કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જબરદસ્ત જીત પછીથી જ આ પ્રશ્ન ઊઠી રહ્યો હતો કે રાજ્યના નવા મુખ્ય મંત્રી કોણ બનશે. હવે આ નામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુવેંદુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્ય મંત્રી બનશે અને તેમને ગુરુવારે વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.
293 બેઠકોવાળી બંગાળ વિધાનસભામાં ભાજપે 207 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. મમતા બેનરજીના હાથમાંથી 15 વર્ષની સત્તા ખસી ગઈ છે. હવે રાજ્યને નવા મુખ્ય મંત્રી તરીકે સુવેંદુ અધિકારી મળશે.
કોણ બનશે બંગાળના મુખ્ય મંત્રી?
સુવેંદુ અધિકારીનું નામ પહેલેથી જ આગળ ચાલી રહ્યું હતું. તેમણે ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવ્યા છે અને એ સાથે નંદીગ્રામ બેઠક પણ જીતી છે. બંગાળમાં તેઓ ભાજપનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. સુવેંદુ અગાઉ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં હતા, પરંતુ ચૂંટણી દરમિયાન તેઓ મમતા સામે સૌથી આક્રમક રહ્યા હતા. 2021થી 2026 સુધીના સમયગાળામાં તેમણે મમતા બેનર્જીને સીધી ટક્કર આપી છે.
અન્ય દાવેદારોને પાછળ મૂક્યા
મુખ્ય મંત્રી પદ માટે અન્ય નામો પણ ચર્ચામાં હતા, જેમ કે પૂર્વ રાજ્યાધ્યક્ષ દિલીપ ઘોષ, વર્તમાન અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય તેમ જ મહિલા નેતાઓમાં રૂપા ગાંગુલી અને અગ્નિમિત્રા પોલનાં નામો સામેલ હતાં. પરંતુ હવે સસ્પેન્સ ખતમ થયું છે અને સૂત્રો મુજબ સુવેંદુ અધિકારી જ મુખ્ય મંત્રી બનશે. જોકે પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સુવેંદુ અધિકારી વિશે જાણો
સુવેંદુ અધિકારી હાલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. તેઓ મહિશ્ય સમુદાય સાથે સંબંધિત છે અને પૂર્વ તથા પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં તેમના પરિવારનો રાજકીય પ્રભાવ છે. તેમના પિતા શિશિર અધિકારી અને ભાઈઓ પણ રાજકારણમાં સક્રિય છે. સુવેંદુ લાંબા સમય સુધી મમતા બેનર્જીના વિશ્વાસુ સાથી રહ્યા, પરંતુ ડિસેમ્બર, 2020માં તેઓ TMC છોડી ભાજPમાં જોડાયા. ત્યારથી તેઓ બંગાળમાં ભાજપના મુખ્ય ચહેરા તરીકે ઊભર્યા છે.










ભારત અને બાંગ્લાદેશ બંને રાષ્ટ્રને રાષ્ટ્રીય ગીત આપનાર કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સાત મેના રોજ જન્મ જયંતિ છે. જનોઈ ધારણ કર્યા પછી ભારત ભ્રમણે નિકળેલા રવિન્દ્રનાથ ટાગોરે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને નિબંધો લખ્યાં.
સામગ્રીઃ પનીર 200 ગ્રામ, ચીઝ ક્યુબ 3, લીલા મરચાં 2-3, જીરૂ 1 ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, બાફેલાં બટેટા 2, ગરમ મસાલો ¼ ટી.સ્પૂન, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, કાંદા 2, તેલ 2 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, સિમલા મરચું અડધું, ઘઉંનો લોટ 2 કપ, ઘી અથવા તેલ પરાઠા શેકવા માટે, અજમો ½ ટી.સ્પૂન, વરિયાળી ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન

એટલા માટે કે નહીં કે ભાજપે મમતાદીદીના ગઢમાં ભગવો લહેરાવ્યો છે, પણ એટલા માટે કે આ પરિણામો પછી દેશનો રાજકીય નકશો બદલાઇ રહ્યો છે. બદલાઇ રહેલા રાજકીય સમીકરણો આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ અને 2029ની સામાન્ય ચૂંટણીની તાસીર નક્કી કરી શકે એમ છે.
