મહેસાણા: ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજ બી. એસ. પટેલ પોલિટેક્નિક અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં આ વર્ષે વિવિધ વિષયની બાર જેટલી શાખાઓના હજારો વિદ્યાર્થીઓને આવકારવા અને અભ્યાસક્રમની વિગતવાર માહિતી આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ “જ્યોતિર્ગમય-2025″નું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. 12 જેટલી શાખામાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર આઈટી, ઓટોમોબાઇલ કેમિકલ, પેટ્રોકેમિકલ, બાયોમેડિકલ, ઇસી અને એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.
હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને દબદબાભેર ઉજાવાયેલા આ ” જ્યોતિર્મય – 2025 ” ઉત્સવમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદા અને પોલિટેકનિક કોલેજના પ્રધાન-દાતા બેચરભાઈ પટેલે અમેરિકાથી ઓનલાઇન હાજરી આપી હતી.
તો ગણપત યુનિવર્સિટીના ગ્રુપપ્રો ચાન્સેલર ડોક્ટર મહેન્દ્ર શર્મા, જીલ ટેક-સોફ્ટ સ્થાપક અને સીઈઓ મૌલિક મશરાની, જીલ ટેક્-સોફ્ટના ડાયરેક્ટ પંડ્યા, સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના એચ. આર. મેનેજર યોગેશ જોશી, રાધે બિલ્ડીંગના પ્રોપરાઇટર કાર્તિક પટેલ સહિત અનેક મહાનુભાવોએ આ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કારકિર્દી અને જીવનમાં સફળતા માટે માર્ગદર્શન આપ્યું હતું. ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલ પ્રો.ડો. કે.પી. પટેલે આવકાર પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ધીરજ, લગન, સ્વયંશિસ્ત અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.
ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજ અનેઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીને પોતાના ઉચ્ચ અભ્યાસક્રમ માટે પસંદ કરવા બદલ સંસ્થાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
અમેરિકા સાથેના તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. ગુરુવારે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મોસ્કોમાં ટાંકીને કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેશે. રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે રશિયન તેલની ખરીદીથી નારાજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ 50% વધારી દીધો છે.
Bishkek: Prime Minister Narendra Modi meets Russian President Vladimir Putin on the sidelines of the SCO Summit in Bishkek, Kyrgyzstan on June 13, 2019. (Photo: IANS/PIB)
રશિયન સમાચાર એજન્સી ઇન્ટરફેક્સે અગાઉ અજિત ડોભાલને ટાંકીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન ઓગસ્ટના અંતમાં ભારતની મુલાકાત લેશે. જોકે, બાદમાં સમાચારમાં સુધારો કરતા એજન્સીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન 2025 ના અંતમાં ભારતની મુલાકાત લેશે.
નવી દિલ્હીઃ વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીના આ આક્ષેપો પર ચૂંટણી પંચે પણ કડક પ્રતિક્રિયા આપી છે. પંચે રાહુલ ગાંધીને તેમના આક્ષેપો અંગે શપથપત્ર (સોગંદનામું) આપવાની માગ કરી છે. ચૂંટણી પંચે રાહુલના આક્ષેપોને ખૂબ જ ગંભીર ગણાવ્યા છે. પંચે કહ્યું છે કે આ પ્રકારના આક્ષેપો માત્ર હાઇકોર્ટમાં જ પડકારવામાં આવી શકે છે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ (ધાંધલી) કરવામાં આવી હતી. એક્ઝિટ પોલ કંઈક બીજું બતાવતા હતા જ્યારે પરિણામ કંઈક બીજું આવ્યું. મહારાષ્ટ્રમાં 40 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હતા. ચૂંટણી પંચ આ લોકોને બચાવવાનું શા માટે પ્રયત્ન કરે છે? નકલી રીતે મતદાન કરાવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે મિલીભગત છે. ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા શા માટે જાહેર કરતું નથી?
Rahul Gandhi exposes alleged voter fraud in explosive press conference, accusing ECI of rigging polls with BJP. Cites 1.5 lakh fake voters in Karnataka's Mahadevapura as evidence. Now let's see what answer ECI gives ?#VoteChori#VoterFraud#ECIpic.twitter.com/fk4EhKXE9p
તેમણે વધુમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રનાં પરિણામોએ મતચોરીની શંકાને વધુ મજબૂત બનાવી છે, કારણ કે પાંચ મહિનામાં પાંચ વર્ષથી વધુના મતદારો ઉમેરવામાં આવ્યા હતા. સાંજના પાંચ વાગ્યા પછી મોટા પાયે મતદાન થયું. અમે આ મુદ્દે ચૂંટણી પંચ સામે રજૂઆત પણ કરી હતી, પણ ચૂંટણી પંચ અમને ડિજિટલ મતદાર યાદી આપવાનો ઈનકાર કરે છે. ત્યાર બાદ અમારી ટીમે છ મહિનાથી દસ્તાવેજોની છણાવટ કરી અને ત્યાર બાદ આ પુરાવાઓ રજૂ કર્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે અમારા આંતરિક સર્વે અનુસાર કર્ણાટકમાં અમે 16 બેઠકો જીતવાનું અનુમાન લગાવ્યું હતું, પણ વાસ્તવમાં માત્ર નવ બેઠકો જ જીતી શક્યા.
ગાંધીનગર: ભારત સરકાર દ્વારા આગામી 8 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ રમત-ગમત અને યુવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની થીમ પર સમગ્ર રાજ્યમાં અભિયાન યોજાશે. જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ક્રમશ 9, 10, 11 અને 12 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા મથક, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ યાત્રામાં રાજ્યભરની અનેક સંસ્થાઓ સહભાગી થશે. તિરંગા યાત્રા ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છતા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે અને શહેરોને સ્વચ્છ રાખવા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
12 થી 15ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, તિરંગા ચિત્ર સ્પર્ધા તથા તિરંગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના જવાનો અને પોલીસકર્મીઓને મોકલવા માટે બાળકો દ્વારા તિરંગા રાખડી પણ તૈયાર કરવામાં આવશે.
સુરત: રાષ્ટ્રીય હસ્તકલા દિવસની ઉજવણીના ભાગરૂપે, સુરત શહેરમાં અવની એથનિક સાડીઝ અને સ્વરા જ્વેલર્સના સહયોગથી એક અનોખું ફોટોશૂટ આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની અગ્રણી મહિલાઓએ હાથવણાટની સાડીઓ પહેરીને ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને પ્રોત્સાહન આપ્યું હતું. આ ફોટોશૂટમાં સાધનાબેન સાવલિયા, પ્રતિમાબેન સોની, ડૉ. એકતા ગાંધી, પ્રતિભાબેન દેસાઈ અને શિલ્પીબેન જેવી વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ધરાવતી મહિલાઓએ ભાગ લીધો હતો, જેમણે હાથવણાટની સાડીઓની ભવ્યતાને ઉજાગર કરી.
રાષ્ટ્રીય હસ્તકલા દિવસ, જે દર વર્ષે 7 ઓગસ્ટે ઉજવાય છે, ભારતની હસ્તકલા અને હાથવણાટની કળાને પ્રોત્સાહન આપવા અને તેનું સન્માન કરવા માટે સમર્પિત છે. આ વર્ષે, સુરતમાં આ દિવસની ઉજવણી ખાસ રીતે યાદગાર બની, કારણ કે આ ફોટોશૂટ દ્વારા હાથવણાટની સાડીઓની સુંદરતા અને કારીગરોની કુશળતાને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવી. અવની એથનિક સાડીઝ દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સાડીઓમાં બનારસી, કાંજીવરમ, ચંદેરી અને અન્ય પરંપરાગત હાથવણાટની ડિઝાઇનનો સમાવેશ થતો હતો. જે ભારતના વિવિધ પ્રદેશોની હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરે છે.
સ્વરા જ્વેલર્સે આ ફોટોશૂટને વધુ નિખારવા માટે પરંપરાગત અને આધુનિક ઘરેણાંઓ પૂરાં પાડ્યાં હતાં, જે સાડીઓની શોભાને બમણી કરી રહ્યાં હતાં. આ ફોટોશૂટનો મુખ્ય ઉદ્દેશ હાથવણાટની સાડીઓના મહત્વને પ્રોત્સાહન આપવું અને સ્થાનિક કારીગરોની કળાને વૈશ્વિક સ્તરે લઈ જવાનો હતો.
ફોટોશૂટમાં ભાગ લેનાર મહિલાઓએ જણાવ્યું કે, હાથવણાટની સાડીઓ માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ તે ભારતની સાંસ્કૃતિક વિરાસત અને કારીગરોની મહેનતનું પ્રતીક છે. આ સાડીઓ પહેરવાથી અમને અમારી સંસ્કૃતિ સાથે જોડાણનો અનુભવ થાય છે અને કારીગરોની કળાને આગળ લઈ જવાની પ્રેરણા મળે છે. આ કાર્યક્રમમાં હાથવણાટની સાડીઓની વિવિધતા દર્શાવવામાં આવી, જેમાં રેશમ, કપાસ અને ખાદી જેવી કુદરતી રેસાઓથી બનાવેલી સાડીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, આધુનિક અને પરંપરાગત શૈલીનું સંયોજન દર્શાવતી ડિઝાઇનો પણ પ્રદર્શિત કરવામાં આવી, જે યુવા પેઢીને હસ્તકલા પ્રત્યે આકર્ષવા માટે ખાસ રચાયેલી હતી. નવી પેઢીને એ સંદેશ આપવા માંગીએ છીએ કે હાથવણાટની સાડીઓ ફેશનનો એક ભાગ હોવા ઉપરાંત આપણી વિરાસતનો ગૌરવપૂર્ણ અંશ છે.
અમદાવાદ: National Immunization Awareness Monthના પ્રસાર માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા આજે “From Cells to Shots: The Science of Immunity and Vaccination” વિષયક વિશેષ ઉદ્દબોધનનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા ન્યૂયોર્કના ફાર્મિંગડેલ સ્ટેટ કોલેજના સ્કૂલ ઓફ હેલ્થ સાયન્સના સહાયક પ્રોફેસર અને હાલમાં અમદાવાદ આવેલા પ્રો. જોલી શાહએ જણાવ્યું કે, “COVID-19 મહામારીએ આપણને બતાવ્યું કે આપણું રોગપ્રતિકારક તંત્ર કેટલું મહત્વપૂર્ણ છે અને રસીકરણ કેમ જરૂરી છે. જ્યારે આપણે રસી અને રોગપ્રતિકારક શક્તિ પાછળનું વિજ્ઞાન સમજીએ, ત્યારે આપણે ભવિષ્યમાં વધુ સારી તબીબી પસંદગીઓ લઈ શકીએ છીએ.”
આ કાર્યક્રમનો હેતુ માનવ રોગપ્રતિકારક તંત્રના વિજ્ઞાન અને રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. અદાણી વિદ્યામંદિરના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ સત્રમાં હાજરી આપી અને ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા. પ્રસ્તુતિ સરળ ભાષામાં અને વૈજ્ઞાનિક સમજ સાથે રજૂ કરવામાં આવી, જેને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તરફથી ખુબ સરાહના મળી.
આ અવસરે સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગના જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખે જણાવ્યું કે, “અપણા શરીરનું રોગપ્રતિકારક તંત્ર કેવી રીતે કાર્ય કરે છે અને રસી કેવી રીતે આપણને રોગોથી બચાવે છે તે જાણવું દરેક નાગરિક માટે જરૂરી છે. આવા સત્રો દ્વારા વિજ્ઞાનને સરળ, રસપ્રદ અને સમજૂતીભર્યું બનાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. આ પ્રકારના કાર્યક્રમો રસીકરણ જાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
અમદાવાદઃ રક્ષાબંધન નિમિત્તે અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં “રાખી ફોર અ કોઝ.. કાઈન્ડનેસ કેન નેવર પોઝ” થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણો દેશ ઓગસ્ટના ઉત્સવના મહિનાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે શાંતિ એશિયાટિક સ્કૂલે ચાંદની ફાઉન્ડેશનના સહયોગથી SAS કેમ્પસમાં રાખી ફેસ્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રક્ષાબંધનની ભાવના ભવ્યતાથી ખીલી ઊઠી, દિવ્યાંગ, અંધજન અને અનાથ બાળકો દ્વારા બનાવવામાં આવેલી હેન્ડ મેઈડ રાખડીઓ ખૂબ જ ગર્વ અને કાળજી સાથે પ્રદર્શિત કરવામાં આવી હતી. દરેક બાંધેલો દોરો ફક્ત એક હસ્તકલા કરતાં વધુ હતો અને આ વંચિત લોકોના શિક્ષણ, સંભાળ અને સપનાઓને ટેકો આપતો હતો.
અપાર પ્રેમ અને આનંદના ઉલ્લાસ સાથે આ કાર્યક્રમે એક એવી આશાનું કિરણ પ્રગટાવ્યું જેણે દરેક હૃદયને દયા અને પ્રેમની હૂંફથી ઝળહળતું કરી દીધું હતું.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, અને ખેડૂતો પ્રત્યે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે બે થી ત્રણ વર્ષ સુધી, દિલ્હી આવવા માંગતા ખેડૂતોને રોકવામાં આવ્યા. કેટલાક ગરીબ ખેડૂતો મૃત્યુ પામ્યા. ત્યારે સરકારને તેમની યાદ નહોતી આવી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી છે, ત્યારે ખેડૂતોને ફરીથી યાદ કરવામાં આવી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે જ્યારે તેમના પિતા બાળાસાહેબ ઠાકરે ભૂખ હડતાળ પર હતા, ત્યારે તેમને દિલ્હી આવવા દેવામાં આવ્યા ન હતા. તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, દિવાલો ઉભી કરવામાં આવી હતી અને તેમને નક્સલવાદી કહેવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે પરંતુ હવે ધીમે ધીમે કેન્દ્રના બધા જુઠ્ઠાણા ખુલ્લા પડી રહ્યા છે, અને તેમનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે.
તે જ સમયે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે પણ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળશે અને ભારત જોડાણની બેઠકમાં હાજરી આપશે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું, “બંને ભાઈઓ ખૂબ જ સક્ષમ છે. અમે જે કરવાનું છે તે કરીશું. કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર નથી.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં, ભલે તેના માટે તેમને વ્યક્તિગત રીતે ભારે કિંમત ચૂકવવી પડે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર આયાત ડ્યુટી 50 ટકા સુધી વધારી દીધી છે અને વેપાર સોદાને લઈને બંને દેશો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
અમેરિકા ભારતના કૃષિ અને ડેરી બજારોમાં વધુ પ્રવેશ ઇચ્છે છે, પરંતુ ભારત આ માટે સંમત નથી કારણ કે તેનાથી ખેડૂતો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમારા માટે, ખેડૂતોનું કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હું જાણું છું કે મારે વ્યક્તિગત રીતે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું.”
વડોદરા: ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ મેડમ ભીખાઈજી કામાએ બનાવ્યો હતો. તેમણે જ વિદેશની ધરતી ઉપર પ્રથમ વખત એ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પણ શું તમને એ ક્યારેય પ્રશ્ન થયો છે કે, આ નારીરત્નના વંશજો ક્યા રહે છે ? મેડમ ભીખાઇજી કામાના પરિવારના વંશજો પૈકીનો એક પરિવાર જિલ્લામાં ડભોઈ તાલુકામાં વસવાટ કરે છે. આમ તો ભીખાઇજી કામાને કોઇ સંતાનો નહોતા. પણ તેમના શ્વસુર પક્ષના વંશજોના મૂળ વડોદરા સુધી આવ્યા છે.
ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ સ્વતંત્રતા સંઘર્ષ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. પ્રથમ રાષ્ટ્રધ્વજ ૧૯૦૬માં કોલકાતામાં લહેરાવવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૦૭માં મેડમ ભીખાઇજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટમાં ધ્વજ લહેરાવ્યો. પિંગળી વેંકૈયાએ ૧૯૨૧માં ધ્વજની એકરૂપ રચના કરી હતી. જુદા-જુદા સમયગાળામાં ધ્વજમાં ફેરફાર થયા. છેલ્લે ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણીય સભાએ હાલના ત્રિરંગાને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તરીકે માન્યતા આપી. કેસરી, સફેદ અને લીલા રંગના ત્રિરંગામાં મધ્યમાં અશોકચક્ર છે, જે ધર્મ અને ન્યાયનું પ્રતિક છે. રાષ્ટ્રધ્વજ ભારતના ગૌરવ અને એકતાનું પ્રતીક છે.
દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા મુંબઇના મેડમ ભીખાઈજી કામાના પિતા સોરાબજી પટેલ શ્રીમંત હતા અને મુંબઇમાં રાજકીય અગ્રણી હતા. તેમના લગ્ન મુંબઇના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા. આ મુંબઇના કામા પરિવારના મૂળ ભરૂચમાં હતા. ભીખાઇજી કામાના શ્વસુર પક્ષ એવા કામા પરિવારના ઘણા સભ્યો ભરુચથી ગુજરાતમાં વિવિધ સ્થળે વસ્યા હતા. જેમાં મોટા ભાગના લાકડા, બાંધકામ, ઇજનેરી કૌશલ્ય સાથે સંકળાયેલા હતા.
આ કામા પરિવારમાં એક એવા દોરાબજી અરદેશજી કામા ! જેઓ ભરુચના કામા પરિવારના એક સભ્ય હતા. મેડમ ભીખાઈજી કામાના શ્વસુર પક્ષના બીજી કે ત્રીજી પેઢીના પરિવારમાંથી આ એક દોરાબજી કામા ! મહારાજા સયાજીરાવ ગાયકવાડે દોરાબજી અરદેશજી કામાને ડભોઈ તાલુકામાં હાલ જે બાણજ ગામ તરીકે ઓળખાય છે, ત્યાં ૪૫૦ વિઘા જમીન આપી, જેથી તેઓ વસવાટ કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. મહારાજા સયાજીરાવના આશ્રયથી દોરાબજી અરદેશજી કામા બાણજ ગામમાં સ્થાયી થયા. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. સ્પષ્ટ વક્તા, નેતૃત્વનો ગુણ અને બહોળા જ્ઞાનના કારણે તેઓ ૨૦ વર્ષ સુધી બાણજ ગામના સરપંચ પણ રહ્યા.
દોરાબજી અરદેશજી કામાના બીજા પત્ની કે જેઓ નોન પારસી હતા, તેમનાથી બે સંતાનો હતો. પારસી સમુદાયમાં આંતરધર્મીય લગ્ન નિષેધ હોય છે. પરંતુ તે સમયે પારસી આગેવાનોએ પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે આ લગ્નને સ્વીકૃતિ આપી હતી. ત્યારબાદ દોરાબજીના સંતાન જમશેદજીને પાંચ સંતાન હતા, જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેન હતી, જે લગ્ન બાદ હાલ વિદેશમાં છે. જ્યારે ત્રણ ભાઈમાંથી બે ભાઈઓના અકાળે અવસાન થતા એક ભાઈ રહ્યા છે, જેનું નામ મનેશભાઈ છે. આ મનેશભાઈએ પણ અહીં રહીને નોન પારસી મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા. અને હવે તેમનો પુત્ર હોમીભાઈ તેમની સાથે રહે છે.
મનેશભાઈ તેમના પત્ની શંકુતલાબેન અને પુત્ર હોમીભાઈ સાથે એ જ બાણજ ગામમાં રહે છે, જે જમીન મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના દાદા દોરાબજી કામાને સ્થાયી થવા આપી હતી. પેઢી દર પેઢી તેઓ તેમના અસ્તિત્વ અને પારસી રીત રિવાજોનું વહન કરી રહ્યા છે. આ મનેશભાઇ અને હોમીભાઇ મેડમ કામાના શ્વસુર પરિવાર કામા પરિવારના વંશજો છે, એમ મનેશભાઇ કામા કહે છે.
જો કે, મનેશભાઇ તેમના દાદા અને રૂસ્તમજી કામા વચ્ચે શું સંબંધ હતો તે ચોક્કસ કહી શકાતા નથી. દોરાબજી કામાએ પોતાના ઉદાર સ્વભાવના કારણે તેમણે ગામમાં પ્રાથમિક શાળા બનાવવા માટે પોતાની થોડી જમીન પણ દાનમાં આપી હતી. ત્યારબાદ ટોચની મર્યાદાનો કાયદો, પેઢી દર પેઢી ગંભીર બિમારીઓ જેવી ઘટનાઓના કારણે તેઓની જમીનનો વિસ્તાર ઘટતો ગયો. આજે દોરાબજી કામાની ત્રીજી પેઢી હોમીભાઈ કામા અહીં રહે છે, તેમની પાસે હાલ બાવન (52) વિઘા જમીન છે, જેને ખેતી માટે ભાડા પટ્ટે આપીને તેઓ જીવનનિર્વાહ કરી રહ્યા છે.
હૈદરાબાદઃ તેલંગાણાના રાજકારણમાં ફોન ટેપિંગનો મોટો આરોપ સામે આવ્યો છે. ભૂતપૂર્વ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સરકારના શાસનમાં વિરોધી નેતાઓના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઘણા મહત્વના ખુલાસાઓ થયા છે.
શું છે આરોપ?
આરોપ છે કે 2014થી 2023માં BRS સરકારના શાસનમાં તેલંગાણાની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ બ્રાંચ (SIB) દ્વારા આશરે 600 લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા અને તેમની ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી. આ સંપૂર્ણપણે ગેરકાયદે છે. ડિસેમ્બર, 2023માં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં BRS સરકારે સત્તા ગુમાવી હતી.
કોના ફોન ટેપ થયા?
ફોન ટેપ કરાયેલા લોકોમાં રાજકીય નેતાઓ ઉપરાંત, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેન, હાઈકોર્ટના જજ, તેમના જીવનસાથી, ડ્રાઇવર અને બાળપણના મિત્રો પણ સામેલ હતા.
Beware !! #Special26 type teams are lurking around … making fake calls posing as @TelanganaACB officials, threatening public servants, demanding money not to register cases; if you encounter any such ‘officer’, you can call 1064 or 9440446106 or report on social media platforms pic.twitter.com/8phdnRvyYx
આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે રિલાયન્સ જિયોએ SIBને 6 ડિસેમ્બર 2023એ એક પત્ર મોકલ્યો. આ દિવસે નવી સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર બની હતી.
પત્રમાં શું હતું?
આ પત્રમાં પૂછવામાં આવ્યું હતું કે શું જિયો કંપનીએ અમુક ફોન નંબરની લીગલ ઇન્ટરસેપ્શન અથવા સર્વેલન્સ ચાલુ રાખવું જોઈએ? આ નંબર 16 નવેમ્બરથી 30 નવેમ્બર 2023 સુધી ટેપ થઈ રહ્યા હતા. એ સમયગાળો વિધાનસભા ચૂંટણીઓનો હતો. આવા પત્રોને રિકન્સિલિયેશન લેટર્સ કહેવામાં આવે છે અને તે દર 15 દિવસે આવે છે. નવા પત્રોની તપાસમાં આ આખો કિસ્સો ખૂલ્યો.
પોલીસે સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા અગાઉ મોકલાયેલા પત્રોની તપાસ કરી. આમાં તે લોકોને લઈને વિગત મળેલી જેમના ફોન ટેપ થયાના આરોપ છે.
કયા લોકો આરોપી છે?
આ મામલામાં SIBના ભૂતપૂર્વ ચીફ અને IPS અધિકારી ટી. પ્રભાકર રાવ, ડેપ્યુટી SP ડી. પ્રણીત રાવ, એડિશનલ SP એમ. થિરુપથન્ના, એન. ભુજંગ રાવ, ભૂતપૂર્વ SP પી. રાધાકિશન રાવ અને એક ટીવી ચેનલના માલિક એ. શ્રવણકુમાર રાવ આરોપી છે.