અમદાવાદઃ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરની બહુ-વિભાગીય સમિતિની રચના કરવામાં આવી છે. નાગરિક હવાઈ પરિવહન મંત્રાલયે આ નિવેદનમાં જણાવ્યું છે કે આ સમિતિએ જે રીતે દુર્ઘટનાની તપાસ કરતી અન્ય એજન્સીઓ કાર્યરત છે તેનો વિકલ્પ નહીં બને. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે SOP (પ્રમાણભૂત કાર્યપદ્ધતિ) તૈયાર કરવાનું રહેશે અને તે ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે.
અમદાવાદથી લંડન જતી ‘બોઇંગ 787-8’ વિમાન 12 જૂને ઉડાન પછી તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તે એક મેડિકલ કોલેજના કેમ્પસમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોને તથા જમીન પરના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને મળીને અનેક જણના જીવ ગયા હતા.
વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) પહેલેથી જ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. મંત્રાલયના 13 જૂનના આદેશ અનુસાર ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં આ સમિતિમાં નાગરિક ઉડ્ડયન સચિવ અને ગૃહ મંત્રાલયના અતિરિક્ત સચિવ સભ્ય તરીકે જોડાયા છે.
આ સમિતિમાં ગુજરાત ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય આપત્તિ નિવારણ પ્રાધિકરણ, અમદાવાદ પોલીસ કમિશનર, વાયુસેના મહાનિદેશક (ઇન્સ્પેક્શન અને સુરક્ષા), નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) ના મહાનિર્દેશક અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.
વિમાનોના ગુમ થયેલા રેકોર્ડ, કોકપિટ વોઇસ રેકોર્ડર, મેન્ટેનન્સ રેકોર્ડ, ATC લોગ્સ તથા પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો જેવી તમામ વિગતો સમિતિ એકત્રિત કરશે. વિદેશી નાગરિકો અથવા વિમાન નિર્માતાઓ સંકળાયેલી બાબતોમાં સમિતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સહયોગ કરશે.




અને એમના શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલની મધ્યમાં નદી વહી રહી હતી. તેઓ નદીમાં પગ મૂકવાની તૈયારીમાં જ હતા ત્યાં એક યુવતીએ એમની પાસે મદદ માગી. એ યુવતી નદી પાર કરવા માગતી હતી. બન્ને ભિખ્ખુઓએ એકબીજા સામું જોયું. એ વૃદ્ધ ભિખ્ખુએ યુવતીને ખભે ઉપાડીને નદી પાર કરાવી દીધી. નદીના સામા કિનારે એને ઉતારીને તેઓ ચાલવા લાગ્યા. એકાદ કલાક થયો હશે ત્યાં યુવાન શિષ્યને બેચેની થવા લાગી. એ પોતાના ગુરુને કંઈક પૂછવા માગતા હતા, પરંતુ સંકોચ થતો હતો. આખરે એમનાથી રહેવાયું નહીં અને એમણે પૂછ્યું, “આપણને મહિલાઓ સાથે બોલવા-ચાલવાની મનાઈ છે, છતાં તમે એ યુવતીને ખભે ઉપાડીને નદી પાર કરાવી?” ગુરુએ જવાબ આપ્યો, “મેં તો એ ભાર ક્યારનો ઉતારી દીઘો, તું કેમ હજી તારા મનમાં એ ભાર લઈને ફરે છે?”





CMએ આ ઘટનાને રાજ્યના સાર્વભૌમત્વ પર સીધો હુમલો ગણાવ્યો અને કહ્યું હતું કે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને RAFના જવાનોને તૈનાત કરવામાં આવશે. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં બધા ગુનેગારોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવશે.
દ્રશ્યમાં ફેરફાર કર્યો હતો. ‘તેજાબ’ ની સ્ક્રિપ્ટમાં એક દ્રશ્ય હતું. જેનું બીજા દિવસે શુટિંગ થવાનું હતું. જેમાં માધુરી દીક્ષિત અનિલ કપૂરને કહે છે કે તારી સાથે મને જોઈને પિતાએ મને મારી હતી. હું ઘર છોડીને આવી ગઈ છું. આપણે લગ્ન કરી લઈએ. એન. ચંદ્રાએ એ દ્રશ્ય વાંચ્યું પછી લેખક કમલેશ પાંડેને કહ્યું કે આ બહુ સામાન્ય અને સરળ દ્રશ્ય લાગે છે. એમાં મજા આવી રહી નથી.




