ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલતો કમોસમી વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી બન્યો છે, જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, 16થી 18 મે, 2025 દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ઉપલા હવામાનનું ચક્રવાતી પરિભ્રમણ (અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન) આ વરસાદનું મુખ્ય કારણ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, 16 મેના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ તેમજ દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગામી સાત દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
વરસાદની આગાહીની સાથે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે, જેનાથી રાજ્યમાં ગરમી અને વરસાદની બેવડી ઋતુનો અનુભવ થશે. આ વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે, અને હવામાનની અનિશ્ચિતતાએ ચિંતા વધારી છે. આ અણધાર્યા વરસાદે ખેતીને મોટું નુકસાન કર્યું છે, અને હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. પોલીસ અને સ્થાનિક વહીવટને સતર્ક રહેવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા સૂચના અપાઈ છે.











હમણાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પછી આંતરરાષ્ટ્રીય સમુદાય મોટાભાગે ભારત તરફી રહ્યો, પણ ખાસ કરીને તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોએ પાકિસ્તાનને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કરીને ભારતની સામે રહેવાનું પસંદ કર્યું એ પછી આ બન્ને દેશ પ્રત્યે ભારતીયોના ભવાં ખેચાયા છે. આ બન્ને દેશો સાથે વ્યવહાર બંધ કરવાની અને એમનો આર્થિક બહિષ્કાર કરવાની વાતો જોરશોરથી સોશિયલ મિડીયામાં ગાજી રહી છે ત્યારે સવાલ એ છે કે, પાકિસ્તાનને સપોર્ટ કરતા આ દેશો સાથે ભારતે શું વલણ અપનાવવું જોઈએ?
“આપણે માટે ભારત પહેલા હોવું જોઈએ. જે દેશ આપણી મુશ્કેલીની ઘડીમાં આપણી સાથે ન ઊભો રહે, તેને આપણે પણ સમર્થન ન આપવું જોઈએ. આપણી લડત આતંકવાદ સામે હતી, જેનો જવાબ સરકારે બરાબર રીતે આપ્યો છે. શક્ય હોય ત્યાં સુધી આ દેશોમાં પ્રવાસ ન કરવો જોઈએ. આપણે તેમની વસ્તુને સપોર્ટ ન કરવો જોઈએ. આપણે જ સમજી જઈશું તો, એ દેશોની સીધો ફટકો આપણે મારી શકીશું.”
“ભારતીય મૂળના ઘણા લોકો તુર્કસ્તાનમાં રહે છે અને હવે એ દેશને પોતાનું વતન જ બનાવી લીધું છે. આપણે વ્યાપાર સંબંધ તો તેમની સાથે ધરાવીએ જ છીએ. આપણે વ્યાપાર અને લોકો બંને વસ્તુ ધ્યાને રાખી એક કડક વલણ અપનાવું જોઈએ. પ્રવાસનને લઈ પણ અઝરબૈજાન અને તુર્કી પર પ્રતિબંધ લાગવવા જોઈએ.”
“જે દેશ ખુલ્લેઆમ આતંકવાદી ઘટનાને સપોર્ટ કરતા હોય, તે દેશોને પંપાળવાનો કોઈ અર્થ નથી. આપણે અઝરબૈજાન અને તુર્કીને આર્થિક ફટકો મારવાનું શરૂ કરી દીધું છે. હિમાચલ પ્રદેશના લોકોએ સફરજનની આયાત બંધ કરી દીધી છે. આપણે તુર્કી અઝરબૈજાન સાથે ચીન સાથે પણ કડક વલણ અપનાવવું જોઈએ. આપણે વેપાર બંધ કરી આર્થિક મોરચે આ દેશોને ઘેરવા જોઈએ.”
“એક સ્ટુડન્ટ તરીકે હું એમ કહીશ કે ભારતે સ્માર્ટ ડિપ્લોમસીથી જવાબ આપવો જોઈએ અને આવી સિચ્યુએશન ન થાય એના માટે જાગૃત રહેવું જોઈએ. ઘણા એવા બિઝનેસ છે, અભ્યાસ ક્ષેત્રે આવા દેશોમાં ભારતીય વિદ્યાર્થી જાય છે. તેમને વ્યાપાર આપે છે, આપણે એ બંધ કરી દેવો જોઈએ.”
