Home Blog Page 730

દિવ્યા દેશમુખે જીત્યો ચેસ વર્લ્ડ કપ, 19 વર્ષની ઉંમરે બની ચેમ્પિયન

ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. માત્ર 19 વર્ષની દિવ્યાએ જ્યોર્જિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો.

આ સાથે, તે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ સ્ટાર બની. ગયા વર્ષે જ, દિવ્યાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને હવે તે મહિલા ચેસ વર્લ્ડ કપની ચેમ્પિયન પણ બની છે. એટલું જ નહીં, આ ટાઇટલ જીત સાથે, તે હવે ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ છે.

ઓપરેશન મહાદેવઃ પહેલગામ હુમલાના ત્રણ આતંકવાદી ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓપરેશન મહાદેવમાં તેને મોટી સફળતા મળી છે. સેના દ્વારા ચલાવાયેલા આ ઓપરેશનમાં ભારે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ત્રણેય આતંકવાદી પાકિસ્તાની મૂળના છે અને આ ઓપરેશનને સ્પેશિયલ યુનિટ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. ઓપરેશન સવારે 7:30 વાગ્યાથી ચાલુ હતું. હાલમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આવિસ્તાર ખાલી કરાવીને તપાસ અભિયાન ચાલી રહ્યું છે. સેના સાંજે પત્રકાર પરિષદ કરીને આ વિશે માહિતી આપશે.

આ ત્રણેમાંથી એક પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ સુલેમાન શાહ પણ હોવાની શક્યતા છે
પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સુલેમાન શાહ ઉર્ફે હાશિમ મૂસા ઓપરેશન મહાદેવમાં ઠાર કરાયેલા આતંકવાદીઓમાંનો એક છે. આ દરમિયાન સેનાએ આતંકી ઠેકાણાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું અને તમામ આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓએ ઝાડીઓમાં પોતાનું ઠેકાણું બનાવ્યું હતું. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીર પહેલગામમાં 22 એપ્રિલે આતંકીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ હુમલા પછી ભારતે પ્રતિસાદ રૂપે પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહીનું નામ ‘ઓપરેશન સિંદૂર’ રાખવામાં આવ્યું હતું. આ પ્રતિકારાત્મક કાર્યવાહી દરમિયાન 100થી વધુ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

આ ઓપરેશન સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. ઘેરાયેલા આતંકીઓનો કનેક્શન TRF (The Resistance Front) સાથે હોઈ શકે છે. TRF એ જ આતંકી સંગઠન છે, જેણે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. થોડા દિવસ પહેલાં અમેરિકાએ પણ તેને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કર્યું હતું.

સેના દ્વારા ઠાર મારવામાં આવેલા આતંકીઓ પાસેથી ભારે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેય આતંકી ગાઢ જંગલોમાં છુપાયેલા હતા, પરંતુ તેમની કેટલીક શંકાસ્પદ વાતચીતને આધારે ઇનપુટ મળતાં ઓપરેશન મહાદેવ શરૂ કરવામાં આવ્યું હતું.

130 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મંદિરમાં, શ્રાવણમાં દર્શનનો અનેરો મહિમા

વડોદરા: શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ્યારે સમગ્ર દેશનું વાતાવરણ ‘હર હર મહાદેવના નાદથી ગુંજતું હોયત્યારે આવો આજે જાણીએ શહેરના મધ્યમાં વસેલા કાશી વિશ્વનાથ મંદિર વિશે… અહીં ન માત્ર ભક્તો શિવની ભક્તિમાં લીન થાય છેપણ અહીંનો ઈતિહાસ પણ એટલો જ જીવંત છે – જ્યાં શ્રદ્ધાસંત પરંપરા અને રાજશાહી યોગનો અનોખો મિલાપ છે.વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું વડોદરા શહેરગાયકવાડી યુગના ભવ્ય વારસાનું સાક્ષી છે. 18મી સદીના મધ્યભાગથી 1947 સુધી અહીં ગાયકવાડ રાજવંશનું શાસન રહ્યું હતું. તેમના સમયમાં શહેર માત્ર શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું નહોતુંપણ આધ્યાત્મિક ઊંચાઈઓ પણ પ્રાપ્ત કરી હતી. સર સયાજીરાવ ગાયકવાડજેઓ ગુજરાતના વિકાસની પાયાના શિલ્પી ગણાય છેતેમના સમયમાં અનેક વિદ્વાનો અને સાધુઓ વડોદરાની ધરતી પર આવી સતત જ્ઞાન અને ભક્તિનો ધ્વજ લહેરાવતા રહ્યા.

લગભગ 130 વર્ષ પહેલાં…..

આજથી લગભગ 130 વર્ષ પહેલાંચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વડોદરા પધાર્યા. તેઓ ભગવતધર્મથી પ્રેરિત થઈને એક ભવ્ય શિવમંદિર સ્થાપિત કરવાની ભાવના રાખતા. આ અભિલાષા સાથે તેઓએ સર સયાજીરાવ ગાયકવાડના દરબારમાં પણ ઉપસ્થિતિ નોંધાવી. તે સમયે જ્યાં આજે કાશી વિશ્વનાથ મંદિર આવેલું છેતે જગ્યા એક ખાલી મેદાન હતું. સ્વામીજીએ ત્યાં સૌપ્રથમ ભગવાન ગણપતિનું મંદિર બાંધ્યું હતું કારણ કે ભારતના સંસ્કારમાં દરેક શુભ કાર્ય પહેલા વિઘ્નહર્તાનું સ્મરણ અનિવાર્ય ગણાય છે. પછીતેઓ નર્મદા નદીની યાત્રાએ નીકળી પડ્યા. ત્યાં તેમને એક અજોડ શિવલિંગ પ્રાપ્ત થયુંએ જ શિવલિંગ વડોદરાની ધરતી પર લાવીને તેમણે મંદિરમાં સ્થાપન કર્યું અને ગણેશ મંદિરની નજીક એક શિવમંદિરની સ્થાપના કરી જે આજે કાશી વિશ્વનાથ મંદિર તરીકે જાણીતું છે. મંદિરનું બાંધકામ લગભગ 130 વર્ષ પહેલાં થયું હતું. પણ તેનું પુનઃર્નિર્માણ 1989માં આરંભી, 2000 સુધી પૂર્ણ કરવામાં આવ્યું. આજે અહીં માત્ર કાશી વિશ્વનાથ મંદિર નથીપણ પૂરા મંદિર સંકુલમાં ગણેશ મંદિરસોમનાથ મંદિરહનુમાન મંદિર અને ચિદાનંદ સ્વામીજીની સમાધિ પણ સ્થિત છે. આગળ ચાલીને અહીં ગૌશાળાનું પણ નિર્માણ થયુંજ્યાં આરંભે 2-3 ગાયો હતીઆજે તે સંખ્યા 20થી વધુ છે. કાશી વિશ્વનાથ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક નકશીકામથી શોભિત છે. અંદર પ્રવેશતા જ કાળા પથ્થરમાં ઊંડા શિલ્પમાં ઊતારેલી નંદી અને કાચબાની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. બંને બાજુએ ચિદાનંદ સ્વામી અને વલ્લભરાવ સ્વામીજીની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરના દરેક સ્તંભદિવાલો પર દેવ-દેવીઓના અદ્વિતીય શિલ્પો જોવા મળે છેજે ભક્તિ સાથે કળાનો સમન્વય છે.શ્રાવણ માસના દરેક શનિવાર અને સોમવારને પાવન અવસરે અહીં ભક્તોનો ઘસારો રહે છે. ભક્તિભજનઆરતી અને શિવપથનાં મંત્રોથી આખું વાતાવરણ શિવમય બની જાય છે. મહાશિવરાત્રીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છેજેમાં સહસ્રો ભક્તો દક્ષિણ ગુજરાતથી લઈને અન્ય રાજ્યોમાંથી પણ અહીં દર્શનાર્થે આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તીર્થયાત્રીઓ અને સાધુ-સંતો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા મફતમાં કરવામાં આવે છે. આ સ્થાન ભક્તિની સાથે સાથે સેવા અને સહકારનું પણ ઉત્તમ ઉદાહરણ છે.

IPS અધિકારીઓનો કાફલો આમિર ખાનના ઘરે કેમ પહોંચ્યો?

ગત રોજ એટલે કે રવિવારે 25 IPS અધિકારીઓની એક ટીમ અચાનક પીઢ અભિનેતા આમિર ખાનના ઘરે પહોંચી, જેમાં પોલીસ અધિકારીઓના ઘણા વાહનો પણ હતા. ઘરમાં પ્રવેશતા વાહનોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા. દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ થયો કે આટલા બધા IPS અધિકારીઓ અભિનેતાના ઘરે કેમ પહોંચ્યા. હવે આનું કારણ સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અભિનેતાએ પોતે તેમને આમંત્રણ આપ્યું હતું.

આ વીડિયો વાયરલ થયા પછી ઘણી અટકળો ચાલી રહી હતી, જેના પર આમિર ખાનની ટીમે બધું સ્પષ્ટ કરી દીધું છે. અભિનેતાના ઘરે IPS અધિકારીઓની મુલાકાતનું વાસ્તવિક કારણ સમજાવતા આમિર ખાનની ટીમે કહ્યું,’વર્તમાન બેચના તાલીમાર્થી IPS અધિકારીઓએ તેમને મળવાની વિનંતી કરી હતી અને આમિર ખાને પોતે તેમને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું.’

પોલીસ અધિકારીઓના આગમન પછી ઘણા પ્રશ્નો ઉભા થયા

રવિવારે એક લક્ઝરી બસ અને અનેક પોલીસ વાહનોનો કાફલો મુંબઈના બાંદ્રા સ્થિત આમિર ખાનના ઘરે પહોંચ્યો. આ વાહનોમાં કુલ 25 IPS અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ પછી નેટીઝન્સના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે અભિનેતા સુરક્ષા કારણોસર આ પોલીસ અધિકારીઓને મળી રહ્યા હતા. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે એવું કંઈ નહોતું. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સરફરોશ’ પછી અભિનેતા અનેક બેચના IPS અધિકારીઓને મળી રહ્યા છે.

આમીર ખાનના કાર્યક્ષેત્ર

આમીર ખાનના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો તે તાજેતરમાં ‘સિતારે જમીન પર’માં જોવા મળ્યા હતા, જે એક સ્પોર્ટ્સ કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. અભિનેતાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે રજનીકાંત અભિનીત ‘કુલી’માં જોવા મળશે.

યુરેનિયમ સુપરપાવરઃ દેશમાં મળ્યો ખનિજનો વિશાળ ભંડાર

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લામાં ભારતમાં યુરેનિયમનો વિશાળ ભંડાર મળ્યો છે. ભારત સરકાર સાથે જોડાયેલા પરમાણુ ખનિજ નિર્દેશાલય (AMD) અને યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) એ આની પુષ્ટિ કરી છે. આ ખાણ જાદુગોડા ખનન વિસ્તારમાં મળી છે. આ શોધ માત્ર UCIL માટે મોટી સફળતા નથી, પણ આ વિસ્તારના લોકો માટે રોજગાર અને આર્થિક વિકાસની દિશામાં પણ મહત્વની તક આપી શકે છે.

જાદુગોડાના બંગલાસાઈ-મેચુઆ વિસ્તારમાં આ નવી ખાણ મળી છે. આ જગ્યા જાદુગોડાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલી છે. અંદાજ મુજબ અહીં 15,000 ટનથી વધુ યુરેનિયમ હોવાની શક્યતા છે.

આ ભંડાર 2.7 અબજ ઘરોને – અશરે પૃથ્વી પરના દરેક ઘરને – એક મહિનાં સુધી વીજળી આપી શકે છે. એ ઉપરાંત હજારો સંખ્યામાં (અશરે 6000) પરમાણુ બોમ્બ પણ બનાવી શકાય છે, કારણ કે માત્ર 20થી 25 કિલો યુરેનિયમથી એક પરમાણુ બોમ્બ બનાવી શકાય છે. અંદાજ મુજબ 2020થી 2024 વચ્ચે ભારતમાં અંદાજે 93,700 ટન યુરેનિયમ ઓક્સાઈડ શોધવામાં આવ્યું છે. ભારતમાં કુલ યુરેનિયમ ભંડાર હવે 4.25 લાખ ટનથી વધુ પહોંચ્યો છે.

આ યુરેનિયમ ભંડાર અંદાજે 15,598 ટનનો છે. આ ભંડાર હાલની જાદુગોડા ખાણના વિસ્તૃત ક્ષેત્રમાં આવેલું છે. જેના કારણે ખાણનું આયુષ્ય આશરે 50 વર્ષ સુધી વધવાની શક્યતા છે. 2020થી 2024 વચ્ચે દેશમાં ચાર રાજ્યો – આંધ્ર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને તેલંગાણામાં કુલ 93,700 ટન નવા યુરેનિયમ ઓક્સાઈડ સંસાધનો મળ્યા છે. જેમાં માત્ર ઝારખંડમાં 27,156 ટન અને આંધ્ર પ્રદેશમાં 60,659 ટન યુરેનિયમ મળી આવ્યું છે.

હાલમાં ભારતમાં કુલ યુરેનિયમ સંસાધન 4.25 લાખ ટનથી વધુ છે. જેને દેશની લાંબા ગાળાની પરમાણુ ઊર્જા નીતિને મજબૂત બનાવવામાં તેમ જ ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના એક મોટા પગથિયાં તરીકે જોવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો રદ

ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની જરૂરી પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નવા શિક્ષકોની બદલે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં, ધોરણ 1થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જૂના નિયમમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાતમાં શિક્ષક અને જ્ઞાન સહાયકની ભરતી બાદ ખાલી રહેતી જગ્યામાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે.

શોલે ફિલ્મની જૂની ટિકિટ જોઈ તમે? અમિતાભે કહી તે સમયની વાત

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ઘણીવાર તેમના બ્લોગ અને સોશિયલ મીડિયા પર રસપ્રદ વાતો શેર કરે છે. તાજેતરમાં, તેમણે એક ફિલ્મ ટિકિટનો ફોટો શેર કર્યો છે. આ ટિકિટ તેમની ફિલ્મ ‘શોલે’ ની છે. તેની કિંમત 20 રૂપિયા છે. અમિતાભે સોમવારે સવારે તેમના અંગત બ્લોગ પર તેમના ઘણા ફોટા પોસ્ટ કર્યા, જેમાંના એકમાં ટિકિટ પણ હતી.

અમિતાભે શોલેની ટિકિટનો ફોટો શેર કર્યો

અભિનેતાએ કહ્યું કે આજે પીણાની કિંમત પહેલા જેટલી જ છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘શોલે’ની ટિકિટ સુરક્ષિત રાખવામાં આવી છે. તેની કિંમત 20 રૂપિયા છે. મને કહેવામાં આવ્યું છે કે આજકાલ સિનેમાઘરોમાં પીણાની કિંમત આ છે. શું આ સાચું છે?’

1975માં રિલીઝ થયેલી ‘શોલે’માં ધર્મેન્દ્ર પણ મુખ્ય ભૂમિકામાં હતા અને તે વર્ષે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. રમેશ સિપ્પી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જય અને વીરુ નામના બે ભૂતપૂર્વ ગુનેગારો (અમિતાભ અને ધર્મેન્દ્ર દ્વારા ભજવાયેલ) ની આસપાસ ફરે છે. આ બંનેને એક નિવૃત્ત પોલીસમેન દ્વારા ડાકુ પકડવાનું કામ સોંપવામાં આવે છે.

અમિતાભ બચ્ચન તાજેતરમાં જ ફિલ્મ ‘રામાયણ’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામની ભૂમિકા ભજવશે જ્યારે સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ અંગ્રેજી અને જાપાનીઝ સહિત વિશ્વની ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું બજેટ 4000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ઍર ફ્રાયરમાં બનાવેલી વાનગી નુકસાન કરે?

પ્રશ્ન: મારે ઘી-તેલનો ઉપયોગ બિલકુલ જ ઓછો કરવો હોય તો ઍર ફ્રાયરનો ઉપયોગ કરી શકાય?

– દિપાલી ગોહિલ (મુંબઈ)

ઉત્તર: ઍર ફ્રાયર એ પારંપરિક તળેલાં ખાદ્યોની સરખામણીમાં એક પ્રકારનું હેલ્ધી ઑપ્શન છે, જેના દ્વારા ફૅટ તેમ જ કૅલરીના પ્રમાણને ઘટાડી શકાય છે. તળેલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તળાયેલા આહારમાં અમુક પ્રકારના નુકસાનકર્તા પદાર્થો ઉત્પ્ન્ન થાય છે. આ તેલનો ઉપયોગ એકથી વધુ વખત થાય તો એ વધુ બિનઆરોગ્યપ્રદ બની જાય છે. આવો આહાર લેવાથી કૅલરી, ફૅટ વધવા ઉપરાંત હૃદયને લગતી તકલીફ વધી શકે છે.

એ સામે ઍર ફ્રાયરની વાત આવે છે તો આ કૂકિંગ મેથડમાં ઑઈલનો ઉપયોગ નહીં જેટલો હોવાથી વજનને અંકુશમાં રાખવા તેમ જ હૃદયને લગતા રોગોથી બચાવવા માટે એ સારો વિકલ્પ છે. જો કે આ પદ્ધતિ પણ સંપૂર્ણ રીતે જોખમ વગરની નથી. ઍર ફ્રાયરમાં ચરબીયુક્ત પદાર્થોને ફ્રાઈ કરવામાં આવે છે ત્યારે એ ખૂબ હાઈ ટેમ્પરેચર પર રંધાય છે. એ હાઈ ટેમ્પરેચર પણ અમુક પ્રકારનાં હાનિકારક તત્ત્વો ઉત્પ્ન્ન કરે છે. આ સિવાય વધુ પડતી હીટને કારણે એમાં બનેલા ખોરાકમાં અમુક પ્રકારનાં ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ તેમ જ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનો પણ ઘટાડો થઈ  જાય છે. ટૂંકમાં, ઍર ફ્રાયર એક પ્રકારનું સાધન છે, જે તમને ફાયદાકીય સ્વાસ્થ્ય તો બક્ષે છે, પરંતુ એનો આધાર તમે કયા પ્રકારના આહાર માટે એ વાપરો છો એના પર છે. નિયમિત રીતે ઍર ફ્રાયરનો ઉપયોગ ન થાય એ સલાહભર્યું છે. રહી વાત ફ્રાઈડ ફૂડની, તો તમે આવાં ખાદ્યોનો ઉપયોગ વાર-તહેવારે કરી શકો કે જે સંપૂર્ણપણે ઘરમાં બનેલાં હોય, જેથી રિયુઝ્ડ ઑઈલમાં બનેલી વાનગીથી થતાં નુકસાનથી બચી શકાય.

પ્રશ્ન: વરસાદની સીઝનમાં સ્વાસ્થ્ય જાળવવા માટે શું લેવું અને શું ન લેવું?

– કીર્તિ પંડ્યા (વાપી)

ઉત્તર: ચોમાસાની સીઝન એ ખાસ પ્રકારની હેલ્થને લગતી સમસ્યા લાવે છે. આ દિવસોમાં ભેજ વધે છે, પાણી દૂષિત આવવાથી ઘણાને પાચનમાં મુશ્કેલી થાય છે તો રોગપ્રતિકારક શક્તિ પણ આ સમયે નબળી પડતી હોવાને કારણે ઈન્ફેક્શન થવાના ચાન્સ વધે છે. આવા સમયે સારી હેલ્થ જાળવી રાખવા સૌપ્રથમ તો ગરમ, સારી રીતે રાંધેલો, પચવામાં હલકો તેમ જ ઈમ્યુનિટી વધારે એવો આહાર લેવો જોઈએ. આ સીઝનમાં કાચા તેમ જ ઠંડા ખોરાકનો ઉપયોગ પાચનક્રિયાને ખરાબ કરે છે, જેના લીધે પેટમાં દુખાવો થવો, અપચો તેમ જ ઈન્ફેક્શન થવું એ સામાન્ય છે. આથી જ આ સમયે મુખ્યત્વે સહેલાઈથી પચે એવાં શાકભાજીના સૂપ, સૂંઠવાળી રાબ, ગરમ ખીર, ખીચડી, વગેરે લઈ શકાય. કાચાં સૅલડ કે બહારનાં સુધારીને રાખેલાં ફ્રૂટ્સનો ઉપયોગ ટાળવો. ફ્રિજમાં મૂકેલી વાનગીનો ઉપયોગ ન્યુનતમ કરવો તેમ જ ઠંડાં પીણાં પણ બને ત્યાં સુધી ન લેવાં.

હળદર, આદું, એલચી, મરી, તજ, વગેરેમાં ઍન્ટિ-વાઈરલ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી જેવા ગુણધર્મો રહેલા છે એટલે એનો ભરપૂર ઉપયોગ કરી શકાય. ઈન્ફેક્શનથી બચવા માટે હાઈડ્રેટ રહેવું જરૂરી છે. આ દિવસોમાં ઉકાળેલું પાણી પીવું હિતકારક ગણાશે.

તમારા પાણીની બૉટલ હંમેશાં તમારી સાથે રાખવી. અજાણી જગ્યાનું પાણી ન પીવું. ફ્રૂટ્સમાં કેળાં, જાંબુ, લીચી, ચેરી, પ્લમ, દાડમ, વગેરે લઈ શકાય તો શાકભાજીમાં દૂધી, ગલકાં, તૂરિયાં, કારેલાં, ટામેટાં, કાકડી, વગેરે તમને હાઈડ્રેટ રહેવામાં મદદ કરશે. આ શાકભાજીમાં પોટેશિયમ તેમ જ મૅગ્નેશિયમનું પ્રમાણ સારું છે, જે પેટ તથા કિડનીનાં કાર્યને જાળવી રાખશે.

દહીં-છાશ જેવાં પ્રોબાયોટિક્સનો ઉપયોગ આ સમયે જરૂરથી કરવો. અજમો, જીરું, તુલસી તથા લીંબુ અને મધનું મિશ્રણ ચોમાસામાં થતા પેટના દુખાવા કે ગૅસને દૂર કરશે. વધુપડતો નમકયુક્ત આહાર ન લેવો. આ સિવાય વધુ તીખો અથવા તળેલો ખોરાક પણ ન લેવાય એનું ધ્યાન રાખવું. બહારનાં, ખુલ્લામાં હોય એવાં ખાદ્યોનો ઉપયોગ તો ટાળવો.

પ્રશ્ન: કામમાં વ્યસ્ત હોવાને કારણે મને વધુ પાણી પીવાનું યાદ આવતું નથી અને હું વધારે પાણી લઈ પણ શકતો નથી તો એનું પ્રમાણ કઈ રીતે વધારી શકાય?

– કશ્યપ પટેલ (નડિયાદ)

ઉત્તર: હેલ્થી રહેવા માટે જેમ અન્ય પોષક તત્ત્વોની જરૂર છે એમ પાણી પણ અગત્યનું છે. શરીરનું તાપમાન જાળવી રાખવા ઉપરાંત પાણી આપણા બૉડીની અંદર જમા થતાં નુકસાનકારક તત્ત્વોનો નિકાલ કરે છે, બૉડી ડિટોક્સિફાય કરે છે, સાંધા માટે લ્યુબ્રિકન્ટ જેવું કાર્ય કરે છે. શરીરને ઈન્ફેક્શનથી બચાવવા પણ પાણીનો મહત્તમ ઉપયોગ થાય એ જરૂરી છે. ડાઈજેશન પ્રોસેસમાં પાણી અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત, કિડનીને સાફ રાખે છે.

આટલા બધા ફાયદા અગર ફક્ત પાણી લેવાથી થતા હોય તો એ નિયમિત લેવામાં ચૂક ન થવી જોઈએ. રોજનું ત્રણ લિટર પાણી તમે લઈ શકો. પાણીમાં લીંબુ, ફુદીનો, જીરું કે પછી કોઈ ફ્રૂટની સ્લાઈસ ઉમેરીને પણ રાખી શકાય. આ પ્રકારનું ફ્લેવર્ડ વૉટર શરીરને ડિટોક્સિફાય પણ કરશે અને પાણી પીવાની ઈચ્છા પણ થશે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

અહો આશ્ચર્યમ્: બિહારમાં ‘ડોગ બાબુ’ને મળ્યું રહેઠાણનું પ્રમાણપત્ર

પટનાઃ આજકાલ બિહારમાં જ્યાં એક તરફ ચૂંટણીની ચર્ચાઓ જોરદાર ચાલી રહી છે, ત્યાં બીજી તરફ એક આશ્ચર્ય જગાવતી ફોટાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ફોટો એટલી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે સોશિયલ મિડિયા પર લોકો સતત તેને શેર કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ માત્ર જાહેર જનતામાં જ નહીં, પરંતુ સરકારી સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. વાયરલ થયેલી તસવીરમાં નિવાસ પ્રમાણપત્રમાં એક કૂતરાનો ફોટો અને તે સંબંધિત માહિતી દર્શાવવામાં આવી હતી., એટલું જ નહીં, તે પ્રમાણપત્રમાં સરકારી અધિકારીના સહી પણ હાજર હતી.
પટનાને લાગતા મસૌઢીમાંથી એક એવું નામ સામે આવ્યું છે કે જેને સાંભળીને લોકો પહેલા હસશે અને પછી ચોંકી જશે – કારણ કે અહીં ‘ડોગ બાબુ’ને RTPS પોર્ટલ પરથી નિવાસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

પટણા જિલ્લાના મસૌઢી અંચલ કચેરીના RTPS પોર્ટલ પરથી એક એવું નિવાસ પ્રમાણપત્ર જારી થયું છે, જેને વાંચીને કોઈ પણ વ્યક્તિ પહેલા હસી પડશે અને પછી વિચારમાં પડી જશે. આ દસ્તાવેજમાં નામ લખાયું છે – ‘ડોગ બાબુ’, પિતાનું નામ – ‘કુત્તા બાબુ’, માતાનું નામ – ‘કૂતિયા બાબુ’ અને સરનામું છે – કાઉલીચક, વોર્ડ નં. ૧૫, નગર પરિષદ મસૌઢી. ફોટાની જગ્યાએ પણ એક સાચા કૂતરાનો ફોટો મૂકવામાં આવ્યો છે.

કૂતરાને મળ્યું નિવાસ પ્રમાણપત્ર
હા આ પ્રમાણપત્ર (ક્રમાંક: BRCCO/2025/15933581) પર મસૌઢી અંચલ કચેરીના રાજસ્વ અધિકારી મુરારી ચૌહાણની ડિજિટલ સહી પણ છે. એટલે કે આ કોઈ ફોટોશોપ કરેલો નકલી પ્રમાણપત્ર નહિ, પણ આખો નિયમિત પદ્ધતિથી બહાર પડેલો ઓરિજિનલ દસ્તાવેજ છે.

આ પહેલાં બિહારના મુંગેરમાં સોનાલિકા ટ્રેક્ટરને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. હવે ‘ડોગ બાબુ’ પછી લોકો મજાકમાં કહી રહ્યા છે કે આવતી કાલે ‘બિલાડી દીદી’ને રેશનકાર્ડ અને ‘ગાય માતા’ને ડ્રાઈવિંગ લાયસન્સ મળી શકે છે. લોકો કહી રહ્યા છે કે RTPS પોર્ટલના સિસ્ટમને ચેક કરવા કરતાં હવે એમાં એન્ટી વાયરસ નાખવાની જરૂર છે, કેમ કે આ તો હવે કૂતરાનો પણ ડેટા સ્વીકારવા લાગ્યું છે.

બાપ રે! ચાહકે 72 કરોડની સંપત્તિ સંજય દત્તને આપી, તે પૈસાનું શું કર્યું અભિનેતાએ?

ભાગ્યે જ એવું બને છે કે કોઈ વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ માટે મિલકત છોડી દે. જોકે, બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત સાથે આવું બન્યું. તાજેતરમાં તેમણે તેમના જીવનની એક ચોંકાવનારી ઘટના વિશે વાત કરી. એક મહિલાએ તેમના માટે 72 કરોડ રૂપિયાની મિલકત આપી દીધી. અભિનેતાએ જણાવ્યું છે કે તેમણે આ મિલકતનું શું કર્યું.

સંજય દત્તે દાનમાં આપેલી મિલકતનું શું કર્યું?

કર્લી ટેલ્સ સાથેની વાતચીતમાં, સંજય દત્તને પૂછવામાં આવ્યું કે શું એ સાચું છે કે એક મહિલા ચાહકે 2018 માં તેના મૃત્યુ પહેલાં તેના નામે મિલકત છોડી દીધી હતી. સંજય દત્તે આ વાતની પુષ્ટિ કરી. આ બાબતનો જવાબ આપતા સંજય દત્તે કહ્યું કે ‘મેં તે તેના પરિવારને પાછી આપી દીધી.’

વાસ્તવમાં, વર્ષ 2018 માં સંજય દત્તની ચાહક નિશા પાટીલ, ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણીએ તેની લગભગ 72 કરોડ રૂપિયાની સંપૂર્ણ મિલકત સંજય દત્તને ટ્રાન્સફર કરી દીધી. સંજય દત્ત આ પગલાથી આશ્ચર્યચકિત થઈ ગયા. મુંબઈની 62 વર્ષીય નિશા એક અસાધ્ય રોગથી પીડાતી હોવાનું કહેવાય છે. તેણીએ તેની બેંકને કહ્યું હતું કે તેના મૃત્યુ પછી તેની બધી મિલકત સંજય દત્તને સોંપી દેવી જોઈએ. જોકે, સંજય દત્તે આ મિલકત મહિલાના પરિવારને પરત સોંપી દીધી હતી.

આ વર્ષે સંજય દત્તની ઘણી ફિલ્મો રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે સંજય દત્તે 1981 માં ફિલ્મ ‘રોકી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં તેમની ફિલ્મો ‘ધ ભૂતની’ અને ‘હાઉસફુલ 5’ રિલીઝ થઈ છે. આ દિવસોમાં દત્ત ઘણા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે. તેમની ફિલ્મો ‘અખંડ 2’, ‘ધુરંધર’ અને ‘ધ રાજા સાબ’ આ વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. તે 2026 માં રિલીઝ થનારી કન્નડ ફિલ્મ ‘કેડી-ધ ડેવિલ’ નો પણ એક ભાગ છે.