Home Blog Page 854

વાસ્તુ: શંકાશીલ સ્વભાવ અને વાસ્તુદોષ…

કોઈ બીમારી હોય તો એનો ઈલાજ ચોક્કસ થાય. પરંતુ બીમારીનો વહેમ હોય એનો ઈલાજ શું હોઈ શેકે? કેટલાક લોકોનો સ્વભાવ વહેમાળ હોય છે. એમને કોઈના ઉપર ભરોસો જ ન આવે. આવા લોકોને ઉશ્કેરવા વાળા પણ મળી જ રહે. અને આખી જિંદગી સત્ય વેગળું રહે. આવા લોકોને કોઈ સાચી વાત કરવા જાય તો પણ એમને વહેમ જ પડે. અને પોતાના હિતેચ્છુથી વેગળા થતા જાય. વ્હાલાને પણ વસમાં કરવાની કળા આવા લોકોમાં હોય. પોતે તો આજીવન દુખી જ રહે પણ અન્યને સુખી ન થવા દે. આવું થવા માટે નૈરુત્ય અને ઈશાનનો વાસ્તુદોષ કારણભૂત ગણી શકાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે.  આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમે કોઈ એવો પરિવાર જોયો છે કે જેને શક કરવા સિવાય કોઈ ધંધો જ ન હોય? મારા લવ મેરેજ છે. મારા સાસરે ન ઘર ન આવક. એટલે મારા વરને ઘર જમાઈ બનાવી દીધો. પણ અમને થોડી ખબર હતી કે એને શક કરવાનો શોખ છે. અંતે થાકીને મારા પપ્પાએ અમને અલગ ફ્લેટ અપાવી દીધો. હું નૃત્ય શિક્ષિકા તરીકે કામ કરું અને મારો વર આમતેમ ફર્યા કરે. પણ મેં બધું ચલાવી લીધું. ધીમે ધીમે લોકો મને ઓળખતા થયા. પણ મારા વરને એના જેવો એક મિત્ર મળી ગયો. ક્યાં શક કરાય અને ક્યાં નહિ એની કોઈ સમજ વિના બંને બસ શક કર્યા કરે. મારે લોકોને જવાબ આપવાના ભારે પડે. બસ કોઈ પુરુષને જોયો નથી કે શક ચાલુ. અમારી સોસાયટીમાં એક વ્હાલાભાઈ છે. ઘણા લોકો એને વ્હાલો કહીને બોલાવે છે. એવું બને. એનેય ન છોડે. વળી એ બિચારા ભલા માણસનો ભરપુર ઉપયોગ પણ કરી લે. પોતાના અંગત સ્વાર્થ માટે એને ચડાવે. પેલો બિચારો માણસ મદદ કરવા આવે તોએ શક કરવાનું તો ન જ છોડે.

કોઈ લીફ્ટમાં મળે તો દોડીને પાછળ ઘુસી જાય અને એમનું પુરાણ ચાલુ. લોકો થાકી ગયા છે. હું કેટલાનું સાંભળું? બાકી હતું તો મારા સાસુને પણ ઘરે લઇ આવ્યા છે. એ પણ શક કરવામાં આમની સાથે હોય. એ જ આમને બગાડે છે. ગમેતેની ઉપર શક ન કરાય ને? વળી આખી દુનિયાના ફાડા મારે. આજે મેં જેટ ખરીદ્યું ને કાલે શીપ લેવાની વાત ચાલે છે. એમના નામે કોઈ પંચિયું પણ નથી આપવા તૈયાર. વળી કોઈ બિચારું ભલું હોય તો આમની શક કરવાની ટેવથી દુર ભાગે. આવું થવા પાછળ કોઈ વાસ્તુદોષ હોઈ શકે? જો હોય તો એનું નિવારણ શું હોઈ શકે.

જવાબ: જયારે માણસને પોતાનામાં ભરોસો ન હોય ત્યારે જ એ અન્ય પર શંકા કરે. તમારા પતિએ નાનપણમાં કોઈ સુખ નથી જોયું. એમના મમ્મીએ સ્વમાનથી જીવતા શીખવ્યું હોત તો આવું ન થાત. વળી એ સતત શંકાઓ કાર્ય કરે તો એવું તો કોને ગમે? દુનિયાનું મોટાભાગનું સારું કામ ભરોસાથી ચાલે છે. જો માણસ માત્ર શક કરે તો કોઈ કામ શક્ય જ નથી. જયારે નૈરુત્યથી ઈશાનનો અક્ષ નકારાત્મક હોય ત્યારે માણસનો સ્વભાવ આવો થઇ જાય. એ માત્ર આભાષી જીવન જીવ્યા કરે. જે નથી એના વિચારોમાં જીવતી વ્યક્તિ હકીકતોથી દુર રહે.

વ્હાલાભાઈ પોતેજ એમનું પ્યાદું બની રહ્યા છે. એટલે એમની ચિંતા કરવાના બદલે તમારે તમારો વિચાર કરવો જોઈએ. લોકોને સત્ય સમજાવવાના બદલે એમને સકારાત્મક કાર્ય તરફ લઇ જાવ. બેસીને ગપ્પા મારે એના બદલે તમારા કામમાં સાથે રાખો. પેલા નકારાત્મક મિત્રથી દુર રાખો. ઘરમાં ચંદનનો ધૂપ કરો અને સૂર્યને જળ ચડાવો. જો એ માને તો દર બેસતા મહીને કોઈ સાચા વિદ્વાન બ્રાહ્મણને ગમતી ભેટ આપો.

સવાલ: ઘરમાં પૈસા ટકતા નથી. તો કોઈ ઉપાય?

જવાબ: દર બેસતા મહીને કીડીયારું પૂરો અને કોઈ સાચા વિદ્વાન બ્રાહ્મણને ગમતી ભેટ આપો. કોઈનું દિલ ન દુભાવો.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

 

મધુપ્રમેહના દર્દીએ મેંગો ખાવાની કે નહીં?

પ્રશ્ન: ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ કેરી ખાઈ શકે? અગર ખાઈ શકે તો એ કેટલા પ્રમાણમાં લેવી જોઈએ?

– ક્રિષ્ના પટેલ (વડોદરા)

ઉત્તર: હા, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ ચોક્કસ કેરી ખાઈ શકે, પણ એ કેટલા પ્રમાણમાં લઈ શકાય એ વ્યક્તિગત રીતે નક્કી કરવું પડે, જે સુગર લેવલ પર નિર્ભર છે. બહેતર છે કે તમારા ડૉક્ટરની સલાહ લઈને કેરી ખાવાનું રાખવું. આમ પણ કેરી નિયંત્રિત માત્રામાં જ લેવી જોઈએ.

કેરીની ગ્લાયસેમિક ઈન્ડેક્સ 51થી 60ની વચ્ચે છે અને પંચાવનથી વધુ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવતા ખાદ્ય પદાર્થોને હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ  ફૂડ ગણવામાં આવે છે. આમ, કેરી એ વધુ સુગર ધરાવતા ફ્રૂટમાં સ્થાન પામે છે. કેરી લંચની સાથે લેવાય તો એ સુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરશે. બીજું, કેરીનો રસ કાઢીને એ જમવામાં લેવાને બદલે કેરી સુધારીને જ ખાવી, કારણ કે કેરીમાં રહેલ રેસાયુક્ત ભાગ સુગરને વધતાં અટકાવી શકે છે, જ્યારે રસમાં આ રેસાનું પ્રમાણ ઘટી જાય છે.

પ્રશ્ન: ન્યુટ્રિશનને લગતા એક લેખમાં જણાવ્યું હતું કે ફાઈબર્સ એટલે કે રેસાયુક્ત ખાદ્યોનો ઉપયોગ આપણા માટે લાભકારક છે. આ ફાઈબર શરીરને કઈ રીતે ઉપયોગી છે?

– બીના પટેલ (અમદાવાદ)

ઉત્તર: સૌપ્રથમ તો ફાઈબર્સ બે પ્રકારનાં હોય છે. એક સોલ્યુબલ ફાઈબર કે જે પાણી અથવા પ્રવાહીમાં ઓગળી જાય છે અને એ પાચન સમયે જેલ જેવી સ્થિરતા અથવા કન્સિસ્ટન્સી ધરાવે છે, જેના દ્વારા સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે અને એ કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. સોલ્યુબલ ફાઈબર ભૂખ સંતોષવામાં પણ ઉપયોગી છે. આ પ્રકારનાં ફાઈબર્સ આપણને ઓટ્સ, નટ્સ, બધા પ્રકારનાં સીડ્સ, કઠોળ, ફ્રૂટ્સ તેમ જ શાકભાજીમાંથી મળી રહે છે.

બીજા પ્રકારનાં ફાઈબર્સને ઈનસોલ્યુબલ ફાઈબર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનાં ફાઈબર્સ પ્રવાહી અથવા પાણીમાં ડિઝોલ્વ થતાં નથી (ઓગળતાં નથી) અને પાચનક્રિયા દરમિયાન પણ એ મૂળ સ્વરૂપમાં જ રહે છે. આ પ્રકારનાં ફાઈબર્સ સ્ટૂલ (મળ) બાંધવાનું કામ કરે છે. મોટા ભાગે કબજિયાત ધરાવતી વ્યક્તિ તેમ જ મળત્યાગની અનિયમિત આદતવાળી વ્યક્તિ માટે આ ઈનસોલ્યુબલ ફાઈબર ઔષધિ સમાન છે. ઘઉંની થૂલી, અમુક પ્રકારનાં શાકભાજી અને આખા અનાજ આ પ્રકારનાં ફાઈબર્સના મુખ્ય સ્રોત છે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન-ઈસબગોલ, વગેરે આ પ્રકારનાં ફાઈબર્સનાં ઉદાહરણો છે.

આમ, બન્ને પ્રકારનાં ફાઈબર્સ મુખ્યત્વે સુગરને નૉર્મલ રાખવામાં, કૉલેસ્ટરોલ ઘટાડવામાં, ભૂખ વહેલી સંતોષવામાં તેમ જ ડાઈજેસ્ટિવ સિસ્ટમ સુધારવામાં મદદ કરે છે આથી બન્ને પ્રકારનાં ફાઈબર્સનો ખોરાક તરીકે ઉપયોગ થાય એ જરૂરી છે.

પ્રશ્ન: સાંજના સમયે ભૂખ લાગે ત્યારે મોટા ભાગે અનહેલ્ધી નાસ્તાની ક્રેવિંગ થાય છે. આ એ સમય છે જ્યારે ડાયેટ કન્ટ્રોલ કરવો મુશ્કેલ બને છે. મને એ સમયે લઈ શકાય એવા થોડા હેલ્ધી નાસ્તાની ટિપ્સ તથા ઑપ્શન આપશો?

– કલગી દવે (બેંગલુરુ)

ઉત્તર: આપની વાત સાથે હું ચોક્કસપણે સંમત છું. દિવસ દરમિયાન અગર કોઈ એક સમયે અનહેલ્ધી ફૂડ લેવાતું હોય તો એ સાંજનો સમય છે. આપણે હેલ્ધી લંચ તો નિયંત્રિત રીતે લઈએ છીએ, પરંતુ ત્યાર બાદ સાંજે જ્યારે ભૂખ લાગે ત્યારે હેલ્ધી નાસ્તાના ઓછા વિકલ્પ આપણી પાસે હોય છે. એમાં પણ તમે વર્કિંગ પર્સન છો તો તમારી પાસે આ વિકલ્પ ખૂબ ઓછા હોય છે. આ માટે પહેલાં તો તમે તમારી સાથે થોડા હેલ્ધી ડ્રાય નાસ્તા રાખવાની આદત કેળવો. કોરા નાસ્તા, જેવા કે ખાખરા, દાળિયા, મમરા, શિંગ, દાબેલા ચણા, વગેરે ડ્રાય સ્નૅક્સ છે.

જો તમે સાંજના સમયે ઘરે આવી ગયા છો તો બીજા હેલ્ધી નાસ્તાના ઘણા વિકલ્પો છે કે જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હશે. મસાલા કૉર્ન, પીનટ ચાટ, માખણ ચેવડા, બેસન ચિલ્લા, ચના મસાલા વિથ ચૉપિંગ વેજિટેબલ્સ, ગ્રેનોલા, ફ્રૂટ સૅલડ, સ્પ્રાઉટ ભેળ, સ્મૂધી, વગેરે. અત્યારે પ્રોટીન બાર તેમ જ પ્રોટીન બિસ્કિટ્સ પણ ખૂબ ટ્રેન્ડમાં છે, જે તમે ઘરે અથવા બહાર પણ સરળતાથી મેળવી શકશો, જે તમારી ભૂખ કે ક્રેવિંગ સંતોષવાની સાથે સાથે તમારી હેલ્થને જાળવી રાખવામાં મદદ કરશે.

હેલ્થ ટિપ્સ…

* આ ઋતુનો સંક્રમણકાળ છે એટલે કે ઉનાળો પૂરો થઈ ચોમાસું બેસવામાં છે (એવુંય બને કે ચિત્રલેખાનો અંક તમારા હાથમાં હોય ત્યારે ચોમાસું વિધિવત્ બેસી ગયું હોય) એટલે તબિયતનું ખાસ ધ્યાન રાખવું. આ ગાળામાં શરદી, તાવ જેવી વ્યાધિની શક્યતા ઘણી વધારે હોય છે. વાતાવરણમાં ભેજ વધે એટલે ચામડી પર ફંગલ ઈન્ફેક્શન થવાના પણ ચાન્સ રહે.

* અત્યારે આમ પણ વાઈરલ બીમારીના બહુ વાયરા છે. ઘરનાં વડીલો કે બાળકો બહુ ભીડભાડવાળી જગ્યાએ જઈ રહ્યાં હોય તો એમને માસ્ક પહેરવાનું સૂચવો. કોરોના દરવાજે ટકોરા મારી જ રહ્યો છે. ના, ડરવાની જરૂર નથી, પણ સાવચેત તો રહેવું જ.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

૧૩ જૂન ૨૦૨૫

Chitralekha Gujarati – 23 June, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 13/06/2025

વિદેશમાં જન્મ…જેલમાં વિતાવ્યા દિવસો, કઈંક આવી રહી વિજય રૂપાણીની સફર

12 જુન, 2025નો દિવસ ઈતિહાસમાં ક્યારે નહીં ભૂલાઈ. અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171નો અકસ્માત અને તેમાં સવાર લોકોના મોતથી સ્ત્બ્ધ સમગ્ર દેશ. વિમાન ક્રેશની આ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી મૂક્યા છે.

અમદાવાદમાં ઘટેલી વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું છે. તેઓ આ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા. વિજય રૂપાણી તેમના પત્ની અને દીકરીને મળવા જઈ રહ્યાં હતાં. સપનેય વિચાર નહીં હોય કે પરિવારને મળવા જવાની ખુશી અચાનક મોતમાં પરિણમશે. વિજય રૂપાણના અંગત જીવન અને રાજકીય સફર પર એક નજર કરીએ.

મ્યાનમારમાં જૈન પરિવારમાં થયો જન્મ

2 ઓગસ્ટ 1956 ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં માયાબેન અને રમણીકલાલ રૂપાણીના ઘરે દીકરાના જન્મ થયો અને નામ પાડ્યું વિજય. વિજય રૂપાણી 7 ભાઈ-બહેનોમાં સૌથી નાના. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. 1960 માં મ્યાનમારમાં રાજકીય ઉથલપાથલને કારણે તેમનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયો. વિજય રૂપાણીએ ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેમણે ભાજપની મહિલા પાંખની સભ્ય અંજલી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે, જે એન્જિનિયર છે અને એક પુત્રી છે, જે પરિણીત છે. તેમના બીજા પુત્રનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

વિજય રૂપાણીની રાજકીય સફર

વિજય રૂપાણી 2016થી 2021 દરમિયાન ગુજરાતના 16માં મુખ્યમંત્રી બન્યા અને રાજ્યની કમાન સંભાળી. તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતના રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય હતા. આ ઉપરાંત, તેઓ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

વિજય રૂપાણીના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ વિદ્યાર્થીકાળથી જ આ તરફ વળ્યા હતાં. રાજકોટમાં આવ્યા બાદ વિજય રૂપાણી અભ્યાસ દરમિયાન ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીમાં જોડાયા હતા. તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી તેઓ પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા હતાં. પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે પણ જોડાયા. 1971માં તેઓ સંઘ સાથે સક્રિય હતાં. ભાજપની રચના થઈ ત્યારથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે.

1976ની કટોકટી દરમિયાન તેઓ ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગરમાં 11 મહિના બંદી રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ રાજકોટના મેયર હતા. 1998માં તેમને ભાજપના ગુજરાત એકમના સચિવ બનાવવામાં આવ્યા હતા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. 2006માં તેઓ ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ બન્યા હતા. 2006 થી 2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. 2013માં નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ હતા.

2014માં તેઓ રાજકોટ પશ્ચિમથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. 2014 આનંદીબેન પટેલની સરકાર દરમિયાન તેમને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2016માં તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા હતા. 7 ઓગસ્ટ 2016ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2017માં ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતી હતી અને રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા

રૂપાણીના પત્ની અંજલી રૂપાણી લંડનમાં છે અને એવું માનવામાં આવે છે કે પૂર્વ મુખ્યમંત્રી તેમને લેવા માટે લંડન જઈ રહ્યા હતાં. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તેમનો ગુજરાત વિદ્યાપીઠમાં એક કાર્યક્રમ હતો. ત્યાંથી પાછા ફર્યા પછી જ્યારે તેઓ લંચ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ટીવી ચાલુ કર્યું. આ દરમિયાન તેમને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળ્યા. તેઓ ચિંતિત થઈ ગયા કારણ કે તેમને ખબર હતી કે રૂપાણી આ ફ્લાઇટ દ્વારા લંડન જવાના છે. જોકે, તેમને ખબર નહોતી કે તેઓ આ ફ્લાઇટમાં છે. તેમણે તરત જ ટીવી બંધ કરી દીધું અને ગાંધીનગર સ્થિત તેમના ઘરે પહોંચી ગયા. રૂપાણીનો સીટ નંબર 2D હોવાનું કહેવાય છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું દુઃખદ અવસાન

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો સવાર હતા. વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી રહ્યા છે. તેઓ 2016 થી 2021 દરમિયાન બે વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. વિમાન દુર્ઘટના પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે આ શોકનો સમય છે. અમારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ વિમાનમાં સવાર હતા. અમે દુઃખી છીએ અને જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

વિમાન દુર્ઘટના પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, અમે તપાસ કરીશું. આ અકસ્માત કેમ થયો તે શોધીશું. એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા. અન્ય નાગરિકો પણ હતા. આ દુ:ખદ અને ભયાનક ઘટનાથી હું સંપૂર્ણપણે હચમચી ગયો છું. હું આઘાતમાં છું.

અમદાવાદ પોલીસ કમિશનરનું નિવેદન

રામ મોહન નાયડુએ કહ્યું, વડા પ્રધાન મોદીએ મને ફોન કરીને ઘટનાસ્થળે આવવા કહ્યું. એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હું હમણાં આંકડાઓ વિશે કંઈ કહેવા માંગતો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીં ઘટનાસ્થળે આવી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં લોકોના બચી જવાની શક્યતા નકારી શકાય નહીં. એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં અકસ્માત સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

PM મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે તેને શબ્દોથી પરે અને હૃદયદ્રાવક અકસ્માત ગણાવ્યો છે. ઉપરાંત, તેમણે કહ્યું કે તેઓ તેમના મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે. અમદાવાદના મેઘનાનગરમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. જોકે, હજુ સુધી સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ અકસ્માત ગુરુવારે બપોરે 1.38 મિનિટે થયો હતો.

પીએમ મોદીએ વિમાન દુર્ઘટના અંગે ‘X’ પર પોસ્ટ કરી હતી, અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ અમને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. આ એક એવી હૃદયદ્રાવક ઘટના છે જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.’

અકસ્માત પછી તરત જ, પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુ સાથે વાત કરી અને અમદાવાદ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના વિશે પૂછપરછ કરી. અમદાવાદથી ગેટવિક (યુકે) જતી ફ્લાઇટ નંબર AI 171 નું બોઇંગ 787 વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું. વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોદીએ નાયડુ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના વિશે પૂછપરછ કરી હતી. કાર્યાલયના જણાવ્યા અનુસાર, મંત્રીએ વડા પ્રધાનને કહ્યું કે તેઓ જમીન પર બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ જઈ રહ્યા છે.

એ 10 વિમાન દુર્ઘટનાઓ…જ્યારે લોકોએ ભરી ઉડાન ને ભરખી ગયો કાળ

ગુજરાતના અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની છે. એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી રહ્યું હતું અને થોડી જ વારમાં તે ક્રેશ થઈ ગયું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.

ફાઈલ ફોટો

અકસ્માત સ્થળે ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતાં. બચાવ કામગીરી માટે બચાવ ટીમો પહોંચી ગઈ છે.એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોય તેવી આ પહેલી ઘટના નથી. સ્વતંત્રતા પછી, આવા ઘણા વિમાન અકસ્માતો થયા છે જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરના કેટલાક મોટા વિમાન અકસ્માતો પર એક નજર કરીએ.

7 ઓગસ્ટ 2020 કોઝિકોડ વિમાન દુર્ઘટના

7 ઓગસ્ટ, 2020 ના રોજ, કેરળના કોઝિકોડ (કાલિકટ) માં એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં 17 લોકો અને ક્રુ મેમ્બર (બે પાયલટ સહિત)ના મોત થયા હતાં. જ્યારે કે 138 લોકો ઘાયલ થયા હતાં.  રનવે પર અટકવામાં થયેલી નિષ્ફળતાને કારણે વિમાન 100 ફૂટ ઊંડી ખાડીમાં પડ્યું હતું. ઘટનામાં પ્લેનના ત્રણ ટુકડાં થઈ ગયા હતાં. ભારે વરસાદ અને ખરાબ વિઝિબિલિટીને કારણે વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.

22 મે, 2010 મેંગલોરમાં વિમાન ક્રેશની ઘટના

22 મે 2010 ના રોજ કર્ણાટકના મેંગલોરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737-800 વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 158 લોકોનાં મોત થયા હતાં. વિમાનમાં 160 મુસાફરો અને ક્રુ મેમ્બર સવાર હતાં.  દુર્ઘટનાનું કારણ રનવે ઓવરરન હોવાનું કહેવામાં આવ્યું હતું.

પટનામાં મોટી વિમાન દુર્ઘટના

બિહારની રાજધાની પટનામમાં 17 જૂલાઈ, 2000ના રોજ એલાયન્સ એયરનું બોઈંગ 737-2A8 વિમાન અકસ્માતનો ભોગ બન્યુ હતું. આ અકસ્માતમાં 56 લોકોના મોત થયા હતાં. જેમાંથી 51 લોકોના મૃતદેહો વિમાનમાં જ મળ્યા હતા અને 5 લાશ જમીન પર મળી આવી હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેન સરકારી નિવાસ કોલોની પર ક્રેશ થયું હતું.

1996માં ચરખી દાદરી મિડ-એર ક્રેશ

12 નવેમ્બર, 1996ના રોજ, હરિયાણાના ચરખી દાદરીમાં દિલ્હી નજીક બે વિમાનો અથડાયા હતા. એક વિમાન સાઉદી એરલાઇન્સ ફ્લાઇટ 763 હતું અને બીજું કઝાકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ 1907 હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 349 લોકોના મોત થયા હતા.આ ઇતિહાસની સૌથી ભયાનક મધ્ય-હવાઈ અથડામણ છે. આ અકસ્માત કઝાકિસ્તાનના પાયલોટની ભૂલને કારણે થયો હતો.

26 એપ્રિલ, 1993, ઔરંગાબાદ

ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 491 મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં દુર્ઘટનાનો ભાગ બની હતી. આ ઘટનામાં 55 લોકોનાં મોત થયાં હતાં. ટેકઑફ દરમિયાન રનવે પર ટ્રેક સાથે અથડામણને કારણે વિમાનનો અકસ્માત થયો હતો. પાયલટની ભૂલ અને ટ્રાફિક નિયંત્રણમાં ચૂક પણ દુર્ઘટનાનું એક કારણ હતું.

16 ઓગસ્ટ, 1991માં ઈમ્ફાલમા બન્યો હતો અકસ્માત

મણિપુરના ઈમ્ફાલમાં ઈન્ડિયન એયરલાયન્સ ફ્લાઈટ 257 સાથે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના ઈમ્ફાલ નજીક ઘટી હતી. જેમાં 69 લોકોનાં મોત થયા હતાં. દુર્ઘટના પાછળનું કારણ પાયલટની ભૂલને ગણાવવામાં આવ્યું હતું.

14 ફેબ્રુઆરી, 1990માં વિમાન દુર્ઘટના

વર્ષ 1990માં બેંગલોર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. ઈન્ડિયન એરલાયન્સ ફ્લાઈટ 605 પાયલટની ભૂલને કારણે 92 લોકોએ જીવ ગૂમાવ્યા હતાં.

1988માં અમદાવાદમાં વિમાન દુર્ઘટના

19 ઓક્ટોબર, 1988માં અમદાવાર એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ઘટી હતી. ઈન્ડિયન એયરલાયન્સ ફ્લાઈટ 113 પાયલટની ભૂલને કારણે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 130 લોકોના મોત થયા હતાં.

1 જાન્યુઆરી, 1978 મુંબઈ

બોમ્બેના દરિયા કિનારે બાન્દ્રામાં એર ઇન્ડિયા ફ્લાઇટ 855 અકસ્માતનો શિકાર બની હતી. વિમાનમાં સવાર તમામ 213 લોકોએ અકસ્માતમાં જીવ ગૂમાવ્યા હતાં. કોકપીટમાં સાધન નિષ્ફળતાને કારણે કેપ્ટનનું મૃત્યુ હતું.

12 ઓક્ટોબર, 1976

મુંબઈમાં ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 171 વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. જેમાં 95 લોકોએ જીવ ગૂમાવ્યાં હતાં. એન્જિન ફેલ થવાને કારણે વિમાનમાં આગ લાગી હતી.

વિમાન દુર્ઘટના બાદ અમદાવાદમાં ફસાયેલા મુસાફરો માટે રેલવેએ ખાસ વંદે ભારતની જાહેરાત કરી

ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. એર ઇન્ડિયાના આ વિમાને બપોરે ઉડાન ભરી હતી, જેમાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરના નેતૃત્વ હેઠળના બે પાઇલટ અને દસ કેબિન ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા. જેમાંથી અનેક લોકોના મોત થયા છે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના જણાવ્યા અનુસાર, વિમાને ઉડાન ભર્યા પછી તરત જ “મેડે” કોલ આપ્યો હતો પરંતુ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી વધુ સંદેશાવ્યવહારનો જવાબ આપવામાં નિષ્ફળ ગયું. તે એરપોર્ટની પરિમિતિની બહાર મેઘાણીનગર નજીક ક્રેશ થયું હતું, જ્યાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતાં.

રેલવે દ્વારા ખાસ વંદે ભારત ટ્રેનો ચલાવાઈ રહી છે

ભારતીય રેલવેએ ગુજરાતમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ખાસ વંદે ભારત ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. અમદાવાદથી દિલ્હી માટે ખાસ વંદે ભારત ટ્રેન રાત્રે 12:30 વાગ્યે દોડશે. તે જ સમયે, અમદાવાદથી મુંબઈ માટે ખાસ વંદે ભારત ટ્રેન મધ્યરાત્રિએ 12 વાગ્યે દોડશે. આ ખાસ વંદે ભારત ટ્રેનો અમદાવાદમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરશે.

એવું કહેવાય છે કે વિમાન તેની લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય યાત્રા પર હતું, જેના માટે ફ્યુલ સંપૂર્ણપણે ભરાઈ ગયું હતું. આના કારણે તે ક્રેશ થયું ત્યારે વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગની તીવ્રતા વધી ગઈ. અનેક ફાયર એન્જિન, એમ્બ્યુલન્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. નવીનતમ અપડેટ મુજબ, બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. વડા પ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને રામ મોહન નાયડુને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને રાહત પગલાંનું નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો છે. એર ઇન્ડિયાએ એક કટોકટી કેન્દ્ર સક્રિય કર્યું છે અને વિમાનમાં રહેલા લોકોના પરિવારોને મદદ કરવા માટે ટીમો તૈનાત કરી છે.