ગુજરાતમાં આજે 13 IAS અધિકારીઓને બદલી-બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ IAS અશ્વની કુમાર, સરકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવની બદલી કરવામાં આવી છે તેમજ કે.કે. નિરાલા, IASની બદલી થતાં, IAS આરતી કંવર, સરકારના સચિવ, નાણાં વિભાગ આગામી આદેશ સુધી સરકારના નાણાં વિભાગ (ખર્ચ)ના સચિવ પદનો વધારાનો હવાલો સંભાળશે.
સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એમાં પણ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં પાણી ભરાવાથી લઈને લોકોના તણાયાની વિવિધ સમાચારો સામે આવ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (17 જૂન) ભાવનગર જિલ્લા માટે રેડ એલર્ટ છે અને હજુ બુધવારે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જેને લઈને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે (18 જૂન) ભાવનગર જિલ્લાન તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જિલ્લા કલેક્ટરે આપી માહિતી
ભાવનગર જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક કેનેડામાં ચાલી રહેલી G-7 સમિટ છોડીને વોશિંગ્ટન પાછા ફર્યા, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં કંઈક મોટું થવાનું છે.
G7 સમિટ અધવચ્ચે છોડીને વોશિંગ્ટન પાછા ફરેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ઈરાન અને ઈઝરાયલ વચ્ચે કોઈ સોદો કરવા પાછો ફરવાનો નથી. તેનાથી પણ મોટું કંઈક થવાનું છે. તેમણે ટોણો માર્યો કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે હું કેનેડામાં G7 સમિટ છોડીને વોશિંગ્ટન પાછો ગયો, જેથી હું ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર કામ કરી શકું, પરંતુ આ ખોટું છે. તેમને ખબર નથી કે હું વોશિંગ્ટન કેમ જઈ રહ્યો છું. આનો યુદ્ધવિરામ સાથે કોઈ સંબંધ નથી. તે તેનાથી પણ મોટું થવાનું છે.
ટ્રમ્પે G7 ની સુસંગતતા પર પ્રશ્નો ઉઠાવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે G7 ની સુસંગતતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે 2014 માં રશિયાને G7 માંથી દૂર કરવું એ એક વ્યૂહાત્મક ભૂલ હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિરતાને અસર કરી. તેમણે એમ પણ કહ્યું કે G7 જેવા પ્લેટફોર્મમાં ચીનનો સમાવેશ કરવા માટે વિચાર કરવો જોઈએ, કારણ કે વૈશ્વિક નિર્ણયોમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
યુએસ રાષ્ટ્રપતિએ ઈરાન-ઈઝરાયલ તણાવ પર ટિપ્પણી કરી
તેમણે ઈરાન-ઈઝરાયલ તણાવ પર કડક ટિપ્પણી કરી અને કહ્યું કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમો બંધ નહીં કરે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી કે તેની પાસે હજુ પણ સમય છે, પરંતુ વધુ સમય નથી.
બૉલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ આ દિવસોમાં હાઉસફુલ 5 ફિલ્મની સફળતા માણી રહી છે. લાગે છે કે હવે અભિનેત્રી થોડો આરામનો સમય પસાર કરવા માંગે છે અને એટલે જ તે શ્રી શ્રી રવિશંકરના આશ્રમ, આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પહોંચી છે. જ્યાં તેણી કુદરત અને પ્રકૃતિ સાથે સમય વિતાવતી જોવા મળી.
અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણીને આશ્રમની મુલાકાતની પળો બતાવી છે. જેક્લિને શેર કરેલી તસવીરો અને વીડિયોમાં તે પ્રકૃતિ અન ગૌશાળાનો આનંદ માણતી દેખાય છે. ગ્રેટિટ્યુ઼ડ વ્યક્ત કરતાં તેણીએ લખ્યું કે, “મારુ મન ભરાઈ ગયુ, આભાર ગુરુદેવ રાહ બતાવવા માટે, હું તમારી આભારી છું.”
વીડિયોમાં જેક્લિન ગાય અને વાછરડાં પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. મુકબંધ પ્રાણી સાથે જાણે એક અતૂટ બંધન બંધાઈ ગયું હોય તેમ તે નિખાલસ ભાવથી ગૌશાળામાં ગાયો સાથે સમય પસાર કરતી જોવા મળી અભિનેત્રી.
આ સાથે જ અભિનેત્રીએ ઘોડેસવારી કરી. તેમજ હાથીઓ સાથે પણ મસ્તી કરતી દેખાઈ. શેર કરેલી તમામ તસવીરો અને વીડિયો પરથી લાગે છે જેક્લિને આશ્રમમાં ખૂબ જ સુંદર રીતે સમયને માણ્યો છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે સ્થાનિક દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા તેહરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ પછી, જે લોકો શહેરની બહાર જઈ શકે છે તેમને પણ સતત બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક ભારતીયો આર્મેનિયા સરહદ દ્વારા ઈરાન છોડીને ગયા છે. સ્થાનિક દૂતાવાસ ઈરાનમાં રહેતા ભારતીયો સાથે સતત સંપર્કમાં છે.
આર્મેનિયા માર્ગે 100 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે અગાઉ ભારતે સોમવાર 16 જૂને ઈરાનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરીએ તો, લગભગ 100 ભારતીયોને આર્મેનિયા સરહદ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જો સરકારી સૂત્રો પર વિશ્વાસ કરીએ તો, ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ છે, તેથી હાલમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓને જ્યોર્જિયા અથવા પશ્ચિમ એશિયા દ્વારા દેશમાં લાવી શકાય છે.
તેહરાન-તેલ અવીવમાં ભારતીયો માટે એડવાઇઝરી જારી
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં 3 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. 1500 કાશ્મીરીઓ સહિત 10 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં દવાનો અભ્યાસ કરે છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે તેહરાનની બહાર જઈ શકે તેવા ભારતીય મૂળના તમામ લોકો સલામત સ્થળોએ જાય. તમને જણાવી દઈએ કે તેહરાનમાં ભારતીય દૂતાવાસ સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. કેનેડામાં યોજાયેલા શિખર સંમેલનમાં ભાગ લેનાર G-7 નેતાઓએ ખુલ્લેઆમ ઇઝરાયલને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, G-7 નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે ઇરાનને કોઈ પણ કિંમતે અણુ હથિયારો રાખવા દેવામાં નહીં આવે. G-7 નેતાઓએ એ પણ કહ્યું કે ઇઝરાયલને પોતાની આત્મસંરક્ષણનો પૂરો અધિકાર છે.
આ સાથે ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના સ્રોતોનો ઉપયોગ કરીને તહેરાન બહાર જઈ શકે છે, તેઓ સલામત સ્થળે જવા પ્રયત્ન કરે.
બીજી બાજુ, ચીને પોતાના નાગરિકોને કહ્યું છે કે તેઓ ‘જેટલી વહેલી તકે’ ઇરાન છોડીને નીકળી જાય. બાકુમાં એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલો શરૂ કર્યા બાદ 600થી વધુ વિદેશી નાગરિકો ઇરાનમાંથી અજરબૈજાનમાં પ્રવેશી ગયા છે. ઇઝરાયલના લડાકુ વિમાનોએ સોમવાર રાત્રે તહેરાનમાં લાઈવ પ્રસારણ દરમ્યાન સરકારી ટેલિવિઝન હેડક્વાર્ટર પર બોમ્બબારો કર્યો હતો. ઇરાનનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં ઇઝરાયલ પર આશરે 400 બેલિસ્ટિક મિસાઈલો ફાયર કરી છે.
વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું હતું કે ખોમિનીના અંત સાથે જ વિસ્તારમાં શાંતિ સ્થાપિત થઈ શકે છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓના કારણે બંને દેશોમાં મોતનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકોનાં મોત થયા છે અને 1200થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ઈઝરાયલમાં ઇરાનના જવાબી હુમલાઓને કારણે ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયા છે અને 592 લોકો ઘાયલ થયા છે.
બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ફરી એકવાર જોર પકડ્યું છે. સુનિતાએ પોતાના નામમાંથી ‘આહુજા’ અટક દૂર કરીને પોતાના નામમાં વધારાનો ‘S’ ઉમેર્યો છે અને આ જ કારમે ફરી અફવાઓ વહેતી થઈ છે. આ નાના ફેરફારથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. છૂટાછેડાની અટકળો ફરી એકવાર જોર પકડવા લાગી હતી, પરંતુ હવે સુનિતા પોતે આગળ આવીને આ બધી અફવાઓનો અંત લાવી દીધી છે.
સુનિતાએ છૂટાછેડાની અફવાઓ પર વિરામ મૂક્યો
તાજેતરમાં ઇ-ટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં સુનિતા આહુજાએ સ્પષ્ટતા કરી કે તેમના નામમાં આ ફેરફાર કોઈ કૌટુંબિક સમસ્યા કે છૂટાછેડા સાથે સંબંધિત નથી. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય અંકશાસ્ત્ર અનુસાર લીધો છે. સુનિતાએ કહ્યું કે તેમણે નામ અને ખ્યાતિ મેળવવા માટે ‘આહુજા’ અટક દૂર કરી અને પોતાના નામમાં વધારાનો ‘S’ ઉમેર્યો. તેમણે કહ્યું,’કોણ નથી ઇચ્છતું કે તેનું નામ ચમકે?’
સુનિતા આહુજાએ સ્પષ્ટતા કરી
સુનિતા કહે છે કે તેમણે આ ફેરફાર લગભગ એક વર્ષ પહેલા કર્યો હતો, પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી તેમના અથવા ગોવિંદા તરફથી કોઈ સત્તાવાર નિવેદન ન આવે ત્યાં સુધી કોઈએ પોતાના નિષ્કર્ષ કાઢવા જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે તે હજુ પણ ‘આહુજા’ છે અને રહેશે અને જ્યાં સુધી તે આ દુનિયામાં છે ત્યાં સુધી આ ઓળખ રહેશે.
સુનિતા અને ગોવિંદાના લગ્ન
સુનિતા અને ગોવિંદાના લગ્ન માર્ચ 1987 માં થયા હતા. બંનેને બે બાળકો છે – પુત્રી ટીના અને પુત્ર યશવર્ધન. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંબંધો વિશે ઘણી વખત અફવાઓ ઉડી છે, પરંતુ દરેક વખતે સુનિતાએ આ અટકળોને નકારી કાઢી છે. આ વખતે પણ તેમણે પોતાની સ્પષ્ટવક્તા શૈલીમાં સત્ય સામે મૂક્યું.
સુનિતા આહુજા ઇન્ટરનેટ પર પ્રખ્યાત થયા
ઉલ્લેખનીય છે કે સુનિતા ભલે ફિલ્મી દુનિયાથી દૂર રહી હોય, પરંતુ તેમની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી. લોકોને તેમની બોલ્ડ વાતો અને સ્પષ્ટ મંતવ્યો ખૂબ ગમે છે. આ વખતે પણ, તેમણે તેમના વાયરલ ફોટા અને ચર્ચાઓ વિશે કહ્યું કે તેમના નામમાં ફેરફારની અસર દેખાઈ રહી છે – તેઓ ઇન્ટરનેટ પર પ્રખ્યાત થઈ ગયા છે.સુનિતાએ એ પણ સ્પષ્ટતા કરી કે ગોવિંદા સાથેના તેમના સંબંધો સંપૂર્ણપણે ઠીક છે અને પરિવારમાં કોઈ તિરાડ નથી. તેઓ કહે છે કે દરેકને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે અને નામ બદલવાનો અર્થ એ નથી કે સંબંધોમાં કોઈ ફેરફાર થયો છે.
સન્વી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી એક આધુનિક અને આત્મનિર્ભર સ્ત્રી હતી. એનું જીવન નિયમિત હતું. સવારે બાળકોને તૈયાર કરવા, શાળાએ જવું અને સાંજે ઘરની જવાબદારીઓ સંભાળવી. પતિ વિરાજ એક બેંક મેનેજર, ઘરની તમામ નાણાકીય બાબતો અને મહત્વના દસ્તાવેજોનું સંચાલન કરતો. સન્વી ક્યારેય આ બાબતે વધુ પ્રશ્નો નહોતી કરતી, કારણકે સન્વી કઇ પૂછે તો વિરાજ હંમેશાં કહેતો, ચિંતા ના કર, બધું હું સંભાળી લઈશ.
ઘરની તિજોરીમાં એક ખાનું હંમેશાં તાળું લાગેલું રહેતું. સન્વી જાણતી હતી કે એમાં મહત્વના કાગળો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ, લોનના દસ્તાવેજો, મિલ્કતના પત્રો, અને ઇન્વેસ્ટમેન્ટના રેકોર્ડ્સ. પણ આ દસ્તાવેજો શું છે, કેવી રીતે કામ કરે છે, કે કટોકટીમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો, એની કશી જાણ નહોતી. વિરાજે હંમેશાં કહેલું, આ બધું જટીલ છે, તને ખબર ન પડે, તું શા માટે ચિંતા કરે છે? હું છું ને!
એક દિવસ વિરાજને ઓફિસમાં હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલમાં દાખલ થયેલા વિરાજની સ્થિતિ ગંભીર હતી. સન્વીને હોસ્પિટલના ખર્ચ અને ઇન્સ્યોરન્સની બાબતો સંભાળવાની જરૂર પડી. હોસ્પિટલના કર્મચારીએ એને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની વિગતો અને ક્લેમ પ્રોસેસ વિશે પૂછ્યું. એ એકદમ અજાણ હતી. એને ખબર જ નહોતી કે પોલિસી નંબર શું છે, કઈ કંપનીની પોલિસી છે, કે તેનો ક્લેમ કેવી રીતે કરવો!
ઘરે પરત ફરીને સન્વીએ તીજોરી ખોલી જેમાં ફાઇલોનો ઢગલો હતો. લોનના કાગળો, મ્યુચ્યુઅલ ફંડના સ્ટેટમેન્ટ્સ, મિલ્કતના દસ્તાવેજો અને ઇન્સ્યોરન્સ પોલિસીઓ. પણ કયા કાગળ ક્યાં કામ આવે એની એને કોઈ જાણ નહોતી. એણે વિરાજના મિત્ર અને બેંકમાં સાથે કામ કરતા રાજેશને ફોન કર્યો, પણ રાજેશ પણ આટલી વિગતોમાં મદદ ન કરી શક્યો. સન્વી હવે અસહાય અનુભવતી હતી. આ કટોકટીમાં એકદમ પરવશ બની ગઈ.
જો કે સમયસર એના ભાઈએ આવીને બધુ સાચવી લીધુ, પરંતુ સન્વીને પોતાની જાત પર શરમ આવવા લાગી. વિરાજના શબ્દો ‘હું છુ ને? બધુ સંભાળી લઈશ’ એને એટલા બધા ગંભીરતાથી લઈ લીધા કે જરૂરી કાગળો પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું.
શું મહિલાઓની જવાબદારી ઘરમાં રહેલા જરૂરી ડોક્યુમેન્ટને સંભાળીને મુકવાની જ છે? કયા કાગળ ક્યારે, કામમાં આવે, કેવી રીતે એનો ઉપયોગ કરવો એની માહિતી હોવી જરૂરી નથી?
સુરક્ષા, પારદર્શિતા અને સમાન ભાગીદારી માટે દસ્તાવેજોની જાણકારી જરૂરી
આજના આધુનિક યુગમાં, મહિલાઓ માટે આત્મનિર્ભર બનવું એટલું જ જરૂરી છે જેટલું ઘરના મહત્વના દસ્તાવેજોની જાણકારી રાખવી. પોતાના ઘરના દસ્તાવેજોની જાણકારી મેળવે અને કટોકટીના સમયે સ્વાવલંબી બને.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એકાઉન્ટ મેનેજર ભાવુકતા શશાંક શાહ કહે છે કે, “હું માનું છું કે દરેક પતિએ પોતાની પત્ની સાથે દરેક જરૂરી દસ્તાવેજની વિગતો ખુલાસા સાથે વહેંચવી જોઈએ. એના માટે પત્નીનો પણ એટલો જ મહત્વનું સહકાર હોવો જોઈએ. કોઈપણ દસ્તાવેજને લઈને માત્ર ‘એના માટે એ જવાબદાર છે’ એવો અભિગમ રાખવો અયોગ્ય છે. સ્ત્રીએ ઘરની કોઈ પણ ભૂમિકા ભજવતી હોય, ચાહે હાઉસવાઇફ હોય કે વર્કિંગ, એને તમામ મહત્વના કાગળોની જાણ હોવી આવશ્યક છે. મહિલાએ એક એવી ડાયરી તૈયાર રાખવી જોઈએ જેમાં ઘરના દરેક નાણાકીય અને દસ્તાવેજી વિગતો ટુંકમાં નોંધેલી હોય. જેમ કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કેટલા છે, એનાં વિવરણો શું છે, એલઆઈસીની કેટલી પોલિસી છે, મેડિક્લેમ કયા કયા છે, મ્યુચ્યુઅલ ફંડ ક્યાં ક્યાંમાં છે, એસઆઈપી કયા અકાઉન્ટમાંથી ચાલે છે, અને ગ્રુપ ઇન્સ્યોરન્સ છે કે પર્સનલ એ પણ સ્પષ્ટ હોવું જોઈએ. આવી ડાયરીમાં કોઈ કટોકટીના સમયે બધી જ માહિતી મળી જાય છે. જો પતિ ઘરની બહાર હોય અને તાત્કાલિક કોઈ દસ્તાવેજની જરૂર પડે, તો સ્ત્રીને એ જાણ હોવી જરૂરી છે કે કઈ ફાઇલ કયા છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો. આ માત્ર સુરક્ષા માટે જ નહીં, પણ સંબંધોમાં પારદર્શિતા અને સમાન ભાગીદારી માટે પણ અત્યંત જરૂરી છે.
પરિવારને મજબૂત અને મહિલાઓને આત્મનિર્ભરતાનો વિશ્વાસ આપે છે
પરિવારના દરેક સભ્યને આ દસ્તાવેજોની જાણ હોવી જોઈએ, જેથી કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં ગભરામણ ન થાય. આવી જાગૃતિ પરિવારને મજબૂત બનાવે છે અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનવાનો વિશ્વાસ આપે છે.
અબુધાબીની ઇન્ડિયન પીપલ ફોર્મર સંસ્થાના યુથ સેક્રેટરી જ્યોતિ રાવલચિત્રલેખા.કોમસાથે વાત કરતા કહે છે કે “ભણતરની સાથે ઘડતર પણ જરૂરી છે. નાની-નાની બાબતોની જાણકારી આપણને હોવી જોઈએ. હેલ્થ પોલિસી, ઇન્સ્યોરન્સ, ઘરના દસ્તાવેજો, કાનૂની કાગળો, લગ્ન પ્રમાણપત્ર કે બાળકોના પ્રમાણપત્રો આ બધાની માહિતી મોટેભાગે પુરુષો પાસે જ હોય છે. લગભગ 80% મહિલાઓ આ બાબતે અજાણ હોય છે. મહિલાએ માતા તરીકે નાનપણથી જ પોતાની દીકરીને આવા જરૂરી દસ્તાવેજોની જાણકારી આપવી જોઈએ. દીકરી પરણીને સાસરે જાય ત્યારે પુત્રવધૂને પણ ઘરના મહત્વના કાગળોની માહિતી હોવી જોઈએ. કટોકટીના સમયે કયો દસ્તાવેજ ક્યાં છે તેની ખબર હોવી અગત્યની છે. ખાસ કરીને, તમામ મહત્વના દસ્તાવેજો એક બેગમાં રાખવા જોઈએ, જેથી ઇમરજન્સીમાં તે બેગ સાથે લઈને તરત નીકળી શકાય. આવી તૈયારી મહિલાઓને સ્વાવલંબી બનાવે છે.”
મહિલાઓએ આ બાબતે વધુ જાગૃત થવાની જરૂર
ઘરમાં દરેક પ્રકારના દસ્તાવેજોની વ્યવસ્થા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. દરેક ફાઇલ પર સ્પષ્ટ લખવું જોઈએ કે એમાં કઈ બાબતના કાગળો છે. ઉદાહરણ તરીકે, ‘હેલ્થ ઇન્સ્યોરન્સ’, ‘લોન ડોક્યુમેન્ટ્સ’, કે ‘ઇન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ’. આ ઉપરાંત, તમામ મહત્વના કાગળો એક ખાસ બેગ કે ફોલ્ડરમાં રાખવા જોઈએ, જેથી ઇમરજન્સીમાં ઉપયોગમાં લઈ શકાય.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા ડાયેટિશિયન અને ફેશન મોડેલ મેઘના ઓઝા કહે છે કે, “પરિવાર જ્યારે સાથે બેસીને વાતચીત કરતો હોય, ત્યારે ઘરના પુરુષે જ ઘરની મહિલાઓ પત્ની, માતા કે દીકરીને મહત્વના દસ્તાવેજો બતાવવા જોઈએ અને એની સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. જો નવી ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં આવે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે, કે અન્ય કોઈ નાણાકીય નિર્ણય લેવાય, તો આ બાબતે ઘરની મહિલાઓને જરૂર જણાવવું જોઈએ. હું માનું છું કે ઘરના દરેક સભ્યને, મહત્વના દસ્તાવેજોની જાણકારી હોવી જોઈએ. મહિલાઓએ આ બાબતે વધુ જાગૃત થવાની જરૂર છે, કારણ કે કટોકટીના સમયે આ જાણકારી જ તેમને સ્વાવલંબી બનાવે છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં તેમણે બોર્ડના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ જો સંસ્કૃત વિષય રાખશે તો તેમને નાણાકીય સહાય સહિતની જોગવાઇ કરાઇ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે તેમના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસાર દ્વારા… pic.twitter.com/y0kyfzzJjk
પ્રાચીન ભાષા દરેક જન સુધી પહોંચે તેવા હેતુસર સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના અને શ્રીમદ્ ભગવત ગીતા યોજના તથા શત સુભાષિત કન્ઠ પાઠ યોજના એમ યોજના પંચકમ્ પ્રથમ ચરણમાં લોંચ કરવામાં આવી છે.
રક્ષાબંધન- સંસ્કૃત દિવસ નિમિત્તે વિશેષ આયોજન
પંચકમ્ માં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા. 6-8-2025 થી તા. 12-8-2025 ના સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવશે. સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બને તેવા પ્રયત્નો કરાશે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન)ને સંસ્કૃત દિવસ તરીકે ઉજવાય છે. તા. 9-8-2025 ને શનિવારે સંસ્કૃત દિવસ છે તેના ઉપલક્ષ્યમાં આ સપ્તાહ ઉજવાશે.
વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો નાણાંકીય સહાય
જે માધ્યમિક શાળામાં ધોરણ 10 માં નોંધાયેલી સંખ્યા ૧૦૦થી ઉપર હોય તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો બોર્ડ દ્વારા જેતે સંસ્થાને નાણાંકીય સહાય આપવામાં આવશે.
વોશિંગ્ટનઃ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ સતત વિકરાળ બની રહ્યો છે અને બંને તરફથી ભારે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલી હવાઈ હુમલાઓમાં ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકોનાં મોત થયાં છે, જેમાં તહેરાનના કેટલાક ટોચના સૈન્ય અધિકારીઓ, ન્યુક્લિયર વૈજ્ઞાનિકો અને નાગરિકોનો સમાવેશ થાય છે.
બીજી તરફ, ઇઝરાયેલી અધિકારીઓના જણાવ્યા મુજબ ઈરાનના હુમલાઓમાં તેમના પ્રદેશમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલી સેનાએ ચેતવણી આપી હતી કે ઈરાન તરફથી નવી મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે.
બીજી બાજુ, અમેરિકાએ ઇઝરાયેલની મદદ માટે એક વધુ મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ તેનું વિમાનવાહક યુદ્ધપોત USS Nimitzને મધ્ય-પૂર્વ તરફ મોકલી દીધું છે. આ યુદ્ધપોતની વિશેષતા એ છે કે તે ન્યુક્લિયર એનર્જી પરથી ચાલે છે. મિડલ ઈસ્ટમાં નિમિટ્ઝની હાજરી અમેરિકા અને ઇઝરાયેલને વધુ શક્તિશાળી બનાવશે. આ ઉપરાંત, અમેરિકાએ ઇઝરાયેલને ટેકો આપવા માટે પાંચ એર ફ્યુલિંગ ટેંકર્સ પણ મોકલ્યા છે, જે હવામાનમાં ફાઇટર જેટ્સમાં ફ્યુઅલ ભરશે. ટ્રંપે આ યુદ્ધને “અંતિમ ચરણ” સુધી લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હવે તેઓ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે તૈયાર નથી.
શુક્રવારે ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભયાનક હુમલાઓ બાદ મિડલ ઈસ્ટની સ્થિતિ વધુ બગડી છે. ટ્રંપની છેલ્લી કોશિશ છે કે ઈરાનને પરમાણુ કરાર માટે તૈયાર કરવામાં આવે. આ માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની વિદેશ મંત્રી વચ્ચે જલદી જ મુલાકાત થવાની સંભાવના છે.