શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા અપરંપાર છે. આપણી પૂજા અને અર્ચના માત્ર શિવલિંગની પૂજા પૂરતી જ
સિમિત રહી જાય છે, કેમકે આપણે એ ચૈતન્ય સ્વરૂપને પૂર્ણ રૂપે જાણી શકતા નથી. સમગ્ર વિશ્વમાં હિન્દૂ ધર્મ જ એવો ધર્મ છે, જેના મૂળ વાસ્તવિકતા સાથે જોડાયેલા છે. જેમાં કલ્પનાઓનો આધાર વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. જેમાં બ્રહ્મહાંડની ઉત્પતિ અને વિનાશના પુરાવાઓ છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો આ વાતને માની રહ્યા છે.
આંખ બંધ કરો એક પળ માટે કલ્પના કરો, સૃષ્ટિની રચના થાય છે, નાશ થાય છે, બધું તૂટે છે, અને ફરીથી ઊભું રહે છે, એ શક્તિ કોણ છે? કદાચ આપણે નામ આપી રહ્યા છીએ કે ભગવાન. કેમકે બાળપણથી લઈને આજ સુધી આપણને એજ શીખડાવવામાં આવ્યું છે કે બધું જ એક અદ્રશ્ય શક્તિ દ્વારા સંચાલિત છે જેને જ આપણે ઈશ્વર કહીએ છીએ. એક મિનિટ માટે વિચારો કે કેવી રીતે, તો તમારી પાસે કોઈ જવાબ હોય ના શકે. સનાતનના મૂળ એટલા ઊંડા છે કે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હિન્દૂ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. આપણે એક ખોટા માળખામાં એટલા ફસાયેલાં છીએ કે મૂળ રૂપ સુધી પહોંચવું દિવસે દિવસે અઘરું થતું જાય છે. એ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે વિશ્વની સૌથી મોટી સિદ્ધિ પણ ત્યાં સુધી ભાગ્યે જ પહોંચશે.

યુરોપના જીનોવામાં કોસ્મોસ એનર્જી માટે રિસર્ચ કરતી દુનિયાની સૌથી મોટી લેબની બહાર હિન્દુત્વની સૌથી પ્રાચીન નટરાજની પ્રતિમા લગાવેલી છે. ફિઝિક્સની દુનિયાની સૌથી મોટી લેબની બહાર, નૃત્ય કરતાં શિવની કાંસ્યની મૂર્તિ સનાતન ધર્મના મજબૂત મૂળની સાબિતી છે. 1960 થી ભારત cern એટલેકે યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ સંસ્થા જે કવોન્ટમ ફિઝિક્સ અને તેના રિસર્ચ માટે કામ કરે છે, તેનું સભ્ય છે. તેની સાથેના મજબૂત સંબંધ માટે ભારતે 2004 માં શિવની નટરાજની પ્રતિમા ભેટ સ્વરૂપે આપેલી. હિન્દુત્વના ગર્વની આ ઘટનાનો મુખ્ય શ્રેય અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સેગનને જાય છે.
કાર્લ સેગન વિશ્વવિખ્યાત ઍસ્ટ્રોફિઝિસ્ટ, લેખક અને લોકપ્રિય સંવાદક છે. તેમની લોકપ્રિય ટીવી સિરીઝ COSMOS માં તેમણે હિંદુ ધર્મના બ્રહ્માંડ દૃષ્ટિકોણને સરાહના કરી હતી. કાર્લ સેગને ખાસ રજૂઆત કરી કે હિંદુ ધર્મ એ એકમાત્ર પ્રાચીન સંસ્કૃતિ છે, જેણે બ્રહ્માંડને ‘નિરંતર સર્જન અને વિનાશના ચક્ર’ તરીકે વર્ણવ્યું છે. હિંદુ ધર્મમાં બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ સંચાલન કરે છે અને મહેશ (શિવ) નાશ કરે છે, અને ફરીથી નવી સર્જનશૃંખલા શરૂ થાય છે. જેને વિજ્ઞાનના આયમને આધારે સ્વીકારવામાં આવેલ છે.

જીવન અને મૃત્યુનો ચક્રકાર દ્રષ્ટિકોણ આજના આધુનિક વિજ્ઞાન સાથે જોડાયેલ છે, જેમાં Big Bang થિયરીથી બ્રહ્માંડની ઉત્પત્તિ અને ભવિષ્યમાં Big Crunch અથવા Heat Death જેવી શક્યતાઓ દર્શાવવામાં આવે છે. અણુઓ કોઈ પણ અવસ્થામાં સ્થિર નથી તે સતત સ્પંદનમાં રહેતાં હોય છે. આ અણુઓની ગતિ એ કોઈ સ્થિતિ નથી પરંતુ કદી ના રોકનારો નિરંતર પ્રવાહ છે જેમાં સર્જન અને વિસર્જનની શક્યતાઓ છે. Cern ના વૈજ્ઞાનિકોએ આજ સ્થિતિને શિવ તાંડવ સાથે સુસંગત કરી છે એનું માનવું છે કે કણોનું સતત કંપન એ નૃત્યનું એક સ્વરૂપ છે. જે શક્તિથી જીવનને ઉર્જા મળે છે તે સતત ગતિમાન રહેતાં શિવની મુદ્રાઓ અને સતત વહેતી જટાનું સ્વરૂપ છે. વિજ્ઞાન તેને ગતિ ઉર્જા કહે છે. આ દરેકમાં ગતિ છે એ સૂચવે છે કે બ્રહ્માંડ સતત હલતું રહે છે. દરેક પરમાણુ, તારો, ગ્રહો બધું ગતિમાં છે. બીજી બાજુ,જીવનનો મુખ્ય આધાર છે તે છે સ્થિરતા, તે બીજું કંઈ નહીં પણ નટરાજની મૂર્તિમા શિવનો મુખારવિંદ છે. જે સતત ગતિમાન હોવા છતાં શિવજીનો ચહેરો સ્થિર અને આનંદમય છે. એ જ સ્થિતિ શક્તિનું પ્રમાણ છે,જે બધું ધારણ કરે છે.
સનાતન ધર્મ કોઈ સ્થાપિત ધર્મ નથી. એ તો જીવાત્મા અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધનું શાસ્ત્ર છે. શિવ તત્વ શૂન્યથી આવે છે, પણ અનંત સુધી જાય છે. એમની ત્રિશૂળ – સમયના ત્રણ પરિમાણ (ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય)નું સંકેત છે. આપણે ધર્મમાં માનીયે કે ના માનીયે એ અલગ વાત છે પણ આપણા અસ્તિત્વનો આધાર એ કોઈ સામાન્ય ઘટના ના જ હોય શકે એ માનવું ઘણું જરૂરી છે. કાર્લ સેગન એ હિંદુ ધર્મના વિઝનને ‘the only religion which talks about the right age of the universe’ તરીકે વ્યક્ત કર્યું. એ દરેક હિન્દૂ માટે ગૌરવપ્રદ ગણી શકાય. સનાતન ધર્મના યોગ, તંત્ર વિજ્ઞાન, અને શિવતત્વ દ્વારા આપણે બ્રહ્માંડના કેટલાય વિશ્વોને સ્પર્શી શકીયે છીએ ,એ કોઈ નાની વાત ના જ હોય શકે.
હર હર મહાદેવ
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)



આ વરસાદને લીધે નોર્થ ઈસ્ટમાં મેઘાલય રાજ્યના ખાસી હિલ્સ વિસ્તારના મૈસિનરામ ગામની યાદ આવી. દુનિયાનો સૌથી વધુ વરસાદ આપણા દેશમાં આ ગામમાં પડે છે. એકવાર વરસાદ શરૂ થાય એટલે ત્રણેક અઠવાડિયા મૂશળધાર હોય છે. વરસાદનો અવાજ આપણને ગમે તેટલો ગમતો હોય છતાં તેમને તે નોઈઝ પોલ્યુશન લાગે છે. આથી ઘરના છાપરા પર તેઓ ઘાસના ગાદલા ગોઠવે છે, જેથી વરસાદનો અવાજ ઓછો સંભળાય.
વરસાદ પડવો અથવા પાડવો એ દર વર્ષનું નક્કી થયેલું કામ હોવા છતાં તેમાં સુસૂત્રતા લાવો, લોકોને ઓછામાં ઓછો ત્રાસ થાય તેનું ધ્યાન રાખો, રોજના પેપર વાંચવા નહીં મળે તો અનેકોનો દિવસ વેડફાઈ જાય છે તેનો વિચાર કરો’ આવી કાંઈક ટ્રેનિંગ તેને નક્કી મળેલી હોવી જોઈએ. આથી જ મુંબઈની ગતિને હજુ બે્રક લાગી નથી. આપણાં કામો અટક્યાં નથી. વરસાદ મહાશયનો આભાર માનવામાં વાંધો નથી. આપણું એક સારું હોય છે, પહેલાં`આવ રે વરસાદ’ કહીને વરુણરાજાને આમંત્રિત કરવાનો અને જળાશયો ભરાયાં, બીજારોપણ, રોપણીનાં કામો થયાં એટલે `અતિથિ તુમ કબ જાઓગે’ કહીને `રેઈન રેઈન ગો અવે’નો નારો લગાવવાનો. બિચ્ચારો વરસાદ! કાળઝાળ ઉનાળા પર ઉતારો તરીકે તે જ્યારે આવે ત્યારે આપણે તેની શું આગતા-સ્વાગતા કરીએ છીએ, પણ જતી વખતે તેને આપણે બરોબર વિદાય આપીએ છીએ ખરા?
રોપણી પરથી યાદ આવ્યું. બાળપણ ગામમાં વીત્યું હોવાથી આ વરસાદની મજા વધુ મળી છે એવું લાગે છે. માતા-પિતા ખેડૂત કમ શિક્ષક એવું ઘર હોવાથી ચોમાસુ, ડાંગરના ખેતર, બીજારોપણ, રોપણી, કાપણી, લણણી એ ક્રમે જૂનથી ઓક્ટોબરનો સમયગાળો વીતી જતો. રેઈનકોટ પ્રકાર ગામમાં અમારા સુધી પહોંચવા પૂર્વે ઝાડપાનથી તૈયાર કરેલી છત્રી માથાથી પગ સુધી પાછળની બાજુમાં ઢાંકેલી સ્થિતિમાં ઉપયોગ કરાતી. વરસાદમાં ખેતરોમાં કામ કરતા શ્રમિકોનું તે રક્ષણ કરતી. ક્યારેક-ક્યારેક ખેતરમાં જઈને ડાંગરનાં નાનાં-નાનાં રોપાં તે ખેતરમાં બધાની સાથે રોપવાની મજા આવતી. તે સમયે પગના આંગળાની ચામડી સતત પાણીમાં રહેવાથી ખરાબ થતી. તેનાથી રક્ષણ કરવા માટે પછી પગમાં કોપરેલ લગાવવામાં આવતું.ધીમે ધીમે ગમબૂટ અને રેઈનકોટ આવ્યા અને વરસાદમાં ભીંજાવું, ખેતરમાં કામ કરવું, ફક્ત મોજમસ્તી કરવી વધુ સુસહ્ય બનતું ગયું. તે સમયે બધા શ્રમિકોને અમારા ઘરમાંથી જમવાનું મોકલવામાં આવતું. એક ટોપલીમાં બધું ખાવાનું સમાવવામાં આવતું. તે અમને પણ મળતું. તે વરસાદમાં થોડું કામ કર્યા પછી ખેતરમાં મળતું તે ભોજન ખાવાની મજા અન્યત્ર ક્યાંય મળવાનું અશક્ય છે.હવે ખેતરમાં જઈને તે રીતે કામ કરી શકાશે કે કેમ એવો પ્રશ્ન મને જ પૂછ્યો ત્યારે, `અરે ત્યાં સાપ તો નહીં હોય ને? પગમાં ક્યાંક કાંટો તો લાગશે નહીં ને? કીચડમાં ક્યાંક પડી ગઈ તો?’ આવા અનેક પ્રશ્નોએ `રુક જાઓ’નું બોર્ડ લગાવ્યું. નાનપણમાં આવો ડર ક્યારેય મનને સ્પર્શ પણ કરતો નહોતો. શહેરમાં રહ્યા પછી આ ખોટ છે. જોકે ગામના વરસાદની વાત જ ન્યારી છે.
છેલ્લાં થોડાં દિવસથી બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે. તેમાંય એક દિવસ લિવિંગ રૂમમાં સુધીર વરસાદનું ગીત લગાવીને બેઠેલો હતો. મિલિંદ ઈંગળેનું `ગારવા’ આલબમ તેનું મન ગમતું હતું. મારું ઈ-મેઈલ ક્લિયરિંગ પૂરું થયા પછી હું પણ તેની સાથે જોઈન થઈ. બહાર વરસાદ પડતો હતો ત્યારે અંદર અમે એક પછી એક વરસાદ પરનાં ગીતો વગાડવાનું શરૂ કર્યું. પહેલું ગીત લગાવ્યું `મંઝિલ’ ફિલ્મનું રિમઝિમ ગિરે સાવન.. અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટરજીનું આ ગીત ચાળીસ-બેતાળીસ વર્ષ પૂર્વેનું છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા, ઓવલ મેદાન, નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઈવ વિસ્તારમાં શૂટિંગ કરાયું હતું. શૂટિંગ સાદું પણ ક્યારે પણ જોઈએ તોય ગીત એકદમ રિફ્રેશિંગ ફીલ આપી જાય છે. એક-એક ગીત યાદ કરીને અમે યુટ્યુબને હુકમ કરતાં હતાં. આ પછી `એક લડકી ભીગી ભાગી સી, સોતી રાતોં મેં જાગીસી’ ગીત વગાડ્યું. કિશોર કુમાર અને મધુબાલાના `ચલતી કા નામ ગાડી’ ફિલ્મે તો આપણને રીતસર ગાંડપણ લગાવ્યું હતું. આટલાં વર્ષે પણ તે ગીત જોતી વખતે જરા પણ કંટાળો આવતો નથી. આવું જ કાંઈક`શ્રી 420’માંના રાજ કપૂર-નરગિસ પર શૂટ કરાયેલું `પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ…’વરસાદના ગીતનું છે. એબ્સોલ્યુટ ઈમ્મોર્ટલ.પાંસઠ-સિત્તેર વર્ષ થયાં પણ આ બંને ફિલ્મ અને તેમાંનાં ગીતો આજે પણ તેટલાં જ ફ્રેશ છે.ફરી ફરી સાંભળવાનું મન થાય છે. આ પછી અમે મંગેશકરનાં અને આપણા અનેક ગાયકોનાં ગીતો સાંભળતાં રહ્યાં. એકંદરે અમારી સંગીતસભર વરસાદની સાંજ અલગ ખુશી આપી ગઈ.
હજુ પણ વરસાદ પડતો હોય તો હમણાં જ તમે પણ એક ગીત જરૂર વગાડો તમારી સામે ટીવી પર અથવા મોબાઈલ પર. બાવન સાલની હોલીવૂડ ક્લાસિક `સિંગિંગ ઈન ધ રેઈન’માંનું ટાઈટલ સોંગ. હમણાં જેઓ સિનિયર સિટીઝન બન્યાં છે તેમણે આ ફિલ્મ નક્કી જોઈ હશે. `જીન કેલી’ નામે અમેરિકન એક્ટર, ડિરેક્ટર, કોરિયોગ્રાફર, ડાન્સર, સિંગરે બનાવેલી આ ફિલ્મમાં તેણે જ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ સારી ચાલી અને આજે પણ તે ફિલ્મ જગતમાં તેને એક મીલનો પથ્થર માનવામાં આવે છે. તેમાંનું ગીત તમને ચોક્કસ પ્રફૂલ્લિત કરશે. `સિંગિંગ ઈન ધ રેઈન, આય એમ હેપ્પી અગેઈન, આય એમ ડાન્સિંગ એન્ડ સિંગિંગ ઈન ધ રેઈન, આય એમ હેપ્પી અગેઈન’ આ ગીત સાંભળતી વખતે મજા તો આવે જ છે, પરંતુ આ ગીત એટલે `દેખને કી ચીજ હૈ.’ જીવનમાં આપણો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ તે આ ગીત હસતાં-રમતાં આપણને કહી જાય છે.
નાગપુરની 19-વર્ષી દિવ્યા દેશમુખે કહ્યું કે “ભાગ મિલ્ખાસિંહ ભાગ અને મેરી કોમ જેવી ફિલ્મની, એના પ્રેરણાદાયી ગીતોની એની પર ભારે અસર છે.”

આમતેમ દોડી રહ્યો છેઃ ‘પાણી લ્યો કોઈ પાણી… પચીસ પૈસાનું એક પવાલું…’ અમેરિકાથી આવેલો નાસાનો સાયન્ટિસ્ટ ડૉ. મોહન ભાર્ગવ (શાહરુખ) આખી ફિલ્મમાં મિનરલ વૉટર પીએ છે, પણ એ પેલા બાળક પાસેથી પાણી ખરીદીને પીએ છે. ટ્રેન સીટી વગાડતી ધીરે ધીરે પ્લેટફોર્મ છોડે છે ત્યારે ડિરેક્ટર આશુતોષ ગોવારિકર ટ્રેનની બારીમાંથી પેલા બાળક પર કૅમેરા તાકે છે, જે એની કમાણી, પરચૂરણ ગણી રહ્યો છે. પછી શાહરુખનો ક્લોઝઅપ, એના ગળામાં રુદન અટકી ગયું છે, આંખો સહેજ ભીની છે. માંડ બે મિનિટનો આ સીન યુટ્યુબ પર મળી જશે. ઈમોશનલ ન બનો તો પૈસા પાછા.


સૌથી વધુ ટેરિફ દર ધરાવતા દેશોમાં સિરિયા (41 ટકા), સ્વિટ્ઝરલેન્ડ (39 ટકા), લાઓસ અને મ્યાનમાર (40 ટકા), ઈરાક અને સર્બિયા (35 ટકા), અને લિબિયા તથા અલ્જિરિયા (30 ટકા) સામેલ છે. જ્યારે તાઇવાન, ભારત અને વિયેતનામ જેવા દેશો પર 20થી 25 ટકા વચ્ચેના ટેરિફ દરો લાગુ થશે.




