Home Blog Page 790

CA ફાઈનલનું પરિણામ જાહેર: અમદાવાદ કેન્દ્રનું 19.35 ટકા

અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા મે-2025માં લેવામાં આવેલી CA ફાઈનલ, CA ઈન્ટરમિડીયેટ અને CA ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા.આ અંગે માહિતી આપતા ICAIનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, મે-2025માં લેવામાં આવેલી CA ફાઈનલ કોર્સની પરીક્ષામાં બંને ગ્રુપોમાં સમગ્ર ભારતનું પરિણામ 18.75 ટકાનું છે. જે નવેમ્બર-2024માં 13.44 ટકાનું હતું. ગ્રુપ-1નું પરિણામ 22.38 ટકાનું છે, જે નવેમ્બર 2024માં 16.80 ટકા અને ગ્રુપ-2માં 26.43 ટકા છે, જે નવેમ્બર-2024માં 21.36 ટકાનું હતું. બંને ગ્રુપોમાં કુલ 29,286 વિદ્યાર્થીઓ બેઠા હતાં. જેમાંથી 5,490 પાસ થયા છે.

CA ઈન્ટરમિડીયેટ કોર્સમાં ભારતનાં પરિણામો અંગે CA પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું કે, બંને ગ્રુપોનું પરિણામ 13.22 ટકાનું છે, જે નવેમ્બર 2024માં 14.05 ટકાનું હતું. ગ્રુપ-1નું પરિણામ 14.67 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 21.51 ટકાનું છે. જે નવેમ્બર 2024માં અનુક્રમે 14.17 ટકા અને 22.16 ટકાનું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે CA ફાઉન્ડેશન કોર્સમાં ઓલ ઈન્ડિયાનું પરિણામ 15.9 ટકા હતું. જે નવેમ્બર 2024માં 21.52 ટકાનું હતું.

CA ફાઈનલ કોર્સમાં અમદાવાદ કેન્દ્રના પરિણામો અંગે માહિતી આપતા ICAIની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન CA નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે મે-2025માં લેવાયેલી CA ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપનું પરિણામ 19.35 ટકા, ગ્રુપ-1નું પરિણામ 23.28 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 20.10 ટકાનું છે. જે નવેમ્બર 2024માં લેવાયેલી પરીક્ષામાં અનુક્રમે 13.44 ટકા, 16.80 ટકા અને 21.36 ટકાનું હતું. અમદાવાદ કેન્દ્રની પ્રિયલ પ્રમોદ જૈને ભારતમાં 18મો રેન્ક અને પાર્થ અમર શાહએ 28મો રેન્ક મેળવ્યો છે.

CA નીરવ અગ્રવાલે CA ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનાં પરિણામો અંગે જણાવ્યું હતું કે, બંને ગ્રુપનું પરિણામ 10.62 ટકા, ગ્રુપ-1નું પરિણામ 13.99 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 33.18 ટકાનું છે. જાન્યુઆરી-2025માં લેવાયેલી પરીક્ષામાં આ પરિણામ અનુક્રમે 21.94 ટકા, 8.12 ટકા અને 31.56 ટકાનું હતું. અમદાવાદની કિંજલ રાજેશભાઈ ચૌધરીને 29મો રેન્ક અને યુગ અનિલકુમાર પટેલનો 38મા રેન્ક મળ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે CA ફાઉન્ડેશન કોર્સમાં મે-2025માં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 13 ટકાનું છે. જે જાન્યુઆરી-2025માં લેવાયેલી પરિણામ 23.16 ટકાનું હતું.

બિહાર ચૂંટણી પહેલાં 17 પાર્ટીને ડીલિસ્ટ કરવાની તૈયારી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચના એક મહત્ત્વનો નિર્ણયથી 23 પાર્ટીઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. વાસ્તવમાં આ પાર્ટીઓએ વર્ષ 2019થી એક પણ ચૂંટણી નથી, જેને કારણે ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી છે. પંચે સ્પષ્ટ કહ્યું છે કે આ પાર્ટીઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ લાભો મેળવી રહી છે, પરંતુ તેઓ ચૂંટણીમાં કોઈ પણ રીતે સક્રિય નથી.

ચૂંટણી પંચે કયા-કયા પક્ષોને ફટકારી નોટિસ?

  • ભારતીય બેકવર્ડ પાર્ટી
  • ભારતીય સુરાજ દળ
  • ભારતીય યુવા પાર્ટી (ડેમોક્રેટિક)
  • ભારતીય જનતંત્ર સનાતન પાર્ટી
  • બિહાર જનતા પાર્ટી
  • દેશી કિસાન પાર્ટી
  • ગાંધી પ્રકાશ પાર્ટી
  • હમદર્દ જનરક્ષક સમાજવાદી વિકાસ પાર્ટી (જનસેવક)
  • ક્રાંતિકારી સામ્યવાદી પક્ષ
  • ક્રાંતિકારી વિકાસ દળ
  • લોક આવાઝ પાર્ટી
  • લોકતાંત્રિક સમતા દળ
  • રાષ્ટ્રીય જનતા પાર્ટી (ભારતીય)
  • રાષ્ટ્રવાદી જન કોંગ્રેસ
  • રાષ્ટ્રીય સર્વોદય પાર્ટી
  • સર્વજન કલ્યાણ લોકતાંત્રિક પાર્ટી
  • વ્યવસાઈ કિસાન અલ્પસંખ્યક મોરચો

 

ઉત્તરાખંડના 6 રાજકીય પક્ષોને પણ નોટિસ

  • ભારતીય જનક્રાંતિ પાર્ટી
  • હમારી જનમંચ પાર્ટી
  • મેદાન ક્રાંતિ દળ
  • પ્રજા મંડળ પાર્ટી
  • રાષ્ટ્રીય ગ્રામ વિકાસ પાર્ટી
  • રાષ્ટ્રીય જન સહાય દળ

15 જુલાઈ સુધીમાં જવાબ આપવા આદેશ

ચૂંટણી પંચે આ 23 પક્ષોને 15 જુલાઈ સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો છે. પંચે પક્ષોને કહ્યું છે કે, તેઓ પોતાના પક્ષની વાસ્તવિકતાના પુરાવા સાથે બિહાર સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસમાં 15 જુલાઈ-2025 સુધીમાં રજૂ કરી શકે છે. આ સાથે તેની બીજી કોપી ceo_bihar@eci.gov.in ઈ-મેઈલ પર મોકલવા પણ કહ્યું છે.

23 પાર્ટીઓ ડીલિસ્ટકરાશે

ચૂંટણી પંચે તમામ પક્ષોને ચેતવણી આપી છે કે, ‘જો નિર્ધારિત સમયની અંદર કોઈ જવાબ આપવામાં નહીં આવે તો પંચ તે પક્ષોને ‘ડીલિસ્ટ’ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

જ્યારે 44 વર્ષના ગોવિંદાએ 16 વર્ષની અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ ને પછી…

રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ ધૂમ મચાવી દીધી હતી. ચાહકોએ ફિલ્મના જોરદાર એક્શનના વખાણ કર્યા હતા, તો રણવીર સિંહ અને સારા અર્જુનની રોમેન્ટિક જોડીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. સારા અર્જુન રણવીર સિંહ કરતા 20 વર્ષ નાની છે.

ઉંમર-અંતર કાસ્ટિંગે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ટીકાકારોએ બોલિવૂડમાં મોટી ઉંમરના પુરુષોની નાની મહિલા સહ-કલાકારો સાથેની પ્રથા પર સવાલ ઉઠાવ્યા છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે કોઈ મોટી ઉંમરના પુરુષ અભિનેતાએ નાની ઉંમરની અભિનેત્રી સાથે કામ કર્યું હોય. ફિલ્મ ‘ચીની કમ’ (2007) માં અમિતાભ બચ્ચનની તબ્બુ સાથેની જોડીને લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

વર્ષ 2008 માં ફિલ્મ ‘મની હૈ તો હની હૈ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ગોવિંદાની સામે 16 વર્ષની હંસિકા મોટવાણીને કાસ્ટ કરવામાં આવી હતી. આ જોડીને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ તેને અયોગ્ય માન્યું હતું.

ગોવિંદાએ 16 વર્ષની છોકરી સાથે અભિનય કર્યો હતો

ફિલ્મમાં ગોવિંદાએ બોબી અરોરાની ભૂમિકા ભજવી હતી, જે પોતાને સાબિત કરવા માટે ઘરેથી ભાગી જાય છે અને આશિમા કપૂરને મળે છે. આ પાત્ર હંસિકા મોટવાણીએ ભજવ્યું હતું. આશિમા એક ટેલિવિઝન અભિનેત્રી છે જે હતાશ છે અને ફિલ્મી કારકિર્દી બનાવવા માંગે છે. ઉંમરના તફાવત હોવા છતાં બંને પ્રેમમાં પડે છે અને આખરે લગ્ન કરે છે. તે સમયે હંસિકા મોટવાણી તેના બાળ ભૂમિકાઓ માટે જાણીતી હતી. તેણીએ ટીવી શૉ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સાવરીનું પાત્ર ભજવ્યું હતું.

મલ્ટી-સ્ટારર ફિલ્મ હોવા છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહીં. જોકે, તેનાથી પણ વધુ નુકસાનકારક વાત એ હતી કે હંસિકા મોટવાણી સાથે રોમેન્ટિક ભૂમિકા ભજવવા બદલ ગોવિંદાને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. એવું કહેવાય છે કે આનાથી તેમની જાહેર છબી પર ખરાબ અસર પડી. ગોવિંદાએ 2009 માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘પાર્ટનર’ માં વાપસી કરી હતી, પરંતુ તે પછી તેમની આઠ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ.

અહો આશ્ચર્યમ્: કોન્સ્ટેબલે 12 વર્ષ સુધી ઘેરબેઠા પગાર લીધો

વિદિશા: મધ્ય પ્રદેશમાં ‘ભૂત કર્મચારીઓ’નો પર્દાફાશ થોડા સમય પહેલાં થયો હતો. અંદાજે 50,000 સરકારી કર્મચારીઓ એવા છે જેમનો રેકોર્ડ તો સિસ્ટમમાં છે, પરંતુ ડિસેમ્બર, 2024થી તેમણે પગાર ઉપાડ્યો જ નથી. પણ હવે આ સિસ્ટમની એક બીજી ચોંકાવનારી હકીકત સામે આવી છે, અને આ કેસ એકદમ ઊલટો છે. જ્યાં હજારો કર્મચારીઓ પગાર નહીં લઈ રહ્યા હોય, ત્યાં એક પોલીસકર્મચારી એ એવો છે કે જે એક દિવસ પણ કામ કર્યા વિના 12 વર્ષ સુધી પગાર લીધો છે.

વિદિશા જિલ્લામાં તહેનાત થયેલા સિપાહી અભિષેક ઉપાધ્યાયે છેલ્લાં 12 વર્ષમાં અંદાજે 28 લાખ રૂપિયાનો પગાર લીધો છે, જ્યારે તેણે કદી પણ ટ્રેનિંગ કરી નથી અને ન તો કદી ડ્યુટી પર હાજર થયો છે.

વર્ષ 2011માં અભિષેક ઉપાધ્યાયની ભરતી મધ્ય પ્રદેશ પોલીસમાં થઈ હતી. તેને પ્રથમ ભોપાલ પોલીસ લાઈનમાં પોસ્ટિંગ મળ્યું અને ત્યાંથી ટ્રેનિંગ માટે સાગર મોકલવામાં આવ્યો હતો, જે તે બેચ માટે સામાન્ય પ્રક્રિયા હતી. પણ અભિષેક ન તો સાગર ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યો અને ન કોઈને જાણ કરી. તે સીધો પોતાને ઘરે – વિદિશા પાછો આવી ગયો.

તેણે ન તો રજા માટે અરજી કરી, ન કોઈ તબીબી દસ્તાવેજ આપ્યો. જે કર્યુ એ માત્ર એટલું કે તેણે પોતાની સર્વિસ ફાઇલ સ્પીડ પોસ્ટથી ભોપાલ મોકલી દીધી, જેમાં લખેલું હતું કે તેની તબિયત ખરાબ થઈ ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે સિસ્ટમમાં ક્યારેય એલાર્મ વાગ્યો જ નહીં. ભોપાલ ઓફિસે માન્યે રાખ્યું કે તેની ટ્રેનિંગ શરૂ થઈ ગયો છે, જ્યારે સાગર સેન્ટર પાસે તો જાણકારી જ ન હતી કે અભિષેક આવ્યો જ નથી. આ રીતે આખા 12 વર્ષ સુધી તેને દર મહિને પગાર મળતો રહ્યો.

ACP અંકિતા ખટેડકરે જણાવ્યું હતું કે આ મામલો વિદિશા જિલ્લાના નિવાસી એક પોલીસ આરક્ષકથી જોડાયેલો છે. સંસ્થાના વિભાગે તેને ફોન કરીને બોલાવ્યો અને પૂછ્યું કે તમે ક્યાં છો. ત્યારે ખબર પડી કે આ તો કદી ડ્યુટી પર ગયો જ નથી. ઘરમાં બેઠાં-બેઠાં પગાર લેતો રહ્યો.

દિલીપ સાહેબની પુણ્યતિથિ પર પત્ની સાયરા બાનુ થયા ભાવુક

સિનેમા જગતમાં ‘ટ્રેજેડી કિંગ’ તરીકે પ્રખ્યાત દિલીપ કુમારની ચોથી પુણ્યતિથિ આજે 7 જુલાઈના રોજ ઉજવવામાં આવી રહી છે. આ તકે અભિનેતાની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ઘણી તસવીરો શેર કરી છે. આ સાથે અભિનેત્રીએ એક લાંબી નોંધ પણ શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે અભિનેતા તેમના જીવનનો સૌથી કિંમતી રત્ન હતો.

દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનુએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. તેમાં દિલીપ સાહેબની કેટલીક તસવીરો અને ટૂંકી ક્લિપ્સ શામેલ છે, જેમાં અભિનેતાના યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે અભિનેત્રીએ ‘અકેલે હી અકેલે ચલા હૈ’ ગીત પણ પોસ્ટ કર્યું છે, જે તેમની એકલતા અને ઉદાસી વ્યક્ત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Saira Banu Khan (@sairabanu)

આ પોસ્ટ શેર કરતી વખતે સાયરા બાનુએ એક લાંબુ કેપ્શન લખ્યું છે. તેણીએ કહ્યું કે દિલીપ સાહેબ દ્વારા છોડવામાં આવેલ ખાલીપણું કોઈ ભરી શકતું નથી. તેણીએ અભિનેતાની યાદો સાથે ચાલવાનું શીખી લીધું છે. આ સાથે અભિનેત્રીએ કહ્યું કે દર વર્ષે આ દિવસે તે પોતાને કોમળ ફૂલોની જેમ દિલીપ સાહેબની યાદોને વહાલ કરતી જોવા મળે છે. તેણીએ આગળ લખ્યું કે અભિનેતા ફક્ત તેના માટે સૌથી મોટો રત્ન જ નહીં, પરંતુ તે ઘણી પેઢીઓ માટે પ્રેરણારૂપ પણ હતા. તેમજ તે ઘણા રાજકારણીઓ, અભિનેતાઓ અને વિદ્વાનોના શ્રેષ્ઠ મિત્ર હતા.

સાયરા બાનુએ પોસ્ટમાં આગળ લખ્યું,’આ મહાન વ્યક્તિત્વ પાછળ એક સૌમ્ય, મોહક, રમુજી વ્યક્તિ છુપાયેલો હતો. મને એક સાંજ ખૂબ સારી રીતે યાદ છે કે અમારું ઘર શાસ્ત્રીય સંગીતના સૂરોથી ગુંજી રહ્યું હતું, દરબાર પૂરજોશમાં હતો અને સાહેબ શાંતિથી આરામ કરવા ગયા. તેમણે સામાન્ય ક્ષણોને પણ અમર બનાવી દીધી. દિલીપ સાહેબ કાયમ છે. અલ્લાહ હંમેશા તેમના પર પોતાના આશીર્વાદ રાખે.’

હું પાકિસ્તાની સૈન્યનો વિશ્વાસપાત્ર એજન્ટ હતોઃ  તહવ્વુર રાણા

નવી દિલ્હીઃ મુંબઈમાં 26/11ના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કેટલાક વિસ્ફોટક ખુલાસા કર્યા છે. તેણે કબૂલ્યું છે કે તે પાકિસ્તાની સૈન્યનો વિશ્વસનીય એજન્ટ હતો અને 2008ના આતંકી હુમલાઓ દરમ્યાન તે મુંબઈમાં હાજર હતો. રાણાએ એ પણ સ્વીકાર્યું છે કે તેનો મિત્ર અને સહયોગી ડેવિડ હેડલી લશ્કર માટે ઘણી વખત તાલીમ લઈ ચૂક્યો હતો.

રાણાએ અધિકારીઓને કહ્યું કે મુંબઈમાં તેની કંપનીનું ઇમિગ્રેશન સેન્ટર શરૂ કરવાનો વિચાર તેનો પોતાનો હતો અને તેમાં જે નાણાકીય વ્યવહારો થયા હતા, તેને બિઝનેસ ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેણે એ પણ માન્યું હતું કે તે 26/11ના નરસંહાર દરમિયાન મુંબઈમાં હાજર હતો અને આતંકવાદીઓની યોજનાનો તે એક હિસ્સો હતો.

રાણાએ કહ્યું હતું કે તેણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવી જગ્યાઓની રેકી પણ કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે આ હુમલો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે મળીને કરવામાં આવ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે ખાડી યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ તેને સાઉદી અરેબિયામાં મોકલ્યો હતો.

રાણા મુંબઈ હુમલાની યોજના તૈયાર કરવામાં સામેલ હતો. તેણે હેડલીને વિઝા મેળવવામાં મદદ કરી હતી અને ખોટી ઓળખ બનાવી હતી જેથી હેડલી ભારતમાં આવી શકે.

 મુંબઈ 26/11ના આતંકી હુમલાઓ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને નરીમન હાઉસ જેવાં જાણીતાં સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. આ હુમલામાં 166 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં.

મુંબઈની આ શાળાઓમાં હવે ભણાવાશે ગરબા, અભ્યાસક્રમમાં સામેલ કરાયું લોકનૃત્ય

વિદ્યાર્થીઓને લોક કલાનું જ્ઞાન આપવું એ પણ શિક્ષણનો મહત્વનો ભાગ છે. મુંબઈની પાંચ શાળાઓએ સત્તાવાર રીતે ગરબાનો તેમના સિલેબસમાં સમાવેશ કર્યો છે. આ સાંસ્કૃતિક પગલું વિદ્યાર્થીઓને મનોરંજન, તંદુરસ્તી અને શૈક્ષણિક લાભ પૂરા પાડશે.

ગરબા એ ગુજરાતનું પરંપરાગત નૃત્ય છે. જેને મુંબઈની પાંચ શાળાઓમાં ઔપચારિક રીતે એક વિષય તરીકે સિલેબસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નિર્ણય માટુંગા સ્થિત ત્રણ અમુલખ અમીચંદ શાળાઓ (ગુજરાતી કેળવણી મંડળ હેઠળ) અને ઘાટકોપરમાં રામજી અસાર ગ્રુપની બે શાળાઓ દ્વારા લેવામાં આવ્યો, જેમાં IG, ICSE, SSC અને ગુજરાતી-માધ્યમ બોર્ડનો સમાવેશ થાય છે. 20 જૂન, 2025 થી, ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ગરબા એક વિષય રહેશે. જેના માર્ક્સ તેના વાર્ષિક પરિણામમાં ઉમેરાશે. દર અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે ગરબાનો એક ક્લાસ રાખવામાં આવશે.

પ્રિન્સિપાલ સ્મિતા લાડ

રામજી અસાર વિદ્યાલય હાઈસ્કૂલ અને એચ.વી.કે.તન્ના જુનિયર કૉલેજ ઑફ કોમર્સના પ્રિન્સિપાલ સ્મિતા લાડે ચિત્રલેખા ડૉટકૉમને જણાવ્યું હતું કે અમારી શાળા ગુજરાતી સંગઠનની છે. કલા અને સંસ્કૃતિના વારસાને આગળ વધારવું એ આપણી જવાબદારી છે. ગરબા એ ગુજરાતી સંસ્કૃતિનું લોકનૃત્ય છે. તેમજ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ કસરત સમાન છે. ગરબા એ એકતાનું પણ પ્રતિક છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી અને ગરબાને સાંસ્કૃતિક પ્રવૃત્તિ હેઠળ સિલેબસમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે નાલંદા સંસ્થાના સહયોગથી પાંચ વર્ષનો ગરબા તાલીમ અભ્યાસને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે SSC બોર્ડ પરીક્ષાના સ્કોરમાં 3 ટકા બોનસ સ્કોર રહેશે. ગરબા માટે વાર્ષિક 30 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પ્રથમ છ મહિના માટે 15 કલાક અને બીજા છ મહિના માટે 15 કલાક. આ દરમિયાન વિદ્યાર્થીઓને ગરબાનું જ્ઞાન આપવામાં આવશે.

આ ગરબા અભ્યાસ સોની સ્કૂલ ઓફ ગરબા ડાન્સ (SSGD)ના ગરબા કલાકારો જીગર અને સુહરદ સોની દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકાર દ્વારા માન્ય સંસ્થા નાલંદા સંસ્થાના સહયોગથી યોજાશે.

પાંચ વર્ષ સુધી સતત તાલીમ લેનારા વિદ્યાર્થીઓને તેમની SSC પરીક્ષામાં 3 ટકા બોનસ ગુણ મળશે. Non-SSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગરબા પ્રમાણપત્ર સાંસ્કૃતિક ક્વોટા હેઠળ લાયક બનશે, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં અરજીઓ સહિત કોલેજ પ્રવેશ માટે એક મૂલ્યવાન ગણાશે.

હુસેનની યાદમાં તાજિયા જુલુસ

અમદાવાદ: મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.કરબલાની મહાન દુખદ ઘટના, આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેને પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇની સમર્થક છે, એ હજરત હુસેન અને એમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિન્હ સમજે છે.મોહરમના આ પ્રસંગે અમદાવાદ સહિત રાજ્યના નાના મોટા શહેરોના જુદા જુદા વિસ્તારમાંથી જુલુસ નીકળ્યુ હતું.આ વર્ષે અમદાવાદમાં 91 જેટલા તાજિયા, અખાડા, ઢોલ તાસાં પાર્ટીઓ, લાઉડસ્પીકરો, અલગ નિશાન પાર્ટીઓ, માતમી દસ્તાઓ, ટ્રકો, ઉંટ લારીઓ સાથે માતમ સમુહ જોવા મળ્યો.તાજિયાને ઠંડા કરવા માટે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ થી નહેરુબ્રિજ વચ્ચે ખાનપુર પાસે વિશાળ કુંડ બનાવવામાં આવ્યા. શહેરના કાલુપુર, જમાલપુર, દરિયાપુર, ખાનપુર સહિત અનેક વિસ્તારમાંથી નાના મોટા વિવિધ આકારના તાજિયા બનાવી મુસ્લિમ બિરાદરોએ શ્રધ્ધા વ્યક્ત કરી હતી. શહેરના કાલુપુર, જમાલપુર વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા સાથે ચાંદીના તાજિયાના જુલુસમાં સામેલ થાય છે.શહેરમાં જે સ્થળેથી તાજિયા પસાર થયા ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવા તેમજ જુલુસમાં ભાગ લેનાર લોકોને સરબત પાણીની સુવિધાઓ આપવા મોટી સંખ્યામાં મંડપ લગાવ્યા સેવાભાવી લોકો ઉમટી પડ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાંથી તાજિયાનું જુલુસ પસાર થવાનું હતું એ સ્થળો પર સ્થાનિક પોલીસ અને એસ.આર.પીના જવાનો , હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

રાશિ ભવિષ્ય 07/07/2025 થી 13/07/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.