|
ભક્તિ મહલ બહુ ઊંચ હૈ, દૂર હિ તે દરશાચ, જો કોઈ જનભક્તિ કરે, શોભા બરનિ ન જાય. |
ભક્તિની સુવાસ અનેક જગ્યાએ પ્રસરે છે. ભક્તિ મહેલ મંદિરના શિખર જેમ ઊંચાઈ પર છે, જેમ મંદિરની ધજાનાં દર્શન
દૂરથી થાય છે તેમ ભક્તિનાં સ્પંદનો દૂરથી અનુભવી શકાય છે. મીરાંએ ગાયું છે કે, ઊંચે ઊંચે મહેલ બનાઉ, બીચમાં રખ્ખું બારી. પ્રભુદર્શન માટે સંયમ, મર્યાદા, ત્યાગ પ્રેમનો ઊંચો મહેલ બનાવીએ, પરંતુ તેમાં ગૂંગળામણ થાય.
કબીરજી હિમાલયની ગુફાના નિર્જન એકાંતમાં સાધના કરવા નથી કહેતા. કામ કરતા કરતા સમાજ સાથે હળીમળીને ઈશ્વરમય રહેવાનો તેમનો ઉપદેશ છે.
કબીરજી શબ્દોને સહજ રીતે રમાડી શકે છે. તેમની સાધુકડી ભાષામાં શબ્દોનો વૈભવ છે – ઉપમાઓનો મૂલ્યવાન ખજાનો છે – ચોટદાર ઉક્તિઓ છે. આમ છતાં, કબીરજી શબ્દોની મર્યાદા સ્વીકારે છે. આદર્શ ભક્તનો સત્સંગ એક આગવી અનુભૂતિ છે. કબીરજી તેથી જ કહે છે કે, આની શોભાનું વર્ણન ન થાય.

આપણા અમુક અનુભવો એટલા તીવ્ર હોય છે કે, આપણે અવાચક બની જઈએ છીએ. શબ્દો તો માનવીને માટે વિશેષ શક્તિનો સ્રોત છે, પણ આપણા હોઠ જે નથી કહી શકતા તે આંખ કહી શકે છે. ક્યારેક તો રોમેરોમમાં ચેતનાનું ઝરણું ફૂટી નીકળે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)










સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે છે અને શાંતિપૂર્ણ તથા સુરક્ષિત ભવિષ્ય માટે જાગૃતિ ફેલાય છે.
તહેવારો દરમિયાન હાથશાળ સહકારી મંડળીઓને હાથશાળના ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય મળે છે, જ્યારે મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાય મળે છે. આ ઉપરાંત, મહિલા સહકારી મંડળીઓ માટે વાર્ષિક 120 દિવસના સમયગાળા માટે વેચાણ પર 15% અને 20%ની વિશેષ વળતર સહાય આપવામાં આવે છે. સાથે જ રાજ્યની ટોચની હાથશાળ સંસ્થાઓ તેમજ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમને ગુજરાત રાજ્યમાં અને રાજ્ય બહાર પ્રદર્શનોમાં ભાગ લેવા તેમજ જાહેરાત અને પ્રચાર કરવા માટે સહાય આપવામાં આવે છે.
મિલ ગેટ પ્રાઇસ સ્કીમ હેઠળ રાજ્યના માન્ય ડેપો મારફતે ખરીદવામાં આવેલા ગુણવત્તાયુક્ત યાર્ન (સૂતર) પર 15% સબસીડી આપવામાં આવે છે. વણકરોના કૌશલ્ય વિકાસ માટે ટૂંકા અને લાંબા ગાળાની તાલીમ આપવામાં આવે છે, જેમાં પ્રતિ તાલીમાર્થી ₹4500 પ્રતિ માસ સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.
હાથશાળ ઉત્પાદનોની દ્રશ્યતા વધારવા માટે વ્યાપક માર્કેટિંગ પ્રયાસો પણ કરવામાં આવે છે, જેમાં હોર્ડિંગ્સ, કિઓસ્ક, વૉલ પેઇન્ટિંગ્સ, રોડ શૉ, ફેશન શૉ વગેરે દ્વારા પ્રચાર-પ્રસારનો સમાવેશ થાય છે. હાથશાળના ઉત્પાદનોનું માર્કેટિંગ ગુજરાતની અંદર અને બહાર ‘ગરવી-ગુર્જરી’ બ્રાન્ડ દ્વારા ઈ-કોમર્સ અને એમ્પોરિયા ચેઇન દ્વારા કરવામાં આવે છે.