સુરત: રાજ્યમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ છે. ગુજરાત પોલીસને 165 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં માત્ર 6 મહિનામાં RBL બેંકના 90 બેંક એકાઉન્ટમાંથી કુલ 1,445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. જો કે અન્ય 75 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે.
સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, આ દરમિયાન એક મોપેડને રોકવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભાંડાફોડ થયો અને આરોપીની ધરપકડ કરી હતી. પૈસાની જરૂરીયાતમંદ લોકોને બેંક લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ લઈને બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા હતા. બાદમાં ડોક્યુમેન્ટ ખૂટે છે, જેના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને આ ભેજાબાજો ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી લેતા હતા. બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
આ કૌભાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશવ્યાપી હોવાનું પણ સામે આવ્યું છે. કીરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ વિનીત સહિત રિચ પે આઈડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. હાલ, સુરતની ઉધના પોલીસ દ્વારા તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
RBL બેંકના કુલ 90 એકાઉન્ટની માહિતી આવી સામે: ઉધના પોલીસ
ઉધના પોલીસની તપાસ દરમિયાન મળી આવેલા અલગ-અલગ બેંકોના 165 અકાઉંટ પૈકી RBL બેંકના કુલ 90 એકાઉન્ટની માહિતી આવી જતા તેમાં 1,455 કરોડના વ્યવહારો કુલ 6 મહિનાના સમયગાળા દરમિયાન આરોપીઓ દ્વારા થયેલા હોવાનું સામે આવ્યું છે. તેમજ મોટાભાગના બેન્ક એકાઉન્ટ પૈસાની જરૂરીયાતમંદ લોકોને લોન આપવાના બહાને ખોલાવેલા હોવાનું સામે આવ્યું છે.








ભૂલી જાય. કદાચ ભારતમાં આ વાત વધારે પ્રચલિત છે. વ્યક્તિ પોતાના માટે શું સારું છે એ ભૂલીને અન્યનું સારું પામવા મથવા લાગે ત્યારે સમજાય કે ક્યાંક કશુંક ખોટું થયું છે. કોઈ તો ચૂક રહી ગઈ છે જેનાથી સમાજ દિશા બદલી ચૂક્યો છે.


પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, ગેમીએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



