતા નિયમ, 2019 પણ રદ થશે.

મદરેસા બોર્ડને મળશે આ અધિકારો

આ નિયમો મુજબ મદરેસા બોર્ડને અભ્યાસક્રમ તૈયાર કરવાનો, પરીક્ષા યોજવાનો અને મદરેસાનું નિરીક્ષણ કરવાનો અધિકાર મળે છે જેથી તે યોગ્યતા માપદંડો પૂર્ણ કરે છે કે નહીં તે નક્કી કરી શકાય. હાલમાં બોર્ડ પાસે એક માન્યતા સમિતિ છે, જે મદરેસાઓને માન્યતા આપવાનું કામ કરે છે. બોર્ડના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે સમિતિમાં 13 સભ્યોનાં બોર્ડ દ્વારા નિયુક્ત એક સભ્ય, એક શૈક્ષણિક દરજ્જાનો સભ્ય, ડેપ્યુટી-રજિસ્ટ્રાર અને હેડમાસ્ટર દરજ્જાનો એક સભ્ય રહેશે.

પ્રસ્તાવિત વિધેયકથી સંસ્થાની માન્યતા રદ થવાની શક્યતા છે, કારણ કે આ વિધેયક શીખો, જૈનો, ખ્રિસ્તીઓ, બૌદ્ધો અને પારસીઓને પણ અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા ચલાવવાની મંજૂરી આપે છે, જ્યારે હાલના જોગવાઈ મુજબ આ માત્ર મુસ્લિમો માટે છે. હાલમાં રાજ્યભરમાં 452 માન્યતા પ્રાપ્ત મદરેસા સંચાલિત છે.

સુવિચાર – ૧૮ ઓગસ્ટ ૨૦૨૫

રાશિ ભવિષ્ય 18/08/2025 થી 24/08/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય,  વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.


ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.


આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.


સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.


અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.


આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.


કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.


નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.