ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા પછી હિંદુઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ બની રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભલે અલ્પસંખ્યકો માટે સારી વાતો કરી રહી હોય, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ છે. હવે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.
એક ન્યૂઝ એજન્સીએ જારી કરાયેલા એક વિડિયોમાં તૂટેલા ઢાંચા પાસે એક મહિલા રડતી જોવા મળે છે. તે કહે છે: “હું નિઃશબ્દ છું… હું શું કહું? મારું શરીર સળગી રહ્યું છે અને હ્રદય ફાટી ગયું છે. અમારી પાસે પ્રાર્થના માટે કોઈ જગ્યા નથી. આ કેટલું મોટું દુઃખ છે. જો હજારો મસ્જિદો હોઈ શકે છે, તો પછી મંદિર કેમ ના હોઈ શકે?”
તે વધુમાં કહે છે, “હું સરકારને અપીલ કરું છું કે જો પાકું મંદિર નહીં તો ઓછામાં ઓછું એક તાત્કાલિક મંદિર તો બનાવી આપે, જેથી અમારી પાસે પ્રાર્થના કરવા માટે કોઈ જગ્યા હોય. દુર્ગા પૂજા નજીક આવી રહી છે. અમે કેવી રીતે પૂજા કરીશું? આ અમારી સરકારને વિનંતી છે. અમે તેમને પ્રાર્થનાની જગ્યા આપવા માટે કહી રહ્યા છે.

અન્ય સ્થાનિક વ્યક્તિ પ્રસન્નજીત ચંદ્ર દાસ કહે છે કે હું અહીં છેલ્લા આઠ મહિનાથી રહું છું. દરેક અઠવાડિયે અહીં કોઈક ને કોઈ ધાર્મિક કાર્યક્રમ થતા હોય છે અને લોકો નિયમિત આવે છએ. અમારી આસપાસ હિંદુઓ માટે બીજું કોઈ પૂજા સ્થાન નથી. આ એકમાત્ર મંદિર હતું જ્યાં લોકો આવતા, પ્રસાદ લેતા અને પ્રાર્થના કરતા.
તેમણે કહ્યું હતું કે જો સરકાર ઇચ્છતી તો ઢાંચાને તોડતાં પહેલા મૂર્તિને હટાવી શકી હોત,ત પરંતુ જ્યારે મૂર્તિને સહિત સમગ્ર ઢાંચાને તોડી નાખવામાં આવ્યું, તે તમામે જોયું. એક સનાતની તરીકે અમને ખૂબ જ શરમ લાગે છે કે અમારી પૂજાની જગ્યા સાથે આવું થયું છે. અમે બધા જ દુઃખી છીએ. અમારી માગ છે કે સરકાર આ મંદિરને અન્ય સ્થાને ફરીથી બનાવી આપે, જેથી હિંદુઓ ત્યાં પ્રાર્થના કરી શકે. આ અમારી સરકારને વિનંતી છે.


SBSનો સિગ્નેચર ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ”, વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી પ્રોફેશનલ્સ અને સામાજિક રીતે જવાબદાર નેતાઓમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આ વર્ષે, આ કાર્યક્રમ ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ થીમ પર રાખવામાં આવ્યો, જે સફળતાને આકાર આપવામાં સહયોગ અને સહિયારા શિક્ષણની શક્તિ પર ભાર મૂકે છે.
7 દિવસના આ કાર્યક્રમમાં ઉદ્યોગ સત્રો, ટીમ-બિલ્ડિંગ, થિયેટર-આધારિત શિક્ષણ, સુખાકારી પ્રવૃત્તિઓ, હેરિટેજ સિટી ટૂર અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશન ખાતે સામાજિક સંવેદનશીલતાનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને આગળની સફર માટે સજ્જ કરે છે.

જે રથયાત્રાના રૂટ પર ભગવાન જગન્નાથના દર્શન કરવા આવેલા ભક્તોને આપવામાં આવે છે. દર વર્ષે નજીકના સમયમાં બનેલી ઘટનાઓ, બાબતોને ટ્રકો પર વેશભુષા સાથે સજાવવામાં આવે છે.
આ વર્ષે ‘ઓપરેશન સિંદુર ‘ રથયાત્રાની અનેક ટ્રકો પર જોવા મળ્યું. પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળોની ઝાંખી રથયાત્રાની ટ્રકો પર જોવા મળી.
સૌથી મહત્વની વાત રથયાત્રાની ટ્રકો પર ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકાસિંગના મોટા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા. બ્રહ્મોસ મિસાઈલ અને સશસ્ત્ર દળોના ટેબ્લો-પોસ્ટર્સ વીરગાથાઓ જોવા મળી. ભારતીય સુરક્ષા દળોની પ્રશંસા સાથેની ટ્રકો પસાર થતાં જ રથયાત્રાના રૂટ પર લોકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતાં.
આ સાથે ભજન કીર્તનના મંડળોમાં પણ ભારતીય સેનાની વીરતાની ઝાંખી જોવા મળી હતી.

આ યુનિટના એક અધિકારીએ
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની સી.આર.પી.એફની RAF ( Rapid action force) છે. એ જ રીતે આ રાજ્ય સરકારની સ્પેશિયલ એક્શન ફોર્સ છે. કોઈ પણ કોમી તોફાનો, ભીડ કાબૂમાં લેવી તેમજ આજના યુગમાં બદલાતા ગુનાઓમાં તાત્કાલિક નિયંત્રણ માટે આ ફોર્સની રચના કરવામાં આવી છે.



