Home Blog Page 852

ગુલકંદ – ૧૪ જૂન ૨૦૨૫

મિક્સ વેજ પેનકેક

બાળકોની સ્કૂલ શરૂ થતાં જ સવારની દોડધામ પણ વધી ગઈ છે. તો બાળકોના ટિફિન માટે ઝડપથી બની જાય તેવો નાસ્તો છે પૌષ્ટિક વેજ પેનકેક! જેને વેજ પરોઠા પણ કહી શકાય છે!

 

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1 કપ
  • ચણાનો લોટ 1 ટે.સ્પૂન
  • કાંદો 1
  • બટેટું 1
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • કોબી ખમણેલી ½ કપ
  • લીલા મરચાં 2-3
  • આદુ 1 ઈંચ
  • સમારેલી કોથમીર ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો ¼ ટી.સ્પૂન
  • જીરૂ ¼ ટી.સ્પૂન
  • સફેદ તલ ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • પૂડલા સાંતળવા માટે ઘી અથવા તેલ

રીતઃ કાંદા તેમજ સિમલા મરચાંના બે ભાગ કરી, પાતળી સ્લાઈસમાં સમારી લો. બટેટુ તેમજ ગાજર ખમણી લો. આદુ ઝીણું ખમણી લો. લીલા મરચાંને સમારી લો. એક બાઉલમાં બધા ખમણેલાં શાક લઈ તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ તથા તેમાં મીઠું સ્વાદ મુજબ, અજમો, જીરૂ, સફેદ તલ, લાલ મરચાં પાઉડર, ચાટ મસાલો તથા લીંબુનો રસ મેળવીને સહેજ પાણી મેળવીને ઘટ્ટ ખીરું બને તે રીતે એટલે કે, રોટલીના લોટ કરતાં ઢીલો લોટ બાંધીને પાંચેક મિનિટ માટે ઢાંકીને મૂકી દો.

ત્યારબાદ એક પેનને ગેસ પર ગરમ કરી તેમાં એકાદ ચમચી ઘી રેડીને ઉપર એક કડછી ખીરું લઈ પેનની મધ્યમાં રેડીને એ જ કડછી વડે થોડું ફેલાવીને પાથરી દો. ફરતે ફરીથી થોડું ધી રેડીને ગેસની મધ્યમ આંચે 2 મિનિટ માટે થવા દઈ તેને ઉથલાવીને ફરીથી 2 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસની આંચ થોડી તેજ કરીને બંને સાઈડથી 1-1 મિનિટ પેનકેકને લાલ તેમજ ક્રિસ્પી થવા દો. ત્યારબાદ તેને ઉતારીને બીજા પેનકેક જેવા પરોઠા તૈયાર કરી લો. પેનમાં બે કે ત્રણ આવે તે રીતે પેનકેક તૈયાર કરી શકો છો.

તૈયાર પરોઠા ઠંડા કરીને ટિફિનમાં ટોમેટો કેચ-અપ સાથે આપો.

૧૪ જૂન ૨૦૨૫

પંચાંગ 14/06/2025

શું છે આ કેસરી રંગનું બ્લેક બોક્સ? જેમાં છૂપાયેલા છે વિમાન દુર્ઘટનાના અનેક રહસ્યો

ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની દુ:ખદ ઘટના બાદ દરેક વ્યક્તિ આઘાતમાં છે. આ દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનાથી સમગ્ર દેશમાં કોહરામ મચ્યો છે અને ઘટના પાછળ વિવિધ પરિબળોને દર્શાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઘટનાાસ્થળેથી NSGને ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યુ છે અને તે હવે અકસ્માતના કારણો શોધવામાં મદદ કરશે.આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે બ્લેક બોક્સ શું છે? જેમાં પ્લેન ક્રેશના ઘણા રહસ્યો છૂપાયેલા હોય છે.

બ્લેક બોક્સ શું છે?

બ્લેક બોક્સ એક ખાસ ઉપકરણ છે જે દરેક વિમાનમાં સ્થાપિત થાય છે અને તેનું કામ ફ્લાઇટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી રેકોર્ડ કરવાનું છે. તો પોતાના નામથી વિરુદ્ધ એવા કેસરી રંગનું દેખાય છે, જેથી અકસ્માત બાદ તેને સરળતાથી શોધી શકાય.

બ્લેક બોક્સ બે ભાગમાં વહેંચાયેલું છે

બ્લેક બોક્સ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. આમાંથી એક CVR છે, જેને કોકપીટ વોઇસ રેકોર્ડર કહેવામાં આવે છે.જે પાઇલટ અને કો-પાઇલટ વચ્ચેની વાતચીત, એલાર્મ અને કોકપીટના અવાજો રેકોર્ડ કરે છે. બીજો ભાગ FDR એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે, જે વિમાનની ઊંચાઈ, ગતિ, દિશા, એન્જિનની સ્થિતિ વગેરે જેવા ટેકનિકલ ડેટા રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સમાં વિમાન અંદરની મહત્વની તમામ ગતિવિધિઓ રેકોર્ડ થાય છે.

આમ, જ્યારે કોઈ પણ વિમાન અકસ્માતનો ભોગ બને છે, ત્યારે બ્લેક બોક્સની મદદથી સમજી શકાય કે અકસ્માત પહેલા શું થયું હતું. તે ખૂબ જ મજબૂત બિલ્ડ સાથે બનાવવામાં આવે છે જેથી તે અકસ્માત પછી પણ સુરક્ષિત રહી શકે. બ્લેક બોક્સની મદદથી ઘણા વિમાન અકસ્માતો પાછળની ખામીઓને દૂર કરવામાં આવી છે. તેમાંથી મેળવેલા ડેટાના આધારે, સમય જતાં ઉડ્ડયન ઉદ્યોગને લગતા કડક નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ રીતે તે અકસ્માતના રહસ્યો ઉજાગર કરે છે

જ્યારે કોઈ વિમાન ક્રેશ થાય છે, ત્યારે તપાસ એજન્સીઓ પહેલા બ્લેક બોક્સ શોધવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેમાં વિમાનને લગતી સૌથી મહત્વપૂર્ણ માહિતી રેકોર્ડ કરવામાં આવે છે. જેમ આપણે કહ્યું હતું, બ્લેક બોક્સ બે ભાગોનું બનેલું હોય છે. એક ભાગ પાઇલટ્સના અવાજો અને કોકપીટ વાતચીત રેકોર્ડ કરે છે, જેને CVR કહેવામાં આવે છે. બીજો ભાગ વિમાનની તકનીકી માહિતી જેમ કે ગતિ, ઊંચાઈ, દિશા, એન્જિનની સ્થિતિ વગેરે સાચવે છે. તેને FDR કહેવામાં આવે છે. જ્યારે વિમાન ક્રેશ થાય છે, ત્યારે બ્લેક બોક્સમાં હાજર આ ડેટા સુરક્ષિત રહે છે, કારણ કે તે ખૂબ જ મજબૂત બનાવવામાં આવે છે.

આ ઉપકરણમાં એક નાનું સિગ્નલ આપતું ઉપકરણ પણ છે, જે પાણીમાં પડે તો પણ, 30 દિવસ સુધી તેના સ્થાન વિશે માહિતી આપે છે જેથી તે શોધી શકાય. જ્યારે તપાસકર્તાઓને બ્લેક બોક્સ મળે છે, ત્યારે તેઓ ખાસ કમ્પ્યુટર સિસ્ટમની મદદથી તેમાં નોંધાયેલી બધી માહિતી વાંચે છે. પાઇલટ્સની છેલ્લી વાતચીત, એલાર્મના અવાજો અને તકનીકી ખામીઓ વિશેની માહિતી અકસ્માત પહેલા શું થયું તે દર્શાવે છે. આ સમજવામાં મદદ કરે છે કે અકસ્માતનું કારણ તકનીકી ખામી, હવામાન કે માનવ ભૂલ હતું. આ રીતે, બ્લેક બોક્સ અકસ્માતનું સાચું કારણ જાણવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિમાન દુર્ઘટનામાં તથ્ય આવશે સામેઃ બ્લેક બોક્સ મળ્યું

અમદાવાદઃ એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે તૂટી પડ્યું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 265 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે. એ દરમિયાન તપાસ એજન્સીઓને સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. આ બોક્સથી પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શકશે. વિમાનના બ્લેક બોક્સને ટેક્નિકલ ભાષામાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવામાં આવે છે.

બ્લેક બોક્સ એટલે શું?

બ્લેક બોક્સતે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રેકોર્ડ કરે છે. તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઓડિયો (પાયલટની વાતચીત) રેકોર્ડ થાય છે. બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રેકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રેકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલું હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે છે.

બ્લેક બોક્સ નારંગી રંગનું હોય છે

બ્લેક બોક્સ સામાન્ય રીતે નારંગી રંગનું હોય છે. તે નારંગી રંગનું હોવાથી દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં તેને શોધવું સરળ બને છે. બ્લેક બોક્સ સ્ટીલ અને ટાઇટેનિયમથી બનેલું હોય છે. તે વિવિધ પ્રકારનાં સિગ્નલો, વાતચીત અને ટેકનિકલ ડેટા રેકોર્ડ કરે છે. તેમાં બે પ્રકારના રેકોર્ડર છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર  અને કોકપિટ વોઇસ રેકોર્ડર.

કોકપિટ વોઇસ રેકોર્ડરમાં પાયલોટ અને તેના સાથીદારો વચ્ચે થતી વાતચીત અને અન્ય અવાજો રેકોર્ડ થાય છે. તે કોકપિટ અને ATC (એર ટ્રાફિક કંટ્રોલ) વચ્ચે રેડિયો પર થતી વાતચીતને પણ રેકોર્ડ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ એટલે ગ્રાઉન્ડ સ્ટાફ જે પાયલોટને ફ્લાઇટ ઉડાવવામાં મદદ કરે છે. તે સમગ્ર ફ્લાઇટ દરમિયાન રેડિયો દ્વારા પાયલોટ સાથે સંપર્કમાં રહે છે.

રાજ્યની ATSને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વિડિયો રેકોર્ડર મળી આવ્યું છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે.

કોણ હતા કેપ્ટેન સુમીત સભરવાલ? નોકરી છોડવાનું પિતાને આપ્યું હતું વચન

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના ઘણા ફોટા અને વીડિયો બહાર આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ અકસ્માત કેટલો ભયાનક હતો અને ટેકઓફ થયા પછી તરત જ વિમાન કેવી રીતે ક્રેશ થઈ ગયું. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ ઉપરાંત વિમાનમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ હતા. આપણે જાણીએ કે આ ફ્લાઇટ કયા બે પાઇલટ ચલાવી રહ્યા હતા.

Photo: Instagram

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન ગેટવિક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8 ડ્રીમલાઈનર, રજીસ્ટ્રેશન VT-ANB) 12 જૂન 2025 (ગુરુવાર) ના રોજ ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ. તેમાં 230 મુસાફરો સવાર હતા, જેમાંથી ફક્ત એક વ્યક્તિનો જ બચાવ થયો, બાકીના તમામ લોકો મોતને ભેટ્યા.

નોંધનીય છે કે ફ્લાઇટમાં બે પાઇલટ હતાં, કેપ્ટન સુમિત સભરવાલ અને ક્લાઇવ કુંદર. આ વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કર્યું હતું.

કોણ છે કેપ્ટન સુમીત સભરવાલ?

કેપ્ટન સુમિત સભરવાલને 8200 કલાકનો અનુભવ છે. તેમના સહકર્મીઓનું માનવું છે કે સુમીત પાસે બહોળો અનુભવ હતો, જેને આંકી શકાય એમ નથી. તે ખુબ જ શાંત અને કામ પ્રત્યે પ્રતિબદ્ધ હતાં.

સુમીત સુભરવાલે એરપોર્ટ પરથી તેના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. તેણે પરિવારને કહ્યું હતું કે એકવાર તે લંડન ફ્લાઈટ લેન્ડ કરી લેશે પછી ફરી કૉલ કરશે. જે કૉલ હવે ક્યારેય તેના પરિવારને નહીં આવે. મુંબઈના પવઈના રહેવાસી સભરવાલે તેના પિતાને વચન આપ્યું હતું કે તે નોકરી છોડી દેશે અને પોતાનો સંપૂર્ણ સમય તેની સંભાળ રાખવામાં સમર્પિત કરશે.

કેપ્ટન સભરવાલ અપરિણીત હતા અને તેમના 90 વર્ષના પિતા સાથે રહેતા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, શિવસેનાના ધારાસભ્ય દિલીપ પાંડે, જેઓ સભરવાલના ઘરે શોક વ્યક્ત કરવા ગયા હતા, તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ કેપ્ટન સુમિતે તેમના પિતાને કહ્યું હતું કે તેઓ નોકરી છોડી દેશે અને તેમની સંભાળ રાખશે.

કેપ્ટન સુમિતના પડોશીઓએ જણાવ્યું હતું કે સભરવાલ પરિવારનો ઉડ્ડયન ઉદ્યોગ સાથે ગાઢ સંબંધ છે. કેપ્ટન સભરવાલના પિતા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)માંથી નિવૃત્ત થયા છે. જ્યારે, તેમના બે ભત્રીજાઓ પણ પાઇલટ છે.

આ અકસ્માતમાં કેપ્ટન સુમિત સભરવાલની સાથે કો-પાયલટ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરનું પણ મૃત્યુ થયું હતું. ક્લાઇવ કુંદરને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. તેમની માતા એર ઇન્ડિયાની ભૂતપૂર્વ ફ્લાઇટ એટેન્ડન્ટ હતા. અભિનેતા વિક્રાંત મેસીના પારિવારિક મિત્ર હતા ક્લાઈવ કુંદર. તેમણે આ સમગ્ર દુર્ઘટના અને ક્લાઈવ સુંદરના મૃત્યુ પર શૉક વ્યક્ત કર્યો હતો.

વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયા PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ભૂતપૂર્વ CM વિજય રૂપાણી પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 241 યાત્રીઓમાં સામેલ હતા. ભાજપ નેતાને શ્રદ્ધાંજલિ આપતાં PM મોદીએ જણાવ્યું હતું કે રૂપાણી એક વિનમ્ર અને મહેનતી વ્યક્તિ હતા અને પાર્ટીની વિચારધારામાં સંપૂર્ણ સમર્પિત હતા.

PM મોદીએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે વિજયભાઈ રૂપાણીજીના પરિવાર સાથે મુલાકાત કરી. આ અવિશ્વસનીય છે કે વિજયભાઈ હવે આપણા વચ્ચે નથી. હું તેમને દાયકાઓથી જાણું છું. અમે ખભેખભો મિલાવીને કામ કર્યું છે, તેમાં સૌથી પડકારજનક સમય પણ સામેલ છે. વિજયભાઈ વિનમ્ર અને મહેનતી હતા અને પાર્ટીની વિચારધારામાં પૂર્ણ રીતે સમર્પિત હતા.

PM મોદીએ કહ્યું હતું કે વિજય રૂપાણીએ સતત આગળ વધતાં પાર્ટી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી હતી અને ગુજરાતના CM તરીકે કુશળતાપૂર્વક કાર્ય કર્યું હતું. તેમણે જુદાં-જુદાં પદો પર રહીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું  હતું.  પછી તે રાજકોટ નગરપાલિકા હોય, રાજ્યસભાના સાંસદ તરીકે હોય, ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે હોય કે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે હોય.

વડા પ્રધાને ઉમેર્યું હતું કે જયારે વિજયભાઈ ગુજરાતના CM હતા ત્યારે મેં અને તેમણે મળીને અનેક પ્રકારના વિકાસનાં પગલાં લીધાં, ખાસ કરીને લોકોના જીવનને સરળ બનાવવા માટે. અમારા વચ્ચે થયેલી વાતચીત હંમેશાં યાદગાર રહેશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને મિત્રોના સહારે છે. ૐ શાંતિ.

ઇઝરાયેલ-ઇરાન વચ્ચે સંઘર્ષને લીધે સેન્સેક્સ 570 તૂટ્યો

અમદાવાદઃ ઇઝરાયેલ-ઇરાન વચ્ચે ફરી ટેન્શનને લીધે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાથી વધુ ઘટ્યા હતા. જોકે મિડકેપ, સ્મોલકેપમાં રિકવરી મળી હતી. નિફ્ટી બેન્કમાં આશરે એક ટકાનો ઘટાડો થયો હતો. FMCG. બેન્કિંગ, મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારો રૂ. 2.10 લાખ કરોડ ડૂબ્યા હતા.

ઇઝરાયેલે શુક્રવારે ઇરાન પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલી PM બેન્જામિન નેતાન્યાહુના જણાવ્યા મુજબ આ અભિયાનમાં ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના મુખ્ય ભાગને નિશાન બનાવવામાં આવ્યો છે. બીજી બાજુ રશિયા અને યુક્રેનની વચ્ચે ટેન્શન જારી છે અને હાલમાં એ ઔર વધી ગયું છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ ટેન્શન મધ્ય પૂર્વમાં એક મોટા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થતાં ક્રૂડ ઓઇલમાં વધારો થવાની ભીતિ પણ છે. બ્રેન્ટ ઓઇલની કિંમતોમાં 13 ટકાનો ઉછાળો આવતાં એનો ભાવ પ્રતિ બેરલ 75 ડોલરે પહોંચ્યો હતો. જેને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ભાવમાં વેચવાલી ફરી વળી હતી. ક્રૂડ ઓઇલમાં વધારો એ દેશની નાણાકીય ખાધ માટે સારા સમાચાર નથી, કેમ કે એમાં વધારો થવાની દહેશત છે. એ સાથે ફરી મોંઘવારીમાં પણ વધારો થવાની શક્યતા છે. ટ્રેડિંગ સેશનને અંતે  સેન્સેક્સ 573 પોઇન્ટ ઘટીને 81,118 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 170 પોઇન્ટ તૂટીને 24,718ના મથાળે બંધ થયો હતો.

BSE પર કુલ 4122 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1538 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2451 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 133 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 80 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 57 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 211 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 207 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

વિક્રાંત મેસીના સંબંધીનું અકસ્માતમાં મૃત્યુ, ફ્લાઇટમાં ફર્સ્ટ અધિકારી હતા ક્લાઈવ કુંદર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અભિનેતા વિક્રાંત મેસીના નજીકના સંબંધી ક્લાઈવ કુંદરનું પણ અવસાન થયું છે. ક્લાઈવ કુંદર ક્રેશ થયેલી ફ્લાઇટમાં ફર્સ્ટ ઓફિસર હતા. વિક્રાંત મેસીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી દ્વારા આ માહિતી આપી હતી. વિક્રાંતે પણ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે અને તેમને સાંત્વના આપી છે.

વિક્રાંત મેસીએ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતી અને પોતાના નજીકના વ્યક્તિના મૃત્યુની માહિતી આપતી સ્ટોરી શેર કરી છે. આ ભાવનાત્મક પોસ્ટમાં વિક્રાંતે લખ્યું,’આજે અમદાવાદમાં થયેલા અકલ્પ્ય દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો માટે મારું હૃદય તૂટી ગયું છે. એ જાણીને વધુ દુઃખ થયું કે મારા અંકલ ક્લિફોર્ડ કુંદરે તેમના પુત્ર ક્લાઇવ કુંદરને ગુમાવ્યો, જે કમનસીબે ફ્લાઇટમાં કામ કરતા ફર્સ્ટ અધિકારી હતા. ભગવાન તમને, તમારા પરિવારને અને અસરગ્રસ્ત તમામ લોકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.’

વિક્રાંતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પછી ક્લાઇવ કુંદરને બધા વિક્રાંતનો પિતરાઇ ભાઇ સમજવા લાગ્યા. કારણ કે વિક્રાંતે તેની સ્ટોરીમાં તેના કાકાના દીકરાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ બધાને લાગ્યું કે ક્લાઇવ કુંદર વિક્રાંતનો પિતરાઇ ભાઇ હતો. જોકે, વિક્રાંતે ટૂંક સમયમાં આ મૂંઝવણ દૂર કરી. તેણે બીજી સ્ટોરી શેર કરી અને સ્પષ્ટતા કરી કે ક્લાઇવ કુંદર તેનો પિતરાઇ ભાઇ નહીં પણ એક પારિવારિક મિત્ર હતો. તેણે લખ્યું કે મીડિયા અને અન્ય લોકોને વિનંતી છે કે ક્લાઇવ કુંદર મારો પિતરાઇ ભાઇ ન હતો. કુંદર પરિવાર અમારો પારિવારિક મિત્ર છે. લોકોને વિનંતી છે કે આ મૂંઝવણ વધુ ન ફેલાવો.

કેપ્ટન સુમિત એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (AI171) ને કમાન્ડ કરી રહ્યા હતા. વિક્રાંત મેસીના સંબંધી ક્લાઈવ કુંદર, જે સહ-પાયલોટ હતા, સુમિતને મદદ કરી રહ્યા હતા. ક્લાઈવ કુંદરને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો.

શાહરૂખ-સલમાન સહિત ઘણા સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ આ અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપીને શોક વ્યક્ત કર્યો છે. આ યાદીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, વિકી કૌશલ, અક્ષય કુમાર, કરીના કપૂર અને સોનુ સૂદ સહિત ઘણા સેલેબ્સે નામનો સમાવેશ થાય છે.