વેસ્ટ ઈન્ડિઝ: સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને 9મી જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 29 વર્ષની ઉંમરે આ નિર્ણય લીધો. નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિ અંગે માહિતી આપતા લખ્યું કે, ‘મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.’
View this post on Instagram
નિકોલસ પૂરણ એક આક્રમક ખેલાડી
નિકોલસ પૂરનની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2019માં અફઘાનિસ્તાન સામે બોલ ટેમ્પરિંગના આરોપમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. જો કે, તે ટૂંક સમયમાં પાછો ફર્યો અને કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું. વર્ષ 2022માં તેને કાયમ માટે વ્હાઇટ-બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડી દીધી.
પૂરનની કારકિર્દી
નિકોલસ પૂરને 106 ટી20 મેચોમાં 2,275 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ સારો હતો, જેના કારણે તે હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યો. તેણે 61 વન-ડે પણ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. તેણે 2019ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પૂરનની નિવૃત્તિ પછી ઘણાં ક્રિકેટ દિગ્ગજોએ તેને શુભેચ્છા પાઠવી છે. બધાએ તેની શાનદાર કારકિર્દીની પ્રશંસા કરી છે.


રાજ્યવાર આંકડા અનુસાર, કેરળ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. દક્ષિણના આ રાજ્યમાં 1,957 સક્રિય કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ રાજ્યમાં 7 નવા કેસનો ઉમેરો થયો છે. આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં સક્રિય કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોચી છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાંથી નવા XFG વેરિયન્ટના 163 કેસ મળી આવ્યા છે. જેમાંથી, મહારાષ્ટ્રમાં 89, તમિલનાડુમાં 16, કેરળમાં 15, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. XFG વેરિયન્ટ કોરોના વાયરસના ઓમિક્રોન ઉપ-વેરિયન્ટમાંથી ઉદભવેલો છે.
પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટ અનુસાર, આ વેરિયન્ટ પહેલા કેનેડામાં મળી આવ્યો હતો. XFGના કુલ ચાર પ્રમુખ મ્યૂટેશન મળી આવ્યા છે. જે તેને વધુ સંક્રામક અને રોગ પ્રતિકારક શક્તિની સિસ્ટમથી બચવામાં સક્ષમ બનાવે છે. આ સાથે જ તે વેક્સિન બાદ મળેલી ઈમ્યુનિટીને પણ થાપ આપી શકે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ મોત થયું નથી. પરંતુ, 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં 65 દર્દીના મોત થયા છે.







