Home Blog Page 805

હિમાચલમાં 3 સ્થળોએ વાદળ ફાટ્યા, IMDનું અનેક રાજ્યોમાં એલર્ટ

થોડા દિવસો પહેલા લોકો ભીષણ ગરમીથી પરેશાન હતા, પરંતુ હવે મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. વાદળ ફાટ્યા બાદ હિમાચલ પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંડીમાં ઘણા ઘરો અચાનક પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી, ઉત્તરાખંડ, યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

હિમાચલમાં પરિસ્થિતિ કેવી છે?

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ચાલુ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મંડી જિલ્લામાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા છે. આના કારણે ઘણા લોકો ગુમ પણ થયા છે. મંડીમાં ઘણા ઘરો અચાનક પૂરની ઝપેટમાં આવી ગયા છે. વહીવટીતંત્રે મંડી, હમીરપુર અને કાંગડામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. તે જ સમયે, ગુમ થયેલા લોકોને શોધવા માટે કાર્ય તેજ કરવામાં આવ્યું છે. દાવડામાં મંડી કુલ્લુ ચાર-માર્ગીય હાઇવે પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે.

મંડી-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાત્રે 12 વાગ્યા પછી સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જામને કારણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનો જામમાં ફસાઈ ગયા છે. કેટલાક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે. બિયાસ નદીમાં પણ ભયંકર પૂર આવ્યું છે, જેના પછી IMD એ હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે.

અન્ય રાજ્યોમાં પરિસ્થિતિ કેવી છે?

હાલમાં, દેશના પહાડી રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત, ઉત્તરાખંડમાં વરસાદ એટલો ભારે છે કે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને, બધી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે, હરિદ્વારમાં ગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે, જેને ધ્યાનમાં રાખીને ત્યાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી.

કયા રાજ્યો માટે વરસાદની ચેતવણી છે?

હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ માટે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. 1 થી 7 જુલાઈ દરમિયાન ભારે અને અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ભાગદોડ માટે RCB જવાબદાર, પોલીસ કોઈ ભગવાન નથી : રિપોર્ટ

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ કેસમાં ટ્રિબ્યુનલનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. આ નાસભાગમાં 11 લોકોનાં મોત થયાં, જેમાં 14 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે RCB એ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. પોલીસકર્મીઓ પણ માણસો છે, તેમની પાસે અલાદ્દીનનો દીવો નથી…

ટ્રિબ્યુનલે કહ્યું કે RCB એ પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય સરઘસ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. આદેશમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, RCB એ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધું અને તેના કારણે ભીડ એકઠી થઈ ગઈ. પોલીસ પાસેથી માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવાની અપેક્ષા રાખી શકાય નહીં.

ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે, “પોલીસકર્મીઓ પણ માણસો છે, ન તો દેવતા કે ન તો જાદુગર. તેમની પાસે ‘અલાદ્દીનનો દીવો’ નથી જેનાથી તેઓ એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.” આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી છે. ટ્રિબ્યુનલે તેમનું સસ્પેન્શન રદ કર્યું અને કહ્યું કે તેમના સસ્પેન્શન સમયગાળાને સેવાનો ભાગ ગણવો જોઈએ. વિકાસ કુમાર તે સમયે બેંગલુરુના પશ્ચિમ ઝોનના એડિશનલ કમિશનર અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના ઇન્ચાર્જ હતા.

કેફે માટે અભિનેતા મલ્હાર-પૂજાના પબ્લિસિટી સ્ટન્ટથી કેટલાક ચાહકો નારાજ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપસ્ટાર કહેવાતા મલ્હાર ઠાકરની સઘળી ફેન ફોલોઈંગ છે. લાખો લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને પ્રેમ પણ કરે છે. ઈન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા છે જેમને ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. પરંતુ ચાહકો ક્યાંક થોડા અંશે તેમનાથી નારાજ થયા હોય એવું લાગે છે.

થોડા દિવસો પહેલા અભિનેતા મલ્હાર ઠાકર અને તેમની અભિનેત્રી વાઈફ પૂજા જોશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. એ પોસ્ટ પરથી એવો સંકેત જઈ રહ્યો હતો કે પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. આ સાથે જ લોકોએ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું કે મલ્હારના ઘરમાં કિલકારી ગૂંજવાની છે. જોકે, પોસ્ટમાં તેમણે કોઈ ચોખવટ નહોતી કરી, પણ સીધો સંકેત પ્રેગ્નેન્સી તરફ જ જઈ રહ્યો હોય એમ બધા તેમને શુભકામનાઓ પાઠવવા લાગ્યા હતા. પણ પછી ખબર પડે છે કે એ પોસ્ટ પોતાના કૉફી કેફેના પ્રમોશન માટે એક પબ્લિસિટી સ્ટન્ટ હતો. આ જાણી ઘણા ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી તો ઘણા ચાહકો મલ્હાર ઠાકરથી નારાજ જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)


પૂજા જોષીએ જે પોસ્ટ શેર કરી હતી એના કેપ્શનમાં લખ્યું હતું કે,આપણું નાનું વિશ્વ વિસ્તરી રહ્યું છે! મારું હૃદય એકદમ ભરાઈ ગયું છે.મલ્હાર અને હું ખરેખર કંઈક રોમાંચિત બનાવી રહ્યા છીએ, અને અમને આ જાહેરાત કરતાં ખૂશી થાય છે કે અમારી નાની દુનિયા હવે બેમાંથી ત્રણની થઈ રહી છે. અમે હવે ત્રણ થવા જઈ રહ્યાં છે. અમે ઘણા સમયથી આ સપનું જોઈ રહ્યા છીએ અને બહુ જલ્દી, અમારો આગલો તબક્કો શરૂ થશે.ખૂશી અને સ્લીપલેસ નાઈટ માટે તૈયાર થઈ જાઓ! ખૂબ પ્રેમ.

આ પોસ્ટના થોડા સમય બાદ મલ્હાર અને પૂજાએ વધુ એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી કે ખરેખર એમના જીવનમાં નવો તબક્કો શું આવવાનો છે. એમનું નાનકડું વિશ્વ કેવી રીતે વિસ્તરવાનું છે. અભિનેતાએ પોસ્ટ દ્વારા જાહેરાત કરી કે તેઓ માતા-પિતા નથી બનવાના પણ એક કેફેના માલિક બનવાના છે. તેમણે અમદાવાદમાં એક કેફેની શરૂઆત કરી છે. જાહેરાત પ્રમાણે સ્ટાર કપલે અમદાવાદમાં 28 જૂને કેફેનું ઉદ્ઘાટન કર્યુ.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

કેફેની જાહેરાત અને પ્રમોશન માટે અભિનેતાની આ રીત કેટલાક ચાહકોને પસંદ ન આવી હોય એવું લાગી રહ્યું છે. એક યુઝરે લખ્યું કે, ‘થર્ડ ક્લાસ પ્લાનિંગ, બીજાની લાગણીઓ સાથે રમવાનું બંધ કરો. આઈ એમ યોર ફેન. આઈ વોઝ હેપ્પી ફોર યુ પણ હવે હું નથી, તમે શા માટે અમારી લાગણીઓ સાથે રમ્યા.’ આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું કે ‘પોતાના કેફેને પ્રમોટ કરવાની ખૂબ જ ખરાબ રીત.’ એક યુઝરે કહ્યું કે આવું કેમ કર્યુ? તો અન્ય એક મહિલા ચાહકે કહ્યું કે ‘આ ખૂબ જ મૂર્ખતાભર્યુ.’

 

રાશિ ભવિષ્ય 30/06/2025 થી 06/07/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

રાજ્યના વર્તમાન DGP વિકાસ સહાયને મળ્યું છ મહિનાનું એક્સટેન્શન

ગુજરાતમાં વર્તમાન ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સહાયને છ મહિનાનું એક્સ્ટેન્શન્સ આપવામાં આવ્યું છે. આમ તો છેલ્લા થોડા સમયથી ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોને અટકળો ચાલી રહી હતી. અને રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી, જે છેવટે સાચી સાબિત થઈ છે.

જોકે, આ અગાઉ છેલ્લા બે દિવસથી પોલીસ બેડામાં ચાલતી અટકળો અનુસાર અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું હતું. તેના પર હવે હાલ પૂરતું પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.

ડીજીપી વિકાસ સહાય આજે 30 જૂને નિવૃત્ત થવાના હતા. તેમને વિદાયમાન આપવા માટેની તૈયારીઓ પણ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બપોર બાદ સમાચાર આવ્યા કે સહાયને ત્રણ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જોકે, આ અગાઉ આજે સવારથી એવી ચર્ચા થઈ રહી હતી કે વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં નહીં આવે અને તેમના સ્થાને કોને ડીજીપી બનાવવા તેની છેલ્લી ઘડીની વિચારણા ચાલી રહી છે. આ માટેના સંભવિત નામો પણ વહેતાં થયાં હતાં જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકનું નામ હોવાનું પણ ચર્ચાતું હતું.

કેન્દ્રીય મંત્રીમંડળે નવી રમત નીતિને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમત નીતિ (NSP) 2025 ને મંજૂરી આપી છે. આ એક ઐતિહાસિક પહેલ છે જેનો ઉદ્દેશ્ય દેશના રમતગમતના લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવા અને રમતગમત દ્વારા નાગરિકોને સશક્ત બનાવવાનો છે. નવી રમતગમત નીતિ હાલની રાષ્ટ્રીય રમતગમત નીતિ 2001 ને બદલશે. તે ભારતને વૈશ્વિક રમતગમત મહાસત્તા અને 2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં શ્રેષ્ઠતા માટે મજબૂત દાવેદાર તરીકે સ્થાપિત કરવા માટે એક સ્વપ્નદ્રષ્ટા અને વ્યૂહાત્મક રોડમેપ રજૂ કરશે.

રમતગમતને જન આંદોલન બનાવવાનો ઉદ્દેશ્ય છે

કેબિનેટ બેઠક વિશે માહિતી આપતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક વ્યાપક ખેલો ઇન્ડિયા નીતિ, 2025 ને મંજૂરી આપી હતી, જેનો હેતુ 2047 સુધીમાં ભારતને ટોચના પાંચ રમત રાષ્ટ્રોમાંનો એક બનાવવાનો છે. મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમત પર ઘણું ધ્યાન આપ્યું છે. આમાં, ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાને આગળ લાવવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

મોદી કેબિનેટે ELI યોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, તમામ ક્ષેત્રોમાં રોજગાર ઉત્પન્ન કરવાની, રોજગારની સંભાવના વધારવાની અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી ચાલી રહી છે. સરકાર આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને નોકરીઓ પૂરી પાડવાની યોજના ધરાવે છે.

સરકાર પ્રથમ વખત કામ કરતા કામદારો માટે 2 હપ્તામાં એક મહિનાના પગાર જેટલી 15,000 રૂપિયા સુધીની સબસિડી આપશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રથમ વખત કામ કરતા કામદારોને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંત, દેશમાં બેરોજગારી ઘટાડવાનો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજના વિશે વિગતવાર માહિતી શેર કરી. તેમણે કહ્યું કે આ યોજના બે વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 3.5 કરોડથી વધુ નોકરીઓ રોજગાર સર્જનને ટેકો આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજના બધા સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કરી હતી.

સબસિડી બે હપ્તામાં આપવામાં આવશે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનું ધ્યાન ઉત્પાદન ક્ષેત્ર પર રહેશે. તેના બે ભાગ પ્રથમ વખત અને સતત રોજગાર માટે બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત નોકરી કરનારાઓને નોકરી શોધવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, પ્રથમ વખત નોકરી કરનારાઓ માટે સબસિડી મંજૂર કરવામાં આવી છે, જેમાં મહત્તમ 15000 રૂપિયા આપવામાં આવશે. આ બે હપ્તામાં આપવામાં આવશે. એક છ મહિના માટે અને બીજો 12 મહિના માટે… આ સબસિડીનો લાભ કંપનીઓને આપવામાં આવશે. બીજું, જો આપણે સતત રોજગાર આપીશું, તો આ હેઠળ, દરેક કર્મચારીને 2 વર્ષ માટે દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આનાથી રોજગારની વધુ તકો ખુલશે. આનાથી ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળશે.

મોદી કેબિનેટમાં આ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા

મોદી કેબિનેટમાં કેટલાક વધુ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં, વ્યૂહાત્મક અને ઉભરતા ક્ષેત્રોમાં સંશોધન, વિકાસ અને નવીનતાને વધારવા માટે સંશોધન વિકાસ અને નવીનતા (RDI) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ઉભરતા ક્ષેત્રો અને આર્થિક સુરક્ષા, વ્યૂહાત્મક ઉદ્દેશ્યો અને આત્મનિર્ભરતા સાથે સંબંધિત અન્ય ક્ષેત્રોમાં સંશોધન, વિકાસ અને નવીનતા (RDI) વધારવા માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત, કેબિનેટે તમિલનાડુમાં 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (46.7 કિમી) ના નિર્માણને પણ મંજૂરી આપી છે.

ફિલ્મ હરિ હરા વીરા મલ્લુમાં ઔરંગઝેબના પાત્રમાં બોબી દેઓલનો ખૂખાંર અવતાર

ફિલ્મ એનિમલમાં બૉબિ દેઓલના અલગ અવતારે એવી છાપ છોડી કે તેમના અભિનયનો ડંકો સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ વાગ્યો. સુર્યાની કંગુઆ ફિલ્મમાં પણ બૉબીનો જબરદસ્ત અંદાજ જોવા મળ્યો હતો. હવે તે ફરી એકવાર સાઉથી ફિલ્મમાં નવા રૂપમાં જોવા મળશે.

બૉલિવૂડ અભિનેતા બૉબી દેઓલ પવન કલ્યાણની આગામી ઐતિહાસિક મહાગાથા ‘હરિ હરા વીરા મલ્લુ’માં જોવા મળશે. નિર્દેશક જ્યોતિ કૃષ્ણાની આ ફિલ્મમાં બૉબી મુગલ સમાર્ટ ઔરંગઝેબની ભૂમિકા નિભાવશે. બહુચર્ચિત એક્શન ડ્રામા પિલ્મ 24 જૂલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

મેગા સૂર્યા પ્રોડક્શન્સના બેનર હેઠળ પીઢ ફિલ્મ નિર્માતાઓ એ.એમ. રત્નમ અને એ. દયાકર રાવ દ્વારા નિર્મિત હરિ હરા વીરા મલ્લુ ફિલ્મને મોટા પાયે બનાવવામાં આવી છે. ફિલ્મમાં ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એમ.એમ. કીરવાની દ્વારા સંગીત આપવામાં આવ્યું છે અને સુપ્રસિદ્ધ નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલ કોસ્ચ્યુમ છે.

ફિલ્મના નિર્દેશક જિયોતિ કૃષ્ણાએ કહ્યું કે, “એનિમલમાં બોબી દેઓલનો અભિનય મંત્રમુગ્ધ કરનારો હતો. તેમણે સંવાદ વિના અભિવ્યક્તિઓ દ્વારા જે રીતે ઘણું બધું વ્યક્ત કર્યું તે નોંધપાત્ર હતું. તેનાથી અમારી ફિલ્મમાં ઔરંગઝેબના પાત્ર માટે નવી સર્જનાત્મક શક્યતાઓ ખુલી ગઈ.જોકે બોબી પહેલાથી જ ઘણા દ્રશ્યો શૂટ કરી ચૂક્યો હતો.જ્યોતિ કૃષ્ણાએ સ્ક્રિપ્ટ પર વાત કરતા કહ્યું કે બોબીની વિકસિત કલાત્મકતાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે પાત્રના વ્યક્તિત્વ, પૃષ્ઠભૂમિ અને ભાવનાત્મક ચાપ પર ફરીથી કામ કરવામાં આવ્યું હતું ઔરંગઝેબના પાત્રમાં બોબી દેઓલનું એક નવું જ રૂપ દર્શકોને જોવા મળશે.

 

થરાદ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય

થરાઃ થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગમાંથી ચારમાંથી ત્રણ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી છે. જ્યારે ખેડૂત વિભાગમાંથી દસમાંથી નવ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી હતી. થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેનને બંન્ને વિભાગોમાંથી કુલ બે જ બેઠકો મળી છે. થરા યાર્ડની કુલ 14 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. ભાજપ તરફથી મેન્ડેટ ના મળતાં થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન આણદા પટેલ નવી પેનલ બનાવી ચૂંટણી લડ્યા હતા, પણ તેમની હાર થઈ છે.

આ પહેલાં થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણીમાં સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલ અને ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલ વચ્ચે રસાકસીભર્યા માહોલમાં મતદાન યોજાયું હતુ. જેનું આજે પરિણામ આવ્યું હતું.

થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે સોમવારે વેપારી વિભાગના 4 અને ખેડૂત વિભાગના 10 એમ કુલ 14 સભ્યો માટે મતદાન યોજાયું હતું. જેમાં ભાજપની પરિવર્તન પેનલમાં જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિહ વાઘેલા, બનાસ બેન્કના ચેરમેન ડાયાભાઇ પિલિયાતર, પૂર્વ કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ પરિવર્તન પેનલને જીતાડવા કમર કસી હતી. સામે પક્ષે જિલ્લાના મજબૂત સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જામી હતી. બંને પેનલોએ 14-14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

માર્કેટયાર્ડની ચૂંટણી ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી. ગઢવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. રસાકસીભરી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં ૪૮૫૬માંથી ૪૭૧૩ મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે ૯૭.૦૫ ટકા મતદાન થયું હતું. વેપારી વિભાગમાં-૬૩માંથી ૬૨ મતદાન થયું હતું.. આમ, વેપારી વિભાગમાં ૯૮.૪૨ ટકા મતદાન થયું હતું.

કોમી એકતાનું પ્રતીક વસંત રજબ

અમદાવાદ: કોમી તોફાનો વખતે હિંસક ટોળાને સમજાવવા જતાં શહીદ થયેલા બે જીગરજાન દોસ્ત વસંત રજબની 1 જુલાઈએ પુણ્યતિથિએ અનેક સંગઠનોએ એમને યાદ કર્યા‌‌. જમાલપુર પાસેના એમનું સ્મારક છે. ગાયકવાડની હવેલીના મોબાઈલ ટાવરમાં પણ એક અનોખું સ્થાન આપવામાં આવ્યું છે. રથયાત્રા આવે એટલે કોમી એકતાના પ્રતિક આ દોસ્ત યાદ આવે. અમદાવાદમાં કોમી એકતા માટે જાનની આહૂતિ આપી દેનાર વીર વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી શહાદતની આ 75મી પૂણ્યતિથિ છે.1 જુલાઈ, 1946ને રોજ અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું. બંને ભાઈબંધો સવારથી જ દોડાદોડી કરતા હતા અને સાંજના જમાલપુરમાં ધમાલના સમાચાર સાંભળી કોઈની પણ રાહ જોયા વગર નીકળી પડયા.જમાલપુરમાં ઉશ્કેરાટથી ભાન ભૂલેલા હિંસક ટોળાંને શાંત કરવા માટે વસંતરાવ અને રજબઅલીએ અનેક વિનંતીઓ અને સમજાવટના પ્રયાસો કર્યા. એ પછી ‘ જાનથી મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો…’ એવો ખૂલ્લો પડકાર કર્યો. એ વખતે હિંસક ટોળાંએ શાંત થવાને બદલે આવેશમાં આવીને સાચે જ એ બંનેને પથ્થર, ચાકુ અને ખંજરના ઘા ઝીંકીને જાનથી મારી નાખ્યા. વસંતરાવ અને રજબઅલીએ હિંસા અટકાવવા માટે, પોતાની જાતને બચાવવાને બદલે લોકોના જીવ બચાવવા અડીખમ ઊભા રહી એ વખતે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતાં.આ સમાચાર બીજી જુલાઈએ ગાંધીજીને પૂણેમાં મળ્યા. બાપુએ પ્રાર્થનાસભા પછી અમદાવાદના રમખાણો વિશે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. ગાંધીજી એ કહ્યું: વસંતરાવ ને રજબઅલી જેવા અનેક યુવાનો નીકળી પડે તો રમખાણો હંમેશને માટે નાબૂદ થાય. સરદાર વલ્લભભાઈ પટેલ તો વસંતરાવને બાલ્યાવસ્થાથી ઓળખતા હતા. સરદારની હાકલ પર પોતાના યુવા સાથીઓ સાથે તત્પર રહેતા વસંતરાવ 1931માં સરદાર કરાંચી કોંગ્રેસના પ્રમુખ થયા ત્યારે અમદાવાદથી સાઇકલ લઈને કરાંચી ગયા હતા. સરદાર વસંત-રજબનાઆત્મબલિદાનથી ખૂબ જ વ્યથિત થયા હતા. એમણે અનેક પ્રસંગોએ તેમની વીરતાનાદ્રષ્ટાંત આપ્યા હતા.1946માં જે કામ બ્રિટિશ પોલીસને કરવાનું હતું એ લોકોની જાનમાલની રક્ષા કરવાનું, શાંતિ-સલામતી સ્થાપવાનું તે કામ ‘વસંત-રજબ’ પોતાના પ્રાણની આહુતિ આપીને કર્યુ. હવે અમદાવાદ શહેર પોલીસે બંને શહીદોની મિત્રતા અને આત્મબલિદાનનું રુણ ચૂકવવાનું નક્કી કર્યું. ‘ગાયકવાડ હવેલી’ના ઐતિહાસિક પરિસરમાં તા. 1 જુલાઈ, 1946ની યાદને તાજું કરતું એક મેમારિઅલ (સ્મારક)નું નિર્માણ ‘વોચટાવર’માં કરવામાં આવ્યું. દેશમાં આ પ્રથમ પ્રકારનું મેમારિઅલ છે. ખમાસાથી જમાલપુર જતાં માર્ગ પર વસંત રજબના સ્મારક સાથેનો ચોક છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)