Home Blog Page 833

‘કુછ ના કહો’ ગીતની ધૂન અને ગાયનની એક સ્ટોરી છે

ફિલ્મ ‘1942: અ લવ સ્ટોરી’ (1994) ના ‘કુછ ના કહો’ ગીતનું સંગીત તૈયાર કરવા પાછળની અને એના રેકોર્ડિંગ અંગેની રસપ્રદ વાત નિર્દેશક વિધુ વિનોદ ચોપડાએ કહી હતી. વિધુએ સંગીતકાર આર. ડી. બર્મન ‘પંચમ દા’ પાસે અગાઉ ‘પરિન્દા’ (1989) નું સંગીત તૈયાર કરાવ્યું હતું. જ્યારે ‘1942: અ લવ સ્ટોરી’ માટે પણ એમને જ લેવાનું નક્કી કર્યું ત્યારે સંગીત કંપનીએ ના પાડી હતી અને કહ્યું હતું કે કોઈ નવા સંગીતકારને લેશો તો એના પૈસા ચૂકવશે. કેમકે એ સમય પર એમનું સંગીત કોઈ લેતું ન હતું. જ્યારે વિધુએ પંચમ દાને કહ્યું કે મારે આ ફિલ્મ માટે એસ. ડી. બર્મન જેવું સંગીત જોઈએ છે ત્યારે એમણે કહ્યું કે એ ચાલશે નહીં.

પંચમ દાએ સૌથી પહેલું ગીત ‘કુછ ના કહો’ તૈયાર કર્યું હતું. વિધુએ જ્યારે એની ધૂન સાંભળી ત્યારે એના શબ્દો બહુ ઝડપી હતા અને ડિસ્કો ગીત જેવું હતું. પંચમ દાએ પૂછ્યું કે કેવું લાગ્યું? ત્યારે વિધુએ કહ્યું કે વિચારીને જણાવું છું. એ એમને બકવાસ ગીત છે એમ કહી શકતા ન હતા. પંચમ દાએ એમને જે મનમાં હોય એ કહેવા કહ્યું. વિધુએ કહ્યું કે આ ધૂન બરાબર નથી. મારા મનમાં જે પ્રકારનું ગીત છે એવું આ નથી. એમણે કહ્યું કે તું સમજતો નથી. આજકાલ આવું જ ચાલે છે. વિધુએ કહ્યું કે હું નિર્માતા છું. મારે ચાલે કે ના ચાલે એવું નહીં મેં કલ્પના કરી છે એવું ગીત જોઈએ છે. પંચમ દાએ એક અઠવાડિયાનો સમય માંગ્યો. વિધુએ કહ્યું કે હું તમને એક વર્ષ આપીશ પણ મને જોઈએ છે એવું સંગીત આપો.

એક સપ્તાહ પછી એમણે વિધુને બોલાવ્યા અને ‘કુછ ના કહો’ ના લયમાં વાંસળીની ધૂનમાં બંગાળીમાં ‘રોન ગિલા રોન ગિલા રોન ગિલા રે’ ગાઈ સંભળાવ્યું ત્યારે વિધુએ સુંદર હોવાનો હાથથી ઈશારો કર્યો. પંચમ દાએ કહ્યું કે ગીત હજુ શરૂ થયું નથી. વિધુએ કહ્યું કે હજુ શરૂ થયું નથી તો પણ આટલું સારું છે તો તૈયાર થશે પછી કેટલું સરસ બનશે. ધૂન તૈયાર થયા પછી જ્યારે કુમાર સાનૂના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવનાર હતું ત્યારે તે મોડા આવ્યા. સાનૂ ત્યારે જાણીતા અને બહુ વ્યસ્ત ગાયક હતા. ત્યારે સંગીત જીવંત રીતે આપવામાં આવતું હતું અને કામ કરતાં વાદકોની પાળી પૂરી થવામાં હતી. વળી સાનૂએ આવીને કહ્યું કે તેણે બીજે રેકોર્ડિંગમાં જવાનું હોવાથી અડધો કલાક જ છે. તેથી વિધુ ગુસ્સે થઈ ગયા અને સાનૂ એ દિવસે વધેલી દાઢી સાથે હતા. વિધુએ કહ્યું કે તું સારો દેખાતો નથી અને થાકેલો છે. તારી પાસે આખો દિવસ હશે ત્યારે રેકોર્ડિંગ કરીશું અને જો તને સમય નહીં હોય તો બીજા ગાયકને શોધી લઇશ.

પંચમ દાએ વિધુને સમજાવ્યા કે જો રેકોર્ડિંગ નહીં થાય તો પણ વાદ્ય કલાકારોને પૈસા ચૂકવવા પડશે. વિધુએ કહ્યું કે એનો વાંધો નથી. સાનૂના થાકેલા અવાજમાં અને આવા ગંદા દેખાવ સાથે રેકોર્ડિંગ કરશે નહીં. સાનૂએ વિધુની વાતનું ખોટું લગાડ્યું નહીં અને ત્રણ દિવસ પછી દાઢી કરીને રેકોર્ડિંગ માટે આવ્યા અને વિધુને એક ફાઉન્ટેન પેન ભેટમાં આપી ગાવાનું શરૂ કર્યું. કુમાર સાનૂએ દિલથી ગીત એવું ગાયું કે બહુ લોકપ્રિય રહ્યું હતું. ‘કુછ ના કહો’ ગીત લતા મંગેશકરના અવાજમાં પણ રેકોર્ડ થયું હતું. એ ગીતના રેકોર્ડિંગ પહેલાં જ પંચમ દા મૃત્યુ પામ્યા હતા. એમના વગર જ લતાજી સાથે ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

JNPTમાં રૂ. 800 કરોડનું ડ્રેજિંગ કૌભાંડઃ CBIનો એન્જિનિયર્સ, અધિકારીઓ પર શિકંજો

નવી દિલ્હીઃ CBIએ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટના ભૂતપૂર્વ મુખ્ય મેનેજર સહિત અનેક ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ સામે ડ્રેજિંગ પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત કેસ દાખલ કર્યો છે, જેને કારણે JNPAને રૂ. 800 કરોડથી વધુનું નુકસાન થયું છે. આ કૌભાંડ મુંબઈના ન્હાવા શેવા બંદરમાં નેવિગેશન ચેનલને ઊંડો બનાવવા માટે આપેલા કોન્ટ્રેક્ટ દરમિયાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

CBIએ મુંબઈ પાસે આવેલ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ JNPTના “કેપિટલ ડ્રેજિંગ પ્રોજેક્ટ”માં રૂ. 800 કરોડથી વધુની કથિત અનિયમિતતાઓના આરોપમાં JNPT અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (TCE)ના ભૂતપૂર્વ અધિકારીઓ અને બે ડ્રેજિંગ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, એમ અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.

એજન્સીએ આ કાર્યવાહી ત્રણ વર્ષ સુધી ચાલેલી પ્રાથમિક તપાસ બાદ કરી છે, જેમાં પ્રોજેક્ટ માટે ખર્ચના અંદાજ વધારીને બતાવવાનો, આંતરરાષ્ટ્રીય ટેન્ડર આપનાર કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે સ્પર્ધામાં વિક્ષેપ લાવવાનો, ઠેકેદારોને યોગ્ય લાભ પહોંચાડવાનો અને સ્વતંત્ર નિષ્ણાત સંસ્થાઓના રિપોર્ટોને દબાવવાનો આરોપ છે.

CBIએ FIRમાં JNPTના તત્કાલીન મુખ્ય એન્જિનિયર સુનીલકુમાર મધભવી, TCEના તત્કાલીન પ્રોજેક્ટ ડિરેક્ટર દેવદત્ત બોઝ, બોસકાલિસ સ્મિટ ઇન્ડિયા LLP, જાન દે નુલ ડ્રેજિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય અજ્ઞાત સરકારી કર્મચારીઓ વિરુદ્ધ IPCની કલમ 120-બી (આપરાધિક ષડયંત્ર), 420 (ફ્રોડ) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.

એજન્સીએ FIR નોંધ્યા બાદ મુંબઈ અને ચેન્નઈમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મધભવી, બોઝનાં નિવાસસ્થાનો અને ખાનગી કંપનીઓની ઓફિસોનો સમાવેશ થાય છે. CBIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દરોડામાં “કેપિટલ ડ્રેજિંગ પ્રોજેક્ટ”સંબંધિત અનેક દસ્તાવેજો, ડિજિટલ સાધનો અને સરકારી કર્મચારીઓ દ્વારા કરેલા રોકાણો દર્શાવતાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

શા માટે 21 જુને જ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ?

દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનું પ્રતીક બની ગયું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તારીખે યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે? અને યોગ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો છે, જે મોટાભાગના લોકો આજે પણ જાણતા નથી.

2014 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પ્રસ્તાવ મૂક્યો હતો કે યોગને વિશ્વવ્યાપી માન્યતા આપવી જોઈએ અને તેના માટે એક ખાસ દિવસ નક્કી કરવો જોઈએ. તેમનો પ્રસ્તાવ 177 દેશોના સમર્થનથી પસાર થયો અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો. એટલું જ નહીં 21 જૂન પસંદ કરવા પાછળ એક ખાસ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કારણ છે. 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ (ગ્રીષ્મ સંક્રાંતિ) છે અને ભારતીય સંસ્કૃતિમાં તેને આધ્યાત્મિક પરિવર્તનની શરૂઆત માનવામાં આવે છે. આ સમય ઉત્તરાયણનું પણ પ્રતીક છે, જે યોગ અભ્યાસ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

1. યોગ ક્યારે શરૂ થયો?

યોગ કોઈ નવો ટ્રેન્ડ નથી, તેના મૂળ હજારો વર્ષ જૂના છે. યોગની શરૂઆત ભારતમાં 5000 વર્ષ પહેલાં થઈ હતી. સૌથી જૂના પુરાવા ઋગ્વેદ અને સિંધુ ખીણની સંસ્કૃતિની મૂર્તિઓમાં જોવા મળે છે, જેમાં ધ્યાનની મુદ્રામાં બેઠેલા વ્યક્તિની આકૃતિ છે.

2. પતંજલિ અને યોગ સૂત્રો

મહર્ષિ પતંજલિને યોગને એક વ્યવસ્થિત દર્શન તરીકે સ્થાપિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે ‘યોગસૂત્ર’ ની રચના કરી, જે અષ્ટાંગ યોગ (8 અંગો સાથેનો યોગ)નું વિગતવાર વર્ણન કરે છે. આજે પણ આ સૂત્રોને યોગ અભ્યાસનો મૂળભૂત પાયો માનવામાં આવે છે.

૩. યોગનો અર્થ ફક્ત મુદ્રાઓ જ નથી

મોટાભાગના લોકો યોગને ફક્ત શારીરિક કસરતો અથવા મુદ્રાઓ સુધી મર્યાદિત માને છે, પરંતુ યોગ એક જીવનશૈલી અને દર્શન છે. આમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સંતુલન પર પણ ભાર મૂકવામાં આવે છે.

4 વિજ્ઞાન પણ સંમત છે

આધુનિક વિજ્ઞાને યોગના ફાયદાઓને સ્વીકાર્યા છે. અભ્યાસો દર્શાવે છે કે તે તણાવ ઘટાડે છે, માનસિક સ્વાસ્થ્ય સુધારે છે અને શારીરિક સુગમતા વધારે છે. 2025 માં હાથ ધરાયેલા એક સંશોધન મુજબ યોગ ડીએનએ રિપેર કરવામાં પણ મદદ કરી શકે છે.

5. યુએનમાં સૌથી ઝડપી ઠરાવ પસાર થયો

યોગ દિવસનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઇતિહાસમાં સૌથી ઝડપી પસાર થયેલા ઠરાવોમાંનો એક હતો. તેને ફક્ત 3 મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી અને 193 દેશોમાંથી 177 દેશોએ તેને સમર્થન આપ્યું હતું – જે પોતાનામાં એક રેકોર્ડ છે.

આંતરરાષ્ટ્રીય યોગે વિશ્વને એકમેક સાથે જોડ્યાઃ PM મોદી  

વિશાખાપટ્ટનમઃ આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ પ્રસંગે વિશ્વભરના લોકો સાથે મળીને યોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પહોંચ્યા છે. ત્યાં લોકોને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને વિશ્વના તમામ લોકોને શુભકામનાઓ. આજે ૧૧મી વખત, ૨૧ જૂને આખી દુનિયા સાથે મળીને યોગ કરી રહી છે. યોગનો સરળ અર્થ જોડવાનો છે. અને યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે તે જોવું સુખદ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આજે આખું વિશ્વ યોગ કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. વિશાખાપટ્ટનમમાં તેમણે ત્રણ લાખ લોકોને સાથે લઈને સમૂહ યોગ કર્યા હતા.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર પર નજર નાખું છું, ત્યારે મને ઘણી બધી વાતો યાદ આવે છે. તે દિવસ જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવી જોઈએ અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના ૧૭૫ દેશો અમારા પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આવી એકતા, આવો ટેકો આજના વિશ્વમાં સામાન્ય ઘટના નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવનું સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.

પીએમ મોદીએ કહ્યું, ‘સિડની ઓપેરા હાઉસના પગથિયાં હોય, એવરેસ્ટના શિખરો હોય કે સમુદ્રનો વિસ્તાર હોય. દરેક જગ્યાએથી એક જ સંદેશ આવે છે – યોગ દરેકના છે અને દરેક માટે છે. કમનસીબે, આજે આખું વિશ્વ કોઈ ને કોઈ પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણાં ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. આવી સ્થિતિમાં, યોગ આપણને શાંતિની દિશા આપે છે.

ઇરાનથી 290 ભારતીય વિદ્યાર્થીઓને લઈને દિલ્હી પહોંચ્યું વિમાન

નવી દિલ્હીઃ ઇરાને ભારત માટે એરસ્પેસ ખોલી દીધી છે. ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહી છે. શુક્રવારે રાત્રે ઈરાનના મશહદથી એક ફ્લાઇટમાં લગભગ 290 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતાં. તેમાના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.

ઈરાનની સરકારે ભારતીયોને તેમના દેશમાં લાવવા માટે મશહદથી ત્રણ ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ શુક્રવારે રાત્રે આવી હતી. આજે દિવસ દરમિયાન વધુ બે ફ્લાઇટ્સ આવશે. આ ત્રણ ફ્લાઇટ્સ દ્વારા લગભગ 1000 ભારતીયો ભારત પહોંચશે.

ભારતીય દૂતાવાસ પહેલાં ભારતીયોને તહેરાનથી કોમ અને પછી ત્યાંથી મશહદ લાવ્યું. હવે તેમને ઈરાનના અધિકારીઓની મદદથી ભારત લાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે રાત્રે જ્યારે પહેલી ફ્લાઇટ દિલ્હીમાં ઊતરી, ત્યારે તેમાં આવેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો. પછી તેમણે ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. ઈરાનથી સુરક્ષિત પરત ફરવા બદલ તેમણે મોદી સરકારનો આભાર માન્યો હતો.

ભારતીયોએ પોતાની આપવીતી વર્ણવી

ઈરાનથી પરત ફરેલી નોઈડાની રહેવાસી તાઝકિયા ફાતિમાએ કહ્યું કે, ‘ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી. ઈઝરાયલી હુમલાથી ત્યાં ભારે વિનાશ થયો છે. ઈમારતો અને રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા વિસ્તારોમાં સન્નાટો ફેલાઈ ગયો છે, લોકો પોતાના ઘર છોડીને નીકળી ગયા છે. અમે તો વિચાર્યું હતું કે અમે ક્યારેય ત્યાંથી બહાર નહીં નીકળી શકીએ પરંતુ અમે ભારત સરકારના આભારી છીએ કે તેમણે અમારા વિશે વિચાર્યું અને આજે અમે અમારા વતન, અમારા પરિવાર સાથે છીએ.

ગુલકંદ – ૨૧ જૂન ૨૦૨૫

દહીં લચ્છા પરોઠા

ગરમાગરમ દહીં લચ્છા પરોઠા નાસ્તામાં જો ખાવા મળે તો દિવસ સુધરી જાય અને જમવામાં જો હોય તો પણ મઝા આવે એવા સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 કપ
  • અજમો ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ¼ ટી.સ્પૂન
  • ફુદીનાના પાન અથવા તેનો સૂકો પાઉડર 2 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
  • કોથમીર સમારેલી 2 ટે.સ્પૂન
  • ઘી 1 ટી.સ્પૂન
  • દહીં 1 કપ
  • પરોઠા શેકવા માટે ઘી અથવા તેલ

પરોઠા ઉપર ભભરાવવા માટેઃ

  • ચાટ મસાલો
  • લાલ મરચાં પાઉડર
  • ફુદીનાના પાન બારીક સમારેલાં
  • સમારેલી કોથમીર

રીતઃ ઘઉંના લોટમાં અજમો, હીંગ, ચાટ મસાલો, ફુદીનાના પાન, કાળું મીઠું, જીરા પાઉડર, કોથમીર મેળવી દો. હવે તેમાં દહીં મેળવીને લોટ બાંધી લો. જો લોટ વધુ ઢીલો હોય તો થોડો લોટ તેમાં ઉમેરી દો. પરોઠાનો લોટ બંધાઈ જાય એટલે ઘીનું મોણ તેમાં આપી, લોટ ઢાંકીને 20 મિનિટ રહેવા દો.

ત્યારબાદ પરોઠા માટે લૂવો લઈ તેની મોટી રોટલી વણી લો. આખી રોટલી ઉપર ઘી ચોપડી લો. અને લચ્છા પરોઠા માટે રોટલીની એક કિનારેથી એક સે.મીની ઘડી વાળી લઈ બીજા કિનારે સુધીના બંને છેડા થોડા દબાવીને પેક કરીને ચકરીની જેમ રોલ વાળી લઈ હાથમાં લૂવો ચપટો કરીને તેને વેલણ વડે સહેજ જાડું પરોઠું વણી લો.

પરોઠાને ત્રિકોણ અથવા ચોરસ આકારમાં પણ રોટલીને આકાર આપીને બનાવી શકાય છે.

તવાને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી પરોઠાને તવા ઉપર શેકવા મૂકો. પરોઠું શેકાય એટલે બંને બાજુએ ઘી લગાડતા જાઓ. ધીમો તાપ રાખવો. જેથી પરોઠું અંદરથી સરખું શેકાય.

પરોઠા બધા શેકાઈ જાય એટલે પ્લેટમાં મૂકીને દરેક પરોઠા ઉપર ચાટ મસાલો તેમજ લાલ મરચાં પાઉડર ભભરાવી ફુદીનાના પાનથી પરોઠાં સજાવીને નાસ્તામાં ચા સાથે અથવા જમવામાં પંજાબી સબ્જી અને અથાણાં સાથે પીરસો.

પંચાંગ 21/06/2025

ઉદ્ધવ ઠાકરેએ BMC અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી

મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પક્ષો પણ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. અહીં, શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ આગામી બીએમસી ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં આજે શુક્રવારે, ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (યુબીટી) ના તમામ જિલ્લા વડાઓ, સંપર્ક વડાઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ નેતાઓને બધી બેઠકો પર તૈયારીઓ શરૂ કરવા સૂચના આપી છે.

 

રાજ ઠાકરે સાથે ગઠબંધન અંગે ઉદ્ધવે શું કહ્યું?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં નેતાઓને કહ્યું,”હું મનસે સાથે ગઠબંધન અંગે સકારાત્મક છું પરંતુ સ્થાનિક સ્તરે ગઠબંધન અંગે શું લાગણીઓ છે તે શોધવું મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્તરે મનસે સાથે ગઠબંધનની શક્યતાઓ શું છે, તેની તપાસ થવી જોઈએ. સ્થાનિક સમીકરણ અનુસાર અંતિમ નિર્ણય લેવામાં આવશે. ગઠબંધન છે કે નહીં, પરંતુ તમારે બધી બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરવી જોઈએ.”

ઉદ્ધવે નેતાઓને ખાસ કામ સોંપ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ નેતાઓને દરેક વોર્ડમાં ઘરે ઘરે જઈને મતદાર યાદી અનુસાર મતદારો શોધવા માટે સૂચના આપી છે કે ગત ચૂંટણીમાં 40 લાખ મતદારો કેવી રીતે વધ્યા. ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લા વડાઓ, સંપર્ક વડાઓને એક મહિનાની અંદર પાર્ટી મુખ્યાલયમાં પોતાનો રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે.

નાગરિક ચૂંટણીઓ ક્યારે યોજાશે?

હકીકતમાં, મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. રાજ્યમાં OBC અનામતના મુદ્દાને કારણે નાગરિક ચૂંટણીઓ 5 વર્ષથી વધુ સમયથી અટકી પડી હતી. સ્થાનિક સંસ્થાઓમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 248 મ્યુનિસિપલ કાઉન્સિલો, 42 નગર પંચાયતો, 32 જિલ્લા પરિષદો અને 336 પંચાયત સમિતિઓનો સમાવેશ થાય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCની ચૂંટણીઓ 227 બેઠકો માટે યોજાશે. આટલી વ્યાપક ચૂંટણીને કારણે તેને મહારાષ્ટ્રની ‘મીની વિધાનસભા’ ચૂંટણી પણ કહેવામાં આવે છે.

Watch Video: રેમો ડિસોઝાએ તેની પત્ની લિઝેલ સાથે કરી આવી મજાક

બૉલિવૂડ કોરિયોગ્રાફર, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રેમો ડિસોઝાએ આજે ​​પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક રમુજી વીડિયો શેર કરીને પોતાના ચાહકોને ખુશ કર્યા છે. આ વીડિયોમાં રેમો તેની પત્ની લિઝેલ સાથે મજાક કરતા જોવા મળે છે અને લિઝેલને સમજાતું નથી કે તે શું કરી રહ્યા છે.

રેમોની પોસ્ટ વાયરલ

રેમો ડિસોઝાએ આજે ​​ઇન્સ્ટાગ્રામ પર પત્ની લિઝેલ સાથેનો એક રમુજી વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એરપોર્ટનો છે કે પછી ટ્રેન સ્ટેશનનો. આ વીડિયોમાં લિઝેલ કંઈક ખાતી જોવા મળે છે અને રેમો તેની ડાન્સિંગ સ્ટાઇલમાં કંઈક કરતો જોવા મળે છે. તે ટિકિટથી લિઝેલના માથા પર હળવો માર મારે છે અને પછી હૂક સ્ટેપ કરે છે. આ રમુજી વીડિયો સાથે રેમોએ કેપ્શનમાં લખ્યું છે, ‘ટ્રેન હોય કે પ્લેન, આ બધે જ ચાલે છે. બિચારી લિઝેલને ખબર નથી કે હું શું કરી રહ્યો હતો.’

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

સેલિબ્રિટી અને ચાહકો દ્વારા વિવિધ કમેન્ટ્સ

રેમો ડિસોઝાના આ વીડિયો પર ઘણા સેલિબ્રિટી અને ચાહકો ટિપ્પણીઓ કરી રહ્યા છે. ટીવી હોસ્ટ અને અભિનેતા મનીષ પોલે લખ્યું, ‘હાહાહા’, અભિનેત્રી મનીષા રાનીએ હસતો ઇમોજી મૂક્યો. અભિનેતા મિલાપ ઝવેરીએ લખ્યું, ‘સાહેબ પાછા આવો, હું તમારી રાહ જોઈ રહ્યો છું.’, તુષાર શેટ્ટીએ હસતો ઇમોજી શેર કર્યો. તે જ સમયે ચાહકોએ ઘણી રમુજી ટિપ્પણીઓ કરીને પોતાના મંતવ્યો પણ શેર કર્યા છે. એક ચાહકે લખ્યું, ‘મને ગોવિંદા અને રવિનાની જોડીની યાદ અપાવે છે’, બીજા ચાહકે લખ્યું, ‘વાહ રેમો સર આઉટ સ્ટેન્ડિંગ દિલ જીત લિયા સર મઝા આ ગયા’, બીજા ચાહકે લખ્યું, ‘રાજુ ભૈયા.’

રેમોની કારકિર્દી

મીડિયા અહેવાલો અનુસાર રેમોએ તેની કારકિર્દી દરમિયાન 100 થી વધુ ફિલ્મો કોરિયોગ્રાફ કરી છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ અને પ્રખ્યાત કોરિયોગ્રાફર માનવામાં આવે છે. તેમણે ઘણા ભારતીય કોરિયોગ્રાફરો માટે રોલ મોડેલ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ સહિત ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળ્યો છે.