Home Blog Page 729

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી નહોતું, એસ.જયશંકરનું મોટું નિવેદન

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. તેમાં ભાગ લેતા વિદેશ મંત્રી એસ જયશંકરે વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે આતંકવાદ સામે અમારી શૂન્ય સહિષ્ણુતા નીતિ છે. અમે યુએનએસસીમાં અમારો મુદ્દો રજૂ કર્યો. દુનિયાને કહ્યું કે આતંકવાદ પર અમારી શૂન્ય સહિષ્ણુતા નીતિ છે. યુએનએસસીએ ભારતનો પક્ષ સ્વીકાર્યો. વિદેશ મંત્રાલયનું કામ પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ કરવાનું હતું. અમારે ખૂબ જ કડક પગલાં લેવા પડ્યા. પહેલગામ આતંકવાદી હુમલા પછી અમે કડક પગલાં લીધાં. અમે પાકિસ્તાનને દુનિયા સમક્ષ ખુલ્લું પાડ્યું. આ દરમિયાન, તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને પણ નકારી કાઢ્યો.

ગૃહમાં બોલતા, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, પહેલગામ હુમલા પછી સ્પષ્ટ, મજબૂત અને મક્કમ સંદેશ મોકલવો જરૂરી હતો. અમારે સ્પષ્ટ કરવું પડ્યું કે આના ગંભીર પરિણામો આવશે. પહેલું પગલું એ લેવામાં આવ્યું કે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક 23 એપ્રિલે યોજાઈ. આ બેઠકમાં 5 નિર્ણયો લેવામાં આવ્યા.

પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે.

અટારી ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

SARC વિઝા મુક્તિ યોજના હેઠળ મુસાફરી કરતા પાકિસ્તાની નાગરિકોને હવે આમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પાકિસ્તાની હાઇ કમિશનના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવશે.

હાઇ કમિશનની કુલ સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે.

વિદેશ મંત્રીએ કહ્યું, સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિના પ્રથમ પગલાં પછી પહેલગામ હુમલા પર ભારતનો પ્રતિભાવ અહીં જ અટકશે નહીં તે ખૂબ જ સ્પષ્ટ હતું. રાજદ્વારી અને વિદેશ નીતિના દૃષ્ટિકોણથી અમારું કાર્ય પહેલગામ હુમલાની વૈશ્વિક સમજને આકાર આપવાનું હતું. અમે જે કરવાનો પ્રયાસ કર્યો તે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદના લાંબા સમયથી થઈ રહેલા ઉપયોગને પ્રકાશિત કરવાનો હતો. અમે સમજાવ્યું કે આ હુમલો કેવી રીતે જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થાને નિશાન બનાવવા અને ભારતના લોકોમાં સાંપ્રદાયિક વિખવાદ ફેલાવવાનો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી નહોતો

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે 9 મેના રોજ પીએમ મોદીને ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપીશું. ભારતે પાકિસ્તાનને જવાબદારીપૂર્વક જવાબ આપ્યો. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો. જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી નથી.

દીકરી આલિયાના વખાણમાં શું બોલ્યા મહેશ ભટ્ટ?

બૉલિવૂડ ડિરેક્ટર મહેશ ભટ્ટે તેમની પુત્રી આલિયા ભટ્ટની ખૂબ પ્રશંસા કરી છે. મહેશ ભટ્ટે પણ આલિયા ભટ્ટને સેલ્ફ મેડ ગર્લ અને સ્ટાર ગણાવી છે. તેમણે રણબીર કપૂર વિશે પણ વાત કરી.

મેં આલિયાને લોન્ચ કરી નહોતી

હિમાંશુ મહેતાના શોમાં વાતચીત દરમિયાન મહેશ ભટ્ટે કહ્યું કે મેં આલિયાને ફિલ્મ ઉદ્યોગમાં લોન્ચ કરી નહોતી, પરંતુ કરણ જોહરે કરી હતી. આલિયાએ પોતે ઓડિશન આપ્યું હતું અને નિર્માતાઓને તે ખૂબ ગમ્યું. મેં આલિયામાં ક્યારેય કોઈ અભિનય કૌશલ્ય જોયું નથી. પરંતુ આજે હું ખુશ છું કે તેણે પોતાના દમ પર બધું જ પ્રાપ્ત કર્યું છે અને તે એક સેલ્ફ મેડ સ્ટાર અને છોકરી છે.

આલિયા જોખમ લેવાનું પસંદ કરે છે

આલિયાની પ્રશંસા કરતા મહેશ ભટ્ટે કહ્યું કે આલિયા તેની ફિલ્મોમાં જોખમ લેવાનું પસંદ કરે છે. આ વાત મને હંમેશા આશ્ચર્યચકિત કરે છે. તેણે વાર્તાઓમાં અલગ અલગ વળાંક લીધા છે. તે એક મહેનતુ વ્યક્તિ છે અને તે તેના જીવનમાં ઘણું બધું કરવા માંગે છે.

મહેશ ભટ્ટે રણબીર વિશે વાત કરી
વાતચીત દરમિયાન જમાઈ રણબીર કપૂર વિશે વાત કરતા દિગ્દર્શકે કહ્યું કે રણબીરે મને એકવાર કહ્યું હતું કે આલિયા અલગ અલગ વસ્તુઓથી બનેલી છે. રણબીરે કહ્યું હતું કે આલિયા હંમેશા વધુને વધુ કરવા માટે તૈયાર રહે છે. તે એક મહત્વાકાંક્ષી છોકરી છે અને આ વાત મને આશ્ચર્યચકિત કરે છે. મહેશ ભટ્ટે કહ્યું કે આલિયા ખૂબ જ આરામદાયક અને સરળ વ્યક્તિ છે અને ફક્ત ઘણું બધું કરવા માંગે છે.

રાહા પછી આલિયા બદલાઈ ગઈ
પિતા તરીકે, મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે પુત્રી રાહાને જન્મ આપ્યા પછી આલિયા ઘણી બદલાઈ ગઈ છે. 2022 માં રાહાના જન્મ પછી આલિયા એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ છે. મને તેનામાં એક નવી ઊંડાઈ દેખાય છે. જ્યારે પુત્રી માતા બનવાની હોય ત્યારે તે તેનામાં એક અલગ પ્રકારની પરિપક્વતા જોઈ શકાય છે.

આલિયા ‘આલ્ફા’માં જોવા મળશે
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આલિયા ભટ્ટ ટૂંક સમયમાં યશ રાજની સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે. આ ઉપરાંત, આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ વિશે પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્કી કૌશલ અને પતિ રણબીર કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

રાજસ્થાનના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા

નવી દિલ્હી: રાજસ્થાનના રાજકારણમાં બદલાવની ચર્ચાઓ શરૂ થઈ છે. વસુંધરા રાજેએ PM મોદીની મુલાકાત લીધી છે. રાજસ્થાનના CM ભજનલાલ શર્માનો પણ દિલ્હી જવાના છે. રાજકીય વર્તુળોમાં આ મામલે ચોરે ને ચૌટે ચર્ચાનો છે, દિલ્હીમાં રાજસ્થાનને લઈને મોટી બેઠક યોજાઈ હતી, જેમાં બીએલ સંતોષ અને પ્રભારી રાધામોહનદાસ અગ્રવાલ હાજર રહ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં મંત્રીમંડળ અને પ્રદેશ કાર્યકારિણીમાં ટૂંક સમયમાં મોટા બદલાવ થવાની સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વસુંધરા રાજેએ શિક્ષણ વિભાગની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે. ઝાલાવાડમાં વસુંધરા રાજે જ માત્ર બાળકો અને ઘાયલોનાં ઘરે પહોંચી હતી, જ્યારે CM ભજનલાલ શર્માનો પણ ઝાલાવાડ જવાનો કાર્યક્રમ હતો, પણ વસુંધરા રાજેએ જ પીડિતોને વળતર આપ્યું અને વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું. આ ઘટનાઓથી એવું માનવામાં આવી રહ્યું છે કે ભજનલાલ શર્મા ઘણી હદ સુધી સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતા નથી. રાજ્ય સરકાર અને પાર્ટીમાં મોટા નેતાઓની દખલ વધુ છે, જેથી ભજનલાલ શર્માની અસર ઓછી લાગી રહી છે.વસુંધરા રાજે રાજસ્થાનનાં ભૂતપૂર્વ CM રહી ચૂક્યાં છે, પણ 2023ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે તેમને CM બનાવ્યા વગર ભજનલાલ શર્માને રાજ્યની બાગડોર સોંપી હતી. ભાજપનો આ નિર્ણય લાંબા સમય સુધી રાજકીય ચર્ચાનો વિષય રહ્યો હતો.

રાજે ભાજપની એક અગ્રણી નેતા રહી છે અને તેમની છબી એક મજબૂત અને સ્વતંત્ર નેતા તરીકે હતી. જોકે એમના નેતૃત્વ અંગે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને RSS સાથે કેટલાક મતભેદ હતા એવી ચર્ચા છે.

ભાજપે 2023ની ચૂંટણીમાં 115 બેઠકો સાથે જીત મેળવી હતી, પરંતુ વસુંધરા રાજેને CM પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં નહોતાં આવ્યાં. તેને બદલે પાર્ટીએ સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી હતી, જેમાં PM મોદીની લોકપ્રિયતાને મહત્વ અપાયું હતું.

કોરિયોગ્રાફર ગીતા માનો રૉયલ અંદાજ તો જુઓ

ટેલિવિઝન પર ગીતા મા તરીકે ઓળખાતા કોરિયોગ્રાફર ગીતા કપૂર એક નવા જ લુકમાં જોવા મળ્યા છે. ગીતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ રૉયલ લુકમાં જોવા મળી રહ્યા છે.

લાલ રંગના ટ્રે઼ડિશનલ આઉટફિટમાં ગીતા કપૂર ખૂબ જ સુંદર લાગે છે. તેમનો રૉયલ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. જો તેમના કામની વાત કરીએ તો તાજેતરમાં તે ડાન્સ રિયાલિટી શૉ “સુપર ડાન્સર ચેપ્ટર 3″માં જજ તરીકે જોવા મળે છે.

વાંદરા અને માણસ વચ્ચેના સંઘર્ષથી બચવા માટે શું કરવું જોઈએ?

અમદાવાદ: શહેરમાં વાંદરાના કરડવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. GLS ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આ અંગે એક સેમિનાર સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમ કે આપણે આ સંઘર્ષને કેવી રીતે ટાળી શકીએ છીએ? વાંદરાઓને માનવી જે ખોરાક ખાય છે (બર્ગર – બિસ્કિટ – કોલા -) એ ખવડાવવાનો કડક પ્રતિબંધ છે.કારણ કે માનવ ખોરાક અને તેના મસાલા વાંદરાઓના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આ ખોરાક તેમના હોર્મોન્સ પર નકારાત્મક અસર કરે છે અને તેઓ આક્રમક બને છે. મેડિકલ રિસર્ચ અનુસાર તેમને ડાયાબિટીસ, કેન્સર વગેરે જેવા રોગો પણ થાય છે. કુદરતી વાવેતર અને ફ્રૂટ વાંદરાઓનો ખોરાક છે અને તે પણ તેઓ તેને જાત મહેનતે તોડી અને પછી ખાય છે. તેમને ખવડાવવાની જરૂર નથી.વાંદરાઓ આપણા ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે અને સારા કર્મ માટે તેમને ખવડાવવાનું આ માનવ વર્તન વાંદરાઓ માટે ઘાતક બનતું જઈ રહ્યું છે.વન વિભાગના ભાવિન પનારાએ GLSના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને સમજાવ્યું કે વસ્ત્રાલ વિસ્તારમાં લગભગ 18 વાંદરાઓના કરડવાના બનાવો બન્યા છે અને રહેવાસીઓએ હવે કેવી રીતે પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ વાંદરાઓને ખવડાવશે નહીં. વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તા મુકેશ ભાટી અને રેસ્ક્યુ ફાઉન્ડેશનના મહેશ પટેલે પણ ઉમેર્યું હતું કે પ્રાણીઓને ખવડાવવું એ કાયદેસર એક સજાપાત્ર ગુનો છે. તેના કારણે ભારે દંડ અને જેલની સજા થઈ શકે છે. ગ્લુકોઝ બિસ્કિટ, સમોસા અને વડાપાંવ વાંદરાઓને ખવડાવશો નહીં તેવી પ્રતિજ્ઞા સ્થળ પર હાજર સેમીનારમાં ભાગ લેનાર દરેક સભ્યે લીધી હતી.

રાજ્યમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા જિલ્લાઓમાં સાવચેતી વધારી દેવામાં આવી છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના કર્મચારીઓ સજજ રહીને જિલ્લા કલેકટરો સાથે સતત સંપર્કમાં છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટરની મુલાકાત લઈને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થાનિક સ્થિતિનો ચિતાર મેળવ્યો અને એક્શન મોડમાં રહીને સતત નજર રાખવાની સૂચના આપી હતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 27.41 મીમી એવરેજ વરસાદ નોંધાયો છે, જેથી સિઝનનો વરસાદ 61.32 ટકા પર પહોંચી ગયો છે. ખેડાના નડિયાદમાં 10.43 ઇંચ, અમદાવાદના દસકોઈમાં 10.35 ઇંચ, ડાંગના વગઈમાં 3.58 ઇંચ, આણંદના બોરસદમાં 3.43 ઇંચ, સુરતમાં 1.89 ઇંચ, દાહોદમાં 1.5 ઇંચ, છોટાઉદેપુરમાં 1.97 ઇંચ, અને પંચમહાલમાં 1.26 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદથી પૂરનું જોખમ વધ્યું છે, જેના પગલે રાહત કામગીરી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પ્રશાસન દ્વારા જિલ્લાઓમાં પાણી ઉપસાવ અને લોકોની સુરક્ષા માટે યોજનાઓ ઘડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવા અને સરકારના નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. ખાસ કરીને નદીઓના કિનારે રહેતા લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સુરક્ષિત સ્થળે ખસી જાય. વાતાવરણ વિભાગ દ્વારા આગામી 48 કલાકની આગાહી પર નજર રાખવામાં આવી રહી છે.

 

બેંકોમાં પડી છે રૂ. 67,000 કરોડથી વધુની દાવાની વગરની રકમ

નવી દિલ્હીઃ સરકારી અને ખાનગી બેંકોમાં કુલ રૂ. 67,004 કરોડની દાવા વગરની (અનક્લેમ્ડ) ડિપોઝિટ્સ  પડી છે, જેને અત્યાર સુધી કોઈ ગ્રાહકે, નોમિનીએ કે કાનૂની વારસદારે ક્લેમ નથી કરી. માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં રૂ. 19,329.92 કરોડની અનક્લેમ્ડ રકમ છે, જે ઘણાં વર્ષોથી જમા બાદ પણ નથી ઉપાડવામાં આવી. ત્યાર બાદ પંજાબ નેશનલ બેંક (રૂ. 6910.67 કરોડ) અને કેનરા બેંક (રૂ. 6278.14 કરોડ)નું નામ આવે છે, એમ કેન્દ્ર સરકારે જાણકારી આપી છે.

ICICI અને HDFC સૌથી આગળ

ખાનગી બેંકોમાં ICICI બેંક પાસે રૂ. 2063.45 કરોડ અને HDFC બેંક પાસે રૂ. 1609.56 કરોડની અનક્લેમ્ડ રકમ છે. કુલ મળીને ખાનગી બેંકોમાં રૂ. 8673.72 કરોડ ક્લેમ વિના પડ્યા છે.

10 વર્ષથી નિષ્ક્રિય ખાતાઓ DEA ફંડમાં ટ્રાન્સફર થાય છે

જે સેવિંગ્સ કે કરંટ ખાતાઓમાં 10 વર્ષ સુધી કોઈ લેવડદેવડ ન થાય અથવા ફિક્સ ડિપોઝિટની મેચ્યોરિટી પછી પણ 10 વર્ષ સુધી ક્લેમ ન થાય, તો એ રકમ Depositor Education and Awareness Fund (DEA Fund)માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જેને RBI સંચાલિત કરે છે.

NBFC પર લાગુ પડતું નથી આ નિયમ

બિન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs) માટે આ નિયમ લાગુ પડતો નથી. તેમને પોતાની અનક્લેમ્ડ રકમ DEA ફંડમાં ટ્રાન્સફર કરવાની ફરજ નથી.

UDGAM પોર્ટલથી શોધી શકો છો તમારાં પૈસા

RBIએ “UDGAM” નામનું એક પોર્ટલ શરૂ કર્યું છે, જેના માધ્યમથી લોકો પોતાને નામે તમામ બેંકોમાં પડેલી અનક્લેમ્ડ રકમ શોધી શકે છે. 1 જુલાઈ 2025 સુધીમાં 8.6 લાખથી વધુ લોકો આ પોર્ટલનો ઉપયોગ કરી ચૂક્યા છે.

સરકાર આ પૈસાનું શું કરે છે?

આ રકમનો ઉપયોગ RBI દ્વારા ડિપોઝિટર્સનાં હિતોની રક્ષા અને લોકોને જાગ્રત કરવા જેવાં કામોમાં થાય છે. આ માટે એક કમિટી હોય છે જે નક્કી કરે છે કે આ પૈસાનો ઉપયોગ કયા અને કેવી રીતે કરવો.

મલેશિયામાં થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે સમાધાન, ચીન-અમેરિકાએ કરી મદદ

મલેશિયા: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલા યુદ્ધ બાદ અંતે તત્કાલ અને શરત વિના સીઝફાયર થયુ છે. મલેશિયન વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી હતી કે, થાઈલેન્ડ અને કંબોડિયા અનેક દિવસોથી ચાલી રહેલા સરહદ સંઘર્ષનો અંત લાવવા તાત્કાલિક અને શરતો વિના યુદ્ધવિરામ પર સહમત થયા છે. મલેશિયા દ્વારા મધ્યસ્થી બાદ થાઈલેન્ડ અને કંબોડિયા સીઝફાયર માટે સહમત થયા છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા માટે અમેરિકાની એક ટીમ પણ મલેશિયા પહોંચી હતી.કંબોડિયન વડાપ્રધાન હુન માનેટ અને થાઈલેન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયાચાઈએ મલેશિયાના પુત્રાજયામાં ઈબ્રાહિમના નિવાસ સ્થાને યોજાયેલી શાંતિ મંત્રણામાં ભાગ લીધો હતો. જેમાં ચીન અને અમેરિકાના રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.

કયાં મુદ્દે વિવાદ થયો હતો?

બંને દેશો વચ્ચે 24 જુલાઈના રોજથી તણાવ વધ્યો હતો. 24 જુલાઈના રોજ થાઈલેન્ડે કંબોડિયાના અનેક ઠેકાણે એફ-16 ફાઈટર પ્લેનની મદદથી બોમ્બ ફેંક્યા હતાં. મે મહિનાના અંતમાં થયેલી સરહદી અથડામણમાં એક કંબોડિયન સૈનિકની હત્યા બાદ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધ્યો છે. દાયકાઓથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયુ હતું. માત્ર ચાર દિવસમાં, દક્ષિણ-પૂર્વ એશિયાઈ પડોશી દેશો વચ્ચે એક દાયકા જૂનો વિવાદ ફરી પાછો ઉગ્ર બન્યો હતો.

આ યુદ્ધમાં 30ના મોત

કંબોડિયા-થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી 30થી વધુના મોત થયા છે. જેમાં થાઈલેન્ડના 13 અને કંબોડિયાના 8 નાગરિકોનો સમાવેશ છે. અધિકારીઓ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાંથી 2,00,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, મારૂ માનવું છે કે થાઈલેન્ડ અને કંબોડિયા બંને પોતાના મતભેદો ઉકેલવા માગે છે કારણ કે અમે બંને દેશોના નેતાને ચીમકી આપી છે કે, જ્યાં સુધી બંને દેશો આ યુદ્ધ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે વેપાર સોદા કરીશું નહીં.થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેની 817 કિમી લાંબી જમીની સરહદ, કેટલાંક પોઈન્ટસ પર દાયકાઓથી વિવાદમાં છે. જેમાં પ્રાચીન હિન્દુ મંદિર તા મોન થોમ અને 11મી સદીના પ્રીહ વિહારની માલિકી વિવાદનું મુખ્ય કારણ છે. પ્રીહ વિહારને 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત દ્વારા કંબોડિયાને સોંપવામાં આવ્યો હતું. પરંતુ 2008માં જ્યારે કંબોડિયાએ તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તણાવ વધ્યો અને વર્ષો સુધી અથડામણો ચાલી, જેમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા. જૂનમાં, કંબોડિયાએ કહ્યું કે તેણે વિશ્વ અદાલતને થાઇલેન્ડ સાથેના તેના વિવાદોનું સમાધાન કરવા વિનંતી કરી છે. જ્યારે થાઇલેન્ડ કહે છે કે, તેણે ક્યારેય કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપી નથી અને દ્વિપક્ષીય અભિગમ પસંદ કરે છે.

ધડક 2ને લઈ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ કર્યો એવો ખુલાસો કે…

‘ગલી બોય’ અને ‘ગેહરૈયાં’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી હવે તેમની આગામી ફિલ્મ ‘ધડક 2’ લઈને આવી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે ફિલ્મ અને તેમના પાત્ર વિશે વાત કરી હતી. વાતચીત દરમિયાન સિદ્ધાંતે જાતિવાદ જેવા સામાજિક મુદ્દા પર એક અનુભવ શેર કર્યો, જે ચોંકાવનારો છે.

સિદ્ધાંત ચતુર્વેદીએ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે હું આ ફિલ્મને આધ્યાત્મિક સિક્વલ માનું છું. આત્મા તો એ જ છે, પણ શરીર, સ્થળ અને સંજોગો બિલકુલ અલગ છે. પહેલી ‘ધડક’માં કોલેજનો નિર્દોષ પ્રેમ હતો, પણ આ વખતે વાર્તા વધુ ઊંડી અને સાચી છે. આ એક એવો પ્રેમ છે જેને ફક્ત જોઈ કે કહી શકાતો નથી, તેને ફક્ત જીવીને જ સમજી શકાય છે. આ ફિલ્મમાં તમને વધુ મૌન જોવા મળશે અને તે જ તેની સૌથી મોટી તાકાત છે.

આ વખતે હું જે પાત્ર ભજવી રહ્યો છું તે ઘણું સહન કરે છે પણ વધારે બોલતો નથી. આજકાલ લોકો માને છે કે જે શાંત રહે છે તે દબાયેલો છે, પરંતુ હું માનું છું કે શાંત રહેવું પણ એક શક્તિ છે. દરેક વસ્તુનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક, ચૂપચાપ સહન કરવું એ સૌથી મોટો જવાબ છે.

અભિનેતાએ વધુમાં જણાવ્યું કે હું એક બ્રાહ્મણ પરિવારનો છું. મારા દાદા બલિયામાં પંડિત હતા. પરંતુ મારા પિતાના વિચારો હંમેશા ખુલ્લા રહ્યા. બાળપણમાં મને ક્યારેય ભેદભાવનો અનુભવ થયો નહીં. પરંતુ આ ફિલ્મમાં એક દ્રશ્ય હતું જેમાં એક માણસ જમીન પર બેઠો હતો કારણ કે તેને બાળપણથી શીખવવામાં આવ્યું હતું કે તે નાનો છે. તે દ્રશ્યે મને અંદરથી હચમચાવી નાખ્યો. પછી મને સમજાયું કે આ ઘા હજુ પણ જીવંત છે.

મેકઅપ ચહેરો બદલી નાખે છે, પણ પાત્રની વિચારસરણી અપનાવવી એ સૌથી મુશ્કેલ છે. હું દિગ્દર્શક જે કંઈ કહે છે તે બધું ધ્યાનથી સાંભળું છું, હું ફક્ત સ્ક્રિપ્ટ વાંચતો નથી; હું તેને અનુભવું છું. પછી હું મારા અનુભવો દ્વારા તેમાં જીવંતતા લાવું છું. ત્યારે જ પાત્ર વાસ્તવિક લાગે છે.

એક દ્રશ્ય હતું જેમાં વિપિન શર્મા સર મારા પિતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. તે દ્રશ્ય એટલું વાસ્તવિક લાગતું હતું કે કટ પછી પણ, અમે બંને (હું અને તૃપ્તિ ડિમરી) રડતા રહ્યા. અમે લગભગ અડધા કલાક સુધી એકબીજાને પકડીને શાંતિથી બેઠા રહ્યા. તે ક્ષણ અમારા માટે વાસ્તવિકતા બની ગઈ, અભિનય નહીં.

જ્યારે લોકો ફિલ્મનો અંત જોશે, ત્યારે તેઓ ચોંકી જશે. આ સામાન્ય રીતે અપેક્ષિત પરાકાષ્ઠા નથી. મને લાગે છે કે થિયેટરમાં બધા થોડા સમય માટે મૌન થઈ જશે. કારણ કે પછી તેઓ સમજી જશે કે આ ફક્ત બે લોકોની વાર્તા નથી, પરંતુ સમગ્ર સમાજની વાર્તા છે.

જ્યારે પણ લોકો પૂછે છે કે મારા ગોડફાધર કોણ છે, ત્યારે હું સ્પષ્ટપણે કહું છું કે તે મારા પિતા છે. તેઓ મારા સૌથી મોટા સમર્થક અને સાચા ટીકાકાર પણ છે. મેં તેમની પાસેથી સૌથી વધુ શીખ્યું છે. મારા માટે મારી સૌથી મોટી પ્રેરણા મારા પિતા છે. તેઓ બલિયા જેવા નાના શહેરમાંથી મુંબઈ આવ્યા હતા, સખત મહેનત કરી અને અમને મોટા કર્યા. તેમણે હંમેશા મને સમાજની પરવા કર્યા વિના મારું હૃદય જે ઇચ્છે છે તે કરવા દીધું. મને લાગે છે કે એક પિતાને તેના પુત્રમાં આટલો વિશ્વાસ હોય છે તે સૌથી મોટી વાત છે. જો હું તેને અને મારી માતાને તે બધું આપી શકું જે તેઓ લાયક છે, તો તે મારી સૌથી મોટી જીત હશે.

દિવ્યા દેશમુખે જીત્યો ચેસ વર્લ્ડ કપ, 19 વર્ષની ઉંમરે બની ચેમ્પિયન

ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. માત્ર 19 વર્ષની દિવ્યાએ જ્યોર્જિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો.

આ સાથે, તે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ સ્ટાર બની. ગયા વર્ષે જ, દિવ્યાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને હવે તે મહિલા ચેસ વર્લ્ડ કપની ચેમ્પિયન પણ બની છે. એટલું જ નહીં, આ ટાઇટલ જીત સાથે, તે હવે ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ છે.