
વડોદરાના આંગણેથી પીએમ મોદીની હાકલ
PM મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે વડોદરાના અંખોલ ખાતેથી દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે જનતાને અત્યંત મહત્વની અપીલ કરી છે. 24 કલાકની અંદર બીજીવાર પીએમ મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો છે કે વિદેશી મુદ્રા બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી જોઈએ અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ સંયમપૂર્વક કરવો જોઈએ.

વડોદરામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, સોનાની આયાત પાછળ દેશના અઢળક નાણાં વિદેશમાં જાય છે. તેમણે લોકોને વિનંતી કરી કે તેવા તમામ ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ જે વિદેશથી આવે છે. અગાઉ તેલંગાણામાં પણ તેમણે આ જ વાત દોહરાવી હતી કે મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય અને અર્થતંત્ર પર મોટું જોખમ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે.

વડાપ્રધાને પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જ્યાં શક્ય હોય ત્યાં લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે સરકારી અને ખાનગી કચેરીઓને ‘વર્ચ્યુઅલ મીટિંગ’ અને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી પદ્ધતિઓ અપનાવવા સૂચન કર્યું છે, જેથી ઈંધણની બચત થઈ શકે. આ ઉપરાંત, ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જીવનમાં ઉતારવા પણ તેમણે ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વડોદરામાં ગુજરાતના ત્રીજા સરદારધામ પ્રોજેક્ટ હેઠળ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં 150 કરોડના ખર્ચે નિર્મિત 2,000 વિદ્યાર્થીઓ માટેના ડો. દુષ્યંત અને દક્ષા પટેલ છાત્રાલયનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે તેમણે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા પર ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની પણ ઉજવણી કરી હતી.
વડાપ્રધાને બંગાળ, અસામ અને પુડુચેરીના તાજેતરના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પરિણામોએ દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ બનાવ્યું છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે ગુજરાતની જનતાએ હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યું છે, જે વિકાસનો પાયો છે.
રાશિ ભવિષ્ય 11/05/2026 થી 17/05/2026
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીય બાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિક સ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિક પ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિક શાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારાસમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
ICC રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા નંબર-1 પર અડિખમ
વનડે ક્રિકેટમાં ભારતીય ટીમની બાદશાહત સતત જળવાઈ રહી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અપડેટ બાદ પણ ટીમ ઇન્ડિયા વિશ્વની Number-1 વનડે ટીમ બની રહી છે. હવે ભારતીય ટીમનું સંપૂર્ણ ધ્યાન વર્ષ 2027 માં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ પર છે, જેની શરૂઆત ભારત આવતા મહિને અફઘાનિસ્તાન સામે રમાનારી 3 મેચોની હોમ સિરીઝથી કરશે. તાજા અપડેટ બાદ ભારતીય ટીમ 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે, જોકે ટીમને 1 રેટિંગ પોઈન્ટનું નુકસાન થયું છે. બીજા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડની ટીમ 113 અંક સાથે ભારતથી માત્ર 5 પોઈન્ટ પાછળ છે, જે આગામી સમયમાં નંબર-1 ના તાજ માટે રસાકસી વધારી શકે છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 109 અંક સાથે ત્રીજા સ્થાને અડિખમ છે.

નવા રેન્કિંગમાં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર પ્રદર્શનના જોરે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. સાઉથ આફ્રિકા હવે 102 અંક સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાન 98 અંક સાથે પાંચમા સ્થાને ખસી ગયું છે. અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકા 96 પોઈન્ટ સાથે છઠ્ઠા, અફઘાનિસ્તાન 93 અંક સાથે સાતમા, ઇંગ્લેન્ડ 89 અંક સાથે આઠમા, બાંગ્લાદેશ 84 અંક સાથે નવમા અને વેસ્ટ ઇન્ડીઝ 74 અંક સાથે દસમા સ્થાને છે.
આ રેન્કિંગ માત્ર આંકડા નથી, પરંતુ વર્લ્ડ કપ 2027 માં સીધા પ્રવેશ માટેનું પ્રવેશદ્વાર છે. નિયમ મુજબ, 31 માર્ચ 2027 સુધીમાં રેન્કિંગમાં ટોપ-8 માં રહેનારી ટીમોને સીધી એન્ટ્રી મળશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન હોવાને કારણે પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. જો સાઉથ આફ્રિકા ટોપ-8 માં રહેશે, તો નવમા ક્રમની ટીમને પણ સીધો લાભ મળી શકે છે.
ભારત આગામી શિખર સંમેલનમાં આફ્રિકાની સાથે ભાગીદારી મજબૂત કરશે
નવી દિલ્હીઃ ભારત અને આફ્રિકા વચ્ચેની ભાગીદારી એક નિર્ણાયક નવા તબક્કામાં પ્રવેશી રહી છે. ભારત 28થી 31 મે, દરમિયાન નવી દિલ્હીમાં ચોથી ભારત–આફ્રિકા ફોરમ સમિટ (IAFS-IV) યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ સમિટ સાથે બંને પક્ષોની ભાગીદારી વધુ સુવ્યવસ્થિત અને પરિણામ કેન્દ્રિત દિશામાં આગળ વધવાની આશા છે.
આ સંવાદમાં અનિલ કુમાર રાયે સમિટના લક્ષ્યો, વિકસતી વ્યૂહાત્મક ભાગીદારી અને ભારત તથા આફ્રિકા વચ્ચે વધુ ગાઢ સહયોગ આજના સમયમાં શા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે અંગે વિચારો વ્યક્ત કર્યા છે.
ભારત-આફ્રિકા ફોરમ સમિટ ભારત અને આફ્રિકા દેશોની વચ્ચે કૂટનીતિ અને આર્થિક સહયોગનો એક મહત્ત્વપૂર્ણ મંચ છે. આ પહેલાં એનું આયોજન વર્ષ 2015માં થયું હતું. આશરે એક દાયકા પછી IAFS-IV બંને પક્ષોના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત લાંબા સમયથી વેપાર, શિક્ષણ, આરોગ્ય અને ટેક્નિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકતું રહ્યું છે. IAFS-IVની થીમ IA સ્પિરિટઃ ઇન્ડિયા-આફ્રિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર ઇનોવેશન, રિસાયલન્સ એન્ડ ઇન્કલુઝિવ ટ્રાન્સફોર્મેશન રાખવામાં આવી છે. આ થીમનો ઉદ્દેશ સંશોધન, સમાવેશી વિકાસ અને મજબૂતી ભાગીદારીના માધ્યમથી બન્ને ક્ષેત્રોની પ્રગતિ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે 29 મેએ ભારત-આફ્રિકા વિદેશ મંત્રીઓની બેઠક થશે. આ સિવાય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ શિખર સંમેલનના એજન્ડામાં વેપાર, મૂડીરોકાણ, ડિજિટલ પરિવર્તન, વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, જળવાયુ પરિવર્તન, સુરક્ષા, અંતરિક્ષ ટેક્નિક, ઊર્જા અને મહત્ત્વપૂર્ણ ખનિજ જેવા વિ,ય સામેલ છે. ભારત અને આફ્રિકી દેશોની વચ્ચે ભવિષ્યની ભાગીદારીને મજબૂત કરવા માટે એક સંયુક્ત ઘોષણાપત્ર અને રોડમેપ જારી કરવાની સંભાવના છે.
ભારત અને આફ્રિકી દેશોની વચ્ચે આર્થિક સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે. વર્ષ 2024-25માં બંને પક્ષોની વચ્ચે દ્વિપક્ષી વેપાર આશરે 82 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો છે. ભારતે 40થી વધુ આફ્રિકી દેશોને 10 અબજ અમેરિકી ડોલરથી વધુના ઋણની મદદ કરી છે. આ સિવાય ભારતે આફ્રિકી દેશોને આશરે 700 મિલિયન અમેરિકી ડોલરનું અનુદાન પણ આપ્યું છે.
બંગાળમાં શુભેન્દુ સરકારની વહીવટી ‘સર્જિકલ સ્ટ્રાઈક’
પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સત્તા સંભાળતાની સાથે જ પ્રથમ કેબિનેટ બેઠકમાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરીને સૌને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યના વહીવટી માળખામાંથી ‘વધારાનો બોજ’ હળવો કરવા માટે નિવૃત્તિ બાદ પણ ફરજ બજાવતા અધિકારીઓ અને સલાહકારો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ તેમની પ્રથમ કેબિનેટ બેઠક બાદ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે સરકારી અધિકારીઓ નિવૃત્તિ બાદ ફરીથી નિમણૂક પામ્યા હતા અથવા જેમની સેવામાં વધારો કરવામાં આવ્યો હતો, તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવે. અગાઉની મમતા બેનર્જી સરકારમાં અનેક અધિકારીઓને રિટાયરમેન્ટ પછી પણ કામ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ શુભેન્દુ અધિકારીએ આ પ્રથાનો અંત લાવ્યો છે. વિવિધ બોર્ડ, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં નિયુક્ત કરાયેલા સભ્યો, ડાયરેક્ટરો અને ચેરપર્સનનો કાર્યકાળ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે.

900 થી વધુ પદો પર ગાજ પડી
રાજ્યના વિવિધ વિભાગોમાં 900 થી વધુ એડવાઈઝર (સલાહકારો) અને OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) કાર્યરત હતા, જેમને અગાઉની સરકાર દ્વારા પુનઃનિયુક્તિ આપવામાં આવી હતી. જે અધિકારીઓની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને પદ પરથી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે રાજ્યના તમામ વિભાગોના એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી અને સેક્રેટરીઓને સત્તાવાર પત્રો મોકલી દેવામાં આવ્યા છે.
બ્યુરોક્રેટ્સને મુખ્યમંત્રીની ટકોર: ‘ડર્યા વગર કામ કરો’
મુખ્યમંત્રીએ સનદી અધિકારીઓ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, “તમારે કોઈ પણ પ્રકારના ડર વગર અને માથું ઊંચું રાખીને કામ કરવાનું છે. જો કોઈ સમસ્યા હોય તો સીધી મને જાણ કરો.” તેમણે અધિકારીઓને શિસ્ત અને જવાબદારીપૂર્વક કામ કરવા સૂચના આપી હતી. પૂર્વ સરકારના સમયમાં વારંવાર વપરાતા ‘અનુપ્રેરણા’ શબ્દનો ઉલ્લેખ કરીને તેમણે સમજાવ્યું કે સરકારી કામમાં કોઈ વ્યક્તિવિશેષને મહત્વ આપવાની જરૂર નથી, બલ્કે સરકારી મર્યાદા અને સન્માન જળવાવું જોઈએ.
વહીવટી સુધારા માટે પીએમની કડક સૂચનાઓ
નાણાકીય શિસ્ત: બિનજરૂરી ખર્ચાઓ અને સરકારી નાણાંનો બગાડ તાત્કાલિક બંધ કરો. માત્ર અત્યંત જરૂરી કામો માટે જ ભંડોળ વાપરવું.
કેન્દ્રીય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકારની અટકેલી યોજનાઓને ઝડપથી લાગુ કરો જેથી જનતાને તેનો લાભ મળી શકે.
ડિજિટલ કનેક્ટિવિટી: તમામ સચિવો અને મુખ્યમંત્રી સાથેનો એક વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે, જેથી વહીવટી પ્રક્રિયા ઝડપી બને.
જવાબદારી: જો કોઈ અધિકારી બેદરકારી દાખવશે કે ભૂલ કરશે, તો તેની સામે કડક વહીવટી પગલાં લેવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે તેઓ અધિકારીઓને જાહેરમાં કે મીડિયા સમક્ષ અપમાનિત કરવાના પક્ષમાં નથી. વહીવટી તંત્ર ગરિમા અને સન્માન સાથે ચાલશે, પરંતુ દરેક અધિકારીની જવાબદારી (Accountability) નક્કી કરવામાં આવશે.







